Home Blog Page 1187

યુવાને ટુ વ્હીલર પર યુવતીને ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ, સીસીટીવી વાયરલ

0

Young man tried to lift girl on two wheeler

  • યુવક અને યુવતી એકબીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવકને યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ હતી.

ગાંધીનગર (Gandhinagar) શહેરમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં ટુ વ્હીલર પર યુવક યુવતીનું (Young Woman) અપહરણ કરવાનો પ્રયાસ કરતો હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલ આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જેથી પોલીસની એક ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના ગ 1 સર્કલ પાસે આવેલા એક ક્લાસીસમાં નોકરી કરતા યુવકે છરી બતાવી યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થયો છે. આ બાબતે યુવતીએ અપહરણ અને છેડતી બાબતની મહિલા પોલીસ મથકમાં અરજી કરી છે. જે બાદ પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં યુવકે પરિચિત યુવતીને બપોરના સમયે ક્લાસીસની બહાર છરી બતાવી હતી. સીસીટીવીમાં દેખાયા પ્રમાણે, યુવકે યુવતીનાં વાળ પકડીને ધમકાવતો હોય તેવું પણ જોવા મળે છે. યુવતીને ઉંચકીને ટુ વ્હીલર ઉપર બળજબરીથી પોતાની આગળ બેસાડીને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરતો પણ દેખાય છે. પરંતુ યુવતીએ તેનો પ્રતિકાર કરતા ટુ વ્હીલર પરથી ઉતરી ગઈ હતી. જે બાદ યુવાન ટુ વ્હીલર લઈને ફરાર પણ થઈ ગયો હતો.

માહિતી એવી પણ મળી રહી છે કે યુવક અને યુવતી એકબીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવકને યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ હતી. યુવતીને યુવક સાથે જવું ન હતું જેથી તેને બળજબરી પણ લઈ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીની હિંમતને કારણે તે બચી ગઈ હતી. જોકે આ અંગેનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

ગૂગલને ટક્કર આપવા Microsoft એ ChatGPT સાથે લોન્ચ કરી Bing

Microsoft launched Bing with ChatGPT to compete with Google

  • આ પ્રોડક્ટને કંપનીએ ત્યારે લોન્ચ કરી છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે પોતાના નવા AI Bard ની ઘોષણા કરી છે.

Microsoft એ પોતાના સર્ચ ઈંજીન Bing ને ફરીથી લોન્ચ કર્યું છે. આ ઉપરાંત કંપનીએ Edge બ્રાઉઝર પણ લોન્ચ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે સર્ચ ઈંજીન અને વેબ બ્રાઉઝરમાં OpenAIના AI ChatGPT નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પ્રોડક્ટને કંપનીએ ત્યારે લોન્ચ કરી છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે પોતાના નવા AI Bard ની ઘોષણા કરી છે. માઈક્રોસોફ્ટની વાત કરીએ તો AI પાવર્ડ Bing સર્ચ ઈંજીન અને Edge બ્રાઉઝરને Bing.com લિમિટેડ પ્રીવ્યૂ માટે રજૂ કરવામાં આવ્યું છે.

લાખો યૂઝર્સ માટે તેને ટુંક સમયમાં રજૂ કરવામાં આવશે. હાલ તેને સેંપલ તરીકે જોઈ શકાય છે. આ સિવાય તમે વેઈટલિસ્ટ માટે સાઈનઅપ પણ કરી શકો છો. કંપનીનું કહેવું છે કે મોબાઈલ માટે પણ ટુંક સમયમાં પ્રીવ્યૂ આવશે.  કંપનીનો દાવો છે કે તેનાથી લોકોને શ્રેષ્ઠ સર્ચ રિઝલ્ટ મળશે. તેનાથી લોકોને પ્રશ્નના પુરા જવાબ મળશે. યૂઝર્સને તેનાથી નવો અનુભવ અને કંટેંટ જનરેટ કરવાની ક્ષમતા મળશે.

