Home Blog Page 1192

સુરતમાં વધુ એક ‘લેડી ડોન’નો આંતક – ખૌફ જોઈને લોકોના શ્વાસ અટક્યા, જાહેરમાં જ ચપ્પુ લઈને…

One more ‘Lady Dawn’ in Surat

  • સુરતના પૂણા વિસ્તારમાં આતંક (Terror) મચાવનારી લેડી ડોનના (Lady Don) લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. ભાવના એટલેકે ભાવલી છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં (Social Media) છવાયેલી છે.

જોકે હાલમાં તે જેલની હવા ખાઈ રહી છે. દાદાગીરીથી (DadaGiri) લોકોને ડરાવવા અને ચાકૂ મારવાની ઘટનાને પગલે પોલીસે ભાવના ઉર્ફે ભાવલી અને તેના સાથીની ધરપકડ કરી છે. જોકે ભાવલીનો (Bhavli) મારામારીનો વીડિયો સામે આવ્યા બાદ અન્ય લેડી ડોનના નામ પણ સોશિયલ મીડિયામાં (Social media) ચર્ચાનો વિષય બન્યા છે.

પૂણા પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મિડીયામાં ચકચારી બનેલો ભાવલી અને રામુ બાડાની ફાઈટિંગના વિડીયો બાદ પોલીસ દ્વારા આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભાવલી દ્વારા રામૂ બાડો જે તેનો મિત્ર કહેવાય છે તેને ચાકૂ મારવાનો વિડીયો વાયરલ થયો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા 24 વર્ષીય ભાવલી ઉર્ફે ભાવના અનિલ વાળાની ધરપકડ કરવામાં આવી હતી.

માથાભારે ભાવના ઉર્ફે ભાવલી સામે બે મારામારીની ફરિયાદ દાખલ થયેલી છે. આ ઉપરાંત રાહુલ ઉર્ફે રામુ બાડા જે કામરેજ વાવગામનો રહેવાસી છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી સામે કુલ છ જેટલા ગુના દાખલ થયા હોવાની વિગત જાણવા મળી છે.

જોકે આ દરમ્યાન વરાછાનાં પૂણા વિસ્તારની અન્ય લેડી ડોન પણ ચર્ચામાં આવી ગઈ છે. થોડા સમય અગાઉ અસ્મિતા ઉર્ફે ભૂરીનો વરાછા વિસ્તારમાં આતંક હતો. લેડી ડોન ભૂરી ગામડાની સીધી સાદી છોકરી હતી. પરંતુ હવે તે સુરતમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ ગઈ છે. અવારનવાર તેની ગુંડાગીરીના કિસ્સાઓ સામે આવે છે. જોકે ભૂરીના પિતા આજે પણ મજૂરી કામ કરે છે.

આ પણ વાંચો :-

બુટલેગરોને માહિતી આપવા જતા ભેરવાઈ ગયાં 3 કોન્સ્ટેબલો, જિલ્લા પોલીસવડાએ લીધા પગલાં

3 constables were sent to give information to the bootleggers

  • જેતપુર પોલીસ સ્ટેશનના એકસાથે ત્રણ પોલીસ કોન્સ્ટેબલોને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરાતા ખળભળાટ, સ્ટેટ મોનિટરીંગ સેલે પાડેલા દરોડા મામલે જિલ્લા પોલીસ વડાએ ભર્યું આકરું પગલું.

ગુજરાતમાં (Gujarat) માત્ર નામની જ દારૂબંધી (Prohibition of alcohol) હોવાના અને પોલીસ જ બુટલેગરોને છાવરતી હોવાના અત્યાર સુધીમાં અનેક અહેવાલો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ પ્રકારનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) જેતપુરમાં બુટલેગરોને માહિતી આપનાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. જેતપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના (State Monitoring Cell) દરોડા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરીંગ સેલે પાડ્યા હતા દરોડા :

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના જેતપુરના નવાગઢ વિસ્તારમાં એક મહિના પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે નવાગઢ વિસ્તારના પાદર નદી કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલે કરેલ રેડમાં દારૂ બનાવવાના સાધનો સહિત 41 હજાર 130નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જે બાદ દરોડા દરમિયાન હાથે લાગેલા ફોનની કોલ ડિટેલ તપાસતા જેતપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોની બુટલેગરો સાથે સાંઠગાઠ હોવાનું સામે આવ્યું હતું.

