Home Blog Page 1177

Gadar 2 માટે સની દેઓલે વસૂલી પાંચ કરોડની ભારે ભરખમ ફીસ, જાણો બાકી સ્ટારકાસ્ટને કેટલી રકમ મળી

Sunny Deol charged a whopping fee of five crores

  • ગદરની અપાર સફળતાના આશરે 22 વર્ષ બાદ એક વખત ફરીથી ગદર-2ની સાથે સની દેઓલ સારી એક્ટિંગ કરતા જોવા મળશે. ફિલ્મ માટે સનીએ 5 કરોડ ફી લીધી છે. આવો જાણીએ બાકી સ્ટાર્સની ફી.

અમીષા પટેલ– (Ameesha Patel) પહેલાની ફિલ્મની જેમ આ ફિલ્મમાં પણ સકીનાના પાત્રમાં આ વખતે ફરીથી અમીષા પટેલ જોવા મળશે. આ ફિલ્મ માટે અમીષાએ 2 કરોડ રૂપિયાની ફી લીધી.

ગદર-2માં ગૌરવ ચોપડા પણ દેખાશે :

ગૌરવ ચોપડાએ (Gaurav Chopra) પોતાના કામથી અલગ ઓળખ બનાવી છે અને તેઓ સની દેઓલની સાથે ફિલ્મમાં ખાસ પાત્રમાં જોવા મળશે. ગૌરવે ફિલ્મમાં 25 લાખ રૂપિયાની ફી લીધી છે. ગદર 2માં સની દેઓલની સાથે લવ સિન્હા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. લવે આ ફિલ્મ માટે 60 લાખ રૂપિયાની ફી લીધી છે.

ગદર 2માં સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે :

ગદર 2માં અભિનેત્રી સિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સિમરતે આ ફિલ્મમાં ફી તરીકે 80 લાખ રૂપિયા લીધા છે.

ફિલ્મમાં ઉત્કર્ષ શર્માએ સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી :

ફિલ્મમાં મનીષ વાધવા પણ જોવા મળશે. તેમણે આ ફિલ્મ માટે આશરે 60 લાખ રૂપિયાની ફી વસૂલ કરી છે. ગદરના બીજા પાર્ટને આવવામાં આશરે 22 વર્ષનો સમય થયો છે અને આ દરમ્યાન તારા સિંહનો પુત્ર પણ મોટો થઇ ગયો છે. ફિલ્મમાં ઉત્કર્ષ શર્માએ સની દેઓલના પુત્રની ભૂમિકા ભજવી છે અને આશરે 1 કરોડ રૂપિયા ફી પેટે વસૂલ્યા છે.

આ પણ વાંચો :-

આ છે દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ, જેની સાથે આવે છે  ‘હિરાના દાગીના’, કિંમત જાણી ઉડી જશે તમારા હોંશ

This is the world’s most expensive chocolate

  • લે ચોકલેટ બોક્સ (Le Chocolate Box)ને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટનું બોક્સ માનવામાં આવે છે. આ ચોકલેટના બોક્સની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે આજના હિસાબથી લગભગ 12 કરોડ 33 લાખ રૂપિયાની આસપાસ છે.

આજે 9 ફેબ્રુઆરી છે એટલે કે વેલેન્ટાઈન વીકના (Valentine week) હિસાબથી આજે ચોકલેટ ડે છે. આજે પ્રેમી જોડા એક બીજાને ચોકલેટ આપે છે. આજના દિવસે પ્રેમી જોડી પોતાના હિસાબથી સારી સારી ચોકલેટ (Chocolate) પોતાના સાથી માટે લઈ જાય છે. પરંતુ આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તેમાંથી એકની કિંમતતો એટલી છે કે આટલા રૂપિયામાં તો તમે દેશની રાજધાનીમાં એક શાનદાર ઘર ખરીદી લો. આવો જાણીએ સૌથી મોંઘી ચોકલેટ વિશે…

લે ચોકલેટ બોક્સનો ડબ્બો  :

લે ચોકલેટ બોક્સને દુનિયાની સૌથી મોંઘી ચોકલેટ બોક્સ માનવામાં આવે છે. આ ચોકલેટનો સ્વાદ તો શાનદાર હોય છે. તેની સાથે જ આ બોક્સની સજાવટ પણ સારી હોય છે. તેના ઉપરાંત તેના માંઘા હોવાના પાછળનું કારણ આ બોક્સની સાથે આવનાર જ્વેલરી હોય છે.

