Home Blog Page 1169

મહિલા IPS-IAS અધિકારીઓની લડાઈ હવે સોશિયલ મીડિયા દ્વારા કોર્ટ પહોંચી, જાણો સમગ્ર મામલો

0

The battle of women IPS-IAS officers

  • કર્ણાટક (Karnataka)માં બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટક્કર આખરે કોર્ટમાં પહોંચી ગઈ છે.

IAS અધિકારી રોહિણી સિંધુરી (Ias Rohini Sindhuri )એ IPS અધિકારી રૂપા ડી (Ips D Roopa Moudgil) સહિત 60 પ્રતિવાદીઓ સામે કેસ દાખલ કર્યો છે. સિંધુરી વતી આ દાવો 21 ફેબ્રુઆરીએ દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે એડિશનલ સિટી સિવિલ અને સેશન્સ જજ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ :

રોહિણીના વકીલે મીડિયા અને રૂપાને તેમની વિરુદ્ધ ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કરવા અને પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશની માંગ કરી હતી. કોર્ટને કહેવામાં આવ્યું કે સેવાના નિયમો મુજબ રોહિણીએ રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ કરી છે. આ સાથે તેમણે રૂપા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. વાસ્તવમાં, રૂપાએ રોહિણી પર ગેરરીતિના અનેક આરોપો લગાવ્યા છે અને તેની તસવીરો અન્ય IAS અધિકારીઓને મોકલી છે.

IPS રૂપાએ IAS રોહિણીની અંગત તસવીરો શેર કરી છે :

કર્ણાટકના IPS ઓફિસર ડી રૂપા મૌદગીલે રવિવારે પોતાના ફેસબુક પેજ પર IAS ઓફિસર રોહિણી સિંધુરીની તસવીરો વાયરલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહિલા IAS અધિકારીએ પુરૂષ IAS અધિકારીઓને તેમના અંગત ફોટા મોકલીને સેવા આચાર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે રોહિણી સિંધુરીએ 2021 અને 2022 વચ્ચે ત્રણ IAS અધિકારીઓને આ તસવીરો મોકલી હતી.

એક દિવસ પહેલા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા :

એક દિવસ પહેલા IPS ઓફિસર ડી રૂપાએ પણ IAS સિંધુરી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે આ અંગે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને મુખ્ય સચિવ વંદિતા શર્માને ફરિયાદ કરી છે.

સિંધુરીએ આરોપોને ફગાવી દીધા હતા :

આ તસવીરો વાયરલ થયા બાદ મહિલા IAS સિંધુરીએ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ડી રૂપા તેમની વિરુદ્ધ ખોટુ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો મેં આ તસવીરો IAS અધિકારીઓને મોકલી છે તો તેમણે તેમના નામ પણ જાહેર કરવા જોઈએ.

ક્યાંથી શરૂ થયો વિવાદ :

આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક રેસ્ટોરન્ટમાં જનતા દળના ધારાસભ્ય સારા મહેશ સાથે IAS અધિકારી સિંધુરીની તસવીરો વાયરલ થઈ. તમને જણાવી દઈએ કે, 2021માં જ્યારે સિંધુરીને મૈસૂરમાં પોસ્ટીંગ કરવામાં આવી હતી, ત્યારે બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો લગાવ્યા હતા. હાલમાં ડી રૂપા કર્ણાટક હસ્તકળા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર છે અને સિંધુરી હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના કમિશનર છે.

આ પણ વાંચો :-

રીક્ષામાં સવાર આખા નાયક પરિવારને મોત ભરખી ગયું, પાદરા પાસે અકસ્માતમાં..

0

The entire Nayak family in a rickshaw

  • Accident News : વડોદરાના અટલાદરા પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં પતિ પત્ની અને 3 બાળકો એમ કુલ 5નાં મોત. એક બાળકને ઈજા. લગ્નમાં હાજરી આપી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત.

