Home Blog Page 1142

29 માર્ચ 2023, આજનું રાશિફળ : ગણપતિ બાપાની કૃપાથી આ રાશિના જાતકોનો બુધવાર રહેશે અતિ મંગળમય

29 March 2023, Today’s Horoscope: With the grace of Lord Ganapati, this zodiac sign

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જણાય. આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં પ્રેમ વધે. જૂના રોકાણોથી લાભ. તથા નવા રોકાણો યોગ્ય રીતે થાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

વૃષભઃ
મોજશોખ વધતાં ખર્ચનું પ્રમાણ પણ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સાચવવું. લીવરની સમસ્યાથી સાચવવું.

મિથુનઃ
સ્વભાવમાં વિનોદીવૃત્તિ રહે. આવકનો સ્ત્રોત વધતો જણાય છે. પરિવારના સભ્યો સાથે વાદવિવાદ ટાળવા. નવા નાણાકીય રોકાણો સારી રીતે કરી શકાય. ધંધાકીય રીતે પ્રગતિ જળવયા. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

કર્કઃ
માનસિક શાંતિ જળવાય. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં આનંદ, ઉત્સાહ, પ્રેમ જળવાય. માતાપિતાનો સાથ સહકાર મળતો જણાય. એમની ચિંતા ઓછી થાય. દામ્પત્ય જીવનમાં આનંદ.

સિંહઃ
તમામ ક્ષેત્રે આનંદ, ઉત્સાહનો અનુભવ થાય. આવક વધે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કન્યાઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શકય બને. પરિવારમાં ઉગ્રતા ટાળવી. નવા રોકાણો કરતી વખતે સાવચેતી જરૂરી. ઠંડાપીણા, મિનરલ વોટર, ટ્રાવેલિંગના ધંધામાં લાભ.

તુલાઃ
શરીરમાં આળસ વધે. પરિવારમાં લાગણીશીલતાનું પ્રમાણ વધશે. નાણાકીય રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે.

વૃશ્ચિકઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ ઘટે. નાના ભાઈ બહેનોની તબિયત સાચવવી. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાય. આરોગ્યની કાળજી જરૂરી.

ધનઃ
માનસિક આનંદ વર્તાય. જીવનની સમસ્યાઓ વ્યવહારિક રીતે હલ કરી શકશો. કોમ્પ્યૂટર, પેકેજિંગ, કોમ્યુનિકેશનના ધંધામાં લાભ મળશે. સ્થાવર-જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ખોટી સોબતથી સાચવવું.

મકરઃ
આધ્યાત્મિકતા વધે. સામાજિક કાર્યોમાં રૂચિ વધે. માન-સન્માન વધતા જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ કરી શકાય. નાણાકીય રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. આરોગ્ય સાચવવું.

કુંભઃ
મનોબળ વધે. નાણાંનો બગાડ અટકાવવો. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. શેરબજારમાં લાભ. સ્ત્રીવર્ગ તરફથી ફાયદો. સંતાનની ‌િંચતા ઓછી થાય. નવું જાણવા-શીખવાનો યોગ બને છે. ધંધામાં સફળતા મળતી જણાય

મીનઃ
ગુસ્સામાં વધારો થતો જણાય. આવક વધે. પરિવારમાં શાંતિ જળવાય. જૂના રોકાણોથી લાભ. નવા રોકાણો ફાયદાકારક પૂરવાર થાય. માતૃસુખ વધે. ટ્રાવેલિંગ તથા પાણીને લગતા ધંધામાં લાભ.

આ પણ વાંચો :-

IIT મુંબઈમાં આપઘાત કરનાર ગુજરાતી વિદ્યાર્થીના મોતનું ખુલ્યું રહસ્ય, હાથ લાગ્યો મહત્વનો પુરાવો

The mystery of the death  

  • IIT Bombay Student Suicide : IIT બોમ્બેમાં અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીનો આપઘાત. કેમિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાતમા માળેથી ઝંપલાવી ટૂંકાવ્યું જીવન.