ચોકલેટની સાથે આવે છે હિરાના દાગીના : 

હકીકતે આ ચોકલેટ બોક્સની સાથે એક ડાયમંડનો હાર, બંગડી અને વિંટી આવે છે. આ બઝી જ્વેલરી પન્ના અને નીલમથી બનેલી હોય છે. સૌથી શાનદાર વાત એ છે કે આટલી વધારે મોંઘી હોવા છતાં આ ચોકલેટના બોક્સને ખરીદી નથી શકાતી. આ ચોકલેટ બોક્સની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે આજના હિસાબથી લગભગ 12 કરોડ 33 લાખ રૂપિયા છે.

ફ્રોઝન હાઉતે ચોકલેટ :

દુનિયાની સૌથી મોંઘી ચોકલેટમાંથી એક ફ્રોઝન હાઉતે ચોકલેટ પણ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ચોકલેટને દુનિયાની સૌથી મોંઘી મિઠાઈ હોવાનો ગિનીઝ રેકોર્ડ પણ બનાવ્યો છે. 28 કોકો મિશ્રણથી તૈયાર આ ચોકલેટ 23 કેરેટ ખાઈ શકાય તેવા ગોલ્ડથી બની છે.

ચોકલેટની કિંમત પણ ચોંકાવનારી :

ચોંકાવનારી વાત એ છે કે આ સફેદ હિરાની સાથે સોનાના બાઉલમાં સર્વ કરવામાં આવે છે. આ શાનદાર ચોકલેટની કિંમત 25000 ડોલર છે. એટલે કે જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ 20 લાખ 55 હજાર રૂપિયાની આસપાસ છે.

ગોલ્ડન સ્પેક્લડ ચોકલેટ એગ :

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં આ ચોકલેટને મોસ્ટ એક્સપેન્સિવ નોન જ્વેલડ ચોકલેટ એગ કહેવાય છે. આ દુનિયાની ત્રીજી સૌથી મોંઘી ચોકલેટ છે. તેને ગોલ્ડન સ્પેક્લ્ડ ચોકલેટ એગ કહેવાય છે. આ શાનદાર ચેકલેટનું વજન 100 પાઉન્ડ એટલે કે 45 કિલોથી વધારે છે અને આ ત્રણ ફૂટ લાંબી અને બે ઈંચ પહોંળી હોય છે.

આ અનોખી ચોકલેટની કિંમત 11,107 ડોલર છે એટલે કે જો તમે તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો લગભગ 9 લાખ 13 હજાર રૂપિયાની આસપાસ હશે.

આ પણ વાંચો :-

 

RBIએ નવો નિયમ લાગુ કર્યો, હવે નકલી નોટો નહીં ચાલે ! જાણો શું છે આ નિયમ

0

RBI implemented a new rule

  • આરબીઆઈના  (RBI)ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે જણાવ્યું હતું કે સિક્કા કાઢવાવાળી મશીનમાં નકલી નોટો નાખવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને UPI આધારિત વિકલ્પ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નવા નિયમના અમલીકરણ પછી, નકલી નોટો ચલણમાંથી બહાર થવાની ધારણા છે. આશા છે કે આવનારા સમયમાં તેનાથી સંપૂર્ણપણે છુટકારો મળી જશે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે જણાવ્યું હતું કે સિક્કા કાઢવાવાળી મશીનમાં (Coin minting machine) નકલી નોટો નાખવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને UPI આધારિત વિકલ્પ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સમસ્યા એ હતી કે આ મશીનોમાં જે પૈસા નાખવામાં આવી રહ્યા હતા તે ઘણા કિસ્સાઓમાં નકલી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે આ મુદ્દો બન્યો હતો.

