Home Blog Page 1176

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના જામનગરના એક કેસમાં આવ્યો ચુકાદો, જાણો સજા મળી કે રાહત ?

0

Verdict in a case of Jamnagar against

  • ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના 2017ના કેસમાં આજે જામનગર કોર્ટે આપ્યો છે ચુકાદો. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કર્યાં.

જામનગર કોર્ટમાં (Jamnagar Court) ચાલી રહેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેના કેસમાં ચુકાદો આવી ગયો છે. 2017 ના કેસમાં જામનગરની કોર્ટે હાર્દિક પટેલને (Hardik Patel) નિર્દોષ જાહેર કર્યા છે. 2017 ના કેસમાં જામનગર કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. જેમાં પાસ કન્વીનર અંકિત ધેડિયા (Ankit Dhedia) અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો, ત્યારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયા છે.

ઉલ્લેખનીય છે કે 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી.

જેને લઈને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ (Political speech) કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડી.ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે.

4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હતી પરંતુ સભામાં રાજકીય ભાષણ થતા ફરિયાદ થઈ હતી. જેને લઈને કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ધેડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો.

આ પણ વાંચો :-

કોણ પડે આવી જફામાં ! ભારતની આટલા ટકા મહિલાઓને નથી લેવો ‘પરણવાનો સ્વાદ’, કારણ ચોંકાવનારુ

0

Who falls into such a trap! Such a percentage of Indian

  • ભારતમાં લગ્નને લઈને ડેટિંગ એપ Bumbleએ હાલમાં એક સર્વે જાહેર કર્યો છે જેમાં 81% મહિલાઓએ કહ્યું કે તેઓ લગ્ન કે રિલેશનશિપ વિના વધુ ખુશ રહે છે.

ભારતમાં લગ્ન અને રિલેશનશિપને (Marriage and Relationships) લઈને કરવામાં આવેલ સર્વેનાં આંકડા સામે આવ્યાં છે. આ સર્વે લગ્ન અને રિલેશનશિપ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કરવામાં આવ્યો હતો જે એક ડેટિંગ એપ બંબલ Bumble દ્વારા કરવામાં આવ્યો છે. બંબલનાં અધ્યયન મુજબ 5માંથી આશરે 2 (39%) ડેટિંગ કરતી ભારતીયોનું (Indians) માનવું છે કે તેમના પરિવારજનો તેમને લગ્નની સીઝન દરમિયાન પાત્ર શોધવાનું કે લગ્ન કરવાનું કહેતા રહે છે.

39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે :

સર્વે દરમિયાન પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરવા ઈચ્છે છે? આ પ્રશ્ન પર 39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે. ભારતમાં થનારાં લગ્નની સીઝન દરમિયાન સર્વેક્ષણમાં શામેલ અવિવાહિત ભારતીયોમાંથી લગભગ 33% લોકોનું કહેવું છે કે એક પ્રતિબદ્ધ, લોન્ગટર્મ સંબંધમાં પ્રવેશ કરવા માટે તેઓ દબાણનો અનુભવ કરે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય માટે ચાલનારાં લગ્નનાં સંબંધમાં જોડાવા માટે તેઓ મજબૂર થઈ રહ્યાં છે.

81% મહિલાઓ એકલા રહેવા ઈચ્છે છે :

એક રિપોર્ટ અનુસાર ડેટિંગ એપ બંબલે જણાવ્યું કે ભારતમાં 81% મહિલાઓનું કહેવું છે કે તેઓ અવિવાહિત રહેવા અને એકલા રહેવામાં વધુ ખુશ અને આરામદાયક અનુભવ કરે છે. 81% મહિલાઓનું કહેવું છે કે સિંગલ રહેવામાં જ તેઓ સૂકુન અનુભવે છે.

63% લોકોનું કહેવું છે કે તેઓ પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને આવશ્યકતાઓની આગળ નમશે નહીં. એક સર્વે અનુસાર 83% મહિલાઓનું કહેવું છે કે તેઓ ત્યાં સુધી રાહ જોશે જ્યાં સુધી તેમને કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળતી.

