Home Blog Page 1108

ટ્રેન અને આકાશમાં પ્લેનના પાયલોટને કેવી રીતે ખબર પડે છે સાચો રસ્તો, બહુ ઓછા લોકોને છે ખબર !

How the pilot  

  • Knowledge Story : વિમાન અને ટ્રેનના પાયલોટને સાચો રસ્તો કેવી રીતે ખબર હોય છે, કઈ ટેક્નોલોજી ઉપયોગી છે તે ઓછા લોકો જાણે છે.

ટ્રેનમાં મુસાફરી (Travel) કરતી વખતે તમે ઘણીવાર જોશો કે સ્ટેશન પર ઘણા ટ્રેક છે. આવી સ્થિતિમાં ટ્રેન ડ્રાઈવર કઈ રીતે નક્કી કરશે કે તેણે કયા ટ્રેક પર જવું છે ?

તે જ સમયે ખુલ્લા આકાશમાં ઉડતા વિમાનને (Airplane) કઈ દિશામાં અથવા માર્ગે જવું પડે છે જેથી કરીને તે તેના ગંતવ્ય સ્થાને પહોંચે. આ પ્રશ્ન દરેક માણસના મનમાં આવે છે.

સમજાવો કે એર ટ્રાફિક કંટ્રોલ (Air Traffic Control) એટલે કે એટીસી પ્લેનના પાયલટને સૂચના આપે છે કે કઈ દિશામાં જવું અને ક્યાં ન જવું. જ્યારે પણ પાયલોટ પ્લેન ઉડાવે છે ત્યારે તેને રેડિયો અને રડાર દ્વારા રૂટ વિશે માહિતી આપવામાં આવે છે.

હોરીઝોન્ટલ સિચ્યુએશન ઈન્ડિકેટરનો ઉપયોગ એરોપ્લેનના પાઈલટને સૂચના આપવા માટે થાય છે. જે જોઈને પાઈલટ રૂટ પસંદ કરે છે.

આ પણ વાંચો :-

 

આ નાનકડી વસ્તુ ઉધરસ મટાડે છે તુરંત આ રીતે લેવાથી થશે ઝડપથી ફાયદો

This little thing  

  • Mulethi Health Benefit : એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે. પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા.

વાતાવરણમાં સતત ફેરફાર થાય છે તેની સૌથી વધુ અસર સ્વાસ્થ્ય (Health) પર જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં પણ શરદી ઉધરસ જેવા ઇન્ફેક્શન વાતાવરણમાં થતા ફેરફારના કારણે સતાવે છે. સામાન્ય રીતે કફ ઉધરસ જેવી તકલીફો ઠંડીના વાતાવરણમાં થાય છે. પરંતુ વાયરલ ઈન્ફેક્શનના (Viral infection) કારણે ઉનાળામાં પણ આવી તકલીફ રહે છે. એક વખત ઉધરસ થાય છે તો તેને મટાડવા માટે લાંબા સમય સુધી દવાઓ લેવી પડે છે.

પરંતુ તેવામાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને તમે ઉધરસથી તુરંત રાહત મેળવી શકો છો. આવો જ એક ઉપાય છે મુલેઠીમાંથી બનેલી ચા. મુલેઠીમાંથી બનેલી ચા પીવાથી ગળામાં થયેલું ઈન્ફેક્શન કફ અને ઉધરસથી રાહત મળે છે.

મુલેઠી એન્ટીફંગલ અને એન્ટિવાયરલ ગુણ ધરાવતી વસ્તુ છે. તેના કારણે કફ અને ઉધરસથી તુરંત રાહત મળે છે. આ ઉપરાંત મુલેઠીમાં એવા એન્જાયમ હોય છે જે ઇમ્યુનીટી પણ વધારે છે. મુલેઠી ફેફસા માટે પણ ફાયદાકારક હોય છે. તેમાંથી તૈયાર કરેલી ચા પીવાથી ફેફસામાં લાગેલું ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને શ્વાસ સંબંધિત સમસ્યા મટાડવામાં મદદ મળે છે. આ ચા પીવાથી શ્વસનતંત્રમાં લાગેલું ઈન્ફેક્શન પણ મટે છે અને કફ તેમજ ઉધરસ ની સમસ્યાથી ઝડપથી રાહત થાય છે.

