Home Blog Page 1064

હવે ગૂગલ તમને ચહેરા વગર પણ ઓળખી લેશે, ફોટો એપમાં પાછળનો ભાગ જોઈને જ કહી દેશે કે કોની છે તસવીર

0

Now Google will recognize you even without 

  • ટૂંક સમયમાં જ તમને ગૂગલ ફોટોઝમાં આ સુવિધા મળશે કે આ એપ તમારી પાછળની બાજુથી લીધેલી તસવીરોને પણ ઓળખી લેશે. મતલબ તે કહેશે કે કયું ચિત્ર તમારું છે અને કયું ચિત્ર બીજાનું છે.

અત્યારે આ ફીચર ગૂગલ ફોટોઝમાં (Google Photos) ઉપલબ્ધ છે કે આ એપ તમને ચહેરાના આધારે ફોટો ઓળખવામાં મદદ કરે છે. એટલે કે તે ચહેરાને જોઈને તે બધા સમાન ફોટાને ફોલ્ડરમાં રાખે છે અને ફોટા શોધવાનું સરળ બને છે.

જો કે આ માટે શરત એ છે કે ફોટોગ્રાફ્સમાં (Photographs) વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ. તે પછી જ તે બધાને જુદા જુદા ફોલ્ડરમાં વહેંચે છે. હવે એપમાં ટૂંક સમયમાં એક અદ્ભુત અપડેટ આવવાનું છે અને તે પાછળની બાજુથી લીધેલી તસવીરોને પણ ઓળખશે અને વ્યક્તિના હિસાબે ફોલ્ડરમાં એડજસ્ટ કરશે.

આ છે અપડેટ :

એન્ડ્રોઈડ ઓથોરિટીને આપેલા જવાબમાં ગૂગલે કહ્યું કે કંપની તેની સેવાઓને સુધારવા માટે સતત કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ યુઝર્સને ફોટો એપમાં તેમના ફોટાને વધુ સારી રીતે ગોઠવવાની સુવિધા મળશે. કંપનીએ જણાવ્યું કે હવે એપ એપ પર બેકસાઈડથી લીધેલા ફોટાને પણ ઓળખશે અને વ્યક્તિના હિસાબે તેને અલગ-અલગ ફોલ્ડરમાં વિભાજિત કરશે. આ માટે ફોટો એપ કપડાં અને અન્ય વિઝ્યુઅલ એલિમેન્ટસની મદદ લેશે અને તે જ સમયમર્યાદાની આસપાસ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા તમામ ફોટાને ઓળખશે.

એક લેખમાં અલ ખૌરીએ ગૂગલના નવા અપડેટની તસવીરો પણ શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે ગૂગલે હવે તેના પતિની પાછળથી લીધેલી તસવીરોને તે જ ફોલ્ડરમાં શોધવાનું શરૂ કરી દીધું છે. જે સૂચવે છે કે કંપનીનું નવું ફીચર ટૂંક સમયમાં લાવવામાં આવશે.

શું તે આવા તમામ ફોટાને ઓળખી શકશે ?

અલ ખૌરીના જણાવ્યા મુજબ Google Photos એ હાલમાં 70 થી 80% ફોટાને ઓળખી કાઢ્યા છે જે પાછળની બાજુથી લેવામાં આવ્યા હતા. તે કેટલાક ચિત્રો શોધવામાં અસમર્થ છે જેના વિઝ્યુઅલ વગેરે તે સમજી શકતો નથી. ખાસ કરીને તેને ક્લોઝ-અપ્સ સમજવામાં તકલીફ પડી રહી છે. જેને કંપની આવનારા સમયમાં સુધારી શકે છે.

આ પણ વાંચો :-

જો તમારો સામાન ટ્રેનમાં રહી જાય તો ચિંતા ન કરશો, આ રીતે મેળવો પરત

0

Don’t worry if your luggage gets left on the train 

  • Indian Railway Rules : મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત કરવા માટે આપવામાં આવતી સુવિધા માટે રેલ્વે કોઈ ચાર્જ લેતી નથી.

