Home Blog Page 1098

એક-બે નહીં 6-6 મેચમાં સાવ ફ્લોપ પ્રદર્શન, IPLમાંથી થયો બહાર આ ખેલાડી

0

Not one or two

  • અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. ફ્લોપ પ્રદર્શન કરવાને કારણે આ પ્લેયર હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં (Indian Cricket Team) શાનદાર પ્રદર્શન કરીને નાની ઉંમરે જ પોતાની અલગ ઓળખ ઊભી કરનાર યુવા ઓપનરે પોતાના જ પગ પર કુહાડી મારી છે. આ યુવા ઓપનરે ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર સદી ફટકારી હતી અને વન ડે મેચમાં તથા T20 મેચમાં રમી ચૂકેલ પૃથ્વી શો (Prithvi Show) હાલમાં ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

IPL માટે પૃથ્વી શોને ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્લેયર માનવામાં આવી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) તરફથી રમનાર આ યુવા ઓપનર પાસેથી શાનદાર ઈનિંગની આશા કરવામાં આવી રહી હતી. પરંતુ મેદાન પર કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી. પૃથ્વી શો ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થયા છે અને હાથમાં આવેલ તક ગુમાવી દીધી છે.

ઘરેલુ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી પૃથ્વી શોને ભારતીય ટીમમાં પરત આવવાનો મોકો આપવામાં આવ્યો હતો. પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવ્યા પછી આ ઓપનર પાસે IPLમાં રમવા માટેની શાનદાર તક હતી. 6 મેચમાં ફ્લોપ થયા પછી દિલ્હી કેપિટલ્સ તરફથી રમવાની પણ તક ગુમાવી દીધી છે.

પૃથ્વી શોએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની શરૂઆતની 6 મેચમાં સૌથી વધુ 15 રન કર્યા છે. બે મેચમાં એક પણ રન કર્યા વગર પરત આવ્યા છે અને કેપ્ટનનો ભરોસો પણ ગુમાવી દીધો છે. સતત ખરાબ પ્રદર્શન કરવાને કારણે રિકી પોન્ટિંગે પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધા છે. 6 મેચમાં માત્ર 47 રન કરીને ટીમને નિરાશ કરી દીધી છે.

પૃથ્વી શોએ આ સીઝનની પહેલી મેચમાં લખનઉ સામે માત્ર 12 રન કર્યા હતા. ત્યાર પછી ગુજરાત સામે 7 રન કરીને પરત ફર્યા હતા અને રાજસ્થાન સામેની મેચમાં એક પણ રન કરી શક્યા નથી. મુંબઈ ઈન્ડિયન્સ સામે 15 રન કર્યા અને પછી બેંગ્લોર સામેની મેચમાં એકપણ રન કર્યા વગર પરત આવ્યા હતા. કોલકત્તા સામેની મેચમાં 13 રનની ઈનિંગ રમ્યા પછી કોચ અને કેપ્ટને પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :-

કિંગ ચાર્લ્સના ‘રાજતિલક’માં ભારતમાંથી આ એકમાત્ર સેલિબ્રિટીને આમંત્રણ, રાજકુમાર સાથે પણ કરશે મુલાકાત

Sonam Kapoor

  • સોનમ કપૂર કિંગ ચાર્લ્સ થર્ડના રાજતિલકમાં હાજર રહેશે. સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) હાલમાં ફિલ્મોમાં જોવા નથી મળી રહી. પરંતુ પર્સનલ લાઈફના કારણે હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. 7 મેના રોજ કિંગ ચાર્લ્સ થર્ડનો (King Charles the Third) રાજતિલક થશે. જેમાં સોનમ કપૂર  શામેલ થશે. આ સમારોહનું લંડનમાં (London) આયોજન થશે. જેમાં ટોમ ક્રૂઝ અને તેટી પરી જેવી સેલિબ્રિટીઝની સાથે સોનમ કપૂર એક માત્ર ભારતીય સેલબ્રિટી તરીકે શામેલ થશે.

