Home Blog Page 1099

Silver Kada Benefits : શું તમે પણ હાથમાં ચાંદીનું કડુ પહેરો છો ? તો આ વાત ખાસ જાણી લેજો

Silver Kada Benefits

  • Silver Kada Benefits Astrology : હાથમાં ચાંદીનું કડુ પહેરવાથી શુક્ર અને ચંદ્ર સાથે સંકળાયેલા ગ્રહ દોષ દૂર થાય છે.

વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Vedic Astrology) અનુસાર લોકો ગ્રહો અનુસાર રત્નો (Gems) અને ધાતુઓ ધારણ કરે છે. ઘણીવાર લોકો ચાંદીનું કડુ પહેરે છે. જોકે ઘણા લોકો સોના, તાંબુ, પિત્તળ, લોખંડ જેવી વિવિધ ધાતુઓના કડા પણ પહેરે છે. આ બધામાં ચાંદીનું કડું (Silver Kada) સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

જ્યોતિષમાં પણ તેના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. જો તમે પણ તમારા હાથમાં ચાંદીનું કડું પહેરો છો તો આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં જ્યોતિષશાસ્ત્રમાં ચાંદીની ધાતુને ચંદ્ર અને શુક્ર સાથે સંબંધિત માનવામાં આવે છે.

1. હાથમાં ચાંદીનું કડુ પહેરવાથી શુક્ર અને ચંદ્ર સંબંધિત ગ્રહ દોષ દૂર થાય છે. જો તમારી કુંડળીમાં આ ખામી છે તો તમારે પણ ચાંદીનું કડુ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ.

2. ચાંદીનું કડું પહેરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરમાં ક્યારેય આર્થિક તંગી રહેતી નથી. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારી પાસે પૈસાની અછત થતી નથી.

3. ચાંદી ઠંડક આપે છે. તે ચંદ્ર સાથે સંબંધિત છે. તેને પહેરવાથી મન શાંત અને એકાગ્ર બને છે. જો તમને ખૂબ ગુસ્સો આવતો હોય તો તમે ચાંદીનું કડું પહેરી શકો છો.

4. જ્યોતિષમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચાંદીને સકારાત્મક ઉર્જા વધારનારી ધાતુ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં હાથમાં ચાંદીનું કડુ અથવા બ્રેસલેટ પહેરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે.

5. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે. તો તમે જ્યોતિષની સલાહ લીધા પછી ચાંદીનું કડું પહેરી શકો છો.

આ પણ વાંચો :-

ગુજરાતના આ રમણીય સ્થળે ફરવા જાઓ તો ભૂલેચૂકે સેલ્ફી ન લેતા.. જાણો બીજા કયા સ્થળો પર છે પ્રતિબંધ !

0

If you go for a walk

  • Selfie ban in India : જ્યારે પણ તમે કોઈ સારી જગ્યાઓ જુઓ છો ત્યારે તમને તે જગ્યા તરત સેલ્ફીમાં કેદ કરવાનું મન થઈ જતું હોય છે. પરંતુ શું તમને  ખબર છે કે કેટલાક પ્રવાસન સ્થળો પર સેલ્ફી લેવાનું મોંધુ પડી શકે છે. કારણ કે ભારત સહિત દુનિયાભરમાં એવા અનેક લોકેશન છે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે.

જ્યારે પણ તમે કોઈ સારી જગ્યાઓ જુઓ છો ત્યારે તમને તે જગ્યા તરત સેલ્ફીમાં (Selfie) કેદ કરવાનું મન થઈ જતું હોય છે. પરંતુ શું તમને  ખબર છે કે કેટલાક પ્રવાસન સ્થળો પર સેલ્ફી (Selfie) લેવાનું મોંઘુ પડી શકે છે. કારણ કે ભારત સહિત દુનિયાભરમાં એવા અનેક લોકેશન છે જ્યાં સેલ્ફી (Selfie) લેવા પર પ્રતિબંધ છે. જો તમે આ નિયમનો ભંગ કરતા પકડાયા તો તમને 24 હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

ગુજરાત :

ગુજરાતમાં (Gujarat) ડાંગ જિલ્લામાં સાપુતારા (Saputara) હિલ સ્ટેશન પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. પબ્લિક નોટિફિકેશન મુજબ ટુરિસ્ટ પ્લેસમાં સેલ્ફી પર પ્રતિબંધ મૂકાયો છે. જેથી કરીને દુર્ઘટનાઓ પર કાબૂ મેળવી શકાય. ડાંગ જીલ્લામાંના એક માત્ર હિલ સ્ટેશન (Hill station) સાપુતારામાં ભારે પ્રમાણમાં પર્યટકો આવે છે. અહીંના સાપુતારા હિલ સ્ટેશન પર આવેલા વોટરફોલ પાસે સેલ્ફી લેવાની મનાઈ છે. જો સેલ્ફી લીધી તો તે અપરાધ ગણાશે.