મુલેઠીની ચા કેવી રીતે બનાવવી ?

સૌથી પહેલા તપેલીમાં બે કપ પાણી ગરમ મૂકવું. તેમાં અડધી ચમચી મુલેઠી પાઉડર ઉમેરવો. તે ઉકળી જાય એટલે તેમાં થોડું આદુ ઉમેરવું. પાણી એક કપ જેટલું બચે ત્યારે તેને ગેસ પરથી ઉતારી કપમાં ગાડી અને તેમાં મધ તેમજ લીંબુનો રસ ઉમેરીને ધીરે ધીરે તેનું સેવન કરવું. આ રીતે ચા બનાવીને દિવસમાં બે વખત પીવી. આ ચા પીવાની શરૂઆત કરશો એટલે ગળામાં દુખાવો ઉધરસ કફ જેવી તકલીફો દૂર થવા લાગશે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ ! જાણી લો હવામાન વિભાગની આગાહી

0

ગુજરાતના આ વિસ્તારોમાં ભરઉનાળે રહેશે વરસાદી માહોલ ! જાણી લો હવામાન વિભાગની આગાહી

  • Gujarat Forecast Updates : ગુજરાતમાં આ વખતનો ઉનાળો કંઈક અલગ જ પ્રકારનો છે. એક તરફ કાળજાળ ગરમી છે તો બીજી તરફ વરસાદી ઝાપટાં. કમોસમી વરસાદને કારણે જ્યાં એક તરફ વાતાવરણમાં ઠંડક થાય છે ત્યાં બીજી તરફ આ જ માવઠાનો માર જગતના તાતને પડી રહ્યો છે.

એક તરફ સતત ગુજરાતમાં (Gujarat) ગરમી વધી રહી છે. ત્યારે બીજી તરફ ભરઉનાળે કેટલાંક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટાથી લોકોને રાહત મળી રહ્યી છે. તાપમાન પહેલાં કરતા થોડું ઘટી રહ્યું છે. જો આ કમોસમી વરસાદ (Unseasonal Rain) ખેડૂતોને પરેશાન કરી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની એટલે કે, માવઠાની આગાહી કરી છે.

આટલી આકરી ગરમી વચ્ચે વરસાદ થતા લોકોને ગરમીથી મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને આજે અને આવતી કાલે ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. એમાંય રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. એટલું જ નહીં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ વધારે રહેશે તેવું પણ અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવાઈ રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

2 કેચ છોડવા વિરાટ કોહલીની ટીમને પડયાં મોંઘા, KKRના આ બે સ્પિનરોએ ખેલ પાડી દીધો !

0

Dropping 2 catches cost Virat Kohli

  • કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડયા હતા અને બંને કેચ ટીમને ભારે પડયાં હતા.

IPL 2023એ તેની અડધી સફર પૂરી કરી લીધી છે એવામાં ગઈકાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ સતત 4 હાર બાદ તેમની પહેલી જીત નોંધાવી છે. કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું. જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડયા હતા અને બંને કેચ ટીમને ભારે પડયાં હતા.

નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું :

વાત એમ છે કે વિરાટ કોહલીએ ફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી અને તેને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે પછી કોલકાતાની ટીમે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા જેમાં જેસન રોયે 29 બોલમાં 5 સિક્સર ફટકારી 56 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

આ સિવાય કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. તો વેંકટેશ અય્યરે 31 અને જગદીસને 27 રન બનાવ્યા હતા. એ ઇનિંગ દરમિયાન આરસીબી તરફથી વિજય કુમાર અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. એ મેચની આ ઇનિંગ રમતા નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું હતું.

બે કેચ ચૂકી RCB :

પહેલા ફાસ્ટ બોલર વિજય કુમારની 13મી ઓવરમાં ત્રીજા બોલ પર નીતિશ રાણાને જીવનદાન મળ્યું હતું. નીતિશે એરિયલ શોટ રમ્યો અને એ સમયે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર હતો અનેએ તેની પાસે આસાન કેચની તક હતી પણ તે ચૂકી ગયો. એ સમયે નીતિશ 5 રન પર રમી રહ્યો હતો.

