Home Blog Page 1132

કોણ છે જેક ડોર્સી ! જેના પર ફૂટ્યો હિંડનબર્ગનો બોમ્બ, 1 ઝટકામાં સ્વાહા થઈ ગયા કરોડો રૂપિયા

Who is Jack Dorsey! On which Hindenburg

  • Who is Jack Dorsey : હિંડનબર્ગનો આગામી શિકાર અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સી બન્યા છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં જેક ડોર્સીની કંપની બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપની પર આરોપ લાગ્યો છે કે તેણે મોટી-મોટી વાતો યૂઝરની સામે મૂકી.

અમેરિકી શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ (Hindenburg) ફરી એકવાર એક્ટિવ થઈ ગયું છે. અમેરિકી રિસર્ચ ફર્મે (American Research Firm) ફરી એકવાર મોટો બોમ્બ ફોડતાં અમેરિકન બિઝનેસના બૂરે દિન શરૂ થઈ ગયા છે. આ વખતે હિંડનબર્ગના નિશાના પર અદાણી ગ્રૂપ નહીં પરંતુ અમેરિકન બિઝનેસમેન (American businessman) જેક ડોર્સી (Jack Dorsey) છે.

હિંડનબર્ગ રિસર્ચે બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યો છે. બ્લોક ઈન્ક પર ફ્રોડ કરવા, ખાતામાં હેરફેર, સરકારની રાહતનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગના આ ખુલાસા પછી બ્લોક ઈન્કને મોટો ઝટકો લાગ્યો. કંપનીના શેર 20 ટકા સુધી ઘટી ગયા. કંપનીએ માત્ર ગણતરીના સમયમાં 80 હજાર કરોડ ગુમાવી દીધા.

કોણ છે જેક ડોર્સી :

હિંડનબર્ગ રિસર્ચે અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સીની પેમેન્ટ ફર્મ બ્લોક ઈન્ક પર ફ્રોડનો આરોપ લગાવ્યો છે. જેક માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના કો-ફાઉન્ડર રહ્યા છે. તેમણે 2015થી 2021 સુધી ટ્વિટરની કમાન સંભાળી. વર્ષ 2021માં ટ્વિટર છોડ્યા પછી તેમણે પોતાનું પ્લેટફોર્મ બ્લુસ્કાય શરૂ કર્યુ. બ્લ્યુસ્કાય એપ તેમણે ટ્વિટરને ટક્કર આપવા માટે ઉતાર્યુ. આ એપ દ્વારા તમે ટ્વિટરની જેમ યૂઝ કરી શકો છો.

પોતાની વાત રજૂ કરી શકો છો. વર્ષ 2019માં જ તેમણે બ્લોક ઈન્ક તૈયાર કરી લીધું હતું. તેમણે આ એપ દ્વારા કોરોનાકાળમાં 5.1 કરોડથી વધારે ટ્રાન્જેક્શન થયા. જેકની વાત કરીએ તો તેમનો જન્મ 1976માં અમેરિકાના સેન્ટ લુઈસમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો હતો. અભ્યાસ છોડીને તેમણે પ્રોગ્રામર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું.

શેર ધડામ, સ્વાહા થઈ ગયા 80,000 કરોડ :

હિંડનબર્ગના ખુલાસા પછી બ્લોકના શેર 20 ટકાથી વધારે પડી ગયા. શેર બજારમાં કંપનીના શેરમાં વેચવાલી હાવી થતાં ગણતરીના સમયમાં 80,000 કરોડ સ્વાહા થઈ ગયા. બ્લોક ઈન્કની માર્કેટ કેપ 40 અરબ ડોલરથી નીચે જતી રહી. આ રિપોર્ટના 1 દિવસ પહેલાં સુધી બ્લોકની માર્કેટ કેપ 47 અરબ ડોલર હતી. જે ઘટીને 37 અરબ ડોલર સુધી પહોંચી ગઈ. ગણતરીના સમયમાં 10 અરબ ડોલરનો કરંટ લાગ્યો. હિંડનબર્ગના રિપોર્ટ પછી બ્લોક ઈન્કને 80 હજાર કરોડનો ઝટકો લાગ્યો છે.

