Home Blog Page 1188

રાખી સાવંતના પતિ આદિલનો વળતો પ્રહાર, કહ્યું – મારે સુશાંત સિંહ રાજપૂત…..

Rakhi Sawant’s husband Adil hits back

  • રાખી સાવંત આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ રાખીએ આદિલ પર બેવફાઈનો આરોપ લગાવ્યો છે. હવે રાખી સાવંતે ફરી એકવાર આદિલ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

આદિલ ખાને કહ્યું, જે દિવસ હું પોતાનું મોઢું ખોલીશ અને કહીશ કે તે મારી સાથે શું કરે છે, તે બાદ રાખી કશું જ બોલી નહીં શકે. એટલા માટે જ તે સામે આવીને લોકોને કહી રહી છે કે આદિલ ખૂબ ખરાબ વ્યક્તિ છે.

રાખી સાવંતની (Rakhi Sawant) ચેતવણી બાદ તેના પતિ આદિલ ખાન દુર્રાનીએ એક મેસેજના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી છે. રાખી સાવંતના છેતરપિંડીના (Fraud) આરોપ અંગે આદિલે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પોતાની વાત રાખી છે. આદિલે પોતાની સાથે થતાં દુરવ્યવહાર અંગેની વાત લોકો સામે કરી છે.

તેણે લખ્યું છે, જો હું કોઈ મહિલાને વળતો જવાબ નથી આપતો તો એનો અર્થ એવો નથી કે હું ખોટો છું. આ માત્ર એટલા માટે છે કે હું પોતાના ધર્મનો સન્માન કરું છું અને હું મહિલાઓનું સન્માન કરવામાં માનું છું.

તેણે વધુમાં કહ્યું, જે દિવસે હું પોતાનું મોઢું ખોલીશ અને કહિશ કે તે મારી સાથે શું કરે છે, તે બાદ તે પોતાનું મોઢું નહીં બતાવી શકે. એટલા માટે જ તે રોજ રોજ સામે આવવા માગે છે અને લોકોને કહેવા માગે છે કે હું ખૂબ ખરાબ વ્યક્તિ છું.

મારે સુશાંત સિંહ રાજપૂત નથી બનવું :

મીડિયાના આપેલા પોતાના નિવેદનમાં રાખીએ કહ્યું હતું કે આદિલના જીવનમાં અન્ય મહિલા આવી ચુકી છે. તેણે કહ્યું છે કે તે એક ફ્રિજમાં નથી રહેવા માગતી. તે વાત અંગે પ્રતિક્રિયા આપતા આદિલે લખ્યું, જે રીતે તે કહે છે કે હું ફ્રિજમાં રહીશ, મારે કહેવું છે કે મારે સુશાંત સિંહ રાજપૂત નથી બનવું.

રાખી સાવંતે આપી હતી ચેતવણી :

ગત અઢવાડિયાની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાખીએ કહ્યું હતું કે, તમારા માધ્યમથી હું આદિલના જીવનમાં આવેલી મહિલાને ચેતવણી આપવા માગું છું, તે સ્ત્રીએ હું બિગ બોસ મરાઠીમાં હતી તે વખતેનો ફાયદો ઉઠાવ્યો હતો. હું તેનું નામ નહીં લઉ. પરંતું, ખરા સમયે હું તમામની તસ્વીર સામે લાવીશ. પર સ્ત્રી સાથેના સંબંધોના કારણે આદિલે 8 મહિના સુધી અમારા લગ્ન દુનિયાથી છુપાવેલા રાખ્યા હતા.

ગત વર્ષે કર્યા હતા લગ્ન :

આપને જણાવી દઈએ કે રાખી સાવંત અને આદિલે ગત વર્ષે જુલાઈમાં લગ્ન કર્યા હતા. બંનેએ ગત મહિને પોતાના લગ્નના સમાચાર દુનિયા સામે મુક્યા હતા.

આ પણ વાંચો :-

ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને આવ્યું મોત, પાટીદાર યુવકના મોતથી શેખપુરમાં ગમગીની છવાઈ

0

A young man died on the cricket ground

  • સુરતના યુવકનું ક્રિકેટ રમતી વખતે મોત. અચાનક બેભાન થઈ ગયા બાદ નિપજ્યું મોત.

સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના બીન છે. એક યુવક કિશન પટેલનું ક્રિકેટ રમતા સમયે મોત નિપજ્યું છે. સુરતના જહાંગીરપુરાનો (Jahangirpura) યુવક કામરેજના શેખપુર ગામે રવિવારે ક્રિકેટ (Cricket) રમવા ગયો હતો. જ્યાં રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેના બાદ તેને સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં (Hospital) હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કામરેજ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. કામરેજ તાલુકાના સેખપુર ગામનો યુવક કિશન પટેલ રવિવારે ઓલપાડના સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતા સમયે કિશનને આંખે અંધારા આવી ગયા હતા અને તે બેહોશ થઈ ગયો હતો. જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો :-

જિમમાં સાડી પહેરી મહિલાએ બતાવ્યો પોતાની તાકાતનો પરચો, વીડિયો જોઈ લોકોએ વાહવાહી કરી

0

A woman wearing a saree showed

  • ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે. ત્યારે હાલમાં જ એક નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સાડી પહેરેલી એક મહિલા જિમાં અઘરી કસરત કરતી જોવા મળી રહી છે.

આજકાલ બદલાતી જીવનશૈલીના (Lifestyle) કારણે બોડી મૂવમેન્ટ બહુ ઓછી થાય છે. જેના કારણે શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો ઝુમ્બા, જિમ, વોક વગેરે જેવા વર્કઆઉટનો સહારો લે છે. ઈન્ટરનેટ એક એવી જગ્યા છે જ્યાં તમને હજારો વર્ક આઉટના (Work out) વીડિયો મળી જાય છે. જે કોઈપણ વ્યક્તિને પ્રેરિત કરી શકે છે.

હાલમાં જ કેટલાંક એવા આશ્વર્યજનક વીડિયો સામે આવ્યા છે. જેમાં સાડી પહેરેલી (Wearing Saree) મહિલાઓ વર્ક આઉટ કરતી જિમમાં જોવા મળે છે. આવો જ એક નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થયો છે. જેમાં સાડી પહેરેલી એક મહિલા જિમાં અઘરી કસરત કરતી જોવા મળી રહી છે.

લોકોએ મહિલાને ફિટનેસની મહારાણી ગણાવી :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો મોંમાં આંગળા નાંખી ગયા છે. એક મહિલા પોતાની તાકાતનો પરચો બતાવતી જોવા મળી રહી છે. વીડિયોએ સોશિયલ મીડિયા યૂઝર્સને ચકિત કરી દીધા છે.

કેટલાક લોકોએ આ મહિલાને ફિટનેસની મહારાણી ગણાવતાં તેના મન ભરીને વખાણ કર્યા છે. સાડી પહેરેલી મહિલાએ જિમમાં એવી તાકાત બતાવી કે તેનો વીડિયો વાયરલ થઈ ગયો.

વાયરલ થયો વર્કઆઉટનો વીડિયો :

વીડિયોમાં જોવા મળતી મહિલા સાડી પહેરીને લોકોને ફિટનેસનો મંત્ર પણ આપી રહી છે. તો બીજા કેટલાંક યૂઝર્સ એવા પણ છે જેમણે સાડીમાં આ પ્રકારની કોઈપણ એક્સરસાઈઝને ખોટી ગણાવી છે. તેમનું માનવું છે કે સાડીમાં પગ પણ ફસાઈ શકે છે. જેનાથી પડવાનો ડર રહે છે. જોકે આ વાયરલ વીડિયો ઈન્ટરનેટની દુનિયામાં હજારો વ્યૂઝ  અને લાઈક્સ મેળવી ચૂક્યો છે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! ત્રણ-ત્રણ બહેનોના એક જ યુવક સાથે લગ્ન : તૈયાર કર્યું એવું ટાઈમટેબલ કે… 

Marriage of three sisters to the same young man

  • કેન્યામાં રહેતા કેટ, ઈવ અને મેરી સગી બહેનો છે. ત્રણેય ગોસ્પેલ મ્યુઝિકનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ વખતે કેટની મુલાકાત સ્ટીવો નામના યુવક સાથે થઈ. ત્યાર બાદ તેણે સ્ટિવોને પોતાની બહેનનો સાથે મુલાકાત કરાવી.

