Home Blog Page 1139

Electric Car : આ હશે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક SUV, ટાટા નેક્સોન EVને મળશે ટક્કર !

Electric Car

Tata Electric Car: ટાટા કંપની Nexon, Tiago અને Tigorને ઈલેક્ટ્રિક વર્ઝનમાં વેચે છે. પરંતુ કંપનીનું ફોકસ પોતાની ઈવી લાઈનઅપને વધુ વિસ્તાર આપવા પર છે. જલદી કંપની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે.

Cheapest Electric SUV : ટાટા મોટર્સ (Tata Motors)એ ખુદને ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં સ્થાપિત કરી લીધી છે. હાલ આ દેશની નંબર વન ઈલેક્ટ્રિક કાર વેચનારી કંપની છે. દેશમાં કંપનીની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયૂવી ટાટા નેક્સોન ઈવી (Tata Nexon EV) ની સફળતાને આ મુકામ હાસિલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા કંપની Tiago અને Tigor ને પણ ઈલેક્ટ્રિક વર્ઝનમાં વેચે છે. પરંતુ કંપનીનું ફોકસ પોતાના ઈવી લાઈનઅપનો વિસ્તાર કરવા પર છે. જલદી કંપનીની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર આવવાની છે.

2023 ઓટો એક્સપોમાં ટાટા મોટર્સ (Tata Motors) એ પોતાની Harrier SUV ને ઈવી વર્ઝનમાં રજૂ કરી હતી. જેને જલદી બજારમાં લાવવાની આશા છે. હૈરિયર ઈવીને ટાટાના પોર્ટફોલિયોમાં નેક્સોન ઈવીની ઉપર પોઝિશન કરવામાં આવશે. ટાટા મોટર્સ કથિત રીતે વધુ એક ઈલેક્ટ્રિક SUV લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે. જેને નેક્સોનની નીચે પ્લેસ કરવામાં આવશે. રિપોર્ટનું માનીએ તો ટાટા પંચ માઇક્રો એસયૂવીનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સની પંચ માઈક્રો એસયૂવીને 2023ના અંત સુધી લોન્ચ કરવાની યોજના છે. આ વાહન Gen 2 (સિગ્મા) પ્લેટફોર્મ પર આધારિત હશે. જે ટાટા અલ્ટ્રોઝમાં ઉપયોગ કરવામાં આવેલ ALFA આર્કિટેક્ચરનું એક સંશોધિત વર્ઝન છે. પંચ ઈવીને બે બેટરી પેક ઓપ્શનની સાથે લાવવાની આશા છે. એક બેટરી પેક  Tiago EVની જેમ 26kWh અને બીજુ Nexon EV ની જેમ 30.2kWh નું બેટરી પેક હોઈ શકે છે.

પંચ ઈવીના સંબંધમાં ટાટા મોટર્સ તરફથી કોઈ સત્તાવાર જાણકારી નથી. પરંતુ જો તેને લોન્ચ કરવામાં આવે તો તે ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક એસયૂવી હોવાની આશા છે. જેની અંદાજિત કિંમત 10થી 14 લાખ રૂપિયા હોઈ શકે છે.

આ પણ વાંચો :-

08 એપ્રિલ 2023 આજનું રાશિફળ : મોસાળપક્ષે ચિંતા, માનસિક અસ્વસ્થતા, હિસાબી કામકાજમાં સાવધાની: કઈ-કઈ રાશિના જાતકોએ આજે સાવધ રહેવું !

08 April 2023 Today’s Horoscope

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં ‌વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ, સમૃધ્ધિ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

Salman Khanની બુલેટપ્રૂફ કાર, સ્નાઈપર રાઈફલ પણ કંઈ નહીં બગાડી

0
Salman Khan’s bulletproof car
  • Salman Khan Cars : આ SUVમાં મુસાફરોને સુરક્ષિત રાખવા માટે ઘણી તગડી સુવિધાઓ છે. તેની ચારે બાજુ બુલેટપ્રૂફ ગ્લાસ છે. ગોળીબારમાં તે B7 સ્તર સુધી રક્ષણ આપે છે. જેનો અર્થ છે કે સ્નાઈપર રાઈફલ્સ પણ આ કારનો કાચ ભેદી શકશે નહીં.