હર્ષલ પટેલે બીજું જીવન આપ્યું :

નીતીશે પ્રથમ જીવનદાન મેળવ્યા બાદ વધુ 43 રન બનાવ્યા હતા. નીતિશને 15મી ઓવરના 5માં બોલ પર બીજું જીવન મળ્યું. આ વખતે પણ નીતીશે એરિયલ શોટ રમ્યો હતો. ત્યારબાદ હર્ષલ પટેલ પાસે કેચ પકડવાની આસાન તક હતી પણ તે ચૂકી ગયો. આ દરમિયાન નીતિશ 19 રન પર રમી રહ્યો હતો આ સાથે જ 16મી ઓવરમાં મેક્સવેલ કેચ પકડવાની તક ચૂકી ગયો હતો.

આ પણ વાંચો :-

Watch Video :  બાઈક ટેક્સી પર ડ્રાઈવરે છેડતી કરતા મહિલાએ છલાંગ લગાવીને પોતાની જાતને બચાવી

0

Watch Video

  • કર્ણાટકના પાટનગર બેંગ્લુરુથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાઈક  ટેક્સના એક ડ્રાઈવરે મહિલા સાથે છેડતી કરી. મહિલાઓ પોતાના બચાવમાં ચાલુ બાઈકે કૂદકો માર્યો. ડ્રાઈવરે કથિત રીતે મહિલાને નિર્ધારિત સ્થળ કરતા બીજા સ્થળે લઈ જવાની કોશિશ કરી.

કર્ણાટકના (Karnataka) પાટનગર બેંગ્લુરુથી (Bangalore) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાઈક  ટેક્સના એક ડ્રાઈવરે મહિલા સાથે છેડતી કરી. મહિલાઓ પોતાના બચાવમાં ચાલુ બાઈકે કૂદકો માર્યો. ડ્રાઈવરે કથિત રીતે મહિલાને નિર્ધારિત સ્થળ કરતા બીજા સ્થળે લઈ જવાની કોશિશ કરી. પોલીસે કહ્યું કે ઘટના 21 એપ્રિલે ઘટી જ્યારે મહિલાએ રાતે લગભગ 11 વાગે રેપિડો એપથી (Rapido App) એક સવારી બુક કરી.

ડ્રાઈવરે ઓટીપી ચેક કરવાની વાત કહીને મહિલાનો ફોન પડાવી લીધો. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે ચાલુ ગાડીએ તેની સાથે જબરદસ્તી કરવાની કોશિ કરી. મહિલાએ યેલહંકામાં અબરાર બીએમએસ કોલેજ પાસે પૂરપાટ ઝડપે ભાગતી બાઈકથી છલાંગ લગાવી. કોલેજનો ગાર્ડ મહિલાની મદદ કરવા માટે દોડયો તો બાઈક સવાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. આરોપીની ઓલખ આંધ્ર પ્રદેશમાં રહેતા 27 વર્ષના દીપક રાવ તરીકે થઈ છે. તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દેવાયો છે.

બન્યું એવું કે ડ્રાઈવર ઈન્દિરાનગરની જગ્યાએ ડોડ્ડાબલ્લાપુર રોડ તરફ આગળ વધ્યો. મહિલાએ પૂછતા તે બાઈકની સ્પીડ વધારીને આગળ વધવા લાગ્યો. આ દરમિયાન પીડિત મહિલા તેને વારંવાર પૂછતી રહી કે તે ખોટી દિશામાં કેમ જઈ રહ્યો છે. આમ છતાં રેપિડોનો ડ્રાઈવર ચૂપ રહ્યો.

જ્યારે મહિલા ડરી ગઈ અને તેને બીજુ કઈ ન સૂજ્યું તો તેણે ચાલુ બાઈકે છલાંગ લગાવી. મહિલાના હાથ અને પગમાં ઈજા થઈ છે. તેણે હેલમેટ પહેરેલી હતી એટલે બચી ગઈ અને માથા તથા મોઢાં પર કોઈ મોટી ઈજા થઈ નથી. આ મામલે જાણકારી મળતા જ પોલીસે ઘટનાસ્થળનું સીસીટીવી ફૂટેજ શોધ્યું અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના ઘટી ત્યારે આરોપી દારૂના નશામાં હતો.

આ પણ વાંચો :-

OnePlus એ જાહેર કરી નવા ટેબ્લેટની કિંમત, આ રીતે મેળવો 7 હજાર સુધીનો ડિસ્કાઉન્ટ !