ભારતમાં (India) સામાન્ય રીતે એક સાથે એકથી વધારે પત્ની રાખવી કાયદેસર યોગ્ય નથી માનવામાં આવતું. જોકે ઈસ્લામમાં (Islam) એક કરતા વધારે વિવાહની અનુમતિ છે પરંતુ ઘણા ઓછા લોકો એક સાથે એકથી વધારે પત્ની રાખે છે. જોકે વિદેશોમાં એવું નથી. ત્યાં જ એક કરતા વધારે પત્ની (Wife) રાખવાના ઘણા કેસો સામે આવતા રહે છે. પરંતુ કેન્યામાંથી (Kenya) એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અહીં ત્રણ સજી બહેનોને જ એક શક્સ સાથે પ્રેમ થઈ ગયો અને ત્રણેયે તે શખ્સ સાથે લગ્ન પણ કરી લીધો. મજાની વાત એ છે કે આ રિલેશનથી કોઈને કોઈ મુશ્કેલી નથી. ચારેય આ લગ્નથી ખુશ છે.

પહેલી વખત જોતા જ ત્રણેયને થઈ ગયો પ્રેમ  :

એક રિપોર્ટ અનુસાર કેન્યામાં રહેતા કેટ, ઈવ અને મેરી સગી બહેનો છે. ત્રણેય ગોસ્પેલ મ્યુઝિકનો અભ્યાસ કરી રહી હતી. અભ્યાસ વખતે કેટની મુલાકાત સ્ટીવો નામના યુવક સાથે થઈ. ત્યાર બાદ તેણે સ્ટિવોને પોતાની બહેનનો સાથે મુલાકાત કરાવી. ત્યાર બાદ બન્ને બહેનોને પણ સ્ટિવો સાથે પહેલા નજરમાં જ પ્રેમ થઈ ગયો. જોકે ત્યારે સ્ટીવોની તરફથી એવું કંઈ ન હતું. તે ફક્ત કેટને પસંદ કરતો હતો.

થોડા દિવસ રિલેશનમાં રહ્યા બાદ કર્યા લગ્ન :

સ્ટીવોએ જણાવ્યું કે જ્યારે તેણે પોતાની ગર્લફ્રેન્ડની કેટ સાથે મુલાકાત કરાવી તો તેણે બ્રેકઅપ કરી લીધી. ત્યાર બાદ તે કેટની સાથે રિલેશનશિપમાં આવી ગયો. થોડા દિવસ બાદ કેટની બન્ને બહેનોએ પણ પ્રેમનો ઈઝહાર કર્યો અને ત્રણેયની સાથે રિલેશન રાખીને રહેવા લાગ્યા. થોડા દિવસો રિલેશનમાં રહ્યા બાદ સ્ટીવોએ લગ્નનો નિર્ણય કર્યો અને ત્રણેય બહેનો સાથે લગ્ન કરી લીધા. ત્યાં જ ત્રણેયની સાથે જ રહેવા લાગ્યો અને આ હાલ તે આ રિલેશનને એન્જોય કરી રહ્યો છે.

ત્રણેયને સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નહીં  :

સ્ટીવોએ જણાવ્યું કે ત્રણેય બહેનોને રૂટીન બનાવ્યું છે અને તેના હિસાબથી જ નિર્ણય કરવામાં આવે છે કે સ્ટીવો કઈ બહેનની સાથે ક્યારે રહેશે. સ્ટીવોનું કહેવું છે કે તેને એક સાથે ત્રણ પત્નીની સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી.

ત્રણેયના ખુશ રાખવી સરળ છે. હું સોમવારે મેરીની સાથે રહું છું. જ્યારે મંગળવારે કેટની સાથે. ત્યાં જ બુધવારે હું ઈવની સાથે રહ્યું છું. જ્યારે વિકેન્ડ પર અમે બધા સાથે રહીએ છીએ અને ખૂબ મસ્તી કરીએ છીએ.

આ પણ વાંચો :-

પૌંઆ ભાવતા હોય તો પણ રોજ નાસ્તામાં પૌંઆ ખાતા હોવ તો ચેતી જાઓ, આ આદત કરી શકે છે તમને બીમાર

Even if you eat pauna for breakfast

  • પૌંઆ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાતા હોય છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે..