કિંગ ચાર્લ્સ થર્ડની રાજતિલકમાં શામેલ થશે સોનમ કપૂર :

પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર સોનમ કપૂર આ રાજતિલક ઈવેન્ટમાં કોમનવેલ્થ વર્ચ્યુઅલ ક્વાયરનો પરિચય આપશે. પહેલી વાર કોઈ અભિનેત્રી રોયલ ફેમિલીના ઉત્સવમાં શામેલ થશે. આ ઈવેન્ટમાં સિંગ કેટી પેરી અને લિયોનેલ રિચી શામેલ થશે, તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બંને સેલિબ્રિટીઝ ગેસ્ટ ઈવેન્ટનો ભાગ બનશે. જેમાં ટોમ ક્રૂઝ પણ હાજર રહેશે. તેઓ પ્રિન્સેસ ડાયનાના અંતિમ સંસ્કારમાં જોવા મળ્યા હતા.

6થી 8મે સુધી ભવ્ય સમારોહ :

ડાઉટન એબે અને પેડિંગટન સ્ટાર હ્યૂગ બોનેવિલે રાજતિલક સમારોહની મેજબાની કરશે. તાજેતરમાં એક પ્રેસ રિલીઝના માધ્યમથી જણાવ્યું હતું કે, ‘બકિંઘમ પેલેસ ઔપચારિક ઉત્સવ અને સામુદાયિક કાર્યક્રમ વિશે વધુ જાણકારી આપતા ખુશી થઈ રહી છે. જે 6થી 8 મે 2023 સુધી ચાલશે.’

આ પણ વાંચો :-

 

અંબાજી મંદિરમાં હવેથી લગ્નની કંકોત્રી આપનાર નવદંપતીને મળશે એક ખાસ ભેટ

0

A special gift will be given

  • Ambaji Temple : અંબાજી મંદિર તરફથી લગ્ન કંકોત્રી ચઢાવનાર નવદંપતીને માના આશીર્વાદ રૂપે કીટ આપવામાં આવશે. આ કીટ ખાસ હશે.

યાત્રાધામ અંબાજી (Ambaji Temple) ખાતે વર્ષે સવા કરોડથી વધુ માઈ ભક્તો દર્શનાર્થે પધારે છે. અંબાજી ખાતેની સુખ સુવિધાઓમાં વધારો થતાં યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. માના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પોતાના ઘરે કોઈ શુભ પ્રસંગ કે લગ્ન પ્રસંગ હોય તો માતાજીને પોતાના પ્રસંગમાં આમંત્રણ આપવા કંકોત્રી માતાજીના ભંડારમાં પધરાવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક મા જગદંબાના ચરણોમાં પોતાના ઘરના શુભ પ્રસંગોએ મા જગદંબાને આમંત્રિત કરે છે.

માતાજીને અર્પણ કરાયેલી લગ્ન પત્રિકાને ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર પાછળ ટેમ્પલ ઈન્સ્પેક્ટર કચેરી ખાતે રૂબરૂમાં સ્વીકારવામાં આવશે. રૂબરૂમાં આપેલી કંકોત્રીની અંબાજી મંદિર ખાતે નોંધણી કરવામાં આવશે. મા જગદંબાના શુભાશિષ રૂપે અંબાજી ટ્રસ્ટ દ્વારા માતાજીના આશીર્વાદ યાત્રાળુઓને પ્રાપ્ત થાય તે હેતુથી શુભેચ્છા કીટ આપવામાં આવશે.

