Home Blog Page 1072

ગુજરાતમાં આગામી ૨૪ કલાક છે ખુબ જ ભારે ! ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

0

The next 24 hours are very heavy

  • Gujarat Monsoon Prediction : ગુજરાતમાં આગામી ૨૪ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં માવઠું પડશે.

રાજ્યમાં કમોસમી વરસાદના (Unseasonal Rain) કારણે ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સતત ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. તો બીજી તરફ આજે વહેલી સવારથી જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. એટલું જ નહીં ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ રાતથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

ગુજરાતમાં આગામી ૨૪ કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં માવઠું પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આજે ગાજવીજ સાથે તોફાની વરસાદની આગાહી કરાઈ છે. સાથે આગામી ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે  છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :-

૩૧ મે / દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે, સાધારણ કામનું બંધન રહેશે તો આ રાશિના જાતકો બુધવાર સંભાળી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

31 May / There will be difficulty

મેષઃ
શારિરીક અને મા‌નસિક તરલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ, માન સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખણાં આનંદ

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવામાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે-ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ આરોગ્ય સાચવવું.

કર્કઃ
ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થયની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસધાતન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ
સિદ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ
મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રીવર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાઈના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ
ખર્ચમાં વધારો અને આવકામાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃશ્ચિકઃ
લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ‌ખરીદ વેચાણ શકય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ
કાર્યક્ષેત્રે સફળતા યશ, પ્રતિષ્ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ પત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થય સારૂં રહેશે.

મકરઃ
ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ
ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેર બજાર તથા પ્રોપટીના કાર્યોમાં લાભ સંતાન સાથે વાદ વિવાદ ટાળવા હિતાવહ શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ
મનોબળ વધાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શકિતનો સંચાર થાય. નાણાની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યકિતને વિશેષ સફળતા આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

એક MMS એ બરબાદ કરી નાખ્યું કરિયર, ૪૨ વર્ષની ઉંમરે પણ લાગે છે ૧૬ વર્ષની સુંદરી

An MMS ruined career 

  • Riya Sen MMS : બાળક કલાકારથી અભિનયના કરિયરની શરૂઆત કરનાર રિયા સેને આજે બોલીવુડમાંથી લગભગ ગાયબ થઈ ચૂકી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસના રોલમાં પણ રિયા સેન જોવા મળી છે.

બાળક કલાકારથી અભિનયના કરિયરની શરૂઆત કરનાર રિયા સેને (Riya Sen) આજે બોલીવુડમાંથી લગભગ ગાયબ થઈ ચૂકી છે. બોલીવુડની ઘણી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસના રોલમાં પણ રિયા સેન જોવા મળી છે. તો ઘણી સુપરહિટ ફિલ્મો આપી રિયા સેન દર્શકોના દિલ જીતવામાં પણ સફળ રહી છે. પરંતુ એક MMS કાંડની રિયા સેનના કરિયર પર ખુબ જ ખરાબ અસર થઈ છે. જેનાથી રિયા સેનનું અભિનયનું કરિયર લગભગ ખતમ થઈ ચૂક્યું છે.

આજના આધુનિક યુગમાં MMS બનાવી વાયરલ કરવું કોઈ મોટી વાત નથી. અનેક એવી ઘટનાઓ બને છે જેના પરિણામો ખુબ જ ખરાબ આવતા હોય છે. ત્યારે આ MMS કાંડથી બોલીવુડની અભિનેત્રીઓ પણ બાકાત નથી. ત્યારે એક MMS લીક થતા એક અભિનેત્રીનું કરિયર બરબાદ  થઈ ગયું. MMSના લીધે આજે આ અભિનેત્રી બોલીવુડમાંથી જ ગાયબ થઈ ચૂકી છે.

No description available.