સવારનો નાસ્તો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે નાસ્તાથી (Breakfast) જ શરીરને દિવસભર માટેની એનર્જી મળે છે. પરંતુ સાથે જ મોટાભાગના લોકો સવારનો નાસ્તો ઝટપટ બની જાય તેવો અને પચવામાં સરળ હોય તેવો પસંદ કરે છે. કારણ કે નાસ્તો કર્યા પછી કામ પણ કરવાનું હોય છે. આજ કારણ છે કે મોટાભાગના લોકો નાસ્તામાં  પૌંઆ ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકોના ઘરે તો અઠવાડિયામાં ચારથી પાંચ વખત પૌંઆનો (Pouna) નાસ્તો બને છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે પૌંઆ ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે કાર્બોહાઈડ્રેટ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે સાથે જ તે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે અને પચવામાં હળવા તેથી મોટાભાગના લોકો પૌંઆ કોઈ પણ જાતની ચિંતા વિના ખાવાનું પસંદ કરે છે. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાંતો એવું પણ જણાવે છે કે જો તમે જરૂર કરતાં વધારે પૌંઆનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કેટલીક આડ અસરો પણ થઈ શકે છે.

અન્ય નાસ્તાઓની સરખામણીમાં પૌંઆ ચોક્કસથી હેલ્ધી માનવામાં આવે છે. પરંતુ પૌંઆમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે તેથી જો તમે નિયમિત રીતે પૌંઆ ખાશો તો તમારું વજન પણ વધી શકે છે. સાથે જ પોવર સફેદ ચોખા માંથી બને છે તેથી તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે રક્તમાં શુગરનું પ્રમાણ વધારી શકે છે.

કોઈપણ ઘરમાં પૌંઆ બને છે તો તેને બનાવવા માટે તેમાં તેલ મગફળી, બટેટા, ફરસાણ જેવી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની વસ્તુઓ ઉમેરવાથી તેમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. તેથી જે  પૌંઆને તમે પચવામાં હળવા ગણીને ખાવ છો તે તમારા શરીરમાં કેલેરીનું પ્રમાણ વધારે છે. આજ કારણ છે કે નિયમિત રીતે અને વધારે પ્રમાણમાં પૌંઆ ખાવાથી બચવું જોઈએ

પૌંઆ ખાવાથી થતા નુકસાન

સ્થૂળતા :

ઘણા લોકો વજન ઘટે તે માટે નાસ્તામાં  પૌંઆ ખાવાનું પસંદ કરે છે પરંતુ જો તમે રોજ  પૌંઆ ખાશો તો વજન ઘટવાને બદલે વધવા લાગશે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. સાથે જ  પૌંઆ બનાવતી વખતે તેમાં બટેટા નો ઉપયોગ પણ થાય છે જે વજનને વધારે છે.

બ્લડ સુગર વધારે છે :

ડાયાબિટીસના દર્દી હોય તેમણે ચોખા ખાવાથી પણ બચવું જોઈએ. તેવામાં જો તમે ચોખામાંથી બનેલા  પૌંઆ નિયમિત રીતે ખાશો તો તમારું બ્લડ સુગર લેવલ વધી જવાનું જોખમ વધી જશે.

એસિડિટી :

ઘણા લોકો સવારે નાસ્તામાં પૌંઆ ખાય પછી તેમને એસિડિટી ની ફરિયાદ રહે છે. પૌંઆ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જેના કારણે પેટમાં દુખાવો અને એસીડીટી ની સમસ્યા પણ થઈ શકે છે.

ક્યારે અને કેટલી માત્રામાં ખાવા પૌંઆ

પૌંઆનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો તમે વધારે પ્રમાણમાં તેનું સેવન કરો છો તો સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. જો તમને પૌંઆ ભાવતા હોય તો તમે સપ્તાહમાં બે કે ત્રણ વખત નાસ્તામાં ચા સાથે તેને લઈ શકો છો. પરંતુ ધ્યાન એક વાતનું રાખવું કે એક વાટકી થી વધારે પૌંઆનું સેવન ન કરવું. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેમાં બટેટાનો ઉપયોગ પણ ન કરવો.

આ પણ વાંચો :-

લગ્ન બાદ હનીમૂનમાં પતિના ઊડી ગયા હોશ ! પત્ની પુરુષ…..

0

After the wedding, the husband lost his senses in the honeymoon

  • પરિવારની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા પછી હનીમૂન મનાવવા કુલ્લુ ગયા ત્યારે યુવકને ખબર પડી કે તેની દુલ્હન છોકરી નહીં પણ છોકરો છે.

