Home Blog Page 1134

Malaika Arora Hot Photos : મલાઈકાએ એવો ડ્રેસ પહેરીને પડાવ્યાં ફોટા કે સોશિયલ મીડિયા પર સળવળાટ

Malaika Arora Hot Photos 
  • 49 વર્ષની ઉંમરે યુવા સ્ટાર્સને પોતાની ફિટનેસથી માત આપનાર મલાઈકા અરોરાના તાજેતરમાં નવા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મલાઈકા અરોરા (Malaika Arora) નવા ફોટામાં સિઝલિંગ બ્લેક ગાઉન પહેરેલી જોવા મળે છે. જેના આગળના ભાગમાં મોટો કટ છે. અહીં જુઓ હોટ ફોટા.

મલાઈકા અરોરા (Malaika Arora) તેના બોલ્ડ સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. જો આપણે મલાઈકાના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો અભિનેત્રી ફિલ્મોમાં અભિનય માટે નહીં પરંતુ ખાસ અભિનય માટે પ્રખ્યાત છે. મલાઈકા અરોરાએ ઘણા ટીવી શોને જજ પણ કર્યા છે, સાથે જ તે એડ અને મોડલિંગ કરીને પણ ઘણા પૈસા કમાય છે.

લેટેસ્ટ ફોટોઝમાં મલાઈકા અરોરા સિઝલિંગ બ્લેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. મલાઈકાનો ડ્રેસ ગળાથી એટલો બોલ્ડ છે કે તેની સુંદરતા ઉગ્ર દેખાઈ રહી છે. મલાઈકાના સ્ટાઈલીશ ગાઉનમાં તેના ગળા પર પત્થરોની કેટલીક સાંકળો છે જે તેના દેખાવને સિઝલિંગ બનાવી રહી છે.

મલાઈકા અરોરા પોતાની કમર ક્યારેક ડાબે તો ક્યારેક જમણે ફેરવીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. મલાઈકા સિઝલિંગ ગાઉનમાં તેના પરફેક્ટ ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરી રહી છે.

મલાઈકા અરોરાએ લેટેસ્ટ લુક સાથે ડાર્ક આઈ મેકઅપ અને ડાર્ક લિપ શેડનો ઉપયોગ કર્યો છે. મલાઈકાએ તેના વાળને હળવા કર્લ્સ આપ્યા છે અને તેને સાઇડ પાર્ટીશન સાથે ખુલ્લા છોડી દીધા છે.

મલાઈકા અરોરાએ શોલ્ડર લેસ ગાઉન સાથે બ્લેક કલરની હીલ્સ કેરી કરી છે જે તેના સેક્સી લુકને પૂરક બનાવે છે. મલાઈકા અરોરાના બોલ્ડ અને હોટ ફોટા પર નેટીઝન્સ પોતાનું દિલ ઠાલવતા જોવા મળે છે.

આ પણ વાંચો :-

રંગીન ગુજરાતીઓની પહેલી પસંદ છે થાઈલેન્ડનો આ બીચ

This beach in Thailand is the first choice of colorful Gujaratis

gujarati in thailand : તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે. આ વાત તો સાચી છે. પરંતુ ગુજરાતીઓ સૌથી પહેલા થાઈલેન્ડના ફૂકેટમાં રોમાન્સ કરવાનું પસંદ કરે છે.

ગુજરાતીઓ વેકેશન પડે એટલે થાઈલેન્ડ (Thailand) ઉપડી જાય. એવુ કહેવાય છે કે, પ્રમાણમાં સસ્તી ટુર હોય છે એટલે ગુજરાતીઓ સૌથી વધુ થાઈલેન્ડ (Thailand) ફરવા જાય છે. અત્યંત સુંદર બીચ અને પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર થાઈલેન્ડ બધાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેના બીચ એવા છે કે મન ભરાતુ નથી. તેમાં પણ થાઈલેન્ડની નાઈટલાઈફ વાત જ કંઈક અલગ છે. પરંતું તમને એમ લાગતું હશે કે ગુજરાતીઓ થાઈલેન્ડના સુંદર બીચ જોવા માટે થાઈલેન્ડ જતા હશે પણ તમે ખોટા છો.