૪૨ વર્ષની ઉંમરે પણ લાગે છે ૧૬ વર્ષની સુંદરી જેવી :

બોલીવુડ અભિનેત્રી રિયા સેન હિન્દી સિવાય બંગાળી, તેલુગુ સહિત તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ૪૨ વર્ષની ઉંમરે પણ ૧૬ વર્ષની સુંદરી જેવા દેખાવ દર્શકોને દિલ જીતી લે છે. ત્યારે ફિટનેસ જોઈને કોઈ કહી ના શકે કે આ અભિનેત્રીની ઉંમર ૪૨ વર્ષ હશે. રિયા સેને વર્ષ ૧૯૯૮માં ૧૭ વર્ષની ઉંમરે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક વિડિયો યાદ પિયા કી આને લગીથી શરૂઆત કરી હતી. તે બાદ રિયા સેન ઘણી ફિલ્મો, મ્યુઝિક વીડિયો અને ફેશન શોમાં પણ જોવા મળી છે.

એક MMMથી કરિયર થયું ખત્તમ :

વર્ષ ૨૦૦૫માં રિયા સેન અને અભિનેતા અશ્મિત પટેલના અફેરની ચર્ચા ખુબ જ જોરશોરથી થવા લાગી હતી. આ જ સમયગાળામાં એક MMM લીક થતા ખુબ જ વિવાદ સર્જાયો હતો. એક રિપોર્ટ મુજબ કેટલાક લોકોએ એવા આક્ષેપ કર્યા હતા કે લોકોનું ધ્યાન ખેંચવા માટે અભિનેત્રી રિયા સેને જાણી જોઈને આ MMM લીક કર્યો હતો. જો કે રિયા સેન અને અશ્મિત પટેલે આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.

No description available.

અભિનેત્રી બોલીવુડથી થઈ દૂર :

રિયા સેન અને અશ્મિત પટેલનું લીક થયેલ એમએમએમ ફેક હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ એક  MMM વાયરલ થયા બાદ અભિનેત્રી રિયા સેનના કરિયર પર બ્રેક લાગી ગઈ હતી. કરિયર સંપૂર્ણ બરબાદ થતા રિયા સેનને બોલીવુડથી દૂર રહેવાની ફરજ પડી હતી. જો કે રિયા સેને અભિયન કરવાનું ચાલું જ રાખ્યું હતું. રિયા સેને આજે પણ અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરી રહી છે. જો કે વિવાદો બાદ આખરે વર્ષ ૨૦૦૧માં બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે રિયા સેને લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચો :-

 

ભજનો સાંભળાવાની ઉંમરે આ દાદીએ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ ગીત પર કર્યો ડાન્સ

0
At the age of listening to
  • સોશિયલ મીડિયામાં ઘણી વખત એવા વીડિયો જોવા મળી જાય છે કે જેને જોઈ તમે હસી પડો છો અને ઘણીવાર એવું બને કે તમે તેને જોઈ ચોંકી પણ જાઓ. તાજેતરમાં એક વીડિયો આવો જ વાયરલ થઈ રહ્યો છે જેને જોયા પછી તમને લાગશે કે ઉંમર માત્ર એક સંખ્યા છે બાકી દરેક વ્યક્તિ પોતાની રીતે જીવવા માંગે છે.

ત્યાં સુધી તેમને મુક્તપણે જીવન જીવવાનો અધિકાર મળે. આ વીડિયોમાં (Viral Video) તમે જોશો કે દાદી કેવી રીતે હિન્દી ફિલ્મના (Hindi News) ગીતો પર ખૂબ ડાન્સ કરે છે. તે પોતાની જાતને ભૂલી જાય છે કે તે આટલી ઉંમરની છે. આ વીડિયો તમારા દિલ ને સ્પર્શી જશે.