તપાસ બાદ ત્રણ બુટલેગરોને કરાયા સસ્પેન્ડ :

તપાસમાં કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા, જગદીશ ઘુઘલ અને નિલેશ મકવાણા બુટલેગરોને દરોડાની માહિતી આપતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી જિલ્લા પોલીસ વડાએ આકરું પગલું ભરતા ત્રણેય કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા, જગદીશ ઘુઘલ અને નિલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો :-

ફેસબૂક પર જેણે પણ સર્ચ કર્યુ આ નામ તેણે ખાવી પડી જેલની હવા ! તમે ના કરતા આવી ભૂલ

Anyone who searched this name on Facebook

  • વર્ષોથી ફેક ન્યૂઝ વધારે છે. તેને રોકવા માટે સરકાર સતત પગલાં ઉઠાવી રહી છે. ફેક ન્યૂઝથી તમારે સાવધાન રહેવું જોઈએ. IT act અંતર્ગત જો તમે ફેક ન્યૂઝ શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે.

સોશિયલ મીડિયામાં (Social media) આવતા દરેક સમાચાર અને વીડિયોની સૌથી પહેલાં સત્યતા તપાસવી જોઈએ. જો તેને ચેક કર્યા વિના શેર કરવામાં આવે તો તમારી મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો (Platform) સૌથી વધારે ઉપયોગ  થાય છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટરનો સૌથી વધારે ઉપયોગ થાય છે. પરંતુ તેના નિયમની જાણકારી હોવી ખૂબ જરૂરી છે.

અનેકવાર આપણને તેના નિયમો વિશે કોઈ જાણકારી નથી અને અજાણતાં તેનું ઉલ્લંઘન કરી બેસીએ છીએ. જે કાયદાની ભાષામાં ગુનાની શ્રેણીમાં આવે છે. એટલે કંઈપણ ખોટું કરવાથી જેલ થઈ શકે છે. એવી કેટલીક વસ્તુ છે જેને ભૂલમાં પણ સર્ચ ન કરવું જોઈએ. સર્ચ કરતાં જ તમારી મુશ્કેલીમાં વધારો થાય છે. ત્યારે કઈ વસ્તુ એવી છે જેને સર્ચ ન કરવી જોઈએ.

Child Pornography : 

Child Pornographyને લઈને ઘણા આકરા કાયદા છે. જો તમને પણ આવો કોઈ વીડિયો મળે છે જે તેનાથી સંબંધિત હોય તો તેને ન નિહાળવો જોઈએ. સર્ચ પણ ન કરવું જોઈએ. કેમ કે આવું કરવા પર તમારા પર કેસ થઈ શકે છે. અને બની શકે કે તમને જેલ પણ થઈ શકે.

Fake News :

વર્ષોથી ફેક ન્યૂઝ વધારે છે. તેને રોકવા માટે સરકાર સતત પગલાં ઉઠાવી રહી છે. ફેક ન્યૂઝથી તમારે સાવધાન રહેવું જોઈએ. IT act અંતર્ગત જો તમે ફેક ન્યૂઝ શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે. જો તમને કોઈ ન્યૂઝ મળે છે તો સૌથી પહેલાં તેનું ક્રોસ વેરિફિકેશન કરવું જોઈએ. ત્યારબાદ જો તે સાચા ન્યૂઝ હોય તો જ તેને શેર કરવા જોઈએ.

ફેક વીડિયોને ક્યારેય શેર કરશો નહીં :

સમાજને વિભાજિત કરનારા વીડિયોથી દૂર રહો. જો તમે શેર કરો છો તો તમારી સામે કેસ પણ થઈ શકે છે અને તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે. દિલ્લી પોલીસે હાલમાં આવા જ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.

આ પણ વાંચો :-

પેપરકાંડમાં ચોંકાવનારો ખુલાસો : એક સ્માર્ટફોને 9 લાખ ઉમેદવારોનું સપનું રોળ્યું, દાવ પર લાગી વર્ષોની મહેનત