ઘણી વાર એવું જોવા મળે છે કે ટ્રેનમાં (Train) મુસાફરી કરતી વખતે ઘણા લોકો પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી જાય છે. આ પછી જ્યારે મુસાફરને યાદ આવે છે કે તે પોતાનો સામાન ટ્રેનમાં જ ભૂલી ગયો છે, ત્યારે તે વિચારે છે કે હવે તેનો સામાન કોઈ પણ કિંમતે મળશે નહીં.

જો કે એવુ નથી.. રેલવે મુસાફરોના ભુલી ગયેલા સામાનની સંભાળ રાખે છે અને પૂછપરછ પછી તે સામાન જે વ્યક્તિનો છે તેને પરત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે તમારો સામાન ટ્રેનમાં ભૂલી જાઓ છો. તો તમને તે કેવી રીતે પાછો મળશે? જો નહીં તો આવો આજે અમે તમને આખી પ્રક્રિયા વિશે જણાવીશું.

ખોવાયેલી વસ્તુઓ અહીં જમા કરવામાં આવે છે :

રેલ્વેએ ટ્રેનમાં ભુલી ગયા હોય તે સામાનને તેના હક્કદાર માલિકને પહોંચાડવા માટે યોગ્ય નિયમો બનાવ્યા છે. સૌ પ્રથમ, જ્યારે ટ્રેન તેના છેલ્લા સ્ટેશન પર પહોંચે છે. ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેશન સ્ટાફ દ્વારા આખી ટ્રેનની તપાસ કરવામાં આવે છે. તે દરમિયાન જો તેઓને કોઈપણ મુસાફરનો છુટી ગયેલ સામાન મળે તો તેઓ તે સામાનની રસીદ બનાવે છે અને સ્ટેશન માસ્ટરને જમા કરાવે છે.

ખોવાયેલા સામાનની વિગતો નોંધવામાં આવે છે :

આ પછી સ્ટેશન માસ્ટર દ્વારા આ સામાનની વિગતો એક રજિસ્ટરમાં દાખલ કરવામાં આવે છે. આ પછી કુલ વસ્તુઓની સૂચિ બનાવવામાં આવે છે. જેમાંથી ત્રણ નકલો તૈયાર કરવામાં આવે છે. ત્રણ નકલોમાંથી, એક નકલ ખોવાયેલા સામાનના રજિસ્ટરમાં રાખવામાં આવે છે. બીજી તે સામાનમાં અને ત્રીજી નકલ રેલવે પ્રોટેક્શન ફોર્સ પાસે જમા કરવામાં આવે છે. આ પછી ખોવાયેલા સામાનને સીલ કરવામાં આવે છે.

આ રીતે તમે તમારી ખોવાયેલી વસ્તુઓ મેળવી શકો છો :

હવે જો કોઈ વ્યક્તિ સ્ટેશન પર આવે છે અને તેની ખોવાયેલી વસ્તુનો દાવો કરે છે તો સ્ટેશન માસ્ટર તેની પાસેથી કેટલીક જરૂરી વિગતો લે છે. જો સામાન તેજ વ્યક્તિનો હોવાનું જણાય તો સ્ટેશન માસ્ટર તેને પરત કરે છે. જો કે, આ સમય દરમિયાન ખોવાયેલા માલના રજિસ્ટરમાં વ્યક્તિનું સંપૂર્ણ સરનામું દાખલ કરવામાં આવે છે અને તે વ્યક્તિની સહી પણ લેવામાં આવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે રેલવે આ સુવિધા માટે પેસેન્જર પાસેથી કોઈ ફી લેતું નથી.

તમારી વસ્તુ 2 દિવસમાં મેળવો :

સામાન ગુમ થયા પછી સ્ટેશન માસ્ટર સાત દિવસ સુધી સામાનને પોતાની દેખરેખમાં રાખે છે. જે પછી તે વસ્તુને લોસ્ટ પ્રોપર્ટી ઓફિસમાં મોકલે છે.

આ પણ વાંચો :-

 

આજે ફરી રોકેટ થયો આ સ્ટોક, ૬ મહિનામાં રોકાણકારોને આપ્યું ૧૩૪% રિટર્ન, હજી થશે ૨૦૦ને પાર

0

This stock rocketed again today 

  • Stock to Buy : માર્ચ ૨૦૨૩માં કંપનીએ ૪.૪૫ કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે ૨૦૨૨માં કંપનીએ ૨.૨૩ કરોડની કમાણી કરી હતી. આ તમામ સ્થિતિને જોતા નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી ૪થી ૬ મહિનામાં શેર ૨૩૦નો આંકડો પાર કરશે.

