Home Blog Page 1191

તમે પણ ચેતજો. ભારતના આ કંપનીના Eye Dropથી થયું અમેરિકામાં મોત ? જાણો શું કહે છે નિષ્ણાંતો

Be warned too. Eye drop of this Indian

  • ભારતમાં બનતી દવાના ઉપયોગથી અમેરિકામાં 55 લોકોને ચેપ લાગ્યો જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યાની રાવ ઉઠી રહી છે આવી સ્થિતિ વચ્ચે નિષ્ણાતો એ માહિતી આપી છે.

ભારતમાં બનેલા આઈ ડ્રોપ અજરીકેયર આર્ટિફિશિયલ ટીયર્સનો (Drop Ajricare Artificial Tears) અમેરિકામાં ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વધતા વિવાદ વચ્ચે ભારતીય દવા કંપનીએ આ આઈ ડ્રોપને પરત મંગાવ્યા છે. આ દવા ચેન્નાઈના ગ્લોબલ ફાર્મા દ્વારા બનાવવામાં આવે છે. એવો આરોપ છે કે અમેરિકામાં (America) 55 લોકોને ચેપ લાગ્યો છે અને આઇ ડ્રોપ્સના ઉપયોગથી એક વ્યક્તિનું મોત થયું છે.

આ પહેલા ગેમ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં પણ ભારતમાં બનેલા કફ સિરપથી બાળકોના મોતના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ વખતે આંખના ટીપાંના કારણે મોતના સમાચાર છે. તે જાણવું જરૂરી છે કે આંખના ટીપાંથી મૃત્યુ કેવી રીતે થઈ શકે છે. ભારતમાં બનેલી દવા અમેરિકામાં કેવી રીતે મોતનું કારણ બની ? આ જાણવા માટે  નેત્ર ચિકિત્સકો સાથે વાત કરવામાં આવી અને ઘણી માહિતી મેળવવામાં આવી હતી.

મૃત્યુ કેમ થયું ?

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના નેત્રરોગ વિજ્ઞાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ.કે. ગ્રોવરે જણાવ્યું કે આંખના ટીપાંની ખુલ્લી બોટલને કારણે આવું થઈ શકે છે. દવાઓના લોટમાં એક બોટલ ખુલ્લી હશે. જેમાં હાનિકારક બેક્ટેરિયા દાખલ થયા હશે. આવી સ્થિતિમાં, દવાના ઉપયોગ દરમિયાન આ બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ્યા અને તેનો ચેપ લાગ્યો.

ડૉ. ગ્રોવરે જણાવ્યું કે આ પ્રકારના બેક્ટેરિયા કોઈ અંગની અચાનક નિષ્ફળતાનું કારણ પણ બની શકે છે. જેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે. જો કે એ પણ જોવાનું રહેશે કે કેટલા લોકોએ દવાના લોટનો ઉપયોગ કર્યો છે અને તેમને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કોઈને વધુ ઈન્ફેક્શન થતું હોય તો આવા દર્દીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવા પડે છે.

ઓવરડોઝ એક કારણ હોઈ શકે છે :

આ પ્રકારના આઈ ડ્રોપનો ઉપયોગ આંખોમાં મરડો મટાડવા માટે થાય છે, પરંતુ તે કાઉન્ટર પર ઉપલબ્ધ છે, તેથી ઘણી વખત તેનો બિનજરૂરી ઉપયોગ કરવામાં આવે છે અને ઓવરડોઝ નુકસાન કરી શકે છે. આંખના ટીપાંના ખોટા ઉપયોગથી અંધત્વનું જોખમ પણ છે. દિલ્હીમાં આંખના નિષ્ણાત ડૉ. વિનય કુમાર કહે છે કે આંખના ઘણા ટીપાંમાં કેટલાક સ્ટીરોઈડ્સ પણ હોય છે.

જેના ઉપયોગથી આંખોને નર્વ ડેમેજ થવાનું જોખમ રહે છે. જો તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો ગ્લુકોમા થવાનો ખતરો રહે છે. જેના કારણે આંખોની રોશની પણ જતી રહે છે. આવી સ્થિતિમાં કોઈપણ દવાનો ઉપયોગ ડૉક્ટરની સલાહ લીધા પછી કરવો જોઈએ.

આ પણ વાંચો :-

‘પાપા કી પરી’ પ્રેમી પંખીઓ સાથે અથડાઈ, રસ્તાની વચ્ચે પડી ગઈ અને….