આ પણ વાંચો :-

ઓપરેશન દોસ્ત : તુર્કીયેમાં લોકોની મદદ કરતાં જવાનોની આ તસવીરો જોઈ દરેક ભારતીયને થશે ગર્વ 

Operation Dost

  • તુર્કીયે અને સીરિયામાં આવેલા ભયાનક ભૂકંપે હજારો લોકોના જીવ લીધા છે. આ તરફ હાલમાં અહીં બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાના સતત પ્રયાસો ચાલુ છે.

આ દરમિયાન તુર્કીયેથી (Turkey) એક એવા સમાચાર આવ્યા છે. જેને સાંભળીને દરેક ભારતીય ગર્વ અનુભવશે. આપણી NDRF ટીમે કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને બચાવી છે.

તુર્કીયે અને સીરિયામાં આવેલા તીવ્ર ભૂકંપના કારણે 15 હજારથી વધુ લોકોના મોત થયા છે.સંકટની આ ઘડીમાં ભારત સરકારે તુર્કીયે તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારત તરફથી ઓપરેશન દોસ્ત હેઠળ માનવતાના ધોરણે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

ભારત સરકાર દ્વારા ન માત્ર તુર્કીયેને તબીબી સહાય પણ NDRFની ત્રણ ટીમોને રાહત અને બચાવ માટે મોકલવામાં આવી છે.

ભારતીય સેનાએ ભૂકંપ પ્રભાવિત તુર્કીયેના હતેય પ્રાંતમાં એક ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે, જેણે કામ પણ શરૂ કરી દીધું છે. તેમાં સર્જરી અને ઈમરજન્સી વોર્ડ છે.

તુર્કીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં તુર્કીની એક મહિલા ભારતીય સૈન્યની મહિલા અધિકારીને ગળે લગાવે છે. ભારતીય સેનાએ ભૂકંપના પીડિતોની મદદ માટે આપત્તિ રાહત ટીમો અને આર્મી ફિલ્ડ હોસ્પિટલ તૈનાત કરી છે.

આ પણ વાંચો :-

રૂપિયા ખાંઉ CGST ના આસિ.કમિશનર ! રેડમાં એટલી સંપત્તિ મળી કે અધિકારીઓને ગણતરી કરતી વખતે આવી ગયાં આંખે અંધારા 

0

Rupee Khanu Assistant Commissioner of CGST

  • CBI ની કચ્છમાં મોટી કાર્યવાહી, ગુજરાતમાં એક GST અધિકારી લાંચ લેતા ઝડપાયો તો અન્ય એક CGST ના આસિ.કમિશનર પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી હોવાનું સામે આવ્યું.

GSTના આસિસ્ટન્ટ કમિશ્નર (Assistant Commissioner of GST) પાસેથી બેહિસાબી સંપત્તિ મળી આવી છે. સીબીઆઈની તપાસમાં અધિકારી મહેશ ચૌધરીના (Mahesh Chaudhary) ત્યાંથી આવક કરતા 74 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. મહેશ ચૌધરીનું કચ્છના ગાંધીધામમાં પોસ્ટિંગ છે. અમદાવાદમાં (Ahmedabad) કરોડોનું ઘર છે.

સાથે જ રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડોની સ્થાવર-જંગમ મિલકતો છે. ગાંધીધામમાં ફરજ બજાવતા મહેશ ચૌધરીની સંપત્તિ આવક કરતા વધારે હોવાની માહિતી બાદ દિલ્લીની સીબીઆઈ ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં આ માહિતી સામે આવી છે. અપ્રમાણસર મિલકત મળી આવ્યા બાદ અધિકારી સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં CBIની કાર્યવાહી કરવામાં આવી છે આસિ. કમિશનર અને તેમના પત્ની સામે CBIમાં ફરિયાદ  થઈ છે.

CBIના તપાસમાં રૂપિયા 42 લાખ કરતાં વધુની રોકડ મળી આવી છે. આ સાથે  BIને અંદાજ છે કે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળશે. આ અધિકારી ટેક્સની ચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા માટે પૈસા લેતો હતો અને આવી જ રીતે કરોડોની સંપતિ ઉભી કરી છે.