આ કીટમાં નવદંપતીને આશીર્વાદ રૂપ માતાજીને ચડાવેલ કંકુ, રક્ષા પોટલી, પ્રસાદ, માતાજીનું સ્મૃતિચિન્હનો સમાવેશ કરવામાં આવશે. જગતજનની મા જગદંબા શ્રદ્ધાળુઓના માંગલિક શુભ પ્રસંગે સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્ય અર્પે તેવી અભ્યર્થના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવશે. આ શુભેચ્છા કીટ માતાજીના આશીર્વાદ રૂપે તા. 01/05/2023થી માઈ ભક્તોને ઉપલબ્ધ થશે. એમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો :-

વૈશાખમાં આવેલા માવઠાએ તો ભારે કરી, અમરેલીની ગલીઓમાં પૂર જેવું પાણી વહ્યું

0

The torrential downpour

  • Gujarat Weather Today : ગુજરાતના 51 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ. સૌથી વધુ તાપીના વાલોદમાં એક ઈંચ વરસ્યો. અમરેલીમાં વરસાદી પાણીમાં ટ્રક ફસાતાં 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા.

રવિવારે ગુજરાતના 51 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના (Tapi) વાલોડમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ ખાબક્યો. તો જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડયો. પરંતું આ વચ્ચે અમરેલી જિલ્લો ચર્ચામાં આવ્યો. અમરેલીની ગલીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. અમરેલીમાં (Amreli) વરસાદી પાણીમાં ટ્રક ફસાતા 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા.

પરંતુ માવઠું હવે જતુ રહેશે એવુ ન વિચારતા. 2 મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ફરી આવશે. આ માટે ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના અપાઈ છે.

ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં 3 ઈંચથી વધુ વરસાદ પડયો છે. જેને લઈને બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેમાં એક ટ્રક તણાઈ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે.

રાજ્ય પર હજુ પણ માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. 2 મેથી ફરી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગાજવીજ સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. ખેડૂતો માટે હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરી કરે છે. જેમાં કહ્યું છે કે, પવન સાથે વરસાદથી પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સાવચેતી માટે વિશેષ પગલા લેવા સૂચના છે.

આ પણ વાંચો :-

New phone launch in May 2023 : નવો ફોન લેવાનો છે પ્લાન તો મેં મહીનામાં લોન્ચ થઈ રહ્યા છે આ 6 ધાંસૂ સ્માર્ટફોન

New phone launch in May 2023 : નવો ફોન લેવાનો છે પ્લાન તો મેં મહીનામાં લોન્ચ થઈ રહ્યા છે આ 6 ધાંસૂ સ્માર્ટફોન

  • Upcoming Smartphones : જો તમે તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવા માંગો છો, તો તમે આ વિકલ્પોમાંથી એક વિકલ્પ જરૂર પસંદ કરી શકો.

જો તમે સેમસંગ, ગૂગલ પિક્સેલ (Google Pixel), વનપ્લસ અને રિયલમી જેવી પ્રીમિયમ અને લોકપ્રિય બ્રાન્ડસનો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આ મે મહિનો તમારા માટે ખૂબ જ સારો છે. તેની પાછળનું કારણ એ છે કે આ મહિનામાં મોટી બ્રાન્ડસ તેના નવા સ્માર્ટફોન (Smartphone) માર્કેટમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. આજે અમે તમારા માટે આ સ્માર્ટફોન્સની વિગતો લઈને આવ્યા છીએ.

Google Pixel Fold અને Pixel 7a : 10 મે, 2023 ના રોજ Google I/O 2023 ઇવેન્ટમાં બે નવા Google Pixel ફોન વર્ઝન લોન્ચ થવાની સંભાવના છે.

Pixel 7a : આ નવો સ્માર્ટફોન મોટા 6.1-ઈંચ AMOLED ડિસ્પ્લે અને 90Hz રિફ્રેશ રેટ સાથે આવી શકે છે. તેમાં 4500 mAhની પાવરફુલ બેટરી હશે. Pixel 7a માં Sony IMX787 લેન્સ સાથે 64MP OIS કેમેરા છે. ફોનમાં ટેન્સર G2 ચિપસેટ છે. ભારતમાં Google Pixel 7A ની કિંમત 45,990 રૂપિયા હોઈ શકે છે.

