Home Blog Page 1156

સગા વ્હાલા વચ્ચે સિગારેટ ફૂંકતી જોવા મળી અનન્યા પાંડે ? વાયરલ Photo જોઈ ઉઠ્યા સવાલ

Ananya Pandey was seen smoking a cigarette among relatives 

  • બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં તેની કઝિન અલાના પાંડેની મહેંદી સેરેમનીમાં સામેલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીના લૂકે બધાના મન જીતી લીધા.

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) તાજેતરમાં તેની કઝિન અલાના (Cousin Ala) પાંડેની મહેંદી સેરેમનીમાં (Mehendi ceremony) સામેલ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીના લૂકે બધાના મન જીતી લીધા. પિંક કલરના ચણિયા ચોળીમાં અનન્યા કોઈ બાર્બી ડોલ જેવી લાગતી હતી. તેને જોઈને નેટિઝન્સે તેના ખુબ વખાણ કર્યા હતા. જો કે અલાનાના મહેંદી ફંકશનથી અનન્યાનો એક એવો ફોટો સામે આવ્યો કે બધા ચોંકી ગયા.

ઈન્ટરનેટ પર અનન્યા પાંડેની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટામાં અભિનેત્રી સ્મોકિંગ કરતી જોવા મળે છે. અનન્યા બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં સિગરેટ પીતી જોવા મળી છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં અનન્યાની ચારેબાજુ ગેસ્ટ જોવા મળી રહ્યા છે. જ્યારે અભિનેત્રી એક કોર્નરમાં સ્મોકિંગ કરતી જોવા મળે છે. જો કે હજુ સુધી આ તસવીરની પુષ્ટિ થઈ શકી નથી.

ટ્વિટર પર આ ફોટાને શેર કરતા @BEINGRADHEYA નામના એક યૂઝરે કટાક્ષ કરતા લખ્યું કે અનન્યા પાંડે પાસેથી આ પ્રકારે સ્મોકર હોવાની આશા નહતી. કઈ રીતે નેપો કિડ્સ હેલ્થ ફ્રીક હોવાની બડાઈઓ મારે છે.

અત્રે જણાવવાનું કે બહેન અલાનાની મહેંદી સેરેમનીમાં અનન્યાએ બેબી પિંક કલરના ખુબસુરત ફ્લોરલ ચણિયા ચોળી પહેર્યા હતા. અભિનેત્રીએ મિનિમલ જ્વેલરી અને ન્યૂડ મેકઅપ સાથે પોતાના લુકને કમ્પલિટ કર્યો હતો. આ લુક પર તેણે મિડલ પાર્ટેડ હેર સ્ટાઈલ પોની બનાવી હતી. આ બધાના કારણે અનન્યા કોઈ પરીથી જરાય કમ નહતી લાગતી.

અલાના પાંડેની વાત કરીએ તો તેણે પોતાની મહેંદી સેરમનીમાં ગ્રીન કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. તેના ચણિયા પર એમ્બ્રોઈડરી વર્ક કરેલું હતું. આ લુકમાં અલાનાએ પણ ફેન્સના દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો :-

Latest Gold Rate : ચાંદી તો સસ્તી થઈ પણ તો સોનું… જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

0
Latest Gold Rate
  • ભારતીય શરાફા બજારમાં આજે 16 માર્ચના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો. પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે.

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 16 માર્ચના રોજ સોનાના (Gold) ભાવમાં તેજી જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના (Gold and Silver) ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં તેજીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદીએ મહિનાના અંતમાં જબરદસ્ત કડાકો પણ જોયો.

પરંતુ એકવાર ફરીથી સોનું ઉચકાઈ રહ્યું છે. જોકે ચાંદીના  ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં સોનું 58500 અને ચાંદી 71000ની સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ સોનામાં 3000 રૂપિયા સુધીથી વધુનો અને ચાંદીમાં લગભગ 8000 રૂપિયા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. હવે એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે.

આજના સોના ચાંદીના ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 999 ટચનું 10 ગ્રામ સોનું 213 રૂપિયાના વધારા સાથે 58115ની સપાટીએ જોવા મળ્યું. જ્યારે 995 ટચનું સોનું 211 રૂપિયાના વધારા સાથે 57882ની સપાટીએ જોવા મળ્યું.