વડોદરાના (Vadodara) નારાયણ વાડી પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અટલાદર-પાદરા રોડ (Atladar-Padra Road) પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માતમાં આખો પરિવાર હોમાયો. રીક્ષામાં સવાર એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતાના કરુણ મોત નિપજ્યાં છે. 3 લોકોના ઘટનાસ્થળે મોત તો 2ના હોસ્પિટલ મોત થયા. પાદરાના (Padra) લોલા ગામનો પરિવાર લગ્નમાં હાજરી આપી પાદરા જઈ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર નાયક પરિવારને મોત ભરખી ગયું. મોડી રાતે રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યાં છે. એક જ પરિવારના માતાપિતા અને ત્રણ સંતાનો મોતને ભેટ્યા હતા. તમામના મૃતદેહો સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.

પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર પરત પાદરા જઈ રહ્યો હતો. ત્યારે પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. કાર અને રીક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નાયક પરિવાર પાદરાના લોલા ગામનો વતની હતો.

મૃતકોના નામ :

અરવિંદ પૂનમ નાયક, ઉ.વ 28
કાજલ અરવિંદ નાયક, ઉ.વ 25
શિવાની અલ્પેશ નાયક, ઉ.વ 12
ગણેશ અરવિંદ નાયક, ઉ.વ 5
દ્રષ્ટિ અરવિંદ નાયક, ઉ.વ 6

આ ઘટનાથી લોલા ગામમાં માતમ છવાયો છે. આ અકસ્માતમા 8 વર્ષનો એક બાળક આયર્ન અરવિંદ નાયક બચી ગયા હતો. ઇજાગ્રસ્ત બાળક હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો :-

કોણ છે ભારતીય મૂળના અમેરિકી નાગરિક અજય બંગા ? જે હશે વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ

Who is Ajay Banga, an American citizen

  • Know about Ajay Banga : અજય બંગાનું આખું નામ અજયપાલ સિંહ બંગા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં 10 નવેમ્બર, 1959નાં રોજ થયો હતો. તેમનો પરિવાર મૂળરૂપથી પંજાબના જલંધરનો રહેવાસી છે. જો કે હવે તેઓ અમેરિકી નાગરિક છે.

વ્હાઈટ હાઉસે (The White House) ગુરુવારે 23મી ફેબ્રુઆરીએ જાણકારી આપી કે રાષ્ટ્રપતિ જો બાઇડને જાહેરાત કરી છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા માસ્ટરકાર્ડના પૂર્વ CEO અજય બંગાને (Ajay Banga) વિશ્વ બેંકના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વ્હાઈટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું કે- ભારતીય-અમેરિકી બિઝનેસ લીડર વૈશ્વિક સંસ્થાનું (A global organization of Indian-American business leaders) નેતૃત્વ કરવા માટે સક્ષમ છે. ઈતિહાસમાં આ વિશેષ રીતે મહત્વપૂર્ણ ક્ષણ છે. વિશ્વ બેંકના અધ્યક્ષ પરંપરાગત રીતે અમેરિકા (America) દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ હોય છે. વર્લ્ડ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ મલાપસ (David Malapus) ટૂંક સમયમાં જ પોતાનું પદ છોડવાની જાહેરાત કરી ચુક્યા છે.

કોણ છે અજય બંગા ?

અજય બંગાનું આખું નામ અજયપાલ સિંહ બંગા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખડકીમાં 10 નવેમ્બર, 1959નાં રોજ થયો હતો. તેમનો પરિવાર મૂળરૂપથી પંજાબના જલંધરનો રહેવાસી છે. જો કે હવે તેઓ અમેરિકી નાગરિક છે. તેમના પિતા હરભજનસિંહ બંગા એક ભારતીય સેનામાં લેફટનન્ટ જનરલ હતા. તેમના પત્નીનું નામ ઋતુ બંગા છે. તેમના ભાઈ એમએસ બંગા યુનિલીવર કંપનીમાં મોટા પદ પર છે.

અજય બંગાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ ઓનર્સ (ઈકોનોમિક્સ) કર્યું છે. આ ઉપરાંત તેમણે IIM અમદાવાદથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ ઈક્વિટી ફર્મ જનરલ એન્ટલાન્ટિકમાં વાઈસ ચેરમેન તરીકે કાર્યરત છે. આ પહેલાં તેઓ અમેરિકાની સાઈબર સિક્યોરિટી કમીશનના સભ્ય રહી ચુક્યા છે.

