Home Blog Page 1178

 વેલેન્ટાઈન ડે કેમ ૧૪ ફેબ્રુઆરીએ જ ઉજવાઈ છે ? જો તમે નહીં જાણતા હોવ તો આ છે રોચક ઈતિહાસ

Why is Valentine’s Day celebrated on February 14?

  • 7 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ચુકી છે. પ્રેમમાં હોય તેવા યુગલો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ વીક અથવા વેલેન્ટાઈન ડે ઉજવવા પાછળની સ્ટોરી શું છે?

વેલેન્ટાઈન વીકની (Valentine week) દુનિયાભરમાં શરૂઆત થઈ ગઈ છે. સાત ફેબ્રુઆરીથી વેલેન્ટાઈન્સ વીકની શરૂઆત થઈ ચુકી છે. આવે જાણીએ આ દિવસે આપણે વેલેન્ટાઈન્સ સાથે જોડાયેલો ઈતિહાર જાણીએ. કોણ હતા સંત વેલેન્ટાઈન (Saint Valentine) કેમ તેમના નામ પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શું છે વેલેન્ટાઈન ડેનો ઈતિહાસ? 

માનવામાં આવે છે કે વેલેન્ટાઈન્સ ડેની શરૂઆત પ્રાચીન રોમમાં થઈ હતી. જ્યારે 13 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી લુપર્કેલિયાનું સેલિબ્રેશન કરવામાં આવતું હતું. આ દિવસે પુરૂષો દ્વારા એક બકરી અને એક કૂતરાની બલી આપવામાં આવતી હતી અને પછી મહિલાઓને આ બલી આપેલા જાનવરોના ચામડામાંથી મારવામાં આવતી હતી. એવું માનવામાં આવતું હતું કે તેનાથી મહિલાઓની પ્રજનન ક્ષમતા સારી થાય છે.

આ મહોત્સવ વખતે મેચ-મેકિંગ લોટરી પણ કાઢવામાં આવતી હતી. પુરૂષ એક જારમાંથી મહિલાઓનું નામ કાઢતા હતા અને જેનું નામ જારમાંથી નિકળતુ તે મહિલાની સાથે કપલ બની જતા હતા. લુપર્કેલિયાના પર્વ ત્રીજી શતાબ્દી ઈસ્વીમાં વેલેન્ટાઈન ડેના રૂપમાં બદલાઈ ગયું.

14 ફેબ્રુઆરીએ આપવામાં આવી ફાંસી  :

સમ્રાટ ક્લોડિયસ બીજાએ સંત વેલેન્ટાઈન્સને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. સંત વેલેન્ટાઈન્સ એક પાદરી હતા તેમણે ઈસાઈ કપલને લગ્નમાં મદદ કરી હતી. સમ્રાટ ક્લાડિયસ દ્વિતીય પુરૂષોના વિવાહના વિરૂદ્ધ હતા અને આદેશ આપ્યો હતો કે સંત વેલેન્ટાઈનનું માથુ કલમ કરી દેવામાં આવે.

તેમને 14 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી. એવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે સંત વેલેન્ટાઈન જેલમાં હતા. તેમણે જેલરની આંધળી દિકરીની દેખરેખ માટે તેને એક કાર્ડ પણ લખ્યું, જેના પર લખ્યું હતું, “ફોર યોર વેલેન્ટાઈન”.

જુનો પર્વ નવો તહેવાર :

5મા દશકમાં પોપ ગેલેસિયસે લુપર્કેલિયાની મૂર્તિ પૂજનના અનુષ્ઠાનોનો બહિષ્કાર રહ્યો અને તેને વેલેન્ટાઈન ડે સાથે જોડી દીધો. જુનો પર્વ નવો તહેવાર બની ગયો. જેફ્રી ચોસર અને વિલિયમ શેક્સપિયર જેવા લોકપ્રિય કવિઓએ પણ પ્રેમ અને જુનૂન વિશે સારા વાતો લખીને તે દિવસને લોકપ્રિય બનાવવાનું શરૂ કર્યું.

