Home Blog Page 1082

The Kerala Storyની જોરદાર કમાણી, માત્ર 15 દિવસમાં કરી મબલક કમાણી

The Kerala Story
  • ‘ધ કેરલા સ્ટોરી’ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. ઘણા વિવાદોમાં ફસાયેલી હોવા છતાં, ફિલ્મે 15 દિવસમાં શાનદાર કલેક્શન કર્યું છે.

The Kerala Story એ આ વર્ષની સુપરહિટ ફિલ્મોમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ફિલ્મ રિલીઝ થયાને 15 દિવસ વીતી ગયા છે. જો કે થિયેટરોમાં ફિલ્મ જોનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો નથી. અઠવાડિયાના દિવસોમાં પણ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

થોડા જ દિવસોમાં ફિલ્મે 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તે જ સમયે, ફિલ્મ 200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે ઝડપથી આગળ વધી રહી છે.

15મા દિવસે આટલું બધું કલેક્શન :

અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની સ્ટારર ફિલ્મે 14 દિવસમાં 171.72 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બીજી તરફ 15માં દિવસે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો શુક્રવારે ફિલ્મે 6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મનું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 177.72 કરોડ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ધીમે ધીમે 200 કરોડના ક્લબની નજીક પહોંચી રહી છે.

આ પણ વાંચો :-

ભરૂચમાં દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના ૦૭ લોકો ડૂબ્યા

0

07 people 

  • ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત ૦૭ લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું.

ભરૂચ (Bharuch) જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે એક મોટી દુર્ઘટના બની છે. જેમાં બાળકો સહિત ૦૩ બાળકો સહિત ૦૮ લોકો ડુબવાની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ ૦૮ લોકોને હોસ્પિટલ (Hospital) ખસેડયા હતા.

વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા ૦૭ થી વધુ લોકો ડૂબ્યા હતા. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ વાગરાના MLA અરૂણસિંહ રાણાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત ૦૭ લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા ૦૭થી વધુ લોકો ડૂબ્યા હતા.

બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા છે. બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

આ પણ વાંચો :-

શું TRB જવાન તમારું વાહન રોકી શકે ? જાણો તેમની પાસે કેટલી હોય છે સત્તા

0

Can TRB jawans 

  • જાણો TRB જવાનની કામગીરી શું છે. તેમની પાસે કઈ સત્તાઓ હોય છે અને તેમની ફરિયાદ કયા થઈ શકે વગેરે જેવી ઉપયોગી બાબતો.

અમદાવાદમાં (Ahmedabad) ટ્રાફિકની સમસ્યા (Traffic Problem) માથાના દુઃખાવા સમાન બની રહી છે. શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. શહેરભરમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે TRB જવાનોને તૈનાત કરવામાં આવે છે.

ત્યારે TRB જવાનો વાહન ચાલકોને અટકાવીને તેમની પાસે લાયસન્સ (License), વાહનોના ડોક્યુમેન્ટની માંગણી કરતા હોવાની ફરિયાદો ઉઠતા અમદાવાદના એક નાગરિકે RTI કરીને ટ્રાફિક અને TRB જવાનને લગતી કેટલીક માહિતીઓ માંગી હતી. જેનો જવાબ આપતા એ-ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને જાહેર માહિતી અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે TRB જવાન વાહનચાલક પાસેથી લાઈસન્સ-કાગળો માગી શકે નહીં.

અમદાવાદના નાગરિકે કરી હતી RTI :

અમદાવાદના એક નાગરિક દ્વારા 5 જાન્યુઆરી 2023ના રોજ એક જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 (આરટીઆઈ) હેઠળ અરજી કરીને ટ્રાફિક અને TRBની માહિતી માંગવામાં આવી હતી. જેના જવાબમાં જાહેર માહિતી અધિકારી અને એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું છે કે ટીઆરબીની કામગીરી ટ્રાફિક નિયમન કરવાની હોય છે.

કોઈ વાહન ચાલક પાસેથી લાયસન્સ કે વાહનના અન્ય કાગળો માંગી શકે નહીં. આ ઉપરાંત જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલ પોલીસ સ્ટેશનની માહિતીઓ અને આ વિસ્તારમાં ફરજ બજાવતા ટી.આર.બી જવાનની સંખ્યા પણ જાહેર કરી છે.