તેઓ ક્રેડિટ કંપની માસ્ટરકાર્ડના CEO પણ હતા. તેઓ યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના ચીફ પણ રહી ચુક્યા છે. આ કંપની ભારતમાં રોકાણ કરતી 300થી વધુ સૌથી મોટી ઈન્ટરનેશન કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

બંગા વર્તમાન સમયમાં ખાનગી ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટીક (General Atlantic)ના વાઈસ ચેરમેન (Vice Chairman) છે, તેમની પાસે 30 વર્ષથી વધુ અનુભવ છે, તેમણે માસ્ટરકાર્ડ અને અમેરિકન રેડ ક્રોસ (American Red Cross), ક્રાફ્ટ ફૂડ્સ (Kraft Foods) તથા ડોવ ઈંકના બોર્ડમાં વિવિધ ભૂમિકામાં કામ કર્યું છે. તેઓ ભારતમાં જન્મેલા પ્રથમ વ્યક્તિ છે કે જેમણે વિશ્વ બેંકમાં મહત્વની ભૂમિકા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

ઓબામાના ફેવરિટ છે બંગા :

ભારત સરકારે 2016માં બંગાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. અમેરિકામાં પોતાનો બિઝનેસ સ્થાપિત કરનાર બંગા ત્યાં સરકારના પણ પસંદગીના ઉદ્યોગપતિ બની ગયા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ તેમણે પસંદ કરતા હતા. ઓબામાએ પોતાના કાર્યકાળમાં બંગાને સાઈબર સિક્યોરિટી કમીશનના સભ્ય બનાવ્યા હતા. વર્ષ 2015માં તેમણે ઓબામાની સલાહકાર સમિતિમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

પતિ બન્યો IPL ટીમનો કેપ્ટન, પત્ની કરે છે દારૂને ટેસ્ટ કરવાનું કામ, ક્રિકેટરની કારકિર્દીમાં આપ્યું છે અગત્યનું યોગદાન

0

Husband becomes captain of IPL team

  • સાઉથ આફ્રિકાના ક્રિકેટર એડેન માર્કરમની ક્રિકેટ કારકિર્દીમાં મોટો ફેરફાર આવી ગયો છે. આ ખેલાડી હવે દુનિયાની સૌથી મોટી લીગ આઈપીએલમાં કેપ્ટનશિપ કરશે. માર્કરમને સનરાઈઝર્સ હૈદ્રાબાદે નવો કેપ્ટન બનાવ્યો છે.

માર્કરમે હાલમાં સાઉથ આફ્રિકામાં (South Africa) રમાયેલ SA20 લીગમાં સનરાઈજર્સની ફ્રેન્ચાઈઝી ઈસ્ટર્ન કેપને ચેમ્પિયન બનાવ્યું હતુ અને હવે તેમને આઈપીએલમાં પણ ટીમને વિજેતા બનાવવાની જવાબદારી મળી ગઇ છે. મહત્વનું છે કે એડેન માર્કરમની આ સફળતા પાછળ તેમનો સખત પરિશ્રમ છે. પરંતુ તેમાં તેમની પત્નીનુ પણ મહત્વનુ યોગદાન છે.

એડેન માર્કરમની પત્ની નિકોલ ડેનિયલી પતિને કરે છે ખૂબ સપોર્ટ  :

એડેન માર્કરમની પત્ની નિકોલ ડેનિયલી ઓ કૉનર વારંવાર પોતાના પતિને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમ પહોંચે છે. હાલમાં તેમની એક ઈમોશનલ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં નિકોલ રડતી દેખાતી હતી. નિકોલની આંખમાં હરખના આંસુ આવ્યાં હતા. કારણકે SA20 લીગની સેમી ફાઈનલમાં તેના પતિ એડેન માર્કરમે સદી ફટકારી હતી.