IIT બોમ્બેમાં (Mumbai) અભ્યાસ કરતાં ગુજરાતના (Gujarat) વિદ્યાર્થીએ સાતમા માળેથી પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. 12 ફેબ્રુઆરી 2023ના રોજ બોમ્બે IITમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીએ હોસ્ટેલ બિલ્ડિંગના (Hostel Building) સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે સીટની રચના કરી હતી અને ત્યારથી સીટ આ કેસની તપાસ કરી રહી હતી. આ કેસની તપાસમાં સીટને એક મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. દર્શન સોલંકીની સ્યૂસાઈટ નોટ હાથમાં લાગી છે.

શું છે સ્યૂસાઈડ નોટમાં :

દર્શન સોલંકીના મોત બાદ પોલીસને સ્યૂસાઈડ નોટ મળી ન હતી. પરંતુ હવે મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. મુંબઇ પોલીસની વિશેષ તપાસ ટીમને એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેના હોસ્ટેલના સાથીના નામનો ઉલ્લેખ કર્યો છે. આ નોંધમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી પજવણીનો ઉલ્લેખ કરાયો છે.

વિદ્યાર્થીનું નામ પમ લખવામાં આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં દર્શને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીનું નામ આપ્યું છે તે હોસ્ટેલમાં તેના ફ્લોર પર રહે છે અને તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેણે દર્શનને ધમકી આપી હતી જે પછી લાગી આવતાં દર્શને આપઘાત કરી લીધો હતો.

દર્શન રમેશ સોલંકી પવઈના આઈઆઈટીમાં બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. વિદ્યાર્થીએ ત્રણ મહિના પહેલા જ કોર્સમાં એડમિશન લીધું હતું. તેની સેમેસ્ટરની પરીક્ષા શનિવારે જ સમાપ્ત થઈ હતી. તપાસમાં માલૂમ પડ્યું કે દર્શન સોલંકી હોસ્ટલસ 16 બીના આઠમા માળ પર રહેતો હતો.

દર્શને હોસ્ટેલના સાતમા માળથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. જ્યારે તે નીચે કૂદ્યો તો જોરથી અવાજ આવ્યો. તો તરત જ અન્ય વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા હતા. તેઓએ જોયુ તો દર્શન જમીન પર લોહીથી લથબથ પડ્યો હતો. દર્શન સોલંકીના મોત બાદ પોલીસને મૃતક વિદ્યાર્થી પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. પરંતુ હવે એક નોંધ મળી આવી છે.

બોમ્બે આઈઆઈટીના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોત મામલે તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેઓએ કોઈના દબાણ અને ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો તેમજ તટસ્થ તપાસ કરવા કહ્યુ હતું.

આ પણ વાંચો :-

આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો ! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ, જાણો કેમ ? 

0
Textbooks
  • New Books From Next Year : દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર 2024-25થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય 2024-25 સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે.

દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર 2024-25થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય (Ministry of Education) 2024-25 સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે. આ પુસ્તકોને પ્રાંતીય ભાષાઓમાં (Provincial languages) પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ તેમને ડિજિટલ પ્લેટફોર્મ (Digital platform) ઉપર પણ ભણાવી શકાશે.

અધિકારીઓના જણાવ્યાં મુજબ નવા પુસ્તકો વિદ્યાર્થીઓની ક્ષમતાના આધારે હશે. તેમાં વધુમાં વધુ એક્ટિવિટી પર ભાર મૂકાશે. એક ટોપ અધિકારીએ જણાવ્યું કે અમે આ પુસ્તકોને તૈયાર કરનારા નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને કહ્યું છે કે તેઓ ક્ષમતા આધારિત એપ્રોચ અપનાવે જેથી કરીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ વિચારે અને શીખેલા કોન્સેપ્ટનો ઉપયોગ કરે.

ઓક્ટોબરમાં લોન્ચ થયું NCF :

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ગત વર્ષ 20 ઓક્ટોબરના રોજ ફાઉન્ડેશનલ સ્ટેજ (3-8 વર્ષ) માટે NCF લોન્ચ કરાયું હતું. NCF નવી નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) મુજબ લાવવામાં આવ્યું છે. જેમાં 3થી 8 વર્ષની ઉંમરના બાળકો માટે રમકડાં આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. મિડલ અને સેકન્ડરી લેવલ (12માં ધોરણ માટે) માટે NCF ને હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એ વાતની શક્યતા છે કે તેને વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે.

