Home Blog Page 1128

ગુજરાતમાં નવી આગાહીથી બચીને રહેજો, ભુક્કા બોલાવશે એપ્રિલ-મે મહિનો

0
Stay safe from the new forecast
  • Gujarat Weather Today : કમોસમી વરસાદ બાદ હવે આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો. આજથી 3થી 4 ડિગ્રી ઉંચકાશે ગરમીનો પારો. આગામી દિવસોમાં તાપમાનનો 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ હવે શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો (Heat) પારો નીચો રહે છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ વખતે ઉનાળામાં એશિયામાં (Asia) ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશમાં ક્યાંક ઠંડી, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ અને કરાના કારણે બદલાતો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ છે. પરંતુ જલ્દી જ કમોસમી વરસાદથી ગુજરાતને આંશિક રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત છે.

સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ જતા ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદની સંભાવના છે. તો પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં આજે વરસાદની (Rain) સંભાવના છે. પરંતું આ બાદ આવતીકાલથી તાપમાનનો પારો ઉંચકાવાની શરૂઆત થશે.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ હવે શેકાવા તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા આગમી સમયમાં ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. હાલ વાદળછાયું વાતાવરણ રહેતું હોવાથી ગરમીનો પારો નીચો રહે છે. પરંતુ આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આ વખતે ઉનાળામાં એશિયામાં ભારત હોટસ્પોટ બનશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ :

એટલું જ નહિ માર્ચ મહિનામાં પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે. જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે.

આ પણ વાંચો :-

Ration Card : રેશનકાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર, 2024 સુધી મોદી સરકારે કરી નવી સુવિધા

0

Ration Card 

  • Fortified Rice : સરકારનું લક્ષ્ય 2024 સુધીમાં દેશભરમાં સરકારી યોજનાઓ દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનું છે. PDS દ્વારા 269 જિલ્લામાં ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જો તમારી પાસે પણ રાશનકાર્ડ (Ration Card) છે અને તમે સરકારની મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ફોર્ટિફાઈડ ચોખા (પોષક તત્વોથી સમૃદ્ધ) 269 જિલ્લાઓમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે. દેશના બાકીના જિલ્લાઓને માર્ચ, 2024ની સમયમર્યાદા પહેલા આવરી લેવામાં આવશે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ આ માહિતી આપી હતી.

આ યોજના ઓક્ટોબર 2021માં શરૂ કરવામાં આવી હતી :

પીએમ મોદીએ 2021 માં કહ્યું હતું કે 2024 સુધીમાં સરકારનું લક્ષ્ય સરકારી યોજનાઓ દ્વારા સમગ્ર દેશમાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ કરવાનું છે. આ જાહેરાત પછી બાળકો અને મહિલાઓમાં એનિમિયાની સમસ્યાને દૂર કરવા માટે સૂક્ષ્મ પોષકતત્ત્વો ધરાવતા ફોર્ટિફાઈડ ચોખાના વિતરણની યોજના ઓક્ટોબર 2021 માં તબક્કાવાર રીતે શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારની અનોખી અને સફળ પહેલ :

ચોપરાએ જણાવ્યું હતું કે છેલ્લા બે તબક્કામાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ સફળતાપૂર્વક અમલમાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘કેન્દ્ર સરકારની આ એક અનોખી અને ખૂબ જ સફળ પહેલ છે. જેણે છેલ્લા બે વર્ષમાં સારા પરિણામો આપ્યા છે. લોકો તરફથી મળેલા પ્રતિસાદથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમણે કહ્યું કે અગાઉ કેટલીક ગેરસમજણો હતી. પરંતુ તેને દૂર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પહેલ સ્વસ્થ ભારતનો પાયો નાખશે.

તેમણે કહ્યું, ‘અમે અત્યાર સુધીમાં 269 જિલ્લામાં PDS (રેશન શોપ) દ્વારા ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે. અમે જે ગતિએ આગળ વધી રહ્યા છીએ બાકીના જિલ્લાઓને સમયમર્યાદા પહેલા યોજનાના દાયરામાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં લગભગ 735 જિલ્લા છે. જેમાંથી 80 ટકાથી વધુ વસ્તી ચોખા ખાય છે. ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પૂરતા ફોર્ટિફાઈડ ચોખા છે. કારણ કે હાલમાં આ ચોખાની ઉત્પાદન ક્ષમતા લગભગ 17 લાખ ટન છે.