મંથલી એક્ટિવ યૂઝર 51 મિલિયન :

બ્લોક ઈન્કનો બિઝનેસ કોરોનાકાળમાં ખૂબ વધ્યો હતો. આ દરમિયાન આ કેશ એપ દ્વારા દર મહિને 5.1 કરોડ રૂપિયાથી વધારેનું ટ્રાન્જેક્શન થયું. કેશ એપે મોટી કમાણી કરી. પોતાના રિપોર્ટમાં હિંડનબર્ગે કહ્યું કે કોરોના સમયે સરકાર તરફથી મળી રહેલ રાહતનો કંપની ખોટો ઉપયોગ કર્યો છે. એપના મંથલી યૂઝર 51 મિલિયન છે. કંપનીની માર્કેટ કેપ 44 અરબ ડોલર રહી છે.

હિંડનબર્ગનો ખુલાસો :

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં બ્લોક ઈન્કને લઈને મોટા ખુલાસા કર્યા છે. રિપોર્ટમાં આરોપ લાગ્યો છે કે કંપનીએ સરકાર અને ગ્રાહક સામે ફ્રોડમાં મદદ કરી છે. કંપનીએ રેગ્યુલેશનને કોરાણે મૂકીને યૂઝર બેસ બનાવ્યું છે. બ્લોક ઈન્કે યૂઝર પેરામીટરને વધારીને રોકાણકારોને ભ્રમિત કર્યા.

હિંડનબર્ગે કહ્યું કે અમે 2 વર્ષ સુધી આ કંપનીની તપાસ કરી. તેના પછી અમે જોયું કે બ્લોકે ડેમોગ્રાફિક્સનો લાભ ઉઠાવ્યો છે. કંપનીએ રોકાણકારોને ભ્રમિત કર્યા અને તથ્યોની સાથે છેડછાડ કરી છે. કેશ પ્રોગ્રામ એપમાં અનેક ખામી છે. જેને છૂપાવવામાં આવી.

આ પણ વાંચો :-

Jio Plan : માત્ર આટલાં રૂપિયામાં આખું વર્ષ ચાલશે, મળશે અનલિમિટેડ કોલ અને ડેટાનો લાભ

Jio Plan

  • Jio : જો તમે Jioને 895 રૂપિયાનું રિચાર્જ કરો છો. તો તમને આ પ્લાનમાં અમર્યાદિત કોલનો લાભ મળે છે. આ સિવાય આ પ્લાનમાં 24GB ડેટા પણ ઉપલબ્ધ છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ડેટા આખા વર્ષ માટે માન્ય રહેશે.

Jio 895 recharge : Jio દ્વારા સમયાંતરે વપરાશકર્તાઓ માટે નવા પ્લાન લોન્ચ કરવામાં આવે છે. માસિક યોજનાઓથી લઈને વર્ષ-લાંબી યોજનાઓ સુધી તમને તે જોવા મળશે. હવે આવી સ્થિતિમાં જે યુઝર્સ આખા વર્ષ માટે પ્લાન લેવાનું વિચારી રહ્યા છે તેમના માટે Jioનો 895 રૂપિયાનો પ્લાન યોગ્ય વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં ઘણી સુવિધાઓ અને લાભો ઉપલબ્ધ છે. આ એક સારી યોજના સાબિત થઈ શકે છે. પરંતુ એકવાર તમે આ પ્લાનના ફાયદા જાણ્યા પછી માત્ર કિંમત પર ન જાઓ. ચાલો જાણીએ રૂ.895ની કિંમતના આ પ્લાનમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે.

જો તમે Jioનું 895 રૂપિયાનું રિચાર્જ કરાવો છો. તો તમને આ પ્લાનમાં અમર્યાદિત કોલનો લાભ મળે છે. આ સિવાય આ પ્લાનમાં 24GB ડેટા પણ ઉપલબ્ધ છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ડેટા આખા વર્ષ માટે માન્ય રહેશે. જેમાં દરરોજ 50 SMS પણ આપવામાં આવે છે.

આ પ્લાન હેઠળ તમને 28 દિવસના પ્લાનની 12 સાઈકલ મળે છે. એટલે કે જો પ્લાનમાં ઉપલબ્ધ ડેટાની વાત કરીએ તો દર 28 દિવસે 2 જીબી ડેટા આપવામાં આવે છે. આમાં Jio TV, Jio Cinema, Jio સિક્યોરિટીનું સબસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. અમે તમને અગાઉથી જણાવી દઈએ કે Jioના આ પ્લાન માત્ર ફોન યુઝર્સ માટે છે. તેનો ફાયદો તમને Jio ફોનના કિસ્સામાં જ મળશે.