થાઈલેન્ડ જવાનું મુખ્ય કારણ તેની રાતનો રંગીન માહોલ છે. થાઈલેન્ડમાં રાત પડે એટલે દુનિયા બદલાઈ જાય છે. એટલે જ તો બેંગકોક, પતાયા જેવી જગ્યાઓ પર ગુજરાતીઓ જ સૌથી વધુ જોવા મળે છે. રંગીન મિજાજી ગુજરાતીઓ માટે થાઈલેન્ડ સ્વર્ગ જેવું છે. પરંતુ આજે વાત કરીએ થાઈલેન્ડના એ શહેરની જ્યાં ગુજરાતીઓ સૌથી વધુ જવાનું પસંદ કરે છે. તે છે ફુકેત.

ફુકેત બીચ દુનિયાના સૌથી સુંદર બીચમાંથી એક છે. ચોખ્ખુચણાક વાદળી રંગનું પાણી, સફેદ રેતી અને તેના પર બીકીનીમાં ફરતી મસ્ત બાળાઓ. આનાથી વધુ સારી રોમેન્ટિક જગ્યા શું હોઈ શકે. સમુદ્ર કિનારે ફરવા ઉપરાંત સ્પીડ બોટિંગ, સ્કાય ડાઈવિંગ જેવી અનેક બાબતો માટે આ બીચ ફેમસ છે.

તમારા પાર્ટનર સાથે તમે આ જગ્યાઓ પર ફરી શકો છો. તેમાં પણ કાટા નોઈ બીચ, કમલા બીચ, સુરિન બીચ, ફ્રીડમ બીચ જેવા શાંતિવાળા બીચ ખાસ પોપ્યુલર છે. ત્યા જતા પહેલા આ માહિતી તમને જરૂર કામ લાગશે.

થાઈલેન્ડના આ ખૂણા પર એક એવો દરિયાઈ ખૂણો છે. જ્યાં ભીડથી દૂર એક શાંત જગ્યા છે. તમારા પાર્ટનર સાથે સમય વિતાવવા આનાથી વધુ સારો વિકલ્પ કોઈ ન હોઈ શકે. ફ્રીડમ બીચ સફેદ રેતીની 300 મીટર લાંબી ગ્રેનાઈટ પહાડીઓથી ભરેલી અદભૂત ખાડી છે. પહાડીઓથી ઘેરાયેલી છે. વચ્ચે સોકર, બીચ વોલીબોલ અને અન્ય રમતો રમાતી હોય છે.

અહીં થાઈલેન્ડના સૌથી સારા દરિયા કિનારા છે, જે થીમ પાર્ટી માટે ફેમસ છે. પેટોંગ બીચ હંમેશા પોતાના શાનદાર નજારા, મસાજ પાર્લર અને અદભૂત નાઈટક્લબથી ચર્ચામાં રહે છે. અહીંની જગ્યાઓ ઉર્જાથી ભરપૂર છે. તેમાં અનેક નાઈટ ક્લબ, કેબરે, બાર, નાની દુકાનો અને રેસ્ટોરન્ટ્સ ઉપલબ્ધ છે. સમુદ્ર તળથી 2.2 મીલ લંબાઈમાં તે ફેલાયેલું છે. તમે ફુકેતના એરપોર્ટથી કાર કે વાહનો દ્વારા દરિયા કિનારા સુધી પહોંચી શકો છો.

રેડ લાઈટ એરિયાનો ક્રેઝ :

ભારતીય પુરુષોનું થાઈલેન્ડ જવાનું એક સૌથી મોટું કારણ એ છે કે અહીંયા પર સસ્તું સેક્સ પણ ઉપલબ્ધ છે. એટલા માટે પરણિત અને અપરણિત પુરુષોને ફરવા માટેનું હોટ પ્લેસ બનેલું છે. ખાસ કરીને થાઈલેન્ડની નાઈટ લાઈફ પુરુષોને આકર્ષે છે. જેમાં થાઈલેન્ડનું નાના પ્લેસ હોટ ફેવરિટ છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને લાઈટવાળી ચમકતી બાલકનીમાંથી જોતી સુંદર મહિલાઓ દેખાઈ જશે. જે તમને દરેક પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર પૂરી પાડે છે. આ એક રેડ લાઈટ એરિયા છે.