તેને આખી દુનિયામાં 14 ફેબ્રુઆરીએ પ્રેમના દિવસના રૂપમાં ઉજવવાની શરૂઆત થઈ. હવે આ તહેવાર બજારમાં પણ નવી રોનક લાવે છે. નવી પેઠીના યુવાનો વેલેન્ટાઈન આખુ વીક સેલિબ્રેટ કરે છે.

આ પણ વાંચો :-

પ્લાસ્ટિકમાંથી બનેલું છે પીએમ મોદીનું આ ખાસમખાસ જેકેટ, કિંમત જાણી ચોંકી થશો

0

This special jacket of PM Modi is made of plastic

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. બપોરે 3 વાગે લોકસભામાં તેઓ સંબોધન કરે તેવી શક્યતા છે. આ અગાઉ તેઓ સંસદમાં એક ખાસ પ્રકારના જેકેટમાં જોવા મળ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે લોકસભામાં રાષ્ટ્રપતિના (President) અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. બપોરે 3 વાગે લોકસભામાં તેઓ સંબોધન કરે તેવી શક્યતા છે. આ અગાઉ તેઓ સંસદમાં એક ખાસ પ્રકારના જેકેટમાં (Jacket) જોવા મળ્યા. પ્રધાનમંત્રીનું આ જેકેટ કપડાંથી નહીં પરંતુ પ્લાસ્ટિકની બોટલોની રિસાઈકલિંગ (Recycling of plastic bottles) કરાયેલી સામગ્રીથી બનેલું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ  ખાસ જેકેટ સોમવારે બેંગ્લુરુમાં આયોજિત ઈન્ડિયા એર્જી વીક દરમિયાન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા તેમને ભેટ કરાયું. તેને પીઈટી (PET) બોટલોથી બનાવવામાં આવ્યું છે. ઈન્ડિયા એનર્જી વીકનો હેતુ ઉર્જાના પરિવર્તનકાળમાં મહાશક્તિ સ્વરૂપમાં ભારતની વધતી શક્તિને પ્રદર્શિત કરવાનું હતું.

કઈ રીતે બન્યું પીએમ મોદીનું આ જેકેટ :

તમિલનાડુની કરુરની કંપની શ્રી રેંગા પોલીમર્સે પીએમ મોદીના આ જેકેટના કપડાને તૈયાર કર્યું છે. કંપનીએ ઈન્ડિયન ઓઈલને PET બોટલથી બનેલા 9 અલગ અલગ રંગના કપડાં મોકલ્યા હતા. જેમાંથી પીએમ મોદી માટે ચંદનના રંગનું કપડું પસંદ કરાયું. ત્યારબાદ આ કપડાને ગુજરાતમાં પીએમ મોદીના ટેલર પાસે મોકલવામાં આવ્યું અને તેમણે પછી આ જેકેટને તૈયાર કર્યું.

જેકેટની કિંમત :

કેટલી બોટલથી તૈયાર થાય છે આ જેકેટઆ પ્રકારના એક જેકેટને બનાવવામાં 15 બોટલની જરૂર પડે છે. બીજી બાજુ ફૂલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ 28 બોટલની જરૂર પડે છે. તેને રંગવામાં પાણીનો ઉપયોગ થતો નથી. સૌથી પહેલા ફાઈબર તૈયાર કરાય ચે અને ત્યારબાદ તેને ફેબ્રિકમાં ફેરવવામાં આવે છે અને છેલ્લે પોષાક બને છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવવામાં આવતા જેકેટની બજારમાં કિંમત માત્ર 2000 રૂપિયા છે.

આ પણ વાંચો :-

સુરતના ચોરના શોખ કરોડપતિઓને પણ ટક્કર મારે એવા, ચોરી કરીને ફાઈવસ્ટાર હોટલમાં જતો…

Thief of Surat’s hobbies rival even millionaires

  • સુરતના ખટોદરામાંથી ઝડપાયો અનોખો ચોર. ફક્ત ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ચોરી કરી મોંઘીદાટ કાર લેતો ભાડે. વૈભવી હોટલમાં મજા માણી આવતો પરત.