OnePlus announced

  • Oneplus Pad : OnePlus એ તેના નવા પેડની કિંમત જાહેર કરી છે. તમે બે સ્ટોરેજ વેરિઅન્ટમાં વનપ્લસ પેડ ખરીદી શકશો.

વનપ્લસે (Oneplus) ફેબ્રુઆરીમાં તેનું પેડ રજૂ કર્યું હતું. આજે કંપનીએ તેની કિંમત પણ જાહેર કરી છે. ગ્રાહકો આ પેડને એમેઝોન અને વનપ્લસની સત્તાવાર વેબસાઈટ દ્વારા બે સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકશે. વનપ્લસ પેડ માટે પ્રી-ઓર્ડર 28 એપ્રિલથી શરૂ થશે.

કિંમત :

Oneplus પેડના 8/128GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે. જ્યારે તમે 12/256GB વેરિઅન્ટ 39,999 રૂપિયામાં ખરીદી શકશો. તમે ફક્ત લીલા રંગમાં જ પેડ ઓર્ડર કરી શકશો. આ પેડ પર ICICI બેંકના ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકોને 2,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે OnePlus વેબસાઇટ પર 5,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે.

સ્પેક્સ :

સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, તમને 11.61-ઈંચની LCD ડિસ્પ્લે મળશે જે 144hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. પેડમાં તમને MediaTek Dimensity 9000 chipset, 9510 mAh બેટરી અને OxygenOS 13.1નો સપોર્ટ મળશે. આમાં તમને 8MP રિયર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા મળશે. પેડમાં તમે કીબોર્ડ અને પેન કનેક્ટ કરી શકશો. OnePlusના મેગ્નેટિક કીબોર્ડની કિંમત 7,999 રૂપિયા છે જ્યારે તમે 4,999 રૂપિયામાં વ્હાઇટ સ્ટાઈલસ પેન ખરીદી શકશો.

આ પણ વાંચો :-

1 મે થી લાગુ થશે TRAIનો નવો નિયમ, ફેક Call અને SMS થી યૂઝર્સને આ રીતે મળશે છૂટકારો

TRAI’s New Rule

  • Spam Call and SMS Filter : આગામી મહિનાથી ફેક કોલ અને એસએમએસ થી યુઝર્સને છુટકારો મળી જશે. કારણ કે ટ્રાયએ ટેલીકોમ કંપનીઓને ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. જેના કારણે સ્માર્ટફોન યુઝર્સને હવે ફેક કોલના કારણે વધારે પરેશાન નહીં થવું પડે.

ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Telecom Regulatory Authority of India) એટલે કે ટ્રાય 1 મેથી સ્માર્ટફોન યુઝર્સને (Smartphone Users) મોટી રાહત આપશે. ટ્રાય દ્વારા કોલિંગ અને એસએમએસ ને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો અમલ 1 મેથી થવા જઈ રહ્યો છે. આગામી મહિનાથી ફેક કોલ અને એસએમએસ (SMS) થી યુઝર્સને છુટકારો મળી જશે.

કારણ કે ટ્રાયએ ટેલીકોમ કંપનીઓને ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરવાનો આદેશ કર્યો છે. આ ફિલ્ટરનો ઉપયોગ કરવાથી ફેક કોલ અને મેસેજ પર કંટ્રોલ કરી શકાશે. તેથી સ્માર્ટફોન યુઝર્સને હવે ફેક કોલના કારણે વધારે પરેશાન નહીં થવું પડે.

ફેક કોલ અને મેસેજથી લોકોને મુક્તિ આપવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળું ફિલ્ટર ઉપયોગમાં લેવાશે. ટેલિકોમ કંપનીઓને આ અંગે આદેશ કરવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓએ એક 1 થી ફોન કોલ અને મેસેજ માટે આ સ્પેમ ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે. જેના કારણે યુઝર્સને સ્પેમ કોલ થી છુટકારો મળી જશે.

આ નવા ફિલ્ટર ના કારણે યુઝર્સ સરળતા થી જાણી શકશે કે કયો કોલ ફેક છે અને કયો મેસેજ સ્પામ છે. દિવસ દરમિયાન અનેક વખત ફેક કોલ પરેશાન કરે છે જેના કારણે ઘણી વખત સમસ્યા પણ થાય છે. હવે આવી સ્થિતિ મે 2023 થી સહન કરવી નહીં પડે.

