દેશનું આ એક એવું ગામ, જ્યાં પુત્રીના લગ્ન માટે પહેલી પસંદ હોય છે ભીખારી ! ખાસ જાણો કારણ

Share this story

This is a village in the country

  • માટીથી બનેલી દીવાલો અને ઘાસની છતો. તૂટેલા દરવાજા અને પાણીથી ભરાયેલા રસ્તા. તમામ પુરુષો તમને એક જ વેશભૂષામાં જોવા મળશે. આ એક એવું ગામ છે જ્યાં રહેતા મોટાભાગના ભીખારી છે.

માટીથી બનેલી દીવાલો અને ઘાસની છતો, તૂટેલા દરવાજા અને પાણીથી ભરાયેલા રસ્તા… તમામ પુરુષો તમને એક જ વેષભૂષામાં જોવા મળશે. આ એક એવું ગામ છે જ્યાં રહેતા મોટાભાગના ભીખારી (Beggar) છે. અહીં વાત  થઈ રહી છે. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર પાસે આવેલા કાપડિયા વસાહતની. આશરે 4000ની વસ્તીવાળું આ ગામ દેશના પછાત ગણાતા ગામોમાંથી એક છે.

અહીં થોડો સમય વિતાવશો તો માલુમ પડશે કે દરેક વ્યક્તિના કાળા ગાઢ વાળ, મોટી મોટી મૂછો અને દાઢી તથા તેમણે ઢીલા કપડાં પહેર્યા હોય છે. ભગવા કૂર્તા અને ધોતીની સાથે માથા પર એક તિલક પણ જોવા મળશે. ગામમાં રહેતા 54 વર્ષના રામલાલ કહે છે કે જો અમે વાળ કપાવી નાખીએ અને પેન્ટ શર્ટ પહેરવાનું શરૂ કરી દઈએ તો અમારી આજીવિકા જતી રહેશે. અમે ભીખ ઉપર જ નિર્ભર છીએ. અહીં નાલોકો નોકરીઓ કરતા વધુ ભીખના માધ્યમથી રોજીરોટી રળવામાં વિશ્વાસ ધરાવે છે.

રામલાલ કહે છે કે તેમના પૂર્વજો વણઝારા હતાં. લગભગ 200 વર્ષ પહેલા તેઓ આ જગ્યા પર આવ્યા હતાં. નાના નાના ટેન્ટ લગાવીને તેઓ અહીં રોકાયા અને ભીખ માંગવા લાગ્યા હતાં. આ જ તેમની આવકનો એકમાત્ર રસ્તો હતો. આમ તો સામાન્ય રીતે એક જગ્યાએ થોભ્યા બાદ થોડા મહિના પછી તેઓ નવી જગ્યા શોધી લેતા હતાં. તેઓ કહે છે કે તેમણે તેમના દાદા અને પિતા પાસેથી સાંભળ્યું છે કે તે સમયે કાપડિયા વસ્તી અને આસપાસના વિસ્તારમાં રાજા માનસિંહનું રાજ હતું.

રાજાને અમારા પૂર્વજો ધાર્મિક લાગ્યાં અને તેમને કોઈ જોખમ ન લાગ્યું. રાજાએ પૂર્વજોને જમીન આપી અને અહીં રોકાઈ જવાનો આગ્રહ કર્યો. ત્યારબાદથી અમે અહીં એક જ જગ્યા પર રોકાઈ ગયાં અને ભીક્ષાના માધ્યમથી જીવન પસાર થતું રહ્યું. રામલાલ કહે છે કે અમે જે રીતે દેખાઈએ છીએ તેવા દેખાવવું જરૂરી છે. જો આમ ન રહીએ તો કોઈ ભીખ ન આપે. જો કે રામલાલ ભણેલા નથી પરંતુ તેઓ કૂર્તા પર પેન જરૂર રાખે છે.

અહીંના સ્થાનિક કોર્પોરેટર અશોક દુબે કહે છે કે કાપડિયાના લોકો સદીઓથી ભીખ માંગે છે. તેમણે ક્યારે પોતાના હાલાતને બદલવાનું વિચાર્યું નથી. આ તેમની ધારણા બની ગઈ છે કે નોકરીથી સારું તેમના માટે ભીખ માંગવાનું છે. નોકરી કરીને તેઓ 10000 રૂપિયા કમાઈ શકે છે જ્યારે ભીખ માંગીને તો ગમે તેટલા કમાઈ શકે છે. સ્પષ્ટ છે કે આવું શિક્ષણની કમીના કારણે છે.

તેમણે કહ્યું કે વિસ્તારમાં સરકારી શાળા છે. બાળકો જાય પણ છે પરંતુ ભણવા નહીં માત્ર મીડ ડે મિલ ખાવા માટે. શાળાની પાસે એક મંદિર છે જ્યાં મંગળ અને શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. આ લોકો અહીં જ ભીખ માંગે છે. અહીંથી જ તેમની ધારણા બની ગઈ છે. તહેવારોમાં બીજા રાજ્યોમાં જતા રહે છે. ભીખ માંગીને મોટી રકમ ભેગી કરે છે. 62 વર્ષની કેસરબાઈના 14 બાળકો છે. તેમની વિચારધારા એવી છે કે પુત્રીના લગ્ન માટે તેઓ એક ભીખારી જ શોધશે.

આ પણ વાંચો :-