સુરતના (Surat) ખટોદરામાંથી અનોખો ચોર ઝડપાયો છે. જે ફક્ત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં (Industrial area) ચોરીને જ અંજામ આપતો હતો. ચોરીના રૂપિયાથી તે મોંઘીદાટ કાર ભાડે લેતો હતો. આ મોંઘીદાટ કાર લઈને તે મુંબઈ અને વડોદરા ફરવા જતો હતો. ત્યાં તે વૈભવી હોટલમાં (Luxury hotel) રોકાઈને પરત સુરત આવતો હતો. ત્યારે આ વીઆઈપી ચોરની ધરપકડ થતા અગાઉ 5 જેટલા ગુનામાં પણ તેની સંડોવણી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ખટોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે ઉન પાટિયા ખાતે રહેતો ૩૧ વર્ષીય મો.હસામુદીન ઉર્ફે બબ્બુ મો. ઈદરીશ ટેલરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૧૨૦૦ રૂપિયાની કિંમતના ચાંદીના ૩ સિક્કા, ૩૦ હજારની રોકડ તથા ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેતો લોખંડનો હથોડો, એક પેચિયું, તથા લોખંડનું ગણેશીયુ કબજે કર્યું હતું.

પોલીસે આ આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી હાલ બેકાર છે અને તે ચોરી કરેલા રોકડા રૂપિયાથી પોતાના વૈભવી શોખ પુરા કરતો હતો. તે લકઝુરીયસ કાર ભાડે કરી મોટા શહેર જેવા કે મુંબઈ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય જગ્યાએ જઈ વૈભવી હોટલ બુક કરતો. ત્યાં તે રાત્રિ રોકાણ કરી વૈભવી શોખ પુરા કરતો હતો અને આ વૈભવી શોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો.

પોલીસની તપાસમાં ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. તેમજ આરોપી રીઢો ઘરફોડ ચોર છે. તેની સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના પાંડેસરામાં બે તથા સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ૩ ગુના મળી કુલ ૫ ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ સુરતના ગોરાટના ઉદ્યોગપતિના બંગલાના 22 રૂમ ચેક કરતાં IT ને દોઢ દિવસ લાગ્યો હતો. ઉદ્યોગપતિ ઉમર જનરલને ત્યાં બીજા દિવસે તપાસમાં રોકડના કરોડોના વ્યવહારો મળી આવ્યા છે. તેમજ 12 લક્ઝુરિયસ કાર મુદ્દે તપાસ ચાલી રહી છે. 12 લક્ઝુરિયસ કારને લાઈનમાં ઊભેલી જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. અધિકારીઓએ એક્સપોર્ટના ડેટાની તપાસ કરી છે. તેમજ જનરલ ગ્રુપની રિંગરોડ પર આવેલી ઓફિસ, માંડવીની ફેક્ટરી ઉપરાંત સ્ટાફના કેટલાક કર્મચારીઓને ત્યાં પણ તપાસ છે.

આ પણ વાંચો :-

યુવાને ટુ વ્હીલર પર યુવતીને ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ, સીસીટીવી વાયરલ

0

Young man tried to lift girl on two wheeler

  • યુવક અને યુવતી એકબીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવકને યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ હતી.