ટ્રાય તરફથી ફેક કોલ અને મેસેજનો રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વાળા ફિલ્ટર નો ઉપયોગ કરવાનો આદેશ કરવામાં આવતા જ કેટલીક કંપનીએ તેનો ઉપયોગ શરૂ પણ કરી દીધો છે. જેમકે ટેલિકોમ કંપની એરટેલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફિલ્ટર નો ઉપયોગ શરૂ કરી દીધો છે અને આગામી મહિનામાં જીઓ પણ આ સર્વિસ શરૂ કરી દેશે.

આ પણ વાંચો :-

Today’s Horoscope : 27 એપ્રિલ 2023 નું રાશિફળ : પૂરા એક વર્ષ બાદ વૃષભ રાશિમાં હશે સૂર્ય, આ રાશિના જાતકો પર પડશે અસર, ધનલાભના બની રહ્યા છે યોગ

Today’s Horoscope

મેષઃ
ગઇ કાલની જેમ આજે પણ દિવસ આનંદથી પસાર થાય. આર્થિક પાસુ થોડું નબળુ થતુ જણાય. શહેર બજારના રોકાણમાં ધ્યાન રાખવું જરૂરી. માતાને ગેસ ટ્રબલ, સાંધાના દુઃખાવાની ફરિયાદ રહે. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

વૃષભઃ
કરેલા કાર્યમાં સઘર્ષે સફળતા મળે. કુટુંબમાં થોડો વિખવાદ રહે. તીર્થ યાત્રા-પ્રવાસ શક્ય બને. રોકાણોમાંથી આવક મળતી જણાય. શુભ કાર્યોનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
વાણી વિલાસ સાચવી ન કરવો. બચત ઘસાતી જણાય. ગળા ના રોગોની કાળજી રાખવી. ભાઇ-બહેનોના મનનો ભાગ મેળવવો અશક્ય લાગે. હીમોગ્લોબીન ઘટે, થાક લાગે. બહેનોને માસિક વઘારે આવવાની સમસ્યા ઉદભવે.

કર્કઃ
ખંતીલા, કરકસરીયાં, ચોક્કસ, વ્યવસ્થિત તથા આત્મવિશ્વાસનો અનુભવ થાય. ઓઇલ, કેરોસીન, નહેરને લગતા, જેલને લગતા તથા ગવર્મેન્ટ સપ્લાયરના ધંધાવાળાને લાભ. બપોર બાદ થોડો થાકનો અનુભવ થતો જણાય.

સિંહઃ
આત્મવિશ્વાસ ઘટતો જણાય. ખર્ચનું પ્રમાણ વધે. સફેદવસ્તુ, કાપડ, દવાની સાથે સંકળાયેલ ધંધાર્થીઓને લાભ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. નકારાત્મક વિચારોનું પ્રમાણ વધે. સતા, હોદ્દો, માન મળે. પિતૃસુખ સારૂ મળે.

કન્યાઃ
કોઇની ઉપર વિશ્વાસ મુકતા પહેલા વિચાર કરવો. વિશ્વાસુ વ્યક્તિ દ્વારા જ વિશ્વાસઘાતના ભોગ બનાય. સોબતથી સાચવવું. ધારેલી આવક અટકતી જણાય. અપમાન સહન કરવું પડે. ડાબી છાતીની કાળજી રાખવી.

તુલાઃ
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફતી લાભ. આર્થિક પલ્લુ મજબુત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી ધંધા માટે શુભ.

વૃષિકઃ
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધનઃ
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સા ભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકરઃ
નોકરીના ઇન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભઃ
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબુત બનતુ જણાય. માતૃસુખ સારૂ મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતા રોગોથી ધ્યાન રાખવું.

મીનઃ
સંતાનની પ્રગતિથી આનંદ થાય, નવું વાંચવાનો-જાણવાનો પ્રસંગ બને. ઘાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

Today’s Horoscope : 26 એપ્રિલ 2023 નું રાશિફળ : તમારો આજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોએ માટે અમંગળ પણ સાબિત થઈ શકે, જુઓ રાશિ ભવિષ્ય

Today’s Horoscope : 26 એપ્રિલ 2023 નું રાશિફળ

મેષઃ
આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ, આવકનું પાસુ મજબૂત બનતું જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ, પરિવારમાં આનંદ, આરોગ્ય જળવાય.