તાજેતરના જમાનામાં હાલ સોશ્યલ મીડિયા (Social media) પર અવારનવાર અનેક વસ્તુઓ વાયરલ થતી રહે છે એવામાં હાલ સોશ્યલ મીડિયા પર એક લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે મુંબઈના (Mumbai) ગોવંડીમાં એક લગ્ન થયા હતા જ્યાં સામાન્ય લગ્નની જેમ વરરાજા દુલ્હનને પરણાવીને તેને ઘરે લઈ આવ્યો હતો પણ હનીમૂન સમયે ખબર પડી કે દુલ્હન છોકરી (Bride Girl) નહીં પણ છોકરો છે. જો કે આ મામલા બાદ મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો અને દરેક જગ્યાએ આ લગ્નની ચર્ચા થવા લાગી હતી.

વરરાજાને ખબર પડી કે તેની પત્ની છોકરી નહીં પરંતુ છોકરો છે :

જણાવી દઈએ કે મુંબઈના ગોવંડી વિસ્તારમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા હતા એનએ સામાન્ય વરરાજાની જેમ જ એ યુવક લગ્ન કરીને તેની પત્નીને ઘરે લઈ ગયો હતો પણ જ્યારે વરરાજાને ખબર પડી કે તેની પત્ની છોકરી નહીં પરંતુ છોકરો છે ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

આપણે બધા જાણીએ છીએ કે લગ્નનું બંધન એક સુંદર બંધન છે. એવામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પાર્ટનર સુંદર હોય. તેમની લાગણીઓને સમજે અને તેમને ખૂબ પ્રેમ કરે. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચે સામાજિક અથવા ધાર્મિક રીતે માન્યતા પ્રાપ્ત કરવાની વિધિ છે.

ધામધૂમથી બંનેએ લગ્ન કર્યા :

એક રિપોર્ટ અનુસાર હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ આ કપલની મુલાકાત મુંબઈમાં કોલેજ દરમિયાન થઈ હતી અને એ પછી ધીમે ધીમે બંને પ્રેમમાં પડ્યા હતા. મુંબઈની કોલેજમાં જ બંનેનો પ્રેમ ઘણો આગળ વધ્યો અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી.

સાથે જ બંનેના લગ્ન માટે એમના પરિવારજનો પણ સંમત થયા હતા અને એ બાદ ખૂબ જ ધામધૂમથી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર બંનેએ 25 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા.

સુહાગરાતના સમયે દુલ્હનને જોઈને ચોંકી ગયો પતિ :

પરિવારની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા પછી વરરાજાને ખબર પડી કે કન્યા છોકરો છે. એક રિપોર્ટ અનુસાર લગ્ન બાદ સુહાગરાત દરમિયાન દુલ્હનએ હર્નિયાના બહાને તેના પતિને સંબંધ બાંધવાથી રોક્યો હતો અને લગ્નના થોડા દિવસો સુધી આ મામલો આમ જ ચાલ્યો હતો.

 જો કે લગ્નના થોડા દિવસો બાદ પરિવારજનોએ બંનેને હનીમૂન મનાવવા કુલ્લુ મોકલી દીધા હતા અને કુલ્લુ ગયા બાદ દુલ્હન ખૂબ જ પરેશાન હતી. જણાવી દઈએ કે હનીમૂન ટ્રીપ દરમિયાન પતિને ખબર પડી કે તેની પત્ની છોકરી નહીં પણ છોકરો છે. જો કે આ જાણીને છોકરો પણ ચોંકી ગયો હતો.

પોતાના બચાવમાં એ યુવતીએ છોકરાને કહ્યું કે યોનિનોપ્લાસ્ટી ઓપરેશનને કારણે તેના શરીરમાં બદલાવ આવ્યો છે સાથે જ તેને છોકરાને એમ પણ કહ્યું કે જો તે આ વિશે કોઈને કહેશે તો તે આત્મહત્યા કરી લેશે.