ગાંધીનગર (Gandhinagar) શહેરમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ (CCTV footage) સામે આવ્યા છે. જેમાં ટુ વ્હીલર પર યુવક યુવતીનું (Young Woman) અપહરણ કરવાનો પ્રયાસ કરતો હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલ આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જેથી પોલીસની એક ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના ગ 1 સર્કલ પાસે આવેલા એક ક્લાસીસમાં નોકરી કરતા યુવકે છરી બતાવી યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થયો છે. આ બાબતે યુવતીએ અપહરણ અને છેડતી બાબતની મહિલા પોલીસ મથકમાં અરજી કરી છે. જે બાદ પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનામાં યુવકે પરિચિત યુવતીને બપોરના સમયે ક્લાસીસની બહાર છરી બતાવી હતી. સીસીટીવીમાં દેખાયા પ્રમાણે, યુવકે યુવતીનાં વાળ પકડીને ધમકાવતો હોય તેવું પણ જોવા મળે છે. યુવતીને ઉંચકીને ટુ વ્હીલર ઉપર બળજબરીથી પોતાની આગળ બેસાડીને ક્યાંક લઈ જવાનો પ્રયાસ કરતો પણ દેખાય છે. પરંતુ યુવતીએ તેનો પ્રતિકાર કરતા ટુ વ્હીલર પરથી ઉતરી ગઈ હતી. જે બાદ યુવાન ટુ વ્હીલર લઈને ફરાર પણ થઈ ગયો હતો.

માહિતી એવી પણ મળી રહી છે કે યુવક અને યુવતી એકબીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવકને યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ હતી. યુવતીને યુવક સાથે જવું ન હતું જેથી તેને બળજબરી પણ લઈ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીની હિંમતને કારણે તે બચી ગઈ હતી. જોકે આ અંગેનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થયો છે.

આ પણ વાંચો :-

ગૂગલને ટક્કર આપવા Microsoft એ ChatGPT સાથે લોન્ચ કરી Bing

Microsoft launched Bing with ChatGPT to compete with Google

  • આ પ્રોડક્ટને કંપનીએ ત્યારે લોન્ચ કરી છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે પોતાના નવા AI Bard ની ઘોષણા કરી છે.

Microsoft એ પોતાના સર્ચ ઈંજીન Bing ને ફરીથી લોન્ચ કર્યું છે. આ ઉપરાંત કંપનીએ Edge બ્રાઉઝર પણ લોન્ચ કર્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે સર્ચ ઈંજીન અને વેબ બ્રાઉઝરમાં OpenAIના AI ChatGPT નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પ્રોડક્ટને કંપનીએ ત્યારે લોન્ચ કરી છે જ્યારે તાજેતરમાં જ ગૂગલે પોતાના નવા AI Bard ની ઘોષણા કરી છે. માઈક્રોસોફ્ટની વાત કરીએ તો AI પાવર્ડ Bing સર્ચ ઈંજીન અને Edge બ્રાઉઝરને Bing.com લિમિટેડ પ્રીવ્યૂ માટે રજૂ કરવામાં આવ્યું છે.

લાખો યૂઝર્સ માટે તેને ટુંક સમયમાં રજૂ કરવામાં આવશે. હાલ તેને સેંપલ તરીકે જોઈ શકાય છે. આ સિવાય તમે વેઈટલિસ્ટ માટે સાઈનઅપ પણ કરી શકો છો. કંપનીનું કહેવું છે કે મોબાઈલ માટે પણ ટુંક સમયમાં પ્રીવ્યૂ આવશે.  કંપનીનો દાવો છે કે તેનાથી લોકોને શ્રેષ્ઠ સર્ચ રિઝલ્ટ મળશે. તેનાથી લોકોને પ્રશ્નના પુરા જવાબ મળશે. યૂઝર્સને તેનાથી નવો અનુભવ અને કંટેંટ જનરેટ કરવાની ક્ષમતા મળશે.