0

Shocking revelation in paper scandal

  • આરોપી શ્રદ્ધાકરની 73 હજાર રૂપિયા અને નવા સ્માર્ટ ફોનની લાલચે 9 લાખ 53 હજારથી વધુ પરીક્ષાર્થીઓનું સપનું રોળ્યું છે. આરોપી શ્રદ્ધાકરે કેટલીક રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પણ મળી હતી. હાલ આરોપીનો મોબાઈલ FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષામાં (Junior Clerk Exam) લેટેસ્ટ સ્માર્ટ ફોન અને 73 હજાર રૂપિયાની લાલચમાં જુનિયર ક્લર્કનું પેપર ફોડવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. હૈદરાબાદના (Hyderabad) પ્રિન્ટિંગ પ્રેસમાંથી શ્રદ્ધાકર લુહાએ પેપર ચોરીને આ કાંડના માસ્ટર માઈન્ડ પ્રદીપને આપ્યું હતું. જેના બદલમાં શ્રદ્ધાકર લુહાને (Shraddhakar Luha) પ્રદીપે રોકડા અને લેટેસ્ટ સ્માર્ટ ફોન (Latest Smart Phone) આપ્યો હતો. બાકીના પૈસા જુનિયર ક્લર્ક પરીક્ષાનું પેપર લેવાય જાય પછી આપવાના હતા.

આરોપી શ્રદ્ધાકરની 73 હજાર રૂપિયા અને નવા સ્માર્ટ ફોનની લાલચે 9 લાખ 53 હજારથી વધુ પરીક્ષાર્થીઓનું સપનું રોળ્યું છે. આરોપી શ્રદ્ધાકરે કેટલીક રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પણ મળી હતી. હાલ આરોપીનો મોબાઈલ FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે, રવિવારે ગુજરાતમાં જુનિયર ક્લાર્કના હોદ્દા માટે પરીક્ષા લેવાવાની હતી. જેનું પેપર ફૂટી ગયું હતું. જેના કારણે નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. આ કેસના આરોપીઓને ATSએ ઝડપી પાડયા છે. હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડમાં છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો  :

આરોપી રૂપિયા 50 હજારમાં પેપરની કોપી આપવાનો હતો. જેમાં હજારો વિદ્યાર્થીઓના સંપર્ક કરવાનો હતો. તેમજ હાર્દિક શર્મા અમદાવાદમાં નર્સિંગ કોલેજ પણ ધરાવે છે. તથા એક નર્સિંગ કોલેજમાં હાર્દિક શર્મા ભાગીદાર છે. તેમજ વધુમાં વધુ ઉમેદવારોને પેપર વેચવાનો હાર્દિકનો પ્લાન હતો. જેથી હવે ATSએ હાર્દિક શર્માની ધરપકડ કરી છે. હાર્દિક શર્મા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજનો રહેવાસી છે.

આ પણ વાંચો :-

2 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

2 February 2023, Today’s Horoscope Gujarat Guardian NewsPaper

મેષ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરા પક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જૂની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધુરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતાં સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુન
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનંું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્યજીવનમાં આનંદ જળવાય.

કર્ક
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણીવિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગિતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહ
નકારાત્મક વિચારો ઉપર કાબૂ રાખવો. આવકનું પ્રમાણ જળવાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્ટમેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

કન્યા
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફુર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની‌ જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલા
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિક
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલિંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોની કાળજી રાખવી.

ધન
માનસિક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જૂના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોનીકામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો.

મીન
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.

આ પણ વાંચો :-

 

OMG ! માત્ર 400 રૂપિયાનો ખર્ચ કરીને એક ઝાટકે મહિલા બની ગઈ કરોડપતિ, આ રીતે પલટાઈ ગયું નસીબ

A woman became a millionaire

  • 400 રૂપિયા ખર્ચીને મહિલા માલામાલ થઈ છે. મહિલાએ અઢી કરોડ રૂપિયાની લોટરી પોતાના નામે કરી. ખાસ વાત એ છે કે મહિલાને પણ પોતાની પર વિશ્વાસ ના થયો કે તે કરોડપતિ બની ગઈ છે.

અમેરિકાના (America) મિશીગનમાં રહેતી આ મહિલાએ 400 રૂપિયાના કૂપનની અવેજમાં લોટરીની ટીકિટ (Lottery ticket) ખરીદી હતી. જો કે તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. મહિલાએ પોતાની કારની અંદર બેસીને લોટરીની વિનિંગ એમાઉન્ટની (Winning Amount) તપાસ કરી. જ્યારે તેમણે જોયુ કે મહિલા અઢી કરોડ રૂપિયાની લોટરી જીતી ગઇ છે તો તેમને વિશ્વાસ જ ના થયો. મહિલાએ ત્યારબાદ ઘણી વખત ટીકિટની તપાસ કરી અને લોટરી એપ પર જઇને પણ કન્ફર્મ કર્યુ.