0

The ‘Papa Ki Pari’ lover collides with the birds

  • વાયરલ થઈ રહેલો વીડિયો એક છોકરીનો છે જે વિચિત્ર રીતે સ્કૂટી ચલાવી રહી હતી. પરંતુ આ દરમિયાન એક કપલ તેની સામેથી પસાર થાય છે અને તેની સાથે અથડાય છે. આ પછી જ્યાં કપલ રસ્તા પર પડે છે. ત્યાંથી પપ્પાની પરી અલગ રીતે નીકળી જાય છે.

જો તમે પણ સોશિયલ મીડિયા (Social media) પર એક્ટિવ છો. તો તમે જોયું જ હશે કે નેટીઝન્સ ઘણીવાર સ્કૂટી ગર્લ્સને ટ્રોલ કરે છે. એટલું જ નહીં તેની વિચિત્ર ડ્રાઈવિંગ (Fantastic driving) કુશળતાને જોઈને લોકો તેને ‘પાપાની પરી(Papa’s angel) પણ કહેવા લાગ્યા છે પરંતુ હવે જે પાપા કી પરીનો વીડિયો સામે આવ્યો છે તે જોઈને તમે ભડકી જશો. કારણ કે અહીં યુવતી આરામથી સ્ટંટ કરવા નીકળી હતી પરંતુ તેની સામે આવેલા કપલને મુશ્કેલી પડી હતી.

એક સમય હતો જ્યારે બાઈક પર ફક્ત છોકરાઓનો જ અધિકાર હતો પછી ડ્રાઈવિંગની વાત હોય કે સ્ટંટ બતાવવાની આ કામ ફક્ત છોકરાઓ જ કરતા હતા પણ ભાઈ હવે સમય બદલાઈ ગયો છે અને છોકરીઓ પણ છોકરાઓથી પાછળ નથી. સ્ટંટ બતાવે છે. તમને રસ્તા પર ઘણી છોકરીઓ જોવા મળશે જે છોકરાઓ કરતા વધુ સારા સ્ટંટ કરે છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખતે તમારો સ્ટંટ સફળ થાય !

ઘણી વખત મસ્તીમાં કરેલો સ્ટંટ બીજાને ભારે પડી જાય છે. આવું જ કંઈક આ દિવસોમાં જોવા મળ્યું જ્યાં છોકરી આનંદથી સ્ટંટ કરી રહી હતી અને કપલ તેની સામે આવ્યું અને તેઓ ટકરાયા. જે બાદ પપ્પાની પરી સાંકડી ગલીમાંથી નીકળી ગઈ હતી પરંતુ કપલ સાથે અકસ્માત થયો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રસ્તા પર ખૂબ જ વિચિત્ર રીતે બાઈક ચલાવી રહી છે. આ દરમિયાન એક કપલ તેમની બાઈક પર જઈ રહ્યું છે અને તે જોતાં જ છોકરી તેમની સામે આવે છે અને તેની બાઇકને લહેરાવીને કપલને ટક્કર મારે છે અને પ્રેમી કપલ પોતે જ રસ્તા પર પડી જાય છે પરંતુ પપ્પાની પરી પાછું વળીને જોતી નથી અને તે પોતાની ધૂનમાં ત્યાંથી નીકળી જાય છે.

આ વીડિયોને mcqueen_spee_d નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને 45 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે અને લાખો લોકોએ આ વીડિયો જોયો છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ, આ તેમનો પ્રોટોકોલ છે..’ અન્ય યુઝરે લખ્યું, ‘લોકોમાંથી માનવતા સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે.’

આ પણ વાંચો :-

04 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : આ 7 રાશિના લોકો પર લક્ષ્મીજી થશે પ્રશન્ન – ક્યારેય નહિ ખૂટે ધનનો ભંડાર

04 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આનંદ ઉત્સાહપૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ
વાણીચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાઠી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવું. રોગપ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્કઃ
મિત્રવર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઈ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષ તરફતી સારા સમાચાર મળે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ. આવક વધશે.

કન્યાઃ
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલાઃ
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેનતના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીના યોગ બને છે. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
ભાગ્યના બળે આવકમાં વૃદ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના ભાઈ-બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમિકલના ધંધા માટે શુભ.

ધનઃ
માનસિક અશાંતિ રહે. નકારાત્મક વિચારો વધતા જણાય. શરદ-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવાન શિવની ઉપાસનાંથી લાભ થાય.