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાએ જણાવ્યું કે AI સોફ્ટવેર કેટેગરીને બદલી દેશે. જેની શરુઆત કેટેગરી સર્ચથી થઈ રહી છે. કંપનીનું કહેવું છે કે Bing યૂઝર્સ માટે કંટેંટ જનરેટ કરી શકે છે. તે ઈમેલ પણ લખી શકે છે અથવા તો કોઈ જોબ ઈન્ટરવ્યૂ માટે તૈયારી પણ કરાવી શકે છે. આ સિવાય આવનારા સમયમાં કંપની વધુ નવા ફીચર્સ પણ તેમાં એડ કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર : પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ જવાબદાર નહીં તો…

0

Another big news for the farmers of Gujarat

  • રાજ્યના કૃષિ વિભાગે પાક નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વે પ્રમાણે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુજરાતના (Gujarat) અન્નદાતાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના (State Govt) કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોના પાક નુકસાનીના (Crop damage) સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સર્વેનો રિપોર્ટ રાજ્ય સરકારના કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં પાકના નુકસાન પાછળ કમોસમી વરસાદ (Unseasonal rain) જવાબદાર ન હોવાનું જણાવવામાં આવ્યું છે.

સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો :

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું નથી. રિપોર્ટ પ્રમાણે કમોસમી વરસાદના કારણે નુકસાન ન થયું હોવાના કારણે વળતરની ચૂકવણી કરવામાં આવશે નહીં.

50 તાલુકાઓમાં માવઠા બાદ સર્વેનો અપાયો હતો આદેશ :

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન ગુજરાતના 14 જિલ્લાના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકસાની થઈ હોવાની શક્યતાને પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વેનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો :-

 

આવતીકાલે સ્મૃતિ ઇરાનીની પુત્રીના વિવાહ : 500 વર્ષ પ્રાચીન શાહી કિલ્લામાં લેશે સાત ફેરા 

Smriti Irani’s daughter’s wedding tomorrow

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ અને ઝુબિન ઈરાનીની પુત્રી શેનલ ઈરાની અર્જુન ભલ્લા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ લગ્નનો કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો છે.

રાજસ્થાનના (Rajasthan) નાગૌર જિલ્લાનો ખીંવસર ફોર્ટ ફરી એક વખત ચર્ચામાં છે કારણ કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Union Minister Smriti Irani) અને જુબીન ઈરાનીની દીકરી શેનેલ ઈરાનીની (Shanel Irani) અર્જુન ભલ્લા (Arjun Bhalla) સાથે આ જ કિલ્લામાં લગ્ન થવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે લગ્નના આયોજન માટે ખિંવસર કિલ્લો (Khinwsar Fort) 7મી, 8મી અને 9મી ફેબ્રુઆરી સુધીના ત્રણ દિવસ માટે બુક કરવામાં આવ્યો છે.

સાથે જ સ્મૃતિ ઈરાનીની પુત્રીના લગ્ન માટે ખિંવસર કિલ્લાને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ સુધી આ કિલ્લામાં 3D લાઈટ અને સાઉન્ડ સાથે નાચ-ગાન અને બધી જ લગ્નની વિધિઓ કરવામાં આવશે. આ સાથે જ બારાત અને ફેરા માટે પણ ખાસ સજાવટ કરવામાં આવી રહી છે.

લગ્નમાં નહીં આવે કોઈ વીવીઆઈપી ગેસ્ટ  :

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ અને ઝુબિન ઈરાનીની પુત્રી શેનલ ઈરાની અર્જુન ભલ્લા સાથે લગ્ન કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે આ લગ્નનો કાર્યક્રમ ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યો છે. માત્ર પરિવારના સભ્યો એનએ નજીકના મિત્રોને જ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ આ લગ્નમાં કોઈ મોટા વીવીઆઈપીના આગમનની પુષ્ટિ પણ થઈ નથી.

શનીલ ઈરાની ઝુબિન ઈરાનીની પહેલી પત્નીની પુત્રી છે અને તે જ સમયે સ્મૃતિ અને ઝુબિન ઈરાનીને બે બાળકો છે. જોર અને જોઈશ. શેનલ ઈરાનીએ તેના જીવનને છુપાવી રાખ્યું છે. તેથી તેના વિશે વધુ માહિતી મળી નથી.