આ પણ વાંચો :-

ખાધુ-પીધુ ખભે આવશે ! બપોરે તમે કેટલાં વાગે જમો છો ? જો ટાઈમમાં લોચા હશે તો પડશે લોચા

Eating and drinking will come

  • BEST TIME OF LUNCH : કહેવાય છેકે, ખાવાનું ખાવું જ જરૂરી નથી. તમે કયા ટાઈમે ખાવ છો કયા ટાઈમે તમે ભોજન કરો છો એની તમારા શરીર પર તમારા સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે.

શારીરિક શક્તિ (physical strength) અને ઉર્જા માટે યોગ્ય આહાર ખૂબ જ જરૂરી છે. જો તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાશો અથવા ખોટા સમયે ખાશો તો ઘણી સમસ્યાઓ તમને ઘેરી શકે છે. દરેક કામની જેમ જમવાનો પણ યોગ્ય સમય છે. જ્યારે તમારા શરીરને વધુ પોષણ (Nutrition) અને ઉર્જાની જરૂર હોય. અમને આ લેખમાં લંચ ખાવાનો યોગ્ય સમય જણાવીશું…

તમારે બપોરે કયા સમયે ખાવું જોઈએ?
ઘણી ભારતીય હસ્તીઓને ખોરાક અને પોષણની સલાહ આપનાર ન્યુટ્રિશનિસ્ટ રુજુતા દિવેકર કહે છે કે લંચ ખાવાનો શ્રેષ્ઠ સમય બપોરે 11 થી 1 વાગ્યાનો છે. આ સમયગાળા દરમિયાન તમારે ખોરાક લેવો જોઈએ.

જો તમે સમયસર ભોજન ન કરી શકો તો?
ન્યુટ્રિશનિસ્ટોનું કહેવું છે કે જો તમે કોઈ પણ કારણસર બપોરે 11 થી 1 વાગ્યાની વચ્ચે બપોરનું ભોજન ન લઈ શકો તો આ સમય દરમિયાન તમારે એક કેળું ખાવું જોઈએ. તે પછી, જ્યારે પણ તમને સમય મળે પછી બપોરનું ભોજન કરો. આ ટિપ અપનાવવાથી તમને એસિડિટી અને માથાનો દુખાવો નહીં થાય.

બપોરનું જમવાના ફાયદા :
દિવસમાં ત્રણ વખત ખાવાનું ખૂબ મહત્વનું છે. લંચમાં, તમારે કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, ફેટ, વિટામિન્સ વગેરેનું ધ્યાન રાખવું જોઈએ. આવો ચાલો બપોરના ભોજન એટલે કે બપોરના ખાવાના ફાયદા જાણીએ.

1 સમયસર બપોરનું ભોજન કરવાથી તમારી ખોવાયેલી તાકાત અને ઉર્જા પાછી આવે છે.

2 સંતુલિત લંચ ખાવાથી બ્લડ સુગર લેવલ વધે છે અને ફોકસ વધે છે.

3 યોગ્ય અંતરાલ પર ખોરાક ખાવાથી, તમારું ચયાપચય સક્રિય રહે છે.

4 બપોરના ભોજનમાં સમાવિષ્ટ પોષક તત્વોની મદદથી ઘણી સમસ્યાઓ પણ રોકી શકાય છે.

આ પણ વાંચો :-

WATCH : દેહરાદૂનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટથી મોટો અકસ્માત, 4 બાળકીઓના મોત

0

WATCH

  • Gas Cylinder Blast : ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ.

ઉત્તરાખંડ (Uttarakhand) ના દેહરાદૂન (Dehradun)માં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે એક ઘરમાં આગ લાગી હતી અને આ દુર્ઘટનામાં 4 છોકરીઓના મોત થયા હતા. આ ઘટના દેહરાદૂનના ચકરાતા તહસીલના (Tehsil) તિયુની વિસ્તારમાં બની હતી. આગ લાગ્યા બાદ 4 છોકરીઓ તેમાં ફસાઈ ગઈ હતી અને આગ લાગવાને કારણે તેઓના મોત થયા હતા.

