Home Blog Page 1158

Shocking : સરકારી યોજનાનો લાભ લેવા ભાઇએ બહેન સાથે કર્યા લગ્ન, જાણો શું છે મામલો

0

Brother married sister to

  • Brother Sister Marriage : આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક ગ્રામજનોએ પરિણીત યુગલને ભાઈ અને બહેન તરીકે ઓળખ્યા. ટુંડલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસના પરિસરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 અન્ય યુગલોએ પણ લગ્ન કર્યા હતા.

Viral News : એક વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિએ મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાના (Chief Minister Group Marriage Scheme) પૈસા લેવા માટે પોતાની જ બહેન સાથે સમૂહ લગ્ન કરી લીધા છે. જોકે લગ્ન સમાજ કલ્યાણ વિભાગ (Marriage Social Welfare Department) દ્વારા કરાવવામાં આવે છે. સમૂહ લગ્ન યોજના અંતગર્ત રાજ્ય સરકાર દરેક કપલને ઘરેલૂ ઉપહાર ઉપરાંત 35,000 રૂપિયા આપે છે.

યોજનાના વિવરણ અનુસાર વરરાજાના ખાતામાં 20,000 રૂપિયા જમા કરવામાં આવે છે અને 10,000 રૂપિયાની ભેટ પણ આપવામાં આવે છે. લગ્ન 11 ડિસેમ્બરના રોજ ફિરોજાબાદના ટૂંડલામાં થયા હતા.

દંપતીની ઓળખ ભાઈ અને બહેન તરીકે થઈ :

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક ગ્રામજનોએ પરિણીત યુગલને ભાઈ અને બહેન તરીકે ઓળખ્યા. ટુંડલા બ્લોક ડેવલપમેન્ટ ઓફિસના પરિસરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 અન્ય યુગલોએ પણ લગ્ન કર્યા હતા.

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ટુંડલા નરેશ કુમારે જણાવ્યું હતું કે આમાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેના આધાર કાર્ડની ચકાસણી કરવામાં આવી રહી છે તે ભાઈ સામે પણ FIR દાખલ કરવામાં આવી છે.

કેસની તપાસ શરૂ :

બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર નરેશ કુમારે જણાવ્યું કે ગ્રામ પંચાયત સચિવ મરસેના કુશલપાલ, ગ્રામ પંચાયત ઘિરોલીના સચિવ અનુરાગ સિંહ, ADO સહકારી સુધીર કુમાર, ADO સમાજ કલ્યાણ વિભાગ ચંદ્રભાન સિંહ પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે, જેઓ લગ્ન માટે યુગલોની શોધ કરી રહ્યા છે. સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી :

BDO નું કહેવું છે કે આરોપી ભાઈ વિરુદ્ધ નકલી લગ્ન કરવા બદલ FIR નોંધવામાં આવી છે. આ ઉપરાંત બનાવટના આરોપમાં અન્ય ઘણા યુગલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક મહિલા પાસેથી સામાન પણ પરત લેવામાં આવ્યો છે. ત્યાં મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં દોષિત જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Horoscope Today 28 February 2023 :  આ રાશિના જાતકોનો દિવસ આજે ખૂબ જ વ્યસ્ત પસાર થશે; જાણો તમામ રાશિનું આજનું રાશિફળ

0

Horoscope Today 28 February 2023 :

મેષ
સ્વભાવ જીદ્દી થતો જણાય. આર્થિક ઉપાર્જન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

વૃષભ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. નવું જાણવાના યોગ બને. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. યાત્રા દરમિયાન સાચવવું.

મિથુન
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાકીય વ્યવહારોમાં સફળતા મળે. માતાપિતાનું સ્વાસ્થ્ય જળવાય. ‌હયાત રોકાણો ફળદાયી નીવડે. જીવનસાથી સાથે આનંદ. ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા પ્રવાસ સંભવે.

કર્ક
નિર્ણય લેવામાં અસમર્થતા જણાય. ધારેલી આવક અટકતી જણાય. પરિવારમાં શાંતિ જળવાય. જીવનસાથીની તબિયત નરમગરમ રહે. મિત્રોથી લાભ. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

સિંહ
આનંદથી દિવસ વ્યતિત થાય. જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકાય. બંનેનું આરોગ્ય જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નસીબનો સાથ મળે. પાણીથી સાચવવું.