મહિલાઓએ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી ખુશી :

ઘણી વખત તપાસ કર્યા બાદ પણ પુષ્ટિ થઇ કે મહિલાએ ખરેખર કરોડો રૂપિયાની લોટરી રકમ જીતી છે. ત્યારબાદ મહિલાએ આ વાતની સુચના પોતાના મિત્રો અને પરિવારજનોને આપી. જેને સાંભળીને તેના મિત્રોની ખુશીનું કોઈ ઠેકાણુ ના રહ્યું. 41 વર્ષની મહિલાએ જણાવ્યું કે તેઓ આ રકમને જીત્યા બાદ પોતાના બિલની ચૂકવણી કરશે. તેમની હોલિડે પર પણ જવાની યોજના છે. આ સિવાય મહિલા જીતેલી રકમને સેવિંગ્સ તરીકે રાખશે.

જ્યારે બે વખત શખ્સે જીતી લોટરી :

આ મહિલાએ લોટરીનો કેશવર્ડ ટાઈમ્સ 5 ટીકિટ ન્યુજર્સીના ટ્રેન્ટન શહેરમાંથી ખરીદ્યુ હતું. UPI.com મુજબ, આ મહિનાની શરૂઆતમાં મિશીગનમાં રહેતા વધુ એક શખ્સનુ નસીબ ચમક્યું હતું. આ શખ્સે મિશીગન લોટરીમાંથી બે એક જ પ્રકારની ટીકિટ ખરીદી હતી. આ બંને ટીકિટમાંથી શખ્સે જેકપોટ રકમ જીતી હતી.

આ પણ વાંચો :-

 

Budget 2023  : બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું ? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત

0

Budget 2023: What has become cheaper

  • મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ અગત્યનું છે. કારણકે, વર્ષ 2024માં ફરી એકવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે એ પહેલાં મોદી સરકારે આ બજેટમાં મોટાપાયે લહાણી કરીને મતદારોને ખુબ કરી દીધાં છે. જાણો બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું?

મોદી સરકારના બજેટની જાહેરાત પર સમગ્ર દેશની જનતાની નજર રહેતી હોય છે. કારણ કે સરકારના બજેટની (Government budgets) સીધી અસર લોકોના ખિસ્સા પર પડતી હોય છે. એજ કારણ છે કે આમ થઈ લઈને ખાસ દરેક માટે આ બજેટ (Budget 2023) મહત્ત્વનું હોય છે.

દેશના સામાન્ય બજેટની સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક વ્યક્તિ રાહ જોતું હોય છે. દેશની જનતાની નજર પણ નાણામંત્રીના ભાષણ પર કેન્દ્રિત રહે છે. નાણામંત્રીના (Finance Minister) ભાષણની શરૂઆત સાથે જ લોકો જેની સૌથી વધુ રાહ જોતા હોય છે તે એ છે કે તેમના ખિસ્સાનો બોજ ઓછો થયો કે વધ્યો.

શું સસ્તું થશે?

નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છે કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે એવું અનુમાન લગાવી શકાય કે મોબાઈલ ફોન અને ઈલેકટ્રીક વાહનો સસ્તા થશે.

શું મોંઘું થશે ?

સાથે જ બજેટમાં કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. આ પછી સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી મોંઘી થઈ ગઈ છે.

બજેટની રજૂઆત પહેલા જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ લોકપ્રિય બનશે. એક તરફ જ્યાં ટેક્સ સ્લેબમાં ફેરફારના સંકેત દેખાઈ રહ્યા હતા. તો બીજી તરફ ખેડૂતોથી લઈને શેરી વિક્રેતાઓ અને મજૂરો સુધીના દરેક ક્ષેત્રના લોકોને બજેટમાં રાહત મળવાની આશા હતી.

આ પણ વાંચો :-

 

35 વર્ષની ઉંમરે 10 વખત દુલ્હન બની છે આ અભિનેત્રી, લગ્નના થોડા દિવસ પહેલાં જ તૂટી ગઈ હતી સગાઈ

At the age of 35, the actress, who has been a bride for 10 times

  • ફેમસ ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા (Shraddha Arya) પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેની નવીનતમ પોસ્ટ દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે.

જે જાણીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે લગભગ 10 વખત દુલ્હન બની છે. કુંડળી ભાગ્ય ફેમ અભિનેત્રી (Shraddha Arya) 35 વર્ષની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તે 10 વખત દુલ્હન બની છે. આટલું જ નહીં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બ્રાઈડલ ગેટઅપ શેર કર્યો છે. પરંતુ તસવીરોમાં તે તેના પતિ રાહુલ નાગલ સાથે નહીં પરંતુ કોઈ અન્ય સાથે જોવા મળી રહી છે.