ચકરાતાના ડેપ્યુટી કલેક્ટર યુક્તા મિશ્રાએ જણાવ્યું હતું કે લગભગ 5 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ભીષણ આગના કારણે લાકડાનું મકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ એસડીઆરએફની મદદથી અઢીથી 12 વર્ષની વયની ચાર છોકરીઓની શોધખોળ કરવામાં આવી હતી, જોકે બાદમાં જિલ્લા પ્રશાસને તેમના મૃત્યુની જાણકારી આપી હતી.

આગને કારણે 4 છોકરીઓના મોત :

ડેપ્યુટી કલેક્ટર મિશ્રાએ માહિતી આપી હતી કે ત્યૂણી પુલ પાસેના એક મકાનમાં બે પરિવાર રહે છે. ગુરુવારે સાંજે ઘટના બની ત્યારે બાળકીઓની માતાઓ કપડાં ધોવા માટે ઘરની બહાર નીકળી હતી. આ સિવાય આગ લાગ્યા બાદ એક પુરુષ અને એક છોકરો ઘરની બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. પરંતુ છોકરીઓ તેમાં ફસાઈ ગઈ.

ઘરમાં આગ લાગવાનું કારણ :

ડેપ્યુટી કલેકટરે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ઘરમાં આગ લાગવાની આશંકા છે. જો કે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે તો તપાસ બાદ જ ખબર પડશે. દેહરાદૂન જિલ્લામાં તુની પુલ નજીક એક મકાનમાં ગઈકાલે સાંજે લાગેલી ભીષણ આગમાં ચાર લોકોના મોત થયા હતા. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું. ફાયરની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી

આ પણ વાંચો :-

Top 10 Safest Car in India : દેશની સૌથી સુરક્ષિત 10 કાર, જાણો કોણે મારી બાજી, તમારે કઈ લેવી જોઈએ ?

Top 10 Safest Car in India

  • Top 10 Safest Car in India: હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.

હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ સ્ટાર રેટિંગ સેફ્ટી મુદ્દે મળ્યું છે. આ લિસ્ટમાં મહિન્દ્રાની સ્કોર્પિયો-ઈનને (Mahindra’s Scorpio) પણ સામેલ કરાઈ. આ ગાડીને 5સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. રેટિંગ એજન્સીનું માનીએ તો આ ગાડીઓ સૌથી વધુ સુરક્ષિત ગણવામાં આવી છે. જો નવા ફાઈનાન્શિયલ યરમાં તમે પણ ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીં ભારતની ટોપ 10 સુરક્ષિત ગાડીઓ વિશે જાણકારી મેળવી શકો છો. જેમાં ટાટાની 3 ગાડીઓ સામેલ છે.

Volkswagen Virtus :

ટેસ્ટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ આ ગાડીને પોતાના નવા પ્રોટોકોલ હેઠળ ટેસ્ટ કરી. આ ટેસ્ટમાં ગાડીને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. ગાડીની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 11.47 લાખ રૂપિયા છે. ગાડીમાં 999CCનું એન્જિન આપવામાં આવ્યું છે. 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. કારમાં 1.0 લીટર કેપેસિટીવાળું એન્જિન છે.

Skoda Slavia :

આ એક પ્રીમિયમ મિડ સાઈઝ સેડાન કાર છે. કંપનીએ કારમાં 1.0 લીટરનું એન્જિન આપ્યું છે. ફ્યૂલ ટાઈપ  પેટ્રોલ અને આ 6 સ્પીડ મેન્યુઆલ સાથે આવે છે. કારની શરૂઆતની કિંમત 11.39 લાખ રૂપિયા છે. કંપનીને કાર ક્રેશ ટેસ્ટિંગમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. અને કંપનીએ આ કારમાં 6 એરબેગ્સ આપી છે.

Volkswagen Taigun :

આ ગાડીને પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. કારમાં 1.0 લીટરનું TSI એન્જિન આપવામાં આવ્યું છે. કારમાં 999સીસીનું એન્જિન છે. એન્જિનમાં 3 સિલિન્ડર છે. 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે. આ કારની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 11.91 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.