916 પ્યોરિટીવાળું સોનું 195 રૂપિયાની તેજી સાથે 53233ની સપાટીએ જોવા મળ્યું છે. 750 પ્યોરિટીવાળું સોનું 43586ની સપાટીએ અને 585 ટચનું સોનું 10 ગ્રામે 33997 રૂપિયાના ભાવે જોવા મળ્યું. ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક કિલોએ 361 રૂપિયાના ઘટાડા સાથે ભાવ 66500 પર પહોંચ્યા છે.

65,000 પહોંચવાનું અનુમાન :

વિશેષજ્ઞોનું અનુમાન છે કે આ દિવાળી સુધીમાં સોનું અને ચાંદી જબરદસ્ત ઉચકાઈ શકે છે. એક્સપર્ટે સોનાના ભાવ 65000 રૂપિયા અને ચાંદીના ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તાજેતરમાં 58500 રૂપિયાના હાઈ લેવલ સુધી પહોંચનારું સોનું ફરીથી ચડીને 58000 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યું છે. ચાંદીમાં જો કે હાલ તો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :-

ગમે તેટલો ગુસ્સો આવ્યો હોય આ 5 વસ્તુ ખાવાથી સુધરી જાય છે મૂડ. ગુસ્સો આવે તો કરી લો ટ્રાય

No matter how angry you are 

  • Food Good For Mood : ગુસ્સો આવતો હોય તો તેની પાછળ મુખ્ય કારણ પેટ હોય છે. જ્યારે પેટમાં કોઈ સારી વસ્તુઓ ન જાય તો મૂડ ખરાબ થવા લાગે છે અને ગુસ્સો આવે છે. તેની સાથે જ ખાવામાં કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી મૂડ સુધરી જાય છે.

મૂડ ખરાબ હોય અને ગુસ્સો (Gusso) આવતો હોય તો તેની પાછળ મુખ્ય કારણ પેટ હોય છે. જ્યારે પેટમાં કોઈ સારી વસ્તુઓ ન જાય તો મૂડ ખરાબ થવા લાગે છે અને ગુસ્સો આવે છે. તેની સાથે જ ખાવામાં (Eat) કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી મૂડ સુધરી જાય છે.

એક રિપોર્ટ અનુસાર જે લોકો વિટામિન ડી (Vitamin D) યુક્ત આહારનું સેવન કરે છે તેમને આ પ્રકારની સમસ્યા થતી નથી. જે લોકો વિટામિન ડી યુક્ત આહારનું સેવન નથી કરતા તે લોકોમાં ગુસ્સો વધારે જોવા મળે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કેટલીક વસ્તુઓની યાદી પણ બનાવી છે જેનું સેવન કરવાથી મૂળ સુધરે છે.

ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટ ન્યુરોને પ્રોડક્ટ કરે છે જે મૂડને સુધારે છે. એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે ડાર્ક ચોકલેટ ખાવાથી 70% લોકોમાં ડિપ્રેશન ના લક્ષણ જોવા મળ્યા નથી.

બદામ : બદામ મગજને તેજ કરે છે તે વાત સૌ કોઈ જાણે છે. બદામ સહિતના ડ્રાયફ્રુટમાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે મગજના ફંકશનને તુરંત સક્રિય કરે છે. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને મેમરી પણ સુધરે છે.

મસાલા : ભારતીય રસોઈમાં જે મસાલાનો ઉપયોગ થાય છે તે ખૂબ જ ફાયદાકારક છે. ભોજનમાં ઉપયોગમાં આવતા મસાલા મૂડને સુધારે છે. મસાલામાં ઘણા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે મગજને ફ્રી રેડીકલ્સથી મુક્ત કરે છે અને સ્ટ્રેસ વધવા દેતા નથી.

આ પણ વાંચો :-

 

આટલાં રૂપિયામાં તો કંઈ નથી મળતું જેટલામાં મળી રહી છે આ શાનદાર સ્માર્ટ વોચ !

Nothing can be found in such  

  • Smart Watch : આ વોચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે.