રીલ લાઈફમાં 10 વખત દુલ્હન બનવાની વાત છે. શ્રદ્ધા આર્યાએ (Shraddha Arya) જણાવ્યું કે તે તેના શો ‘કુંડલી ભાગ્ય’માં એક વાર નહીં પરંતુ 10-10 વખત દુલ્હન બની છે.

શ્રદ્ધાએ (Shraddha Arya) સીરિયલના સેટ પરથી લગ્નના મંડપની તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું – ‘જ્યારે તમે એક જ શોમાં 10મી વખત લગ્ન કરો છો, ત્યારે તમે કોઈપણ ચિંતા કર્યા વિના લગ્ન કરો છો. કારણ કે આ કુંડળી ભાગ્ય છે’.

ફોટામાં શ્રદ્ધા આર્યા (Shraddha Arya)બ્રાઈડલ આઉટફિટમાં જોવા મળી રહી છે અને તે તેના કો-એક્ટર સાથે મસ્તીના મૂડમાં છે. તે જ સમયે ચાહકો પણ અભિનેત્રીની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડા જ સમયમાં તેની પોસ્ટ પર 3 લાખ 65 હજારથી વધુ લાઈક્સ આવી ગયા છે.

બીજી તરફ શ્રદ્ધા આર્ય (Shraddha Arya)ના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2015માં એનઆરઆઈ બિઝનેસમેન જયંત રત્તી સાથે સગાઈ કરી હતી પરંતુ લગ્ન પહેલાં તેમના સંબંધોનો અંત આવી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પહેલાં જયંતે શ્રદ્ધા (Shraddha Arya)ની સામે એક શરત રાખી હતી કે તેણે તેની એક્ટિંગ કરિયર છોડી દેવી પડશે. જોકે અભિનેત્રી આ માટે તૈયાર નહોતી. આ જ કારણ છે કે તેણે સગાઈ તોડી નાખી.

 જયંત સાથેની સગાઈ તોડીને આલમ સિંહ મક્કરે શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેની મુલાકાત રિયાલિટી ડાન્સ શો ‘નચ બલિયે’માં થઈ હતી. પરંતુ શ્રધ્ધા અને આલમનું બ્રેકઅપ પણ થોડા મહિના પછી થયું.

ત્યારબાદ શ્રદ્ધા આર્યાને (Shraddha Arya)તેનો સાચો પ્રેમ રાહુલ નાગલમાં મળ્યો. રાહુલ એક નેવી ઓફિસર છે. બંને નવેમ્બર 2021માં લગ્નના બંધનમાં બંધાયા હતા. અભિનેત્રીનું સોશિયલ મીડિયા શ્રદ્ધા અને રાહુલની રોમેન્ટિક તસવીરોથી ભરેલું છે. ચાહકોને પણ તેમની જોડી ઘણી સુંદર લાગે છે.

આ પણ વાંચો :-

સુરતનાં બિલ્ડર સંજય મોવાલિયાએ ઘોર મંદીમાં બેંકનાં ૨૬૬ કરોડ ચૂકવીને દૂધેથી નાહી લીધું !

Builder Sanjay Mowalia of Surat paid 266 crores

  • ગ્લેમરની દુનિયાનાં પ્રભાવથી ઘેરાયેલા સંજય મોવાલિયાએ ‘રાજહંસ’થી છેડો ફાડીને અલગ ચોકો ઉભો કરી અમેઝિયા વોટરપાર્ક શરૂ કરીને કરોડોનું રોકાણ કર્યું હતું, પરંતુ બેંકનાં રૂપિયા પરત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.
  • નોટબંધી, જીએસટી અને કોરોનાને પગલે આર્થિક સંકટમાં ઘેરાતા બેંકે ડિફોલ્ટર જાહેર કરતાં આબરૂને મોટો ધબ્બો પહોંચ્યો હતો.
  • સુખેથી ધંધો કરતાં ગ્રીન ગ્રુપવાળા બિલ્ડર અલ્પેશ કોટડિયાએ સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને ભેંસનાં શીંગડામાં પગ નાંખવા જેવો ઘાટ કર્યો હતો.
  • રૂપિયા ક્યાંથી લાવ્યા એ તો સંજય મોવાલિયા જ કહી શકે, પરંતુ બે તબક્કામાં બેંકનાં ૨૬૬ કરોડ રૂપિયા ચુકવીને મોટાભાગની મિલકતો બોજા મુક્ત કરાવી દઈ લોકોને વિચારતા કરી દીધા.

