દુલ્હનની17 કરોડની સાડી લગ્નમાં પાણીની જેમ વહાવ્યા પૈસા, સંસદમાં પણ થઈ હતી આ લગ્નની ચર્ચા

Share this story

Money flowed like water in the bride

  • India’s Most Expensive Wedding : કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની પુત્રી બ્રાહ્મણીના 16 નવેમ્બર 2016માં થયેલા લગ્નની જેટલી ચર્ચા થઈ તેટલી ભાગ્યે જ કોઈ લગ્નની થઈ હશે. રેડ્ડી પરિવારના બધા સભ્યો રાજાની જેમ તૈયાર થયા અને તેમણે કરોડો રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં પહેર્યા હતા. આ શાહી લગ્ન 5 દિવસ ચાલ્યા હતા.

ભારતમાં અનેક લગ્ન એવા છે જેમાં થયેલા ખર્ચને જાણીને લોકોની આંખો ફાટી જાય છે. હાલમાં જ બોલીવુડ સ્ટાર (Bollywood star) કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાના (Siddharth Malhotra) લગ્ને ખૂબ ચર્ચા મેળવી. પરંતુ દેશમાં કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની (Former Karnataka Minister Janardhan Reddy) પુત્રી બ્રાહ્મણીના 16 નવેમ્બર 2016માં થયેલા લગ્નની જેટલી ચર્ચા થઈ તેટલી ભાગ્યે જ કોઈ લગ્નની થઈ હશે.

જણાવવામાં આવે છે કે તે લગ્નમાં અંદાજિત 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણીએ લગ્નના દિવસે જે સાડી પહેરી હતી તેની કિંમત 17 કરોડ રૂપિયા હતી અને તેણે લગભગ 90 કરોડ રૂપિયાના ઘરેણા પહેર્યા હતા. લગ્નનું કાર્ડ પણ ખૂબ સ્પેશિયલ હતું.

ખાણ ગોટાળામાં જેલમાં જઈ આવેલ જી. જનાર્દન રેડ્ડી દ્વારા પોતાની પુત્રીના લગ્નમાં કરવામાં આવેલા અત્યંત ખર્ચને વિપક્ષે સંસદમાં પણ મુદ્દો બનાવ્યો હતો. નોટબંધી પછી થયેલા આ લગ્ન કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીના નિશાના પર રહ્યા. કેમ કે જનાર્દન રેડ્ડી કર્ણાટકમાં ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા. કોંગ્રેસના તત્કાલીન સાંસદ આનંદ શર્માએ સંસદમાં સરકારને પૂછ્યું કે લગ્નમાં ખર્ચ કરવા માટે 500 કરોડ રૂપિયા રેડ્ડીના પાસે ક્યાંથી આવ્યા. માયાવતી સહિત કેટલાંક અન્ય નેતાઓએ પણ લગ્નના ખર્ચ પર સવાલ ઉઠાવ્યા.

50 હજાર મહેમાન :

એક અનુમાન પ્રમાણે આ શાહી લગ્નમાં અંદાજિત 50,000થી વધારે મહેમાન પહોંચ્યા હતા. લગ્નના આમંત્રણ માટે એલસીડી સ્ક્રીન પ્લેઈંગ કાર્ડ બનાવવામાં આવ્યું હતું. તે બોક્સમાં આવે છે. જ્યારે ખોલવામાં આવે તો તેમાં રેડ્ડી પરિવાર પર ફિલ્માવવામાં આવેલ એક ગીત શરૂ થઈ જાય છે. તેમાં પરિવારના બધા લોકો પોતાના મહેમાનને લગ્ન માટે આમંત્રિત કરતા જોવા મળ્યા.

આ લગ્ન બેંગલુરુ પેલેસ ગ્રાઉન્ડમાં થયા હતા. લગ્નમાં આવનારા મહેમાનોને ગેટથી અંજર સુધી 40 લક્ઝરી બળદગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા. બોલીવુડના આર્ટ ડિરેક્ટરોએ વિજય નગર સ્ટાઈલના મંદિરોમાં અનેક સેટ તૈયાર કર્યા. ડાઈનિંગ એરિયાને બેલ્લારી ગામ જેવું ડિઝાઈન કરવામાં આવ્યું. બેલ્લારી રેડ્ડીનું હોમટાઉન છે.

મહેમાનોને લાવવા માટે 15 હેલિકોપ્ટર :

લગ્નમાં આવતા મહેમાનોને લાવવા માટે 2000 કેબ અને 15 હેલિકોપ્ટર ભાડે રાખવામાં આવ્યા હતા. બેંગલુરુની બધી ફાઈવ અને થ્રી સ્ટાર હોટલમાં લગભગ 1500 રૂમ રે્ડડી પરિવારે બુક કરાવ્યા હતા. આયોજન સ્થળ પર લગભગ 3000 સુરક્ષા કર્મચારી તહેનાત કરવામાં આવ્યા હતા. રેડ્ડી પરિવારના બધા સભ્યો રાજાની જેમ તૈયાર થયા અને તેમણે કરોડો રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં પહેર્યા હતા. આ શાહી લગ્ન 5 દિવસ ચાલ્યા હતા.

આ પણ વાંચો :-