Jio 2023 રૂપિયાનો પ્લાન :

Jioના આ પ્લાનની વેલિડિટી 252 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2.5 GB ડેટા મળશે, એટલે કે કુલ ડેટા 630 GB થશે. આ સિવાય જ્યારે હાઈ સ્પીડ પૂરી થઈ જશે તો ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જશે. આ સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલની સુવિધા પણ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, તમને દરરોજ 100 SMS પણ મળશે. આ પ્લાન સાથે Jio Apps સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળશે.

 25 માર્ચ 2023, રાશિફળ : આજે આ રાશિના જાતકોના હનુમાનજીની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા

25 March 2023, Horoscope Gujarat Guardian

મેષ
માનનિસક પરિતાપ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે, વસ્ત્રો ચોરાઈ જવાની શક્યતા, સંગીત સાધનો, સ્ત્રીરોગ નિષ્ણાત ડોકટરો, ફોટોગ્રાફી જેવા ધંધામાં પ્રગતિ સંભવે, છુપા પ્રેમ સંબંધો પકડાઈ જાય પતિની વાણી કડવી થાય.

વૃષભ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા, મતાતાની તબિયત સાચવવી.

મિથુન
મનોબળ મજબૂત બને. થોડુ અકકડ વલણ રહેવા પામે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થય સારૂ રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્ક
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજર અંદાજ ન કરવો. વિશ્વાસધાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેર બજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ, મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંખી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન, મિત્રોનો સહકાર મળે.

કન્યા
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી પડવા વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા પ્રવાસનું આયોજન થાય.

તુલા
આવાકનું પ્રમાણ જળવાય પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને આરોગ્ય જળવાશે.

વૃશ્ચિક
માનસિક પરિતાપ- ચિંતા રહે. આવનકનું પ્રમાણ ઘટે નાણાંકીય વ્યવ્હારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધન
આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી ધંધામાં સારૂ, યશ. પ્રતિષ્ઠામાં વધારો થાય.

મકર
વિચારોમાં સ્થિરતા વધે. માન સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભ
આત્મવિશ્વાસમાં વધારો થાય ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે એમની તબિયતની કાળજી જરૂરી જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ વાહન સુખમા વધારો

મીન
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું ભાગ્યનો સાથ મળે.

આ પણ વાંચો :-

Namrata Malla : સુંદરતા મામલે નમ્રતાનો નથી કોઈ તોડ, ભલભલી અભિનેત્રીઓને રાખે છે પાછળ

Namrata Malla In the matter of beauty

  • Namrata Malla કહેવા પ્રમાણે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અભિનેત્રી બનશે. આ સપળતા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો નથી.

ભોજપુરીની સુંદર અભિનેત્રીઓની યાદીમાં નમ્રતા મલ્લાનું (Namrata Malla) નામ ત્રીજા નંબરે આવે છે. નમ્રતાના કરિયરની વાત કરીએ તો તેણે ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી જ શરૂઆત કરી છે. તેણે ઘણી ભોજપુરી ફિલ્મોમાં (Bhojpuri movies) કામ કર્યું છે. આ દિવસોમાં નમ્રતાએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેનો ફોટો શેર કર્યો છે. જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નમ્રતા મલ્લાના કહેવા પ્રમાણે, કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું અભિનેત્રી બનીશ. આ સફળતા તેને આસાનીથી મળી ગઈ છે. બધું બરાબર ચાલ્યું, ઉદ્યોગને કામ મળતું રહ્યું અને ઓળખ મળતી રહી. પોતાના કરિયર વિશે જણાવતા તેણે કહ્યું કે પહેલાં તેણે ભોજપુરી ફિલ્મોથી શરૂઆત કરી હતી, પરંતુ તેની એક્ટિંગના આધારે તેને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ મળી રહ્યું છે. બોલિવૂડ ફિલ્મ જુગ્ગુ કી લાલટેનમાં કામ કર્યું. આ ફિલ્મને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને આશા છે કે આ જ રીતે પ્રેમ મળતો રહેશે.