Skoda Kushaq :

કંપનીની આ કારને પણ સૌથી સુરક્ષિત ગણવામાં આવી છે. તેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેની શરૂઆતની કિંમત 11.59 લાખ રૂપિયા કહેવાય છે. તે 5 કલર વેરિએન્ટમાં મળે છે. કારમાં 999 સીસીનું એન્જિન છે. જે 5000-6000RPM પર 147.51BHP નો પાવર જનરેટ કરે છે. આ એક 5 સીટર કાર છે. ફ્યૂલ ટેંક કેપેસિટી 50 લીટરની છે.

Mahindra Scorpio-N :

આ ગાડી મહિન્દ્રાની દમદાર એસયુવી છે. જે ખુબ લોકપ્રિય છે. આ ગાડીને પણ 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. કંપનીની આ  ગાડીની શરૂઆત એક્સ-શોરૂમ કિંમત 13 લાખ રૂપિયા છે. આ એક 7 સીટર કાર છે. કારમાં મેન્યુઅલ ટ્રાન્સમીશન અપાયું છે.

Tata Punch :

ટાટાની આ કાર ગ્લોબલ એનકેપના જૂના પ્રોટોકોલ હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી યાદીમાં આવે છે. તેની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. કારમાં 1199 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે અને 3 સિલિન્ડર છે. આ કાર 6000 rpm પર 64.6 કિલોવોટનો પાવર જનરેટ કરે છે. કારમાં ઈકો અને સિટી બે ડ્રાઈવ મોડ છે.

Mahindra XUV300 :

મહિન્દ્રાની આ ગાડીને કંપનીના જૂના પ્રોટોકોલ હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે. આ કારની શરૂઆતની કિંમત 8.41 લાખ રૂપિયા છે. આ એક 5 સીટર કાર છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. કારમાં 1.5 લીટરનો ટર્બો ડીઝલ એન્જિન છે. આ ઉપરાંત 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન પણ છે.

ડેટિંગ એપ પર પ્રેમ શોધતા હોવ તો સાવધાન ! આ વ્યક્તિએ ગુમાવ્યા 14 કરોડ રૂપિયા

If you are looking for love on a dating app

  • હાલના સમયમાં સાઈબર અપરાધોના સમાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસએમએસ, સોશિયલ મીડિયા કે અન્ય વેબસાઈટોના માધ્યમથી સ્કેમર્સ લોકોની પરસેવાની કમાણીને લૂટવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. એક અન્ય વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરવામાં આવી.

હાલના સમયમાં સાયબર અપરાધોના (Cyber crimes) સમાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસએમએસ, સોશિયલ મીડિયા કે અન્ય વેબસાઈટોના માધ્યમથી સ્કેમર્સ લોકોની પરસેવાની કમાણીને લૂટવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. એક અન્ય વિચિત્ર ઘટનામાં એક વ્યક્તિ પાસેથી 14 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરવામાં આવી. વ્યક્તિ સાથે તેનો ટિંડર પરનો સાથી એક સાયબર અપરાધી નીકળ્યો. તે વ્યક્તિને તેના ટિંડર ‘પ્રેમી’ દ્વારા ડિજિટલ પૈસામાં (Digital money) રોકાણ કરવા માટે ફોસલાવવામાં આવ્યો અને પછી મોટો ચૂનો ચોપડી દેવાયો.

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ હોંગકોંગમાં (Hong Kong) રહેતા 55 વર્ષના ઈટાલિયન વ્યક્તિ આ કૌભાંડનો ભોગ બન્યા છે. તેઓ ટિંડર પર કોઈને મળ્યા અને તે વ્યક્તિ સાથે એક ડિજિટલ રોમેન્ટિક સંબંધની (Digital romantic relationship) શરૂઆત થઈ. આ જોડી વોટ્સએપથી સંદેશાની આપલે કરતી રહી. જો કે ત્યારબાદ ખબર પડી કે તેનો ટિંડર મેચ સિંગાપુરમાં રહેતો એક ફ્રોડ છે જે તેની સાથે મહિલા બનીને વાત કરતો હતો. રિપોર્ટ્સ મુજબ આ ઘટના ફેબ્રુઆરીમાં ઘટી હતી.

