Home Blog Page 1130

અમદાવાદના આ બ્રિજ પરથી પસાર થતા પહેલા વિચારજો, ગમે ત્યારે મોરબીવાળી થઈ શકે છે

0
Ahmedabad Morbiwali can
  • Ahmedabad Bridge : અમદાવાદમાં ચાંદલોડિયાનો બ્રિજ વિવાદમાં આવ્યો. આ બ્રિજ પર અનેક જગ્યાએ તિરાડો દેખાઈ. પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓવર બ્રિજ નીચે ટેકા મુકવામાં આવ્યા. બ્રિજ પર અકસ્માત સર્જાય તેવી દહેશત.

શું તમે પણ અમદાવાદના (Ahmedabad) આ બ્રિજ પરથી પસાર થાઓ છો? જો પસાર થતા હોવ તો ચેતી જવાની જરૂર છે. કારણ કે આ અમદાવાદનો આ બ્રિજ ટેકાના સહારે ઉભો છે. અમદાવાદના (Ahmedabad) વધુ એક બ્રિજની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી રોજના હજારો લોકો પસાર થાય છે. બ્રિજ એટલો બિસ્માર છે કે ગમે ત્યારે તૂટી શકે છે. ત્યારે અહીંથી પસાર થનારા લોકોને ડર લાગી રહ્યો છે

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓવરબ્રિજ કે જેને ચાંદલોડિયા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. તેની મજબૂતી સામે સવાલો ઊભા થયા છે. વર્ષ 1998માં બનેલા ચાંદલોડીયા બ્રિજને તંત્રએ ટેકાનો સહારો આપ્યો છે. ત્યારે એ માંડ ઉભો છે. બિસ્માર ચાંદલોડિયા બ્રિજને ટકાવી રાખવા બ્રિજ નીચે ટેકા ગોઠવી દેવાયા છેય ટેકાના સહારે રહેલા બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોનું આવન જાવન યથાવત છે.

વર્ષ 1998 માં ઔડા દ્વારા બનાવાયેલા બ્રિજની વચ્ચેનો ભાગ કે જ્યાં ટેકા ટેકવવામાં આવ્યા છે. તે ભાગ રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2016માં બ્રિજની વચ્ચેનો ભાગ રેલવે દ્વારા રિપેર કરાયો હતો.

ઔડા દ્વારા બનાવવામાં આવેલો બ્રિજ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક છે. સ્થાનિકોએ કહ્યું કે, આ ટેકા વર્ષ 2015 થી લગાવવામાં આવ્યા છે. ડર તો લાગે છે પણ વર્ષોથી બ્રિજ આવી જ સ્થિતિમાં છે. બ્રિજમાં વચ્ચે વચ્ચે અઢળક ક્રેક દેખાય છે. વાહનોનું આવર જવર રાબેતા મુજબ જ ચાલુ છે.

રિપેરિંગ પછી પણ આવી સ્થિતિ જોઈને લોકોને અનેક સવાલો થઈ રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે અમે બ્રિજની પાસે નજીકમાં અમે કાયમ બેસીએ છીએ ત્યારે આ સ્થિતિ જોઈને બહુ ડર લાગે છે. બ્રિજ આખો ધ્રૂજે છે. વાહન નીકળે તો ધરતીકંપ આવ્યો હોય એવું લાગે છે.

આ પણ વાંચો :-

 

 

પંજાબમાં નવાજૂનીના સંકેત ! 14 એપ્રિલ સુધી પોલીસકર્મીઓની રજા રદ, DGPએ જાહેર કર્યો આદેશ

0

Signs of newness in Punjab 

  • ડીજીપી કચેરી તરફથી રાજ્યની તમામ પોલીસ કચેરીઓને મોકલવામાં આવેલા સંદેશામાં તમામ ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ અધિકારીઓની 14 એપ્રિલ સુધીની રજાઓ રદ કરવામાં આવી છે.

પંજાબમાં (Punjab) પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ અચાનક રદ કરવામાં આવી છે. ડીજીપી ઓફિસ તરફથી આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. ડીજીપી કચેરી તરફથી રાજ્યની તમામ પોલીસ કચેરીઓને મોકલવામાં આવેલા સંદેશામાં તમામ ગેઝેટેડ અને નોન-ગેઝેટેડ અધિકારીઓની 14 એપ્રિલ સુધીની રજાઓ રદ કરવામાં આવી છે.