ચાહકોને મારી તસવીરો ગમે છે :

નમ્રતાએ કહ્યું કે મને ઈન્ટરનેટ પરથી જ ઓળખ મળી છે. મેં આજે પણ તે છોડ્યું નથી. આજે પણ હું ઈન્સ્ટા પર મારા ફોટા અને વીડિયો શેર કરું છું. બુધવારે પણ તેના કેટલાક ફોટા શેર કર્યા. ચાહકોને આ ફોટા ખૂબ પસંદ આવ્યા.

ડાન્સથી પણ લગાવી ચૂકી છે તડકો :

નમ્રતાએ કહ્યું કે તે એક ડાન્સર છે. દિલ્હીના મયુર વિહારમાં તેણીની એક ડાન્સ એકેડમી છે. જ્યાં તે અન્ય લોકોને ડાન્સ શીખવે છે અને પોતે પણ ડાન્સ કરે છે. તેના ડાન્સના કારણે તેને ફિલ્મોમાં આઈટમ સોંગ કરવાનું કામ મળ્યું.

આ પણ વાંચો :-

Janhvi Kapoorએ શેર કરી ખૂબ જ બોલ્ડ સેલ્ફી, Instagram પર ભીડ જામી

Janhvi Kapoor shared  

  • શ્રીદેવીની પુત્રી અને અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બોલ્ડ ફોટા પોસ્ટ કરી રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ એક સેલ્ફી શેર કરી છે. જેને જોઈને લોકો ફરી એકવાર તેની સુંદરતાના દિવાના બની ગયા છે.

બોની કપૂર અને શ્રીદેવીની (Boney Kapoor Sridevi)મોટી દીકરી જાન્હવી કપૂર (Janhvi Kapoor) આજે બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. આ હસીનાના કામની જેટલી પ્રશંસા થઈ રહી છે તેટલી જ પ્રસંશા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. છેલ્લા એક વર્ષથી જાહ્નવીના ચાહકોએ નોંધ્યું છે કે હસીના ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ ખૂબ જ સેક્સી અને બોલ્ડ બની છે.

અભિનેત્રી દર થોડાક દિવસે ખૂબ જ હોટ ફોટો અને વીડિયો શેર કરે છે. જેનાથી તેના ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી. થોડા સમય પહેલાં જાહ્નવીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણીની ઘણી સેલ્ફી (Janhvi Kapoor Selfie) નો કોલાજ છે. આ સેલ્ફીમાં અભિનેત્રીની સુંદરતા જોઈને ચાહકોને વિશ્વાસ થઈ ગયો છે.

Janhvi Kapoorએ ખૂબ જ બોલ્ડ સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી છે :

અમે હમણાં જ તમને કહ્યું તેમ જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ (Janhvi Kapoor Instagram)  પર એક નવો ફોટો શેર કર્યો છે જેમાં તેની ચાર સેલ્ફી શામેલ છે. આ તસવીરોમાં અભિનેત્રીએ બહુ ઓછો મેકઅપ કર્યો છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટામાં જાહ્નવીના વાળ ખુલ્લા છે અને તેમાં સોફ્ટ કર્લ્સ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

Karnataka: અમિત શાહે યેદીયુરપ્પાનો ન સ્વીકાર્યો પ્રથમ ગુલદસ્તો, આ એક ‘ઈશારા’એ રાજકીય સમીકરણ બદલ્યા

0

Karnataka: Amit Shah

  • Karnataka Election 2023 : ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)આજે કર્ણાટકના (Karnataka) ભૂતપૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાના (BS Yediyurappa) ઘરે બ્રેકફાસ્ટ મીટિંગ માટે પહોંચ્યા હતા. તેમના સ્વાગત દરમિયાન રાજ્યની જનતાને સંદેશ આપતા તેમણે ભાજપના (BJP)નેતાઓ અને કાર્યકરોને ઈશારામાં સમજાવ્યું કે તેઓ કેટલા મહત્ત્વના છે.