બૉલ્ટ (Boult) કંપનીએ એક નવી સ્માર્ટ વોચ (Smart watch) લોન્ચ કરી છે. Boult Audio Drift Plusમાં ઝિંક અલોય ફ્રેમ અને રાઈટ સાઈડમાં ફિઝિકલ બટન સાથે સ્કવેર ડાયલ આપવામાં આવ્યું છે. આ વોચ વૉટર રેસિસ્ટન્ટની સાથે IP68 રેટેજ છે. એમાં 500 nits પીક બ્રાઈટનેસ અને HD રિઝોલ્યૂશનની સાથે 1.85 ઈંચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

આ વોચમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. વોચ બ્લૂટૂથ કોલિંગને પણ સપોર્ટ કરે છે. સાથે તેમાં બિલ્ટ ઈન માઈક અને સ્પીકર છે. વોઈસ આસિસ્ટન્ટનો પણ સપોર્ટ છે. આ સાથે તેમાં હાર્ટ રેટ મોનિટર, બ્લડ ઓક્સીજન સેન્સર. સ્લીપ ટ્રેકર અને મેન્સ્ટ્રૂઅલ સાઈકલ મોનિટર પણ આપવામાં આવ્યું છે. તેમાં સિડેન્ટ્રી અને હાઈડ્રેશન રિમાઈન્ડર પણ છે.

આ વોચની બેટરી લાઈફ કંપનીના દાવા પ્રમાણે ખૂબ જ વધારે છે. સિંગલ ચાર્જમાં તે સાત દિવસ સુધી ચાલી શકે છે. સાથે તેમાં કેમેરા, મ્યુઝિક કંટ્રોલ, વેધર અપડેટ, નોટિફિકેશન્સ, ફાઈન્ડ માય ફોન અને મિનિ ગેમ્સના ફીચર્સ છે. આ વોચ એકદમ અફોર્ડેબલ છે. તેની કિંમત 1499 રૂપિયા છે. તેને ટેન, આઈસી બ્લ્યૂ, બ્લેક, બ્લેક કૉફી, ડેનિમ બ્લૂ અને સ્નો લેધર કલર ઓપ્શન આપવામાં વ્યા છે. આ વોચને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટથી ખરીદી શકાય છે.

આ પણ વાંચો :-

Farmers Income : ખેડૂતોની આવક બમણી કરવા ખાસ યોજના, કેવી રીતે મેળવી શકો છો લાભ ?

0

Special plan to double the income of farmers 

  • આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. એટલા માટે જ કેન્દ્ર સરકાર ખેતીના વિકાસ પર વધુ ભાર આપે છે. સાથે ખેડૂતોની આવક બમણી કરવાના સૂત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. ત્યારે કેટલીક એવી યોજનાઓ છે જેનાથી ખેડૂતોને ખુબ જ ફાયદો થાય છે.

ભારતમાં ખેડૂતોને (Farmers) અન્નદાતા માનવામાં આવે છે. ખેડૂતોના લીધે જ દેશમાં ધાન પાકે છે જેનાથી લોકોને પેટ ભરાય છે. એટલા માટે જ ખેડૂતોના ફાયદા માટે અનેક યોજનાઓ ચલાવાય છે. ત્યારે આવી જ એક યોજના કેન્દ્ર સરકાર (Central Govt) ખેડૂતોના લાભ માટે ચલાવે છે. જેમાં ખેડૂતોને સારું વ્યાજ મળે છે.

ખેડૂતો માટે KVP યોજના :

પોસ્ટ ઓફિસના માધ્યમથી કિસાન વિકાસ પત્ર એટલે કે KVP યોજના ચાલે છે. જેમાં ખેડૂતોને રોકાણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ખેડૂતોને પોસ્ટ ઓફિસની આ યોજનામાંથી સારું વળતર મળે છે. આ યોજનામાં ખેડૂતો માત્ર 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકે છે. જો કે આમા વધારે રૂપિયાનું રોકાણ કરવા અંગે કોઈ મર્યાદા નથી.

ઊંચા વ્યાજ દરથી સારી આવક :

આ યોજનામાં હાલ ખેડૂતોને 7.2 ટકા વ્યાજ કંપાઉન્ડિંગ આધાર પર વાર્ષિક આપવામાં આવે છે. આ યોજનામાં તમે ઈચ્છો તેટલા ખાતા ખોલાવી શકો છો. પરંતુ આ યોજનામાં માત્ર ખેડૂતો જ ખાતું ખોલાવી શકે છે.

યોજનામાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ પોતાના એકલાનું અથવા સંયુક્ત રીતે 3 સભ્યોનું ખાતું પણ ખોલાવી શકે છે. 10 વર્ષ અને તેથી વધુ ઉંમરના સગીરનું ખાતું વાલીને સાથે રાખી ખોલાવી શકાય છે.

ક્યારે બંધ કરાવી શકો છો આ ખાતું :

પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ કિસાન વિકાસ પત્ર યોજનાના ખાતાને બંધ કરવા માગતા હો તો રોકાણ કર્યાની તારીખથી 2 વર્ષ અને 6 મહિના બાદ બંધ કરાવી શકો છો. પરંતુ કેટલી ખાસ પરિસ્થિતિઓમાં ખાતાને સમયમર્યાદા પહેલાં પણ બંધ કરવામાં આવે છે. જો ખાતાધારકનું મૃત્યુ થાય, ગેઝેટેડ અધિકારી મારફત ગીરવે મુકો અને કોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવે ત્યારે સમય મર્યાદા પહેલા પણ ખાતું બંધ થઈ શકે છે.

આ પણ વાંચો :-

252 કરોડમાં વેચાયો એક ફ્લેટ : ભારતની સૌથી મોંઘી ડીલ, જાણો કોણ છે ખરીદનાર ધનવાન

0

A flat sold for 252 crores 

  • મુંબઈમાં એક આટલો મોંઘો સોદો થયો છે જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં એક લક્ઝુરિયસ ટ્રિપ્લેક્સ ફ્લેટ 252 કરોડમાં વહેંચાયો હતો.

માયાનગરી મુંબઈ (Mumbai) સપનાનું શહેર કહેવાય છે અને આ બોલિવૂડનું શહેર કહેવાતા મુંબઈમાં દરેક વ્યક્તિ પોતાનું ઘર બનાવવા માંગે છે. જો કે મુંબઈમાં પ્રોપર્ટીના (property) ભાવ આસમાને પહોંચી ગયા છે એ કારણે લોકો પોતાનું ઘર ખરીદી શકતા નથી. આ બધા વચ્ચે મુંબઈમાં એક આટલો મોંઘો સોદો થયો છે. જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જણાવી દઈએ કે અહીં એક લક્ઝુરિયસ ટ્રિપ્લેક્સ ફ્લેટ 252 કરોડમાં વહેંચાયો હતો.

18 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલો છે ફ્લેટ  :

આટલી મોંઘી કિંમતમાં વહેંચાયેલો આ ટ્રિપ્લેક્સ ફ્લેટ સાઉથ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલ છે છે અને આ ફ્લેટ 18 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં બનેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડીલને અત્યાર સુધીની સૌથી મોટી ડીલ ગણાવવામાં આવી રહી છે.

રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો મુંબઈ ફ્લેટની આ ડીલ દેશના જાણીતા ઉદ્યોગપતિ નીરજ બજાજ અને મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ગ્રુપ) વચ્ચે થઈ છે. જે 252 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

High Paying Jobs : આ 5 માંથી કોઈપણ કોર્સ કરો આસાનીથી મળશે ઊંચા પગારવાળી નોકરી !

0

High Paying Jobs 

  • કહેવાય છે કે સારી નોકરી જોઈતી હોય તો સારો અભ્યાસ પણ કરવો પડે. પણ હાલના સમયમાં એક મોટો સવાલ એ છેકે સારો અભ્યાસ કયો કહેવાય? એવું શું ભણવું જોઈએ કે આગળ જતાં મોટો પગાર મળે? જાણવા માટે આ આર્ટિકલ વાંચો…

High Paying 5 Courses : કહેવાય છેકે સારી નોકરી (Good Job) જોઈતી હોય તો સારો અભ્યાસ પણ કરવો પડે. પણ હાલના સમયમાં એક મોટો સવાલ એ છેકે સારો અભ્યાસ કયો કહેવાય? એવું શું ભણવું જોઈએ કે આગળ જતાં મોટો પગાર મળે? જાણવા માટે આ આર્ટિકલ વાંચો. તો વર્તમાન પરિસ્થિતિમાં સમયની માગ મુજબ એવા ઘણાં કોર્સ છે જે તમને તગડી કમાણી કરાવી શકે છે. જે કોર્સ તમારી લાઈફ બનાવી શકે છે.