મકરઃ
ન્યાયી, સત્યપ્રેમી, વ્યવહાર કુશળ તથા વિશાળ મન રહેશે. ભક્તિમાં મન પરોવાશે. ઓફિસ, સ્ટેશનરી, જ્યો‌તિષીના ધંધામાં લાભ. અડચણો મુશ્કેલીનું નિવારણ થાય. જીવન સરળ બને. એકાદ યાત્રા કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય.

કુંભઃ
જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુટુંબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીનાં આપવાનું ટાળવું.

મીનઃ
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. આદ્યાત્મિક પ્રગતિ થાય. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ગુરૂગ્રામમાં પુરપાટ ઝડપે દોડતી કારે 4 કિમી સુધી બાઈકને ઘસડતા રોડ પર સર્જાયા ચિનગારીના દ્રશ્યો

0

In Gurugram, a car running

  • ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ઘસડી હતી.

દિલ્હીના સુલતાનપુરી-કાંઝાવાલા હિટ એન્ડ રન કેસ (Sultanpuri-Kanzawala hit and run case) લોકો હજુ સુધી ભૂલ્યા નથી એવામાં હરિયાણાના (Haryana) ગુરુગ્રામમાં પણ તેના જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગુરુગ્રામના સેક્ટર-62માં એક ઝડપી કાર સાથે અથડાતાં બાઈક કારની નીચે ફસાઈ ગઈ હતી અને દારૂના નશામાં કાર ચાલકે બાઈકને લગભગ 4 કિલોમીટર સુધી ખેંચી હતી. આ સાથે જ રસ્તા પર ઘસતી વખતે બાઈકમાંથી તણખા નીકળતા રહ્યા.

ડ્રાઈવર 4  કિલોમીટર સુધી કાર ચલાવતો રહ્યો :

ગુરુગ્રામ (Gurugram) પોલીસે આ વિશે વાત કરતાં ગુરુવારે જણાવ્યું હતું કે એક વ્યક્તિની કથિત રીતે મોટરસાઇકલને તેની સ્પીડ કાર વડે 4 કિલોમીટર સુધી ખેંચી જવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આગળ પોલીસે જણાવ્યું કે કારે પહેલા રોડની કિનારે પાર્ક કરેલી મોટરસાઈકલને ટક્કર મારી અને એ પછી ટુ-વ્હીલર કાર નીચે નીચે ફસાઈ ગયું. ત્યારે કારચાલકે એ ફસાયેલ વાઈક સાથે ગાડી ચલાવી અને લગભગ 3 કિમી સુધી પોતાની સાથે ખેંચી ગયું. મળતી માહિતી મુજબ મોટરસાઈકલ માલિક બાઉન્સર તરીકે કામ કરે છે.

ટક્કર બાદ બાઇક કારની નીચે ફસાઈ ગયું હતું :

બાઉન્સરએ પોલીસને જણાવ્યું હતું કે આ ઘટના રાત્રે 11.30 વાગ્યાની આસપાસ બની જ્યારે તે ડ્યુટી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો અને તે તેની મોટરસાઈકલ રોડની સાઈડમાં પાર્ક કર્યા પછી નજીકમાં ઉભો હતો ત્યારે કારે તેના ટુ-વ્હીલરને ટક્કર મારી હતી અને ટક્કર બાદ બાઈક કારની નીચે ફસાઈ ગયું હતું. આ પછી કાર ચાલક તેને પોતાની ખેંચી ગયો હતો.

બાઈકના માલિક મોનુએ જણાવ્યું હતું કે આ હિટ એન્ડ રન કેસમાં એ માંડ માંડ બચ્યો હતો જો કે તેની બાઇકને ભારે નુકસાન થયું હતું. જણાવી દઈએ કે ગુરુગ્રામના સેક્ટર 65માં હોન્ડા સિટી કાર એક મોટરસાઇકલને ખેંચી રહી હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ  :

ગાડીની નીચેથી મોટરસાઈકલ નીકળીને રોડની બાજુમાં પડી જતાં કાર ચાલક પોતાનું વાહન ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. જો કે હાલ મોટરસાયકલ ચાલકની ફરિયાદના આધારે ગુરુગ્રામ સેક્ટર 65 પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ભારતીય દંડની કલમ 279 (રેશ ડ્રાઇવિંગ), 336 (જીવન અથવા વ્યક્તિગત સલામતીને જોખમમાં મૂકવું), 427 (નુકસાન પહોંચાડવા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુગ્રામ પોલીસના પ્રવક્તા સુભાષ બોકેને કહ્યું, ‘અમે ફરિદાબાદના રહેવાસી સુશાંત મહેતા તરીકે ઓળખાયેલા આરોપીની ધરપકડ કરી છે અને તેની કાર કસ્ટડીમાં લીધી છે.