એડેન માર્કરમની પત્ની નિકોલ છે ઉદ્યોગસાહસિક :

એડેન માર્કરમના ટેલેન્ટથી તો આખી દુનિયા વાંકેફ છે, પરંતુ અમે તમને તેમની પત્ની નિકોલ અંગે જણાવીએ. નિકોલ એક ઉદ્યોગસાહસિક છે અને તેમનો ઑનલાઈન જ્વેલરીનો બિઝનેસ છે. નિકોલ ડેનિયલી ઓ કૉનર આ સિવાય દારૂ ચાખવાનુ પણ કામ કરે છે. ઉલ્લેખનીય છે કે તેમાં તે અલગ-અલગ પ્રકારની દારૂ ચાખીને તેની ક્વોલિટી અંગે જણાવે છે.

આ પણ વાંચો :-

Amritpal Singh : અમૃતસરમાં હંગામાનો ‘માસ્ટર માઈન્ડ’, જાણો કોણ છે અમૃતપાલ સિંહ

0

Amritpal Singh

  • Amritpal Singhના નેતૃત્વમાં, સેંકડો સમર્થકો તલવારો અને અન્ય હથિયારો સાથે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં એકઠા થયા. તેઓએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. જ્યારે પ્રદર્શનકારીઓએ પોલીસ પરિસરમાં ધરણા કર્યા ત્યારે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.

Who is Amritpal Singh : ખાલિસ્તાન (Khalistan) સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહના સમર્થકોએ ગુરુવારે પંજાબના અમૃતસર જિલ્લામાં પોલીસ સાથે અથડામણ કરી અને તેમના એક સાથીની ધરપકડનો વિરોધ કરતા પોલીસ પરિસરમાં ઘૂસી ગયા. પોલીસે અમૃતપાલ સિંહ (Amritpal Singh) અને તેના સમર્થકો વિરુદ્ધ એક વ્યક્તિના અપહરણનો કેસ નોંધ્યો હતો.

રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબના રહેવાસી વરિન્દર સિંહના કથિત અપહરણ અને હુમલો કરવા બદલ અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે અમૃતપાલ સિંહે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Union Home Minister Amit Shah) ધમકી આપી હતી કે તેઓ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જેવું જ ભાગ્ય પામશે.

કોણ છે અમૃતપાલ સિંહ?

દુબઈથી પરત ફરેલા અમૃતપાલ સિંહ, અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુ દ્વારા સ્થાપિત ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક માર્ગ અકસ્માતમાં સિદ્ધુનું મૃત્યુ થયું હતું. અમૃતપાલ સિંહનો જન્મ વર્ષ 1993માં અમૃતસરના જલ્લુપુર ખેડામાં થયો હતો. 12મા સુધી અભ્યાસ કર્યા બાદ 2012માં તેનો આખો પરિવાર દુબઈ રહેવા ગયો હતો.

આરોપ છે કે અમૃતપાલ ખાલિસ્તાની ચળવળને બળ આપી રહ્યો છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે ISIની ઉશ્કેરણી પર અમૃતપાલ સિંહને પંજાબમાં ફરીથી ખાલિસ્તાનનો મુદ્દો ઉશ્કેરવા માટે દુબઈથી પંજાબ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ભરૂચના છેવાડાના ગામની દિકરી કિકેટમાં ઝળકી, ક્રિકેટર બનાવવા પિતાએ…

0

Bharuch excelled in cricket

  • BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.

ભારતના બોર્ડ ઓફ ક્રિકેટ કંન્ટ્રોલ ઓફ ઈન્ડિયા (BCCI) દ્વારા ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોનલ કક્ષાએ ઈન્ટર સ્ટેટ ક્રિકેટની ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. આ ટુર્નામેન્ટ  ભારતમાં પાંચ ઝોન નોર્થ, ઈસ્ટ,વેસ્ટ સાઉથ તથા સેન્ટલ ઝોનની ટીમો વચ્ચે ઈન્ટર સ્ટેટ કિક્રેટની (Inter State Cricket) ટુર્નામેન્ટ યોજાય છે.

BCCIએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતાં ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરોની યાદી બહાર પાડી હતી. આ ટોપ 10 ખેલાડીઓની યાદીમાં ગુજરાતના ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવાને (Muskan Vasava) સ્થાન મળતા ડોમેસ્ટિક ક્રિકેટરોની યાદીમાં નવું નામ ઉમેરાયું છે.

