Home Blog Page 1133

આ રાજ્યોની પથારી ફેરવશે વિનાશક વરસાદ, જાણો ગુજરાતના શું થશે હાલ

0

Destructive rains will change

  • Imd Weather Alert : હરિયાણા સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં કેટલાંક સ્થળોએ તો ભારે પવન સાથે વરસાદ પડશે અને આકાશમાંથી કરા પડશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જાણો કેવું રહેશે તમારા શહેરનું હવામાન.

Weather Update : આજે પણ દેશના ઘણા રાજ્યોમાં વરસાદ (Rain) પડયો છે. શુક્રવારે સવારે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દેશના ઘણા રાજ્યોમાં હવામાનની (Weather) પેટર્ન બદલાઈ ગઈ છે. હરિયાણાના ઘણા જિલ્લામાં આજે સવારે ભારે વરસાદ પડયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે.

હવામાન વિભાગે પણ કરા પડવાની ચેતવણી જારી કરી છે. તે જ સમયે, આજે સાંજથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે તેવી પણ આગાહી કરાઈ છે. 25-27 માર્ચ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં વરસાદની સંભાવના છે. આ સાથે ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કારણકે આ માવઠાની મારના કારણે પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરીને હવામાન વિભાગે ખેડૂતો માટે એડવાઈઝરી જારી કરી છે. દેશના કેટલાંક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ભોપાલ અને નર્મદાપુરમ વિભાગમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. ધાર, બડવાની, સાગર, શાજાપુર, ખરગોન, દેવાસ, ઉમરિયા, અગર અને કટની જિલ્લામાં વરસાદની સંભાવના છે. ખેડૂતોના પાકને ફરી વાવાઝોડાની અસર થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, નોઈડા સહિત ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સિઝનની સરેરાશ કરતાં બે ડિગ્રી ઓછું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વરસાદની સાથે કરા પડી શકે છે. તે જ સમયે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી ગતિવિધિઓ રહેશે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં વરસાદની સંભાવના છે. યુપી-બિહારમાં આજે હળવો વરસાદ પડી શકે છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. તે જ સમયે, આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

Fact Check : મહિલાઓને મફત સિલાઈ મશીન માટે સરકાર આપી રહી છે 9 હજાર રૂપિયા ?

0

Fact Check: Government is giving 9 thousand rupees

  • યુ-ટ્યુબ પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલાઓે 9000 રૂપિયા મળી રહ્યા છે. તેના માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે.

ગરીબો માટે કેન્દ્ર સરકાર (Central Govt) તરફથી અનેક પ્રકારની અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી કેટલીક યોજનાઓ અંતર્ગત સરકાર સીધી મદદ લોકો સુધી પહોંચાડે છે. કૃષિથી લઈને રોજગાર (Employment) શરૂ કરવા સુધીમાં સરકાર પોતાની આ યોજનાઓ દ્વારા ગરીબોને મદદ કરે છે. આવી યોજનાને લઈને સોશિયલ મીડિયા (Social media) પર પણ તમામ પ્રકારની જાણકારી વાયરલ થતી રહે છે. હવે આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર મહિલાઓને મફત સિલાઈ મશીન (Free sewing machine) આપવા જઈ રહી છે.

શું છે વાયરલ વીડિયો :

યુ-ટ્યુબ પર વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહિલાઓે 9000 રૂપિયા મળી રહ્યા છે. તેના માટેનો માર્ગ પણ બતાવવામાં આવ્યો છે. VK Hindi World” નામની એક યુ-ટ્યુબ ચેનલે એક વીડિયોમાં દાવો કર્યો છે કે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન અને તેમના ખાતામાં 9000 રૂપિયા મળી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. થોડાક મહિના પહેલાં અપલોડ થયેલા આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને હવે ફરીથી તેને શેર કરવામાં આવી રહ્યો  છે.