આ પણ વાંચો :-

રામપુરમાં અડધી રાતે કપડાં કાઢીને ફરતી મહિલાને લઈને ફફડાટ ! ખખડાવે છે ઘરના દરવાજા

0

In the middle of the night in Rampur

  • સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રામપુરમાં એક નગ્ન અવસ્થામાં (Naked State) ફરતી એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. લોકોમાં આ મહિલાને લઈને ફફડાટ વ્યાપ્યો છે. લોકો મોડી રાત સુધી જાગવા માટે મજબૂર બન્યા છે.

રામપુરામાં એક મહિલા અડધી રાતે કપડાં કાઢીને ફરતી હોવાનો વીડિયો વાયરલ (The video went viral) થયો છે. મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ માટે ટીમો બનાવીને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા સીસીટીવીમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ કહી રહી છે કે આ કેસમાં ટીમો બનાવવામાં આવી છે. મહિલાની શોધ ચાલી રહી છે. સીઓ રવિ ખોખરે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જણાવ્યું કે, શહેરમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે આજકાલ શહેરના વિસ્તારના લોકોના ઘરોમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં એક મહિલા મોડી રાત્રે નગ્ન અવસ્થામાં ફરતી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક અજાણી મહિલા લોકોના ઘરની ડોરબેલ વગાડતી અને શેરીઓમાં નગ્ન થઈને ફરતી જોવા મળે છે.

રહેવાસી પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘર પર પહોંચી હતી. લાંબા સમય સુધી તે તેમના ગેટ પર ઉભી રહી અને બેલને વગાડતી રહી હતી. તેમણે સોમવારે કોતવાલીમાં આ મામલે અરજી કરી હતી. કોતવાલીનો હવાલો સંભાળી રહેલા ક્રાઈમ ઈન્સ્પેક્ટર આસારામે જણાવ્યું કે શહેરની ગલીઓમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતવાસીઓ હવે કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, જાણો તારીખ સાથેની આ ભયંકર આગાહી

0

Gujaratis should be ready to bake in scorching heat now

  • ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત : કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઈ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે.

ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં આંશિક રાહત મળશે. ફરી એકવાર આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં લઘુત્તમ તાપમાનમાં (Minimum temperature) ઘટાડો નહીં થાય. જેના કારણે આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે.

તાપમાનમાં વધારો નોંધાશે. જેના કારણે ગરમીનો અહેસાસ થશે. પવનની ગતી ધીમી પડતા ઠંડી ઘટશે. હાલ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સને (Western Distbans) કારણે તાપમાનમાં વધારો નોંધાશે. હાલ નલિયામાં 4.2 તાપમાન, અમદાવાદ 13 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્યત: કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ફરીવાર ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાંઈ રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર ઓઢીને નોકરી જવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

03 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : માં મોગલની કૃપાથી આ રાશિના જાતકોને પારિવારિક જીવન રહેશે સુખી

03 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી. નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા રોજગારમાં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી. સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડીચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ
અભિમાનમાં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઇ બહેન પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ
દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ રૂશ્વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠી વાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ઘમંડ વધે. સ્ત્રીવર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો. મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસશાંતિથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

આવું કઈ રીતે શક્ય ! 21 વર્ષની માતાની 15 વર્ષની દીકરી ? Video માં ખુલ્યું રહસ્ય

How is this possible

  • 21 વર્ષની યુવતીની 15 વર્ષની દીકરી હોય તેવું કઈ રીતે શક્ય બને? સોશિયલ મીડિયા પર આ મા-દીકરીની જોડી વાયરલ છે. લોકો પણ તેમને જોઈને મોઢામાં આંગળા નાખી જાય છે. જે ખુલાસો થયો છે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

આજકાલ ઈન્ટરનેટ પર એક મા-દીકરીની (other-Daughter) જોડી વાયરલ થઈ છે. જેમાં માતા 21 વર્ષની છે અને તેણે એવો ખુલાસો કર્યો છે કે તેની દીકરી 15 વર્ષની છે. એટલે કે મા-દીકરીની ઉંમરમાં માત્ર ને માત્ર 6 વર્ષનો ફરક છે. આ મહિલાનું નામ હંટર નેલ્સન છે. અને તે ફુલ ટાઈમ પેરેન્ટ છે.