બોલિવૂડનો ‘ભાઈ જાન’ સલમાન ખાન (Salman Khan) ન ઈચ્છવા છતાં હંમેશાં હેડલાઈનમાં રહે છે. હાલમાં જ તેને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ત્યારબાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે સલમાન ખાને સુરક્ષાના કારણે જ નવી કાર ખરીદી છે. તેણે આંતરરાષ્ટ્રીય બજારમાંથી એવી એસયુવી આયાત કરી છે.

જેના પર બુલેટની પણ કોઈ અસર નથી. સલમાન ખાને તેની સુરક્ષા માટે આર્મર્ડ નિસાન પેટ્રોલ (Nissan Patrol) એસયુવી આયાત કરી હોવાના અહેવાલ છે. સલમાન પાસે પહેલેથી જ બખ્તરબંધ ટોયોટા લેન્ડ ક્રુઝર 200 છે. આવો જાણીએ આ નવી SUVમાં શું ખાસ છે?

Nissan Patrol :

આ વિશેષ વર્ઝનમાં યાત્રિકોને સુરક્ષિત રાખવા માટે ઘણી તગડી સુવિધાઓ મળે છે. તેની ચારે બાજુ બુલેટપ્રૂફ ગ્લાસ હોવાની સાથે ડોર સ્ટોપર્સ, દરવાજાની આસપાસ ઓવરલેપ અને ફ્યુઅલ ટાંકી, બેટરી અને ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) ની આસપાસ સુરક્ષા સાથે હેવી ડ્યુટી હિન્જ્સ લગાવેલા છે. તે B7 સ્તર સુધી ગોળીબારમાં રક્ષણ આપે છે. જેનો અર્થ છે કે સ્નાઈપર રાઈફલ્સ પણ આ કાચને ભેદી શકશે નહીં. મીડિયા અહેવાલ અનુસાર આ SUVની કિંમત 2 કરોડ રૂપિયા સુધી જણાવવામાં આવી રહી છે.

એન્જિન અને પાવર :

નિસાન પેટ્રોલ ભારતમાં ઉપલબ્ધ નથી. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં તે બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે આવે છે. પ્રથમ 4.0-લિટર V6 એન્જિન છે જે 279PS અને 394Nm અને 5.6-લિટર V8 યુનિટ જનરેટ કરે છે જે 406PS અને 560Nm જનરેટ કરે છે. બંને એન્જિન 7-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે અને SUV 4-વ્હીલ-ડ્રાઈવ સિસ્ટમ સાથે આવે છે.

આ પણ વાંચો :-

IPL 2023 માં સુરતનો ડંકો વાગ્યો : તમામ ટીમના પ્લેયર્સે પહેરેલા ખાસ પ્રકારના કપડા અહીં બન્યા છે

0

IPL 2023 kicks off in Surat 

  • IPL 2023 : IPL ના તમામ ખેલાડીઓ અને તેમના દર્શકો જે ટીશર્ટ અને ટ્રેક પેન્ટ પહેરે છે તેનું કાપડ સુરતમાં તૈયાર થયું છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનમાં સુરત હબ બન્યું છે. અગાઉ આ કાપડ ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ હવે આ સ્પોર્ટસવેર કાપડ ઉત્પાદનમાં સુરત આત્મનિર્ભર બન્યું છે.

હાલ ગુજરાત સહિત દેશભરમાં IPLનો ક્રેઝ જોવા મળે છે. જેમાં ખાસ કરીને પોતાની પસંદગીની ટીમની ટી-શર્ટ પહેરવાનું ક્રિકેટપ્રેમીઓમાં (Cricket Lover) ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ જે ટી-શર્ટ અને ટ્રેક પહેરે છે તેનું કાપડ સુરતમાં બની રહ્યું છે. જેથી IPLના લીધે સુરતના વેપારીઓને બમ્પર આવક થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનનું સુરત (Surat) હબ બન્યું છે.