મળતી માહિતી મુજબ બંને વચ્ચે સંબંધ વિકસ્યા બાદ ફ્રોડ વ્યક્તિએ ડિજિટલ પૈસામાં રોકાણ કરવા માટે પીડિતને ફર્જી ટ્રેડિંગ વેબસાઈટમાં સાઈન કરવા માટે ફોસલાવ્યો. ફાઈનાન્શિયલ એક્સપ્રેસે સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને એક સૂત્રના હવાલે કહ્યું કે પીડિતને જણાવવામાં આવ્યું હતું કે ડિજિટલ પૈસામાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળી શકે છે.

શું વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા પણ શરૂ થશે, સરકારે આપી મોટી માહિતી

રિપોર્ટમાં આગળ ખુલાસો કરાયો છે કે તે વ્યક્તિએ નવ અલગ અલગ બેંક ખાતામાં કુલ 14.2 મિલિયન હોંગકોંગ ડોલર ટ્રાન્સફર કર્યા. જે ભારતીય ચલણમાં 14 કરોડ રૂપિયાથી વધુ છે. પોલીસે ખુલાસો કર્યો કે 6 માર્ચથી 23 માર્ચ વચ્ચે 22થી વધુ લેવડદેવડમાં આ રકમ કાઢવામાં આવી હતી. પૈસા પાછા નહીં મળતા પીડિતને કઈક ગડબડ થયાનો અહેસાસ થયો અને ત્યારબાદ તેણે પોલીસનો સંપર્ક કર્યો.

આ વર્ષ ફેબ્રુઆરીમાં સીબીએસ ન્યૂઝ દ્વારા રિપોર્ટ કરાયેલા આ પ્રકારની ઘટનામાં એક મહિલાને 250000 અમેરિકી ડોલર (2 કરોડ રૂપિયાથી વધુ)નું નુકસાન થયું હતું. જ્યારે તેના પ્રેમીએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવા માટે ફોસલાવી હતી. જેને તે ડેટિંગ એપ હિંજ પર મળી હતી.

આ પણ વાંચો :-

આઈપીએલના રંગારંગ પ્રારંભ વચ્ચે ચોરોએ કર્યો મોટો કાંડ, અમદાવાદમાં…

0

Amidst the colorful start of IPL

IPL 2023 Opening Ceremony : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચની સાંજે આઈપીએલની 16મી એડિશનનો રંગારંજ પ્રારંભ થયો હતો. પ્રથમ મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે જીત મેળવી હતી. આ શાનદાર આયોજન બાદ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોરોના આતંકનો ખુલાસો થયો છે. અમદાવાદ પોલીસને આશરે 150 મોબાઇલ ચોરીની ફરિયાદો મળી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની 16મી સીઝનનો રંગારંગ પ્રારંભ થયા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 એપ્રિલે ગુજકાત ટાઈટન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમે પોતાની હોમ પિચ પર જ્યાં ત્રીજા મુકાબલાને જીતીને જીતની હેટ્રિક લગાવવા ઈચ્છશે તો સ્ટેડિયમની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મી અને અમદાવાદ (Ahmedabad) પોલીસના જવાનોની નજર ચોરો પર રહેશે. શુક્રવાર (31 માર્ચ)ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાયેલા ઉદ્ઘાટન મેચમાં 150 મોબાઇલ ચોરી થવાની ફરિયાદ પોલીસને મળી છે. તેમાં ઘણા ફરિયાદીઓએ જણાવ્યું કે તેમણે આઈફોન ઈએમઆઈ પર લીધો હતો.

150થી વધુ મોબાઈલ ચોરી :

મીડિયા રિપોર્ટ અનુસાર 150 તો તેવા લોકો છે જે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. કેટલાક અન્ય લોકો પણ હોઈ શકે છે. જેણે હજુ સુધી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી નથી. તેવામાં આ સંખ્યા હજુ વધી શકે છે. આઈપીએલ 16નો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ પ્રારંભ થયો હતો. તેમાં રશ્મિકા મંદાનાએ પોતાની સુપરહિટ ફિલ્મ પુષ્પા ધ રાઇઝના હિટ ગીત પર માહોલ બાંધ્યો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખચાખચ ભરેલું હતું.