શું છે વીડિયોની હકીકત :

હવે આ વાયરલ વીડિયોની શું હકીકત છે તે પણ જાણી લો. વીડિયોમાં જે માહિતી આપવામાં આવી છે તે તમામ ખટી છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ જ યોજના ચલાવવામાં આવી રહી નથી. આ દાવો સંપૂર્ણ  રીતે ખોટો છે. સરકારે કોઈપણ યોજના અંતર્ગત મહિલાઓના ખાતામાં 9000 રૂપિયા નાંખવાની વાત કહી નથી.

પીઆઈબી તરફથી તેનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ જાણકારી સંપૂર્ણ રીતે ભ્રામક છે. જો તમારી પાસે આવો કોઈ વીડિયોનો મેસેજ આવે છે તો તેના પર વિશ્વાસ ન કરશો. તેના માટે તમે સરકારની વેબસાઈટ્સ પર જઈને ચેક કરી શકો છો.

આ પણ વાંચો :-

જેના ફોલોવર્સની સંખ્યા કરોડોમાં છે તે સલમાન ખાન ઈન્સ્ટાગ્રામ પર 36 લોકોને જ કરે છે ફોલો, નામ વાંચીને જ ચોંકી જશો

Salman Khan, whose number of followers   Instagram

  • Salman Khan follows 36 people on Instagram : સલમાન હંમેશા ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે અપડેટ શેર કરે છે. એટલું જ નહીં ઈન્સ્ટા પર તે પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ કરે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટા પર ભાઈજાનને લગભગ 6 કરોડ લોકો ફોલો કરે છે. પરંતુ સલમાન પોતે 36 લોકોને જ ફોલો કરે છે.

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની (Salman Khan) દુનિયાભરમાં ગજબની ફેન ફોલોઈંગ છે. ભાઈજાનને પ્રેમ કરનારા લોકોની ઘટ નથી એટલે જ તો લોકો તેમની ફિલ્મની રાહ આતુરતાથી જોતા હોય છે. સલમાન ખાન પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્ટાગ્રામથી (Instagram) હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. સલમાન હંમેશા ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાના ફેન્સ માટે અપડેટ દેતા રહે છે. એટલું જ નહીં ઈન્સ્ટા પર પોતાના ફોટો અને વીડિયો પોસ્ટ (Video post) કરતા રહે છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે ઈન્સ્ટા પર ભાઈજાનને લગભગ 6 કરોડ લોકો ફોલો કરે છે.

રંતુ શું તમે એ જાણો છો કે સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોને કોને ફોલો કરે છે? નથી જાણતા તો આવો આજે તમને આ નામ જણાવીએ. જ્યારે અમે સલમાન ખાનના ઈન્ટા એકાઉન્ટની તપાસ કરી તો જાણવા મળ્યુ કે તે કુલ 36 લોકોને ઈન્ટાગ્રામ પર ફોલો કરે છે. જેમાં અમુક તેમના ખાસ મિત્ર છે. અને અમુક તેમના પરિવારના સભ્ય છે. તો ચાલો જણાવીએ એ 36 લોકોના નામ.

સલમાન ખાન જે 36 લોકોને ફોલો કરે છે તેમાં સૌથી પહેલા નંબર પર કૈટરિના કૈફ, બીજા નંબર પર જૈકલીન ફર્નાડીઝ, ત્રીજા નંબર પ્રોડ્યુસર રાજીવ રાય છે. ચોથા નંબર પર infinity Platter, તેના પછી સાઉદી એડવાઈઝર તુર્કી અલલશિખ, Being Human Clothing, BollyCoin, અયાન અગ્નિહોત્રી, અલિજેહ અગ્નિહોત્રી, અરહાન ખાન, નિર્વાણ ખાન, frshgrooming.