અગાઉ આ કાપડ ચાઈનાથી ઈમ્પોર્ટ (Import) કરવામાં આવતું હતું. પરંતુ તેમાં હવે સુરત આત્મનિર્ભર બન્યું છે. IPLના ખેલાડીઓ માટે તૈયાર થતા ટી-શર્ટ અને ટ્રેક માટેનું જ્યુરિક મટીરિયલનું પોલિસ્ટર કાપડ સુરતમાં તૈયાર થઈ રહ્યું છે. જેની ખાસીયત એ છે કે તે બને તરફથી સ્ટેચેબલ હોય છે. સાથે મેદાનમાં પરેસવાથી ટી-શર્ટ ભીની થાય તો તે ભારે નથી થતી.

ત્યારે ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ પ્રેમીએ પણ આ ટી-શર્ટ પહેરી મેદાનમાં મેચ જોવા જઈ રહ્યા છે. જેથી સુરતના જ્યુરિક મટીરિયલના કાપડની ટી-શર્ટ અને ટ્રેકની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. IPLના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળી રહ્યા છે તેનું કાપડ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. IPL ના ખેલાડીઓ જે જર્સી પહેરી રહ્યા છે તેના કાપડનું ઉત્પાદન સુરતમાં થયું છે.

સુરતમાં તૈયાર આ કાપડની ડિમાન્ડ હાલ સ્પોર્ટસ ક્ષેત્રમાં સૌથી વધારે છે. સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલ દ્વારા IPL ટીમના ખેલાડીઓ માટે આ કાપડ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ અને ગારમેન્ટિંગ ત્યાર પછી કરવામાં આવે છે.

પ્લેયર્સ માટે બનેલા કપડાની ખાસિયત :

  • આ કાપડ જ્યુરિક મટીરીયલ તરીકે ઓળખાય છે.
  • આ પોલિસ્ટર કાપડ હોય છે. પરંતુ તેની ખાસિયત છે કે આ ગરમીમાં પણ ખેલાડીના પરસેવાથી ભીંજાયને ભારે થતું નથી.
  • કાપડ બંને સાઈડથી આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે.

આ પણ વાંચો :-

 

PM મોદી કરતાં મોટા બંગ્લામાં રહેવા જશે રાહુલ ગાંધી, દેશમાં TOP-3માં આવે છે આ સરકારી નિવાસ

0

Rahul Gandhi will live in a bungalow  

  • માત્ર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનું નિવાસસ્થાન 10 જનપથથી મોટું છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન ઉપર રાષ્ટ્રપતિ નિવાસ અને 7 RCR સત્તાવાર નિવાસસ્થાનો છે. 10 જનપથ ગાંધી પરિવારને ફાળવવામાં આવ્યો છે.

હાલમાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) સદસ્યતા રદ થયા બાદ હવે રાહુલ મા સોનિયા સાથે 10 જનપથમાં રહેવા જવાના છે. ત્યારથી 10 જનપથનો બંગલો (10 Janpath Bungalow) હવે ચર્ચામાં આવી ગયો છે. સોનિયા ગાંધીનું 10 જનપથ ખાતેનું ઘર વડાપ્રધાનના આવાસ કરતા પણ મોટું છે. દેશના અન્ય નેતાઓની સરખામણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પાસે સૌથી મોટું ઘર છે. આટલું જ નહીં તેમનું આવાસ 10 જનપથ વડાપ્રધાનના નિવાસસ્થાન 7 રેસકોર્સ કરતા પણ મોટું છે.

સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વડાપ્રધાનનું આવાસ 14,101 ચોરસ મીટરમાં બનેલું છે. જ્યારે ગાંધી આવાસ 15,181 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. જે 7RCR કરતાં ઘણું મોટું છે. આ માહિતી એક સમયે દેવ આશિષ ભટ્ટાચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજી હેઠળ આપવામાં આવી હતી.

320 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન અન્ય તમામ સત્તાવાર મકાનો કરતાં મોટું છે. તે વિશ્વના કોઈપણ રાજ્યના વડાના ઘર કરતા પણ મોટું છે. બીજી તરફ 6 મૌલાના આઝાદ રોડ સ્થિત ઉપરાષ્ટ્રપતિનું આવાસ 26,33.49 ચોરસ મીટરમાં બનેલું છે. સોનિયા ગાંધી છેલ્લા 32 વર્ષથી 10 જનપથ પર રહે છે.

રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયાને ફાળવવામાં આવ્યો હતો આ બંગ્લો. 12 જાન્યુઆરી 1990ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી આ બંગલામાં રહેવા આવ્યા હતા. એક વર્ષ પછી 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીનું તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી હુમલામાં મૃત્યુ થયું. રાજીવ બાદ આ બંગલો 1991માં જ સોનિયા ગાંધીના નામે ટ્રાન્સફર કરીને ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી ત્રણ દાયકા વીતી ગયા છે અને તે હજુ પણ સોનિયા ગાંધીના ઘરનું સરનામું છે.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. સાંસદના જવાથી હવે તેમણે સરકારી બંગલો પણ ખાલી કરવો પડશે. લોકસભા સચિવાલયે રાહુલને 24 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા નોટિસ મોકલી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને રહેવાની ઓફર કરી હતી. પરંતુ હવે રાહુલ તેમની માતા સાથે તેમના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને રહેશે.

આ પણ વાંચો :-

900 રૂપિયામાં ધડાધડ વેચાઈ રહ્યો છે Redmi Note 12 5G ! માત્ર આ યૂઝર્સને મળશે લાભ

Redmi Note 12 5G is being
  • Xiaomi Fan Festival દરમિયાન Redmi Note 12 5G ને ખુબ સસ્તા ભાવ પર ખરીદી શકાય છે. જાણો તમે કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ.

Xiaomi Fan Festival નો આજે ત્રીજો દિવસ છે. આજે પણ ઘણા ફોન સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે. આ સેલ માત્ર કંપનીની વેબસાઇટ પર જ નહીં પરંતુ એમેઝોન (Amazon) પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અહીંથી તમને Redmi Note 12 5G ને ખુબ સસ્તી કિંમતે ખરીદી શકાશે. તેને તમે બધી ઓફર્સ બાદ માત્ર 900 રૂપિયામાં ખરીદી શકશો. જો તમે આ ફોનને ખરીદવા ઈચ્છો છો તો અમે તમને આ ઓફર વિશે જણાવી રહ્યાં છીએ.

Redmi Note 12 5Gની કિંમત :

આ ફોનના 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 19999 રૂપિયાની જગ્યાએ 17999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ઘણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. અહીં અમે તમને Amazon પર મળી રહેલી ઓફર્સની જાણકારી આપી રહ્યાં છીએ.

બેન્ક ઓફર્સ અને EMI :

આ ફોનને ખરીદવા માટે ICICI બેન્ક કાર્ડનું પેમેન્ટ કરવા પર 1000 રૂપિયા સુધીનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો HSBC Cashback કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. EMI ની સાથે ફોન ખરીદવા પર તમારે દર મહિને 860 રૂપિયા આપવા પડશે. આ સાથે No Cost EMI નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

એક્સચેન્જ ઓફર :

જો તમે જૂના ફોનને એક્સચેન્જ કરાવી શકો છો તો તમને 17099 રૂપિયા સુધીનું ઓફ આપવામાં આવશે. આ પૂરુ એક્સચેન્જ વેલ્યૂ મળવા પર તમને ફોન માત્ર 900 રૂપિયામાં મળી જશે.

આ પણ વાંચો :-

Allu Arjun Birthday : અલ્લુ અર્જુનની આવી છે વૈભવી લાઈફ સ્ટાઈલ, જુઓ એક જ નજરે

Allu Arjun Birthday
  • સાઉથનો સુપરસ્ટાર ‘પુષ્પા રાજ’ એટલે કે અલ્લુ અર્જુન 8મી એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જણાવવા જઈ રહ્યા છીએ અને સાથે જ તેઓ કેવા પ્રકારની જીવનશૈલી જીવે છે.

અલ્લુ અર્જુન (Allu Arjun) ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે. ‘પુષ્પા‘ પછી હવે તેને દેશભરમાં મજબૂત ફેન ફોલોઈંગ મળી ગયું છે. તમે જાણો છો કે તે કેવી રીતે ફિલ્મોમાં આવ્યો. કઈ ફિલ્મોમાં આવ્યો, પરંતુ શું તમે જાણો છો કે તે કરોડોની સંપત્તિના માલિક છે? તે દર મહિને કેટલી કમાણી કરે છે? તે એક ફિલ્મ માટે કેટલો ચાર્જ કરે છે?