નવી સિસ્ટમથી સિક્કાના વિતરણમાં સુધારો થશે :

શંકરે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બીજા વિકલ્પ પર વિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. જેના દ્વારા QR કોડને ‘સ્કેન’ કરી શકાય છે. જેને UPI સાથે લિંક કરી શકાય છે. આ દ્વારા, ભૌતિક નાણાંનો ઉપયોગ કર્યા વિના વેન્ડિંગ મશીનમાંથી સિક્કાઓ ઉપાડી શકાય છે. તેમણે કહ્યું કે દેશમાં મશીનો વિકસાવવામાં આવ્યા છે. આ નવી સિસ્ટમમાં સિક્કાના વિતરણમાં સુધારો થશે.

આરબીઆઈ ખાતામાંથી પૈસા કાપીને સિક્કા આપશે :

અગાઉ RBI ગવર્નર શક્તિકાંત દાસે ‘QR’ કોડ આધારિત ‘કોઈન વેન્ડિંગ મશીન‘ (QCVM) પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. RBI 12 શહેરોમાં QR કોડ આધારિત સિક્કાના વિતરણ માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ વેન્ડિંગ મશીનો યુપીઆઈનો ઉપયોગ કરીને બેંક ગ્રાહકોના ખાતામાંથી પૈસા કાપીને સિક્કા પ્રદાન કરશે. હાલમાં ઉપલબ્ધ મશીનોમાં બેંક નોટો મૂકીને સિક્કા કાઢવામાં આવે છે.

ચકાસણીની જરૂર નથી :

દાસે કહ્યું, “કેશ સિક્કા વેન્ડિંગ મશીનમાં પૈસા દાખલ કરવાની અને તેની ચકાસણી કરવાની જરૂર રહેશે નહીં.” શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ 12 શહેરોમાં 19 સ્થળોએ શરૂ કરવાનું આયોજન છે. આ મશીનો રેલ્વે સ્ટેશન, શોપિંગ મોલ, માર્કેટમાં લગાવવામાં આવશે.

શંકરે કહ્યું કે આરબીઆઈ એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહી છે. એક તરફ સિક્કાઓ મોટા પ્રમાણમાં છે અને તેને સંગ્રહિત કરવા માટે વધુ જગ્યાની જરૂર છે. તેમજ તેનું વિતરણ પણ યોગ્ય રીતે થતું નથી.

આ પણ વાંચો :-

સુરત યોજાયેલ લોકડાયરામાં ગુજરાતના લોકગાયિકા પર થયો રૂપિયાનો વરસાદ

0

In the Lokdira held in Surat

  • સુરતના હજીરા સ્થિત રાજગરી ગામ ખાતે શ્રી રાજેશ્વર મહાદેવ મંદિરની 9 મી સાલગીરી નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું.

અહીં ગીતાબેન રબારી (Geeta Rabari) હાજર રહ્યા હતા જેમાં ગીતાબેન રબારીના ભજન અને ગીતો પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સુરતના હજીરા (Hazira) સ્થિત શ્રી રાજેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર ગ્રામજનોના સહયોગથી નિર્માણ કરાયું છે.

ત્યારે મંદિરની 9 મી સાલગીરી હોય અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરની 9મી સાલગીરીની ઉજવણી ના ભાગરૂપે અહીં લોકડાયરાનું આયોજન કરાયું હતું આ લોકડાયરામાં (Lokdayro) કચ્છી કોયલ ગીતા રબારી (Geeta Rabari) હાજર રહ્યા હતા.

અહીં યોજાયેલા ડાયરામાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગીતા રબારીના ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા આ ઉપરાંત ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ અહીં લોકોએ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા 8 લાખ જેટલી રકમ એકત્ર થઈ ગયી હતી આ તમામ રકમ મંદિરના લાભાર્થે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ ડાયરા દરમ્યાન મંદિર ગીતા રબારીના ભજન પર લોકો ઝૂમી ઉઠ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અવારનવાર લોક ડાયરાનું આયોજન થાય છે અને અનેક નામી કલાકારો ડાયરામાં હાજરી આપે છે તેમજ લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ કરે છે ત્યારે હજીરા વિસ્તારમાં યોજાયેલા ડાયરામાં પણ ગીતા રબારીના ભજન પર મંત્રમુગ્ધ થઇ લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ પણ વાંચો :-

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ….

Warning case for parents

  • સુરતમાં મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ ગળેફાંસો ખાઈ આ*ઘાત કરી લીધો છે.