એટલે કે પોતે તેની દીકરીનો ઉછેર કરી રહી છે. અમેરિકાના (America) કેન્ટમાં રહેતી નેલ્સને ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને અત્યાર સુધીમાં 82 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયામાં તે કહી રહી છે કે રસ્તા પર ગાડી ચલાવતા મને અહેસાસ થયો કે હું 21 વર્ષની છું અને તે 15 વર્ષની.

નેલ્સને વીડિયોમાં એવું પણ કહ્યું કે, ‘મારી દીકરીના સ્કૂલના સ્ટાફના લોકો અને અન્ય બાળકોના વાલીઓ મને ગંભીરતાથી નથી લેતા. મને ત્યારે પણ એ મહેસૂસ થયું કે, જ્યારે હું સ્કૂલ ગઈ ત્યારે લોકોએ પુછ્યું કે હું ક્યા ધોરણમાં ભણું છું. હું આને કેવી રીતે ગાડી ચલાવવાનું શીખવું. જ્યારે મને પોતાને જ માંડ માંડ ચલાવતા આવડે છે.’ નેલ્સનનો આ વીડિયો વાયરલ થતા લોકો ઘણા સવાલો કરી રહ્યા છે. લોકો નવાઈ સાથે કમેન્ટ પણ કરી રહ્યા છે.

લોકો એવા સવાલ પુછી રહ્યા છે કે, શું તમે 6 વર્ષના હતા ત્યારે તમારે બાળક આવી ગયું હતું?. લોકોના અનેક સવાલો બાદ એક પોસ્ટ અને વીડિયોમાં નેલ્સને જણાવ્યું કે, ‘જ્યારે હું 6 વર્ષની હતી ત્યાં સુધી મારું બાળક નહોતું. મે કેટલાક મહિના પહેલા જ મારી બહેનની ગાર્જિયનશિપ માટે અરજી કરી છે. મને લાગ્યું કે મારી બહેનને સુરક્ષિત અને ખુશ રાખવા અને તેની તમામ જરૂરિયાતોને પુરી કરવાનો સૌથી સારો રસ્તો તેને મારી સાથે રાખવાનો છે.’

નેલ્સને જણાવ્યું કે 2015માં તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. અને તે બાદ તેની સૌતેલી બહેન ગ્રેસીએ તેમની માતાને પણ ગુમાવ્યા. જ્યારે નેલ્સનને ખબર પડી કે તેની બહેનને ફોસ્ટર હોમ મોકલી શકાય છે, તો તેણે કોર્ટમાં અરજી કરી.

અમેરિકામાં આ લીગલ છે. જો કે તેને આવું કરવાથી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેને ગ્રેસીની નાનીના પરિવારથી ધમકીઓ આપવામાં આવી રહી છે. પહેલા ગ્રેસી પણ રહેવા માટે તૈયાર નહોતી પણ હવે તે ખુશી ખુશી રહે છે.

આ પણ વાંચો :-

 દીપડો નહીં પણ ગ્રામજનોને દેખાયું હરણ, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

0

The villagers saw a deer, not a leopard, the video is going viral

મહુવા (Mahuva) તાલુકાના વાંસકુઈ ગામે અચાનક સ્ટેટ હાઈવે પર હરણ જોવા મળતા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. હરણ (Deer) કાર સાથે અથડાયા બાદ નજીકને ખેતરમાં પલાયન થઈ ગયું હતું. મહુવા તાલુકાના ગામોમાં હરણ દેખાવાની ઘટના આખો દિવસ તાલુકાની જનતામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

હરણનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ભારે વાયરલ (Viral) થયો હતો. મહુવા તાલુકાના ગામોમાં મોટા ભાગે દીપડાઓ જ જોવા મળે છે.ત્યારે મંગળવારે બપોરે અચાનક વાંસકુઈ નેવાણીયા ફળિયામાં એક ખેડૂતના ખેતર નજીક હરણ નજરે પડયુ હતુ. હરણ દેખાવાની ઘટના વાયુવેગે ગામમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં ગ્રામજનો હરણ જોવા ખેતરે દોડી આવ્યા હતા.