આ ઉપરાંત આ લિસ્ટમાં આ નામ પણ છે, ફઝ્ઝા, રાજેશ રાય, Being Strong Fitness Equipment, શેરા, હુસૈન દલાલ, પ્રશાંત ગુંઝાલકર, કમાલ ખાન, જોર્ડી પટેલ, સંગીતા બિજલાની, ડેઝી શાહ, સૂરજ પંચોલી, નિકેતન મધોક, ઝહીર ઈકબાલ, અભિરાજ મીનાવાલા, સાજનસિંહ, વાલુશ્ચા ડી સૂસા, આયુષ શર્મા, અતુલ અગ્નિહોત્રી, અર્પિતા ખાન શર્મા, સોલેહ ખાન, અરબાઝ ખાન, Renaye’s bakesale, યૂલિયા વી વંતૂર અને ઈસાબેલ કૈફ.

આ પણ વાંચો :-

રાઘવ ચઢ્ઢા મુંબઈમાં પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા, ડેટિંગની અટકળો થઈ તેજ

0

Raghav Chadha spotted with Parineeti

  • બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા તાજેતરમાં જ ડિનર પછી AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લંચ કરતી જોવા મળી હતી. જે બાદ તેમના અફેરની અટકળોએ જોર પકડયું હતું.

જોકે બે માંથી કોઈ પણે સાથે પોઝ આપ્યો ન હતો. પરંતુ બંને વચ્ચે કઈક રંધાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પરિણીતી ચોપરા (Parineeti Chopra) ફરી એકવાર મુંબઈમાં (Mumbai) આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા (MP Raghav Chadha) સાથે લંચ કરતી જોવા મળી છે. વાયરલ થયેલી આ તસવીરોમાં પહેલા રાઘવ બહાર આવે છે અને પછી પરિણીતી તેની પાછળ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળે છે.

રાઘવ પાપારાઝીને જોઈને કેમેરાથી બચતો જોવા મળે છે. બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.જોકે પાપારાઝીના કહેવા પર પરિણીતી ચોપરાએ એકલા કેટલાક પોઝ આપ્યા હતા. આ લંચ ડેટ પર પરિણીતી કેઝ્યુઅલ લુકમાં આવી હતી.તેણીએ કાળા ક્રોપ ટોપ સાથે લૂઝ પેન્ટ પહેર્યું હતું અને કાળા શેડ્સ અને ખુલ્લા વાળ સાથે તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

જાણો કોણ છે રાઘવ ચઢ્ઢા :

રાઘવ ચઢ્ઢા હાલ રાજ્યસભાના સાંસદ છે અને તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટની પ્રેકટિસ કરે છે. તેઓ પંજાબ આમ આદમી પાર્ટીના કો ઈન ચાર્જ છે. નેશનલ એક્ઝક્યુટિવ કમિટીના સભ્ય છે. અને આમ આદમી પાર્ટીના પ્રવકતા છે.આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાઘવ ચઢ્ઢાને સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અકસ્માતમાં પગ ગુમાવ્યો, પછી 4 વખત આ*ઘાતનો પ્રયાસ, પરંતુ કૃદરતને મંજૂર નહોતું અને આજે…

0

Lost a leg in an accident

  • નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે.

સોશિયલ મીડિયા ઉપર નેહા ભટ્ટને (Neha Bhatt) આપે જરૂરથી જોઈ હશે. 2021માં અમદાવાદથી મહુવા જતા સમયે તેનો અકસ્માત થયો જેમાં તેનો એક પગ કાપવો પડયો હતો. તેણે જણાવ્યું કે મેં પહેલા ચાર વખત આપઘાત કરવાના પણ પ્રયત્ન કર્યા છે. પણ કહેવાય છે ને કે કુદરત ઘણી વખત આપણી પાસે કંઈક જુદુ જ કરાવવાનું નક્કી કર્યું હોય છે. નેહાને ચાનો ઘણો શોખ છે. તેથી તેણે એમ્પ્યુટી (Amputee) નામે ચાની સ્ટૉલ શરુ કરી. આજે સૌ કોઈ તેને હિંમત આપી બિરદાવી રહ્યા છે.