જાણો એક TRB જવાનની કામગીરી શું હોય છે અને તેમની પાસે કેટલી સત્તા હોય છે :

TRB જવાન એટલે શું ?

TRBનો અર્થ છે ટ્રાફિક બ્રિગેડ. તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં ‘ટ્રાફિક વોર્ડન’ તરીકેની છે. TRB જવાનને  પોલીસ ન કહી શકાય. ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવાય છે.

TRBના જવાન પાસે ખરેખર કઈ સત્તા હોય છે? 

TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.

TRB જવાન મેમો બનાવી શકે?   

તેમની પાસે એવી કોઈ સત્તા નથી. તેઓ વાહનચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માગી શકે. ચલણ આપવાની કે વાહનચાલકને અટકાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે.

TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ ક્યાં કરી શકાય?

TRB જવાનની ફરિયાદ દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય. આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય.

આ પણ વાંચો :-

૩૦ સપ્ટેમ્બર પછી ૨૦૦૦ નોટ રાખનાર વિરુદ્ધ શું કાર્યવાહી થશે ? જાણો RBI નો જવાબ

0

૩૦ સપ્ટેમ્બર પછી ૨૦૦૦ નોટ રાખનાર વિરુદ્ધ શું કાર્યવાહી થશે ? જાણો RBI નો જવાબ

  • 2000 notes Withdrawn : શુક્રવારે અચાનક જાહેર કરવામાં આવ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવામાં આવશે. આ વાત જાહેર થતાં જ લોકોમાં નોટબંધીનો ભય ફરીથી ફેલાઈ ગયો. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) શુક્રવારે એક ચોંકાવનારો નિર્ણય લીધો. શુક્રવારે અચાનક જાહેર કરવામાં આવ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી પરત લેવામાં આવશે. આ વાત જાહેર થતાં જ લોકોમાં નોટબંધીનો ભય ફરીથી ફેલાઈ ગયો. જો કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કોઈપણ પ્રકારની નોટબંધી નથી.

આરબીઆઈ એ કહ્યું છે કે ૨૩ મેથી લઈ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૨૦૦૦ રૂપિયાની નોટ લોકો પોતાના ખાતામાં જમા કરાવી શકે છે અથવા તો બદલી શકે છે. આરબીઆઈ એ સ્પષ્ટતા પણ કરી છે કે ૨૦૦૦ રૂપિયાની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે માન્ય રહેશે.

૨૦૦૦ રૂપિયાની નોટને લઈને ૩૦ સપ્ટેમ્બરની ડેડલાઈન જાહેર કરવામાં આવતા લોકોના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આવો જ એક પ્રશ્ન છે કે ૩૦ સપ્ટેમ્બર પછી જો કોઈ વ્યક્તિ પાસેથી ૨૦૦૦ ની નોટ મળે તો શું તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે ?

કારણ કે આ પહેલા સરકારે જ્યારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને રદ કરી હતી ત્યારે નિશ્ચિત સમય મર્યાદા પછી આ નોટ પોતાની પાસે રાખવી ગુનો ગણાતો હતો. તો શું આવું જ ૨૦૦૦ રૂપિયાની નોટ સાથે થવાનું છે ? આ પ્રશ્નનો જવાબ છે કે ૩૦ સપ્ટેમ્બર પછી કોઈ વ્યક્તિ પાસે ૨૦૦૦ ની નોટ હશે તો તેના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય.

નાણા સચિવ ટીવી સોમનાથને એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ નિર્ણય ૨૦૧૬ માં જાહેર કરેલી નોટબંધીથી અલગ છે. તેનો અર્થ વ્યવસ્થા પર કોઈ અસર નહીં પડે. લોકોને પણ તેનાથી કોઈ તકલીફ નહીં પડે લોકો એકવારમાં ૨૦,૦૦૦ રૂપિયા સુધીની ૨૦૦૦ની નોટ બેંકમાં જઈને સરળતાથી બદલી શકે છે. જો કોઈ બેંક નોટ બદલવાથી કે જમા કરવાથી ઈનકાર કરે તો લોકો સંબંધિત બ્રાન્ચની ફરિયાદ પોતાની બેંકના મેનેજરને કરી શકે છે.

આ પણ વાંચો :-

Water Bottle : પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ?

0

Water Bottle : પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ?