શેર માર્કેટમાં નફો કમાવા માટે રોકાણકારો એવા સ્ટોક્સ રાખવા ઈચ્છે છે જે બંપર રિટર્ન આપે. આ કામમાં માર્કેટ એક્સપર્ટ મદદ કરતા હોય છે. આ સ્ટોક્સ પર અત્યાર સુધીમાં લોકોને ૧૩૪ ટકા રિટર્ન મળ્યું છે અને આ સ્ટોક આજે પણ રોકેટ થયો છે.

સોમવારની ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં હરિયાળી જોવા મળી હતી. એટલે ટ્રેડિંગ ગ્રીન નિશાન સાથે શરુ થઈ હતી. શેર બજારમાં આ સ્ટોક ગ્રીન નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકમાં પૈસા લગાડવાથી જોરદાર રિટર્ન મળશે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે Integra Engineering Indiaમાં રોકાણ કરી શકાય છે. આ શેર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને દ્રષ્ટિએ ફાયદો કરાવનાર છે.

આ શેર બીએસઈ લિસ્ટેડ છે. જો કે તેના વોલ્યૂમ્સમાં સુધારો જોવા મળે છે. પરંતુ આ સ્ટોકનો ભાવ ઘટે એટલે તેને ખરીદી પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. આ કંપની ૧૯૮૭થી કામ કરી રહી છે. આ કંપની રેલ્વે સિગનલિંગ જેવા કામ કરે છે. પ્રાથમિક રીતે તે રેલવેને જ કેટર કરે છે. કંપનીની રિટર્ન ઓન ઈક્વિટી ૨૧ ટકા છે અને છેલ્લા ૩ વર્ષથી પ્રોફિટ ગ્રોથ ૪૭ ટકા છે અને સેલ્સ ગ્રોથ ૨૯ ટકા છે. આ કંપની પર કરજ પણ ૨૦ કરોડનું જ છે.

માર્ચ ૨૦૨૩માં કંપનીએ ૪.૪૫ કરોડ રુપિયાની કમાણી કરી હતી. જ્યારે ૨૦૨૨માં કંપનીએ ૨.૨૩ કરોડની કમાણી કરી હતી. આ તમામ સ્થિતિને જોતા નિષ્ણાંતોનું અનુમાન છે કે આગામી ૪થી ૬ મહિનામાં શેર ૨૩૦ નો આંકડો પાર કરશે.

(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી)

આ પણ વાંચો :-

શરમજનક હાર બાદ મેનેજમેન્ટ બગડયું ! ટીમ ઈન્ડિયાને મળી શકે છે નવા હેડ કોચ

0

After the embarrassing defeat

  • બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ટૂંક સમયમાં મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. ટીમના ખરાબ પ્રદર્શનને જોતા મેનેજમેન્ટ આ મોટો ફેરફાર કરી શકે છે.

ખેલાડીઓના ખરાબ પ્રદર્શનને લઈને મેનેજમેન્ટ કરી રહ્યું છે વિચાર. હવે લેવાઈ શકે છે આ અંગે મહત્ત્વનો નિર્ણય. દાદાને સોંપાઈ શકે છે મોટી જવાબદારી. ફરી એકવાર ક્રિકેટ મેદાન પર ટીમના બોસ બની શકે છે દાદા. જી હાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગૂલીને સોંપાઈ શકે છે મોટી જવાબદારી. સૌરવ ગાંગૂલી બને શકે છે આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ટીમના હેડ કોચ.

BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૌરવ ગાંગુલીને ટૂંક સમયમાં ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવી શકે છે. તે અગાઉ આ ટીમ સાથે ક્રિકેટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. ટીમના ખરાબ પ્રદર્શનને જોતા મેનેજમેન્ટ આ મોટો ફેરફાર કરી શકે છે.

સૌરવ ગાંગુલી બનશે ટીમના નવા હેડ કોચ !