જે કોર્સ તમને ઊંચા પગારવાળી (Highly paid) શાનદાર નોકરી અપાવી શકે છે. જો તમે આવો કોર્સ કરવા માંગતા હોવ. જે કર્યા પછી લાઈફ સેટ કરી શકાય અને તગડો પગાર મેળવી શકાય. તો આજે અમે તમારા માટે આવા કોર્સની યાદી લઈને આવ્યા છીએ. જો તમે આમાંથી કોઈ પણ કોર્સ કર્યો છે. તો અપેક્ષા છે કે થોડા અનુભવો પછી તમને દર મહિને લાખો રૂપિયાનો પગાર મળવાનું શરૂ થઈ જશે.

ડેટા સાયન્ટિસ્ટ :

આપણા જીવનમાં ડેટાની ભૂમિકા દિવસેને દિવસે વધી રહી છે. ડેટા સાયન્ટિસ્ટનું કામ ડેટાનું વિશ્લેષણ, ડેટા પ્રોસેસિંગ, ડેટા મોડ્યુલેટીંગ વગેરે કરવાનું છે. તેનો ફાયદો કંપનીના ભાવિ આયોજનમાં જોવા મળે છે. ડેટાના આધારે આગળનું આયોજન તૈયાર કરવામાં આવે છે. ડેટા સાયન્ટિસ્ટનો પ્રારંભિક પગાર વાર્ષિક 7 થી 10 લાખ રૂપિયા હોઈ શકે છે. જે અનુભવ પછી મહિને 2 થી 3 લાખ રૂપિયા થઈ શકે છે.

DevOps એન્જિનિયર :

DevOps એન્જિનિયરો કંપનીના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય રીતે ચલાવવા માટે જવાબદાર છે. તેમનું વાર્ષિક પેકેજ 7 લાખ રૂપિયા સુધીનું છે.

ફુલ વેબ ડેવલપર :

જેઓ વેબસાઈટના કોડિંગ, ફ્રન્ટએન્ડ અથવા ક્લાયન્ટ સાઈડ અને બેકએન્ડ તેમજ ડેટાબેઝ દ્વારા વેબસાઈટ બનાવવાનું કામ કરે છે તેમને ફુલ સ્ટેક ડેવલપર કહેવામાં આવે છે. તેમનો પ્રારંભિક પગાર વાર્ષિક 8 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

બ્લોકચેન એન્જિનિયર :

બ્લોકચેન ડેવલપર/બ્લોકચેન એન્જિનિયર બનવા માટે, તમારી પાસે ક્રિપ્ટોગ્રાફી, ડેટા સ્ટ્રક્ચર્સ, અલ્ગોરિધમ્સ, કોમ્પ્યુટર નેટવર્કિંગ વગેરે જેવા કૌશલ્યો પર કમાન્ડ હોવો આવશ્યક છે. આ કોર્સ કર્યા પછી, તમે 8 થી 10 લાખ રૂપિયાનું પેકેજ મેળવી શકો છો.

ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ:

અહેવાલો અનુસાર આગામી વર્ષોમાં ડિજિટલ માર્કેટિંગમાં લાખો જગ્યાઓ ખાલી હશે. આ કોર્સ પછી ભારતમાં સરેરાશ વાર્ષિક પેકેજ 4 થી 5 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-

એક વર્ષમાં 12 રૂપિયાનો શેર 1200 પર પહોંચી ગયો, લાખ રોક્યા હોય તો…

0

A share of 12 rupees reached 1200

  • ફાર્મા સેક્ટરની દિગ્ગજ કંપની અજંતા ફાર્માએ તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. જો કે તાજેતરના સમયમાં તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ લાંબા ગાળામાં આ શેરે મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.

ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપની અજંતા ફાર્માના (Ajanta Pharma) શેરે તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. જો કે બુધવારે આ શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. પરંતુ તે લાંબા ગાળે તેના રોકાણકારો (Investors) માટે મલ્ટિબેગર સાબિત થયું છે. અજંતા ફાર્માના શેરમાં પણ આગામી સમયમાં ઉછાળો આવી શકે છે.

બુધવારે શેર 1.11 ટકાના ઘટાડા સાથે રૂ. 1,191 પર બંધ થયો હતો. અજંતા ફાર્માના શેરે 12 વર્ષમાં તેના રોકાણકારોના રૂ. 1 લાખને રૂ. 1 કરોડમાં રૂપાંતરિત કર્યા છે. 12 થી 1200 રૂપિયા અજંતા ફાર્માના શેરની કિંમત 29 જાન્યુઆરી 2010 ના રોજ 12.14 રૂપિયા હતી. હાલમાં તે 1200ની નજીક છે.

