ખેતી તો બધા ખેડૂતો કરે પણ ગુજરાતના આ ખેડૂતે જે ઉગાડ્યું તેની કમાણી સીધી લાખોમાં થાય છે

Share this story

All farmers do farming 

  • Yellow Watermelon Farming : સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં પીળા તરબુચની ખેતી થકી મબલક આવક મેળવતા ખેડુત.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડુતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. તેઓએ અલગ કલરની સક્કરટેટી (sugary) અને તરબુચનું સફળ વાવેતર કર્યું છે. આ વાવેતર થકી તેમણે લાખો રૂપિયાની કમાણી કરી છે. એટલુ જ નહિ પંથકના અન્ય ખેડૂતોને પણ આ દિશામાં ખેતી કરવા માટે નવી રાહ ચીંધી છે. તેમણે પોતાના ખેતરમાં ઉગાડેલા પીળા તરબુચ (Yellow watermelon) લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના ખેડુત અંદાજે ૩૫ વિઘા જમીનમાં સક્કરટેટી અને તરબુચનું વાવેતર કર્યું છે.

આ ખેતરમાં ઉગાડેલા અલગ અલગ કલરની સક્કરટેટી તેમજ ખાસ કરીને પીળા કલરના તરબુચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સક્કરટેટી અને તરબુચની ખેતી દ્વારા આ ખેડુત એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયાની વર્ષે આવક મેળવે છે.

ઘઉં, કપાસ જેવા પરંપરાગત પાકમાં મોંઘા બીયારણ અને દવાના ખર્ચ બાદ પણ ખેડૂતોને પુરતુ ઉત્પાદન અને ભાવ નથી ત્યારે આવા રોકડીયા પાકના ઉત્પાદન થકી ખેડૂતોને સારી આવક પણ મળે છે. તેથી સહદેવભાઈ જોરૂભાઈથી પ્રેરાઈને અનેક લોકો આ ખેતી તરફ વળ્યાં છે. તેમના ખેતરમાં ઉગી નીકળતા અલગ પ્રકારના અંદરથી પીળા કલરના તરબુચ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ પણ વાંચો :-