રાજકોટમાં બાઈક પર જોખમી સ્ટંટનાં વીડિયોએ પોલીસને દોડતી કરી

Share this story

A video of a dangerous stunt

  • આ પ્રકારના કિસ્સાઓમાં ઝડપાનાર આરોપી સામે કડક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.

રાજકોટ (Rajkot) સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા માટે યુવકો દ્વારા વિવિધ કરતબો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ બાઈકનાં જોખમી સ્ટંટ (Risky stunt), રિવોલ્વર અને દારૂ સાથેનાં વિડીયો બનાવવા ગેરકાયદેસર હોવા છતાં યુવાવર્ગ આ પ્રકારના વિડીયો બનાવી વાયરલ (Viral) કરતા જરાય ખચકાતો નથી.

રાજકોટ શહેરમાં જાહેર રોડ ઉપર જોખમી રીતે સ્ટંટ કરતા બે યુવકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં શહેરના શીતલ પાર્ક નજીકના રોડ પર બે યુવકો દ્વારા જાહેર રસ્તા પર બાઈક વડે જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું જોઈ શકાય છે. બે યુવકો બાઈક પર સુતા સુતા ફૂલ સ્પીડમાં બાઇક ચલાવી રહ્યા હોવાનું આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી થયેલ આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પ્રકારના કિસ્સાઓમાં ખાસ કોઈ મોટી સજાની જોગવાઈ નહીં હોવાનું જાણી ચુકેલો યુવાવર્ગ આવા વિડીયો બનાવતા પોલીસથી પણ ડરતો નથી. તે નિશ્ચિત છે. ત્યારે આ પ્રકારના કિસ્સાઓમાં ઝડપાનાર આરોપી સામે કડક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો :-