2 કેચ છોડવા વિરાટ કોહલીની ટીમને પડયાં મોંઘા, KKRના આ બે સ્પિનરોએ ખેલ પાડી દીધો !

Share this story

Dropping 2 catches cost Virat Kohli

  • કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડયા હતા અને બંને કેચ ટીમને ભારે પડયાં હતા.

IPL 2023એ તેની અડધી સફર પૂરી કરી લીધી છે એવામાં ગઈકાલની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) એ સતત 4 હાર બાદ તેમની પહેલી જીત નોંધાવી છે. કોલકતા ટીમે તેની 8મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રનથી હરાવ્યું હતું. જેમાં આરસીબીએ બે ખૂબ જ મહત્વપૂર્ણ કેચ છોડયા હતા અને બંને કેચ ટીમને ભારે પડયાં હતા.

નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું :

વાત એમ છે કે વિરાટ કોહલીફાફ ડુ પ્લેસિસની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હતી અને તેને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે પછી કોલકાતાની ટીમે પહેલા બેટિંગ કરતા 5 વિકેટે 200 રન બનાવ્યા જેમાં જેસન રોયે 29 બોલમાં 5 સિક્સર ફટકારી 56 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

આ સિવાય કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. તો વેંકટેશ અય્યરે 31 અને જગદીસને 27 રન બનાવ્યા હતા. એ ઇનિંગ દરમિયાન આરસીબી તરફથી વિજય કુમાર અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ લીધી હતી. એ મેચની આ ઇનિંગ રમતા નીતીશ રાણાને બે વખત જીવનદાન મળ્યું હતું.

બે કેચ ચૂકી RCB :

પહેલા ફાસ્ટ બોલર વિજય કુમારની 13મી ઓવરમાં ત્રીજા બોલ પર નીતિશ રાણાને જીવનદાન મળ્યું હતું. નીતિશે એરિયલ શોટ રમ્યો અને એ સમયે મોહમ્મદ સિરાજ બાઉન્ડ્રી પર હતો અનેએ તેની પાસે આસાન કેચની તક હતી પણ તે ચૂકી ગયો. એ સમયે નીતિશ 5 રન પર રમી રહ્યો હતો.

હર્ષલ પટેલે બીજું જીવન આપ્યું :

નીતીશે પ્રથમ જીવનદાન મેળવ્યા બાદ વધુ 43 રન બનાવ્યા હતા. નીતિશને 15મી ઓવરના 5માં બોલ પર બીજું જીવન મળ્યું. આ વખતે પણ નીતીશે એરિયલ શોટ રમ્યો હતો. ત્યારબાદ હર્ષલ પટેલ પાસે કેચ પકડવાની આસાન તક હતી પણ તે ચૂકી ગયો. આ દરમિયાન નીતિશ 19 રન પર રમી રહ્યો હતો આ સાથે જ 16મી ઓવરમાં મેક્સવેલ કેચ પકડવાની તક ચૂકી ગયો હતો.

આ પણ વાંચો :-