કન્યા
સ્વભાવમાં સરળતા અનુભવાય. પરંતુ બીજા તેનો ગેરલાભ ન ઉઠાવે એ સાચવવું. આર્થિક દૃષ્ટિ એ ફાયદો. કાર્ય સફળતા મળતી જણાય. સંતાન સંબંધી સમસ્યાઓ હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

તુલા
દિવસ દરમિયાન આળસનો અનુભવ થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. હૃદયમાં થોડો અજંપો વર્તાય. સંતાનસુખ સારું, સ્વાસ્થ્ય સારું, ધાર્મિક ભાવના વધે.

વૃશ્ચિક
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. નાણાકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં મતભેદ ટાળવા જરૂરી બનશે. હયાત રોકાણોમાંથી લાભ મળતો જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

ધન
નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આર્થિક બાબતો માટે શુભ દિવસ. માતા સાથે મતભેદની શક્યતા છે. સંતાનો તરફથી શાંતિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે સંતોષ.

મકર
આત્મવિશ્વાસ જળવાય. આર્થિક મોરચે સફળતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ અનુભવાય. અગત્યના કાર્યો ટાળવા. સ્થાવર જંગમ મિલકતથી લાભ. ભાગ્યનો સાથ મળે છે. આંખની કાળજી રાખવી.

કુંભ
સ્વભાવમાં આનંદ વર્તાય. આર્થિક પાસુ મજબૂત બને. સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય. ખાયા પીવામાં સંયમ રાખવો હિતાવહ.

મીન
ઉદાર દિલ અને દાન કરવાની ભાવના પેદા થાય. ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. કોઈને નાણાં ઉછીના આપવા નહીં. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

Nokia New Logo : નોકિયાએ નવા રંગો સાથે રજૂ કર્યો નવો લોગો, જાણો ફેરફારનું કારણ

Nokia New Logo

Nokia new logo: Nokia એ 60વર્ષ બાદ પહેલીવાર પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. નવા લોગોમાં અલગ અલગ અક્ષરોમાં Nikia લખેલું છે. જેમાં બ્લ્યૂ, પીંક, રિંગણી સાથે અનેક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાયો છે.

Nokia new logo : Nokia એ 60વર્ષ બાદ પહેલીવાર પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. નવા લોગોમાં અલગ અલગ અક્ષરોમાં Nikia લખેલું છે. જેમાં બ્લ્યૂ, પીંક, રિંગણી સાથે અનેક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાયો છે. અગાઉ આ  કંપનીનો લોગો ફક્ત બ્લ્યૂ રંગનો જ હતો. અત્રે જણાવવાનું કે કંપની તરફથી આ એક મોટો સંકેત છે કે તે નવા લોગો સાથે માર્કેટમાં ફરીથી પોતાની ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહી છે.

ટેક્નોલોજી કારોબાર પર ફોકસ :

નવા લોગો વિશે જણાવતા કંપનીના CEO પેક્કા લુંડમાર્ક (Pekka Lundmark) એ બાર્સિલોનામાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ (MWC) ની પૂર્વ સંધ્યા પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તે સ્માર્ટફોનથી કંપનીના કનેક્શનને દેખાડતું હતું. પરંતુ આજે કંપનીનો બિઝનેસ બદલાઈ ગયો છે અને ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલું છે.

અનેક લોકોના મગજમાં હજુ પણ નોકિયાની છબી એક સફળ મોબાઈલ બ્રાન્ડની છે. પંરતુ નોકિયા તે નથી. આગળ કહ્યું કે એક નવી બ્રાન્ડ જે નેટવર્ક અને ઔદ્યોગિક ડિજિટલાઈઝેશન પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જે વારસાગત મોબાઈલ ફોનથી બિલકુલ અલગ છે.

એચડી ગ્લોબલ પાસે મોબાઈલ કારોબાર :

એચએમડી ગ્લોબલ તરફથી નોકિયા બ્રાન્ડના મોબાઈલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 2014માં નોકિયાનો મોબાઈલ કારોબાર ખરીદનારી કંપની માઈક્રોસોફ્ટ તરફથી નામનો ઉપયોગ બંધ કરાયા બાદ એચએમડીને લાઈસન્સ મળ્યું.

નોકિયાએ લોન્ચ કર્યા 3 દમદાર ફોન :

નોકિયાએ હાલમાં જ ભારતીય બજારમાં પોતાનો Nokia G22 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ ફોનનું બેક કવર 100 ટકા રિસાઈકલ્ડ પ્લાસ્ટિકથી બનેલું છે. નોકિયા G 22 ની બેટરી, ડિસ્પ્લે, ચાર્જિંગ પોર્ટ દરેક ચીજને ગ્રાહક ઘરે બેઠા જ ઠીક કરી શકે છે. આ માટે કંપની પોતાના મોબાઈલ ફોન સાથે iFixit કિટ ફ્રીમાં આપી રહી છે. આ કિટ દ્વારા તમે સ્માર્ટફોનનો કોઈ પણ પાર્ટ સરળતાથી બદલી શકો છો.