CGST ના આસિસ્ટન્ટ કમિશ્નર અને પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. CBI ને તપાસ દરમિયાન 42 લાખની રોકડ મળી આવી. 2017 થી 2021 સુધીના સમય ગાળા દરમિયાન અધિકારી દ્વારા આ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હતો. CBI દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

CBI ને અત્યાર સુધી દંપતીના ઘરમાંથી વિદેશી ચલણ, જ્વેલરી અત્યાર સુધી મોંઘી ઘડિયાળો અને પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. CBI ને 3 કરોડ 71 લાખ જેટલી અપ્રમાણસર મિલકતો તપાસમાં મળી આવી.

આ પણ વાંચો :-

છોકરીઓ પટાવી-પટાવીને થાક્યો શખ્સ, જાદુથી કરી મૂકી ‘કામાયુક્ત’, 7ને બનાવી ઘરવાળી

Tired of beating girls

  • થાઈલેન્ડના એક શખ્સે દાવો કર્યો છે કે તેની અંદર છોકરીઓને પ્રેમમાં પાગલ કરી દેવાની સૂઝ છે અને તેને કારણે તેણે ઘણી છોકરીઓ સાથે લફરાવાળી કરી અને સાતને પત્ની પણ બનાવી લીધી.

લગ્ન (Marriage) વગર ચાલે નહીં પરંતુ એક લગ્નજીવનમાં એક પત્નીને પણ જાળવી રાખવી લોઢાના ચણા ચાવવા સમાન હોય છે ત્યારે જો કોઈ વ્યક્તિ એક નહીં સાત-સાત પત્નીઓ (Seven-seven wives) સાથે એકદમ સારી રીતે રહેતો જોવા મળે તો તે ચમત્કાર જ ગણી શકાય.

સાત પત્નીઓના કુલ 9 બાળકો :

થાઈલેન્ડમાં એક પુરુષ છે, જેને સાત પત્નીઓ છે. નવાઈની વાત તો એ છે કે આ સાત પત્નીઓ પોતાના પતિ સાથે એક જ ઘરમાં સાથે રહે છે. સાત પત્નીઓવાળા પુરુષનો દાવો છે કે તેનામાં એવા ગુણ છે જે મહિલાઓને તેના પ્રેમમાં પાગલ બનાવી દે છે. આ વ્યક્તિને સાત પત્નીઓના કુલ 9 બાળકો છે.

આ વ્યક્તિએ જે 7 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે તેમાં મોટાભાગની એવી મહિલાઓ છે જેમને તે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અથવા મિત્રોના માધ્યમથી મળ્યો હતો. થાઈલેન્ડના નખમ પથમ પ્રાંતમાં રહેતા નટ્ટાપોંગ છાબલેમની ઉંમર 34 વર્ષ છે.

ફ્લર્ટ કરવામાં એટલો પારંગત કે છોકરીઓ થઈ જાય છે પ્રેમમાં પાગલ :

છાબલેમનો દાવો છે કે તે ફ્લર્ટ કરવામાં એટલો પારંગત છે કે છોકરીઓ તેના પ્રેમમાં પાગલ થઈ જાય છે. છાબલેમની ઉંમર 34 વર્ષ છે. વ્યવસાયે સેલ્સમેન હાલમાં તેની પત્નીઓ અને 9 બાળકો સાથે એક જ મકાનમાં રહે છે. ઘણા લગ્નો વિશે વાત કરતાં છેબલેમે કહ્યું, “હું ખૂબ ફ્લર્ટ કરું છું. મારામાં એવા ગુણો છે જે સ્ત્રીઓને મારા પ્રેમમાં પાગલ બનાવે છે. હું જુદી જુદી સ્ત્રીઓ સાથે છુપાવી શકતો નથી, તેથી મારી બધી પત્નીઓ સાથે રહે છે.

7 પત્નીઓને જુદી જુદી રીતે પટાવી :

થાઈલેન્ડના આ શખ્સનો દાવો છે કે તેણે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ સાત પત્નીઓને પટાવી હતી. જોકે તે દરેકને તેની અગાઉની પત્ની વિશે વાત કરતો, એક રીતે તે ચોરી છુપીથી છીનાળવા કરતો નથી પરંતુ જાહેરમાં પત્નીઓને તેની ગર્લફ્રેન્ડ વિશે જણાવી દે છે.