આજે મોટાભાગના બાળકોથી માંડી યુવાનો અને મહિલાઓમાં મોબાઈલનું (Moblie) વળગણ વકરી રહ્યું છે. ભૂતકાળમાં પણ મોબાઈલ મોતનું કારણ બન્યો હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે તેવામાં સુરતમાં મોબાઈલ આ*ઘાતનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કામરેજમાં (Kamrej) 14 વર્ષની સગીરાને માતાએ મોબાઈલ ન આપતા સગીરાએ આ*ઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો :

સુરતમાં બનેલી આપઘાતની ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ બની છે. આ મામલે જાણવા મળતી વિગત અનુસાર કામરેજના પરબ ગામે 14 વર્ષની સગીરાએ માતા પાસે મોબાઈલ માંગ્યો અને માતાએ મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ બાબતે સગીરાને માઠું લાગી આવતા તેણે રૂમમાં પંખા સાથે દુપટો બાંધી આ*ઘાતનો પ્રયાસ કરી લીધો હતો.

જેમાં તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મોબાઈલનું ન્યુસન બાળકોમાં વધી રહ્યું છે આજે મોબાઈલનું વ્યસન બની ગયું છે. આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતા બાળકોના વાલીઓએ પણ ચેતવુ જોઈએ.

આ પણ વાંચો :-

 

લલિતભાઈ તો આ નવું લાયા ! પકડાયેલા દારૂના જથ્થાના નાશ કરવાને બદલે આવું કરવા સૂચન કર્યું, લોકોએ તો….

0

Lalitbhai brought this new! Instead of destroying

  • કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ CM ભુપેન્દ્ર પટેલને દારૂબંધીને લઈને પત્ર લખ્યો છે.

કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ (Former MLA Lalit Wasoya) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી (Prohibition of alcohol) છે તેમ છતાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડાય છે. તો આ દારૂનો નાશ કરવાની જગ્યાએ આપણે તેને અન્ય રાજ્યમાં વહેચી દેવો જોઈએ અને ઓક્શનથી મળતી આ રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ.

પત્રમાં જણાવ્યું કે…

દારૂબંધી બાબતે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૂચન કરતો એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે આપણા રાજ્યમાં દારૂબંધી છે. આ દારૂબંધી હોવા છતાં રાજ્યમાં વાર્ષિક ૨૦૦ કરોડનો દારૂ પકડવામાં આવે છે અને ત્યારબાદ દારૂનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવે છે.

Image

આવું કરવાને બદલે દારૂને જે રાજ્યમાં દારૂબંધી ન હોય તેવા રાજ્યમાં ઓક્શનથી દારૂ વહેચી દેવો જોઈએ. જો આમ કરવામાં આવે તો ઓકશનથી મળતી રકમને દેશની રક્ષા કરનારના ફંડમાં આપી દેવી જોઈએ. આ રકમને શહીદ થનાર જવાનોના પરિવારને મદદરૂપ થવામાં મદદ કરવા ઉપયોગ કરી શકાય છે. હાલ તો આ પત્રને લઈને તમામ લોકો વિચારતા થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે બેફામ દારૂ પીવાઈ પણ છે અને વહેંચાઈ પણ છે. જેના બોલતા પુરાવા રૂપ ગુજરાતમાં ગત માર્ચ માસમાં સત્તાવાર આંકડા જાહેર કરાયા હતા. જેમાં ગુજરાતમાં માર્ચ, 2022 સુધીના છેલ્લા બે વર્ષમાં 215 કરોડનો વિદેશી દારૂ પકડાયો હતો.

આ પણ વાંચો :-

આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા…નહીં તો જીવન તબાહ થઈ જશે ! 

0

Don’t donate these 4 things to strangers by mistak

  • એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

આપણે ત્યાં ધાર્મિક ગ્રંથોમાં (Religious texts) કિન્નરોની ઉત્પતિ વિશે ઉલ્લેખ કરેલો છે. આમ તો કિન્નરોના જન્મને ક્યારેય શુભ ગણાતું નથી. પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ.

કિન્નરોને દાન :

હિન્દુ ધર્મગ્રંથો મુજબ એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ જોવા મળે છે કે જે ક્યારેય કિન્નરોને દાન કરવી જોઈએ નહીં. એવું મનાય છે કે જે વ્યક્તિ આવી ચીજો કોઈ કિન્નરને દાન કરે છે તેના ઘરમાંથી બરકત જતી રહે છે અને ધીરે ધીરે જીવન પાયમાલી તરફ વધે છે.