શું તમે જાણો છો કે તેમની પાસે હૈદરાબાદમાં (Hyderabad) 100 કરોડનું આલિશાન ઘર પણ છે! 8મી એપ્રિલે પોતાનો 41મો જન્મદિવસ ઉજવનાર અલ્લુ અર્જુનની (Allu Arjun) નેટવર્થ, મોંઘી કાર, પ્રોપર્ટી, પગારનો સંગ્રહ… અહીં બધું જાણો. આ સાથે અમે તમને અલ્લુના બે અદ્ભુત ગુણો વિશે પણ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે ભાગ્યે જ જાણતા હોવ.

અલ્લુ અર્જુનની નેટ વર્થ :

માહિતી અનુસાર વર્ષ 2023માં અલ્લુ અર્જુન (Allu Arjun Networth)ની કુલ સંપત્તિ 370 કરોડથી વધુ છે. તેમની વાર્ષિક આવક 32 કરોડ રૂપિયાથી વધુ છે. તે દર મહિને 3 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. તેણે વર્ષ 1985 માં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2003માં તેણે ‘ગંગોત્રી‘થી ડેબ્યૂ કર્યું હતું.

અલ્લુ અર્જુન ફી :

અલ્લુ અર્જુન (Allu Arjun Per Movie Fee) તેની મોટાભાગની કમાણી ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી મેળવે છે. તેઓ હૈદરાબાદમાં આવેલી ‘300 જ્યુબિલી’ નાઈટ ક્લબના પણ માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બીજી બાજુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની વાત કરીએ તો તે તેના માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

મોંઘીદાટ કારોનું કલેક્શન પણ છે.

અલ્લુ અર્જુન પાસે મોંઘી કારોનું કલેક્શન પણ છે. તેની પાસે લગભગ 2.5 કરોડની રેન્જ રોવર વોગ છે. 7 કરોડની વેનિટી વાન છે. આ સિવાય BMW X5 80 લાખ રૂપિયામાં, Jaguar XJL રૂપિયા 1.20 કરોડ, Audi A7 રૂપિયા 86 લાખ છે. ઘર અને નાઇટ ક્લબ ઉપરાંત હૈદરાબાદમાં તેની ઓફિસ પણ છે.

અલ્લુ અર્જુનના ખાસ 2 ગુણો :

અલ્લુ અર્જુન એક બહેતરીન અભિનેતા છે. આ વાત બધા જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે અલ્લુ ખૂબ જ સારો ડાન્સર પણ છે. હા, તે ડાન્સિંગમાં પણ એક્સપર્ટ છે. આ ઉપરાંત તેની બીજી એક ગુણવત્તા છે. તે ચારકોલ કલાકાર પણ છે.

અલ્લુ અર્જુનની પત્ની અને બે બાળકો :

અંગત જીવનની વાત કરીએ તો અલ્લુએ વર્ષ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો છે – અયાન અને અરહા. અરહા ‘શંકુતલમ‘ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો :-

જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે

0

This A To Z information of Junior Clerk  

  • Junior Clerk Exam Call Letter : પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા લેવામાં આવનાર છે. આવતી કાલે ગુજરાતમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાનાર છે. 9 લાખથી વધુ ઉમેદવારો આ જૂનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. ગાંધીનગર જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈ સરકાર સજજ બની છે.

તમામ અધિકારી-કર્મચારીઓ ત્રણ દિવસ સુધી DDO હવાલે કરાયા છે. ગીર સોમનાથ સિવાયના અધિકારી-કર્મચારી DDO હવાલે છે. વર્ગ 1-2-3 ના કર્મચારીઓનો પરીક્ષાની કામગીરી માટે ઉપયોગ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ જિલ્લાઓને આદેશ વહેતા કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી જરુરીયાત મુજબ તેમની પાસેથી કામ લઈ શકશે. ત્રણ દિવસ અધિકારી કર્મચારીઓ પરીક્ષા માટે કામ કરશે.

કર્મચારી મોબાઈલ નહિ રાખી શકે :

જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તો પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે :

આ પરીક્ષાને લઈને હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. આ વખતે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.