છેલ્લા 5 દિવસમાં અજંતા ફાર્માના શેરમાં 3.97 ટકાનો ઘટાડો થયો :

જો આ સ્ટૉકના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરની વાત કરીએ તો તે 1427.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. તેનું 52 સપ્તાહનું નીચલું સ્તર 1061.77 રૂપિયા રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં અજંતા ફાર્માના શેરમાં 3.97 ટકાનો ઘટાડો થયો છે. આ સ્ટોક છેલ્લા એક મહિનામાં 2.10 ટકા ઘટ્યો છે. આ સ્ટોક છ મહિનામાં 8.52 ટકા ઘટ્યો છે. સ્ટોકમાં 10 હજાર ટકાનો ઉછાળો આવ્યો છે. હવે જો આપણે 29 જાન્યુઆરી, 2010 થી આ સ્ટોકના ગ્રોથ પર નજર કરીએ તો તેમાં 100 ગણો વધારો થયો છે.

અહીંથી શેરમાં ઘટાડો શરૂ થયો અને 11 મે, 2022ના રોજ રૂ. 1062.73ના 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યો. આ પછી આગામી ચાર મહિનામાં શેરમાં 34 ટકાનો ઉછાળો આવ્યો અને 9 સપ્ટેમ્બર 2022ના રોજ 1425.80ના સ્તરે પહોંચ્યો. જો કે, આ પછી અજંતા ફાર્માના શેરની ગતિ અહીં અટકી ગઈ અને ઘટાડાનો તબક્કો શરૂ થયો.

અજંતા ફાર્માનો શેર આગામી દિવસોમાં 16 ટકા સુધી ઉછળી શકે :

બજાર નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં આ સ્ટોક તેના વર્તમાન સ્તરથી 16 ટકા સુધી રિકવર થઈ શકે છે. તેનું માર્કેટ 15,512.75 કરોડ રૂપિયા છે. કંપની નફો વધારવાનો પ્રયાસ કરી રહી છે કંપની 2-3 વર્ષમાં તેનો નફો વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેથી કંપની ભારત સહિત એશિયા અને આફ્રિકામાં બ્રાન્ડેડ જેનરિક્સના સંદર્ભમાં ઝડપથી તેના વ્યવસાયનું વિસ્તરણ કરી રહી છે. જો કે યુએસ મંજૂરીમાં વિલંબને કારણે ટૂંકા ગાળામાં જેનરિકની વૃદ્ધિ ધીમી પડી શકે છે. પરંતુ સ્થાનિક બ્રોકરેજ ફર્મનું માનવું છે કે અજંતા ફાર્માનો શેર આગામી દિવસોમાં 16 ટકા સુધી ઉછળી શકે છે.

આ પણ વાંચો :-

Viral Video : રીલ્સ બનાવવાનો ક્રેઝ ,ગાડીમાંથી ખોબે ખોબે ઉડાવી નોટો, જુઓ વીડિયો

0

Viral Video

  • જોકે આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલી શાહિદ કપૂરની વેબ સિરીઝ ફરઝીમાં એક સીન હતો. જેમાં અભિનેતા અને તેનો મિત્ર પોલીસથી બચવા માટે રસ્તા પર નકલી ચલણી નોટો ફેંકતા જોવા મળે છે. આ સીન પર રીલ બનાવવા માટે આ યુવાનોએ ગુરુગ્રામમાં ચાલતી કારના ડેકીમાંથી નોટો રસ્તા પર ફેંકી દીધી હતી.

Viral Video : સોશિયલ મીડિયા પર રીલ્સ (Reels) બનાવવાનો ક્રેઝ ખૂબ જ બોલે છે. લોકો રીલ બનાવવા માટે કોઈપણ હદે જવાનું ચૂકતા નથી. હરિયાણાના (Haryana) ગુરુગ્રામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બે યુવકોએ રીલ બનાવતા અનેક લોકોના જીવ મુશ્કેલીમાં મુક્યા હતા.

જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલી શાહિદ કપૂરની (Shahid Kapoor) વેબ સિરીઝ ફરઝીમાં એક સીન હતો, જેમાં અભિનેતા અને તેનો મિત્ર પોલીસથી બચવા માટે રસ્તા પર નકલી ચલણી નોટો ફેંકતા જોવા મળે છે. આ સીન પર રીલ બનાવવા માટે આ યુવાનોએ ગુરુગ્રામમાં ચાલતી કારના ડેકીમાંથી નોટો રસ્તા પર ફેંકી દીધી હતી.

આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો અનુસાર સફેદ રંગની કારમાં બેઠેલા બે લોકોમાંથી એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે જ્યારે બીજો કારની ડેકીમાંથી નોટો ફેંકતો જોવા મળી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે. વીડિયો અનુસાર જે વ્યક્તિએ નોટ ફેંકી છે તેણે પોતાનો અડધો ચહેરો કપડાથી ઢાંકેલો છે.

મુખ્ય આરોપીઓની થઈ ગઈ ઓળખ :

પોલીસની તપાસમાં હજુ સુધી એ જાણી શકાયું નથી કે રસ્તા પર ફેંકવામાં આવેલી નોટો નકલી છે કે અસલી. આ વીડિયોને બે લોકોએ ઈન્સ્ટાગ્રામ પર રીલ તરીકે અપલોડ કર્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો :-

Tea Side Effects : શું તમે પણ વધેલી ચાને ફરીથી ગરમ કરીને પીવો છો ? 

Tea Side Effects

  • Harmfull Effects Of ReHeating Tea : ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાનું શરૂ કરી દે છે. આવું કરવાથી બચો. તે જ સમયે કેટલાક લોકો એવા છે જે બાકીની ચાને ફરીથી ગરમ કરીને પીવે છે. આવો આજે આપણે જાણીએ સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે.

ચા (Tea) એ ભારતીયોનું સૌથી પ્રિય પીણું છે અથવા તો તે બિનસત્તાવાર રીતે ભારતનું રાષ્ટ્રીય પીણું (National drink of India) બની ગયું છે. મોટી સંખ્યામાં એવા લોકો છે જે ચાને એટલો પ્રેમ કરે છે કે તેઓ તેને ઔષધિના રૂપમાં સેવન કરે છે. દૂધની (Milk) ચા એટલા બધા ક્રેઝી છે કે ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાનું શરૂ કરી દે છે. જો કે ખાલી પેટે ચાનું સેવન ક્યારેય ટાળવું જોઈએ. પરંતુ કેટલાક લોકો તેનાથી પણ મોટી ભૂલ કરે છે. જેઓ દિવસની બાકી રહેલી ચાને ફરી ગરમ કરીને પીવે છે.

હકિકતમાં આળસના કારણે ઘણા લોકો એકસાથે બનાવીને રાખે છે અને જ્યારે ઇચ્છે ત્યારે તેને ગરમ પીવે છે. જો કે ઘણા સંશોધનોમાં બતાવ્યા પ્રમાણે ચાને ફરીથી ગરમ કરવી નુકસાનકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે ચાને ફરી ગરમ કરવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે.

શા માટે ચાને ફરીથી ગરમ કરીને પીવી ન જોઈએ ?

આપણા માંના મોટાભાગના લોકો એવું વિચારે છે કે વારંવાર ચા બનાવવાને બદલે એકસાથે ચા બનાવીને તેને ગરમ રાખીને પીતા રહેવું વધુ સારું છે. પરંતુ ચાને ફરીથી ગરમ કર્યા પછી પીવાથી ચાનો સ્વાદ અને સુગંધ બંને બગડે છે. આ બંને વસ્તુઓ આપણને તાજી ચામાં જ મળે છે. એટલું જ નહીં ચાને ફરીથી ગરમ કરવાથી તેના ઘણા પોષક ગુણો પણ દૂર થઈ જાય છે.

ગંભીર બીમારીનું કારણ :

ફરી ગરમ કરેલી ચા પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે જ્યારે આપણે તૈયાર કરેલી ચાને ફરીથી ગરમ કરીએ છીએ ત્યારે તેમાંથી તમામ મિનરલ્સ અને સારા સંયોજનો બહાર આવે છે. તેનાથી તમારું પેટ ખરાબ થઇ શકે, ઝાડા, સોજો, પેટનું ફૂલવું, ઉબકા જેવી મોટી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-