સુરતના ‘રાજહંસ’થી જાણીતા થયેલા પરંતુ ‘રાજ-હંસ’થી છુટા પડીને અલગ ચોકો ઊભો કરવાની લહાયમાં આર્થિક સંકટમાં ફસાયેલા સંજય મોવાલિયાએ (Sanjay Mowalia) આખરે ચારે તરફ આર્થિક કટોકટીના સમયમાં પણ બેંકના ૨૬૬ કરોડની લોન ચૂકતે કરીને પોતાની ‘શાખ’ ફરી પ્રસ્થાપિત કરી હતી. નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારી ઉપરાંત આખી દુનિયામાં મંદીને પગલે ભલભલી કંપનીઓને તાળા લાગી ગયા છે. ગુગલ, એમેઝોન, ફિલિપ્સ જેવી આંતરરા‌ષ્ટ્રિય અને ગંજાવર કંપનીઓની હાલત ડગમગી ગઇ છે. એવા સંજોગોમાં સંજય મોવાલિયા જેવા સેંકડો ઉદ્યોગકારો આર્થિક સંકટમાં ઘેરાઇ ચૂક્યા છે. ઘણી કંપનીઓએ તો નાદારી નોંધાવીને તાળા પણ મારી દીધા છે. આવા સંજોગોમાં કોઇ કંપની બેંકના ફડચામાં જાય કે ડિફોલ્ટર પુરવાર થાય તો નવાઇ પામવા જેવું નથી અને હવે લોકો પણ બેંક ડિફોલ્ટરની ઘટનાને ગંભીરતાથી લેતા નથી.

સંજય મોવાલિયા મુળભૂત રીતે રાજહંસ ગ્રુપ (દેસાઇ જૈન)ના ભાગીદાર હતા તથા સંજય મોવાલિયા અને જયેશ દેસાઇ વચ્ચે એક જ પરિવારના સભ્યો જેવા સંબંધો હતા. આજે પણ સંજય મોવાલિયા અને જયેશ દેસાઇની દોસ્તી અંકબંધ છે. બન્ને મિત્રોએ સાથે મળીને જ ‘રાજહંસ’ કંપનીની સ્થાપના કરી હતી અને પ્રારંભે સીંગતેલનો વેપાર કરતા હતા. વળી ‘રાજ-હંસ’ જેવા જ બન્‍ને  મિત્રો ગુણ ધરાવે છે. જયેશ દેસાઇ ‘રાજ’ ઘરાના જેવો ઠાઠમાઠ ધરાવે છે. તો સંજય મોવાલિયા ‘હંસ’ જેવો ઠાઠમાઠ ધરાવે છે. પરંતુ કોઇક કમનસીબ પળે બન્ને મિત્રોને અલગ પાડી દીધા હતા અને સંજય મોવાલિયા ચારે તરફ છવાઇ જવાની દોડમાં ‘ગ્લેમર’ની દુનિયામાં સરકી ગયા હતા અને આંતરરાષ્ટ્રીયકક્ષાનો ‘‘એમ્યુઝમેન્ટ પાર્ક’’ બનાવવાની ઘેલછામાં ક્રમશઃ આર્થિક સંકટમાં ઘેરાતા ગયા હતા અને આ અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક જ બન્‍ને મિત્રો વચ્ચે તિરાડ બનીને ઊભો રહી ગયો હતો.

સ્વભાવે ‘રાજા’ પરંતુ આફતને ઓળખી જવામાં ચાણક્ય ગણાતા જયેશ દેસાઇએ પોતાની જાતને કિનારે કરી દીધી હતી અને સંજય મોવાલિયા સાથેના ‘રાજહંસ’ ગ્રુપમાંથી છુટા પડીને પોતાની અસલી ઓળખ જાળવી રાખવા સાથે ભાગીદાર શીવલાલ જૈન પોખરણા સાથે રાજહંસ (દેસાઇ-જૈન) ગ્રુપની અલગથી સ્થાપના કરી હતી.