ઝાડુ :

ધાર્મિક ગ્રંથો મુજબ ઝાડુને ખુબ જ શુભ અને સ્વયં દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ કોઈ કિન્નરને તેનું દાન કરવું ખાસ કરીને નિષેધ છે. કિન્નરોને ઝાડુનું દાન કરવું એ દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ બને છે. આથી ભૂલેચૂકે કોઈ કિન્નરને ઝાડુનું દાન કરવું જોઈએ નહીં.

પહેરેલા કપડાં :

ક્યારેય કિન્નરને ગંદા કે પહેરેલા કપડાં દાન કરવા જોઈએ નહીં. આવું દાન આપવાથી તમારા ઘરમાં સમસ્યાઓનું આગમન થાય છે અને જીવન પરેશાનીઓથી ઘેરાય છે. જ્યારે પણ તમે કોઈ કિન્નરને કપડાં આપવા લાગો તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તે જૂના કે ગંદા ઉપયોગમાં લેવાયેલા ન હોય.

સરસવના તેલનું દાન :

કિન્નરોને ક્યારેય તેલનું દાન કરવું જોઈએ નહીં. તેલનું દાન કરવું એ ઘરમાં દુર્ઘટનાઓ અને પરોક્ષ આફતો તરફ સંકેત આપે છે.

આ પણ વાંચો :-

VIDEO: મહિલા સાંસદે સંસદમાં જ આપી ગાળ, હોબાળો થતાં કહ્યું- જે જેવું હોય એને એવું જ કહું ને

0

VIDEO: The woman MP gave insults in the parliament

  • TMC સાંસદ મહુઆ મોઈત્રાએ કહ્યું કે, ‘સફરજનને સફરજન જ કહીશને, સંતરો નહીં’

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ (Mahua Moitra) લોકસભામાં મંગળવારે ભાજપનાં સાંસદો માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો જેના પર ભાજપનાં સાંસદોએ નારાજગી દર્શાવી હતી અને માફીની માંગ કરી હતી પરંતુ મોઈત્રા પોતાના નિવેદન પર અડગ છે.

સફરજનને સફરજન કહીશ, સંતરો નહીં- મોઈત્રા

TMC સાંસદે બુધવારે કહ્યું કે ‘ મને નથી ખબર કે મારાથી ક્યાં પ્રકારનાં ભાષણની કલ્પના કરવામાં આવી રહી છે. મેં સદનમાં જે પણ કહ્યું તે ઓન રેકોર્ડ નથી કહ્યું. હવે અમને ભાજપ પાર્ટી શીખવાડશે કે સંસદીય શિષ્ટાચાર શું છે અને શું નહીં. હું સફરજનને સફરજન કહીશ અને સંતરો નહીં. જો તેઓ મને વિશેષાધિકાર સમિતી પાસે લઈ જશે તો હું પોતાનો પક્ષ રાખીશ.’

BJPએ દર્શાવી નારાજગી :

મોઈત્રાએ ગઈકાલે એટલે કે મંગળવારે લોકસભામાં BJP પર પ્રહારો કરતાં અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આપત્તિ દર્શાવી હતી. કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું કે હું તેમને માફી માગવા માટે કહીશ, જો તેઓ આવું નથી કરતાં તો આ તેમની સંસ્કૃતિ છે.

‘…પોતાના પર કંટ્રોલ રાખવો જોઈએ’ – હેમા માલિની

બીજી તરફ મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ કહ્યું કે સદનમાં આવું ન થવું જોઈએ, જે પણ આદરણીય લોકો અહીં આવે છે તેમણે પોતાના પર કંટ્રોલ રાખવો જોઈએ, આટલું ભાવુક થવાની કોઈ જરૂરિયાત નથી, કેટલાક લોકો ઘણાં વધારે ભડકી જાય છે.