રજાઓ તાત્કાલિક અસરથી રદ 

તમામ પોલીસ વિભાગના વડાઓને 14 એપ્રિલ, 2023 સુધી કોઈપણ પ્રકારની રજા મંજૂર ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે અગાઉ મંજૂર કરાયેલી તમામ રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.

એડમિનિસ્ટ્રેશન એલર્ટ

તાજેતરના સમયમાં ખાસ કરીને અમૃતપાલ સિંહ કેસ સામે આવ્યા પછી પંજાબમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને આશંકાઓ વધુ ઘેરી બનવા લાગી છે. રાજ્ય ફરી એકવાર આતંક અને ઉગ્રવાદની પકડમાં આવવાનું જોખમ વધી શકે છે. તેને જોતા વહીવટીતંત્ર દરેક સ્તરે પોતાની તૈયારીઓને મજબૂત કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

 

અમીષા પટેલની વધી શકે છે મુશ્કેલીઓ, રાંચી કોર્ટે જાહેર કર્યું વોરંટ, જાણો શું છે મામલો

0
Amisha Patel’s
  • Ameesha Patel Cheque Bounce Case : બોલિવુડ એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. રાંચીની એક કોર્ટે તેના વિરૂદ્ધ વોરંટજાહેર કર્યું છે. જાણો શું છે સમગ્ર મામલો.

એક્ટ્રેસ અમીષા પટેલ (Ameesha Patel) ચેક બાઉન્સના મામલે એક વખત ફરી ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાંચીની (Ranchi) એક કોર્ટે તેના અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ વિરૂદ્ધ વોરન્ટ જાહેર કર્યું છે.

આ મામલો 2018નો છો. જ્યારે અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર વિરૂદ્ધ અજય કુમાર સિંહ નામના એક ફિલ્મ પ્રોડ્યુસરે છેતરપિંડી, ધમકી અને ચેક બાઉન્સને લઈને ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ્સ અનુસાર આ મામલામાં અમીષા કે તેના વકીલ કોર્ટમાં હાજર ન હતા થયા. હવે કોર્ટે એક્ટ્રેસ અને તેના પાર્ટનરના વિરૂદ્ધ વોરંટ જાહેર કર્યું છે અને કેસની સુનાવણી 15 એપ્રિલે થશે.

આ પણ વાંચો :-

મોરારીબાપુના ચિત્રકુટ ધામમાં થઈ કલાકારોની વંદના, 13 કલાસાધકોને નવાજવામાં આવ્યા

0

Salute to artists  

  • Moraribapu Awards To Artists : હનુમાન જંયતીએ કથાકાર મોરારીબાપુ દ્વારા 13 કલાકારોને સન્માનિત કરાયા.

મોરારીબાપુના (Moraribapu) મહુવાના તલગાજરડા ચિત્રકૂટધામ (Talgajarda Chitrakootdham) ખાતે હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ કલા સાધકોને સન્માન એવોર્ડ અર્પણ કરાયા હતા. મોરારિબાપુ વર્ષોથી હનુમંત જન્મોત્સવ પ્રસંગે (Hanumant Janmotsav) અલગ અલગ વિદ્યા સાધકોની વંદના કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે આ પ્રસંગે મોરારિબાપુના હસ્તે વિવિધ ક્ષેત્રના 13 કલાકાર મહાનુભાવોની સન્માન વંદના થઈ હતી. આ વર્ષે અભિનેતા જેકી શ્રોફને (Actor Jackie Shroff) એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મોરારીબાપુએ કહ્યું કે મારી દૃષ્ટિએ કોઈપણ કલાકાર એ માત્ર કલાકાર નહિ તે વિદ્યાના સાધક છે. તેઓએ હનુમાનજીના વિવિધ સ્વરૂપોનો ઉલ્લેખ કરી પોતે કોઈ પદ નહિ પાદુકાના ઉપાસક હોવાનું જણાવ્યું હતું. આ સન્માન સમારોહમાં ચિત્રકૂટધામ ખાતે હનુમાનજીની આરતી વંદના સાથે સુંદરકાંડ પાઠ યોજાયા હતા.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કથાકાર મોરારીબાપુ દ્વારા હનુમંત એવોર્ડ આપવામા આવે છે. જેમાં કલા ક્ષેત્રના લોકોને નવાજવામાં આવે છે. આ એવોર્ડમાં રંગભૂમિ હોય કે પછી નાટક કે પછી ફિલ્મ ક્ષેત્રે, ટીવી સીરીયલ તેમજ તમામ પ્રકારના વાદકોને એવોર્ડ આપવામાં આવે છે.