આ પણ વાંચો :-

વાસ્તુ ટિપ્સ / પગરખાં કે ચપ્પલ કેમ ઊંધા ન રાખવા જોઈએ? કારણ જાણશો તો ભૂલથી પણ નહીં કરો આ કામ

Why shoes or slippers should

  • જો ઘરમાં ભૂલથી ચપ્પલ કે જૂતું ઊંધું થઈ જાય તો ઘરના વડીલો તરત જ આપણને ટોકે છે અને તેને સીધું કરવા કહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાછળનું કારણ શું છે ? જો નહીં તો આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું.

ઘરમાં કે બહાર ઉંધા ચંપલ કે જૂતા (Shoes or shoes) જોતાં જ વડીલો તરત જ અટકાવે છે અને તેને સીધું કરવા કહે છે. પરંતુ શું તમે જાણો છો કે ચપ્પલ કે શૂઝને શા માટે ઊંધા ન રાખવા જોઈએ? આખરે તેની પાછળનું કારણ છે શું? ભાગ્યે જ કોઈ વ્યક્તિને આ ખબર હશે.

વાસ્તુ અનુસાર જો તમે ચપ્પલ અથવા જૂતા ઊંધા રાખો છો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જ ચપ્પલ કે શૂઝને ક્યારેય ઊંધા ન રાખવા જોઈએ. ચપ્પલ કે શૂઝને ઊંધા રાખવાથી શું- શું પરેશાનીઓ થઈ શકે છે તેના વિશે જાણીએ.

1. ઘરમાં કંકાશનું કારણ બને છે :

એવું કહેવાય છે કે ચપ્પલ કે શૂઝને ઊંધુ રાખવાથી ઘરમાં ઝઘડો થાય છે અને કોઈ કારણ વગર કંકાશ થાય છે. એટલા માટે ચપ્પલ અને શૂઝને ઘરની સામે કે ઘરમાં ઊંધા ન રાખવા જોઈએ.

2. નાણાકીય નુકશાન વેઠવાનો વારો આવે છે :

જો તમે ઊંધા જૂતા અથવા ચપ્પલ જુઓ તો તેને તરત જ સીધું કરી દો ,નહીં તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આપણા ઘરના વડીલો આપણને આમ કરતા રોકે છે.

3. રોગ થવાનું જોખમ રહે છે :

જૂતા અને ચપ્પલ ઘરમાં ભૂલથી પણ ઊંધા ન રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ચપ્પલ કે જૂતા ઊંધા રાખવાથી ઘરમાં બીમારીઓ આવે છે. તેમજ ઘરના સભ્યોની વિચારસરણી પર પણ ખરાબ અસર પડે છે. આ સિવાય ઘરમાં તણાવનું વાતાવરણ પણ બની રહે છે. એટલા માટે જો ક્યારેય ચંપલ આકસ્મિક રીતે ઉલટું થઈ જાય તો તેને તરત જ સીધું કરો.

4. શનિદેવ ક્રોધિત થઈ શકે છે :

કહેવાય છે કે ઘરમાં ચપ્પલ કે જૂતા ઊંધા રાખવાથી શનિદેવ ગુસ્સે થાય છે, કારણ કે શનિદેવને પગનો કારક માનવામાં આવે છે. એટલા માટે ચપ્પલને સીધા રાખવાનું વધુ સારું છે.

5. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે :

વાસ્તુ અનુસાર ચપ્પલ અને જૂતા ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાંથી સકારાત્મકતા દૂર થાય છે. આ સિવાય પરિવારના સુખ-શાંતિમાં પણ ઘણી અડચણો આવે છે.

6. દેખાવમાં પણ ખરાબ લાગે છે :

એક કારણ એ પણ છે કે જો વસ્તુઓ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે મૂકવામાં આવે તો તે દેખાવમાં સારી લાગે છે. જો ઘરના દરવાજે કે ઘરમાં ચપ્પલને ઊંધુ રાખવામાં આવે તો તે સારું નહીં લાગે અને તેને જોઈને તમારું મન બગડી જશે. એટલા માટે ચપ્પલ અને જૂતાંને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ.