કોણ છે નેહા ભટ્ટ? 

નેહા ભટ્ટ મૂળ મહુવાના સામાન્ય પરિવારની દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડયો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે. ભાડાના નાના ઘરને બદલે તેણે પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું. અને બેન્ક લોન માટે એપ્લાય કર્યું. પણ કદાચ વિધાતાને આ મંજુર ન હતું.

કઈ રીતે થયો અકસ્માત?

બેન્ક લોન માટે મહુવાની ખાનગી બેન્કમાંથી નેહાને કોલ આવ્યો અને તે અમદાવાદથી મહુવા જવા નીકળી હતી. બગોદરા પાસે તેની ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ.

હોસ્પિટલમાં એક પગ કાપવો પડયો. 

અકસ્માતના કારણે નેહાને બગોદરા, બગોદરાથી અમદાવાદની સોલા સિવિલ અને ત્યારબાદ તેને અસારવા સિવિલ ખસેડવાની ફરજ પડી હતી. આ દરમિયાન તેના એક પગને કાપવો પડયો. આ તકલીફ વેઠવી તેની માટે ઘણી મુશ્કેલ રહી.

શું છે એપ્મ્યુટી?

એમ્પ્યુટી એક ગ્રુપ છે જેમાં અકસ્માતને કારણે જેમણે પોતાના હાથ પગ ગુમાવવા પડયાં હોય તેવા સભ્યો એક બીજાને પ્રોત્સાહન આપે છે. નેહાનું કહેવું છે કે તે આગળ જતા સમયે તેની જેમ અન્ય લોકો જે અકસ્માતનો ભોગ બન્યા છે તેમને એમ્પ્યુટીના નામે નવું સ્ટાર્ટઅપ શરુ કરવા મદદ કરશે.

આ પણ વાંચો :-

 

સ્ટોક છે કે રોકેટ ! 1 લાખ રૂપિયા બની ગયા 11 કરોડ : તમારી પાસે છે 

0

Stock or rocket! 1 Lakh Rupees  

  • શેરબજારમાં રોકાણ કરવું જેટલું જોખમી છે એટલું જ વળતર મેળવવાનું એક સારું સાધન છે. જો યોગ્ય શેરોમાં રોકાણ કરવામાં આવે તો નાનું રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. એવા ઘણા શેરો છે. જેણે 10 થી 15 વર્ષના ગાળામાં નાના રોકાણને કરોડોમાં ફેરવી દીધા છે.

શેરબજારમાં રોકાણ (Investment) કરવું જેટલું જોખમી છે એટલું જ વળતર મેળવવાનું એક સારું સાધન છે. જો યોગ્ય શેરોમાં રોકાણ કરવામાં આવે તો નાનું રોકાણ પણ તમને કરોડપતિ (Millionaire) બનાવી શકે છે. એવા ઘણા શેરો છે જેણે 10 થી 15 વર્ષના ગાળામાં નાના રોકાણને કરોડોમાં ફેરવી દીધી છે. આવો જ એક સ્ટોક છે જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સ (Jyoti Resins & Adhesives).

ગુજરાતની સિન્થેટિક મેન્યુફેક્ચરિંગ કંપનીએ તેના રોકાણકારોને 15 વર્ષમાં મજબૂત વળતર આપ્યું છે. જણાવી દઈએ કે જે રોકાણકારોએ 15 વર્ષના ઉતાર-ચઢાવ દરમિયાન કંપનીને સાથ આપ્યો, આજે તેઓ કરોડપતિ બની ગયા છે.

કંપનીના શેરોએ છેલ્લા 15 વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવ છતાં કંપની સાથે જોડાયેલા રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. જ્યોતિ રેઝિન એડહેસિવ્સનો (Jyoti Resins & Adhesives) શેર માર્ચ 2008માં રૂ. 0.89 પર હતો અને હવે તે 1100ના આંકને વટાવી ગયો છે. એટલે કે છેલ્લા 15 વર્ષમાં તેમાં 1,25,539 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2013માં આ શેર રૂ.3.68 પર હતો. જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સના ઉત્પાદનો બજારમાં યુરો 7000 નામથી બજારમાં આવે છે.