  • Expiry Date : આ પ્રશ્ન મહત્વપૂર્ણ છે કારણ કે પાણીને અવિનાશી તત્વ માનવામાં આવે છે અને તેની એક્સપાયરી હોતી નથી. તો પછી તેની બોટલ પર લખેલી તારીખનો અર્થ શું છે. બોટલ પર એક્સપાયરી ડેટ કેમ લખવામાં આવે છે?

ઉનાળાની (Summer) ઋતુ આવી ગઈ છે અને લોકો ઉનાળામાં ઘણું પાણી પીવે છે. પાણી પીતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે સ્વચ્છ અને શુદ્ધ પાણી પી રહ્યા છીએ. આ દરમિયાન લોકો બોટલનું પાણી પણ પીવે છે જે ખૂબ જ સારું માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીની બોટલ (Water Bottel) પર શા માટે એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે પાણી ક્યારેય બગડતું નથી અને જો પાણી સ્વચ્છ હોય તો તેને ઘણા દિવસો સુધી રાખી શકાય છે. પરંતુ તેમ છતાં બોટલ (Bottle) પર એક્સપાયરી ડેટ કેમ લખેલી હોય છે.

પાણીની કોઈ એક્સપાયરી ડેટ નથી !

નિષ્ણાતોના મતે પાણીની એક્સપાયરી ડેટ હોતી નથી. પરંતુ પ્લાસ્ટિકની બોટલો જે પાણીનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે તેની ચોક્કસ રીતે એક્સપાયરી ડેટ હોય છે. આ જ કારણ છે કે આ બોટલો પર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ તારીખ ગ્રાહકને જણાવે છે કે બંધ વસ્તુની ગુણવત્તા અને સલામતીનો સમયગાળો શું છે. બોટલ વોટરની એક્સપાયરી ડેટ તેની સર્વોચ્ચ ગુણવત્તા માટે નક્કી કરવામાં આવે છે.

બોટલ પર એક્સપાયરી ડેટ :

રિપોર્ટ અનુસાર એક્સપાયરી ડેટ પછી પાણીની ગુણવત્તા પર અસર થઈ શકે છે અને તેનું સેવન કરવું સલામત નથી. જો એક્સપાયરી ડેટ પસાર થઈ ગઈ તો વપરાશકર્તાએ બોટલનું પાણી પીવું જોઈએ નહીં. એ પણ સાચું છે કે ચોક્કસ સમય પછી પ્લાસ્ટિક પાણીમાં ઓગળવાનું શરૂ કરે છે અને તેથી જ બોટલ પર એક્સપાયરી ડેટ લખવામાં આવે છે.

આ પણ વાંચો :-

હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના

0

હોંશે હોંશે પીઝા ખાનારા ચેતી જજો, આ બ્રાન્ડના પિત્ઝાના

  • Pizza Sample Fail : સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા વેચતા એકમોમાં જઈને ચીઝના નમુના એકત્ર કરાયા હતા. તમામ દુકાનોમાં વપરાતા ચીઝ, માયોનીઝના સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા નથી.

ગુજરાતીઓનો (Gujarati) સ્વાદનો ચટાકો બહુ ભારે. તેમાં પણ દરેકની પસંદ પિઝા (Pizza) પહેલી હોય છે. વિકેન્ડ હોય કે પાર્ટી પિઝા જોઈન્ટસ પર હંમેશા ભીડ રહેતી હોય છે. સ્વાદના શોખીન ગુજરાતીઓને હવે આ ચટાકો ભારે પડી રહ્યો છે. માર્કેટમાં હવે હલકી કક્ષાની ખાણીપીણીની વસ્તુઓ વેચાઈ રહ્યાં છે. આ વસ્તુઓ લોકો બહુ શોખથી ખાઈ રહ્યાં છે. પરંતુ શું તમને ખબર છે કે પિઝામાં હલકી કક્ષાનું ચીઝ અને માયોનીઝ વપરાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં આરોગ્ય વિભાગ (Department of Health) એક્ટિવ બન્યું છે.

ખાણીપીણીના વિવિધ એકમો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આવામાં પીઝા હટ અને લાપીનોઝમાં વપરાતી ચીઝ હલકી કક્ષાની હોવાનો ઘટસ્ફોટ થયો છે. કુલ 6 એકમોમાં 40 કિલો ચીઝનો નાશ કરાયો છે. સુરતના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા વેચતા એકમોમાં જઈને ચીઝના નમુના એકત્ર કરાયા હતા. તમામ દુકાનોમાં વપરાતા ચીઝ, માયોનીઝના સેમ્પલ ધારાધોરણ મુજબના આવ્યા નથી.

