નીતિન પટેલની કારકિર્દી પૂર્ણ વિરામ નહિ મૂકાય, લોકસભા ચૂંટણીમાં સોંપાઈ આ મોટી જવાબદારી

Share this story

Nitin Patel’s career

  • Nitin Patel : આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ૧૬૦ બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે.

ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનું (BJP leader Nitin Patel) નામ યાદીમાં ચોક્કસથી આવે છે. ગુજરાતમાં મોટાગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના મજબૂત હોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં (North Gujarat) પટેલ સમાજના મહત્ત્વના નેતા છે. નીતિન પટેલનો (Nitin Patel) જન્મ ૨૨ જૂન, ૧૯૫૬ના રોજ મહેસાણાના (Mehsana) વિસનગરમાં થયો હતો. આજે રાજકારણના મોટુમાથું ગણાતા ૬૫ વર્ષીય નીતિન પટેલ હાલ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

ક્યાંક ક્યાંક નિવેદનો આપતા જોવા મળે છે. પરંતું ૩૦ વર્ષનો બહોળો રાજકીય અનુભવ ધરાવતા નીતિન પટેલની કારકિર્દી પૂર્ણવિરામ નહિ મૂકાય. કારણ કે તેમને પાર્ટીએ એક મોટી જવાબદારી સોંપી છે. એ પાટીદાર નેતા જેઓ ત્રણવાર મુખ્યમંત્રી બનતા રહી ગયા તેવા દિગ્ગજ નેતા નીતિન પટેલને ઉત્તરાખંડ-યુપીના પાંચ ક્લસ્ટર અભિયાનની જવાબદારી સોંપાઈ છે.

૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ એક્શનમાં આવી ગયુ છે. આજથી દેશભરમાં ભાજપ જનસંપર્ક અભિયાન શરૂ કરશે. ૧૬૦ બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનને પણ જવાબદારી સોંપાઈ છે. નીતિન પટેલને ૫ ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.

આ પણ વાંચો :-