દોડશે સ્પેશિયલ ટ્રેન :

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના ઉમેદવારો માટે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે. રાજકોટ-જૂનાાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટની ટ્રેન દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે. જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે ઉપડશે. રાજકોટથી બપોરે 2:55 કલાકે રિટર્ન થશે. ST વિભાગ પણ 250 એકસ્ટ્રા બસો દોડાવશે.

આ પણ વાંચો :-

‘યોગ્ય કપડાં ન પહેરતી છોકરીઓ લાગે છે શૂર્પણખા’, ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

0

‘Girls who don’t wear proper

  • બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને બહાર નીકળે છે કે થપ્પડ મારવાનું મન થાય.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. તેમનો હનુમાન જ્યંતિનો (Hanuman Jyanti) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને નીકળે છે કે. તેમણે કહ્યું કે કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે તે શૂર્પણખા જેવી દેખાય છે.

કૈલાશ વિજયવર્ગીયનની વિવાદાસ્પદ ટિપ્પણી :

જે વીડિયોમાં કૈલાશ કહે છે કે હું ક્યારેક જોઉં છું કે, ‘આજે પણ જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું ભણેલા-ગણેલા યુવકો અને બાળકોને નાચતા જોઉં છું. ખરેખર એવી ઈચ્છા થાય છે કે, પાંચ સાત એવી આપુ કે, બધો નશો ઉતરી જાય. સાચુ કહી રહ્યું કે ભગવાનની કસમ. હનુમાન જ્યંતિ પર જૂઠ નહી બોલું.

છોકરીઓ એટલા ગંદા કપડા પહેરી નીકળે છે અને આપણે મહિલાઓને દેવી બોલીએ છીએ. એમાં દેવીનો સ્વરૂપ જ નથી દેખાતો. સંપૂર્ણ શૂર્પણાખા જેવી દેખાય છે. તેમણે કહ્યું કે ભગવાને એટલો સુંદર શરીર આપ્યો છે તો સારા કપડા પહેરો. થોડા સારા કપડા પહેરો તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કાર આપો હું ચિંતિત છું.

આ પણ વાંચો :-

 

Post Office Schemes : આ 10 પોસ્ટ ઓફિસ સ્કીમમાં કરો રોકાણ, મળશે 8.2 ટકા સુધીનું વ્યાજ

0

Post Office Schemes

  • પોસ્ટ ઓફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરીને તમે નોકરી કર્યા વિના પણ ભવિષ્ય નિધિનો લાભ લઈ શકો છો. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.

પોસ્ટ ઓફિસમાં (Post Office) બચત ખાતું ખોલવા પર તમને 4 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે RD એકાઉન્ટ પર 6.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.

નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ સ્કીમ હેઠળ :

આ સ્કીમ ખાતાધારકોને 5 વર્ષના સમયગાળામાં મહત્તમ 7.5 ટકા વ્યાજ મળે છે. તે જ સમયે, 1 વર્ષ માટે 6.8 ટકા, 2 વર્ષ માટે 6.9 ટકા અને ત્રણ વર્ષ માટે 7.00 ટકા વ્યાજ ઓફર કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને  7.4 ટકાના દરે વ્યાજ મેળવી શકો છો. બીજી તરફ વરિષ્ઠ નાગરિક યોજનામાં (Senior Citizen Scheme) વરિષ્ઠ નાગરિકોને 8.2 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના :

તમે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ 8.00 ટકાના દરે વ્યાજનો લાભ આપવામાં આવે છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગ્રાહકોને 7.7 ટકાના વ્યાજ દરનો લાભ મળે છે.

કિસાન વિકાસ પત્ર યોજના :

કિસાન વિકાસ પત્રમાં, 1 એપ્રિલ, 2023 થી ગ્રાહકોને ચક્રવૃદ્ધિના આધારે 7.5 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે. આમાં રોકાણ કરવાથી કુલ 9 વર્ષ અને 7 મહિનામાં પૈસા બમણા થઈ જશે.

સરકારે શરૂ કરેલી નવી યોજના મહિલા સન્માન બચત યોજના હેઠળ તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. આ યોજના હેઠળ મહિલાઓને કુલ 2 વર્ષમાં 7.5 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. આ યોજના હેઠળ કોઈપણ મહિલા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે.

આ પણ વાંચો :-