આ પણ વાંચો :-

 

Gold Rate Today : ધડામ થયા બાદ રાતો રાત સોનાના ભાવમાં મસમોટો ઉછાળો, ભાવ જાણીને પેટમાં ધ્રાસકો પડશે

0

Gold Rate Today 

Gold Rate : સોના અને ચાંદીના ભાવમાં જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જાણીને જેમના ઘરમાં પ્રસંગો નજીક છે તેમના પેટમાં ધ્રાસકા પડી રહ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ સોનાએ રેકોર્ડ ઘટાડો અને તેજી બંને જોઈ લીધા છે.

Gold Rate : સોના (Gold) અને ચાંદીના (Silve) ભાવમાં જે રીતે ઉથલપાથલ જોવા મળી રહી છે તે જાણીને જેમના ઘરમાં પ્રસંગો નજીક છે તેમના પેટમાં ધ્રાસકા પડી રહ્યા છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ સોનાએ રેકોર્ડ ઘટાડો અને તેજી બંને જોઈ લીધા છે. હાલમાં જ સોનાએ 60,000નું સ્તર પાર કર્યું હતું. પરંતુ ત્યારબાદ ઘટાડો જોવા મળ્યો. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે આવનારા સમયમાં સોનું 65000 રૂપિયાનો રેકોર્ડ સર્જી શકે છે.

MCX પર બંને ધાતુઓમાં તેજી :

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ગુરુવારે સોના અને ચાંદી બંનેના ભાવમાં તેજી જોવા મળી. સવારે સોનું 464 રૂપિયાની તેજી સાથે 10 ગ્રામના 59220 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ એક કિલોએ 457 રૂપિયા ચડીને 69766 રૂપિયા પર જોવા મળી હતી.

શરાફા બજારમાં ભાવ :

શરાફા બજારના ભાવ ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જાહેર કરવામાં આવે છે. જે મુજબ 999 પ્યોરિટીનું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે સાંજે 58637 રૂપિયાના સ્તરે બંધ થયું હતું જે આજે 555 રૂપિયા ચડીને 59192 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની વાત કરીએ તો 553 રૂપિયા ઉછળીને 58955 રૂપિયાના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું ગોલ્ડ 507 રૂપિયા ઉછળીને 54219 રૂપિયાના સ્તરે જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 416 રૂપિયા વધીને 44394ની સપાટીએ જોવા મળ્યું છે. 585 પ્યોરિટીવાળું ગોલ્ડ 324 રૂપિયા વધીને 34627ના સ્તરે જોવા મળ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ચાંદીના ભાવમાં ગઈ કાલના ભાવની સરખામણીએ 1147 રૂપિયા વધ્યા છે અને હાલ ચાંદી એક કિલોએ 69368ના સ્તરે છે.

આ પણ વાંચો :-

Challan Rules : અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવશો તો શું કપાશે તમારું ચલણ? ખાસ જાણો આ નિયમ

0

Challan Rules ?

  • Challan Rules In India : શું તમને લાગે છે કે ટ્રાફિકના નિયમો વિશે તમને સારી જાણકારી છે? હકીકતમાં દરેક વ્યક્તિ માટે એવું શક્ય જ નથી કે તે બધા નિયમ વિસ્તૃત રીતે જાણતો હોય. આવામાં અનેકવાર લોકો ખોટી જાણકારીઓનો પણ ભોગ બનતા હોય છે.

શું તમને લાગે છે કે ટ્રાફિકના નિયમો (Traffic rules) વિશે તમને સારી જાણકારી છે? હકીકતમાં દરેક વ્યક્તિ માટે એવું શક્ય જ નથી કે તે બધા નિયમ વિસ્તૃત રીતે જાણતો હોય. આવામાં અનેકવાર લોકો ખોટી જાણકારીઓનો પણ ભોગ બનતા હોય છે. તેનાથી બચવાની સાચી રીત એ છે કે જ્યારે પણ કોઈ નવી જાણકારી તમારા સુધી પહોંચે તો તેને ક્રોસ ચેક કરો જેથી કરીને તે જાણકારીની સચ્ચાઈ તમને ખબર પડી શકે. ટ્રાફિકના નિયમો (Traffic rules) અંગે  ઈન્ટરનેટ પર અનેક ભ્રામક જાણકારીઓ છે જે લોકો વચ્ચે  ભ્રમ પેદા કરે છે.