ગોવા :

ગોવામાં અનેક મોત બાદ લોકલ ઓથોરિટીએ બીચ પર સેલ્ફી પર પ્રતિબંધ લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે ગોવાાં ભારતના મોટાભાગના હિસ્સાઓમાંથી લોકો પહોંચતા હોય છે. ત્યાંના સુંદર નજરાઓને કેમેરામાં કેદ કરવા માંગતા હોય છે. પરંતુ આ દુર્ઘટનાનું કારણ બની જતું હોય છે.

જાપાન રેલ નેટવર્ક :

જાપાનના પબ્લિક રેલવે નેટવર્કમાં સેલ્ફી લેવાની મનાઈ છે. ખાસ કરીને સેલ્ફી સ્ટિક તો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. કારણ કે સેલ્ફી સ્ટિકથી દુર્ઘટના ઘટી શકે છે.

સ્પેન :

સ્પેનની ફેમસ રનિંગ ઓફ ધ બુલ્સ ઈવેન્ટ દરમિયાન સેલ્ફી લેવાની મનાઈ છે. કારણ કે આ સાંઢોની રેસ દરમિયાન સેલ્ફી લેવા દરમિયાન દુર્ઘટના ઘટી શકે છે. જો તમે આ નિયમનો ભંગ કરશો તો તમારા પર 3305 ડોલર એટલે કે લગભગ 2.70 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો :-

 

ઐતિહાસિક : 1000મી મેચ બની યાદગાર ! IPLમાં આ ટીમોએ સર્જ્યો એવો રેકોર્ડ કે જાણી ચોંકી જશો

0

Historical

  • IPL 2023 ની 1000મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રમાઈ હતી. સાથે જ IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું. જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય.

IPL 2023 માં ગઈકાલે રવિવારે એટલે કે 30 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી અને આ મેચને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સાથે જ જણાવી દઈએ કે IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે એક જ દિવસમાં 4 વખત 200 કે તેથી વધુનો સ્કોર થયો હોય.

IPL ઈતિહાસની 1000મી મેચ મુંબઈ અને રાજસ્થાન વચ્ચે  :

ઉપરાંત ખાસ વાત એ છે કે આ IPL ઈતિહાસની 1000મી મેચ હતી. જણાવી દઈએ કે રવિવારે ડબલ હેડર રમાઈ હતી અને એ બીજી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાનની ટીમે 213 રનનો ટાર્ગેટ મુંબઈને આપ્યો હતો અને મુંબઈએ પણ સામે કાંટાની ટક્કર આપી હતી.

એ મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી. છેલ્લી ઓવરમાં મુંબઈની ટીમને જીતવા માટે 17 રનની જરૂર હતી અને એ સમયે ટિમ ડેવિડ અને તિલક વર્મા ક્રિઝ પર હતા અને રાજસ્થાનની ટીમ તરફથી કેરેબિયન ફાસ્ટ બોલર જેસન હોલ્ડર બોલિંગ કરી રહ્યા હતા. એ સમયે ચાહકોને પણ લાગ્યું કે આ મેચ રાજસ્થાન જીતશે પણ એવું થયું નહીં.

એ મેચમાં ટિમ ડેવિડે પોતાનું મન બનાવી લીધું અને હોલ્ડરની ઓવરના પહેલા 3 બોલમાં ત્રણ છગ્ગા ફટકારીને મેચ પલટી દીધી હતી. 213 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 4 વિકેટ ગુમાવીને 19.3 ઓવરમાં 214 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો :-

Sunroof : ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ ! જાણો છે તેનો અસલી ઉપયોગ

Sunroof

  • Purpose Of Sunroof : આજકાલ કારમાં સનરૂફ ખૂબ જ ડિમાન્ડ ફીચર બની ગયું છે, તે કારના વેચાણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રાહકો માટે કાર પસંદ કરવામાં સનરૂફ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે કામ કરે છે.