1 લાખ રૂપિયા 11 કરોડ થઈ ગયા :

છેલ્લા પાંચ વર્ષમાં આ કેમિકલ સ્ટોક લગભગ રૂ. 22.55 થી વધીને રૂ. 1,124.60 પ્રતિ શેર થયો છે. આ દરમિયાન તેણે 5,000 ટકાથી વધુ વળતર આપ્યું છે. જે લોકોએ 2008માં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું. તેમને રૂ. 11 કરોડથી વધુનું વળતર મળ્યું હતું. રોકાણકારોને આશા છે કે આ શેરમાં આગામી સમયમાં વધુ વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપનીએ તાજેતરમાં રોકાણકારોને 2:1ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા છે. બોનસ શેરના કારણે જ રોકાણકારોને બમ્પર વળતર મળ્યું છે.

ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સે (Jyoti Resins & Adhesives) કુલ વેચાણમાં 57.58 ટકા વૃદ્ધિ નોંધાવી છે. બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો 133.86 ટકા વધીને રૂ. 30.04 કરોડ થયો છે.

ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીમાં પ્રમોટરો 50.82 ટકા અને લોકો પાસે 49.18 ટકા હિસ્સો હતો. કંપની નાણાકીય વર્ષ 20 થી ઇક્વિટી પર 50 ટકા રિટર્ન (ROI) અને મૂડી પર વળતર (ROCE) 70 ટકા રિટર્ન જાળવી રહી છે.

આ પણ વાંચો :-

24 માર્ચ 2023, આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના લક્ષ્મી માતાની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

24 March 2023, Today’s Horoscope

મેષ : આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવના વધે.

વૃષભ : માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા. માતા સાથે મતભેદની શક્યતા. અપચન, પેટની તકલીફ રહે.

મિથુન : મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રત્ઠિિ વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક : દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. ગળાના રોગોથી સાચવવું. નોકરી-ધંધામાં પ્રગતિ.

સિંહ : માનસિક શાંતિ રહેશે. નાણાંકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાન સુખ સારું.

કન્યા : વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.

તુલા : આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે. તથા ધાર્યા પ્રમાણેના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી.

વૃશ્ચિક : મોજશોખનું પ્રમાણ વધશે આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. આરોગ્ય સાચવવું. ચામડીના રોગોનો ઉપદ્રવ થાય.

ધન : દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે.

મકર : માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાંની આવક રહેશે. પરંતુ બગાડ અટકાવવો. ભાઈ-બહેન સાથે વિખવાદ થવાના યોગ છે. વાહન સુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ.

કુંભ : જો ગુસ્સા ઉપર કાબુ રાખી શકો, તો આત્મવિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્‍નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.

મીન : ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરિયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. પિતાની તબિયત સાચવવી.

આ પણ વાંચો :-

‘કાકા’ જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું ! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ

‘Uncle’ was accompanied by the  

  • હિન્દી સિનેમાના લવર બોય તરીકે જાણીતા રાજેશ ખન્નાનો છોકરીઓમાં એવો ક્રેઝ હતો કે તેઓ તેમના એક ઈશારે હજારો યુવતી મરવા હતી તૈયાર.

કાકાના હુલામણાં નામે જાણીતા રાજેશ ખન્ના (Rajesh Khanna) પોતે પણ એકદમ રંગીન મિઝાજના હતા. મરવા પણ તૈયાર થઈ ગયા હતા. કાકા માટે ઘેલછાએ હતી કે તે પોતાના ઓશીકા નીચે અભિનેતાનો ફોટો રાખીને સૂતો હતો. રાજેશ ખન્ના પોતાના અફેર અને પર્સનલ લાઈફને (Personal life) લઈને ખૂબ જ ચર્ચામાં હતા.