એમ કહો કે આ પીઝા માટે ફેમસ બ્રાન્ડ છે. જેઓ માત્ર પીઝા વેચીને કમાણી કરે છે. તોતિંગ રૂપિયા વસૂલતી આ બ્રાન્ડ પણ પીઝાની ક્વોલિટી જાળવી શકી નથી. પીઝા હટ, ડોમીનોઝ પીઝા, લા પીનોઝ જેવા પીઝા પણ હલકી કક્ષાનું ચીઝ વાપરી રહ્યા છે.

આ બ્રાન્ડના સેમ્પલ નીકળ્યા ફેલ :

1. ઘોડ દોડ રોડ પર આવેલા પીઝા હટ
2. પીપલોદ ખાતે આવેલા કે એસ ચારકોલ
3. એલ.પી.સવાણી રોડ પર ડેન્સ પીઝા
4. જહાંગીરાબાદ ખાતે ટાઈમ્સ ગેલેકસીમાં ગુજ્જુ કાફે
5. વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલા ડોમીનોસ પિઝા
6. ઉગત પાસે આવેલા લા પીનોઝ પીઝા

આજકાલ નકલી વસ્તુઓ અને બિનઆરોગ્યપ્રદ વસ્તુઓથી બચીને રહેવાની જરૂર છે. લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. તાજેતરમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક, મરી-મસાલા, આઈસક્રીમ અને આઈસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા હતા.

આ પણ વાંચો :-

Ertiga-Innova ભૂલી જશો ! માર્કેટમાં ધમાલ મચાવા આવી રહી છે નવી ત્રણ 7 સીટર કાર

Ertiga-Innova

  • 7 Seater Car : ભારતીય બજારમાં સાત સીટર કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે જેથી ગ્રાહકો માટે ટૂંક સમયમાં વધુ વિકલ્પો ઉમેરવામાં આવશે. અહીં અમે તમારા માટે 7 સીટર કારનું લિસ્ટ લઈને લાવ્યા છીએ જે ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે.

ભારતીય બજારમાં 7 સીટર કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે અને ઘણા નવા ખેલાડીઓ પણ બજારમાં પ્રવેશી રહ્યા છે. ટોયોટાએ હવે તેની ઈનોવાને (Toyota) બે મોડલમાં વેચવાનું શરૂ કર્યું છે, પહેલું મોડલ ઈનોવા હાઈક્રોસ અને બીજું ઈનોવા ક્રિસ્ટા છે. આ સિવાય મારુતિ પાસે મારુતિ XL6 અને Maruti Ertigaના બે મોડલ છે. કિયા તેની કેરેન્સને 7 સીટર મોડલ તરીકે પણ વેચે છે. પરંતુ ટૂંક સમયમાં ગ્રાહકો માટે વધુ વિકલ્પો ઉમેરવામાં આવશે. અહીં અમે તમારા માટે 7 સીટર કારનું લિસ્ટ લાવ્યા છીએ જે ટૂંક સમયમાં માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે.

Maruti Suzuki Engage :

મારુતિ સુઝુકી ભારતીય બજારમાં વધુ એક 7 સીટર કાર લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ એન્ગેજ નામ માટે ટ્રેડમાર્ક માટે અરજી કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે તે ટોયોટાની ઈનોવા હાઈક્રોસ પર આધારિત હશે જે થોડા સમય પહેલા આવી હતી. તમને જણાવી દઈએ કે ઈનોવા હાઈક્રોસ 7 અને 8 સીટર મોડલમાં વેચાય છે અને તેમાં ADAS જેવા સેફ્ટી ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આમાં તમને 2.0 લિટર પેટ્રોલ અને 2.0 લિટર મજબૂત હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મારુતિ સુઝુકીની નવી 7 સીટર કાર આગામી 2 મહિનામાં લોન્ચ થઈ શકે છે.

Toyota Ertiga Engage :

મારુતિ સુઝુકી અને ટોયોટાની ભાગીદારી હેઠળ બીજી 7 સીટર કાર આવી શકે છે જે ટોયોટા તરફથી લાવવામાં આવશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટોયોટા મારુતિ અર્ટિગા પર આધારિત MPV લોન્ચ કરી શકે છે.

