યુપી ટીમે ચોંકાવ્યાં ! 2.60 કરોડવાળીને બદલે 70 લાખની ક્રિકેટરને બનાવી કેપ્ટન, બોલર્સના છક્કા છોડાવે તેવી

Share this story

UP team shocked! 70 lakh cricketer instead

  • મહિલા આઈપીએલમાં યુપીની ટીમે ઓસ્ટ્રેલિયાની સ્ટાર ક્રિકેટર એલિસા હેલીની કેપ્ટન તરીકે પસંદગી કરી છે.

કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ (Capri Global Holdings Pvt) લિમિટેડની માલિકીની ફ્રેન્ચાઈઝી યુપી વોરિયર્ઝે વિમેન્સ પ્રીમિયર લીગમાં કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાની સ્ટાર બેટ્સમેન એલિસા હેલીની (Australia’s star batsman Alyssa Healy) પસંદગી કરી છે. હેલી હાલમાં સાઉથ આફ્રિકામાં (South Africa) ટી-20 મહિલા વર્લ્ડ કપમાં રમી રહી છે અને યુપીની ટીમે તેને 70 લાખમાં ખરીદી છે.

હેલી ખૂબ જ વિસ્ફોટક બેટર  :

હેલી ક્રિકેટનો સૌથી જાણીતો ચહેરો છે. તે ખૂબ જ અનુભવી અને વિસ્ફોટક બેટર છે. તેણે ઓસ્ટ્રેલિયા વતી અત્યાર સુધી 139 ટી-20 રમી છે જેમાં તેણે 2,446 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 14 અર્ધસદી છે. ટી-20માં 110 વિકેટ (52 કેચ અને 58 સ્ટમ્પિંગ) સાથે તેની ગણના શ્રેષ્ઠ વિકેટ કીપર તરીકે પણ થાય છે. 32 વર્ષીય હેલી ગયા ડિસેમ્બરમાં ભારતમાં પાંચ મેચની ટી -20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની 4-1થી જીત થઈ હતી.

યુપીની ટીમે ભારતીય સ્ટાર ક્રિેકેટર દિપ્તી શર્માને 2.60 કરોડમાં ખરીદી :

ઉલ્લેખનીય છે કે યુપી વોરિયર્સે ભારતની સ્ટાર ક્રિકેટર દિપ્તી શર્માને 2.60 કરોડની રકમમાં ખરીદી છે પરંતુ હવે ટીમે દિપ્તી શર્માને બદલે 70 લાખમાં ખરીદેલી ઓસ્ટ્રેલિયાની એલિસા હેલીને કેપ્ટન તરીકે પસંદ કરી છે જેનાથી ક્રિકેટ જગત નવાઈ પામ્યું છે.

હેલી હાલમાં સાઉથ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપમાં બિઝી છે :

ઉલ્લેખનીય છે કે હેલી હાલમાં સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં બિઝી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે અને તેની સામે ભારત ટકરાશે જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે.

આ પણ વાંચો :-