તેનો દાવો છે કે આજ દિન સુધી એક પણ છોકરીએ તેની પ્રેમની પ્રપોઝલ ઠુકરાવી શકી નથી કારણ કે તેની અંદર પ્રેમનો જાદુ છે જેેને કારણે છોકરીઓ ગાંડી થઈ જાય છે. મજાની વાત એ છે કે શખ્સ હવે લફરાં કરી કરીને થાકી ગયો છે અને તેને હવે આરામ કરવો છે એટલે કે તેણે સાત છોકરીઓને પત્ની બનાવીને ઘર માંડી દીધું. હવે તેણે છોકરીઓને પટાવવાનું બંધ કર્યું છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ 15 પૂર્વ ધારાસભ્યોનો પગાર અટક્યો : તો આટલાંને નોટિસ, જાણી લો કોણ કોણ છે ?

0

The salary of these 15 former MLAs of Gujarat has stopped

  • ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે.

ગુજરાતના કરોડપતિ ધારાસભ્યો (Millionaire MLAs) પ્રજા સામે મસમોટી વાતો કરે છે પણ એમના ઘરના ખિસ્સામાંથી કંઇ પણ કાઢવાનું આવે તો ચૂપ થઈ જાય છે. ગુજરાતમાં ગાંધીનગરમાં (Gandhinagar) એમને ક્વાર્ટસ ફળવાયા છે. એ પદ ગયા બાદ પણ ખાલી ના કરતા અને પ્રજાના પૈસે તાગડધિન્ના (Money tight) કરતા આવા 25 પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારાઈ છે.

વિધાનસભા સચિવાલયની કડક કાર્યવાહી શરૂ ક્વાટર્સ ખાલી નહીં કરનારા ૧૫ પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવાયો છે. કોઈ પણ ચૂંટણી લડવા નો- ડ્યૂ સર્ટિ (No-Due Certificate) અનિવાર્ય છે અને આ ભાડું ચૂકવે તો જ સર્ટિ મળે છે. બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને નવા ધારાસભ્યો માટે રહેવા માટે ક્વાટર્સ ફાળવી શકાતા નથી.

સેક્ટર- ૨૧ સ્થિત ધારાસભ્ય નિવાસ સંકૂલમાં ફાળવેલા ક્વાટર્સ ખાલી નહિ કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યો સામે વિધાનસભા સચિવાલયે કાર્યવાહી શરૂ કરી છે. ૧૫મી વિધાનસભાની રચના પછી સવા મહિનામાં વારંવાર સૂચના પછી પણ ગત સપ્તાહના રવિવાર સુધીમાં ક્વાટર્સ ખાલી ન કરનારા ૧૫ જેટલા પૂર્વ ધારાસભ્યોના પગાર અટકાવી દેવાયો છે. હવે તેમની પાસેથી ભાડુ વસુલ્યા બાદ જ વિધાનસભા સચિવાલય નો-ડ્યુ સર્ટિફિકેટ આપશે.

૧૪મી વિધાનસભાનો ભંગ થયા બાદ માંગરોળના બાબુ વાજા, કાલોલના સુમન ચૌહાણ, રાપરના સંતોક અરેથિયા, માણસાના સુરેશ પટેલ, ભરૂચના દુષ્યંત પટેલ, ખંભાળિયાના વિક્રમ માડમ, અમરાઈવાડીના જગદિશ પટેલ, દરિયાપુરના ગ્યાસુદ્દિન શેખ, મહુવાના રાધવજી મકવાણા, કપડવંજના કાળુભાઈ ડાભી, આણંદના કાંતિ સોઢા પરમાર સહિતના પૂર્વ ધારાસભ્યોએ મકાન ખાલી કર્યા નહોતા. ૧૫ પૈકી ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને વિસાવદરના હર્ષદ રિબડીયાએ તો ચૂંટણી પૂર્વે જ ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ.

જ્યારે નવી સરકારમાં મંત્રીપદ મળતા મંત્રી નિવાસમાં બંગલો મળ્યા બાદ પણ પરસોત્તમ સોલંકીએ ક્વાટર્સ ખાલી કર્યુ નહોતુ. જેના કારણે ૧૫મી વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ક્વાટર્સ મળ્યા નહોતા. આથી, વિધાનસભાએ આ કાર્યવાહી કરી છે. આમ હવે ધારાસભ્યોએ આ ક્વાર્ટસ ખાલી કરી દેવાની સાથે ચૂકવણા પણ કરી દેવા પડશે.