રંગીન મિઝાજ ધરાવતા હિન્દી સિનેમાના પહેલાં સુપરસ્ટાર રાજેશ ખન્નાનો એક દૌર હતો. એમની એક ઝલક જોવા માટે યુવતી ગાંડી હતી. એ જમાનામાં યુવતીઓન કાકા એટલે કે રાજેશ ખન્ના માટે એટલી દિવાનગી હતી કે ઘણી યુવતીઓએ રાજેશ ખન્નાને પોતાનો પતિ જ માની લીધો હતો. ઘણી યુવતીઓ તો કા માટે ઘેલછા એ પોતાના ઓશીકા નીચે અભિનેતાનો ફોટો રાખીને સૂતી હતી. રાજેશ ખન્ના પોતાના અફેર અને પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં હતા.

રાજેશ ખન્નાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમથી કાકા કહેવામાં આવતા હતા. જ્યારે તેઓ સુપરસ્ટાર હતા, ત્યારે એક કહેવત ખૂબ પ્રખ્યાત હતી – ઉપર આકા અને નીચે કાકા. ચારે બાજુ કાકા માત્ર કાકા. રાજેશ ખન્ના છોકરીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા. છોકરીઓએ તેમને લોહીથી પત્રો લખ્યા. કેટલાકે તેના ફોટા સાથે લગ્ન પણ કર્યા હતા. કેટલાકે તો તેમના હાથ અને જાંઘ પર તેના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું.

જોકે રાજેશ ખન્નાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયેલું છે. પરંતુ એવું કહેવાય છે કે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા પછી પણ રાજેશ ખન્ના ટીના મુનીમ સાથે સંબંધમાં રહ્યા હતા.

કાકા ટીનાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ સાથે રહેવા લાગ્યા. કાકાએ પણ આ સંબંધ છુપાવ્યો ન હતો. અહેવાલો અનુસાર રાજેશ ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ટીનાને એટલો પ્રેમ કરે છે કે તે માત્ર એક જ ટૂથબ્રશ વાપરે છે. તેમના આ ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી.

ટીના ઈચ્છતી હતી કે રાજેશ ડિમ્પલને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરે. પરંતુ રાજેશ ઈચ્છતો હોવા છતાં તે કરી શકતો ન હતો. તે ક્યાંક ડિમ્પલ સાથે રોમેન્ટિક રીતે પણ જોડાયેલો હતો. ટીનાને લાગ્યું કે રાજેશ જ તેની મજાક કરી રહ્યો છે. લાંબી રાહ જોયા બાદ ટીનાએ તેની સાથે સંબંધ તોડવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો :-

લોકોએ મ્હેણાં-ટોણાં માર્યા અને આજે સોશિયલ મીડિયા પર છવાયો સ્કર્ટ પહેરતો યુવક..

0

People taunted and today 

  • The guy in a skirt : મુંબઈની લોકલ ટ્રેનમાં સ્કર્ટ પહેરીને રેમ્પ વોક કરતા યુવકનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે. તેની પાછળની હકીકત જાણીને તમે રડી પડશો.

shivam bharadwaj guy in skirt : શિવમ ભારદ્વાજ… ધ ગાય ઈન અ સ્કર્ટના નામથી આજે ઓળખાય છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ યુવક છવાયો છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર અલગ-અલગ પોસ્ટ શેર કરતો હોય છે. ક્યારેક મુંબઈની (Mumbai) લોકલ ટ્રેન હોય કે, પછી કોઇ સેલિબ્રિટી…

શિવમ મૂળરૂપથી યૂપીના (Up) મેરઠનો છે. જે થોડા વર્ષો પહેલા જ મુંબઈ આવ્યો હતો. તેને બાળપણથી ફેશનનો શોખ હતો અને ચોરીછુપીથી ફોટો ક્લિક કરતો હતો.