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જણાવ્યું કે AI સોફ્ટવેર કેટેગરીને બદલી દેશે. જેની શરુઆત કેટેગરી સર્ચથી થઈ રહી છે. કંપનીનું કહેવું છે કે Bing યૂઝર્સ માટે કંટેંટ જનરેટ કરી શકે છે. તે ઈમેલ પણ લખી શકે છે અથવા તો કોઈ જોબ ઈન્ટરવ્યૂ માટે તૈયારી પણ કરાવી શકે છે. આ સિવાય આવનારા સમયમાં કંપની વધુ નવા ફીચર્સ પણ તેમાં એડ કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર : પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ જવાબદાર નહીં તો…

0

Another big news for the farmers of Gujarat

  • રાજ્યના કૃષિ વિભાગે પાક નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વે પ્રમાણે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાતના (Gujarat) અન્નદાતાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના (State Govt) કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના પાક નુકસાનીના (Crop damage) સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારના કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ (Unseasonal rain) જવાબદાર ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો :

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું નથી. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુકસાન ન થયું હોવાના કારણે વળતરની ચૂકવણી કરવામાં આવશે નહીં.

50 તાલુકાઓમાં માવઠા બાદ સર્વેનો અપાયો હતો આદેશ :

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન ગુજરાતના 14 જિલ્લાના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતાને પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વેનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

 

આવતીકાલે સ્મૃતિ ઇરાનીની પુત્રીના વિવાહ : 500 વર્ષ પ્રાચીન શાહી કિલ્લામાં લેશે સાત ફેરા 

Smriti Irani’s daughter’s wedding tomorrow

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ અને ઝુબિન ઈરાનીની પુત્રી શેનલ ઈરાની અર્જુન ભલ્લા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ લગ્નનો કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો છે.

રાજસ્થાનના (Rajasthan) નાગૌર જિલ્લાનો ખીંવસર ફોર્ટ ફરી એક વખત ચર્ચામાં છે કારણ કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) અને જુબીન ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીની (Shanel Irani) અર્જુન ભલ્લા (Arjun Bhalla) સાથે આ જ કિલ્લામાં લગ્ન થવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે લગ્નના આયોજન માટે ખિંવસર કિલ્લો (Khinwsar Fort) 7મી, 8મી અને 9મી ફેબ્રુઆરી સુધીના ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્યો છે.

સાથે જ સ્મૃતિ ઈરાનીની પુત્રીના લગ્ન માટે ખિંવસર કિલ્લાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ સુધી આ કિલ્લામાં 3D લાઈટ અને સાઉન્ડ સાથે નાચ-ગાન અને બધી જ લગ્નની વિધિઓ કરવામાં આવશે. આ સાથે જ બારાત અને ફેરા માટે પણ ખાસ સજાવટ કરવામાં આવી રહી છે.

લગ્નમાં નહીં આવે કોઈ વીવીઆઈપી ગેસ્ટ  :

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ અને ઝુબિન ઈરાનીની પુત્રી શેનલ ઈરાની અર્જુન ભલ્લા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ લગ્નનો કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો છે. માત્ર પરિવારના સભ્યો એનએ નજીકના મિત્રોને જ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ આ લગ્નમાં કોઈ મોટા વીવીઆઈપીના આગમનની પુષ્ટિ પણ થઈ નથી.

શનીલ ઈરાની ઝુબિન ઈરાનીની પહેલી પત્નીની પુત્રી છે અને તે જ સમયે સ્મૃતિ અને ઝુબિન ઈરાનીને બે બાળકો છે. જોર અને જોઈશ. શેનલ ઈરાનીએ તેના જીવનને છુપાવી રાખ્યું છે. તેથી તેના વિશે વધુ માહિતી મળી નથી.

1523 માં ખીવંસર કિલ્લાનું નિર્માણ થયું હતું :

મારવાડથી જોધપુર આવી રહેલ મહારાજા રાવ જોધાના આઠમા પુત્ર જેઓ તેમની સેના સાથે મુઘલ યુદ્ધ લડવા માટે ખીવંસર પહોંચ્યા હતા. તે સમય દરમિયાન ખિંવસાર નાગૌર જિલ્લાના જોધપુરના તત્કાલીન રાજા હેઠળ હતું. તે સમયે 1523માં ખિંવસર કિલ્લાનું નિર્માણ થયું હતું. હાલ આ દિવસોમાં ખિંવસર કિલ્લો રાજસ્થાન સરકારના ભૂતપૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસરની માલિકીનો છે.

આ પણ વાંચો :-

જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે તબાહી

0

If there is an earthquake in India

  • તુર્કી-સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. ગુજરાતનો આ વિસ્તાર પણ ભૂકંપના ઝોન 5માં આવે છે.