કેટલાક લોકોને એવું લાગે છે કે અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવવાંથી લોકોનું ચલણ કપાય છે એવો નિયમ છે. જ્યારે હકીકતમાં આવો કોઈ નિયમ નથી. હાલના મોટર વાહન એક્ટમાં અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવનારાઓ માટે ચલણ કાપવાની કોઈ જોગવાઈ અપાઈ નથી. તેની જાણકારી ખુબ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી તરફથી પણ અપાયેલી છે. તેમની ઓફિસે વર્ષ 2019માં એક ટ્વીટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અડધી બાંયનું શર્ટ પહેરીને ગાડી ચલાવનારાઓનું ચલણ કપાતું નથી.

નિતિન ગડકરીની ઓફિસ તરફથી કરાયેલી આ ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે નવા મોટર વાહન એક્ટ (જે હજુ પણ લાગુ છે અને 2019માં લાવવામાં આવ્યો હતો)માં અડધી બાંયનું શર્ટ પહેરીને ગાડી ચલાવનારાના ચલણની કોઈ જોગવાઈ નથી. અત્રે જણાવવાનું કે ગરમી શરૂ થઈ ગઈ છે અને આવામાં અનેક લોકો અડધી બાંયનું શર્ટ કે ટિશર્ટ પહેરવાનું પસંદ કરે છે. આવામં જો કોઈ પણ તમને એમ કહે કે અડધી બાંયનું શર્ટ પહેરીને બાઈક ચલાવશો તો ચલણ કપાશે તો તમે તેમને નિતિન ગડકરીની ઓફિસનું આ ટ્વીટ દેખાડી શકો છો.

આ બધુ તો ઠીક અમારું તમને એક સૂચન એ પણ છે કે રોડ પર મોટર વાહન લઈને નીકળો તો ટ્રાફિકના નિયમોનું જરૂર પાલન કરો. કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો અને બાઈક ચલાવતી વખતે હેલમેટ પહેરો. આમ કરવાથી તમે તમારી સારી રીતે સુરક્ષા કરી શકશો. આ ઉપરાંત ઓવરસ્પિડિંગ ન કરો કારણ કે તે જોખમી બની શકે છે.

આ પણ વાંચો :-

રેલવે પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ : હવેથી AC 3-ટાયર ઈકોનોમી ક્લાસના ભાડામાં મોટી રાહત, મળશે રિફન્ડની પણ સુવિધા

0

Good news for railway travelers 

  • રેલવેએ AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું સસ્તુ કરી દીધું છે. સાથે જ બેડિંગ રોલની વ્યવસ્થા પહેલાની જેમ લાગૂ રહેશે. હવે ટ્રેનના AC-3 ઈકોનોમી કોચમાં સફર કરવી ફરી સસ્તી થઈ ગઈ છે.

બુધવારે એટલે કે આજથી જૂની વ્યવસ્થા ફરી શરૂ કરવાનો નિર્ણય લાગૂ થઈ ગયો છે. રેલવે અધિકારીઓના (Railway Officer) અનુસાર આ નિર્ણય હેઠળ ઓનલાઈન અને કાઉન્ટરથી ટિકીટ લેનારા મુસાફરોને પ્રી-બુક કરાયેલી ટિકિટના વધારાના પૈસા પરત કરાશે.

સામાન્ય AC-3થી ઓછું કરાયું AC-3 ઈકોનોમી ક્લાસનું ભાડું :

નવા આદેશ અનુસાર ઈકોનોમી ક્લાસ (Economy class) સીટનું આ ભાડુ,સામાન્ય AC-3થી ઓછું કરાયું છે. જોકે, ગત વર્ષ રેલવે બોર્ડે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં એસી થ્રી ઈકોનોમી કોચ (AC Three Economy Coach) અને એસી થ્રી કોચનું ભાડું બરાબર કરી દીધું હતું. નવા નોટિફિકેશન અનુસાર ભાડું ઓછું થવાની સાથે જ ઈકોનોમી કોચમાં પહેલાની જેમ ધાબળો અને ચાદર આપવાની વ્યવસ્થા લાગૂ રહેશે.