IPL 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. હવે ટીમ વિશે એક નવું અપડેટ આવ્યું છે. સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સના નવા કોચ બનાવવામાં આવી શકે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં દિલ્હીની ટીમ 14માંથી માત્ર 5 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે રહી હતી. આવી સ્થિતિમાં ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગનો કાર્યકાળ સમાપ્ત થવાની સંભાવના છે. ત્યારે આ જવાબદારી સૌરવ ગાંગૂલીને સોંપાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

 આ પણ વાંચો :-

 

Black Car ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા જાણી લેજો આ વાત નહીંતર પસ્તાશો

Thinking of buying a black car?

  • Car Care Tips : ઘણા લોકોને કાળા રંગની કાર ખુબ ગમે છે. જોકે, કાળા રંગની કારની જાળવણી મુશ્કેલ બની શકે છે. તમારે કાળા રંગની કાર સાથે વધુ સાવચેત રહેવું પડશે. તેની વધુ કાળજી રાખવી પડશે.

ઘણા લોકોને કાળા રંગની કાર ખુબ ગમે છે. જોકે કાળા રંગની કારની જાળવણી મુશ્કેલ બની શકે છે. તમારે કાળા રંગની કાર સાથે વધુ સાવચેત રહેવું પડશે. તેની વધુ કાળજી રાખવી પડશે. વાસ્તવમાં કાળા રંગની કારના કેટલાક ગેરફાયદા છે જે ઘણા લોકો નથી જાણતા. ચાલો આવા ત્રણ ગેરફાયદા વિશે જાણીએ.

ગરમી :

કાળો રંગ સૂર્યના કિરણોમાંથી વધુ ગરમી શોષે છે. કારના કિસ્સામાં પણ એવું જ છે. કાળા રંગની કાર સૂર્યમાંથી વધુ ગરમી શોષી લે છે. જેના કારણે કારનો આંતરિક ભાગ ગરમ રહે છે (હળવા રંગની કારની સરખામણીમાં). ખાસ કરીને જો તમે કારને તડકામાં પાર્ક કરો છો તો આ સમસ્યા વધુ થાય છે. તે પછી તમારે કારના આંતરિક ભાગને ઠંડુ કરવા માટે વધુ ACની જરૂર પડશે.

જાળવણી :

કાળી કારને સારી દેખાતી રાખવા માટે વધુ જાળવણી અને કાળજીની જરૂર પડી શકે છે. પેઇન્ટવર્કની ચમક જાળવવા અને તેને નુકસાનથી બચાવવા માટે નિયમિત પોલિશિંગ અને વેક્સિંગ વગેરેની જરૂર પડી શકે છે. ઉપરાંત કાર ધોવાથી જે swirl marks રહી જાય છે. તે કાળા રંગ પર વધુ દેખાય છે. આને દૂર કરવા માટે સફાઈ કરતી વખતે વધારાની કાળજીની જરૂર પડી શકે છે.

આ પણ વાંચો :-

નવસારીના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૯ સુરતીલાલા ઝડપાયા

0

9 surtilalas were caught enjoying alcohol

  • police raid on liquor party : નવસારીના આસુંદર ગામે વિલેજ સિટી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૯ સુરતીલાલાઓ ઝડપાયા. મહેફિલની બાતમીને આધારે ગ્રામ્ય પોલીસની કરી રેડ. ઘટના સ્થળેથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, ૩ કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત.

નવસારી જિલ્લાના ગામડાઓમાં બનેલા ફાર્મ હાઉસ હવે દારૂની મહેફિલો કરતા થઈ ગયા છે. જેમાં મોટાભાગના સુરતીઓ હોય છે. વિકેન્ડમાં સુરતીલાલાઓ બેખૌફ બની શરાબ કબાબની મજા માણવા પહોંચતા હોય છે. પરંતુ નવસારી જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે.

ગત મોડી રાતે નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામમાં વિલેજ સીટી ફાર્મ હાઉસમાં શરાબની મહેફિલ માણતા ૯ સુરતીલાલાઓના રંગમાં નવસારી ગ્રામ્ય પોલીસે ભંગ પાડયો હતો. પોલીસે ૯ લોકોની નશાની હાલતમાં ધરપકડ કરી, મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પણ કબ્જે કરી હતી.