આ પણ વાંચો :-

 

 

એક એવી જગ્યા. જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ, જ્યારે પુરુષો માટે હોય છે ‘ગુપ્ત યાત્રા’

Such a place

  • દુનિયામાં એક ટાપુ એવો છે જ્યાંની પરંપરા ખુબ ચોંકાવનારી છે. આ અનોખી જગ્યા પર મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત પુરુષો જ આવી શકે છે. આ પાછળ શું કારણ છે તે અમે તમને જણાવીશું.

દુનિયામાં એક ટાપુ એવો છે જ્યાંની પરંપરા ખુબ ચોંકાવનારી છે. આ અનોખી જગ્યા પર મહિલાઓના (Woman) પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં ફક્ત પુરુષો જ આવી શકે છે અને સમુદ્રના દેવી (Goddess sea) સ્વરૂપને પૂજે છે. આ પરંપરા પાછળનું શું કારણ છે તે અમે તમને જણાવીશું.

જે જગ્યાની અમે વાત કરીએ છીએ તે જાપાનમાં (Japan) આવેલો ઓકિનોશિમા ટાપુ (Okinawa Island) છે. આ ટાપુને યુનેસ્કોએ વિશ્વ ધરોહર જાહેર કરેલો છે. આ ટાપુ કુલ 700 વર્ગ મીટરમાં ફેલાયેલો છે. એવું કહેવાય છે કે ચોથીથી નવમી સદી સુધીમાં આ ટાપુ કોરિયન ટાપુ અને ચીન વચ્ચે વેપારનું કેન્દ્ર રહ્યા કરતો હતો.

આ ટાપુને ધાર્મિક રીતે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ટાપુમાં પ્રાચીન કાળથી ચાલી આવતા ધાર્મિક પ્રતિબંધો આજે પણ એ જ રીતે માન્ય છે. અહીં આવનારા પુરુષો માટે પણ કેટલાક કપરા નિયમો છે જેનું તેમણે પાલન કરવું જ પડે છે. એવું કહેવાય છે કે અહીં જતા પહેલા પુરુષોએ ન્હાવું જરૂીર છે. અહીંના નિયમો એટલા કડક છે કે આખા વર્ષમાં ફક્ત 200 પુરુષો જ અહીં આવી શકે છે. પુરુષોએ અહીં આવતી વખતે પોતાની સાથે કોઈ પણ ચીજ લાવવાની હોતી નથી કે લઈ જવાની મંજૂરી નથી.

તેમની આ યાત્રા સંપૂર્ણપણે ગુપ્ત જ રહેવી જોઈએ. એક રિપોર્ટ મુજબ અહીં મુનાકાતા તાઈશા ઓકિત્સુ મંદિર છે. જ્યાં સમુદ્રની દેવીની આરાધના થાય છે. એવું કહેવાય છે કે 17મી સદી દરમિયાન સમુદ્રી પ્રવાસમાં જહાજોની સુરક્ષા માટે આ પૂજા થતી હતી.

આ પણ વાંચો :-

કોર્પોરેટર બની ગયા જજ : રોડ પર જ કરી નાખ્યો છેડતીના કેસનો ફેંસલો અને યુવકને લોહીલુહાણ

Corporator turned judge

  • આણંદમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં સરભરા કરી દેવાની ઘટનાઓ જોવા મળે છે. જોકે અહીં ઘટનામાં ખુદ નેતાજી પોતે જ જજ બની ગયા હતા. અહીં સુધી કે નેતાજી સાથે અન્ય જનતા પણ જોડાઈ ગઈ હતી.

