અમદાવાદની તાજ હોટલમાં ચાલતું હતું મસમોટું જુગારધામ ! પટેલ, શાહ, પરિખ બધા જુગાર રમતા ઝડપાયા !

Share this story

A huge gambling house  

  • Gujarat Crime News : અમદાવાદમાં તાજ હોટલમાં જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું. પીસીબીની ટીમે રેડ પાડતા સમગ્ર જુગારધામ ખુલ્લું પડી ગયું. સિંધુ ભવન રોડ ખાતે તાજ હોટલમાં જુગારધામ ઝડપાયું.

અમદાવાદના (Ahmedabad) પોશ વિસ્તારમાંથી ઝડપાયું મસમોટું જુગારધામ (Gambling Den). અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી તાજ હોટલમાંથી (Taj Hotel) આ જુગારધામ ઝડપાયું છે. વૈભવી હોટલમાં પીસીબીએ દરોડા પાડતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સંકલ્પ ગ્રૂપના (Sankalp Group) માલિક કૈલાશ રામઅવતાર ગોયન્કાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તે પોતે તાજ હોટલના માલિક હોવાનું પણ ખુલ્યું છે.

પકડાયેલાં જુગારીઓના નામ :

કૈલાશ રામઅવતાર ગોયન્કા
શંકરભાઈ મોહનભાઈ પટેલ
અજિત શાંતિલાલ શાહ
કનુભાઈ અંબાલાલ પટેલ
ભાવિન ઈન્દ્રજીત પરિખ
પ્રદિપ રામભાઈ પટેલ
જગદિશ ભગવાનભાઈ દેસાઈ
નરેન્દ્ર જીવણલાલ પટેલ
હસમુખ મફતલાલ પરીખ
ભરત મણિલાલ પટેલ

અમદાવાદ પોલીસે સિંધુ ભવન રોડ પર આવેલ તાજ હોટેલ ના રૂમ નંબર 721 માં થી 10 જુગારીઓ ને જુગાર રમતા ઝડપી પાડયા છે પકડાયેલ 10  જુગારી અમદાવાદ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગપતિ હોવાનું તપાસના સામે આવ્યું છે. અચાનક પોલીસે હોટલમાં પ્રવેશીને તપાસ કરી. હોટલના એક વૈભવી રૂમમાં આ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટામાથાઓ ઠાઠથી જુગાર રમતા હતા. પોલીસે આ જુગારીઓની રંગેહાથે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં અવારનવાર આ પ્રકારે જુગારધામ ઝડપાતા રહે છે. જેમાં ઘણીવાર એવું પણ સામે આવી ચુક્યું છે કે જુગારના શોખીન વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને મોટા માથાઓ ઘરથી બિઝનેસના કામ અર્થે જવાનું બહાનું કાઢીને આ પ્રકારે મોટી મોટી હોટલોમાં રૂમ બુક કરાવીને રાખતા હોય છે. અને ત્યાર બાદ તેઓ આ પ્રકારે પોતાનો શોખ પુરો કરતા હોવાનું પણ ભુતકાળમાં ઘણીવાર પ્રકાશમાં આવી ચુક્યું છે.

આ પણ વાંચો :-