Amit Shah B S Yediyurappa Meeting : કર્ણાટકમાં (Karnataka)આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ (BJP) દક્ષિણ ભારતના મજબૂત ગઢને બચાવવા માટે સતત રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. આ કડીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)આજે સવારે કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પા (B. S. Yediyurappa) ના ઘરે બ્રેકફાસ્ટ મીટિંગ માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી બોમાઈ (CM Basavraj Bommai)  અને અન્ય કેટલાક બીજેપી નેતાઓ હાજર હતા.

‘ભાજપ માટે યેદિયુરપ્પા કેટલા મહત્વપૂર્ણ છે’ :

અમિત શાહ અને યેદિયુરપ્પાની ચૂંટણીની તૈયારીઓ પહેલા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાસ્તવમાં આગામી ચૂંટણીમાં ભાજપ બીએસ યેદિયુરપ્પાના ચહેરાને આગળ કરવાની યોજના બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર 80 વર્ષીય યેદિયુરપ્પા ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ પ્રભાવશાળી લિંગાયત સમુદાયમાં નોંધપાત્ર અનુયાયીઓ ધરાવે છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં યેદિયુરપ્પા મોટી ભૂમિકા ભજવે.

‘અમિત શાહે ઈશારામાં ઘણું કહ્યું’ :

આ બેઠક અને યેદિયુરપ્પાનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે જ્યારે યેદિયુરપ્પા તેમના ઘરે અમિત શાહને આવકારવા માટે ફૂલોનો ગુલદસ્તો આપવા આગળ વધે છે ત્યારે શાહે ઈશારો કરીને કહ્યું હતું કે, ગુલદસ્તો વિજયેન્દ્રને આપી દો ! આ સાંભળીને યેદિયુરપ્પા તેમના પુત્ર વિજેન્દરને ગુલદસ્તો આપે છે અને અમિત શાહ તેમના હાથમાંથી ગુલદસ્તો લઈ વિજેન્દરને ગળે લગાવે છે. આ પછી યેદિયુરપ્પાએ બીજો પુષ્પગુચ્છ આપીને શાહનું સ્વાગત કર્યું.

પ્રતિકાત્મક રીતે અમિત શાહે કર્ણાટક અને ખાસ કરીને લિંગાયત સમુદાયને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, જો કે યેદિયુરપ્પા આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી તેમ છતાં તેઓ પક્ષ માટે મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેમની યુવા પેઢી જે અત્યાર સુધી પાર્ટી માટે કામ કરી રહી છે તેને મહત્વ આપવામાં આવશે.

આ પણ વાંચો :-

સૌથી સસ્તી SUV : કિંમત 6 લાખથી શરૂ અને સેફટી રેટિંગમાં 5 સ્ટાર, જુઓ કારનું લિસ્ટ

Cheapest SUV: Price starting from 6 lakhs and 5 stars in safety rating

  • ટાટા પંચના CNG વેરિઅન્ટને કંપની દ્વારા છેલ્લા ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં બજારમાં પંચ CNG પણ લોન્ચ કરશે. તાજેતરમાં મારુતિ બ્રેઝા સીએનજી પણ લોન્ચ કરવામાં આવી હતી.

હાલમાં ભારતમાં સીએનજી કારની (CNG car) માંગમાં વધારો થયો છે. લોકો હવે ધીરે ધીરે સીએનજી વાહનોનો ઉપયોગ કરતા થયા છે. ત્યારે જો તમે પણ સીએનજી કાર (CNG car) લેવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ (SUV Segment) ભારતીય બજારમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે.

ઓછી કિંમત, સારી માઈલેજ અને સ્પોર્ટી ડ્રાઈવિંગ અનુભવને કારણે લોકો આ સેગમેન્ટની કારને વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ સસ્તી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે આવા વાહનોનું લિસ્ટ લાવ્યા છીએ. આ કારોની ખાસ વાત એ છે કે તેની કિંમત રૂ. 6.50 લાખથી પણ ઓછી છે અને તે વધુ સારા પ્રદર્શન માટે પણ જાણીતી છે. તો ચાલો આ SUV પર એક નજર કરીએ.