  • જેકી શ્રોફને ન્દી ચિત્રપટ નટરાજ સન્માન
  • સંજય ઓઝાને અવિનાશ વ્યાસ સન્માન
  • વૃંદાવન સોલંકીને કૈલાસ લલિતકલા સન્માન
  • અજીત ઠાકોરને વાચસ્પતિ સંસ્કૃત સન્માન
  • નિરંજના વોરાને ભામતી સંસ્કૃત સન્માન
  • સ્વર્ગસ્થ કિશનભાઈ ગોરડિયાને સદ્દભાવના સન્માન
  • ચંપકભાઈ ગોડિયાને ભવાઈ નટરાજ સન્માન
  • અમિત દિવેટિયાને ગુજરાતી રંગમંચ નાટક નટરાજ સન્માન
  • સુનીલ લહેરીને હિન્દી શ્રેણી નટરાજ સન્માન
  • વિદુષી રમા વૈદ્યનાથનને ભરતનાટ્યમ નૃત્ય હનુમંત સન્માન
  • ઉસ્તાદ ફઝલ કુરેશીને તબલાં તાલવાદ્ય હનુમંત સન્માન
  • પંડિત રાહુલ શર્માને સંતુર શાસ્ત્રીય વાદ્યસંગીત હનુમંત સન્માન
  • પંડિત ઉદય ભવાલકરને શાસ્ત્રીય ગાયન હનુમંત સન્માન

આ તમામ કલાકારોને આ વર્ષે હનુમાન જયંતી પર સન્માનિત કરાયા હતા. આ સમારોહમાં વિદુષી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તો હનુમંત જન્મોત્સવ અને સંગીત તથા સન્માન સમારોહમાં વિવિધ ક્ષેત્રના કલાકાર વિદ્વાનો અને મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતા.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવી આગાહીથી બચીને રહેજો, ભુક્કા બોલાવશે એપ્રિલ-મે મહિનો

0
Stay safe from the new forecast
  • Gujarat Weather Today : કમોસમી વરસાદ બાદ હવે આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. આજથી 3થી 4 ડિગ્રી ઉંચકાશે ગરમીનો પારો. આગામી દિવસોમાં તાપમાનનો 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ હવે શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો (Heat) પારો નીચો રહે છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ વખતે ઉનાળામાં એશિયામાં (Asia) ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશમાં ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ અને કરાના કારણે બદલાતો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. પરંતુ જલ્દી જ કમોસમી વરસાદથી ગુજરાતને આંશિક રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત છે.

સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની (Rain) સંભાવના છે. પરંતું આ બાદ આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ હવે શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ :

એટલું જ નહિ માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે. જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.

આ પણ વાંચો :-

Ration Card : રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, 2024 સુધી મોદી સરકારે કરી નવી સુવિધા

0

Ration Card 

  • Fortified Rice : સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં દેશભરમાં સરકારી યોજનાઓ દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનું છે. PDS દ્વારા 269 જિલ્લામાં ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જો તમારી પાસે પણ રાશનકાર્ડ (Ration Card) છે અને તમે સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ફોર્ટિફાઈડ ચોખા (પોષક તત્વોથી સમૃદ્ધ) 269 જિલ્લાઓમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે. દેશના બાકીના જિલ્લાઓને માર્ચ, 2024ની સમયમર્યાદા પહેલા આવરી લેવામાં આવશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ આ માહિતી આપી હતી.

આ યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી :

પીએમ મોદીએ 2021 માં કહ્યું હતું કે 2024 સુધીમાં સરકારનું લક્ષ્ય સરકારી યોજનાઓ દ્વારા સમગ્ર દેશમાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનું છે. આ જાહેરાત પછી બાળકો અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને દૂર કરવા માટે સૂક્ષ્મ પોષકતત્ત્વો ધરાવતા ફોર્ટિફાઈડ ચોખાના વિતરણની યોજના ઓક્ટોબર 2021 માં તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની અનોખી અને સફળ પહેલ :

ચોપરાએ જણાવ્યું હતું કે છેલ્લા બે તબક્કામાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ સફળતાપૂર્વક અમલમાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘કેન્દ્ર સરકારની આ એક અનોખી અને ખૂબ જ સફળ પહેલ છે. જેણે છેલ્લા બે વર્ષમાં સારા પરિણામો આપ્યા છે. લોકો તરફથી મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે કહ્યું કે અગાઉ કેટલીક ગેરસમજણો હતી. પરંતુ તેને દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પહેલ સ્વસ્થ ભારતનો પાયો નાખશે.