Pixel Fold : Google Pixel Fold સ્માર્ટફોન 10 મેના રોજ લોન્ચ થવાની શક્યતા છે. આ ગૂગલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે અને યુઝર્સને આ સ્માર્ટફોનથી ઘણી આશાઓ છે. અહેવાલ અનુસાર, Pixel Foldમાં 5.8-ઈંચ કવર ડિસ્પ્લે અને 7.69- ઈંચની ઈનર ડિસ્પ્લે હશે. તે 12GB રેમ અને 256GB ઈન્ટરનલ મેમરી સાથે આવશે. Pixel Foldની કિંમત ભારતમાં 145,690 રૂપિયા હોઈ શકે છે.

Samsung Galaxy F54 : Samsung Galaxy F54 8GB રેમ અને 128GB ઇન્ટરનલ મેમરી સાથે આવશે. તેમાં 120Hz રિફ્રેશ રેટ, Exynos s5e8835 પ્રોસેસર અને 108 MP પ્રાઈમરી કેમેરા સાથે 6.7-ઇંચની ફુલ HD+ સુપર AMOLED ડિસ્પ્લે હોવાની શક્યતા છે. ભારતમાં Samsung Galaxy F54ની કિંમત 24,990 રૂપિયા હોઈ શકે છે.

Oneplus Nord 3 : ભારતમાં મે મહિનામાં લોન્ચ થનારો બીજો મિડ-રેન્જ સ્માર્ટફોન OnePlus Nord 3 છે. આ સ્માર્ટફોનમાં 6.7-ઈંચ 1.5K AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ મળી શકે છે. સાથે જ તેમાં 5,000mAh બેટરી હશે અને તે 80W ફાસ્ટ ચાર્જર સાથે આવશે. ભારતમાં OnePlus Nord 2 ની કિંમત 27,999 રૂપિયા હોઈ શકે છે

આ પણ વાંચો :-

 

આટલા દિવસે પાણીની બોટલ સાફ નહીં કરો તો પડશો બીમાર, જાણો બોટલ સાફ કરવાની રીત

Plastic Water Bottle

  • How To Clean The Plastic Water Bottle : લાંબા સમય સુધી એક જ પાણીની બોટલનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા ધીમે ધીમે વધવા લાગે છે. જેની આપણા શરીર પર પણ ખરાબ અસર પડે છે. તેવામાં પ્રશ્ન થાય કે પાણીની બોટલને કેવી રીતે સાફ કરવી જેથી તેને બેક્ટેરિયાને દુર કરી શકાય.

પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પાણીની બોટલમાં (Water Bottle) થોડા સમયમાં ગંદકી જામવા લાગે છે. તેવામાં જો તમે પાણીની બોટલને (Water Bottle) યોગ્ય સમયે અને યોગ્ય રીતે સાફ કરતા નથી તો તેમાં એવા બેક્ટેરિયા વધી જાય છે જે તમને બીમાર કરી શકે છે.

જી હાં લાંબા સમય સુધી એક જ પાણીની બોટલનો ઉપયોગ કરવાથી તેમાં રહેલા બેક્ટેરિયા ધીમે ધીમે વધવા લાગે છે જેની આપણા શરીર પર પણ ખરાબ અસર પડે છે. તેવામાં પ્રશ્ન થાય કે પાણીની બોટલને કેવી રીતે સાફ કરવી જેથી તેને બેક્ટેરિયાને દુર કરી શકાય.

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર પાણીની બોટલને દરરોજ સાફ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે લાંબા સમય સુધી બોટલ સાફ કરતાં નથી તો બોટલમાં રાખેલા પાણીમાંથી અલગ પ્રકારની ગંધ આવવા લાગે અને પાણીનો સ્વાદ પણ બદલાય જાય છે. આવું થાય તો તુરંત બોટલ બદલી દેવી. આ સિવાય જો તમે બોટલને નિયમિત સાફ કરવાનું રાખશો તો તે સ્વાસ્થ્ય માટે સારું છે.