1523 માં ખીવંસર કિલ્લાનું નિર્માણ થયું હતું :

મારવાડથી જોધપુર આવી રહેલ મહારાજા રાવ જોધાના આઠમા પુત્ર જેઓ તેમની સેના સાથે મુઘલ યુદ્ધ લડવા માટે ખીવંસર પહોંચ્યા હતા. તે સમય દરમિયાન ખિંવસાર નાગૌર જિલ્લાના જોધપુરના તત્કાલીન રાજા હેઠળ હતું. તે સમયે 1523માં ખિંવસર કિલ્લાનું નિર્માણ થયું હતું. હાલ આ દિવસોમાં ખિંવસર કિલ્લો રાજસ્થાન સરકારના ભૂતપૂર્વ મંત્રી ગજેન્દ્ર સિંહ ખિંવસરની માલિકીનો છે.

આ પણ વાંચો :-

જો ભારતમાં ધરા ધ્રુજી તો ગુજરાતના આ શહેર સહિત 38 શહેરોમાં મચી શકે છે ભારે તબાહી

0

If there is an earthquake in India

  • તુર્કી-સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપ આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. ગુજરાતનો આ વિસ્તાર પણ ભૂકંપના ઝોન 5માં આવે છે.

તુર્કી-સીરિયામાં (Turkey-Syria) સોમવારે વહેલી સવારે આવેલા શક્તિશાળી ભૂકંપ અને ત્યારબાદ આવેલા આફ્ટરશોક્સે ખુબ તબાહી સર્જી છે. ભૂકંપની (Earthquake) તીવ્રતા એટલી તેજ  હતી કે હજારો બિલ્ડિંગ તૂટી પડી અને 8000 જેટલા લોકોના જીવ ગયા. આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ દેશે આ પ્રકારના તેજ ભૂકંપના આંચકા મહેસૂસ કર્યા. ભારત પણ અગાઉ આ પ્રકારના ઝટકાનો સામનો કરી ચૂક્યું છે. જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા.

ભારતમાં ભૂકંપના કેટલા ઝોન :

ભારતમાં વિનાશકારી ભૂકંપનો ઈતિહાસ રહ્યો છે. ભારતના ભૌગોલિક આંકડા જણાવે છે કે લગભગ 59 ટકા જમીન ભૂકંપની ઝપેટમાં છે. દેશને ચાર ભૂકંપ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી ઝોન 5 ભૂકંપની રીતે સૌથી સક્રિય ક્ષેત્ર છે જ્યારે ઝોન 2 સૌથી ઓછો છે. દેશના લગભગ 11 ટકા ક્ષેત્ર ઝોન 5માં આવે છે. જ્યારે 18 ટકા ઝોન 4માં, 30 ટકા 3 ઝોનમાં અને ઝોન 2માં બાકીનો હિસ્સો આવે છે.

ગુજરાતનો આ ભાગ પર જોખમ :

ભારતમાં ભૂકંપનો પાંચમો ઝોન સૌથી ખતરનાક છે. જેમાં પૂર્વોત્તરના તમામ રાજ્યો, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને ગુજરાતના કચ્છનું રણ અને આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ આવે છે.

ભૂંકપ ઝોન                                          તેની તીવ્રતા

ઝોન 5 (ખુબ ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર)    9 કે તેનાથી વધુ

ઝોન 4 (ગંભીર તીવ્રતાવાળો વિસ્તાર)           8ની તીવ્રતા

ઝોન 3 (મધ્યમ તીવ્રતાવાળો વિસ્તાર)           7ની તીવ્રતા

ઝોન 2 (ઓછી તીવ્રતાવાળો વિસ્તાર)           6 કે તેનાથી ઓછી તીવ્રતા

ભારતમાં ક્યારે ક્યારે આવ્યો ભૂકંપ :

ભારતમાં આમ તો અનેકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થાય છે પરંતુ તેમાં કેટલાક ભૂકંપ એટલા વિનાશકારી રહ્યા જેમાં હજારો લોકોના જીવ ગયા. દેશમાં પાંચ ભૂકંપ ખુબ વિનાશકારી સાબિત થયા.