આણંદના (Aanad) રસ્તા પર જાહેરમાં યુવક પર છેડતીના મામલે તૂટી પડ્યા હતા અને તેને લોહી લુહાણ (bloodbath) કરી દીધો હતો. પ્રાપ્ત વિગત અનુસાર યુવકને બાદમાં પોલીસ સ્ટેશને લઈ જવાયો હતો પણ પોલીસ તે બાબતથી અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ગુરુવારે આણંદમાં રસ્તા પર જ ઘટના બની. જ્યાં એક યુવક આરોપી જાહેર થયો અને રોડ પર જ લોકોએ તેનો કેસ પણ નોંધી દીધો અને જાહેરમાં જ તેનો કેસ ચાલી પણ ગયો અને જાણે કે તેને જાહેરમાં જ સજા પણ સંભળાવીને અમલમાં મુકી દેવાઈ અને આ ઘટનાના મુખ્ય જજ બની ગયા સ્થાનીક કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર ઈકબાલ મલેક. બન્યું એવું કે આણંદ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ મલેકે જાહેરમાં વિદ્યાનગર રોડ પર એક યુવક સાથે મારપીટ કરી હોવાનો એક વીડિયો ફરતો થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકને માર મારવામાં ન માત્ર ઈકબાલ મલેક પણ અન્ય લોકો પણ જોડાયા હતા. લોકોએ યુવકને ખુબ માર માર્યો હતો. જેના કારણે યુવકને મોંઢાના ભાગેથી લોહી પણ વહેવા લાગ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે પરંતુ અહીં તે વીડિયો દર્શાવી શકાય તેવો નથી.

આણંદના વિદ્યાનગર રોડ પર એક યુવક પર સ્થાનીક કોર્પોરેટરથી લઈ અન્ય લોકોનું ટોળું તૂટી પડયું હતું. જોકે આ ઘટનામાં લોકોનું કહેવું છે કે યુવક એક મહિલા સાથે છેડછાડ કરી રહ્યો હતો. જોકે તેની સત્તાવાર કોઈ વિગતો મળી રહી નથી. કાઉન્સીલર દ્વારા યુવકને માર મારીને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બાદમાં પોલીસ મથકે લઈ જવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે જોકે પોલીસ આ બાબતે અજાણ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

Lok Sabha Election 2024 : સર્વેના આંકડાએ ભાજપને ચોંકાવ્યું, ૨૦૨૪માં ભાજપને પરસેવો પડાવી દેશે આ પક્ષ..

0

Lok Sabha Election 2024

  • લોકસભા ચૂંટણી 2024 અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ એકવાર ફરીથી કાર્યકરોમાં જીત માટે જોશ ભરી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ પણ ગ્રાઉન્ડ સ્તર પર કામ કરી રહી છે. આ બધા વચ્ચે એક તાજો સર્વે સામે આવ્યો છે.

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અંગે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સત્તાધારી ભાજપ એકવાર ફરીથી કાર્યકરોમાં જીત માટે જોશ ભરી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ (Congress) પણ ગ્રાઉન્ડ સ્તર પર કામ કરી રહી છે. આ બધા વચ્ચે એક તાજો સર્વે સામે આવ્યો છે જેનાથી ખબર પડે છે કે ભાજપને લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Election) કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો તરફથી પણ ટક્કર મળી શકે છે. આંકડા સાક્ષી પૂરે છે.

એક તાજો સર્વે કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટુડે અને સી વોટરના આ તાજા સર્વેમાં તમામ પાર્ટીઓના વોટશેર પર નજર ફેરવીએ તો ભાજપની સરખામણીએ કોંગ્રેસ ઘણી પાછળ છે પરંતુ અન્ય પક્ષોને જોઈએ તો તે ભાજપની બરાબર પહોંચે છે. સર્વેમાં કુલ મતોના 22 ટકા કોંગ્રેસને મળતા દેખાડવામાં આવ્યા છે. જ્યારે 39-39 ટકા મત ભાજપ અને અન્યના ખાતામાં જઈ રહ્યા છે.

જો કે ગત સામાન્ય ચૂંટણીની સરખામણીમાં ભાજપની ટકાવારી વધી છે. પરંતુ વોટ શેરમાં ઉતાર ચ ઢવ કઈ રીતે ફાયદો કે નુકસાન પહોંચાડી શકે છે તે ભાજપ કરતા વધુ સારું કોણ સમજી શકે છે. 2014માં ભાજપના વોટશેરમાં વધારાએ પાર્ટીને એક ઝટકે સત્તામાં પહોંચાડી દીધી હતી. જ્યારે 2009માં 200 કરતા વધુ સીટ મેળવનારી કોંગ્રેસ તળીયે પહોંચી ગઈ હતી. 2014માં કોંગ્રેસને માત્ર 44 બેઠક મળી હતી.