આજકાલ કારમાં સનરૂફ (Sunroof) ખૂબ જ ડિમાન્ડ ફીચર બની ગયું છે. તે કારના વેચાણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રાહકો માટે કાર પસંદ કરવામાં સનરૂફ (Sunroof) એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે કામ કરે છે. પરંતુ, ઘણા લોકો સનરૂફના યોગ્ય ઉપયોગ વિશે જાણતા નથી.

તેઓ તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે. તમે ઘણા લોકોને સનરૂફમાંથી કૂદતા અને મસ્તી કરતા જોયા હશે. ઘણી વખત તમે બાળકોને ચાલતી કારના સનરૂફમાંથી બહાર ડોકિયું કરતા અને મસ્તી કરતા જોયા હશે. પરંતુ શું આ હેતુ માટે કારમાં સનરૂફ આપવામાં આવે છે ? ના ચાલો તમને તેના સાચા ઉપયોગ વિશે જણાવીએ.

કારમાં સનરૂફનો સાચો ઉપયોગ ?

  • વધુ કુદરતી પ્રકાશ માટે તમે સનરૂફનો ઉપયોગ કરી શકો છો. આ કારની અંદર વધુ કુદરતી પ્રકાશ લાવવામાં મદદ કરી શકે છે. જો તમારી કારમાં સનરૂફ છે. તો તમે તેની સાથે કારની અંદર વધુ કુદરતી પ્રકાશ મેળવી શકો છો, જ્યારે ફક્ત બારીના કાચ અંદર આટલો પ્રકાશ આવવા દેતા નથી.
  • સનરૂફની મદદથી કારને ઝડપથી ઠંડી કરી શકાય છે. જો તમારી કાર તડકામાં ઉભી હોય. તો થોડીવાર માટે સનરૂફ ખોલવાથી ઝડપથી કારની ગરમી બહાર નીકળી જાય છે કારણ કે તે કારની બરાબર ઉપર છે અને જ્યારે એસી ચાલુ કરવામાં આવે છે. ત્યારે ગરમીની હવા ઉપરની તરફ જાય છે. તેથી તે કારમાંથી બહાર નીકળી જાય છે.
  • સનરૂફ ટૂંક સમયમાં બહાર આવશે. કારમાં સનરૂફ રાખવાથી તમને ઓપન ફીલ મળે છે. આનાથી કારની કેબિન વધુ જગ્યા ધરાવતી લાગે છે કારણ કે કેબિનમાં વધુ પ્રકાશ પ્રવેશે છે અને તમે સનરૂફ ગ્લાસ દ્વારા આકાશ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો :-

Online Food Order કરનારા માટે ખરાબ સમાચાર ! ચૂકવવા પડશે વધુ રૂપિયા, જાણો કારણ

0

Online Food Order

  • સ્વિગીનું કહેવું છે કે આ પગલું તેમના રાજસ્વમાં સુધાર અને ખર્ચને ઓછો કરવાના પ્રયાસનો ભાગ છે. જે ખાદ્ય વિતરણ વ્યવસાયમાં મંદીથી પ્રભાવિત થયો છે. આ વધારાના ચાર્જને સ્વિગીએ શરૂઆતમાં બેંગ્લુરુ અને હૈદરાબાદના યૂઝર્સ માટે શરૂ કર્યો હતો.

સ્વિગીએ (Swiggy) હાલમાં જ એક અપડેટ કર્યું છે જે મુજબ તેણે પ્રતિ ઓર્ડર 2 રૂપિયાનું ‘પ્લેટફોર્મ શુલ્ક’ વસૂલવાનું શરૂ કરી દીધુ છે. જેનો અર્થ એ છે કે જ્યારે તમે સ્વિગીથી ખાવાનું ઓર્ડર (Order Food) કરશો તો તમારા કોર્ટમાં પાંચ આઈટમ હોય કે ફક્ત એક આઈટમ પણ તમારી પાસેથી આ ચાર્જ વસૂલવામાં આવશે. આ ચાર્જ તમારા ઓર્ડરની માત્રા કે કાર્ટના મૂલ્યના આધારે નહીં વધે.

સ્વિગીનું કહેવું છે કે આ પગલું તેમના રાજસ્વમાં સુધાર અને ખર્ચને ઓછો કરવાના પ્રયાસનો ભાગ છે. જે ખાદ્ય વિતરણ વ્યવસાયમાં મંદીથી પ્રભાવિત થયો છે. આ વધારાના ચાર્જને સ્વિગીએ શરૂઆતમાં બેંગ્લુરુ અને હૈદરાબાદના યૂઝર્સ માટે શરૂ કર્યો હતો. પરંતુ હવે મુંબઈ અને દિલ્હી જેવા પ્રમુખ શહેરોમાં પણ લાગૂ કરવામાં આવી રહ્યો છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ચાર્જ ફક્ત ખાવાના ઓર્ડર પર લગાવવામાં આવે છે. ક્વિક-કોમર્સ કે ઈન્સ્ટામાર્ટ ઓર્ડર પર નહીં.