આ પણ વાંચો :-

બજેટમાં વેરા નથી વધ્યા એવુ ન સમજતા, દરેક ગુજરાતીએ વર્ષે આટલો વેરો તો ભરવો જ પડશે

0

Not realizing that taxes have not been increased in the budget

  • Debt On Gujarati : દરેક ગુજરાતીએ સરેરાશ વાર્ષિક 19 હજાર 840 રૂપિયા સરકારી વેરો ભરવો પડશે. દરેક ગુજરાતી પાસેથી SGST પેટે 9 હજાર 433 રૂપિયા લેવામાં આવશે. વાર્ષિક વેટ પેટે 5 હજાર 607 રૂપિયા વસૂલવામાં આવશે. વેરા પેટે કુલ 1 લાખ 38 હજાર 881 કરોડની આવકનું લક્ષ્યાંક

Gujarat Budget 2023 : ગુજરાતમાં સરકારે ફૂલ ગુલાબી અને આત્મનિર્ભર બજેટ રજૂ કર્યાના દાવાઓ કર્યો છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું રૂ. ૩.૦૧ લાખ કરોડના કુલ કદ સાથેનું જે વાર્ષિક બજેટ (Budget 2023) રજૂ કર્યું છે. એક તરફ સરકારે કહ્યું છે કે કોઈ પણ જાતના કરવેરા વગરનું (Without taxation) આ બજેટ છે. પરંતુ આવું સાંભળીને ખુશ થવા જેવું નથી.

કારણ કે દરેક ગુજરાતીએ સરેરાશ વાર્ષિક 19 હજાર 840 રૂપિયા સરકારી વેરો ભરવો પડશે. દરેક ગુજરાતી પાસેથી SGST પેટે 9 હજાર 433 રૂપિયા લેવામાં આવશે. વાર્ષિક વેટ પેટે 5 હજાર 607 રૂપિયા વસૂલવામાં આવશે. વેરા પેટે કુલ 1 લાખ 38 હજાર 881 કરોડની આવકનું સરકારનું લક્ષ્યાંક છે.

રાજ્ય સરકાર 2023-24 ના બજેટમાં દર્શાવ્યા મુજબ, પોતાના વિવિધ વેરા પેટે સરકાર નાગરિકો પાસેથી કુલ રૂ. ૧,૩૮,૮૮૧ કરોડની આવક ઊભી કરશે. હાલ રાજ્યની કુલ વસતી 7 કરોડ જેટલી થવા જાય છે, ત્યારે તેની ગણતરીએ માંડીએ તો દરેક ગુજરાતી પાસેથી વાર્ષિક માથાદીઠ સરેરાશ કુલ ૧૯,૮૪૦ રૂ. વેરા પેટે વસૂલાશે. અર્થાત દરેક ગુજરાતી માસિક રૂ. ૧૬૩૦ અને દૈનિક (રોજના) સરેરાશ ૫૪ રૂ. સરકારને તેના વિવિધ વેરા પેટે ચૂકવશે.

કયા કયા વેરાથી આ આવક વસૂલાશે :

જમીન મહેસૂલ, સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફી, રાજ્ય આબકારી, રાજ્ય જીએસટી, વેટ, વાહન વેરો, માલ-ઉતારૂ વેરો, વીજ વેરો, મનોરંજન વેરો

આ તમામ વેરાઓ થકી ગુજરાત સરકાર નાગરિકો પાસેથી ૧,૩૮,૮૮૧ કરોડની આવક મેળવશે. જેનુ ગણિત માંડીએ તો ગુજરાતની વસ્તી અંદાજે 7 કરોડ છે. તેથી સરેરાશ માથા દીઠ ગણીએ તો ગુજરાતીઓને ૧૯,૮૪૦નો વેરો ચૂકવવાનો થશે.

ગુજરાત સરકારે રાજ્યના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ જાહેર કરવાની જાહેરાત કરીને આ રીતે રૂ. ૨,૯૭,૪૯૧ કરોડની આવક ભેગી કરવાનું આયોજન કર્યું છે. આ આવકની સામે ગુજરાત સરકાર પોતાના ખર્ચા કાઢશે અને અન્ય વિભાગોને રૂપિયા ફાળવશે.