તેમણે કહ્યું, ‘અમે અત્યાર સુધીમાં 269 જિલ્લામાં PDS (રેશન શોપ) દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. અમે જે ગતિએ આગળ વધી રહ્યા છીએ બાકીના જિલ્લાઓને સમયમર્યાદા પહેલા યોજનાના દાયરામાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં લગભગ 735 જિલ્લા છે. જેમાંથી 80 ટકાથી વધુ વસ્તી ચોખા ખાય છે. ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પૂરતા ફોર્ટિફાઈડ ચોખા છે. કારણ કે હાલમાં આ ચોખાની ઉત્પાદન ક્ષમતા લગભગ 17 લાખ ટન છે.

આ પણ વાંચો :-

ખાધુ-પીધુ ખભે આવશે ! બપોરે તમે કેટલાં વાગે જમો છો ? જો ટાઈમમાં લોચા હશે તો પડશે લોચા

Eating and drinking will come

  • BEST TIME OF LUNCH : કહેવાય છેકે, ખાવાનું ખાવું જ જરૂરી નથી. તમે કયા ટાઈમે ખાવ છો કયા ટાઈમે તમે ભોજન કરો છો એની તમારા શરીર પર તમારા સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે.

શારીરિક શક્તિ (physical strength) અને ઉર્જા માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાશો અથવા ખોટા સમયે ખાશો તો ઘણી સમસ્યાઓ તમને ઘેરી શકે છે. દરેક કામની જેમ જમવાનો પણ યોગ્ય સમય છે. જ્યારે તમારા શરીરને વધુ પોષણ (Nutrition) અને ઉર્જાની જરૂર હોય. અમને આ લેખમાં લંચ ખાવાનો યોગ્ય સમય જણાવીશું…

તમારે બપોરે કયા સમયે ખાવું જોઈએ?
ઘણી ભારતીય હસ્તીઓને ખોરાક અને પોષણની સલાહ આપનાર ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર કહે છે કે લંચ ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે 11 થી 1 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન તમારે ખોરાક લેવો જોઈએ.

જો તમે સમયસર ભોજન ન કરી શકો તો?
ન્યુટ્રિશનિસ્ટોનું કહેવું છે કે જો તમે કોઈ પણ કારણસર બપોરે 11 થી 1 વાગ્યાની વચ્ચે બપોરનું ભોજન ન લઈ શકો તો આ સમય દરમિયાન તમારે એક કેળું ખાવું જોઈએ. તે પછી, જ્યારે પણ તમને સમય મળે પછી બપોરનું ભોજન કરો. આ ટિપ અપનાવવાથી તમને એસિડિટી અને માથાનો દુખાવો નહીં થાય.

બપોરનું જમવાના ફાયદા :
દિવસમાં ત્રણ વખત ખાવાનું ખૂબ મહત્વનું છે. લંચમાં, તમારે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફેટ, વિટામિન્સ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ. આવો ચાલો બપોરના ભોજન એટલે કે બપોરના ખાવાના ફાયદા જાણીએ.

1 સમયસર બપોરનું ભોજન કરવાથી તમારી ખોવાયેલી તાકાત અને ઉર્જા પાછી આવે છે.

2 સંતુલિત લંચ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે અને ફોકસ વધે છે.

3 યોગ્ય અંતરાલ પર ખોરાક ખાવાથી, તમારું ચયાપચય સક્રિય રહે છે.

4 બપોરના ભોજનમાં સમાવિષ્ટ પોષક તત્વોની મદદથી ઘણી સમસ્યાઓ પણ રોકી શકાય છે.

આ પણ વાંચો :-

WATCH : દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી મોટો અકસ્માત, 4 બાળકીઓના મોત

0

WATCH

  • Gas Cylinder Blast : ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ.

ઉત્તરાખંડ (Uttarakhand) ના દેહરાદૂન (Dehradun)માં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં 4 છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના (Tehsil) તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદ 4 છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા.

ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્તા મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ એસડીઆરએફની મદદથી અઢીથી 12 વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જોકે બાદમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી.