સ્વિગીના સીઈઓ અને સહ સંસ્થાપક શ્રીહર્ષ મજેટીએ ડિલિવરી કારોબારમાં મંદી માટે પ્લેટફોર્મ શુલ્કની શરૂઆતને જવાબદાર ઠેરવી છે. જેણે કંપનીના વિકાસ દરને પ્રભાવિત કર્યો છે.

અત્રે જણાવવાનું કે આ રકમ યૂઝર માટે ઓછી હોઈ શકે છે પરંતુ તેનાથી કંપનીને ખુબ ફાયદો થવાનો છે. અત્રે જણાવવાનું કે દરરોજ 1.5 મિલિયનથી વધુ ઓર્ડર ડિલિવર થાય છે. સ્વિગીના સ્પર્ધક એવા ઝોમેટોએ પણ ઉદ્યોગ-વ્યાપી મંદીના પ્રભાવનો સામનો કરવો પડી રહ્યો છે.

ઝોમેટોના સીએફઓ અક્ષત ગોયલે કંપનીના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામોમાં તેનો ઉલ્લેખ પણ કર્યો છે અને કહ્યું કે આ વલણ સમગ્ર દેશમાં જોવા મળ્યું છે. પરંતુ ટોચના આઠ શહેરોમાં આવું વધુ જોવા મળ્યું છે. જો કે ઝોમેટોએ હજુ સુધી કોઈ પ્લેટફોર્મ ફીની જાહેરાત કરી નથી.

આ પણ વાંચો :-

એક-બે નહીં 6-6 મેચમાં સાવ ફ્લોપ પ્રદર્શન, IPLમાંથી થયો બહાર આ ખેલાડી

0

Not one or two

  • અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. ફ્લોપ પ્રદર્શન કરવાને કારણે આ પ્લેયર હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian Cricket Team) શાનદાર પ્રદર્શન કરીને નાની ઉંમરે જ પોતાની અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. આ યુવા ઓપનરે ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર સદી ફટકારી હતી અને વન ડે મેચમાં તથા T20 મેચમાં રમી ચૂકેલ પૃથ્વી શો (Prithvi Show) હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

IPL માટે પૃથ્વી શોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્લેયર માનવામાં આવી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમનાર આ યુવા ઓપનર પાસેથી શાનદાર ઈનિંગની આશા કરવામાં આવી રહી હતી. પરંતુ મેદાન પર કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી. પૃથ્વી શો ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થયા છે અને હાથમાં આવેલ તક ગુમાવી દીધી છે.

ઘરેલુ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી પૃથ્વી શોને ભારતીય ટીમમાં પરત આવવાનો મોકો આપવામાં આવ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યા પછી આ ઓપનર પાસે IPLમાં રમવા માટેની શાનદાર તક હતી. 6 મેચમાં ફ્લોપ થયા પછી દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાની પણ તક ગુમાવી દીધી છે.

પૃથ્વી શોએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆતની 6 મેચમાં સૌથી વધુ 15 રન કર્યા છે. બે મેચમાં એક પણ રન કર્યા વગર પરત આવ્યા છે અને કેપ્ટનનો ભરોસો પણ ગુમાવી દીધો છે. સતત ખરાબ પ્રદર્શન કરવાને કારણે રિકી પોન્ટિંગે પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. 6 મેચમાં માત્ર 47 રન કરીને ટીમને નિરાશ કરી દીધી છે.

પૃથ્વી શોએ આ સીઝનની પહેલી મેચમાં લખનઉ સામે માત્ર 12 રન કર્યા હતા. ત્યાર પછી ગુજરાત સામે 7 રન કરીને પરત ફર્યા હતા અને રાજસ્થાન સામેની મેચમાં એક પણ રન કરી શક્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામે 15 રન કર્યા અને પછી બેંગ્લોર સામેની મેચમાં એકપણ રન કર્યા વગર પરત આવ્યા હતા. કોલકત્તા સામેની મેચમાં 13 રનની ઈનિંગ રમ્યા પછી કોચ અને કેપ્ટને પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