રાજ્ય સરકારે પોતે કબૂલ્યું :

રાજ્ય સરકાર ભલે તેનું જાહેર દેવું કાબૂમાં હોવાનો દાવો કર્યા કરતી પણ વાસ્તવિક સ્થિતિ એ છે કે આંકડાની દૃષ્ટિએ જાહેર દેવામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ૨૦૧૬-૧૭ના અંતે રાજ્ય સરકારનું જાહેર દેવું જે રૂ.૧,૯૯,૩૩૮ કરોડ હતું, તે ૨૦૨૧-૨૨ના અંતે ૬૪.૬૫ ટકા વધીને રૂ,૩,૦૮,૩૦૨ કરોડે પહોંચ્યું હતું અને ૨૦૨૫-૨૬ના અંતે યાને ૨૦૧૬-૧૭ની સરખામણી માત્ર ૯ વર્ષમાં જ જબરજસ્ત રીતે ૧૪૧ ટકા વધીને રૂ. ૪,૮૦,૩૦૨ કરોડે પહોંચવાનો અંદાજ બતાવાયો છે.

રાજ્ય સરકારે ૨૦૧૯-૨૦માં રૂ.૧૬,૭૦૧.૭૬ કરોડ, ૨૦૨૦- ૨૧માં રૂ.૧૭,૯૨૨.૪૫ કરોડ, ૨૦૨૧-૨૨માં રૂ. ૨૪,૪૩૬.૦૧ કરોડ અને સુધારેલા અંદાજ મુજબ ૨૦૨૨-૨૩માં રૂ. ૨૨,૨૪૦.૨૭ કરોડની ચુકવણી જાહેર દેવા પેટે કરી છે, જ્યારે આ ચુકવણી ૨૦૨૩-૨૪ના અંતે રૂ. ૨૬,૩૦૪.૪૮ કરોડ થવાનો અંદાજ દર્શાવાયો છે.

આ પણ વાંચો :-

 

VIDEO / બેબી શાવર ફંક્શનમાં Armaan Malik ની બંને પત્નીઓ વચ્ચે થયો ઝઘડો, જોત જોતામાં ન થવાનું થઈ ગયું

Armaan Malik’s two wives

  • અરમાન મલિકે પ્રથમ પત્ની પાયલની મિત્ર કૃતિકા સાથે 5 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. શરુઆતમાં બંને વચ્ચે સારો મનમેળ નહોતો. પરંતુ હવે તેઓ સારા મિત્રો તરીકે સાથે રહે છે. યૂટ્યૂબર અરમાન મલિક સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેતા સ્ટાર્સમાંથી એક છે.

ફેમસ યૂટ્યૂબર અરમાન મલિક (Famous YouTuber Armaan Malik) સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં રહેતા સ્ટાર્સમાંથી એક છે. તેની સાથે-સાથે તેની પત્નીઓ કૃતિકા મલિક (Kritika Malik) અને પાયલ મલિક પણ ખૂબ જ જાણીતી છે. અરમાન ક્યારેક તેના બે લગ્નના કારણે તો ક્યારેક તેની બે પત્નીઓ એક સાથે પ્રેગ્નેટ થવાના કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેની બે પત્નીઓ વચ્ચેની લડાઈના વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

અરમાન મલિકની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા પ્રેગ્નેટ છે. હાલમાં જ તેના ઘરમાં બેબી શાવરની પાર્ટી રાખવામાં આવી અને આ દરમિયાન બંને વચ્ચે લડાઈ થઈ હતી. કૃતિકાએ ફેસબુક પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કૃતિકા બેબી શાવર ફંક્શન માટે તૈયાર થઈ રહી હોય છે અને પાયલ મોડુ કરવાના કારણે ખૂબ જ નારાજ થઈ જાય છે.

આ કારણે થયો બંને વચ્ચે ઝઘડો :

પાયલ વારં-વાર કૃતિકાને ટોકતી રહે છે. જેનાથી તે પણ પરેશાન થઈ જાય છે. બાદમાં પરિવારની સામે જ બંને વચ્ચે ઝઘડો શરુ થાય છે. પરિવારના સભ્યો તેને શાંત કરવાની કોશિશ કરે છે. એટલામાં કૃતિકાની માતા પણ આવી જાય છે અને કૃતિકા તેને ફરિયાદ કરે છે કે પાયલ હંમેશા કહે છે કે તે પોતાની માતા પાસે જતી રહે. તેની માતા કૃતિકાને પોતાની પાસે લઈ જવાની વાત કરે છે તો પાયલ કહે છે કે તેણે તેને સ્ટાર બનાવી છે તો તે નહી જઈ શકે. પાયલ પોતાનો દુપટ્ટો ફેંકીને રુમમાં જતી રહે છે અને કહે છે કે હવે કંઈ નહી કરે.

https://www.facebook.com/watch/?ref=external&v=633139065287479

અંતમાં અરમાન મલિક જણાવે છે કે આ બધુ માત્ર રમુજ માટે હતું. બંનેની લડાઈ લોકોને ખૂબ જ પસંદ છે, એટલે તેમણે આ વીડિયો બનાવ્યો છે. અરમાન મલિકે પ્રથમ પત્ની પાયલની મિત્ર કૃતિકા સાથે 5 વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતા. શરુઆતમાં બંને વચ્ચે સારો મનમેળ નહોતો. પરંતુ હવે તેઓ સારા મિત્રો તરીકે સાથે રહે છે.