તેમના પિતાને આ પસંદ ન હતું એટલા માટે તેણે અભ્યાસમાં ધ્યાન આપી બીબીએ કમ્પ્લેટ કર્યું પછી સીએનો અભ્યાસ શરૂ કર્યો. પણ ભણવામાં મન લાગતું ન હોવાથી તેણે અભ્યાસ છોડી દીધો હતો.

WATCH: Man slays in skirt, does a catwalk inside Mumbai local; internet applauds as video goes viral - BusinessTodayઅભ્યાસ છોડવાથી શિવમના પિતાને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે ખિસ્સામાં 70 રૂપિયા હતા અને ઉમર ફક્ત 19 વર્ષની. ત્યારબાદ એક કોલ સેન્ટરમાં કામ કરીને મોબાઈલ લીધો અને ફેશન કન્ટેન્ટ ક્રિએટર બની ગયો. તેને પોતાનું કામ ખૂબ પસંદ છે અને શૂટિંગ માટે તે લોકલ ટ્રેનમાં સફર કરે છે. જો કે તેના સમાજે ક્યારેય તેને અપાનવ્યો ન હતો. ઘણી વખત સ્યૂસાઈડની પણ કોશિશ કરી પરંતુ આજે ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો :-

WhatsApp પર ‘Good Morning’ મેસેજ મોકલો છો તો રહો સાવધાન ? કાયમ માટે બંધ થઈ જશે એકાઉન્ટ

0

Be careful if you send ‘Good Morning’  

  • જો એક સાથે WhatsApp પર વધુ મેસેજ મોકલી રહ્યાં છો તો તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ શકે છે. લોકોને ગુડ મોર્નિંગ મેસેજ મોકલતાં હોય તો સાચવજો નહીં તો તમે જ તમારું WhatsApp એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકો છો.

જો એક સાથે  WhatsApp પર વધુ મેસેજ મોકલી રહ્યાં છો તો તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ થઈ શકે છે. લોકોને ગુડ મોર્નિંગ મેસેજ મોકલતાં હોય તો સાચવજો નહીં તો તમે જ તમારું WhatsApp એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકો છો.

કરોડો ભારતીયો WhatsApp નો ઉપયોગ કરે છે. આ લોકપ્રિય મેસેજિંગ એપ પર ચેટિંગ માટે સૌથી સરળ છે. સાથે જ તમે તેના પર ઓડિયો કોલ્સ અને વીડિયો કોલ્સ પણ કરી શકો છો. તમને કદાચ ખબર નહીં હોય કે જો WhatsApp પર એકસાથે વધુ મેસેજ મોકલવામાં આવે તો તમારું WhatsApp એકાઉન્ટ હંમેશાં માટે બંધ થઈ શકે છે. લોકોને ‘Good Morning’ મેસેજ મોકલીને પણ તમારું WhatsApp એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકાય છે.

ખાતું કેમ બંધ થાય?

જો તમે એક જ મેસેજને વારંવાર ઘણા લોકોને ફોરવર્ડ કરો છો. તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કંપની મેસેજને સ્પામ માને છે. આ તમારા WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત પણ કરી શકે છે. આટલું જ નહીં બીજા ઘણા એવા મેસેજ છે જેને જો તમે વારંવાર મોકલશો તો તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.

WhatsApp પર પ્રતિબંધ  :

વધુ કોન્ટેક્ટ શેર કરતા હો તો પણ WhatsApp એકાઉન્ટ બંધ કરી શકે છે. આ કિસ્સામાં પણ આ જ વાત લાગુ પડે છે કે જો તમે એક જ પ્રકારનું કામ વારંવાર કરો છો તો WhatsApp એકાઉન્ટ બેંક થઈ જશે તેથી તમારે આ બાબતો ટાળવી જોઈએ.

આ પણ વાંચો :-