મેડિકલ તપાસની માંગ પર દુલ્હનના ઘરવાળાઓએ માંગ્યું ડિવોર્સ : 

જો કે આ ઘટના પછી છોકરો ચૂપ રહ્યો હતો અને કોઈને કશું નહતું કહ્યું પણ લગ્નના આટલા વર્ષો પછી પણ સંતાન ન થતાં પરિવારજનોએ છોકરાની પૂછપરછ શરૂ કરી અને બાળક વિશે પૂછવા લાગ્યા. અંતે કંટાળીને છોકરાએ તેના પરિવારના સભ્યોને બધી વાત જણાવી હતી. જે બાદ છોકરાઓએ મેડિકલ તપાસ માટે કહ્યું તો છોકરીઓએ છૂટાછેડાની માંગણી શરૂ કરી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

મોંધવારીવાળું મનોરંજન.: ટીવી જોવું પણ થશે મોંઘું, DTHના રિચાર્જમાં થઈ શકે વધારો

0

Slow entertainment.

  • જો તમારા ઘરે ટીવી છે તો તમારા માટે ખર્ચ વધી શકે છે. કેમકે આગામી દિવસોમાં ડિટીએચ રીચાર્જની કિંમતમાં વધારો થઈ શકે છે.

દેશમાં ચારેકોર મોંઘવારી (inflation) બોકાસો બોલાવી રહી છે આવી કપરી સ્થિતિમાં મોંઘવારીનો વધુ એક ડામ શહન કરવાનો વારો આવે તો નવાઈ નહિ ! કારણ કે દેશમાં આગામી દિવસોમાં ટીવી જોવાનું મોંઘુ થવા જઈ રહ્યું છે. કેમકે ડિટીએચ બીલની કિંમત વધશે. અને જેની સિધી અસર ડિટીએચ (DTH) જોનારા ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

25 થી 50 રૂપિયા નો થઈ શકે છે વધારો :

એક રિપોર્ટ પ્રમાણે ટીવી જોવાનું થોડા જ સમયમાં મોંઘુ થશે. મહત્વનું છે કે એક સાથે વધારો જો કરવામાં આવશે તો ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો તેમજ તે પરેશાન પણ થઈ શકે છે તેથી ડિટીએચમાં કરવામાં આવતો ભાવ વધારો તબક્કાવાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રાહકના બિલમાં રૂપિયા 25 થી રૂપિયા 50 નો વધારો કરવામાં આવશે.

Ficci ey 2022 દ્વારા બતાવાઈ શકયતા :

Ficci ey 2022 દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આગામી દિવસોમાં ગ્રાહકોના ટીવી સબસ્ક્રિષ્ન પર અને યુઝર arpu 223 છે. ટાટા પ્લે દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર કંપની દ્વારા વધારો 44 થી 6 હપ્તામા કરવામાં આવશે. DTHના બિલમાં 5% થી 6% સુધીનો વધારો થશે. દેશમાં OTT પ્લેયર ખૂબ જ ઝડપી વધી રહ્યા છે. અને ડિટીએચ માટેનું મેદાન પણ વધારી રહ્યા છે. તેથી જો DTH સેવામાં વધારો થતા OTT પ્લેટફોર્મ પર વપરાશકર્તાનો વધારો જોવા મળશે.

આ પણ વાંચો :-

વિજળી વિના ચાલે છે આ પંખા, ઉનાળામાં ACની માફક ઠંડો કરી દે છે રૂમ

0

This fan runs without electricity

  • તમારી આ સમસ્યાનો પણ એક ઉપાય છે. બજારમાં આવા ઘણા પંખા છે જે વીજળી વિના ચલાવી શકાય છે અને તે આખા રૂમને આરામથી ઠંડા કરી દે છે. વાસ્તવમાં અમે અહીં સોલર પંખાની વાત કરી રહ્યા છીએ. જેના ઉપયોગથી વીજળીનું બિલ નહીં આવે.

જો ઉનાળામાં લાઈટ બંધ (Lights off) થઈ જાય તો થોડા જ સમયમાં ખરાબ સ્થિતિ થવા લાગે છે. ગરમીથી રાહત મેળવવા કુલર, એસી, પંખા આખો દિવસ ચાલુ રહે છે. આ જ કારણ છે કે વીજળીનું બિલ (Electricity bill) પણ ઘણું આવે છે. પરંતુ તમારી આ સમસ્યાનો પણ એક ઉપાય છે. બજારમાં આવા ઘણા પંખા છે જે વીજળી વિના ચલાવી શકાય છે અને તે આખા રૂમને આરામથી ઠંડા કરી દે છે.