Nissan Triber :

નિસાન અને રેનો ભારતીય બજારમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ભાગીદારી હેઠળ, નિસાન ટૂંક સમયમાં ભારતમાં MPV લોન્ચ કરી શકે છે, જે રેનો ટ્રાઈબર પર આધારિત હશે. ટ્રાઈબર દેશની સૌથી સસ્તી 3-રો MPV છે. નિસાન તેની એમપીવીને સમાન કિંમતના સેગમેન્ટમાં પણ લાવી શકે છે, જો કે તેમાં થોડી વધુ પ્રીમિયમ સુવિધાઓ હોઈ શકે છે.

આ પણ વાંચો :-

 

WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો ! 

0

WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો !

  • WTC Final 2023 : ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર કર્યો છે. ICCએ એવો નિર્ણય લીધો છે જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ડ્યુક્સ બોલથી રમાશે નહીં. આ મેચ પહેલા ICCએ એવો નિર્ણય લીધો છે જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

મેચ ડ્યુકને બદલે આ બોલથી રમાશે :

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ડ્યુક બોલને બદલે કૂકાબુરા બોલથી રમાશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે પુષ્ટિ કરી છે કે ICCએ ડ્યુક્સની જગ્યાએ કૂકાબુરા બોલનો ઉપયોગ કરવા માટે તેની સંમતિ આપી છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં આવું પહેલીવાર બનશે જ્યારે ટીમ ઈન્ડિયા ડ્યુક્સ બોલથી ટેસ્ટ ક્રિકેટ નહીં રમે.

છેલ્લી વખત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ ત્યારે ડ્યુક્સ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડ્યુક્સ બોલની ગુણવત્તામાં ઘટાડો થવાની ફરિયાદો આવી રહી છે. જેના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કારણોસર ડ્યુક બોલનો ઉપયોગ કરવામાં આવશે નહીં :

ICCના મોટા નિર્ણય બાદ ડ્યુક બોલ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિકનું કહેવું છે કે ‘મારું અનુમાન છે કે ટેનિંગ પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ સમસ્યા છે. જે ઘણા મહિનાઓથી ચાલી રહી છે. અત્યાર સુધી અમે આ સમસ્યાને પકડી શક્યા નથી. કારણ કે ટેનિંગ અને ડાઈંગની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે.

જો કોઈ નિર્ધારિત જથ્થા કરતાં થોડું વધારે રસાયણ ઉમેરે અથવા જો રંગ કોઈ અન્ય ઉત્પાદક પાસેથી આવે છે. તો આ બધી નાની વસ્તુઓ બોલ બનાવવા માટે વપરાતા કાચા માલને અસર કરે છે. તમને જણાવી દઈએ કે આ બોલ ઝડપથી તેનો આકાર ગુમાવી દે છે અને ખૂબ જ ઝડપથી નરમ બની જાય છે. આ કારણોસર બોલ લાંબા સમય સુધી સ્વિંગ થતો નથી.

આ પણ વાંચો :-

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે.. જુઓ વિડીયો

America illegally

  • Illegal Migrants : બે નંબરમાં USA જવા નીકળેલા ગુજરાતી પરિવારે શેર કર્યો. મેક્સિકો બોર્ડરનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે.

અમેરિકા (America) જવાનું વળગણ કેટલું હોય, આ તસવીર તેનો બોલતો પુરાવો છે. દર બીજા ગુજરાતીને અમેરિકા જવુ છે. ત્યારે આ તસવીરની હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ કોઈ રખેડુ લોકોના તંબુની તસવીર છે તેવું સમજતા હોય તો તમે સાવ ખોટા છે.

આ એ લોકોની તસવીર છે. જેઓ અમેરિકા જવા માટે ટાંપીને બેઠા છે. મોકો મળે એટલે અહીથી અમેરિકામાં ઘૂસી જવુ આ તેમનો હેતુ છે. મેક્સિક બોર્ડર ગુજરાતી પરિવારે ઉતારેલો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં વરસાદ અને કડકડતી ઠંડી વચ્ચે કેવી રીતે આ લોકો બાળકોને લઈને ડેરો નાંખીને બેઠા છે તે જોઈ શકાય છે.

અમેરિકા જવું એ દરેકનું સપનુ હોય છે. કાયદેસર પ્રવેશ ન મળે તો ગેરકાયદેસર પ્રવેશ મેળવવો. આવામાં અમેરિકામા ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે લોકોનો એક ગુજરાતી પરિવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેક્સિકો બોર્ડર દેખાય છે. જ્યાં કેટલાક ગુજરાતીઓ અને અન્ય લોકો દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.

