Gold Rate : સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, દાગીના-લગડી ખરીદવાના હોવ તો ખાસ જાણો રેટ

Share this story

Tremendous jump in the price  

  • Gold Rate Today : સોના અને ચાંદીમાં હવે આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. જો તમે સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર લેટેસ્ટ કિંમત ખાસ ચેક કરી લો..

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 14 માર્ચ 2023ના રોજ સોનું અને ચાંદી મોંઘા થયા છે. સોનાની કિંમત 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે. જ્યારે ચાંદીનો ભાવ (Silver price) 66 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટના 10 ગ્રામ સોનાનો  ભાવ 57772 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 66621 રૂપિયા પ્રતિ કિલો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 56968 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 57772 રૂપિયા પર આવી ગયું છે.

શું છે આજે સોના અને ચાંદીના ભાવ :

999 ટચનું 10 ગ્રામ સોનું 804 રૂપિયા મોંઘુ થઈને 57772 રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ 801 રૂપિયા વધીને 57541 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 ટચનું 10 ગ્રામ સોનું 737 રૂપિયા વધીને 52919ના સ્તરે પહોંચ્યું છે.

750 ટચનું સોનું 603 રૂપિયા મોંઘુ થઈને 43329ના સ્તરે પહોંચી ગયું છે.  585 પ્યોરિટીવાળું ગોલ્ડ 471 રૂપિયા વધીને 33797ના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 2955 રૂપિયા વધીને 66621 રૂપિયાના સ્તરે પહોંચી છે.

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ :

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો.

આ પણ વાંચો :-