આ પણ વાંચો :-

South Australia vs Tasmania : હાય લા..છેલ્લી ઓવરમાં 4 જ રન જોઈતા હતા અને એક ઝાટકે પડી 5 વિકેટ, જુઓ Video

0

South Australia vs Tasmania

  • South Australia vs Tasmania : ટી 20 આવ્યા બાદથી ક્રિકેટ જગતમાં હવે ચોગ્ગા અને છગ્ગા વધુ જોવા મળી રહ્યા છે. આવામાં જો કોઈ ટીમે 50 ઓવરની મેચમાં છેલ્લા 6 બોલમાં 4 રન કરવાના હોય અને હાથમાં 5 વિકેટ બચી હોય તો જીત લગભગ પાક્કી જ ગણાતી હોય છે.

ટી 20 (T-20) આવ્યા બાદથી ક્રિકેટ જગતમાં હવે ચોગ્ગા અને છગ્ગા વધુ જોવા મળી રહ્યા છે. આવામાં જો કોઈ ટીમે 50 ઓવરની મેચમાં છેલ્લા 6 બોલમાં 4 રન કરવાના હોય અને હાથમાં 5 વિકેટ બચી હોય તો જીત લગભગ પાક્કી જ ગણાતી હોય છે.

પરંતુ ઓસ્ટ્રેલિયામાં મહિલા ઘરેલુ ક્રિકેટ એ ટુર્નામેન્ટમાં ખુબ જ રોમાંચક ફાઈનલ જોવા મળી. આ વિશે જાણીને તમે બે ઘડી તો સ્તબ્ધ થઈ જશો. આખરી ઓવરમાં જે ધમાલ મચી તે જાણીને તમને પહેલા તો માન્યમાં જ નહીં આવે કે આવું પણ બની શકે.

ક્રિકેટ ઈતિહાસની સૌથી રોમાંચક મેચ :

આ મેચના અંતને જોયા બાદ એ કહેવું જરાય કમ નહીં હોય કે આ મુકાબલો ક્રિકેટનો સૌથી રોમાંચક મુકાબલો બની ગયો. વાત જાણે એમ છે કે મહિલા ઘરેલુ લિસ્ટ એ ટુર્નામેન્ટના ફાઈનલ મુકાબલોમાં સાઉથ ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની મહિલા ટીમો આમને સામને હતી. જો કે વરસાદના કારણે આ મેચમાં બીજી ઇનિંગના 3 ઓવરો ઓછા કરી  દેવાયા હતા.

મેચ એક સામાન્ય અંદાજમાં અંત તરફ જઈ રહી હતી. 46 ઓવર બાદ આખરી ઓવરમાં જીત માટે સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 4 રન કરવાના હતા. તમામ ક્રિકેટ પ્રેમીઓને પણ એ વાતનો જરાય અંદાજો નહતો કે આગામી કેટલીક પળો શું ઉથલપાથલ મચાવશે. તસ્માનિયાની મહિલા ટીમ તરફથી છેલ્લી ઓવર ફેંકવા આવેલી સારાહ કોયટેએ અંતમાં આખી ગેમ પલટી નાખી.

છેલ્લી ઓવરમાં 5 વિકેટ :

અત્રે જણાવવાનું કે લાસ્ટ ઓવરના પહેલા જ બોલ પર સારાહ કોયટેએ સાઉથ ઓસ્ટ્રેલિયાની એક ખેલાડીને બોલ્ડ કરી. બીજા બોલ પર એક રન થયો તો ત્રીજા બોલે જિમી બેર્સી સ્ટમ્પ આઉટ થઈ ગઈ. ચોથા બોલ પર અમાન્ડા પણ રન આઉટ થઈ. આ પ્રકારે પહેલા 4 બોલમાં માત્ર એક રન થયો. હવે 2 બોલમાં જીત માટે 3 રન કરવાના હતા.