કિંગ ચાર્લ્સના ‘રાજતિલક’માં ભારતમાંથી આ એકમાત્ર સેલિબ્રિટીને આમંત્રણ, રાજકુમાર સાથે પણ કરશે મુલાકાત

Sonam Kapoor

  • સોનમ કપૂર કિંગ ચાર્લ્સ થર્ડના રાજતિલકમાં હાજર રહેશે. સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં ફિલ્મોમાં જોવા નથી મળી રહી. પરંતુ પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. 7 મેના રોજ કિંગ ચાર્લ્સ થર્ડનો (King Charles the Third) રાજતિલક થશે. જેમાં સોનમ કપૂર  શામેલ થશે. આ સમારોહનું લંડનમાં (London) આયોજન થશે. જેમાં ટોમ ક્રૂઝ અને તેટી પરી જેવી સેલિબ્રિટીઝની સાથે સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

કિંગ ચાર્લ્સ થર્ડની રાજતિલકમાં શામેલ થશે સોનમ કપૂર :

પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર સોનમ કપૂર આ રાજતિલક ઈવેન્ટમાં કોમનવેલ્થ વર્ચ્યુઅલ ક્વાયરનો પરિચય આપશે. પહેલી વાર કોઈ અભિનેત્રી રોયલ ફેમિલીના ઉત્સવમાં શામેલ થશે. આ ઈવેન્ટમાં સિંગ કેટી પેરી અને લિયોનેલ રિચી શામેલ થશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બંને સેલિબ્રિટીઝ ગેસ્ટ ઈવેન્ટનો ભાગ બનશે. જેમાં ટોમ ક્રૂઝ પણ હાજર રહેશે. તેઓ પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા.

6થી 8મે સુધી ભવ્ય સમારોહ :

ડાઉટન એબે અને પેડિંગટન સ્ટાર હ્યૂગ બોનેવિલે રાજતિલક સમારોહની મેજબાની કરશે. તાજેતરમાં એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવ્યું હતું કે, ‘બકિંઘમ પેલેસ ઔપચારિક ઉત્સવ અને સામુદાયિક કાર્યક્રમ વિશે વધુ જાણકારી આપતા ખુશી થઈ રહી છે. જે 6થી 8 મે 2023 સુધી ચાલશે.’

આ પણ વાંચો :-

 

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે એક ખાસ ભેટ

0

A special gift will be given

  • Ambaji Temple : અંબાજી મંદિર તરફથી લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને માના આશીર્વાદ રૂપે કીટ આપવામાં આવશે. આ કીટ ખાસ હશે.

યાત્રાધામ અંબાજી (Ambaji Temple) ખાતે વર્ષે સવા કરોડથી વધુ માઈ ભક્તો દર્શનાર્થે પધારે છે. અંબાજી ખાતેની સુખ સુવિધાઓમાં વધારો થતાં યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. માના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા કંકોત્રી માતાજીના ભંડારમાં પધરાવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક મા જગદંબાના ચરણોમાં પોતાના ઘરના શુભ પ્રસંગોએ મા જગદંબાને આમંત્રિત કરે છે.

માતાજીને અર્પણ કરાયેલી લગ્ન પત્રિકાને ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઈન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં આપેલી કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોંધણી કરવામાં આવશે. મા જગદંબાના શુભાશિષ રૂપે અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીના આશીર્વાદ યાત્રાળુઓને પ્રાપ્ત થાય તે હેતુથી શુભેચ્છા કીટ આપવામાં આવશે.

આ કીટમાં નવદંપતીને આશીર્વાદ રૂપ માતાજીને ચડાવેલ કંકુ, રક્ષા પોટલી, પ્રસાદ, માતાજીનું સ્મૃતિચિન્હનો સમાવેશ કરવામાં આવશે. જગતજનની મા જગદંબા શ્રદ્ધાળુઓના માંગલિક શુભ પ્રસંગે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય અર્પે તેવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવશે. આ શુભેચ્છા કીટ માતાજીના આશીર્વાદ રૂપે તા. 01/05/2023થી માઈ ભક્તોને ઉપલબ્ધ થશે. એમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :-

વૈશાખમાં આવેલા માવઠાએ તો ભારે કરી, અમરેલીની ગલીઓમાં પૂર જેવું પાણી વહ્યું

0

The torrential downpour

  • Gujarat Weather Today : ગુજરાતના 51 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ. સૌથી વધુ તાપીના વાલોદમાં એક ઈંચ વરસ્યો. અમરેલીમાં વરસાદી પાણીમાં ટ્રક ફસાતાં 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા.