આ તરફ સંજય મોવાલિયાએ સુરતના હોનહાર અને ઝનુનથી ભરેલા ગ્રીનગ્રુપવાળા અલ્પેશ કોટડિયાને ભાગીદાર બનાવીને ‘‘રાજગ્રીન’’ નામના ગ્રુપની રચના કરી હતી. પરંતુ લાંબી ઉડાન ભરવા નીકળેલા સંજય મોવાલિયાની દોડ ટુંકી પડી હતી. બેંકોએ છુટથી ધિરાણ આપ્યું હોવાથી એકાઉન્ટમાં રૂપિયા હતા ત્યાં સુધી બધું ધમધોકાર ચાલ્યું હતું પરંતુ નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીને પગલે આવકના સાધનો બંધ થઇ ગયા હતા અને ખર્ચના દરવાજા ખુલ્યા હતા.

સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાનું ‘‘રાજગ્રીન’’ ગ્રુપ ક્રમશઃ બેંકના અજગર ભરડામાં ઘેરાતું ગયું હતું. સંજય મોવાલિયાએ જયેશ દેસાઇનો હાથ છોડીને ‘મહાભુલ’ કરી હતી જ. આ તરફ નિરાંતનો રોટલો રળી ખાતા અલ્પેશ કોટડિયાએ સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને સામે ચાલીને ‘ભેંસના શીંગડામાં પગ નાંખવા જેવી હાલત ઊભી કરી હતી’, પરંતુ ચારે તરફથી આર્થિક સંકટમાં ઘેરાઇ ગયેલા ‘‘રાજગ્રીન’’ ગ્રુપમાંથી તાત્કાલિક છુટા પડવાનું પણ શક્ય ન હોતું. બીજી તરફ બેંકોનો નોટીસ વહેવાર અને કાયદાકીય પગલા ભરવાની ચીમકીનો દોર શરૂ થયો હતો અને બેંકે જ્યારે પ્રથમ વખત ‘‘રાજગ્રીન’’ ગ્રુપને ડિફોલ્ટર જાહેર કરવા સાથે જાહેર નોટીસો પ્રસિધ્ધ કરી એ દિવસે સુરતના ઉદ્યોગજગતમાં ગંભીર ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.

શહેરભરના લોકોના મોઢે અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા ચર્ચાના કેન્દ્રમાં હતા. વળી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્કનું ઉદ્દઘાટન એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ હોવાથી વડાપ્રધાન મોદી પણ ચર્ચાનો વિષય બન્યા હતા.

પરંતુ સમયે કરવટ બદલી હતી ચારે તરફ ભયાનક આર્થિક સંકટ હતું જ તેમ છતાં સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયાએ પ્રથમ તબક્કાના ૧૭૦ કરોડ જેવી માતબર રકમ બેંકને ચુકવી દઇને પોતાની આબરૂ જાળવી રાખી હતી. અલબત્ત આ ૧૭૦ કરોડની રકમ ક્યાંથી અને કેવી રીતે મેળવી હશે એ માત્ર સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા જ કહી શકે પરંતુ આ ૧૭૦થી કામ પતે તેમ નહોતું. હજુ પુરા ૧૦૦ કરોડ ભરવાના બાકી હતા. પરંતુ હવે કસોટી સંજય મોવાલિયાની હતી. બાકીની લોન સંજય મોવાલિયાની ‘‘રાજહંસ ઇન્ફ્રા’ કંપનીએ ચૂકવવાની હતી મતલબ કે હવે સંજય મોવાલિયાએ એકલા હાથે લડવાનંુ હતું પરંતુ તેમને વિશ્વાસ હતો કે તેઓ બાકી ૧૦૦ કરોડની વ્યવસ્થા કરવામાં સફળ પુરવાર થશે અને આખરે બેંક ઓફ બરોડાના બાકી ૧૦૦ કરોડ પેટે સમાધાન કરીને ૯૬ કરોડની જંગી રકમ ચૂકવી દઇને તમામ મિલકતો બેંકના બોજામાંથી મુક્ત કરાવી દીધી હતી.

સંજય મોવાલિયાએ આજે જાન્યુઆરી ૨૦૨૩ના છેલ્લા દિવસે બેંક ઓફ બરોડામાંથી ‘‘નો ડ્યુ’’ સર્ટીફીકેટ મેળવી લઇને સુરતના બજારમાં ટીકાકારોના મોઢે તાળા મારી દીધા હતા. હવે આવનારા દિવસોમાં સંજય મોવાલિયા જાહેર કાર્યક્રમોમાં ફરી માથું ઊંચું રાખીને આગલી હરોળમાં બેસતા થઇ જશે એ દિવસો દુર રહ્યા નથી.