તુર્કી-સીરિયામાં (Turkey-Syria) સોમવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલા આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. ભૂકંપની (Earthquake) તીવ્રતા એટલી તેજ  હતી કે હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ દેશે આ પ્રકારના તેજ ભૂકંપના આંચકા મહેસૂસ કર્યા. ભારત પણ અગાઉ આ પ્રકારના ઝટકાનો સામનો કરી ચૂક્યું છે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા.

ભારતમાં ભૂકંપના કેટલા ઝોન :

ભારતમાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. ભારતના ભૌગોલિક આંકડા જણાવે છે કે લગભગ 59 ટકા જમીન ભૂકંપની ઝપેટમાં છે. દેશને ચાર ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી ઝોન 5 ભૂકંપની રીતે સૌથી સક્રિય ક્ષેત્ર છે જ્યારે ઝોન 2 સૌથી ઓછો છે. દેશના લગભગ 11 ટકા ક્ષેત્ર ઝોન 5માં આવે છે. જ્યારે 18 ટકા ઝોન 4માં, 30 ટકા 3 ઝોનમાં અને ઝોન 2માં બાકીનો હિસ્સો આવે છે.

ગુજરાતનો આ ભાગ પર જોખમ :

ભારતમાં ભૂકંપનો પાંચમો ઝોન સૌથી ખતરનાક છે. જેમાં પૂર્વોત્તરના તમામ રાજ્યો, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને ગુજરાતના કચ્છનું રણ અને આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ આવે છે.

ભૂંકપ ઝોન                                          તેની તીવ્રતા

ઝોન 5 (ખુબ ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર)    9 કે તેનાથી વધુ

ઝોન 4 (ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર)           8ની તીવ્રતા

ઝોન 3 (મધ્યમ તીવ્રતાવાળો વિસ્તાર)           7ની તીવ્રતા

ઝોન 2 (ઓછી તીવ્રતાવાળો વિસ્તાર)           6 કે તેનાથી ઓછી તીવ્રતા

ભારતમાં ક્યારે ક્યારે આવ્યો ભૂકંપ :

ભારતમાં આમ તો અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થાય છે પરંતુ તેમાં કેટલાક ભૂકંપ એટલા વિનાશકારી રહ્યા જેમાં હજારો લોકોના જીવ ગયા. દેશમાં પાંચ ભૂકંપ ખુબ વિનાશકારી સાબિત થયા.

1. અસમમાં 15 ઓગસ્ટ 1950ના રોજ ભૂકંપ આવ્યો હતો. 8.6ની તીવ્રતાવાળા આ ભૂકંપે અસમ અને તિબ્બતમાં ખુબ તબાહી મચાવી હતી. અસમમાં 1500થી વધુ લોકો માર્યા ગયા હતા.

2. મહારાષ્ટ્રના લાતુર- ઉસ્માનાબાદ, કિલ્લારીમાં 1993માં 6.3ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો જેણે 11 હજાર લોકોના જીવ લીધા.

3. 1991માં ચમોલીમાં આવેલા ભૂકંપના કારણે 2000 લોકોના મોત થયા હતા.

4. 2001માં ગુજરાતમાં ભૂજમાં આવેલા ભૂકંપે કાળો કેર વર્તાવ્યો હતો. 7.7ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 4 લાખથી વધુ ઈમારતો તબાહ થઈ હતી.

5. સિક્કિમમાં વર્ષ 2011માં આવેલા ભૂકંપમાં 111 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :-

દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો, અમદાવાદમાં બાળક નશામાં લથડિયા ખાતો જોવા મળ્યો

0

In a shocking video for every Gujarati

  • અમદાવાદમાં નાની ઉંમરનો બાળક લથડિયાં ખાતી હાલતમાં સિગરેટ પીતો હોવાનો વીડિયો વાયરલ. ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં ફસાયું બાળપણ. લાખો માતાપિતા માટે બન્યો ચિંતાનો વિષય.

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસના નાક નીચે ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો વીડિયો હવે ગુજરાતની ગલીએ ગલીએ ફેલાયો છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું (Drugs and alcohol) દૂષણ એટલું ફેલાયું છે કે, યુવા વર્ગ તો નશામાં ડૂબ્યો જ હતો. પરંતું હવે નાની ઉમરના બાળકો પણ નશીલા બની રહ્યાં છે. અમદાવાદમાં (Ahmedabad) રસ્તા પરથી જતા બાળકનો લથડિયા (Lathiya) ખાતો વીડિયો દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો છે.