ઓપનિંગ સેરેમનીમાં ગાયક અરિજીત સિંહ, અભિનેત્રી તમન્ના ભાટિયાએ પોતાના પરફોર્મંસથી દર્શકોનું દિલ જીતી લીધુ હતું. રશ્મિકા મંદાનાના પરફોર્મંસ અને પછી ટી20ના માહોલમાં ખોવાયેલા દર્શકો પર મોટી સંખ્યામાં ચોરોએ હાથ સાફ કર્યા હતા. મોટી સંખ્યામાં ફરિયાદ સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસ 9 એપ્રિલની મેચ માટે વિશેષ સર્વેલાન્સની તૈયારી કરી રહી છે. જેથી મોબાઈલ ચોરોને રંગેહાથ પકડી શકાય.

પોલીસે કર્યા એલર્ટ :

એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આટલા મોટા પાયા પર મોબાઈલ ચોરીમાં કોઈ સંગઠિત ગેંગની ભૂમિકા હોઈ શકે છે. તે પણ સામે આવ્યું કે ઓપનિંગ મેચમાં મોટી સંખ્યામાં આઈફોન ચોરાયા છે. ત્યારબાદ ફોન ચોરને શોધવા માટે ફાઈન્ડ માઇ ફોન કઈ રીતે લોકેશન શોધવામાં આવે. તેને લઈને મોબાઇલ ધારક નવરંગપુરા અને શાસ્ત્રી નગરના એપલ સ્ટોર પર પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ વિશે પોલીસનું કહેવું છે કે જો ફોન ગૂમ થઈ જાય તો ફાઈન્ડ માઈ ફોનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ.

કારણ કે ફોન ચોરનાર ચાલાકી કરે છે. તે ઘણીવાર બીજા ડિવાઈસ અને ફોન પર લિંક મોકલે છે. જો તેને ક્લિક કરવામાં આવે તો મોબાઈલનો પાસવર્ડ મળવાની સંભાવના રહે છે. આ પ્રકારે બોગસ લિંકથી સતર્ક રહેવાની જરૂર છે.

આ પણ વાંચો :-

 

WhatsApp પોતાની ડિઝાઈનમાં ફેરફાર કરવાની તૈયારીમાં, યૂઝર્સ માટે બનશે આ સુવિધાઓ

As WhatsApp prepares

  • WhatsApp તેની ડિઝાઈન બદલવાની તૈયારી કરી રહ્યું છે. ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, મેટા WhatsAppને ફરીથી ડિઝાઈન કરવા જઈ રહ્યું છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsAppના ઈન્ટરફેસમાં બદલાવ આવશે. જેનાથી યૂઝર્સને ચેટિંગ, કોલિંગ અને કોમ્યુનિટી જેવા ફીચર્સ એક્સેસ કરવામાં સરળતા રહેશે.

WhatsApp તેની ડિઝાઈન બદલવાની તૈયારી કરી રહ્યું છે. ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, મેટા WhatsAppને ફરીથી ડિઝાઈન કરવા જઈ રહ્યું છે. WABetaInfoના રિપોર્ટ અનુસાર WhatsAppના ઈન્ટરફેસમાં બદલાવ આવશે, જેનાથી યૂઝર્સને ચેટિંગ, કોલિંગ અને કોમ્યુનિટી જેવા ફીચર્સ એક્સેસ કરવામાં સરળતા રહેશે.

આ ફેરફારો WhatsAppમાં જોવા મળશે :

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો કંપની બોટમ નેવિગેશન બાર પર કામ કરી રહી છે. જે WhatsAppના એન્ડ્રોઈડ વર્ઝન માટે લાવવામાં આવી રહ્યું છે. તે બરાબર iOS વર્ઝન જેવું છે. આ બોટમ નેવિગેશન બારથી યૂઝર્સ માટે વિવિધ એપ્લિકેશનો વચ્ચે નેવિગેટ કરવાનું સરળ બનાવશે.

નવા ફેરફારમાં ચેટ, કોલ અને કોમ્યુનિટીઝ અને સ્ટેટસ જેવા ટેબને સૌથી નીચે મૂકી શકાશે. એવું માનવામાં આવે છે કે આનાથી યુઝર્સને વોટ્સએપના અલગ-અલગ સેક્શનમાં પહેલાં કરતા વધુ સરળતા રહેશે. હાલમાં આ તમામ ટેબ WhatsAppના ઉપરના ભાગમાં આપવામાં આવ્યા છે.