નવસારીના આસુંદર ગામે ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ પર ગ્રામ્ય પોલીસે રેડ પાડી હતી. નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામે આવેલા વિલેજ સીટી ફાર્મ હાઉસમાં શરાબની પાર્ટી ચાલી રહી હતી. જેમા સુરતના નબીરાઓ ફાર્મ હાઉસમાં શરાબની મજા માણી રહ્યા હતા. મહેફિલની બાતમીને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે રંગમાં ભંગ પાડયો હતો.

પોલીસે ઘટના સ્થળેથી ૯ સુરતીલાલાઓને નશાની હાલતમાં પકડ્યા હતા. ઘટના સ્થળેથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે મહેફિલ માણતા સુરતીલાલાઓની ધરપકડ કરી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. તો ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે ઘટના સ્થળેથી નશાની હાલતમાં ૯ સુરતીઓને પકડયા હતા. સાથે જ મોંઘી બ્રાન્ડની ૭ દારૂની બોટલો, મોબાઈલ ફોન અને ત્રણ કાર પણ કબ્જે કરી હતી. જ્યારે ૯ સુરતીલાલાઓની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા સુરતીઓમાં એકની પાસે વિદેશી દારૂ પીવાની પરમીટ હતી. પણ બદનસીબે પરમીટ મે મહિનામાં જ પૂર્ણ થઈ હતી.

આ પણ વાંચો :-

Asia Cup 2023 : પાકિસ્તાનમાં રમાશે એશિયા કપ 2023, ટીમ ઈંડિયાના મેચને લઈ આ છે અપડેટ

0

Asia Cup 2023

  • Asia Cup 2023 : ગત વર્ષે બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઇન્ડિયા કોઈ પણ હાલતમાં પાકિસ્તાન જશે નહીં. બીસીસીઆઈના આ નિર્ણય પછી એશિયા કપ 2023 માટે હાઈબ્રીડ મોડલ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હાઈબ્રીડ મોડલ અંગે 13 જૂને કાઉન્સિલ તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

એશિયા કપ 2023 (Asia Cup 2023) સપ્ટેમ્બર મહિનામાં પાકિસ્તાનમાં રમાશે. પરંતુ એશિયા કપના આયોજનને લઈને હજી પણ કોઈ સ્પષ્ટતા નથી. તેવામાં ટુર્નામેન્ટને (Tournament) લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશિયા કપ 2023 પાકિસ્તાનમાં (Pakistan) જ રમાશે પરંતુ ટુર્નામેન્ટની કેટલીક મેચ પાકિસ્તાનની બહાર આયોજિત થશે.

એશિયા કપ 2023 માટે પીસીબીના પ્રસ્તાવિત હાઈબ્રીડ મોડલને એશિયાઈ ક્રિકેટ પરિષદ (Asian Cricket Council) મંજૂરી આપે તેવી સંભાવના છે. ગત વર્ષે બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઈન્ડિયા કોઈ પણ હાલતમાં પાકિસ્તાન જશે નહીં. બીસીસીઆઈના આ નિર્ણય પછી એશિયા કપ 2023 માટે હાઈબ્રીડ મોડલ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હાઈબ્રીડ મોડલ અંગે 13 જૂને કાઉન્સિલ તરફથી સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

પાકિસ્તાનમાં રમાશે આ 4 મેચ :

હાઈબ્રીડ મોડેલ અંતર્ગત એશિયા કપ 2023 ની ચાર મેચ પાકિસ્તાનમાં આયોજિત થશે. આ બધી મેચ પાકિસ્તાનના લાહોરમાં રમાશે. પાકિસ્તાનમાં રમાનાર મેચમાં પાકિસ્તાન-નેપાળ, બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાન-શ્રીલંકા અને શ્રીલંકા-બાંગ્લાદેશ મેચ થઈ શકે છે. ત્યાર પછી ની બધી જ મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયાની મેચ પણ શ્રીલંકામાં જ રમાશે.