સસ્તી એર કંડીશનર રેલવે યાત્રા સેવા છે ઈકોનોમી AC-3 કોચ :

જોકે ઈકોનોમી એસી થ્રી કોચ સસ્તી એર કંડીશનર રેલ યાત્રા સેવા છે. ઈકોનોમી એસી થ્રી કોચની શરૂઆત સ્લીપર ક્લાસના મુસાફરોને સૌથી સારી અને સૌથી સસ્તી એસી યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે હતી. આ કોચનું ભાડુ સામાન્ય એસી થ્રી સેવાના મુકાબલે 6-7 ટકા સુધી ઓછું રહે છે.

AC 3 ઈકોનોમીમાં બર્થની સંખ્યા 80 હોય છે :

રેલવે અધિકારીઓના અનુસાર એસી થ્રી કોચમાં બર્થની સંખ્યા 72 હોય છે, જ્યારે એસી થ્રી ઈકોનોમીમાં બર્થની સંખ્યા 80 હોય છે. એવું એટલા માટે થઈ શકે છે. કારણ કે એસી થ્રી કોચની અપેક્ષા એસી થ્રી ઈકોનોમી કોચના બર્થની પહોળાઈ ઓછી હોય છે.

એજ કારણ છે કે આનાથી રેલવે ઈકોનોમી એસી થ્રી કોચ પહેલા જ વર્ષમાં 231 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આંકડા અનુસાર માત્ર એપ્રિલ-ઓગસ્ટ, 2022 દરમિયાન આ ઈકોનોમી કોચથી 15 લાખ લોકોએ મુસાફરી કરી અને તેનાથી 177 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

રેલવેની કમાણી પર નહીં થાય અસર :

તેનાથી એ પણ સ્પષ્ટ છે કે આ કોચની શરૂઆત સામાન્ય એસી-3 શ્રેણીથી થનારી કમાણી પર કોઈ અસર નહીં પડે. એટલા માટે રેલવેએ હવે એસી થ્રી ઈકોનોમીનું ભાડુ હજુ ઘટાડી દીધું છે.

આ પણ વાંચો :-

Video Viral : પંડયા પર પિત્તો ગયેલો હતો અને આ પ્લેયરે પીચ પર જઈ વિરાટને ધક્કો માર્યો, પછી કોહલી..

0

Video Viral

  • WATCH VIDEO : ચાલુ મેચમાં જાણી જોઈને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ પીચ પર જઈને વિરાટ કોહલીને ધક્કો માર્યો. પછી તમને શું લાગે છે આપણો કોહલી કંટ્રોલમાં રહેતો હશે. જે પછી બબાલ થઈ એ આખા ગામે જોઈ. ખુબ જ વાયરલ થઈ રહ્યો છે વીડિયો. આ પહેલાં પંડયા જોડે ચાલુ મેચમાં મેદાન પર બાખડયો હતો કોહલી…

ભારત અને ઓસ્ટ્રેલિયા (India and Australia) વચ્ચેની વન-ડે સિરિઝમાં આ વખતે કોઈકને કોઈક કારણોસર વિરોટ કોહલીનું (Virat Kohli) નામ સૌથી વધારે ચર્ચામાં રહ્યું છે. પહેલાં મેદાન પર હાર્દિક પંડયાએ (Hardik Panday) કોહલી જોડે ખરાબ વર્તન કર્યું. કેપ્ટન બન્યા બાદ ચાલુ મેચમાં પંડયા કોહલી જોડે બાખડયો અને આ બબાલનો વીડિયો વાયરલ થયો હતો. જેને કારણે વિરાટનો પંડયા પર તો પિત્તો ગયેલો જ હતો ત્યાં તો નવી બબાલ ઉભી થઈ.

ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ પીચ પર જઈને જાણી જોઈને કોઈ કારણ વગર સામે ચાલીને વિરાટને ધક્કો માર્યો. હવે મગજ તપેલું હોય અને કોઈ સામે ચાલીને આવી સડી કરે તો આપણો કોહલી પછી કંટ્રોલમાં રહે…? પછી જે બબાલ થઈ એ આખા ગામે જોઈ. વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે વીડિયો….