Nissan Magnite : Rs 6 Lakh 

આ કોમ્પેક્ટ SUV 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ મેન્યુઅલ (72PS પાવર અને 96Nm ટોર્ક), 1.0-લિટર ટર્બો-પેટ્રોલ મેન્યુઅલ (100PS પાવર અને 160Nm ટોર્ક) સાથે આવે છે. અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલ CVT એન્જિન સાથે આવે છે. તે 8-ઈંચની ટચસ્ક્રીન, 7-ઈંચ TFT સાથે સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, પુશ-બટન સ્ટોપ/સ્ટાર્ટ, JBL સાઉન્ડ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ મેળવે છે.

નિસાન મેગ્નાઇટ સેફ્ટી ફીચર્સ જેમ કે આ નાની SUVને ASEAN NCAP ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ વાહનમાં ડાયનેમિક્સ કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ, ABS, રિવર્સ પાર્કિંગ કેમેરા, રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા ફીચર્સ છે. તમને જણાવી દઈએ કે Nissan Magnite અને Renault Kiger બંને એક જ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યા છે અને બંને SUVમાં ઘણી સમાનતા છે. તેની કિંમત રૂ. 6 લાખથી રૂ. 10.94 લાખ (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

Tata Punch : Rs 5.99 Lakh 

હાલ આ કારની ડિમાન્ડ પણ વધારે છે. આ કારમાં પેટ્રોલ એન્જિન જે 86PSનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ છે. સુવિધાઓની દ્રષ્ટિએ SUVમાં 7-ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડીશનીંગ, ઓટોમેટિક હેડલાઇટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રુઝ કંટ્રોલ જેવી સુવિધાઓ છે.

સુરક્ષાની વાત કરીએ તો તેમાં તમને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર ડિફોગર, રીઅર પાર્કિંગ સેન્સર્સ, રીઅર-વ્યુ કેમેરા અને ISOFIX એન્કર મળે છે. સુરક્ષામાં તે 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. તેની કિંમત રૂ. 5.99 લાખથી રૂ. 9.54 લાખ (એક્સ-શોરૂમ) છે. આ કાર 18.97 Kmpl માઈલેજ આપે છે.

આ પણ વાંચો :-

Colon Cancer : યુવાનોમાં ઝડપથી વધી રહ્યું છે આંતરડાનું કેન્સર, સાચવજો આ છે લક્ષણો અને બચવાના ઉપાયો

Colon Cancer  

  • Colon Cancer Symptoms : લગભગ એક તૃતીયાંશ કેસમાં કોલોન કેન્સર જિનેટિક ફેક્ટર સાથે સંબંધ ધરાવે છે. શરીરનું વધારે વજન પણ કોલોન કેન્સરનું જોખમ વધારે છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

કોલોન કેન્સર (Colon Cancer) મોટાભાગે વૃદ્ધ લોકોને થાય છે તેવું માનવામાં આવે છે. જો કે અમેરિકન કેન્સર (American Cancer) સોસાયટી દ્વારા પ્રકાશિત તાજેતરના અભ્યાસ મુજબ દર પાંચ નિદાન કરાયેલા કેસમાંથી એક દર્દી 55 વર્ષથી ઓછી ઉંમરના છે. આનું કારણ શું છે તે સ્પષ્ટ નથી. પરંતુ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા પેપર પર્યાવરણ અને જિનેટિક ફેક્ટર (Genetic factor) જેવા ઘણા સંભવિત કારણો સૂચવે છે.

કોને છે જોખમ વધારે ?

લગભગ એક તૃતીયાંશ કોલોન કેન્સર કૌટુંબિક ઇતિહાસ સાથે સંબંધિત છે. શરીરનું વધુ વજન કોલોન કેન્સરનું જોખમ વધારે છે. એક અભ્યાસ અનુસાર, 5 ટકા કોલોન કેન્સર શરીરના વધુ વજનને કારણે થાય છે. આ ઉપરાંત, વધારાનું વજન પણ મુખ્યત્વે આંતરડાની જમણી બાજુની ગાંઠો સાથે જોડાયેલું છે.

કેવી રીતે અસર કરે છે?

આ તમામ જોખમી પરિબળો માઈક્રોબાયોમ પર અસર કરે છે. માઇક્રોબાયોમ એ બેક્ટેરિયા અને અન્ય સુક્ષ્મસજીવોની વસ્તી છે જે માનવ પાચનતંત્રમાં રહે છે. કોલોન કેન્સર ત્યારે શરૂ થાય છે જ્યારે કોલોન અથવા ગુદામાર્ગના અસ્તરમાં તંદુરસ્ત કોષો બદલાય છે અને નિયંત્રણ બહાર વધે છે અને ગાંઠો બનાવે છે.