સમગ્ર ઘટનાક્રમ જોવામાં આવે તો સગા ભાઇ જેવો સંબંધ ધરાવતા અને એકબીજાનો પડછાયો ગણાતા જયેશ દેસાઇ અને સંજય મોવાલિયાની ધંધામાં જુદા પડવાની ઘટના સૌથી મોટી કમનસીબ ઘટના હતી. કદાચ તેઓ સાથે રહ્યા હોત તો આજની ઘટના જ સાકાર થવા પામી ન હોત અને સંજય મોવાલિયાની શાખ પણ જયેશ દેસાઇની સાથે આકાશને આંબતી હોત.

જ્યારે અલ્પેશ કોટડિયાએ પણ કમનસીબ પળે. સંજય મોવાલિયા સાથે ભાગીદારી કરીને આર્થિક નુકસાની વેઠવી પડી હતી.

સદનસીબે આજે પણ જયેશ દેસાઇ, સંજય મોવાલિયા અને અલ્પેશ કોટડિયા ત્રણે ખૂબ જ સારા મિત્રો છે. થોડા દિવસ પહેલા જયેશ દેસાઇના ભાઇની દિકરી ‘‘મોસમ’’ના  અભૂતપૂર્વ લગ્ન સમારોહમાં ત્રણ મિત્રો હાથમાં હાથ મિલાવીને સાથે જ ઊભા હતા. કદાચ એવું પણ બની શકે કે આવનારા દિવસોમાં જયેશ દેસાઇ અને સંજય મોવાલિયા એક જ ટેબલ ઉપર બેસીને આ જ સુરત શહેરમાં સાથે વેપાર, ધંધા કરતા હોય જે ‘કમનસીબ’ પળ છુટા પાડી શકે એ જ સમયચક્રની ‘સુખદ’ પળ ફરી ભેગા પણ કરી શકે.

આ પણ વાંચો :-

OMG…આ શું ? જીન્સને ટી-શર્ટની જેમ પહેરીને નીકળી પડી ઉર્ફી, VIDEO જોઈ ઉડી જશે હોંશ

OMG…what is this? Wearing jeans

  • ઉર્ફી જાવેદને થઈ ઈમરજન્સી તો તેણે આઈડિયા આવ્યો અને બનાવી દીધુ એવું ટોપ જેને બનાવવું કોઈ વિચારી પણ ન શકે. સોશિયલ મીડિયા પર ઉર્ફીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઉર્ફી પોતાની અનોખી સ્ટાઈના કારણે ચર્ચામાં રહે છે અને ઘણી વખતે પોતાના અતરંગી આઉટફીટના (v) કારણે તે ટ્રોલ પણ થઈ જાય છે. આ વખતે તે પોતાના પેન્ટને ટી-શર્ટની જેમ પહેરીને જોવા મળી હતી. જેના વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યા છે.

ઉર્ફીએ પગની જગ્યા પર જીન્સને વચ્ચેથી કાપીને ટી-શર્ટ બનાવીને પહેરી લીધુ હતુ. ઉર્ફીએ જણાવ્યું કે તેને ઈમરજન્સી હતી અને તેને પહેરવા માટે કંઈ ન મળ્યું તો તેને આઈડિયાથી આ આવિષ્કાર કરી લીધો.

પગની જગ્યા પર ટોપ બનાવી પહેરી લીધું જીન્સ :

ઉર્ફી જાવેદ આમ તો કંઈક અનોખુ પહેરવા માટે જ જાણીતી છે પરંતુ છેલ્લા બે વખતથી તેનું ફેશન લોકોના સમજની બહાર છે. ગઈ વખતે ઉર્ફી કુલ્ફી કોનથી બનાવેલો ડ્રેસ પહેરીને ફરી રહી હતી.

અતરંગી અંદાજનો લોકો ઉડાવી રહ્યા મજાક :

હંમેશાની જેમ લોકો આ લુકને જોયા બાદ પણ રમુજી કમેન્ટ કરવાથી પોતાને રોકી ન શક્યા. કોઈએ પ્રેમ વરસાવ્યો તો. કોઈએ મેન્ટલ હોસ્પિટલ જવાની પણ સલાહ આપી દીધી.

લુક પર લોકોએ કરી અલગ અલગ કમેન્ટ :

આમ તો ઉર્ફીની આ સ્ટાઈલ જ તેને વર્લ્ડ ફેમસ બનાવી રહી છે. ત્યાં જ લોકો ગુગલ પર તેને ખૂબ જ સર્ચ કરી રહ્યા છે તો ઘણી વખત બોલિવુડ એક્ટ્રેસને પણ તેને કોપી કરતા જોવામાં આવી છે.

આ પણ વાંચો :-