‘Tiger Vs Pathan’
- શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર Vs પઠાણ’ ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનું છે.
બોલિવૂડમાં આ વર્ષે કિંગ શાહરૂખ ખાનનું (Shah Rukh Khan) રાજ ચાલી રહ્યું છે. ફિલ્મ ‘પઠાણ‘માં (Pathan) શાહરૂખ અને સલમાન ખાનની (Salman Khan) જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં જોવા મળ્યું હતું કે બંને દુશ્મનો સામે એકસાથે લડ્યા હતા અને એ ફાઈટ સીન લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. પણ હવે ટાઈગર (Tiger) અને પઠાણની જોડી તૂટી ગઈ છે અને બંને મોટા પડદા પર એકબીજા સાથે લડતા જોવા મળશે.
BIGGG DEVELOPMENT… SALMAN KHAN – SHAH RUKH KHAN: SIDDHARTH ANAND TO DIRECT… #SalmanKhan and #ShahRukhKhan starrer #TigervsPathaan will be directed by #SiddharthAnand… Starts Jan 2024… Produced by #AdityaChopra. #YRF pic.twitter.com/C6DlqAZGeg
— taran adarsh (@taran_adarsh) April 6, 2023
જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ટાઈગર Vs પઠાણ‘ ની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પોતાના ટવિટર એકાઉન્ટ પરથી પોસ્ટર શેર કરીને ‘ટાઈગર Vs પઠાણ’ની જાહેરાત કરી છે. તરણ આદર્શે પોતાના ટવિટમાં લખ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024ના જાન્યુઆરી મહિનાથી શરૂ થવાનું છે.
Get Ready for TIGER v/s PATHAAN – SALMAN KHAN v/s SHAH RUKH KHAN as ADITYA CHOPRA entrusts SIDDHARTH ANAND to direct this EPIC FACE-OFF.
Filming begins in 2024. Are you guys ready? #SalmanKhan #ShahRukhKhan #TigerVsPathaan #AdityaChopra #SiddharthAnand #YRFSpyUniverse pic.twitter.com/EQNyPEKOtT
— Himesh (@HimeshMankad) April 6, 2023
સલમાન ખાન અને શાહરૂખ ખાનની આ ફિલ્મનું નિર્દેશન શાહરૂખની ફિલ્મ ‘પઠાણ‘ કરનાર સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવશે. યશ રાજ ફિલ્મ્સની ટાઈગર Vs પઠાણને જોવા માટે ચાહકો ઘણા આતુર છે.
આ પણ વાંચો :-
- યુવક જાતે બોટ ચલાવવા ગયો અને બોટ નદીમાં ઊંધી થઈ ગઈ, સાબરમતીનો વીડિયો વાયરલ
- Photos : હોટનેસમાં અભિનેત્રીઓને માત આપે છે આ PAK ક્રિકેટર્સની પત્નીઓ, સુંદરતા જોઈને થઈ જશો ફિદા