વૃષભઃ
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે, ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. તીર્થ યાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુનઃ
વાણી ચાતુર્થથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ, નાના ભાઈ-બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ આરોગ્ય સાચવવુ, રોગ પ્રતિકારક શકિત ઘટે થાક લાગે.કર્કઃ
મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે. કોઈ વ્યકિત આપનો ગેરલાભ ન ઉઠાવી જાય એ સાચવવું. પત્નિ સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરા પક્ષથી સારા સમાચાર મળે.

સિંહઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીમિત્રોને સફળતા, કાપડના ધંધામાં પ્રગતિ, આવકમાં વધારો.

કન્યાઃ
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે

તુલાઃ
આળસને કારણે મળેલી તક ગુમાવવાનો વારો આવશે. સફળતા માટે મહેનત કરવી જરૂરી બનશે. મહેતનના પ્રમાણમાં વળતર ઓછું મળતું જણાય. નાની મુસાફરીન યોગ બને છે.

વૃશ્ચિકઃ
ભાગ્યના બળે આવકમાં વૃદ્ધિ થતી જણાય. છતાં ખર્ચનું પ્રમાણ વધશે. નાના-ભાઈ બહેનથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલમાં ધંધા માટે શુભ

ધનઃ
માનસિક અશાંતિ રહે. નાકારા‌ત્મક વિચારો વધતા જણાય. શરદી-ખાંસીનો પ્રકોપ વધે. જળાશયોથી દૂર રહેવું. જીનવસાથી સાથે પ્રેમથી વર્તવું. નોકરી-ધંધામાં શાંતિથી દિવસ પસાર કરવા. ભગવા શિવની ઉપવાસનાંથી લાભ થાય.

મકરઃ
દિવસ દરમિયાન ઉદાસીનતા અનુભવાય. આવક જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્યવૃદ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ
જોમ-જુસ્સામાં વધારો થાય. મિત્રોથી સાવચેત રહેવું. આવક ઘટતી જણાય. કુંટુબમાં સંપ રહે. સ્ત્રીવર્ગ સાથે પ્રેમભર્યા વ્યવહાર રહે. કરેલા રોકાણોથી ફાયદો મળતો જણાય. સંતાનની ચિંતા રહે. નાણાં ઉછીના આપવાનું ટાળવું.

મીનઃ
અગત્યના કાર્ય મુલતવી રાખવા. સંતાનોની પ્રગતિથી આનંદ થાય વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ. બીજાને મદદ કરવાથી દીલ હરખાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

 

Gold Rate Today : કડાકા બાદ હવે સોનાના ભાવમાં આજે જોવા મળ્યો ભડકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો ભાવ

0

Gold Rate Today

  • Gold Price Today, 25 April 2023 : જો તમે પણ ગોલ્ડની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જો તમે પણ ગોલ્ડની (Gold) ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના (Gold) ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગોલ્ડનો ભાવ એકવાર ફરીથી હવે 60,000ને પાર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચેક કરો આજનો લેટેસ્ટ ભાવ શું છે.

લેટેસ્ટ સોના ચાંદીના ભાવ :

MCX પર સોનાનો ભાવ ચેક કરીએ તો 0.09 ટકાની તેજી સાથે 60055 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનાના ભાવમાં 90 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. જ્યારે MCX સિલ્વર 90 રૂપિયા તૂટીને 74900 રૂપિયા પ્રતિ કિલોગ્રોમના સ્તર પર જોવા મળી રહી છે.

શરાફા બજારમાં ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ સોમવારે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 60081 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જે આજે 287 રૂપિયાના વધારા સાથે 60368 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 286 રૂપિયાની તેજી સાથે 60126 રૂપિયા છે.

જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની કિંમત 263 રૂપિયા વધીને 55297ના સ્તરે પહોંચી છે. 750 પ્યોરિટીવાળા સોનાની કિંમત 215 રૂપિયા વધીને 45276 રૂપિયા જોવા મળે છે. 585 પ્યોરિટીવાળા સોનાની કિંમત 168 રૂપિયા વધીને 35315 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો પર 378 રૂપિયા વધીને 74768ના સ્તર પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-