પહેલા-બીજા  ધોરણ માટે પુસ્તકો તૈયાર :

નેશનલ સ્ટીરિંગ કમિટીનું નેતૃત્વ કસ્તૂરીરંગને કર્યું. તેઓ સમગ્ર NCF તૈયાર કરી રહ્યા છે. તેમણે સોમવારે પહેલા અને બીજા ધોરણ માટે તૈયાર કરાયેલા લર્નિંગ મટિરિયલનું મુલ્યાંકન કરવા માટે મુલાકાત લીધી. અધિકારીઓએ જણાવ્યું કે પહેલા અને બીજા ધોરણ માટે પુસ્તકો લગભગ તૈયાર છે. જેને આ મહિનાના અંત સુધીમાં લોન્ચ કરી દેવાશે. તેમણે કહ્યું કે તમામ નવા પુસ્તકોને (દરેક લેવલ પર) આઠમી અનુસૂચિ હેઠળ પ્રાંતિય ભાષાઓમાં પણ પબ્લિશ કરાશે.

હકીકતમાં એવું માનવામાં આવે છે કે પોતાની માતૃભાષામાં અભ્યાસ કરવાથી ઘણા ફાયદા થાય છે. ફાઉન્ડેશનલ લેવલ પર બાળકો માટે તે વધુ જરૂરી બનતું હોય છે. તેનો ઉલ્લેખ NEPમાં પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

બ્રેકિંગ : સરકારી પૈસે લીલા લહેર કરનાર ગુજરાતના મહાઠગ કિરણ પટેલની પત્નીની કરાઈ ધરપકડ

0

Breaking 

  • Kiran Patel Wife Arrested : ઠગબાજ કિરણ પટેલના પત્નીની ધરપકડ થઈ. કિરણ પટેલના પત્ની માલિનીની ધરપકડ થઈ. ક્રાઈમબ્રાંચે માલિનીની ધરપકડ કરી.

ગુજરાત સરકારને (Gujarat Govt) ઉઠા ભણાવનાર અને સરકારી પૈસે તાગડધિન્ના કરનાર મહાઠગ કિરણ પટેલ  (Mahathug Kiran Patel) મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. કિરણ પટેલ (Kiran Patel) હાલ કાશ્મીરની જેલમાં બંધ છે. પરંતું અમદાવાદમાં (Ahmedabad) તેની કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલની પત્ની માલિની પટેલની (Malini Patel) ધરપકડ કરાઈ છે. માલિની પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં પટેલ દંપતી સામે મકાન પચાવી પાડી છેતરપીંડી કરવાની ફરિયાદ દાખલ થઈ છે.

PMOમાં એડિશનલ ડાયરેક્ટર હોવાનું કહીને જમ્મુ કાશ્મીરમાં સિક્યુરિટી મેળવનાર કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં કિરણ પટેલ મામલે મોટા ખુલાસા થયા છે. નકલી અધિકારી કિરણ પટેલ ઘોડાસર વિસ્તારની પ્રેસ્ટિજ સોસાયટીમાં રહે છે.

એક વર્ષ પહેલા જ તેણે અમદાવાદના સિંધુભવન રોડ પર એક બંગલામાં રહે છે. જ્યાં તે હવે પરિવાર સાથે રહે છે. તે રાજકીય લોકો સાથેના ફોટાઓ બતાવી રૌફ જમાવતો હોવાનું પણ ખૂલ્યું છે. એટલુ જ નહિ,તેની સામે અનેક ગુનાઓ પણ નોઁધાયા છે. તેની સામે વડોદરામાં પણ ગુનો નોંધાયો છે.

પતિ પત્નીએ મળીને બંગલો પચાવ્યો હતો :

જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલએ PMOના ક્લાસ વન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો. જે બાદ જગદીશ પટેલ એ ઠગ કિરણ પટેલને પોતાનો બંગલો રીનોવેશન નો કોન્ટ્રાકટ આપ્યો હતો.