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા અને 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમને બુધવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં 21 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ભારતે શ્રેણી પણ 1-2થી ગુમાવી દીધી છે.

આ મેચમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રનની અડધી સદીની ઈનિંગ રમી હતી. જો કે કોહલી તેની ઇનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ સાથે અથડાયો હતો.

વિરાટે મેચની સૌથી વધુ ઈનિંગ્સ રમી હતી :

આ મેચમાં વિરાટે 72 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સાથે 54 રન બનાવ્યા હતા. તે જ સમયે, સ્ટોઇનિસે 9.1 ઓવરમાં 43 રન આપીને એક વિકેટ લીધી હતી.ચાર વર્ષ બાદ ઘરઆંગણે વનડેમાં ભારતની આ પ્રથમ શ્રેણીની હાર છે. ODI શ્રેણી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ વનડે રેન્કિંગમાં ફરી નંબર-1 ટીમ બની ગઈ છે.

આ પણ વાંચો :-

Adani Group પર મોટા ખુલાસા બાદ હિંડનબર્ગે ફોડયો વધુ એક ‘બોમ્બ’ ! આ વખતે કોનો વારો ? 

After the big disclosure on Adani Group

  • Hindenburg Report : જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા.

Hindenburg Report : જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ (Hindenburg Research Report) બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી (Gautam Adani) જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા. અદાણી દુનિયાભરના અબજોપતિઓની યાદીમાં ટોપ 35થી પણ આઉટ થઈ ગયા હતા અને તેમના અદાણી ગ્રુપે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું.

રોકાણકારોને ભારે નુકસાન :

અદાણી ગ્રુપના શેરો ખરીદનારા રોકાણકારોને ભારે ભરખમ નુકસાન થયું. હવે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં 11માં નંબરે પહોંચી ગયા છે ત્યારે હિંડનબર્ગ રિસર્ચ તરફથી વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચે ‘વધુ એક મોટો ખુલાસો’ કરવાનો સંકેત આપ્યો છે.

ટ્વીટ વિશે ઉત્સુકતા :

હિંડનબર્ગ રિસર્ચે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી, ‘નવો રિપોર્ટ જલદી એક વધુ મોટો રિપોર્ટ.’ દુનિયાભરના શેર બજારમાં આ ટ્વીટને ખુબ ઉત્સુકતાથી જોવામાં આવી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે આ વખતે હિંડનબર્ગ તરફથી થનારો ખુલાસો શું અમેરિકી બેંક વિશે હશે?

એક ભારતીય યૂઝરે હિંડનબર્ગના ટ્વીટનો જવાબ આપતા કહ્યું કે ‘આશા છે’ કે આ કોઈ બીજી ભારતીય કંપની વિશે નહીં હોય. યૂઝરે હિંડનબર્ગને આ વખતે કોઈ ચાઈનીઝ કંપની પર રિપોર્ટ કરવાની ભલામણ કરી છે.

આ પણ વાંચો :-

હવે હિમાલયમાં પણ આવી શકે છે સૌથી મોટો ભૂકંપ, વૈજ્ઞાનિકોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

0

Now the biggest earthquake can also occur

  • દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીય્યૂટ ઓફ હિમાલય જિયોલોજીના સીનિયર સાયન્ટિસ્ટે ચેતાવણી આપી છે કે હિમાલયમાં ગમે ત્યારે એક મોટો ભૂકંપ આવી શકે છે.

ઉત્તરી અફગાનિસ્તાનમાં (Northern Afghanistan) મંગળવારે રાત્રે 10.16 વાગ્યે આવેલા 6.6 તીવ્રતાના ભૂકંપ બાદ દિલ્હી (Delhi)-એનસીઆર ક્ષેત્ર સહિત ઉત્તરી ભારતમાં (Northern India) ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના ઝટકા તુર્કમેનિસ્તાન (Turkmenistan), કઝાકિસ્તાન, ભારત, પાકિસ્તાન, તાઝિકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, ચીન, અફગાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતા.