વાસ્તવમાં અમે અહીં સોલર પંખાની વાત કરી રહ્યા છીએ. જેના ઉપયોગથી વીજળીનું બિલ નહીં આવે. ચાલો જાણીએ કેટલાક સોલાર ટેબલ પંખા વિશે જે વર્ષો અને વર્ષો સુધી ઓછા ખર્ચે ચાલશે અને વીજળીનું બિલ પણ જનરેટ કરશે નહીં.

d.light SF20 સોલર રિચાર્જેબલ ટેબલ ફેન : આ પંખો એક ચાર્જ પર લગભગ 8 કલાક કામ કરી શકે છે. તે ઉનાળાની ઋતુમાં માત્ર ઠંડી હવા જ નથી આપતો પણ જંતુઓ અને માખીઓને પણ દૂર રાખે છે. તેનો ઉપયોગ આખા રૂમને ઠંડક આપવા માટે થઈ શકે છે. પાવર કટ દરમિયાન પણ તમને અને તમારા પરિવારને આરામ આપે છે.

D.Lite SF20 સોલર રિચાર્જેબલ ફેન ઈ ન-બિલ્ટ LED લાઈટ સાથે આવે છે જે પાવર કટ દરમિયાન ઉપયોગી છે. પંખા સાથે આવતી 16W સોલાર પેનલ મજબૂત છે અને ઓછામાં ઓછી જાળવણી સાથે પાંચ વર્ષથી વધુ ચાલે છે. આ સોલર પંખાની ઓનલાઈન કિંમત 4,195 રૂપિયા છે અને તે 1 વર્ષની વોરંટી સાથે પણ આવે છે.

Lovely સોલર ફેન – DC 12Volt : આ ટેબલ ફેન ડીસી 12 વોલ્ટ કરંટ પર કામ કરે છે અને 24 વોટની પાવરફુલ મોટર સાથે આવે છે. આ પંખો આયર્ન અને પીવીસી મટિરિયલથી બનેલો છે. તે સ્ટાઈલિશ રીતે ડિઝાઇન કરાયેલ ઉચ્ચ ગુણવત્તાની બ્લેડ સાથે આવે છે. આ પંખો 1.65-2.0 એમ્પીયર લે છે. ગ્રાહકો તેને સ્કાય બ્લુ અને વ્હાઇટ કલરમાં ખરીદી શકે છે.

આ ટેબલ ફેન બે એડજસ્ટેબલ સ્પીડ ધરાવે છે. જે 2400 rpm સુધી ઓફર કરે છે. જેથી તમે ઇચ્છો તે એરફ્લોનું સ્તર સેટ કરી શકો. તેનું વજન 3 કિલો છે અને તે 6 મહિનાની વોરંટી સાથે આવે છે. ફ્લિપકાર્ટ પર તેની કિંમત 1,449 રૂપિયા છે.

આ પણ વાંચો :-

આજથી થશે પ્રેમના સપ્તાહની શરૂઆત, આજે રોઝ ડે પછી પ્રપોઝ ડે

0

Today will be the start of the week of love

  • આજથી એટલે કે 7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન્સ ડે વીકની શરૂઆત થઈ ગઈ છે. આજનો દિવસ રોઝ ડે તરીકે ઉજવવામાં આવશે. આ વીક  પ્રેમી-પ્રેમીકા માટે જાણીતું છે.

ફેબ્રુઆરીને પ્રેમનો મહિનો (Month of Love) કહેવામાં આવે છે. જે લોકોને પોતાના પાર્ટનરથી પ્રેમ હોય છે તે આ મહિનાની આતૂરતાપૂર્વક રાહ જુએ છે. હકીકતમાં ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. તો વેલેન્ટાઈન ડે (Valentine’s Day) પહેલા સપ્તાહ માટે અલગ-અલગ દિવસ નક્કી છે. આ અલગ-અલગ દિવસને પ્રેમ કરનારા લોકો અલગ-અલગ રીતે ઉજવે છે.

વેલેન્ટાઈન વીક :

7 ફેબ્રુઆરીએ વેલન્ટાઈન્સ વીકની શરૂઆત થાય છે. આ વીક 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. 7 ફેબ્રુઆરી રોઝ ડે (February 7- Rose Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમ કરનાર કપલ એકબીજાને ગુલાબનું ફુલ આપી પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. ત્યારબાદ આઠ ફેબ્રુઆરી પ્રપોઝ ડે (February 8- Propose Day)ના રૂપમાં મનાવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરે છે અને જણાવે છે કે તે તેને કેટલો પ્રેમ કરે છે.

