Sunday, Jul 20, 2025

OTT પર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહી છે આ Movies અને Web Series, જુઓ લિસ્ટ

3 Min Read

These movies and web series

  • OTT પર ગયા અઠવાડિયે ઘણી વેબ સિરીઝ અને મૂવી રિલીઝ થઈ હતી. આ ફિલ્મો અને વેબ સિરીઝે ઓટીટી પર ધમાલ મચાવી છે. જાણો OTT પર આ સિરીઝ અને મુવીઝને અત્યાર સુધીમાં કેટલા વ્યુઝ મળ્યા છે.

OTT પર ફિલ્મો અને વેબ સિરીઝની રિલીઝ સાથે દર્શકો ઘરે બેસીને તેનો આનંદ માણી શકે છે. પરંતુ OTT પ્લેટફોર્મે ઘણા લોકો માટે રોજગારની નવી તકો પણ ખોલી છે. થિયેટરોમાં ફિલ્મો રિલીઝ કર્યા પછી હવે વધુ પૈસા કમાવવા માટે તેને OTT પર પણ રિલીઝ કરવામાં આવી રહી છે.

જ્યારે કેટલીક ફિલ્મો અને વેબ સિરીઝ એવી છે જે સીધી OTT પર જ રિલીઝ થઈ રહી છે. ગયા અઠવાડિયે કેટલીક વેબ સિરીઝ અને ફિલ્મો OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મો અને વેબ સિરીઝને OTT પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાણો કઈ છે આ ફિલ્મો અને વેબ સિરીઝ.

દહાડ :

સોનાક્ષી સિન્હાએ OTT પર ‘દહાડ‘ વેબ સિરીઝથી ડેબ્યૂ કર્યું છે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી એક સિરિયલ કિલરનું રહસ્ય ઉકેલવામાં બીઝી છે. અભિનેત્રી આ સીરિયલ કિલરને કેવી રીતે પકડે છે તે આ વેબ સિરીઝની સ્ટોરી છે. આ વેબ સિરીઝને OTT પર 3.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે અને તે OTT પર સુપરહિટ બની છે.

સિર્ફ એક બન્દા કાફી હે  :

મનોજ બાજપેયી સ્ક્રીન પર જે પણ પાત્ર ભજવે છે તેમાં પોતાનો જીવ લગાવી દે છે. સિર્ફ એક બન્દા કાફી હે વેબ સિરીઝ Zee5 પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિનેતાએ વકીલની ભૂમિકા ભજવી છે. જે હાઈપ્રોફાઈલ કેસ લડે છે અને બાબાને તેના દુષ્કર્મની સજા અપાવે છે. ફિલ્મને OTT પર 4.1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

યે મેરી ફેમિલી 2 :

એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ‘યે મેરી ફેમિલી 2‘ વેબ સિરીઝની બીજી સીઝન પણ દર્શકોને પસંદ આવી છે. જેમાં રાજસ્થાનના જયપુરની સ્ટોરી બતાવવામાં આવી છે. જે 12 વર્ષના બાળક હર્ષુના પોઇન્ટ ઓફ વ્યુથી બતાવવામાં આવી છે. તેને 3.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો :

Share This Article