રવિવારે ગુજરાતના 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના (Tapi) વાલોડમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ ખાબક્યો. તો જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડયો. પરંતું આ વચ્ચે અમરેલી જિલ્લો ચર્ચામાં આવ્યો. અમરેલીની ગલીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. અમરેલીમાં (Amreli) વરસાદી પાણીમાં ટ્રક ફસાતા 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા.

પરંતુ માવઠું હવે જતુ રહેશે એવુ ન વિચારતા. 2 મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ફરી આવશે. આ માટે ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના અપાઈ છે.

ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં 3 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જેને લઈને બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં એક ટ્રક તણાઈ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે.

રાજ્ય પર હજુ પણ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. 2 મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. ખેડૂતો માટે હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરી કરે છે. જેમાં કહ્યું છે કે, પવન સાથે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના છે.

આ પણ વાંચો :-

New phone launch in May 2023 : નવો ફોન લેવાનો છે પ્લાન તો મેં મહીનામાં લોન્ચ થઈ રહ્યા છે આ 6 ધાંસૂ સ્માર્ટફોન

New phone launch in May 2023 : નવો ફોન લેવાનો છે પ્લાન તો મેં મહીનામાં લોન્ચ થઈ રહ્યા છે આ 6 ધાંસૂ સ્માર્ટફોન

  • Upcoming Smartphones : જો તમે તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવા માંગો છો, તો તમે આ વિકલ્પોમાંથી એક વિકલ્પ જરૂર પસંદ કરી શકો.

જો તમે સેમસંગ, ગૂગલ પિક્સેલ (Google Pixel), વનપ્લસ અને રિયલમી જેવી પ્રીમિયમ અને લોકપ્રિય બ્રાન્ડસનો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આ મે મહિનો તમારા માટે ખૂબ જ સારો છે. તેની પાછળનું કારણ એ છે કે આ મહિનામાં મોટી બ્રાન્ડસ તેના નવા સ્માર્ટફોન (Smartphone) માર્કેટમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આજે અમે તમારા માટે આ સ્માર્ટફોન્સની વિગતો લઈને આવ્યા છીએ.

Google Pixel Fold અને Pixel 7a : 10 મે, 2023 ના રોજ Google I/O 2023 ઇવેન્ટમાં બે નવા Google Pixel ફોન વર્ઝન લોન્ચ થવાની સંભાવના છે.

Pixel 7a : આ નવો સ્માર્ટફોન મોટા 6.1-ઈંચ AMOLED ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. તેમાં 4500 mAhની પાવરફુલ બેટરી હશે. Pixel 7a માં Sony IMX787 લેન્સ સાથે 64MP OIS કેમેરા છે. ફોનમાં ટેન્સર G2 ચિપસેટ છે. ભારતમાં Google Pixel 7A ની કિંમત 45,990 રૂપિયા હોઈ શકે છે.

Pixel Fold : Google Pixel Fold સ્માર્ટફોન 10 મેના રોજ લોન્ચ થવાની શક્યતા છે. આ ગૂગલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે અને યુઝર્સને આ સ્માર્ટફોનથી ઘણી આશાઓ છે. અહેવાલ અનુસાર, Pixel Foldમાં 5.8-ઈંચ કવર ડિસ્પ્લે અને 7.69- ઈંચની ઈનર ડિસ્પ્લે હશે. તે 12GB રેમ અને 256GB ઈન્ટરનલ મેમરી સાથે આવશે. Pixel Foldની કિંમત ભારતમાં 145,690 રૂપિયા હોઈ શકે છે.

Samsung Galaxy F54 : Samsung Galaxy F54 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી સાથે આવશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, Exynos s5e8835 પ્રોસેસર અને 108 MP પ્રાઈમરી કેમેરા સાથે 6.7-ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. ભારતમાં Samsung Galaxy F54ની કિંમત 24,990 રૂપિયા હોઈ શકે છે.

Oneplus Nord 3 : ભારતમાં મે મહિનામાં લોન્ચ થનારો બીજો મિડ-રેન્જ સ્માર્ટફોન OnePlus Nord 3 છે. આ સ્માર્ટફોનમાં 6.7-ઈંચ 1.5K AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ મળી શકે છે. સાથે જ તેમાં 5,000mAh બેટરી હશે અને તે 80W ફાસ્ટ ચાર્જર સાથે આવશે. ભારતમાં OnePlus Nord 2 ની કિંમત 27,999 રૂપિયા હોઈ શકે છે

આ પણ વાંચો :-