ભાજપ માટે આ  છે રાહતની વાત :

આ બધા વચ્ચે ભાજપ માટે એક રાહતની વાત એ જરૂર હોઈ શકે કે અન્ય પક્ષોના વોટશેરમાં ગત 1.5 વર્ષથી ઘટાડો જોવા મળી રહ્યો છે. દોઢ વર્ષ વચ્ચે થયેલા ત્રણ સર્વેમાં અન્ય પક્ષોનો આંકડો 43 ટકાથી ઘટીને 39 ટકા પર પહોંચી ગયો છે.

આ બધા વચ્ચે ભાજપનો વોટ શેર 2 ટકા વધીને 37થી 39 ટકા પર પહોંચી ગયો છે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે 2019માં પણ અન્ય પક્ષોને 43 ટકા મત મળ્યા હતા. જેમાં વધારો જોવા મળ્યો હતો અને ઓગસ્ટ 2021ના સર્વેમાં આ 46 ટકા પર પહોંચી ગયો હતો.

જો કે હવે ટેન્શન કોંગ્રેસ પણ આપે છે જેના વોટ શેરમાં ત્રણ સર્વે દરમિયાન 2 ટકાનો વધારો થયો છે. જાન્યુઆરી 2022માં કોંગ્રેસનો વોટ શેર 20 ટકા હતો. જે ઓગસ્ટ 2022માં 21 અને જાન્યુઆરી 2023માં 22 ટકા પહોંચી ગયો હતો.

10 વર્ષમાં ભાજપ-કોંગ્રેસની સ્થિતિ :

2009થી 2019 દરમિયાન ત્રણ લોકસભા ચૂંટણી પર નજર ફેરવીએ તો ભાજપ માટે સારી વાત એ છે કે તેના વોટ શેરમાં સતત વધારો થયો છે. 2009માં ભાજપને 18.8 ટકા મત મળ્યા હતા. ત્યારબાદ 2014મં મોદી લહેરમાં પાર્ટીને 31.34 ટકા મત મળ્યા. જ્યારે મોદી સરકાર 2.0માં ભાજપને 37.76 ટકા મત મળ્યા. આ ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસને 2009માં 28.55 ટકા મત મળ્યા હતા. જ્યારે 2014 અને 2019માં ક્રમશ 19.52 અને 19.70 ટકા મત મળ્યા હતા.

કોની બનશે સરકાર?

સર્વેમાં સવાલ પૂછાયો કે જો હાલ ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તો લોકોએ એનડીએના પક્ષમાં બહુમત આપ્યો. ભાજપના નેતૃત્વવાળા એનડીએને 298 સીટ મળી રહી છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. યુપીએને 153 બેઠકો મળતી જોવા મળે છે.

આ પણ વાંચો :-

10 ફેબ્રુઆરી 2023, આજનું રાશિફળ :  લક્ષ્મીજીની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

10 February 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીય ક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થયા. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ
મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. સંતાની પ્રગતીથી આનંદ થાય. મિત્રોનો સાથ સહકાર મળે તથા જૂના મિત્રોનો મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

મિથુનઃ
વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. એકાઉન્ટ્સ, એડ્વોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશેષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ, નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવાય.

કર્કઃ
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગોમાં સામેલ થઇ શકો. આર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.

સિંહઃ
આવકમાં વધારો થતો જણાય. જૂની ઉઘરાણી છુટી થાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતીથી આનંદ.

કન્યાઃ
વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામા વિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્સટાઇલ, પબ્લીશર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતા‌ની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં વધુ મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતીથી કામ લેવું.

વૃશ્ચિકઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન-મુલાકાતના પ્રસંગ બને.

ધનઃ
આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકો. ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકરઃ
ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃદ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવત્તર બને. જીવનસાથીની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભઃ
માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી-ખાંસી તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીનઃ
મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતા અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી ચિંતામાં વધારો થતો જણાય.

આ પણ વાંચો :-