કિરણ પટેલ અને તેની પત્ની માલિની સાથે મળીને સિંધુભવન પાસે આવેલ નિલકમલ ગ્રીન બંગલાના રીનોવેશન ના 35 લાખ રૂપિયા મેળવી કામ પૂર્ણ કર્યા બાદ બંગલાના માલિક જગદીશ ભાઈ બહારગામ જતા જ ઠગ દંપતીએ બંગલામાં હવન અને વાસ્તુ પૂજન કરાવ્યું હતું.

જેમાં બિઝનેસમેન અને પોલિટિકલ વ્યક્તિને મહેમાન તરીકે બોલાવી આ બંગલો કિરણ ખરીદ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે બંગલાની બહાર કિરણ પટેલ એ પોતાના નેમ પ્લેટ વાળું બોર્ડ લગાવ્યું હતું. જે બાદ પૂજા કરતા ફોટો અને બંગલાના ફોટો સાથે સિવિલ કોર્ટમાં ખોટો દાવો કર્યો હતો..જેને લઈ જગદીશ ચાવડાએ ક્રાઈમ બ્રાંચ ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો :-

 

ગુજરાતની દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું, માછીમારો ગભરાયા

0

A mysterious creature was found

  • Electric Fish In Gujarat Sea : પ્રથમવાર ગુજરાતના દરિયાકાંઠે વિદ્યુત માછલીઓ શોધી કઢાઈ… આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે.

ગુજરાતને દેશમાં સૌથી મોટી 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો (Sea ​​Shore) મળ્યો છે. ગુજરાતનો દરિયો રહસ્યોથી ભરેલો છે. બાર ગાઉએ બોલી બદલાય… તે અહી જગ્યાએ જગ્યાએ ગુજરાતના (Gujarat) દરિયા કિનારાનું મોસમ અને મિજાજ બદલાતું રહે છે. ગુજરાતનો દરિયા કિનારો છીછરો છે. તેથી તેમાં એવુ બધુ સમાયેલું છે. જે રહસ્યો જેવું લાગે. ત્યારે ગુજરાતના રહસ્યી દરિયાઈ દુનિયામાંથી એક રહસ્યમયી જીવ મળી આવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠેથી પહેલીવાર વિદ્યુત માછલી મળી આવી છે. જે કરંટ આપે છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જીયોલોજી વિભાગના અધ્યાપક ડો.પી.સી.મંકોડીના ગાઈડન્સમાં પીએચડીના વિદ્યાર્થી ધવલ ભટ્ટ દ્વારા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા પર એક રિસર્ચ હાથ ધરાયુ હતું. જેમાં કાસ્થિમત્સ્ય વર્ગની વિધુત માછલી મળી આવી છે.

શું છે વિદ્યુત માછલી :

આ નામ તેને તેની વિદ્યુત ઉત્પન્ન કરવાની શક્તિને લીધે મળ્યું છે. આ માછલી શિકાર કરવા અને શિકારીથી બચવા વીજળીનો ઉપયોગ કરે છે. તેના શરીરમાં જ ઈલેક્ટ્રોસાઈટસ કહેવાતા નાના નાના બેટરીના સેલ જેવા કોષો વીજળીનો સંગ્રહ કરે છે અને શિકાર કરતી વખતે અથવા શિકારીનો ભય હોય ત્યારે આ બધા કોષઓ એકસાથે ડીસ્ચાર્જ થાય છે. આથી ૬૦૦ વોલ્ટ જેટલી વીજળીનો આંચકોએ આપી શકે છે.

આ પણ વાંચો :-

Rahul Gandhi Notice Bungalow : રાહુલ ગાંધીને સરકારી બંગલો કરવો પડશે ખાલી,હાઉસિંગ કમિટીએ ફટકારી નોટિસ

0

Rahul Gandhi

  • લોકસભામાંથી સદસ્યતા રદ થયા બાદ હવે લોકસભા હાઉસિંગ કમિટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા ફાળવવામાં આવેલા સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ મોકલી છે.

