HomeNationalકેરીના શોખીનો માટે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે સિઝન

કેરીના શોખીનો માટે સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે શરૂ થશે સિઝન

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Big news for mango lovers 

  • આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.

કેરીને (Keri) ફળોનો રાજા કહેવાય છે. કેરી પણ એક પ્રકારની નથી હોતી. ઢગલાબંધ પ્રકારની કેરી આવે છે. દરેક કેરીનો સ્વાદ નીરાળો હોય છે. એમાંય કેરીમાં સૌથી જે ફેમસ છે તે છે કેસર કેરી (Saffron Mango). કેરીના શોખીનો આખુ વર્ષ કેરીના રાહ જોતા હોય છે.

જ્યારે સિઝન શરૂ થાય ત્યારે મનભરીને કેરીની મજા માણતા હોય છે. કેરીનો રસ પણ પીતા હોય છે. કહેવાય છે કે જો તમે સિઝનમાં સારી કેરી મનભરીને ખાઓ તો આખુ વર્ષ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

કારણ કે કેરીમાં એવો પાવર હોય છે જે નેચરલ (Natural) રીતે તમારી બોડીને તમામ પોષક તત્વો આપીને પ્રોટેક્ટ કરે છે. જોકે, આ વખતે કેરીના શોખીનો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં ડિમાંડ અને સપ્લાયના નયમાનુસાર આ વખતે પણ બજાર માંગ અને જથ્થાની સ્થિતિને ધ્યાને લેતાં કેરીનો ભાવ ગત વર્ષો કરતા ઘણો ઊંચો હોવાની સંભાવના છે. જેથી કેરીના શોખીનોને સ્વાદ પુરો કરવા માટે વધારે રૂપિયા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.

ઉલ્લેખનીય છેકે હોળીના દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ પંથકો કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થતાં કેરીના પાકને નુકસાન થયું હતું.

જ્યારે સોમવારે ફરી પવનાના સૂસવાટા સાથે થયલા માવઠામાં આંબા પર તૈયાર થયેલ કેરીના ફળ ખરી પડ્યા છે. મોટા પ્રમાણમાં કેરી પડી જતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે. ખેડૂતના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.

બદલાતા વાતાવરણની સીધી અસર બાગાયતી પાકો પર પણ પડે છે. ત્યારે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પણ નિરાશા સાપડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે એક તરફ ઉનાળો શરૂ થઈ ચુક્યો છે. હોળી બાદ સામાન્ય રીતે ગરમીમાં વધારો થતો હોય છે અને સારા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે.

જોકે એના બદલે આ વખતે ભરઉનાળે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે દશા બેસાડ઼ી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારોમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એમાંય કેરી પકવતા ખેડૂતોને તો આખા વર્ષની મહેનત માથે પડી છે.

ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ઠેકાણે કમોસમી વરસાદે પરિસ્થિતિ ખરાબ કરી છે. જેમાં સોસિયા, ભાંખલ કે મણારની કેસર કેરીના પાકને માઠી અસર પહોંચી છે. એજ કારણ છેકે આ વખતે સિઝનની કેરી મોડી અને મોંઘી થવાનું અનુમાન વેપારી અને ખેડૂતો બન્ને લગાવી રહ્યાં છે.

અનિયમિત વાતાવરણથી ઠંડીનું પ્રમાણ વધ ઘટ થતાં આંબાઓ પર વિષમ પ્રકારની સીઝનથી માઠી અસર પડે છે. એમાંય વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આ વખતે કેટલાંક પંથકોમાં કેરીનો પાક ખરી જતા ઉત્પાદન અનિયમિત અને મોડું સર્જાય તેવી હાલ થઈ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img