જ્યારે પણ તમે એક જ પાણીની બોટલનો ઉપયોગ કરો છો ત્યારે તેમાં તળિયે મેલ જામે છે. બોટલ ઉપરથી તો બરાબર સાફ થઈ જાય છે પરંતુ જો તમારે બોટલનું તળિયું સાફ કરવું હોય તો લાંબા બ્રશની મદદ લેવી. જેની મદદથી તમે બોટલના નીચેના ભાગને આરામથી સાફ કરી શકો છો.

બોટલ સાફ કરવા માટે અલગ અલગ ટેબલેટ પણ મળે તેનો ઉપયોગ કરીને બોટલને બેક્ટેરિયા ફ્રી કરી શકો છો. આવી ટેબલેટને બોટલમાં મૂકીને આખી રાત રહેવા દેવી અને પછી સવારે બોટલને બ્રશ વડે સાફ કરી લેવી.

આ પણ વાંચો :- 

WTC Final પહેલાં ગંભીર રીતે ઘાયલ થયો ભારતનો આ ખતરનાક ખેલાડી ? કરોડો ચાહકો ચિંતામાં

0

WTC Final

  • WTC Final 2023 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે.

ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન સુધી રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur) આ દિવસોમાં આઈપીએલ 2023માં બોલિંગ નથી કરી રહ્યો. ત્યારબાદ તેની ઈજાને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

ભારતનો આ ખતરનાક ખેલાડી WTC ફાઈનલ પહેલા ઘાયલ થયો હતો?

શનિવારે ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની સાત વિકેટની હાર દરમિયાન ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર આપવામાં આવી ન હતી. જેના કારણે તેની ફિટનેસ વિશે અટકળો શરૂ થઈ હતી પરંતુ ટીમના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે કહ્યું કે ફિટનેસ કોઈ મુદ્દો નથી.

ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર :

ગુરબાઝે કહ્યું, ‘કોચ અને ટીમ મેનેજમેન્ટ આ વિશે મારા કરતાં વધુ સારી રીતે જાણે છે. હું આ વિશે કશું કહી શકું તેમ નથી. કદાચ આ કોઈ ખાસ રણનીતિ છે. શાર્દુલ ઠાકુરને ટીમ ઈન્ડિયાનો સૌથી ઘાતક હથિયાર માનવામાં આવે છે. શાર્દુલ ઠાકુર શાર્પ સ્વિંગ બોલિંગ સાથે તોફાની બેટિંગમાં માહેર છે.

શાર્દુલ ઠાકુરે ભારત માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 27 વિકેટ ઝડપી છે. શાર્દુલ ઠાકુરના નામે 35 વનડેમાં 50 વિકેટ અને 25 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં 33 વિકેટ લેવાનો રેકોર્ડ છે. શાર્દુલ ઠાકુર પણ નીચલા ક્રમમાં તોફાની બેટિંગ કરે છે.

આ પણ વાંચો :-

જ્યાં દેશ માટે શહીદ થયા હતા પતિ, પત્નીને ત્યાં મળ્યું સેનામાં પોસ્ટિંગ 

0

Where the husband and wife

  • Lieutenant Rekha Singh : ગલવાન ઘાટીમાં જૂન 2020માં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા નાયક દીપક સિંહની પત્ની રેખા સિંહને લેફ્ટિનેન્ટ તરીકે શનિવારે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.

ગલવાન ઘાટીમાં (Galwan Ghati) જૂન 2020માં ચીની સૈનિકો (Chinese soldiers) સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા નાયક દીપક સિંહની પત્ની રેખા સિંહને લેફ્ટિનેન્ટ તરીકે શનિવારે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.