તમને થશે કે નાની ઉંમરનો બાળક રસ્તા ઉપર નશાની હાલતમાં? શું ગુજરાતમાં નશાની લતમાં બાળપણ બરબાદ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરનો આ આંખ ખોલતો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ થયો છે. નશામાં ડુબેલો અને હાથમાં સિગરેટ પીતા બાળકનો વીડિયો થયેલો આ વાયરલ કેમ ગુજરાત પોલીસને હજુ સુધી જોવા મળ્યો નથી.

ગુજરાતનાં દરેક માતાપિતા માટે ચેતવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં અમદાવાદના જાહેર રસ્તા પર નશામાં લથડિયાં ખાતો એક બાળક દેખાઈ રહ્યો છે. શું આટલા નાના બાળકે દારૂ કે ડ્રગ્સનો નશો કર્યો હશે? લથડિયાં ખાતા બાળકનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શું નશાની લતમાં બાળપણ બરબાદ થઈ રહ્યું છે.

નાની ઉંમરનો બાળક રસ્તા ઉપર નશાની હાલતમાં દેખાઈ રહ્યો છે. ત્યારે આવા બાળકોને નશો કરાવવો કેટલો યોગ્ય. કેમ માતાપિતા પોતાના સંતાનોનું ધ્યાન નથી રાખતા. તો સાથે અમદાવાદમાં પણ ડ્રગ્સ અને દારૂનું દૂષણ એટલુ ફેલ્યું છે કે સરળતાથી મળી રહે છે. ત્યારે નશાની લતમાં બાળપમ બરબાદ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

શું બદલાઈ જશે ગુજરાતના આ સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા

0

Will the name of this biggest and historical

  • આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી.

રાષ્ટ્રપતિ ભવનના (Rashtrapati Bhavan) ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું (Mughal Garden) નામ અમૃત ઉદ્યાન કરવામાં આવ્યા બાદ એકવાર ફરીથી હવે નામ બદલવાની માંગણીઓ થવા લાગી છે. આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવે ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી છે.

NBT ના રિપોર્ટ મુજબ ABVP નું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. તેને એ જ રીતે લેવાવો જોઈએ. આવું પહેલીવાર નથી બન્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી થઈ રહી છે. આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે.

2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. ત્યારે તત્કાલિન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે.

ABVP શરૂ કરશે મુહિમ :

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરરવા માટે મુહિમ ચલાવશે. આ નિર્ણય હાલમાં જ એબીવીપીની અમદાવાદમાં થયેલી બેઠકમાં લેવાયો હતો. જિલ્લા સ્તર પર થયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો હતો. 500 વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

જેને સર્વસંમતિથી પાસ કરાયો. ત્યારબાદ નક્કી કરાયું કે આ પ્રસ્તાવને એબીવીપી હવે અમદાવાદના મેયર કલેક્ટરને સોંપશે. એબીવીપીના પ્રદેશ મંત્રી યુતિ ગજરેએ કહ્યું કે પાંચસો વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો. હવે આ પ્રસ્તાવને લઈને અમે સંબંધિત અધિકારીઓને મળીશું અને નામકરણની માંગણી કરીશું.

કર્ણદેવે વસાવ્યું શહેર :

અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને  તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું.

આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ. હિન્દુ સંગઠનો અગાઉ પણ આ માંગણી કરતા આવ્યા છે. ભાજપની અમદાવાદ શાખાના નામ પર અમદાવાદની જગ્યાએ કર્ણાવતી જ લખવામાં આવે છે. શહેરની વાત કરીએ તો શહેરમાં કર્ણાવતી નામની એક ક્લબ  પણ છે.

આ ઉપરાંત કર્ણાવતી દાબેલી નામની એક જાણીતી દુકાન પણ છે. આ સિવાય વેસ્ટર્ન રેલવે પણ કર્ણાવતી એક્સપ્રેસનું સંચાલન કરે છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ખાનગી યુનિવર્સિટીનું નામ પણ કર્ણાવતી યુનિવર્સિટી છે.

આ પણ વાંચો :-

8 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ : ગણપતિ બાપા આ સાત રાશિના લોકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર

8 February 2023, Today’s Horoscope gujaratguardian

મેષઃ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે. આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યનાં નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાનાં દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં વિશેષ લાભ.

