શું તમારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું છે ? તો પહેલાં આ સમાચાર વાંચી લો

Share this story

શું તમારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું છે ? તો પહેલાં આ સમાચાર વાંચી લો

  • ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે.

શું તમે પણ ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license) કઢાવવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમે પણ તમારું વાહન ચલાવવા માટે સરકારનો પરવાનો રાખવા માંગો છો? તો તમારા માટે આ સમાચાર સૌથી અગત્યના છે. કારણકે, નિયમોમાં કેટલાંક જરૂરી ફેરફાર કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા બદલાયેલાં નિયમો જાણી લેજો નહીં તો તમને ધરમનો ધક્કો પડશે.

લાયસન્સ કઢાવતા પહેલાં ઘણાં લોકો વાહન શીખીને ટ્રાયલ માટેની તૈયારીઓ કરતા હોય છે. એટલું જ નહીં આની પ્રેક્ટિકલની સાથો-સાથ થિયરિકલ પરિક્ષા પણ લેવામાં આવે છે. જેમાં તમને ડ્રાઈવિંગ અંગેના નિયમો પૂછવામાં આવે છે. આ તમામ બાબતોની જાણકારી તમારી પાસે હોવી આવશ્યક છે. વાહન ચાલવતી વખતે રસ્તા પરના સાઈન બોર્ડ રોડ પરના વિવિધ સિગ્નલ અને વિવિધ નિશાન ચિન્હોનું શું મહત્ત્વ છે તેનો ખ્યાલ પણ તમને હોવો જોઈએ.

ઉલ્લેખનીય છેકે, અમદાવાદ શહેરના આરટીઓ વિભાગ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાની પ્રક્રિયાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. RTO દ્વારા લેવાયેલાં નિર્ણય મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ માટે હવે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે.

મહત્ત્વનું છેકે, આ પહેલાં ડ્રાઈવિંગ લાયસન્સની પ્રક્રિયાનો સમય અલગ હતો. અગાઉ સવારના 6.30થી રાત્રિના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો. ડ્રાઈવિંગ ટેસ્ટના સ્લોટ 15થી ઘટાડી 9 કરાયા છે. હવે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા આવતા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થતાં સમય અવધી પણ ઘટાડી દેવામાં આવી છે.

જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે. જેમાં ટુ વ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. નવા સમયપત્રકનો 13મી નવા સમયપત્રકથી વહેલી સવારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા ઇચ્છતા નોકરિયાત વર્ગને મુશ્કેલી પડશે.

આ પણ વાંચો :-