દાદીએ કર્યો શાનદાર ડાન્સ :

વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા મોનિકા ‘ઓ માય ડાર્લિંગ’ (Oh my darling) ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે. તેણે પોતાની વૃદ્ધાવસ્થાને તેના પ્રદર્શન પર અસર પડવા દીધી નથી. તેમના ચહેરા પર મોટી સ્મિત સાથે, તેમણે તેમની અંદર રહેલા નાના બાળ કલાકારને બહાર કાઢ્યો. વળી ત્યા હાજર અન્ય મહિલાઓએ પણ દાદીમાને પ્રોત્સાહિત કર્યા અને ખુશ કર્યા અને તેમની સાથે ડાન્સ કર્યો. આ વીડિયો દરેકના હૃદયને સ્પર્શી જશે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો (ઈન્સ્ટાગ્રામ વાયરલ વીડિયો) પર અત્યાર સુધીમાં ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આવી સ્થિતિમાં એક યુઝરે લખ્યું કે જો તમે જીવન જીવો છો તો દાદીની જેમ જીવો. વળી અન્ય એક યુઝરે લખ્યું કે દાદીજીએ હિરોઈનોને પણ પાછળ છોડી દીધી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે અને હજારો વખત શેર પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ગુજરાતના આ ખેલાડીએ ફાઈનલ હાર્યા બાદ પણ Purple Cap પોતાના નામે કરી….

0
This player from Gujarat
  • ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની ૧૬મી સિઝનનું ટાઈટલ જીત્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં CSKએ ગુજરાત ટાઈટન્સને ૫ વિકેટે હરાવીને ૫મી વખત ટ્રોફી કબજે કરી.

જો કે ગુજરાતની ટીમના ખેલાડીઓના નામે ઓરેન્જ કેપ (Orange cap) અને પર્પલ કેપ (Purple Cap) છે. શુભમન ગીલે (Shubman Gile) ઓરેન્જ કેપ જીતી છે. આ સાથે જ પર્પલ કેપ માટે ગુજરાતના ત્રણ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.

પર્પલ કેપ રેસ ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જીતી હતી. મોહમ્મદ શમીએ આ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપી છે. તેણે ૧૭ મેચમાં ૨૮ વિકેટ લીધી હતી

પર્પલ કેપ રેસમાં મોહિત શર્મા બીજા ક્રમે રહ્યો હતો. મોહિત શર્માએ આ સિઝનમાં માત્ર ૧૪ મેચ રમી છે અને ૨૭ વિકેટ લીધી છે. મોહિત શર્માએ એક મેચમાં ૫ વિકેટ લેવાનું કારનામું પણ કર્યું હતું.

IPL ૨૦૨૩માં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં રાશિદ ખાન ત્રીજા નંબર પર રહ્યો. રાશિદ ખાને આ સિઝનમાં ૧૭ મેચમાં ૨૭ વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા પીયૂષ ચાવલા આ યાદીમાં ચોથા નંબર પર હતા. પીયૂષ ચાવલાએ IPL ૨૦૨૩માં ૧૬ મેચ રમીને ૨૨ વિકેટ લીધી હતી.

આ યાદીમાં ભારતનો સૌથી સફળ ટી-૨૦ બોલર યુઝવેન્દ્ર ચહલ પણ સામેલ છે. યુઝવેન્દ્ર ચહલે IPL ૨૦૨૩ની ૧૪ મેચમાં ૨૧ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો :-

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ યુવકોને ભરખી ગયો કાળ

0

ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૩ યુવકોને ભરખી ગયો કાળ

  • Accident in Botad : ધંધુકા-બોટાદ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે ૦૨ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ક્યારેક કોઈક દિવસ ગુજરાત (Gujarat) માટે ગોઝારો પણ સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે. ધંધુકા-બોટાદ હાઈવે (Dhandhuka-Botad Highway) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ૦૨ની હાલત ગંભીર છે.

અકસ્માતમાં ત્રણના મોત :

મળતી માહિતી અનુસાર બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

નહીં જોયો હોય આવો વિડીયો, મેચ બાદ ધોનીએ જાડેજાને ઉચકી લીધો

0

If you have not seen this video 

  • ધોનીનો આવો વીડિયો પહેલા તમે ક્યારેય નહીં જોયો હોય. જાડેજાને ઉચકતી વખતે જે ખુશી છલકી તે જોવા લાયક છે. ખાસ જુઓ આ વીડિયો.

