WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો ! 

Share this story

WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને ICCનો મોટો ફટકો !

  • WTC Final 2023 : ICC એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ પહેલા એક મોટો ફેરફાર કર્યો છે. ICCએ એવો નિર્ણય લીધો છે જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ડ્યુક્સ બોલથી રમાશે નહીં. આ મેચ પહેલા ICCએ એવો નિર્ણય લીધો છે જે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

મેચ ડ્યુકને બદલે આ બોલથી રમાશે :

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ડ્યુક બોલને બદલે કૂકાબુરા બોલથી રમાશે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે પુષ્ટિ કરી છે કે ICCએ ડ્યુક્સની જગ્યાએ કૂકાબુરા બોલનો ઉપયોગ કરવા માટે તેની સંમતિ આપી છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં આવું પહેલીવાર બનશે જ્યારે ટીમ ઈન્ડિયા ડ્યુક્સ બોલથી ટેસ્ટ ક્રિકેટ નહીં રમે.

છેલ્લી વખત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાઈ ત્યારે ડ્યુક્સ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડ્યુક્સ બોલની ગુણવત્તામાં ઘટાડો થવાની ફરિયાદો આવી રહી છે. જેના કારણે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કારણોસર ડ્યુક બોલનો ઉપયોગ કરવામાં આવશે નહીં :

ICCના મોટા નિર્ણય બાદ ડ્યુક બોલ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિકનું કહેવું છે કે ‘મારું અનુમાન છે કે ટેનિંગ પ્રક્રિયામાં કોઈ ટેકનિકલ સમસ્યા છે. જે ઘણા મહિનાઓથી ચાલી રહી છે. અત્યાર સુધી અમે આ સમસ્યાને પકડી શક્યા નથી. કારણ કે ટેનિંગ અને ડાઈંગની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે.

જો કોઈ નિર્ધારિત જથ્થા કરતાં થોડું વધારે રસાયણ ઉમેરે અથવા જો રંગ કોઈ અન્ય ઉત્પાદક પાસેથી આવે છે. તો આ બધી નાની વસ્તુઓ બોલ બનાવવા માટે વપરાતા કાચા માલને અસર કરે છે. તમને જણાવી દઈએ કે આ બોલ ઝડપથી તેનો આકાર ગુમાવી દે છે અને ખૂબ જ ઝડપથી નરમ બની જાય છે. આ કારણોસર બોલ લાંબા સમય સુધી સ્વિંગ થતો નથી.

આ પણ વાંચો :-