1. અસમમાં 15 ઓગસ્ટ 1950ના રોજ ભૂકંપ આવ્યો હતો. 8.6ની તીવ્રતાવાળા આ ભૂકંપે અસમ અને તિબ્બતમાં ખુબ તબાહી મચાવી હતી. અસમમાં 1500થી વધુ લોકો માર્યા ગયા હતા.

2. મહારાષ્ટ્રના લાતુર- ઉસ્માનાબાદ, કિલ્લારીમાં 1993માં 6.3ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો જેણે 11 હજાર લોકોના જીવ લીધા.

3. 1991માં ચમોલીમાં આવેલા ભૂકંપના કારણે 2000 લોકોના મોત થયા હતા.

4. 2001માં ગુજરાતમાં ભૂજમાં આવેલા ભૂકંપે કાળો કેર વર્તાવ્યો હતો. 7.7ની તીવ્રતાવાળા આ ભૂકંપમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 4 લાખથી વધુ ઈમારતો તબાહ થઈ હતી.

5. સિક્કિમમાં વર્ષ 2011માં આવેલા ભૂકંપમાં 111 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો :-

દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો, અમદાવાદમાં બાળક નશામાં લથડિયા ખાતો જોવા મળ્યો

0

In a shocking video for every Gujarati

  • અમદાવાદમાં નાની ઉંમરનો બાળક લથડિયાં ખાતી હાલતમાં સિગરેટ પીતો હોવાનો વીડિયો વાયરલ. ડ્રગ્સ માફિયાઓની ચુંગાલમાં ફસાયું બાળપણ. લાખો માતાપિતા માટે બન્યો ચિંતાનો વિષય.

ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસના નાક નીચે ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો વીડિયો હવે ગુજરાતની ગલીએ ગલીએ ફેલાયો છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું (Drugs and alcohol) દૂષણ એટલું ફેલાયું છે કે, યુવા વર્ગ તો નશામાં ડૂબ્યો જ હતો. પરંતું હવે નાની ઉમરના બાળકો પણ નશીલા બની રહ્યાં છે. અમદાવાદમાં (Ahmedabad) રસ્તા પરથી જતા બાળકનો લથડિયા (Lathiya) ખાતો વીડિયો દરેક ગુજરાતી માટે ચોંકાવનારો વીડિયો છે.

તમને થશે કે નાની ઉંમરનો બાળક રસ્તા ઉપર નશાની હાલતમાં? શું ગુજરાતમાં નશાની લતમાં બાળપણ બરબાદ થઈ રહ્યું છે. અમદાવાદ શહેરનો આ આંખ ખોલતો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ થયો છે. નશામાં ડુબેલો અને હાથમાં સિગરેટ પીતા બાળકનો વીડિયો થયેલો આ વાયરલ કેમ ગુજરાત પોલીસને હજુ સુધી જોવા મળ્યો નથી.

ગુજરાતનાં દરેક માતાપિતા માટે ચેતવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેમાં અમદાવાદના જાહેર રસ્તા પર નશામાં લથડિયાં ખાતો એક બાળક દેખાઈ રહ્યો છે. શું આટલા નાના બાળકે દારૂ કે ડ્રગ્સનો નશો કર્યો હશે? લથડિયાં ખાતા બાળકનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શું નશાની લતમાં બાળપણ બરબાદ થઈ રહ્યું છે.

નાની ઉંમરનો બાળક રસ્તા ઉપર નશાની હાલતમાં દેખાઈ રહ્યો છે. ત્યારે આવા બાળકોને નશો કરાવવો કેટલો યોગ્ય. કેમ માતાપિતા પોતાના સંતાનોનું ધ્યાન નથી રાખતા. તો સાથે અમદાવાદમાં પણ ડ્રગ્સ અને દારૂનું દૂષણ એટલુ ફેલ્યું છે કે સરળતાથી મળી રહે છે. ત્યારે નશાની લતમાં બાળપમ બરબાદ થઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

શું બદલાઈ જશે ગુજરાતના આ સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ ? જાણો કેમ થઈ રહી છે ચર્ચા

0

Will the name of this biggest and historical

  • આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી.