જણાવી દઈએ કે સુરત કોર્ટે રાહુલ ગાંધીની (Rahul Gandhi) બે વર્ષની સંસદની સદસ્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. હાલ રાહુલ ગાંધી 12 તુગલક લેનમાં સરકારી બંગલામાં (Government Bungalow) રહે છે. તેઓએ 30 દિવસમાં એટલે કે 22 એપ્રિલ સુધીમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવો પડશે.

તમને જણાવી દઈએ કે સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ શનિવારે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર પ્રશ્નો પૂછ્યા. તેમણે કહ્યું કે દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક કેસમાં બે વર્ષની સજા સંભળાવ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ શુક્રવારે સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે.

સાવરકર પર રાહુલ ગાંધીએ આપેલા નિવેદન આપ્યું હતું :

સાવરકર પર રાહુલ ગાંધીએ આપેલા નિવેદન પર ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ તથા જૂથના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ પણ વીર સાવરકર અમારી પ્રેરણા છે.

સંસદ સદસ્યતા જતા રાહુલ ગાંધીએ ટ્વિટર પ્રોફાઈલમાં કર્યો બદલાવ :

રાહુલ ગાંધીને સુરતની અદાલત દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે અને બે વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમનું લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આને લોકશાહીની હત્યા ગણાવી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ સાંસદે ટ્વિટર પર પોતાનો બાયો બદલ્યો છે અને પોતાને કોંગ્રેસ પાર્ટીના સભ્ય ગણાવતા, તેમણે પોતાને ડિસ ક્વોલિફાઈડ સાંસદ જાહેર કરી દીધા છે.

આ પણ વાંચો :-

માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો’, નકામા નેતાઓને 

0

Vote for the worker

  • માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો’, ભાજપ નેતા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે.

લોકસભા (Lok Sabha) ચૂંટણી અગાઉ ભાજપ અત્યારથી જ ચૂંટણીલક્ષી (Electoral) કામગીરીમાં જોતરાઇ ગયું છે. ચૂંટણીના પડગમ ધીમે ધીમે વાગી રહ્યા છે ત્યારે ભાજપ નેતા અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) લોકસભાની ચૂંટણી પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેઓ જણાવ્યું કે જો લોકોને કામ પસંદ આવ્યું હોય તો મત આપજો.

ગડકરીએ સોમવારે નાગપુર ખાતે ડો.મોહન ધારિયા નેશન બિલ્ડીંગ એવોર્ડ સમારોહમાં હાજરી આપી આ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું મત માટે માખણ લગાવવા નથી આવ્યો ‘ દેશમાં ચાલતા બાયો ફ્યુઅલ અને વોટરશેડ કન્ઝર્વેશન સહિત અનેક પ્રયોગો કરી રહ્યો છું.

જે ગમે અને કામ શરૂ લાગે તો બરોબર બાકી મને મત આપશો નહીં. હું લોકપ્રિય રાજકારણ માટે બહુ માખણ લગાવવા તૈયાર નથી. માખણ લગાડનારને નહીં, કામ કરનારને વોટ આપો, નહીંતર કાઢી મૂકો’, તેવું પણ નીતિન ગડકરીએ અંતમાં ઉમેર્યું હતું.

રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી !

વધુમાં ગડકરીએ કહ્યું કે રાજનીતિનો અર્થ સામાજિક કાર્ય, રાષ્ટ્રીય મુદ્દાઓનું નિરાકરણ અને વિકાસ સાથે જોડાયેલા મુદાપર કામ કરવું, તેમણે એમ પણ કહ્યું કે રાજકારણ પૈસા કમાવવાનો ધંધો નથી. ‘ સામાજિક-આર્થિક પરિવર્તનએ રાજકારણનું મુખ્ય લક્ષ્ય છે.

આધુનિક વિશ્વમાં સફળતાની મુખ્ય ચાવી ટકાઉ વિકાસ છે. પર્યાવરણ વિના વિકાસ ટકાઉ નથી. આધુનિક વિશ્વમાં વિકાસ એટલો જ મહત્વપૂર્ણ છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રના વિકાસ માટે વાંસના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. ગડકરીના આ ભાષણ બાદ ચર્ચા જાગી છે.