5માં બોલે કોયટેએ એલા વિલ્સનને પણ એલબીડબલ્યુ કરીને સાઉથ ઓસ્ટ્રેલિયાને 9મો ઝટકો આપ્યો. લાસ્ટ બોલ પર એલિસુ મુસ્વાંગા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. આ રીતે છેલ્લી ઓવરમાં સાઉથ ઓસ્ટ્રેલિયાની ટીમની 5 વિકેટ પડી ગઈ. તસ્માનિયાએ મેચ એક રનથી જીતી લીધી અને ઓસ્ટ્રેલિયામાં મહિલા ઘરેલુ લિસ્ટ- એ ટુર્નામેન્ટને પોતાના નામે કરી.

આ પણ વાંચો :-

Photo : પત્ની મેહા સાથે મહાકાલના દર્શન કરવા પહોંચ્યો અક્ષર પટેલ, ભસ્મ આરતીનો લીધો લાભ

0

Akshar Patel reached Mahakal

  • Ujjain Mahakal temple : ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પોતાની પત્ની મેહા પટેલ સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ભક્તોની ભારે ભીડ વચ્ચે અક્ષર પટેલ અને તેની પત્ની મહાકાલેશ્વર મંદિરમાં પહોંચ્યા હતા.

અહીં તેમણે ભોળાનાથની પૂજા અને અભિષેક કરીને ભસ્મ આરતીનો લાભ લીધો હતો. લગ્ન પછી પહેલી વખત બંને અહીં દર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે વહેલી સવારે જ અક્ષર પટેલ (Akshar Patel) પોતાની પત્ની સાથે મહાકાલેશ્વર મંદિરમાં (Mahakaleshwar temple) પહોંચ્યા હતા.

અક્ષર પટેલ અને મેહાના લગ્ન 26 જાન્યુઆરીએ થયા હતા. લગ્નના એક મહિના બાદ તેઓ પહેલી વખત ઉજ્જૈન આવ્યા હતા. બંનેએ સોમવારે સવારે બાબા મહાકાલ ધામમાં સવારે બે કલાક ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો અને પછી આરતીના દર્શનનો લાભ લીધો.

આરતી કર્યા પછી બંને ગર્ભ ગૃહની અંદર પહોંચ્યા અને પૂજારી દ્વારા થતા અભિષેકનો લાભ લઈને મહાદેવના આશીર્વાદ લીધા. ગર્ભ ગૃહમાં પ્રવેશતા પહેલા અક્ષર પટેલે ધોતી પહેરી હતી. જ્યારે તેની પત્ની પીળા રંગની સાડીમાં સજ્જ થઈને મંદિર પહોંચી હતી.

અક્ષર પટેલે જણાવ્યું હતું કે તે ઈન્દોર રાહુલ દ્રવિડ સાથે પહોંચ્યો હતો. આ પહેલા તેણે વર્ષ 2016માં મહાકાલના દર્શન કર્યા હતા. જોકે તે સમયે તે ભસ્મ આરતીનો લાભ લઈ શક્યો ન હતો. આ પહેલી વખત છે જ્યારે તે ભસ્મ આરતીમાં સામેલ થઈ શક્યો છે. અક્ષર પટેલે મહાદેવના દર્શન કરીને કહ્યું હતું કે ભસ્મ આરતીનો લાભ લઈને અલૌકિક આનંદ પ્રાપ્ત થયો છે.

મહત્વનું છે કે અક્ષર પટેલ મંદિરમાં હોવાની વાત સામે આવતા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો પણ અક્ષર પટેલને જોવા અને તેની સાથે ફોટો ક્લિક કરાવવા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઈન્દોરમાં ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ એક માર્ચથી શરૂ થશે. તેવામાં તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા ક્રિકેટર ઈન્દોર પહોંચીને મહાદેવના આશીર્વાદ લેવા પણ આવી રહ્યા છે. અક્ષર પટેલ પહેલા અહીં કે એલ રાહુલ દર્શન કરી ચૂક્યા છે. તેણે પણ તાજેતરમાં જ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચો :-

Watch Video : ડાન્સ કરતા કરતા જતો રહ્યો જીવ, સબંધીના લગ્નમાં જ સબંધો ચીરીને જતો રહ્યો 19 વર્ષના યુવકનો જીવ 

0

Watch Video

  • Watch Viral Video: 25 ફેબ્રુઆરીની રાત્રે તેલંગનામાં એક 19 વર્ષના યુવકનું ડાન્સ કરતા મૃત્યુ થયું હતું. આ યુવક ડાન્સ કરી રહ્યો હતો કે અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો હતો.