આગને કારણે 4 છોકરીઓના મોત :

ડેપ્યુટી કલેક્ટર મિશ્રાએ માહિતી આપી હતી કે ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ.

ઘરમાં આગ લાગવાનું કારણ :

ડેપ્યુટી કલેકટરે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં આગ લાગવાની આશંકા છે. જો કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. દેહરાદૂન જિલ્લામાં તુની પુલ નજીક એક મકાનમાં ગઈકાલે સાંજે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા હતા. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી

આ પણ વાંચો :-

Top 10 Safest Car in India : દેશની સૌથી સુરક્ષિત 10 કાર, જાણો કોણે મારી બાજી, તમારે કઈ લેવી જોઈએ ?

Top 10 Safest Car in India

  • Top 10 Safest Car in India: હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.

હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ સ્ટાર રેટિંગ સેફ્ટી મુદ્દે મળ્યું છે. આ લિસ્ટમાં મહિન્દ્રાની સ્કોર્પિયો-ઈનને (Mahindra’s Scorpio) પણ સામેલ કરાઈ. આ ગાડીને 5સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. રેટિંગ એજન્સીનું માનીએ તો આ ગાડીઓ સૌથી વધુ સુરક્ષિત ગણવામાં આવી છે. જો નવા ફાઈનાન્શિયલ યરમાં તમે પણ ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીં ભારતની ટોપ 10 સુરક્ષિત ગાડીઓ વિશે જાણકારી મેળવી શકો છો. જેમાં ટાટાની 3 ગાડીઓ સામેલ છે.

Volkswagen Virtus :

ટેસ્ટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ આ ગાડીને પોતાના નવા પ્રોટોકોલ હેઠળ ટેસ્ટ કરી. આ ટેસ્ટમાં ગાડીને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. ગાડીની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 11.47 લાખ રૂપિયા છે. ગાડીમાં 999CCનું એન્જિન આપવામાં આવ્યું છે. 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. કારમાં 1.0 લીટર કેપેસિટીવાળું એન્જિન છે.

Skoda Slavia :

આ એક પ્રીમિયમ મિડ સાઈઝ સેડાન કાર છે. કંપનીએ કારમાં 1.0 લીટરનું એન્જિન આપ્યું છે. ફ્યૂલ ટાઈપ  પેટ્રોલ અને આ 6 સ્પીડ મેન્યુઆલ સાથે આવે છે. કારની શરૂઆતની કિંમત 11.39 લાખ રૂપિયા છે. કંપનીને કાર ક્રેશ ટેસ્ટિંગમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. અને કંપનીએ આ કારમાં 6 એરબેગ્સ આપી છે.

Volkswagen Taigun :

આ ગાડીને પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. કારમાં 1.0 લીટરનું TSI એન્જિન આપવામાં આવ્યું છે. કારમાં 999સીસીનું એન્જિન છે. એન્જિનમાં 3 સિલિન્ડર છે. 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે. આ કારની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 11.91 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.

Skoda Kushaq :

કંપનીની આ કારને પણ સૌથી સુરક્ષિત ગણવામાં આવી છે. તેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેની શરૂઆતની કિંમત 11.59 લાખ રૂપિયા કહેવાય છે. તે 5 કલર વેરિએન્ટમાં મળે છે. કારમાં 999 સીસીનું એન્જિન છે. જે 5000-6000RPM પર 147.51BHP નો પાવર જનરેટ કરે છે. આ એક 5 સીટર કાર છે. ફ્યૂલ ટેંક કેપેસિટી 50 લીટરની છે.

Mahindra Scorpio-N :

આ ગાડી મહિન્દ્રાની દમદાર એસયુવી છે. જે ખુબ લોકપ્રિય છે. આ ગાડીને પણ 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. કંપનીની આ  ગાડીની શરૂઆત એક્સ-શોરૂમ કિંમત 13 લાખ રૂપિયા છે. આ એક 7 સીટર કાર છે. કારમાં મેન્યુઅલ ટ્રાન્સમીશન અપાયું છે.

Tata Punch :

ટાટાની આ કાર ગ્લોબલ એનકેપના જૂના પ્રોટોકોલ હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી યાદીમાં આવે છે. તેની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. કારમાં 1199 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે અને 3 સિલિન્ડર છે. આ કાર 6000 rpm પર 64.6 કિલોવોટનો પાવર જનરેટ કરે છે. કારમાં ઈકો અને સિટી બે ડ્રાઈવ મોડ છે.