આ પણ વાંચો :-

અદાણી બાદ મુકેશ અંબાણીની ખુરશી પણ ખતરામાં, એશિયામાંથી છીનવાઈ શકે છે બાદશાહત

0

After Adani, Mukesh Ambani, the empire

  • Reliance Share Price : કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે. એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) શેરમાં આજે તેજી જોવા મળી રહી છે. પરંતુ લાંબા સમયથી રિલાયન્સના શેર મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ કારણે કંપનીના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે 11.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. અત્યારે તે 75.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 12મા નંબરે છે.

એશિયાઈ અમીરોની યાદીમાં અંબાણી નંબર વન પર છે. પરંતુ તેમની ખુરશી જોખમમાં છે. તેનું કારણ એ છે કે ચીનના ઝોંગ શૈનશૈન (Zhong Shanshan)તેમનાથી બે સ્થાન પાછળ છે. જેઓ વિશ્વમાં 14મા અને એશિયામાં બીજા ક્રમે છે. શૈનશૈનની નેટવર્થમાં આ વર્ષે $26.5 મિલિયનનો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ $67.6 બિલિયન છે. અંબાણી અને શૈનશૈનની નેટવર્થમાં $8.2 બિલિયનનો તફાવત છે.

ઝોંગે ડિસેમ્બર 2020માં એશિયામાં અંબાણીને પાછળ છોડી દીધા હતા. પરંતુ તેમનું શાસન લાંબું ચાલ્યું નહીં. મુકેશ અંબાણીએ થોડા જ દિવસોમાં તેમને પછાડી દીધા હતા. ચીનની બહાર ભાગ્યે જ કોઈ તેમને ઓળખે છે. એપ્રિલ 2020 માં Beijing Wantai Biological Pharmacy Enterprise Co.ને પબ્લીકલી જાહેર કરવામાં આવી હતી. આ પછી થોડા મહિનાઓ માં બોટલબંધ પાણી બનાવતી તેમની કંપની Nongfu Spring Co.નું હોંગકોંગમાં જોરશોરથી લિસ્ટિંગ થયું હતું.

આ બંને શેરોમાં અનેક ગણો વધારો થયો છે. આ કારણે ઝોંગની નેટવર્થમાં ઉછાળો આવ્યો છે. હાલમાં તે ચીનના અમીરોની યાદીમાં પ્રથમ અને એશિયાના અમીરોની યાદીમાં બીજા સ્થાને છે. ભારતના ગૌતમ અદાણી એશિયામાં ત્રીજા અને વિશ્વમાં 21મા ક્રમે છે. તેમની નેટવર્થમાં આ વર્ષે રેકોર્ડ $60.7 બિલિયનનો ઘટાડો થયો છે.

કોની કમાણી છે સૌથી વધારે :

આ વર્ષે વિશ્વના ટોચના 10 અમીરોમાંથી માત્ર વોરેન બફેટની (Warren Buffett) જ સંપત્તિમાં ઘટાડો થયો છે. બાકીના બધા અમીરો બંને હાથે કમાયા છે. ટેસ્લાના (Tesla) સીઈઓ ઈલોન મસ્ક (Elon Musk)કમાણીના મામલામાં નંબર વન પર છે. આ વર્ષે તેની કુલ સંપત્તિમાં 38.8 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે 176 બિલિયન ડોલર સાથે વિશ્વના અમીરોની યાદીમાં બીજા નંબરે છે.

પ્રથમ ક્રમે રહેલા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટે (Bernard Arnault) $26.8 બિલિયનની કમાણી કરી છે. તેમની કુલ સંપત્તિ $189 બિલિયન છે. મેટા (અગાઉ ફેસબુક)ના સીઈઓ માર્ક ઝકરબર્ગની (Mark Zuckerberg) નેટવર્થમાં આ વર્ષે $30.2 બિલિયનનો વધારો થયો છે.

આ પણ વાંચો :-

એલર્ટ ! ક્યાંક નકલી નથીને તમારૂ Pan Card? માત્ર 1 મિનિટમાં પડી જશે ખબર, આ રીતે કરો ચેક

0

Alert! Isn’t your Pan Card fake somewhere

  • Fake PAN Card : નકલી પાન કાર્ડ (Fake Pan Card) માં કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણી લો કે ક્યાંક તમારૂ પાન કાર્ડ તો નકલી નથીને. નકલી પાન કાર્ડ દ્વારા લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યાં છે.