આવી શકે છે હિમાલયમાં મોટો ભૂકંપ :

ભારતના ઘણા રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવવાના કારણે હડકંપ મચી ગયો હતો. દિલ્હી-એનસીઆરની સાથે સાથે પંજાબ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપથી લોકોમાં ભય છે. કેમ આવી રહ્યા છે ભૂકંપના ઝટકા? શું મોટો ભૂકંપ આવવાનો છે? તેના પર વાડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલય જિયોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અજય પોલે જણાવ્યું કે હિમાલયમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.

શું કહે છે વૈજ્ઞાનિક? 

ડૉ. પોલે જણાવ્યું કે અફગાનિસ્તાનમાં આવેલા ભૂકંપની ઉંડાઈ વધારે હતી. તમાટે તેની અસર ખૂબ મોટા વિસ્તારોમાં જોવા મળી. આપણે સિસ્મિક ઝોન 5માં છીએ કોઈ પણ ક્ષેત્રની ઓળખ નથી કરી શકતા. અવેયરનેસ અને સિવિલ એન્જિનિયરિંગથી જીવ બચાવી શકાય છે.

ભૂકંપથી પહેલા કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સથી એનર્જી રિલીઝ થાય છે. ત્યારે ભૂકંપ આવે છે. કાલે મારા ઘરની લાઈટ્સ અને પંખા પણ 45 સેકન્ડ સુધી હલતા રહ્યા.

ભારતીય પ્લેટ દર વર્ષે 15-20 મીમી ચીનની તરફ ખસે છે :

હકીકતે ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 15થી 20 મિલિમીટર તિબ્બતન પ્લેટની તરફ વધી રહી છે. આટલા મોટા જમીનના ટુકડા કોઈ અન્ય મોટા ટુકડાને ધકેલશે, તો ક્યાંકને ક્યાંક તો ઉર્જા સ્ટોર થશે.

તિબ્બતની પ્લેટ ખરી નહીં શકે. માટે બન્ને પ્લેટોની વચ્ચે રહેલી ઉર્જા નિકળે છે. આ ઉર્જા નાના નાના ભૂકંપોના રૂપમાં નિકળે છે. તો તેનાથી ગભરાવવાની જરૂર નથી. જ્યારે ઝડપથી ઉર્જા નિકળે છે તો મોટો ભૂકંપ આવે છે.

આ પણ વાંચો :-

Whatsapp દ્વારા પણ તમારા પર રાખવામાં આવી રહી છે નજર, નજરથી બચવા આટલું કરો

You are also being watched

  • બદલાતા સમયની સાથે ટેકનોલોજી પણ બદલાઈ છે. જોકે, બદલાતી જતી ટેકનોલોજી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે. ઘણીવાર આ આધુનિક ટેકનોલોજી તમને મુશ્કેલીઓમાં મુકી શકે છે.

WhatsAppને સૌથી સુરક્ષિત મેસેજિંગ એપ માનવામાં આવે છે. તમામ ટેક્સ્ટ, ચેટ અને વિડિયો (Chat and Video) કોલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર આધાર રાખે છે. જેથી તમે વિશ્વાસ રાખી શકો કે તમે WhatsApp પર જે કંઈ કરો છો તેને અટકાવી શકાય છે અથવા તેનું નિરીક્ષણ કરી શકાય છે.

આ ઉપરાંત, તમારા ફોનમાં જે પણ બાયોમેટ્રિક સુરક્ષા છે (તમારા ફોન પર WhatsApp કેવી રીતે લોક કરવું) જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી સાથે એપ્લિકેશનને સુરક્ષિત કરીને WhatsAppને વધુ સુરક્ષિત બનાવવું શક્ય છે. જેના પછી ભલે તમારો ફોન કોઈના હાથમાં આવી જાય. પરંતુ તમારું વોટ્સએપ સુરક્ષિત રહેશે.

એન્ડ્રોઇડ પર વોટ્સએપને કેવી રીતે લોક કરવું :

તમે તમારા Android ફોનના ફિંગરપ્રિન્ટ રીડરનો ઉપયોગ કરી શકો છો તેની ખાતરી કરવા માટે કે તમે જ એપ્લિકેશન ખોલી શકો. આ પગલાં અનુસરો :

પગલું -1. તમારા Android ઉપકરણ પર WhatsApp ખોલો.