મહેન્દ્રસિંહ ધોનીનો (Mahendra Singh Dhoni) આપીએલ ફાઈનલ ૨૦૨૩ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજા સાથનો એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. આવો વીડિયો તમે લગભગ નહીં જોયો હોય. ધોનીએ જાડેજાને ઊચકી લીધો. આ દરમિયાન ધોનીના ચહેરા પર ખુશી જોવા લાયક હતી.

વરસાદ, રિઝર્વ ડે, અને ડકવર્થ લુઈસ વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો. ચેન્નાઈએ આ મેચમાં ગુજરાતને ધાકડ અંદાજમાં હરાવ્યું. મેચનો સૌથી મોટો હીરો રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) બની ગયો. જેણે છેલ્લા બે બોલમાં ૧૦ રન ફટકારી દીધા. પોતાની ટીમને જીતાડતાની સાથે જ રવિન્દ્ર જાડેજા પેવેલિયન તરફ દોડ્યો હતો. ત્યારબાદ ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ પણ મેદાન બાજુ આવી ગયા.

રવિન્દ્ર જાડેજાએ આ ઈનિંગ દ્વારા જતાવી દીધુ કે તેઓ અંડર પ્રેશર મેચો માટે શાનદાર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજાએ જેવા મોહિત શર્માના બોલ પર ફાઈન લેગ પર ચોગ્ગો ફટકાર્યો કે તેનો જોશ જેવા જેવો હતો. ત્યારબાદ તે સીધો ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફ ભાગ્યો. ધોનીએ પણ તેને ઊચકી લીધો. આઈપીએલ ૨૦૨૩માં આ પળો જોઈને અનેક ફેન્સની આંખો પણ છલકાઈ ગઈ.

ગુજરાતે આ મેચમાં ચેન્નાઈને ૨૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ૧૫ ઓવરમાં ટાર્ગેટ ૧૭૧ રનનો રાખવામાં આપ્યો. જવાબમાં ચેન્નાઈની ટીમે ૫ વિકેટના નુકસાન પર ૧૭૧ રન કરીને મેચ જીતી લીધી. ચેન્નાઈ માટે ડેવોન કોન્વેએ ૨૫ બોલમાં સૌથી વધુ ૪૭ રન કર્યા. શિવમ દુબેએ ૩૨ અને અજિંક્ય રહાણેએ ૨૭ રન કર્યા. ગુજરાત તરફથી મોહિત શર્માએ ૩ અને નૂર અહેમદે ૨ વિકેટ લીધી.

છેલ્લી પળ સુધી એવું લાગતું હતું કે મેચ ગમે તે તરફ પલટી શકે છે. પણ છેલ્લા બે બોલ પર ચેન્નાઈ માટે જીતવા જે 10 રન કરવાના હતા ત્યારે સર રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો. તેણે મોહિત શર્માના બોલ પર પહેલા છગ્ગો અને ત્યારબાદ ચોગ્ગો ફટકારીને ચેન્નાઈને ફાઈનલમાં જીતાડ્યું.

આઈપીએલની ફાઈનલમાં એમએસ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ગુજરાતની ટીમે ૪ વિકેટ પર શાનદાર રમત રમીને ૨૧૪ રન કર્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને ૪૭ બોલમાં ૯૬ રનની તોફાની ઈનિંગ રમી હતી. જેમાં ૬ છગ્ગા અને ૮ ચોગ્ગા સામેલ હતા. તેનો સ્ટ્રાઈક રેટ ૨૦૪.૨૫ હતો. આ ઉપરાંત ઋદ્ધિમાન સાહાએ ૫૪ અને શુભમન ગિલે ૩૯ રન કર્યા હતા. ચેન્નાઈ તરફથી મથીશા પથિરાનાએ ૨ વિકેટ લીધી હતી જો કે તે ખુબ ખર્ચાળ પણ સાબિત થયો.