આ ફેરફારો ઇન્ટરફેસમાં થશે :

વાસ્તવમાં આ દિવસોમાં ઘણા લોકો ટેબ અથવા મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન પર WhatsAppનો ઉપયોગ કરે છે, જેના કારણે એક ટેબથી બીજા પર સ્વિચ કરવું મુશ્કેલ બને છે. રિપોર્ટ અનુસાર, આ ફીચરની ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી. જેને આખરે WhatsApp દ્વારા રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. વોટ્સએપના ઈન્ટરફેસમાં થયેલા ફેરફારને લઈને ઘણા સ્ક્રીન શોટ બહાર પાડવામાં આવ્યા છે.

રોલઆઉટ થયું ચેટ હાઈડ ફીચર :

તમને જણાવી દઈએ કે હાલમાં જ WhatsApp દ્વારા ચેટ હાઈડ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ પર્સનલ ચેટને છુપાવી શકે છે. ચેટની મીડિયા ફાઇલો છુપાવી શકાશે જે તમારી ગેલેરીમાં સંગ્રહિત થશે નહીં. આવી સ્થિતિમાં કોઈ તમારી વ્યક્તિગત ચેટ્સ અને ફાઇલોને ઍક્સેસ કરી શકશે નહીં.

આ પણ વાંચો :-

07 એપ્રિલ 2023 આજનું રાશિફળ : અગત્યના કામકાજમાં રાખજો સાવધાની, આ રાશિના જાતકોનું નસીબ રમશે રમત, જુઓ રાશિ ભવિષ્ય

07 April 2023 Today’s Horoscope

મેષ
આજે દિવસ દરમ્યાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતિ થતી જણાય.

વૃષભ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુન
આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ. ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઇ-બહેનોની પ્રગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ ઉર્જા સંશોધન, ઇલેકટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્ર‌ગતિ થાય, માતા તથા પત્નિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા, સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા-વાદ વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતિ ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આર્થિક પાસુ મજબુત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીયક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પરિણામે દિવસ દરમ્યાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે.

આ પણ વાંચો :-

ખેતી તો બધા ખેડૂતો કરે પણ ગુજરાતના આ ખેડૂતે જે ઉગાડ્યું તેની કમાણી સીધી લાખોમાં થાય છે

0

All farmers do farming 

  • Yellow Watermelon Farming : સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં પીળા તરબુચની ખેતી થકી મબલક આવક મેળવતા ખેડુત.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડુતે પરંપરાગત વાવેતરના બદલે અલગ ચીલો ચાતર્યો છે. તેઓએ અલગ કલરની સક્કરટેટી (sugary) અને તરબુચનું સફળ વાવેતર કર્યું છે. આ વાવેતર થકી તેમણે લાખો રૂપિયાની કમાણી કરી છે. એટલુ જ નહિ પંથકના અન્ય ખેડૂતોને પણ આ દિશામાં ખેતી કરવા માટે નવી રાહ ચીંધી છે. તેમણે પોતાના ખેતરમાં ઉગાડેલા પીળા તરબુચ (Yellow watermelon) લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે બાગાયત અને રોકડીયા પાકના વાવેતર તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના ખેડુત અંદાજે ૩૫ વિઘા જમીનમાં સક્કરટેટી અને તરબુચનું વાવેતર કર્યું છે.

આ ખેતરમાં ઉગાડેલા અલગ અલગ કલરની સક્કરટેટી તેમજ ખાસ કરીને પીળા કલરના તરબુચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સક્કરટેટી અને તરબુચની ખેતી દ્વારા આ ખેડુત એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયાની વર્ષે આવક મેળવે છે.

ઘઉં, કપાસ જેવા પરંપરાગત પાકમાં મોંઘા બીયારણ અને દવાના ખર્ચ બાદ પણ ખેડૂતોને પુરતુ ઉત્પાદન અને ભાવ નથી ત્યારે આવા રોકડીયા પાકના ઉત્પાદન થકી ખેડૂતોને સારી આવક પણ મળે છે. તેથી સહદેવભાઈ જોરૂભાઈથી પ્રેરાઈને અનેક લોકો આ ખેતી તરફ વળ્યાં છે. તેમના ખેતરમાં ઉગી નીકળતા અલગ પ્રકારના અંદરથી પીળા કલરના તરબુચ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ પણ વાંચો :-