અધિકારીઓ પ્રમાણે રેખા સિંહ (29) ને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાજર ફ્રન્ટ લાઇન એકમમાં તૈનાત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ સિંહે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA)માં તેમની એક વર્ષની તાલીમ પૂર્ણ કરી છે અને તેમને આર્મી ઓર્ડનન્સ કોર્પ્સમાં (Army Ordnance Corps) પોસ્ટ કરવામાં આવ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે લેફ્ટિનેન્ટ રેખા સિંહને પૂર્વી લદ્દાખમાં એક ફ્રન્ટ લાઈન મોર્ચાના એકમમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમના પતિ નાયક દીપક સિંહ બિહાર રેજીમેન્ટની 16મી બટાલિયનમાં હતા અને તેમને 2021માં મરણોપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા.

પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર બાદ વીર ચક્ર યુદ્ધમાં વીરતા માટે આપવામાં આવતો દેશનો ત્રીજો સૌથી મોટો પુરસ્કાર છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂન 2020ના ચીની સૈનિકોની સાથે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ગતિરોધ વધી ગયો હતો.

દીપક સિંહના વીર ચક્ર પ્રશસ્તિપત્ર મુજબ, તેમણે 30 થી વધુ ભારતીય સૈનિકોની સારવાર અને જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રશસ્તિપત્ર મુજબ, નાઈક દીપક સિંહે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને અનુકરણીય હિંમત અને દેશભક્તિ દર્શાવી હતી અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

સેનાએ ટ્વીટ કર્યું કે, “શહીદ નાઈક (નર્સિંગ આસિસ્ટન્ટ) દીપક સિંહની પત્ની મહિલા કેડેટ રેખા સિંહ, ઓટીએમાંથી તાલીમ પૂર્ણ કર્યા પછી ભારતીય સેનામાં જોડાઈ છે.”

આ પણ વાંચો :-

હવે શિક્ષક બનવું હશે તો TAT પાસ કરવા માટે આપવી પડશે 2 વખત પરીક્ષા

0

Now, if you want to become

  • ગુજરાતમાં શિક્ષક બનવું હશે તો હવે ટાટ પાસ કરવા માટે 2 વખત પરીક્ષા આપવી પડશે. જી હાં. પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષા આપવા મળશે. રાજ્ય સરકારે પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે.

ગુજરાતમાં (Gujarat) શિક્ષક બનવું હશે તો હવે ટાટ (TAT) પાસ કરવા માટે 2 વખત પરીક્ષા આપવી પડશે. જી હાં. પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષા આપવા મળશે. રાજ્ય સરકારે (Govt of Gujarat) પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે ઉમેદવારે શિક્ષક બનવું હશે તો બે પરીક્ષા આપવી ફરજિયાત છે. નવી પદ્ધતિ પ્રમાણે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિમાંથી ઉમેદવારે પ્રસાર થવાનું રહેશે.

પહેલી પરીક્ષા ક્લિયર કરનાર ઉમેદવારે જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની જ્યારે બીજી વરણાત્મક પરીક્ષા હશે. શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પદ્ધતિમાં ફેરફાર કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કરીને તેનો નિર્ણય કર્યો છે.

હવેથી નવી શિક્ષણ નિતિ મુજબ બે પરીક્ષા લેવાશે. જેમાં (1) શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અને (2) શિક્ષક અભિરુચી કસોટી ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ બન્ને પરીક્ષાનુ આયોજન કરાશે. પ્રથમ પ્રીલિમનરી પરીક્ષા બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે એટલે કે પરીક્ષા બે તબક્કામાં લેવાશે. શિક્ષણ વિભાગે નવી શિક્ષણ નિતિ મુજબ ઠરાવ કર્યો છે.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

આ પણ વાંચો :-

30 એપ્રિલ 2023નું રાશિફળ : ટેન્શનમાં જશે આ રાશિવાળાઓનો આજનો દિવસ, ધન માનનો વ્યય, માનસિક તણાવ અનુભવશો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Today’s Horoscope :

મેષઃ
સ્વભાવમાં શાંતિનાે અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્દભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથેસાથે રંગીન તત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. ‌નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણીશીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. આરોગ્ય સારૂ રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખુબ સરસ દિવસ જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-