સ્પીકરે પણ આપ્યાં હતાં આદેશ  :

મંગળવારે TMCની સાંસદ મહુઆ મોઈત્રાએ અદાણી સમૂહને લગતાં મુદાઓને લઈને લોકસભામાં પ્રહારો કર્યાં હતાં. તૃણમૂલ કોંગ્રેસની આ સાંસદ સદનમાં 2 બર્થડે કેપ પણ લઈને આવી હતી. રાષ્ટ્રપતિએ તેમને આ ટોપીઓ પહેરવાની ના પણ પાડી હતી અને તેમને આ ટેબલથી હટાવવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો :-

10થી 15 હજારની રેંજમાં ખરીદો તમારી દુનિયા બદલાઈ જાય એવા આ સ્માર્ટફોન !

0

Buy this smartphone that will change your world

  • બજારમાં દરેક કિંમતે સ્માર્ટફોન આવે છે. હંમેશા મોબાઈલ માર્કેટમાં બજેટ સ્માર્ટફોન ખુબ ચર્ચામાં રહે છે. ઘણા સ્માર્ટફોન આ સેગમેન્ટમાં આવે છે. આ યાદીમાં સેમસંગ, ઓપ્પો, રિયલમીના ફોન સામેલ છે.

તમારો મનગમતો સ્માર્ટફોન (Smartphone) લેવા માટે હવે તમારે કોઈ મોટી રકમ ખર્ચવાની જરૂર નથી. નોકિયા C30 સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી રૂ.9,850માં ખરીદી શકાય છે. Nokia C01 Plusને રૂ.6,999માં ખરીદી શકાય છે. Flipkart Axis Bank કાર્ડ સાથે 5 ટકા કેશબેક પણ ઉપલબ્ધ છે. શાનદાર ફીચર્સ સાથે તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી રૂ.7,999માં ખરીદી શકો છો.

જો તમારી પાસે Flipkart Axis Bank કાર્ડ છે તો તમે 5 ટકા વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. Vivo Y16ની કિંમત ફ્લિપકાર્ટ પર 9,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. Vivo Y02ને 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 3 GB રેમ અને 32 GB ઈનબિલ્ટ સ્ટોરેજ છે.

બજારમાં દરેક કિંમતે સ્માર્ટફોન આવે છે. હંમેશા મોબાઈલ માર્કેટમાં બજેટ સ્માર્ટફોન ખુબ ચર્ચામાં રહે છે. ઘણા સ્માર્ટફોન આ સેગમેન્ટમાં આવે છે. આવી સ્થિતિમાં કયો ફોન ખરીદવો તેની પસંદગી કરવી મુશ્કેલ બની જાય છે. દરેક વ્યક્તિ એવો ફોન 15 હજાર રૂપિયામાં મેળવવા માંગે છે, જેમાં શાનદાર કેમેરા, મજબૂત બેટરી અને શાનદાર પ્રોસેસર હોય. આજે અમે તમને એવા ટોપ 5 સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે દરેક બાબતમાં શાનદાર છે. આ યાદીમાં સેમસંગ, ઓપ્પો, રિયલમીના ફોન સામેલ છે.

Realme 9 5G-

Realme 9 5G ફ્લિપકાર્ટ પર 15,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફોન Mediatek Dimensity 810 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 6.5 ઇંચની ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે.

Samsung Galaxy F04-

Samsung Galaxy F04 MediaTek P35 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં 13MP + 2MPનું સેન્સર ઉપલબ્ધ છે. ફોનના 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે.

Oppo K10

Oppo K10 હાલમાં માત્ર રૂ. 13,990ના ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ છે. ફોનમાં 6.59-ઈંચની ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે. ફોન Qualcomm Snapdragon 680 ચિપસેટ દ્વારા સંચાલિત છે.

Motorola G62 5G

Motorola G62 5G Qualcomm Snapdragon 695 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ફોનમાં 6.5 ઈં ચની ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે. આ ફોન ફ્લિપકાર્ટ પરથી 14,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો :-

જાણો ગુરુવારનાં ના દિવસે ભગવાન મહાદેવ કઈ રાશિ પર થશે મહેરબાન થશે, વાંચો આજનું રાશિફળ

Know which zodiac sign Lord Mahadev Gujarat Guardian

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારું છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃદ્ધિ થાય. ભાગ્ય સારું રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભપ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારું જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. સ્વાસ્થ્ય અગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષમીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ. સમૃદ્ધિ જળવાય, સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃદ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુરસંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારું રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-