આજકાલ પાન કાર્ડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. મામલો એ છે કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો આમ કરવામાં નહીં આવે તો ક્યાંય પણ પાન કાર્ડનો ઉપયોગ થશે નહીં. મતલબ જ્યાં મામલો પૈસાનો હશે, ત્યાં તમારું પાન કાર્ડ લિંક નહીં હોય તો કામ આગળ નહીં વધે. CBDTએ ગયા વર્ષે એપ્રિલમાં નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલથી પેનલ્ટી સાથે પાન કાર્ડ લિંક કરી શકાશે. 30 જૂન, 2022 સુધી 500 રૂપિયા ચૂકવીને કોઈપણ તેને લિંક કરી શકશે.

પરંતુ, 1 જુલાઈ, 2022 થી 31 માર્ચ, 2023 વચ્ચે પાન કાર્ડને માત્ર 1000 રૂપિયા ચૂકવીને આધાર સાથે લિંક કરવામાં આવશે. હવે છેલ્લા કેટલાક દિવસો બાકી રહ્યા છે, જો આ કડી નહીં કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે. પરંતુ, તે દરમિયાન તમારે એ પણ જાણવું જોઈએ કે જો તમે નવા પાન કાર્ડ માટે અરજી કરી હોય અથવા એજન્ટ દ્વારા પાન કાર્ડ મેળવ્યું હોય, તો શું તે અસલી છે? જો નહીં, તો તમે કેવી રીતે જાણશો? ચાલો સમજીએ શું છે મામલો…

નકલી હશે પાન કાર્ડ તો અટવાઈ જશે બધા કામ :

હકીકતમાં ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. જેમાં નકલી પાન કાર્ડ મળી આવ્યા હતા. હવે તેને નકલી પાન કાર્ડ કહેવામાં આવ્યું છે. નકલી પાન કાર્ડ એટલે નકલી તેનો રેકોર્ડ આવકવેરા વિભાગ પાસે નથી. અત્યાર સુધી મામલો ઠીક હતો, પરંતુ 31 માર્ચ સુધી તેને આધાર સાથે લિંક કરવું પડશે. જો ત્યાં કોઈ લિંક નથી, તો તેની વિગતો જ્યાં પણ વાપરી શકાય ત્યાં લાવવામાં આવશે.

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સમજી જશે કે આ નકલી પાન કાર્ડ છે. જો આવું થાય તો તમારા તમામ નાણાકીય વ્યવહારો બંધ થઈ જશે. બેંક ખાતું ખોલાવવું, મિલકત ખરીદવી અથવા વેચવી, વાહન ખરીદવું અથવા વેચવું, ITR ફાઇલ કરવું અને 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા જેવા ઘણા કાર્યો અટવાઇ જશે.

માત્ર એક મિનિટમાં આ રીતે કરો ચેક :

– તમારે સૌથી પહેલાં ઈનક્મ ટેક્સ વિભાગના ઈ-ફાઈલિંગ (Pan Card e-filing) પોર્ટલ પર જવું પડશે.
– અહીં તમારે ઉપરની તરફ વેરીફાઈ યોર પાન ડિટેલ્સની લિંક પર ક્લિક કરવું પડશે.
– ત્યારબાદ યૂઝર્સે પાન કાર્ડની ડિટેલ (How to check pan card details) ભરવી પડશે.
– તેમાં તમારો પાન નંબર, પાન કાર્ડ હોલ્ડરનું નામ, તેની જન્મતારીખ વગેરે.
– સારી જાણકારી ભર્યા બાદ પોર્ટલ પર મેસેજ આવશે કે તમે ભરેલી વિગત પાનકાર્ડ સાથે મેચ કરે છે કે નહીં.
– આ રીતે તમે તમારું પાન કાર્ડ અસલી છે કે નકલી તેની જાણકારી મેળવી શકો છો.

આ પણ વાંચો :-