વેલેન્ટાઈન્સ :

ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે (February 9- Chocolate Day)ના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ચોકલેટ આપવામાં આવે છે. તો 10 ફેબ્રુઆરીએ ટેડી ડે (February 10- Teddy Day) ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ પોતાના પાર્ટનરને ગિફ્ટમાં ટેડી બિયર આપે છે. તો 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડે (February 11- Promise Day)મનાવવામાં આવે છે. પ્રોમિસ ડે પર પાર્ટનર પોતાના પ્રેમી-પ્રેમીકાને અલગ-અલગ પ્રકારની પ્રોમિસ કરે છે.

વેલેન્ટાઈન્સ ડે :

તો 12 ફેબ્રુઆરીએ હગ ડે (February 12- Hug Day) મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને ગળે લાગે છે. તો 13 ફેબ્રુઆરીએ કિસ ડે (February 13- Kiss Day)મનાવવામાં આવે છે. આ દિવસે પ્રેમી કપલ એકબીજાને કિસ કરે છે. અંતમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન્સ ડે (February 14- Valentine’s Day)ના રૂપમાં મનાવવામાં આવે છે.

Days Name of the Day Valentine’s Week 2023 List
Day – 1 Rose Day Feb 07, 2023
Day – 2 Propose Day Feb 08, 2023
Day – 3 Chocolate Day Feb 09, 2023
Day – 4 Teddy Day Feb 10, 2023
Day – 5 Promise Day Feb 11, 2023
Day – 6 Hug Day Feb 12, 2023
Day – 7 Kiss Day Feb 13, 2023
Day – 8 Valentine Day Feb 14, 2023

 

આ પણ વાંચો :-

રાહુલનો ગુજરાતથી નાતો : ભારત યાત્રા બાદ હવે રાજ્યના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

0

Rahul’s ties to Gujarat

  • દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી કરી હતી. બની શકે કે પીએમ મોદી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. ભાજપ આ માટે બેઠકો કરી રહ્યું છે.

દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી (South India) કરી હતી. બની શકે કે પીએમ મોદી (PM Modi) દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. ભાજપ આ માટે બેઠકો કરી રહ્યું છે.

મોદી અને શાહ લોકસભાની ચૂંટણી સાથે હાલમાં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરી રહ્યાં છે. હાલમાં પ્રથમ તબક્કાની યાત્રા કોંગ્રેસે પૂરી કરી છે. હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસે બીજા તબક્કાની યાત્રાની શરૂઆત કરી છે. આ બીજા તબક્કાની યાત્રા પદયાત્રા સ્વરૂપ નહીં હોય.

રાહુલ ગાંધી બીજા તબક્કામાં પોરબંદર ખાતેથી યાત્રાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. હવે પૂર્વોત્તર રાજ્યોને કોંગ્રેસ લક્ષ્માં રહેશે. અમદાવાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે બીજા તબક્કામાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આસામ સુધીની યાત્રા કરે તેવી શક્યતા છે. જોકે આ યાત્રા પદયાત્રા સ્વરૂપે નહિ હોય. તેમ ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે અલબત્ત, હજુ સુધી આ યાત્રા અંગે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી નથી. આગામી સમયમાં આ અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. હવે આગામી દિવસો જ બતાવશે કે રાહુલ શું નિર્ણય લેશે પણ હાલમાં કોંગ્રેસમાં આ ચર્ચા જામી છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. કન્યા કુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. હવે બીજા તબક્કામાં ગુજરાતના પોરબંદરથી આસામ સુધીની યાત્રા યોજાય તેવો વર્તારો છે. આગામી દિવસોમાં છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસની મહત્વની બેઠક બોલાવાઈ છે.

જેમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આગામી કાર્યક્રમો ફાઈનલ થવાના છે. ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ હાથ સે હાથ જોડી યાત્રા શરૂ કરી છે. જો રાહુલની બીજા તબક્કાની યાત્રા પોરબંદરથી શરૂ કરવાનો નિર્ણય એટલા માટે લેવાઈ શકે છે આ શહેર મહાત્મા ગાંધી સાથે નાતો ધરાવે છે.

આ પણ વાંચો :-