એશિયા કપ 2023નું હાઈબ્રીડ મોડલ :

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા એશિયા કપ 2023 માટે હાઈબ્રીડ મોડલ માં બે વિકલ્પ આપવામાં આવ્યા છે. હાઈબ્રીડ મોડલના પહેલા વિકલ્પમાં પાકિસ્તાનમાં બધા જ મેચ રમાશે જ્યારે ભારતના મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. જ્યારે બીજો વિકલ્પ એવો છે કે ટુર્નામેન્ટને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે. જેમાં પહેલા રાઉન્ડમાં પાકિસ્તાનમાં મેચ રમાશે અને બીજા રાઉન્ડમાં ભારતના મેચ ન્યુટ્રલ વેન્યુ પર રાખવામાં આવે. એશિયા કપ 2023 નો ફાઈનલ મેચ પણ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે.

આ પણ વાંચો :-

જો તમે કૈલાશ માનસરોવરની યાત્રાએ જવાના હોવ તો સરકારે લીધો છે તમારા માટે મહત્વનો નિર્ણય

0

If you are going to visit Kailash Mansarovar

  • કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

કૈલાસ માન સરોવર યાત્રા માટેની સહાયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે 50 હજાર રૂપિયાનો સહાય અપાશે.

કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપિયા 23 હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. 50 હજાર સહાય અપાશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા :

કૈલાશ માનસરોવર યાત્રાનું રજિસ્ટ્રેશન ભારત સરકારની https://kmy.gov.in વેબસાઈટ પરથી થઈ શકે છે. આ યાત્રા કરવા ઈચ્છતા દરેક પાસે ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે. યાત્રા શરૂ કરતા પહેલા યાત્રીઓએ દિલ્હીમાં ત્રણથી ચાર દિવસ યાત્રાની તૈયારી કરવા માટે અને મેડિકલ ટેસ્ટ માટે ફાળવવા પડે છે.

પરંતુ જો તે ન ફાવે તો યાત્રી જાતે પણ પોતાની રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કરી શકે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશ માટે પમ યાત્રીએ પોતાના હેલ્થ અને ફઈટનેસનું ચેકઅપ કરાવવું પડશે.

આવા યાત્રીઓને નથી અપાતી પરવાનગી :

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન લિપુલેખ રૂટ પરથી 200 કિ.મી જેટલું અને નાથુ લા રૂટ પરથી 35 કિ.મી જેટલું ટ્રેકિંગ છે. વળી ઉપર હવાનું દબાણ ઘટી જાય છે. તેને કારણે યાત્રીઓના શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જવાના કિસ્સા બને છે. આ ઉપરાંત માઉન્ટેન સિકનેસ, શ્વાસને લગતી તકલીફ થઈ શકે છે.

બ્રોન્કિયલ અસ્થમા, હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ હોય તેવા લોકો માટે આ યાત્રામાં ટકી રહેવું મુશ્કેલ છે. આથી જ આવા ઊંચાણવાળા વિસ્તારમાં મોકલતા પહેલા તેમનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. યાત્રા માટે તમારી વય 18 વર્ષથી વધુ અને 70 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.

આ પણ વાંચો :-

જાણો ક્યાં આવેલ છે દુનિયાનું સૌથી યુનીક Pink Hillier Lake, જાણો કેમ તેનો રંગ છે ગુલાબી

Learn where is the world’s most unique pink hillier lake
  • Pink Lake : આજે અમે તમને એક એવા તળાવ વિશે જણાવીશુ કે જે પુરુ ગુલાબી દેખાય છે. જાણો આ તળાવનો રંગ અન્ય તળાવો કરતા કેમ અલગ છે ?

આ દુનિયા ઘણી અદ્ભુત વસ્તુઓથી ભરેલી છે જે ખરેખર રસપ્રદ છે. શું તમે ક્યારેય કોઈ તળાવ (Lake) જોયું છે? જો હા, તો તળાવનો રંગ કેવો હોય છે? શક્ય છે કે તમારો જવાબ વાદળી અથવા તેની આસપાસનો કોઈ રંગ હશે. તમારો જવાબ પીન્ક તો નહીં જ હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં એક એવું તળાવ છે. જેનો રંગ ગુલાબી છે. આ તળાવ એવું લાગે છે કે જાણે કોઈએ પાણીમાં ગુલાબી રંગ (Pink) ભેળવ્યો હોય. જોકે આનું વૈજ્ઞાનિક કારણ કંઈક બીજું છે.