ગુજરાત સહિત બિહારમાં પણ મોટાપાયે થઈ રહી છે સ્ટ્રોબેરીની ખેતી, દર મહિને લાખોની કમાણી કરે છે ધરતીપુત્રો

0

Strawberry cultivation is being done on a large scale in Bihar

  • પહાડી અને ઠંડા વિસ્તારમાં ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિત અનેક અન્ય પ્રદેશોમાં પણ કરવામાં આવી રહી છે. આ રાજ્યો સિવાય હવે બિહારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી સફળ થઈ રહી છે.

ગુજરાત રાજ્યમાં મોટાભાગના ખેડૂતો નક્કી ને ઋતુઓ મુજબના પાક પકવી પોતાનું ગુજરાન ચલાવે છે પણ આપણે ત્યાં પણ ઘણા ખેડૂતો એવા છે જે પ્રયોગાત્મક વલણ રાખી સાહસપૂર્વક નવી ખેતી તરફ પણ વળે છે. કચ્છ-માંડવી (Kutch-Mandvi) પાસે આવેલા મઉં ગામના આ પ્રગતિશીલ ખેડૂતો ખુલ્લા ખેતરમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. સ્ટ્રોબેરી સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં ઊગે પણ હવે માર્કેટમાં ઉપલબ્ધ નવી જાતો ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં પણ ઊગી શકે છે. હવે બિહારના (Bihar) વિવિધ જિલ્લામાં સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે.

અહીંયા સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન પણ આપી રહી છે. આ ક્રમમાં રાજ્યના અરરિયા જિલ્લામાં મોટાપાયે સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવે છે. જિલ્લા મુખ્યાલયથી માત્ર 4 કિલોમીટરના અંતરે NH-57 ટોલ ટેક્સની પાસે તેની ખેતી કરવામાં આવી રહી છે.

અરરિયા જિલ્લાના રહેવાસી અબ્દુલ રહમાને પોતાના વિસ્તારમાં તેની શરૂઆત કરી છે. કોરોના કાળમાં અબ્દુલ રહમાને સ્ટ્રોબેરીની ખેતીની શરૂઆત કરીને પોતાના વિસ્તારમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે.

ઔષધિ તરીકે પણ થાય છે ઉપયોગ :

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્ટ્રોબેરીનું ફળ ઘણું ઉપયોગી છે. તેમાં વિટામીન એ,બી, સી અને ડી હોય છે. તેની સાથે જ લોકો તેને ઔષધિ તરીકે ઉપયોગ કરે છે. પહાડી અને ઠંડા વિસ્તારમાં ઉગાડવામાં આવતી સ્ટ્રોબેરીની ખેતી ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક સહિત અનેક અન્ય પ્રદેશોમાં પણ કરવામાં આવી રહી છે. આ રાજ્યો સિવાય હવે બિહારમાં પણ સ્ટ્રોબેરીની ખેતી સફળ થઈ રહી છે. કૃષિ વિશેષજ્ઞોનું માનીએ તો સ્ટ્રોબેરીની ખેતી ઠંડી સિઝનમાં કરવામાં આવે છે.

બિહારમાં થઈ રહી છે મોટાપાયે સ્ટ્રોબેરીની ખેતી : 

સ્ટ્રોબેરીની ખેતી માટે બલુઆહી કે પછી દોમટ માટી ઉપયોગી માનવામાં આવે છે. અરરિયા જિલ્લામાં ખેતી કરી રહેલ યુવા ખેડૂત અબ્દુલ રહમાને જણાવ્યું કે તેમના પરિવારમાં બાળકો સ્ટ્રોબેરી ઘણી પસંદ કરે છે. તે વિસ્તારમાં 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં સ્ટ્રોબેરી વેચાય છે.

કોરોના કાળ દરમિયાન તે બેરોજગાર થઈ ગયા. આ દરમિયાન તેમને મહારાષ્ટ્રમાં સ્ટ્રોબેરીની ખેતી કરવાની જાણકારી મળી. જેના પછી તેમણે મહારાષ્ટ્રમાંથી સ્ટ્રોબેરીના 1000 છોડ મંગાવ્યા અને તેની ખેતીની શરૂઆત કરી.

આ પણ વાંચો :-