પગલું -2. સ્ક્રીનની ઉપર જમણી બાજુએ ત્રણ-બિંદુઓ મેનૂ પર ટેપ કરો અને પછી સેટિંગ્સ પર જાઓ.

પગલું -3. એકાઉન્ટ પર ટેબ કરો, ગોપનીયતા પર જાઓ અને સ્ક્રીનના તળિયે, ફિંગરપ્રિન્ટ લોકને ટેપ કરો.

પગલું -4. ફિંગરપ્રિન્ટ લોક સ્ક્રીન પર, બટનને જમણી તરફ સ્વાઇપ કરીને ફિંગરપ્રિન્ટ વડે અનલોક કરો ચાલુ કરો. તમારે ફોનમાં આંગળીઓમાંથી એક વડે સેન્સરને ટચ કરીને તમારી ફિંગરપ્રિન્ટની પુષ્ટિ કરવાની જરૂર છે.

પગલું -5. જ્યારે તમે એપ્લિકેશન બંધ કરો ત્યારે એપ્લિકેશનને ફરીથી દાખલ કરવા માટે કેટલી ઝડપથી ફેસ આઈડીની આવશ્યકતા છે તે પસંદ કરો. તમે 1 મિનિટ પછી અથવા 30 મિનિટ પછી તરત જ પસંદ કરી શકો છો.

આ પણ વાંચો :-

સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ જાણવું જરૂરી છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં થશે મોટા ફેરફાર

0

If you are preparing for a government job

  • competitive exams gujarat : પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા ભૂપેન્દ્ર પટેલની સરકાર ભરતી પ્રક્રિયા જ બદલી નાખશે?

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ભરતી માટેના એટલા પેપર ફૂટ્યા (Paper burst) છે કે ગુજરાત સરકારની છબી ખરડાઈ ગઈ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક છબરડા બહાર આવ્યા છે. પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જાય છે, જેને કારણે લાખો વિદ્યાર્થીઓના (Student) અરમાનો પર પાણી ફરી વળે છે.

ત્યારે ફરી આવું ન થાય તે માટે ગુજરાત સરકાર (Gujarat Govt) હવે પાણી પહેલા પાળ બાંધવા નીકળી છે. પરીક્ષામાં પેપર ન ફૂટે તેવું મોડલ બનાવવા સરકારે તૈયારી આરંભી છે. સરકારી ભરતીની પરીક્ષા માટે હવે એક જ બોર્ડ બનાવવાની વિચારણા ચાલી રહી છે.

વિધાનસભામાં પેપર લીકનો કાયદો પસાર કર્યા બાદ સરકાર હવે વધુ એક ફેરફાર કરવા જઈ રહી છે. ગુજરાત સરકાર તમામ વિભાગોમાં ભરતી કરવા માટે એક જ કોમન ટેસ્ટ લેવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલ વિવિધ સંવર્ગના સરકારી ભરતી માટે અલગ અલગ બોર્ડ છે. તેને બદલે તમામને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે.

આગામી સમયમાં સરકાર મોટાપાયે સરકારી વિભાગોમાં ભરતી કરવાીન છે. ત્યારે આ ભરતીઓમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ પ્રકારનું આયોજન કરવાનું પ્લાનિંગ છે.

આ માટે એક આયોજન એવું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ભરતી બોર્ડ અને અન્ય બાબતોનું એક જ બોર્ડ બનાવવામાં આવશે. તેના દ્વારા જ દરેક પ્રકારની ભરતી પ્રક્રિયા યોજવામાં આવશે. આ ઉપરાંત હાલ એવુ છે કે, સરકારી ભરતીમાં જ્યા જગ્યા પડે ત્યાં પરીક્ષા લેવામા આવે છે, તેના બદલે દર વર્ષે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનુ પ્લાનિંગ છે. જ્યા જગ્યા ખાલી પડે ત્યાં તાત્કાલિક ભરાઈ જાય.

હાલ સરકારે વિવિધ પ્રકારના એક્સપર્ટસ પાસેથી માહિતી મંગાવી છે. તેમના સૂચનોના આધારે બોર્ડ બનાવવામાં આવશે. આ માટે પ્રેઝન્ટેશન પણ કરવામા આવશે. મંજૂરી બાદ જ સત્તાવાર જાહેરાત થશે.

આ પણ વાંચો :-