Mahindra XUV300 :

મહિન્દ્રાની આ ગાડીને કંપનીના જૂના પ્રોટોકોલ હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે. આ કારની શરૂઆતની કિંમત 8.41 લાખ રૂપિયા છે. આ એક 5 સીટર કાર છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. કારમાં 1.5 લીટરનો ટર્બો ડીઝલ એન્જિન છે. આ ઉપરાંત 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન પણ છે.

ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન ! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા

If you are looking for love on a dating app

  • હાલના સમયમાં સાઈબર અપરાધોના સમાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસએમએસ, સોશિયલ મીડિયા કે અન્ય વેબસાઈટોના માધ્યમથી સ્કેમર્સ લોકોની પરસેવાની કમાણીને લૂટવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. એક અન્ય વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરવામાં આવી.

હાલના સમયમાં સાયબર અપરાધોના (Cyber crimes) સમાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસએમએસ, સોશિયલ મીડિયા કે અન્ય વેબસાઈટોના માધ્યમથી સ્કેમર્સ લોકોની પરસેવાની કમાણીને લૂટવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. એક અન્ય વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરવામાં આવી. વ્યક્તિ સાથે તેનો ટિંડર પરનો સાથી એક સાયબર અપરાધી નીકળ્યો. તે વ્યક્તિને તેના ટિંડર ‘પ્રેમી’ દ્વારા ડિજિટલ પૈસામાં (Digital money) રોકાણ કરવા માટે ફોસલાવવામાં આવ્યો અને પછી મોટો ચૂનો ચોપડી દેવાયો.

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ હોંગકોંગમાં (Hong Kong) રહેતા 55 વર્ષના ઈટાલિયન વ્યક્તિ આ કૌભાંડનો ભોગ બન્યા છે. તેઓ ટિંડર પર કોઈને મળ્યા અને તે વ્યક્તિ સાથે એક ડિજિટલ રોમેન્ટિક સંબંધની (Digital romantic relationship) શરૂઆત થઈ. આ જોડી વોટ્સએપથી સંદેશાની આપલે કરતી રહી. જો કે ત્યારબાદ ખબર પડી કે તેનો ટિંડર મેચ સિંગાપુરમાં રહેતો એક ફ્રોડ છે જે તેની સાથે મહિલા બનીને વાત કરતો હતો. રિપોર્ટ્સ મુજબ આ ઘટના ફેબ્રુઆરીમાં ઘટી હતી.

મળતી માહિતી મુજબ બંને વચ્ચે સંબંધ વિકસ્યા બાદ ફ્રોડ વ્યક્તિએ ડિજિટલ પૈસામાં રોકાણ કરવા માટે પીડિતને ફર્જી ટ્રેડિંગ વેબસાઈટમાં સાઈન કરવા માટે ફોસલાવ્યો. ફાઈનાન્શિયલ એક્સપ્રેસે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને એક સૂત્રના હવાલે કહ્યું કે પીડિતને જણાવવામાં આવ્યું હતું કે ડિજિટલ પૈસામાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે.

શું વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે, સરકારે આપી મોટી માહિતી

રિપોર્ટમાં આગળ ખુલાસો કરાયો છે કે તે વ્યક્તિએ નવ અલગ અલગ બેંક ખાતામાં કુલ 14.2 મિલિયન હોંગકોંગ ડોલર ટ્રાન્સફર કર્યા. જે ભારતીય ચલણમાં 14 કરોડ રૂપિયાથી વધુ છે. પોલીસે ખુલાસો કર્યો કે 6 માર્ચથી 23 માર્ચ વચ્ચે 22થી વધુ લેવડદેવડમાં આ રકમ કાઢવામાં આવી હતી. પૈસા પાછા નહીં મળતા પીડિતને કઈક ગડબડ થયાનો અહેસાસ થયો અને ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો.

આ વર્ષ ફેબ્રુઆરીમાં સીબીએસ ન્યૂઝ દ્વારા રિપોર્ટ કરાયેલા આ પ્રકારની ઘટનામાં એક મહિલાને 250000 અમેરિકી ડોલર (2 કરોડ રૂપિયાથી વધુ)નું નુકસાન થયું હતું. જ્યારે તેના પ્રેમીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવા માટે ફોસલાવી હતી. જેને તે ડેટિંગ એપ હિંજ પર મળી હતી.

આ પણ વાંચો :-