રાષ્ટ્રપતિ ભવનના (Rashtrapati Bhavan) ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું (Mughal Garden) નામ અમૃત ઉદ્યાન કરવામાં આવ્યા બાદ એકવાર ફરીથી હવે નામ બદલવાની માંગણીઓ થવા લાગી છે. આરએસએસના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવે ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની માંગણી ઉઠાવી છે.

NBT ના રિપોર્ટ મુજબ ABVP નું કહેવું છે કે આ એક રાજકીય મુદ્દો નથી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે. તેને એ જ રીતે લેવાવો જોઈએ. આવું પહેલીવાર નથી બન્યું કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી થઈ રહી છે. આ અગાઉ પણ ગુજરાતના સૌથી મોટા અને ઐતિહાસિક શહેરનું નામ બદલવાની માંગણી ઉઠતી રહી છે.

2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી જ માંગણી ઉઠી હતી. ત્યારે તત્કાલિન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર નામ બદલવા પર વિચાર કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર એવું શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે.

ABVP શરૂ કરશે મુહિમ :

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરરવા માટે મુહિમ ચલાવશે. આ નિર્ણય હાલમાં જ એબીવીપીની અમદાવાદમાં થયેલી બેઠકમાં લેવાયો હતો. જિલ્લા સ્તર પર થયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો હતો. 500 વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

જેને સર્વસંમતિથી પાસ કરાયો. ત્યારબાદ નક્કી કરાયું કે આ પ્રસ્તાવને એબીવીપી હવે અમદાવાદના મેયર કલેક્ટરને સોંપશે. એબીવીપીના પ્રદેશ મંત્રી યુતિ ગજરેએ કહ્યું કે પાંચસો વિદ્યાર્થીઓ વચ્ચે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો. હવે આ પ્રસ્તાવને લઈને અમે સંબંધિત અધિકારીઓને મળીશું અને નામકરણની માંગણી કરીશું.

કર્ણદેવે વસાવ્યું શહેર :

અમદાવાદનું નામ બદલવાની માંગણી કરનારાઓની એવી દલીલ છે કે 1411માં મુસ્લિમ શાસક અહમદ શાહે જ્યાં કબજો જમાવ્યો અને  તેનું નામ અહમદાબાદ કરી નાખ્યું. જે અમદાવાદ પણ કહેવાય છે. અમદાવાદનું અસલ નામ કર્ણાવતી છે. તેની પાછળ દલીલ એવી છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે અશાવલ ભીલ નામના રાજાને હરાવીને હાલનો પ્રદેશ જીત્યો હતો અને ત્યારબાદ તે જગ્યાનું નામ કર્ણાવતી રાખ્યું હતું.

આથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ. હિન્દુ સંગઠનો અગાઉ પણ આ માંગણી કરતા આવ્યા છે. ભાજપની અમદાવાદ શાખાના નામ પર અમદાવાદની જગ્યાએ કર્ણાવતી જ લખવામાં આવે છે. શહેરની વાત કરીએ તો શહેરમાં કર્ણાવતી નામની એક ક્લબ  પણ છે.

આ ઉપરાંત કર્ણાવતી દાબેલી નામની એક જાણીતી દુકાન પણ છે. આ સિવાય વેસ્ટર્ન રેલવે પણ કર્ણાવતી એક્સપ્રેસનું સંચાલન કરે છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડે છે. આ ઉપરાંત અમદાવાદમાં એક ખાનગી યુનિવર્સિટીનું નામ પણ કર્ણાવતી યુનિવર્સિટી છે.

આ પણ વાંચો :-