જેવી ચેન્નાઈ જીતી કે દર્શકો રડવા લાગ્યા :

CSK એ જેવી ફાઈનલમાં જીત મેળવી કે દર્શકો ભાવુક થયેલા જોવા મળ્યા. અનેક લોકોની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. જેણે સાબિત કર્યું કે એમએસ ધોની માટે દર્શકોના મનમાં એક ખાસ પ્રકારનું અપનાપણું છે. મેચ બાદ એક છોકરી તો રોવા લાગી જેને વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

OTT પર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે આ Movies અને Web Series, જુઓ લિસ્ટ

These movies and web series

  • OTT પર ગયા અઠવાડિયે ઘણી વેબ સિરીઝ અને મૂવી રિલીઝ થઈ હતી. આ ફિલ્મો અને વેબ સિરીઝે ઓટીટી પર ધમાલ મચાવી છે. જાણો OTT પર આ સિરીઝ અને મુવીઝને અત્યાર સુધીમાં કેટલા વ્યુઝ મળ્યા છે.

OTT પર ફિલ્મો અને વેબ સિરીઝની રિલીઝ સાથે દર્શકો ઘરે બેસીને તેનો આનંદ માણી શકે છે. પરંતુ OTT પ્લેટફોર્મે ઘણા લોકો માટે રોજગારની નવી તકો પણ ખોલી છે. થિયેટરોમાં ફિલ્મો રિલીઝ કર્યા પછી હવે વધુ પૈસા કમાવવા માટે તેને OTT પર પણ રિલીઝ કરવામાં આવી રહી છે.

જ્યારે કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝ એવી છે જે સીધી OTT પર જ રિલીઝ થઈ રહી છે. ગયા અઠવાડિયે કેટલીક વેબ સિરીઝ અને ફિલ્મો OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મો અને વેબ સિરીઝને OTT પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાણો કઈ છે આ ફિલ્મો અને વેબ સિરીઝ.

દહાડ :

સોનાક્ષી સિન્હાએ OTT પર ‘દહાડ‘ વેબ સિરીઝથી ડેબ્યૂ કર્યું છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી એક સિરિયલ કિલરનું રહસ્ય ઉકેલવામાં બીઝી છે. અભિનેત્રી આ સીરિયલ કિલરને કેવી રીતે પકડે છે તે આ વેબ સિરીઝની સ્ટોરી છે. આ વેબ સિરીઝને OTT પર 3.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને તે OTT પર સુપરહિટ બની છે.

સિર્ફ એક બન્દા કાફી હે  :

મનોજ બાજપેયી સ્ક્રીન પર જે પણ પાત્ર ભજવે છે તેમાં પોતાનો જીવ લગાવી દે છે. સિર્ફ એક બન્દા કાફી હે વેબ સિરીઝ Zee5 પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિનેતાએ વકીલની ભૂમિકા ભજવી છે. જે હાઈપ્રોફાઈલ કેસ લડે છે અને બાબાને તેના દુષ્કર્મની સજા અપાવે છે. ફિલ્મને OTT પર 4.1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

યે મેરી ફેમિલી 2 :

એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ‘યે મેરી ફેમિલી 2‘ વેબ સિરીઝની બીજી સીઝન પણ દર્શકોને પસંદ આવી છે. જેમાં રાજસ્થાનના જયપુરની સ્ટોરી બતાવવામાં આવી છે. જે 12 વર્ષના બાળક હર્ષુના પોઇન્ટ ઓફ વ્યુથી બતાવવામાં આવી છે. તેને 3.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો :

નીતિન પટેલની કારકિર્દી પૂર્ણ વિરામ નહિ મૂકાય, લોકસભા ચૂંટણીમાં સોંપાઈ આ મોટી જવાબદારી

0

Nitin Patel’s career

  • Nitin Patel : આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ૧૬૦ બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે.

ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનું (BJP leader Nitin Patel) નામ યાદીમાં ચોક્કસથી આવે છે. ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના મજબૂત હોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં (North Gujarat) પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ ૨૨ જૂન, ૧૯૫૬ના રોજ મહેસાણાના (Mehsana) વિસનગરમાં થયો હતો. આજે રાજકારણના મોટુમાથું ગણાતા ૬૫ વર્ષીય નીતિન પટેલ હાલ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

ક્યાંક ક્યાંક નિવેદનો આપતા જોવા મળે છે. પરંતું ૩૦ વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય. કારણ કે તેમને પાર્ટીએ એક મોટી જવાબદારી સોંપી છે. એ પાટીદાર નેતા જેઓ ત્રણવાર મુખ્યમંત્રી બનતા રહી ગયા તેવા દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ છે.

૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ એક્શનમાં આવી ગયુ છે. આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ૧૬૦ બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને પણ જવાબદારી સોંપાઈ છે. નીતિન પટેલને ૫ ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.

આ પણ વાંચો :-

ચા કે કોફી કઈ વસ્તુથી સ્વાસ્થ્યને થાય છે મોટું નુકસાન ?

What tea or coffee causes

  • કોફી હોય કે ચા સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે એ સવાલ પણ એટલો જ અગત્યનો છે. કેટલાક લોકોને કોફી ગમે છે. કેટલાકને ચા ગમે છે. પરંતુ ઘણા લોકોને બંને ગમે છે.

માહિતી અનુસાર જ્યારે ચા (Tea) અને કોફી (Coffee) કાચી સ્વરૂપમાં હોય છે. તો તે બંનેમાં વધુ કેફીન જોવા મળે છે. તે જ સમયે જ્યારે તે તૈયાર કરવામાં આવે છે. ત્યારે કોફીની તુલનામાં ચામાં કેફીન ઓછું થાય છે.

તમને જણાવી દઈએ કે આખા દિવસ દરમિયાન શરીરમાં એનર્જી માટે કેફીન જરૂરી છે. પરંતુ વધુ પડતા કેફીનનું સેવન કરવાથી શરીર પર હાનિકારક અસર થાય છે. જો તમારે કેફીન ઓછું લેવું હોય તો કોફી છોડીને ચા ખાઓ.

ચામાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ કોફી કરતા વધુ સારા હોય છે કારણ કે તે આપણા શરીરને ડીટોક્સ કરે છે. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ચામાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ શરીર માટે ઘણા ફાયદાઓ ધરાવે છે. આ રીતે, કોફીમાં કેટલાક એન્ટીઓકિસડન્ટો જોવા મળે છે. પરંતુ તે ચાની તુલનામાં ઓછા છે.

જો તમારે ખાંડની માત્રા ઓછી કરવી હોય તો ચાને બદલે કોફી પીવી જોઈએ કારણ કે કોફી ટાઈપ ૨ ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. કોફી લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને શરીરમાં ઈન્સ્યુલિનનું સ્તર જાળવી રાખે છે.

જો તમે જીમ દ્વારા વજન ઓછું કરવા માંગો છો, તો તમે એક કપ એક્સપ્રેસો અથવા બ્લેક કોફી પીઓ. આ ચયાપચયમાં સુધારો કરશે. જે વધુ કેલરી બર્ન કરશે. બીજી બાજુ જો તમે ડાયટિંગ દ્વારા વજન ઘટાડી રહ્યા છો. તો એક કપ બ્લેક ટી પીવો.

દરેકના મનમાં એક પ્રશ્ન છે કે દિવસમાં કેટલા કપ ચા અને કોફી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? તે જ સમયે, આનો કોઈ ચોક્કસ જવાબ નથી. કારણ કે વધુ પડતી કેફીન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શિયાળામાં થોડી વધુ ચા પીવામાં કોઈ નુકસાન નથી. પરંતુ કોફીનું વધુ સેવન ન કરો.

આ પણ વાંચો :-