ત્યારબાદ અચાનક હરણ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે તરફ દોડી આવ્યું હતું અને સ્ટેટ હાઈવે ક્રોસ કરવા જતા સામેથી આવતી ફોર વ્હીલ કાર સાથે ધડાકાભેર અથડાયુ હતુ.આ અકસ્માતમા કારને મોટુ નુકસાન થયું હતું. અને અકસ્માત બાદ પણ હરણ છલાંગ મારી દોડવાનુ ચાલુ રાખ્યુ હતું અને નજીકના ખેતરમાં પલાયન થઈ ગયું હતું.

હરણનો વીડિયો યુવાન દ્વારા પોતાના મોબાઈલમા કેદ કરી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામા ભારે વાઈરલ થયો હતો. મહુવા તાલુકાના ગામોમાં હરણ નજરે પડવાની ઘટના દિવસ દરમિયાન તાલુકામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! 500 છોકરીઓ વચ્ચે એકલો હતો છોકરો, હકીકત જાણતા જ બેભાન થઈ ગયો

0

Oh my God ! The boy, who was alone among

  • બિહારના નાલંદાથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા સેન્ટર પર ગયો તો એક સાથે 500 જેટલી વિદ્યાર્થીનીઓને જોઈ. આ મામલો ખરેખર ચોંકાવનારો છે.

બિહારના (Bihar) નાલંદાથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા સેન્ટર પર ગયો તો એક સાથે 500 જેટલી વિદ્યાર્થીનીઓને (Student) જોઈ. આ મામલો ખરેખર ચોંકાવનારો છે. છોકરાના પરિજનોએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આટલી બધી છોકરીઓને (Girls) એક સાથે જોઈને તે નર્વસ થઈ ગયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ ગયો.

હાલ વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ખબર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. લોકો જાણવા ઈચ્છે છે કે આખરે છોકરીઓની આટલી મોટી ભીડ જોઈને છોકરો બેભાન કેવી રીતે બની ગયો?

પરીક્ષા હોલમાં બેભાન થઈ ગયો છોકરો :

અત્રે જણાવવાનું કે ઈન્ટરમીડિએટ પરીક્ષા દરમિયાન નાલંદામાં આ અજીબોગરીબ ઘટના ઘટી. બિહાર બોર્ડની 12માં ધોરણની  પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી પરીક્ષા હોલમાં જ બેહોશ થઈને પડી ગયો. તેને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. આ વિદ્યાર્થીનું નામ મનિષ શંકર છે અને અને તેની ઉંમર 17 વર્ષ છે.

આ કારણે બેભાન થયો છોકરો :

વાત જાણે એમ છે કે વિદ્યાર્થી મનિષ શંકરને 500 વિદ્યાર્થીઓ વચ્ચે એકલો પરીક્ષા કેન્દ્રમાં બેસાડી દેવામાં આવ્યો. વધુ છોકરીઓની વચ્ચે બેસવાના કારણે તે એટલો બધો નર્વસ થઈ ગયો કે પરીક્ષા આપવાની જગ્યાએ બેભાન થઈને પડી ગયો. બ્રિલિયન્ટ કોન્વેન્ટ પ્રાઈવેટ સ્કૂલનો આ મામલો છે. બેભાન થયા બાદ વિદ્યાર્થીને બિહાર શરીફ સદર હોસ્પિટલમાં અફરાતફરીમાં દાખલ કરવામાં આવ્યો. તે હાલ સારવાર હેઠળ છે.

સીટ પર જતા જતા જ બેભાન થઈ ગયો :

અત્રે જણાવવાનું કે અલ્લામા ઈકબાલ કોલેજના વિદ્યાર્થી મનિષ શંકરનું પરીક્ષા કેન્દ્ર બિલિયન્ટ કોન્વેન્ટ સ્કૂલ સુંદરગઢમાં હતું. બિહાર શરીફમાં આ પરીક્ષા કેન્દ્ર પડે છે. તે ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી ગયો હતો. પણ તે પોતાની સીટ પર આવતા આવતા તો બેભાન થઈ ગયો.

વિદ્યાર્થી મનિષના એક પરિજને જણાવ્યું કે તે જેવો પરીક્ષા હોલમાં દાખલ થયો કે ત્યાં છોકરીઓ જ છોકરીઓ હતી. 500 છોકરીઓ વચ્ચે એકલો વિદ્યાર્થી હતો. આવામાં આટલી બધી છોકરીઓ વચ્ચે એક એકલા છોકરાને બેસાડી દેવાથી આ ઘટના ઘટી. મહિલાએ કહ્યું કે મારો ભત્રીજો આટલી બધી છોકરીઓને એક સાથે જોઈને નર્વસ થઈ ગયો.

આ પણ વાંચો :-