કોને છે વધારે જોખમ :

જો કેન્સરની વહેલી ખબર પડી જાય તો જીવિત રહેવાનો દર 90 ટકા છે. દર્દીઓ માટે ગુદામાર્ગના રક્તસ્રાવ અને આયર્નની ઉણપ જેવા લક્ષણો અને ચિહ્નો જોવા મળે તો આ અંગે તપાસ કરવી મહત્વપૂર્ણ છે. નાની ઉંમરે કોલોન કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાં પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ વગેરે છે.

આ લક્ષણોને હળવાશથી ન લો :

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના મેડિસિનના પ્રોફેસર એન્ડ્રુ ચાને જણાવ્યું હતું કે યુવાનોમાં એવું માનવાની વૃત્તિ છે કે તેઓ યુવાન અને સ્વસ્થ છે અને જો તેમનામાં કેટલાક લક્ષણો હોય તો તે ક્ષણિક છે અથવા કેન્સર સંબંધિત નથી. પરંતુ પેટમાં દુખાવો, અચાનક વજન ઘટવું, ગુદામાર્ગમાં રક્તસ્ત્રાવ જેવા લક્ષણોને હળવાશથી લેવા જોઈએ નહીં. તુરંત ડોક્ટરી તપાસ કરાવવી જોઈએ.

આ પણ વાંચો :-

સાંજ પડે અને ઘરમાં ઘુસવા લાગે છે મચ્છર ? તો અજમાવો આ 4 ઘરગથ્થુ ઉપાય

Mosquitoes start entering the house  

  • Home Remedies For Mosquito : વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઇરલ બીમારીઓનો પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે.

વાતાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે એક તરફ વાઈરલ બીમારીઓનો (Viral illness) પ્રકોપ વધી રહ્યો છે તો બીજી તરફ ઘરમાં મચ્છરનો ત્રાસ વધવા લાગ્યો છે. સાંજ પડે એટલે બારી દરવાજામાંથી મચ્છરના (Mosquito) ઝુંડ ઘરમાં ઘૂસવા લાગે છે.

ઘણી વખત તો મચ્છર માટે લિક્વિડ રેપેલેન્ટ અને કોઈલ કરવામાં આવે તો પણ મચ્છરનો ત્રાસ ઓછો થતો નથી. જો મચ્છરોનો આ ત્રાસ તમને પણ સતાવી રહ્યો હોય તો મચ્છરથી મુક્તિ મેળવવાના ચાર અચૂક ઉપાય તમને જણાવીએ. આ અસરકારક ઉપાય કરવાથી ઘરમાંથી મચ્છરનો સફાયો થઈ જશે.

મચ્છર ભગાડવાના અચૂક ઉપાય :

1. ઘરમાં મચ્છર ને આવતાં રોકવા માટે લીંબુ અસરકારક છે. તેના માટે લીંબુના ટુકડા કરી તેમાં લવિંગ રાખી દેવા. હવે આ લીંબુ ને ઘરની એવી જગ્યાઓ પર રાખી દ્યો જ્યાં મચ્છર સૌથી વધુ આવતા હોય. આ લીંબુ રાખ્યા પછી મચ્છર દૂર ભાગી જશે.

2. મચ્છરને ઘરમાંથી ભગાડવા માટે લસણ પણ ઉપયોગી છે. તેના માટે લસણ ને પહેલા બાફી લેવું અને પછી તેની પેસ્ટ બનાવી તેને પાણીમાં ઉમેરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરની એવી જગ્યા ઉપર છાંટી દો જ્યાં મચ્છર બેસતા હોય. આ ઉપાય કરવાથી મચ્છર ભાગી જશે.

3. તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે અને તે મચ્છર ભગાડવામાં પણ કામ લાગે છે. તેના માટે તુલસીના જે પાન સુકાઈ અને ખરી જાય તેને એકત્ર કરી અને સાંજના સમયે ઘરમાં સળગાવો. તેનાથી થતા ધુમાડાથી મચ્છર ભાગી જાય છે

4. લીમડાના પાન પણ મચ્છર ભગાડવા માટે ઉપયોગી છે. તેના માટે એક માટીનું વાસણ લેવું અને તેમાં સૂકા લીમડાના પાન મુકવા. તેની અંદર થોડું કપૂર લવિંગ અને તમાલપત્ર ઉમેરી સાંજના સમયે ઘરમાં સળગાવો. થોડીવાર માટે ઘરના બારી દરવાજા બંધ રાખવા. આ ઉપાય કરશો એટલે મચ્છર ઘરમાંથી ભાગી જશે.

આ પણ વાંચો :-

Chaitra Navratri 2023 : ગુજરાતનું એવું મંદિર જ્યાં ગમે ત્યારે સિંહો આવી ચઢે છે, અહીં દર્શન કરવા

Chaitra Navratri 2023

  • Chaitra Navratri 2023 : કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું છે. આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી અહી તમને હિંસક પ્રાણીઓ આરામથી ફરવા જોવા મળી શકે છે.

હાલ ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri) ચાલી રહી છે. આવામાં ભક્તો માતાજીના મંદિરોના દર્શન કરે છે. ગુજરાતમાં અનોખા મંદિર આવેલા છે. જ્યાં ચૈત્રી નવરાત્રિએ બારેમાસ ભીડ રહેતી હોય છે. આવામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું કનકાઈ માતાનું મંદિર (Temple of Kankai Mata) શક્તિની આરાધનાનું કેન્દ્ર છે. આ મંદિર શક્તિપૂજાનું અનોખું સ્થળ છે. જ્યાં ચારેબાજુ હરિળાળી છવાયેલી છે. આ મંદિર ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે.

જ્યાં પરમિશન લઈને જવા મળે છે. જામવાળા ચેકપોષ્ટ, અમરેલીથી આવતા સાપનેસ ચેકપોષ્ટ અને વિસાવદરથી આવતા મેલડીઆઈ ચેકપોષ્ટ પરથી વન વિભાગની પરમીટ મેળવી જંગલનો રસ્તો કાપી આવી શકાય છે. જોકે, આ મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે અહીં બારેમાસ સિંહો આવતા હોય છે. તેથી જો તમને અહી દર્શને આવતા સિંહો દેખાઈ જાય તો નવાઈ નહિ.

કનકાઈ માતાનું મંદિર જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીર જંગલની વચ્ચોવચ આવેલું છે. આ મંદિર જંગલની વચ્ચોવચ આવેલું હોવાથી અહી તમને હિંસક પ્રાણીઓ આરામથી ફરવા જોવા મળી શકે છે. આ મંદિરનો ઈતિહાસ જાજરમાન છે. કહેવાય છે કે આ આખી નગર સોનાની હતી. ઈસુની આઠમી સદીમાં થયેલા વનરાજ ચાવડાનાં પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઇ ગયો. તેણે ક્નકાઈ (કનકાવટી) નગરીની સ્થાપના કરી હતી. મા કનકાઈને આ નગરીનાં અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતાં. અહી એટલુ સોનું હતું કે તેનો ઈતિહાસમા ઉલ્લેખ કરાયેલો છે. કહેવાય છે કે, આ નગરીમાં ક્યારેય દુકાળ નથી પડ્યો.

નવરાત્રિના દિવસોમાં આ મંદિરનું અનેરું મહત્વ હોય છે. કનકાઈ મંદીરનો સૌપ્રથમ જીર્ણોધાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી. ત્યાર બાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો.

કેવી રીતે જઈ શકાય :

આ મંદિર તુલસીશ્યામથી 22 કિમી દૂર જંગલમાં આવેલું છે. કનકાઈ સાસણથી 24,વિસાવદર 32,જામવાળાથી 27, ઉનાથી 72 અને અમરેલી 75 કિલોમીટર દુર મધ્ય ગીરમાં આવેલુ છે. નજીકનું રેલવે સ્ટેશન સોમનાથ અને એરપોર્ટ દિવનું છે. વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહિવત થઇ જાય છે. તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવુ પડે છે. કારણકે જંગલ ખાતાની ચેક પોસ્ટથી સાંજનાં 5 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે ગિરનું આ જંગલ એશિયાટિક સિંહોનું રહેઠાણ છે.

આ પણ વાંચો :-