Tuesday, Jun 17, 2025

High Paying Jobs : આ 5 માંથી કોઈપણ કોર્સ કરો આસાનીથી મળશે ઊંચા પગારવાળી નોકરી !

3 Min Read

High Paying Jobs 

  • કહેવાય છે કે સારી નોકરી જોઈતી હોય તો સારો અભ્યાસ પણ કરવો પડે. પણ હાલના સમયમાં એક મોટો સવાલ એ છેકે સારો અભ્યાસ કયો કહેવાય? એવું શું ભણવું જોઈએ કે આગળ જતાં મોટો પગાર મળે? જાણવા માટે આ આર્ટિકલ વાંચો…

High Paying 5 Courses : કહેવાય છેકે સારી નોકરી (Good Job) જોઈતી હોય તો સારો અભ્યાસ પણ કરવો પડે. પણ હાલના સમયમાં એક મોટો સવાલ એ છેકે સારો અભ્યાસ કયો કહેવાય? એવું શું ભણવું જોઈએ કે આગળ જતાં મોટો પગાર મળે? જાણવા માટે આ આર્ટિકલ વાંચો. તો વર્તમાન પરિસ્થિતિમાં સમયની માગ મુજબ એવા ઘણાં કોર્સ છે જે તમને તગડી કમાણી કરાવી શકે છે. જે કોર્સ તમારી લાઈફ બનાવી શકે છે.

જે કોર્સ તમને ઊંચા પગારવાળી (Highly paid) શાનદાર નોકરી અપાવી શકે છે. જો તમે આવો કોર્સ કરવા માંગતા હોવ. જે કર્યા પછી લાઈફ સેટ કરી શકાય અને તગડો પગાર મેળવી શકાય. તો આજે અમે તમારા માટે આવા કોર્સની યાદી લઈને આવ્યા છીએ. જો તમે આમાંથી કોઈ પણ કોર્સ કર્યો છે. તો અપેક્ષા છે કે થોડા અનુભવો પછી તમને દર મહિને લાખો રૂપિયાનો પગાર મળવાનું શરૂ થઈ જશે.

ડેટા સાયન્ટિસ્ટ :

આપણા જીવનમાં ડેટાની ભૂમિકા દિવસેને દિવસે વધી રહી છે. ડેટા સાયન્ટિસ્ટનું કામ ડેટાનું વિશ્લેષણ, ડેટા પ્રોસેસિંગ, ડેટા મોડ્યુલેટીંગ વગેરે કરવાનું છે. તેનો ફાયદો કંપનીના ભાવિ આયોજનમાં જોવા મળે છે. ડેટાના આધારે આગળનું આયોજન તૈયાર કરવામાં આવે છે. ડેટા સાયન્ટિસ્ટનો પ્રારંભિક પગાર વાર્ષિક 7 થી 10 લાખ રૂપિયા હોઈ શકે છે. જે અનુભવ પછી મહિને 2 થી 3 લાખ રૂપિયા થઈ શકે છે.

DevOps એન્જિનિયર :

DevOps એન્જિનિયરો કંપનીના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને યોગ્ય રીતે ચલાવવા માટે જવાબદાર છે. તેમનું વાર્ષિક પેકેજ 7 લાખ રૂપિયા સુધીનું છે.

ફુલ વેબ ડેવલપર :

જેઓ વેબસાઈટના કોડિંગ, ફ્રન્ટએન્ડ અથવા ક્લાયન્ટ સાઈડ અને બેકએન્ડ તેમજ ડેટાબેઝ દ્વારા વેબસાઈટ બનાવવાનું કામ કરે છે તેમને ફુલ સ્ટેક ડેવલપર કહેવામાં આવે છે. તેમનો પ્રારંભિક પગાર વાર્ષિક 8 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે.

બ્લોકચેન એન્જિનિયર :

બ્લોકચેન ડેવલપર/બ્લોકચેન એન્જિનિયર બનવા માટે, તમારી પાસે ક્રિપ્ટોગ્રાફી, ડેટા સ્ટ્રક્ચર્સ, અલ્ગોરિધમ્સ, કોમ્પ્યુટર નેટવર્કિંગ વગેરે જેવા કૌશલ્યો પર કમાન્ડ હોવો આવશ્યક છે. આ કોર્સ કર્યા પછી, તમે 8 થી 10 લાખ રૂપિયાનું પેકેજ મેળવી શકો છો.

ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ:

અહેવાલો અનુસાર આગામી વર્ષોમાં ડિજિટલ માર્કેટિંગમાં લાખો જગ્યાઓ ખાલી હશે. આ કોર્સ પછી ભારતમાં સરેરાશ વાર્ષિક પેકેજ 4 થી 5 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો :-

Share This Article