અહી કોઈ સંઘનો ઉતારો હોય તેવુ આ દ્રષ્ય છે. જાણવા મળ્યુ છે કે, આ લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈને બેસ્યાછે. જ્યા સુધી તક ન મળે ત્યા સુધી આ લોકો અહી જ ખુલ્લામાં ડેરો નાંખીને બેસ્યા છે.

હાલ આ વિસ્તારમાં જોરદાર ઠંડી છે. તો વરસાદ પણ આવ્યા કરે છે. આવામાં આ લોકોને અહી બોર્ડર પર જ રહેવુ પડે છે. તેઓેને બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. આ વીડિયો એક ગુજરાતીઓ ઉતાર્યો છે. જેમાં તેઓ એવી સલાહ આપી રહ્યાં છે કે તમે તમારી વ્યવસ્થા કરીને આવજો. મોટોમાં મોટું આ જ મેક્સિકો બોર્ડર ક્રોસ કરવાનું છે. જોકે આ વીડિયો કોણે ઉતાર્યો તે હજી ખબર પડી નથી.

આ પણ વાંચો :-

૨૦ મે / આ રાશિના જાતકો આજનો દિવસ સાચવી લેજો, નહીંતર પસ્તાવવાનો આવશે વારો, જુઓ રાશિ ભવિષ્ય

May 20 zodiac sign

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જળવાય. આવકનું પાસું મજબૂત બને. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં શાંતિ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી. માતાની તબિયત સાચવવી.

વૃષભઃ
વિજાતિય વ્યક્તિઓ તરફ આકર્ષણ વધે. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. જીવનસાથી સાથે આનંદની પળો માણી શકો. આર્થિક મોરચે સફળતા મળતી જણાય. સોબતથી સાચવવું. ડાબા હાથની કાળજી રાખવી.

મિથુનઃ
વાણી દ્વારા કરવામાં આવતા ધંધા જેવા કે એડવોકેટ, વીમા એજન્ટ, સેલ્સમેનમાં લાભ. નાણાંકીય આવક અંગે મધ્યમ દિવસ. પરિવારમાં શાંતિ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. લોહીની ઉણપથી થતા રોગોથી સાચવવું.

કર્કઃ
આર્થિક બાબતો માટે ઉત્તમ દિવસ. મિત્રો તરફથી સારો સહકાર મળતાં આનંદનો અનુભવ થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. આરોગ્ય જળવાય.

સિંહઃ
નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. અનાજ, કરીયાણું, ઠંડા પીણા તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ ફાયદો. માતા-પિતા, વડીલોનો સહકાર મળે. ઉપરી અધિકારી સાથે મનમેળ રહે. શરદી-ખાંસીથી સાચવવું.

કન્યાઃ
ભાગ્યનો સરસ સાથ મળતો જણાય છે. ઓછી મહેનતે વધુ આર્થિક લાભ પ્રાપ્‍ત થાય. નાના પ્રવાસના યોગ નબે છે. નોકરી ધંધામાં શાંતિ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

તુલાઃ
નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. સ્વાસ્થ્યની સાવચેતી રાખવી જરૂરી. પેટની તકલીફો રહે. પરિવારના સ્ત્રી વર્ગને સંઘર્ષ. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃશ્ચિકઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. પત્નીનાં નામ પર કરેલા રોકાણોમાં વિશેષ ફાયદો મળતો જણાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ શક્ય બને.

ધનઃ
માનસિક ચિંતાવાળુ વાતાવરણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનની તબિયતનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે. મગજની ઈજા અંગે વિશેષ સાવધાની જરૂરી. સોબતની કાળજી રાખવી.

મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. જીવનસાથીનાં ગુસ્સાનો સામનો કરવો પડે. ધંધામાં ભાગીદારોનું વર્તન બગડતું જણાય. સંતાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. આંખ તથા હાંડકાનાં રોગોની કાળજી રાખવી.

કુંભઃ
સ્થાવર-જંગમ મિલકતનાં સુખમાં વધારો થતો જણાય. મિલકતનું ખરીદ વેચાણ શક્ય બને. નવા વાહનની ખરીદી કરી શકાય. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સનાં ધંધામાં લાભ. આવક જળવાય.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરવાનું શક્ય બને. પરિવારનાં સભ્યો વચ્ચે પ્રેમભાવમાં વધારો થાય. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવા. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-