કેમ કરવામાં આવી ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં પસંદગી?

તાજેતરમાં ભારતના હૈદરાબાદ ખાતે રમાયેલ ઈન્ટર સ્ટેટ“સિનિયર વુમન ઈન્ટર ઝોનલ એક દિવસીય કિક્રેટ ટુર્નામેન્ટ” રમાઈ હતી.આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે ભરૂચના (Bharuch) ઝઘડિયાની મુસ્કાન વસાવાએ શ્રેષ્ડ ગોલંદાજીનું પ્રદર્શન કર્યું હતું.

આ ઈનીંગમાં તેણીએ 21 રન આપીને 6 વિકેટ મેળવી હતી. આ ઉમદા પ્રદર્શનને કારણે ઝઘડિયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની (All India Domestic Best Bowlers) યાદીમાં ટોપ 10માં સમાવેશ કરવામાં આવ્યો હતો.

શ્રેષ્ડ ગોલંદાજ તરીકેની તવારિખ..

મુસ્કાન વસાવા (Muskan Vasava) અંડર 16થી ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતી આવી છે. આ પહેલા વેસ્ટ ઝોન સિનિયર  વુમન  ટી- 20 માં સિલેક્શન થયું હતું. ત્યાં પણ સારું પ્રદર્શન કરી ઉત્કૃષ્ટ પ્રતિભા દેખાડી હતી. ત્યારબાદ ઈન્ટર સ્ટેટની ઈનીંગની મેચમાં ફોર્મ જાળવી રાખી શ્રેષ્ઠ ડોમેસ્ટિક ક્રિકેટરની યાદીમાં નામના મેળવી છે.

ખેતરને ક્રિકેટના ગ્રાઉન્ડમાં ફેરવીને પિતૃવાત્સલ્ય દર્શાવતા પિતા ચંદ્રકાન્ત વસાવા :

મુસ્કાન વસાવાના પિતા ચંદ્રકાન્ત વસાવાએ તેમના માતૃશ્રીની યાદમાં તથા દિકરીની ક્રિકેટ પ્રત્યેના સમર્પણ અને હુનર  જોઈને પિતૃવાત્સલ્યનો ભાવ દર્શાવીને પોતાના ખેતરને જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફેરવી દીધું હતું. હાલમાં સ્વ.મધુબેન ફતેસિંહના બેનર હેઠળ બલેશ્વર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઝગડીયા, નેત્રંગ તાલુકાના 20થી પણ વધુ મેન-વુમન ખેલાડીઓ મફત કોચિંગ પ્રાપ્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

24 ફેબ્રુઆરી 2023 રાશિફળ :  શુક્રવારનાં રોજ આ રાશિના લોકો પર રહેશે લક્ષ્મીજીની વિશેષ કૃપા, વાંચો તમારું આજનું રાશિભવિષ્ય

24 February 2023 Horoscope

મેષઃ
આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવા. ધાર્મિક ભાવના વધે.

વૃષભઃ
માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ, પ્રતિષ્‍ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ
દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ, શાંતી વર્તાય શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી, ધંધામાં પ્રગતી.

સિંહઃ
માનસિક શાંતી રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજ-શોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારૂં.

કન્યાઃ
વાણી દ્વારો કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી.‌ ‌િમત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલાઃ
આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિકઃ
મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધનઃ
દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી. શાંતીથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસેથેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકરઃ
માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવો, ભાઇ-બહેન સાતે વિખવાદ થવાના યોગ છે વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતીથી હર્ષ.

કુંભઃ
જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું

મીનઃ
ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનનમાં શાંતી રહે તથા યશ, પ્રતિ‍ષ્‍ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રી વર્ગથી લાભ. નોકરીયાતને શાંતી તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

Relationship Tips ! આ બાબતોનું ધ્યાન રાખશો તો નહિ આવે અંતર..