હૈદરાબાદથી (Hyderabad) લગભગ 200 કિલોમીટર દૂર આવેલા નિર્મલ જિલ્લાના પારદી ગામમાં મહારાષ્ટ્રના (Maharashtra) રહેવાવાળા મોતિમ નામના યુવકનું મૃત્યુ. યુવક પોતાના એક સબંઘીના લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો અને અચાનક જ તેને હૃદય રોગનો હુમલો આવ્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો.

મહેમાનો યુવકને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં ફરજ પર રહેલા તબીબે યુવકને મૃત જાહેર કર્યો. તબીબોએ જણાવ્યું કે યુવકને હૃદય રોગનો હુમલો આવ્યો હશે. તેલંગનામાં 4 દિવસમાં આ બીજી ઘટના છે. 22 ફેબ્રુઆરીના રોજ પણ હૈદરાબાદના એક જીમમાં કસરત કરતી વખતે 24 વર્ષના એક પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુ થયું હતું.

લગ્નમાં ડાન્સ કરતા પટકાયો જમીન પર :

આ વીડિયોમાં જોવા મળતો યુવક નાદેડ જિલ્લાના કિનવટ તહસીલના શિવનીનો રહેવાસી છે. તેની ઉંમર 19 વર્ષ છે. તે હૈદરાબાદ પાસે 200 કિલોમીટર દૂર આવેલા નિર્મલ જિલ્લાના પારડી ગામમાં પોતાના સબંધીના લગ્નમાં ગયો હતો.

વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તે એક તેલુગુ ફિલ્મના ગીત પર ડાન્સ કરી રહ્યો છે. તે લગ્નના રિસેપ્શનમાં નાચી રહ્યો હતો પરંતુ લગભગ 45 સેકન્ડના વીડિયોમાં 33 સેકન્ડ પછી જોવા મળી છે કે તે ડાન્સ કરતા કરતા અચાનક સત્બ્ધ થઈ જાય છે અને ત્યાંજ ઢળી પડે છે.

Mallikarjun Kharge : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે આ શું બોલી ગયા? PM મોદી પર આપ્યું વિવાદિત નિવેદન

0

Mallikarjun Kharge 

  • Mallikarjun Kharge controversial statement on PM Modi : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Congress president Mallikarjun Kharge) રવિવારે  ભાજપના નેતૃત્વવાળી કેન્દ્રની મોદી સરકાર (Modi Govt) પર ‘અલોકતાંત્રિક’ થવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે લોકતંત્રને બચાવવા માટે લોકોએ સરકારની તાનાશાહી વિરુદ્ધ મજબૂતાઈથી લડવું પડશે. આ સાથે જ તેમણે પીએમ મોદી ઉપર પણ નિશાન સાંધ્યુ.

પરંતુ આ દરમિયાન તેઓ પીએમ પદની ગરિમા ભૂલી ગયા અને આપત્તિજનક નિવેદન આપ્યું. મલ્લિકાર્જૂન ખડગેએ ‘તુ તારી’ ની ભાષાનો ઉપયોગ કર્યો. અત્રે જણાવવાનું કે ખડગે કોંગ્રેસના ત્રણ દિવસના 65માં પૂર્ણ અધિવેશનના સમાપન પર છત્તીસગઢના જોરા ગામમાં આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.

શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષે?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરતા કહ્યું કે, ‘તારા જેવા અનેક આવ્યા અને ગયા.’ મલ્લિકાર્જૂન ખડગે આટલેથી જ ન અટક્યા તેમણે વધુમાં કહ્યું કે, ’56 ઈંચની છાતીનું શું કરીશું, લોકોને ખાવાનું અને રોજગાર આપો. જો આ (છાતી) એક ઈં પણ ઓછી થઈ જાય તો કોઈ મુશ્કેલી નહીં આવે, દુબળા થવાથી કોઈ મરતું નથી.’

કેન્દ્ર સરકાર લોકતાંત્રિક નથી -ખડગે

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કેન્દ્રમાં હાલની સરકાર લોકતાંત્રિક નથી. આ સરકાર જનતા માટે કામ કરતી નથી. આ સરકાર ફક્ત પોતાની તાનાશાહી ચલાવે છે. તેમણે દાવો કર્યો કે અમે ત્યાં (સંસદમાં) ગરીબો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને મહિલાઓ સંબંધિત મુદ્દાઓને ઉઠાવવા માટે સ્વતંત્ર નથી. મારું ભાષણ અને રાહુલજીનું ભાષણ  હટાવી દેવાયું. અમે કોઈ અપમાનજનક શબ્દોનો ઉપયોગ નથી કર્યો. અમે ફક્ત અદાણી વિશે સવાલ પૂછ્યો હતો.

આ પણ વાંચો :-