0

Relationship Tips

  • ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ (Girlfriend-boyfriend) હોય કે પતિ-પત્ની કોઈ પણ સંબંધને નિભાવવો એ થોડુ મુશ્કેલ કામ છે.

સામાન્ય રીતે ગેરસમજ, ફરિયાદો અને સન્માનના અભાવે સંબંધોમાં (Relationship) તિરાડ પડવા લાગે છે અને કડવાશ આવી જાય છે. ચાલો જાણીએ સંબંધોમાં મધુરતા જાળવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

સંબંધ મજબૂત કરવા શું કરવું ?

જૂઠ્ઠુ બોલવાનુ ટાળો :

જો તમે તમારા જીવનસાથી (Spouse) સાથે આજીવન સંબંધ જાળવી રાખવા માંગો છો, તો તેમની સાથે ખોટું બોલવાનું બંધ કરો, કારણ કે એક દિવસ એવો આવશે જ્યારે તમારી ચોરી પકડાઈ જશે અને વિશ્વાસ તૂટી જશે. એકવાર ભરોસો તૂટી જાય પછી સંબંધ પહેલા જેવો રહેતો નથી.

દોષારોપણ કરવાનું ટાળો :

જો તમારા જીવનમાં તણાવ વધી રહ્યો છે, અથવા કોઈ મહત્વપૂર્ણ કામ થઈ રહ્યું નથી. તો આ માટે તમારા જીવનસાથીને દોષ આપવો અથવા દોષ આપવો યોગ્ય નથી. તેનાથી સંબંધમાં બોજ વધે છે.

અપમાન ન કરો :

તમે એકબીજાનું કેટલું સન્માન કરો છો તેના પર પણ સંબંધનું ટકી રહેવાનું નિર્ભર છે, આ માટે પાર્ટનરને ટોણો ન મારવો જરૂરી છે. ભૂલ થાય તો પણ પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. ઘણી વાર ઠપકો આપીને ગુસ્સે થવાથી વાત બગડી જાય છે.

આ પણ વાંચો :-

પ્લાસ્ટિકના સ્ટુલમાં શા માટે વચ્ચે રાખવામાં આવે છે કાણું ? જાણો કારણ

0

Why is there a hole in the middle

  • Interesting Facts : શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પ્લાસ્ટિકના દરેક પ્રકારના સ્ટૂલમાં વચ્ચેના ભાગમાં એક કાણું રાખવામાં આવે છે. તમને ખબર છે આવું કરવાનું કારણ શું છે ?

પ્લાસ્ટિકના સ્ટુલનો (Plastic stools) ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે પ્લાસ્ટિકના દરેક પ્રકારના સ્ટૂલમાં (stools) વચ્ચેના ભાગમાં એક કાણું રાખવામાં આવે છે. તમને ખબર છે આવું કરવાનું કારણ શું છે ? નથી ખબર તો આજે તમને જણાવ્યું તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ.

પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો પ્લાસ્ટિક બનાવનાર કંપનીએ વિજ્ઞાનના સામાન્ય નિયમોનું પાલન કરવું પડે છે. દુનિયાના કોઈપણ છેડામાં આવેલી કંપની હોય તેને આ નિયમનું પાલન કરવું જ પડે છે. પ્લાસ્ટિકનું સ્ટુલ હોય કે કોઈપણ વસ્તુ તેમાં એક નાનકડું હોલ રાખવું જ પડે છે.

સ્ટુલમાં કાણું રાખવાનું કારણ હોય છે એર પ્રેશર અને વેક્યુમ ને જગ્યા આપવી. દુકાનમાં તમે જોયું હશે કે પ્લાસ્ટિકના સ્ટૂલ એકની ઉપર એક રાખવામાં આવે છે. તેવામાં જો આ સ્ટુલની અંદર કાણું ન હોય તો એર પ્રેશર માટે જગ્યા ન મળે અને તે સરળતાથી એકબીજાથી અલગ ન થઈ શકે.

આ સિવાય અન્ય એક કારણ એ પણ છે કે જે વધારે વજન વાળા વ્યક્તિ માટે તેને ઉપયોગી બનાવે છે. વધારે વજનવાળી વ્યક્તિ સ્ટૂલ ઉપર બેસે કે ઉભી થાય તો તે સરળતાથી તૂટતું નથી. તેનું કારણ સ્ટૂલની વચ્ચે બનેલું કાણું હોય છે.

આ પણ વાંચો :-

આ રાજ્યમાં માત્ર 3 કિલોમીટરના અંતરમાં દોડે છે ટ્રેન, જાણો કારણ

0

Trains run only in a distance of 3 km in this state

  • Indian Railways : ભારતીય ટ્રેન બે કરોડથી વધુ લોકો માટે લાઈફલાઇનની જેમ કામ કરે છે. ભારતમાં દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે 80 કલાકની મુસાફરી માટે ટ્રેન ઉપલબ્ધ છે તો સાથે જ 9 મિનિટની જ યાત્રા માટે પણ અહીં ટ્રેન દોડે છે.

ભારતીય રેલ નેટવર્ક (Indian Rail Network) દુનિયામાં ચોથા ક્રમ પર આવે છે. ભારતીય ટ્રેન બે કરોડથી વધુ લોકો માટે લાઈફલાઇનની જેમ કામ કરે છે. ભારતમાં દેશના એક ખૂણેથી બીજા ખૂણે જવા માટે લાંબી રેલ યાત્રા અને નાનામાં નાની રેલ યાત્રા (Short Rail Journey) પણ થઈ શકે છે. આજે તમને ટ્રેન વિશેની આવી જ રસપ્રદ માહિતી આપીએ.

આજે તમને જણાવ્યું કે દેશમાં સૌથી લાંબા અંતરની ટ્રેન કયા શહેરથી કયા શહેર વચ્ચે દોડે છે અને સૌથી ટૂંકી મુસાફરી કયા શહેર વચ્ચે ટ્રેનની થાય છે. ભારતીય રેલવે માત્ર ત્રણ કિલોમીટરના અંતર માટે પણ એક ટ્રેન દોડાવે છે. અને આ ટ્રેન મુસાફરોથી હંમેશા ખર્ચો ખર્ચ ભરેલી હોય છે.

વિવેક એક્સપ્રેસ ડિબ્રુગઢ થી કન્યાકુમારી વચ્ચે 4286 km નું અંતર કાપે છે. જે સૌથી લાંબી યાત્રા છે. પરંતુ સૌથી ઓછા અંતરની યાત્રા માત્ર 3 km ની છે જે ભારતીય રેલ નાગપુર થી અજની વચ્ચે કાપે છે. મહારાષ્ટ્રમાં કેટલીક ટ્રેન નાગપુર અને અજની વચ્ચે ત્રણ કિલોમીટર માટે દોડે છે. આ ટ્રેન નાગપુર થી અંજની વચ્ચેની મુસાફરી 9 મિનિટમાં જ પૂરી કરી લે છે.

આ યાત્રા માટે લોકોને જનરલ ક્લાસમાં 60 રૂપિયા અને સ્લીપર ક્લાસમાં 175 રૂપિયા ભાડું આપવાનું હોય છે. જોકે યાત્રા 9 મિનિટની જ હોવાથી સ્લીપર ક્લાસમાં બુકિંગ નો કોઈ અર્થ રહેતો નથી. તેથી જ આ ટ્રેનમાં સામાન્ય કોચ ખચોખચ ભરેલો હોય છે.

સૌથી લાંબા રૂટ ની ટ્રેનની વાત કરીએ તો તેનું નામ વિવેક એક્સપ્રેસ છે. આ ટ્રેનની ઘોષણા સ્વામી વિવેકાનંદની 150મી જયંતિ પર થઈ હતી. આ ટ્રેન અસમના ડિબ્રુગઢથી તમિલનાડુના કન્યાકુમારી સુધી ચાલે છે. આ ભારતની સૌથી લાંબી ટ્રેન યાત્રા છે. આ મુસાફરી પૂરી કરતાં 80 કલાકનો સમય લાગે છે. મુસાફરી દરમિયાન આ ટ્રેન 57 સ્ટેશન પર અટકે છે જે કુલ નવ રાજ્યમાં આવેલા છે.

આ પણ વાંચો :-