ગુલાબી તળાવ ક્યાં છે ?

આ તળાવનું નામ પિંક હિલિયર લેક (Pink Hillier Lake) છે. તેને પિંક લેક પણ કહેવામાં આવે છે. આ તળાવ ઓસ્ટ્રેલિયામાં છે. રસપ્રદ વાત એ છે કે જો તમે રાત્રે આ તળાવ જોશો તો તમને એકદમ સામાન્ય દેખાશે. પરંતુ દિવસ દરમિયાન તેનો રંગ ગુલાબી થઈ જાય છે. આપણી આંખોને ગુલાબી પાણી (Pink Water) જોવાની આદત નથી તેથી ક્ષણભર માટે આ તળાવનું પાણી ગંદુ પણ લાગે છે.

No description available.

પિંક હિલિયર લેકની શોધ કોણે કરી હતી ?

વિશ્વની દરેક અદ્ભુત વસ્તુ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા શોધવામાં આવી છે. તેવી જ રીતે, આ તળાવની શોધ પણ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જેનું નામ મેથ્યુ ફિલ્ડર્સ છે. મેથ્યુ ફિલ્ડર્સ વ્યવસાયે એક વૈજ્ઞાનિક છે અને તેમણે 15 જાન્યુઆરી 1802ના રોજ આ તળાવની શોધ કરી હતી. થોડા સમય પછી આખી દુનિયામાં તળાવની ચર્ચા થવા લાગી. ત્યારે તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું.

તળાવ ગુલાબી કેમ છે ?

આ તળાવ બહુ મોટું નથી. જો કે તેની સુંદરતા દરેકનું ધ્યાન ખેંચે છે. આ તળાવનો કુલ વિસ્તાર 600 મીટર એટલે કે 2000 ફૂટ છે. તળાવ ચારે બાજુથી વૃક્ષોથી ઘેરાયેલું છે. આ તળાવમાં જોવા મળતા શેવાળ અને બેક્ટેરિયાના કારણે આ તળાવ ગુલાબી છે. જો કે આ તળાવમાં શેવાળ અને બેક્ટેરિયા જોવા મળે છે. પરંતુ આ તળાવ મનુષ્યો અને અન્ય વન્યજીવો માટે હાનિકારક નથી.

આ પણ વાંચો :-

શું વારસો વહેંચાઈ જશે ? અહમદ પટેલના પુત્ર ભાજપના સંપર્કમાં, પુત્રી કોંગ્રેસ તરફથી લડી શકે છે ચૂંટણી

0

Will the legacy be divided? Ahmed Patel

  • કોંગ્રેસની રાજનીતિમાં ગુજરાતના ભરુચથી આવતા નેતા અહમદ પટેલ એક સમયે હુકનો એક્કો ગણાતા હતા. અહમદ પટેલ વગર કોંગ્રેસમાં પત્તું પણ હલતું નહતું.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Former Congress president Sonia Gandhi) એક સમયે સૌથી નજીક રહેલા ગુજરાત કોંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના (Ahmed Patel) પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ વચ્ચે રાજકીય અંતર વધી રહ્યું હોય તેવું જણાય છે.

ફૈઝલે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટિલ સાથેનો ફોટો ઈન્ટરનેટ પર શેર કર્યો. જ્યારે મુમતાઝ પટેલે (Mumtaz Patel) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેનો ફોટો શેર કરાવી દીધો. ભવિષ્યમાં અહમદ પટેલના રાજકીય વારસ અંગે ખેંચતાણ થઈ શકે છે.

કોંગ્રેસની રાજનીતિમાં ગુજરાતના ભરુચથી આવતા નેતા અહમદ પટેલ એક સમયે હુકનો એક્કો ગણાતા હતા. અહમદ પટેલ વગર કોંગ્રેસમાં પત્તું પણ હલતું નહતું. નવેમ્બર 2023માં તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક સમયથી પાટિલ સાથે સંપર્કમાં છે.

આ અગાઉ પણ ફૈઝલ પોતાની ટવીટના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. પોતાની મહિલા મિત્ર અમિષા પટેલ સાથે બગડતા સંબંધોની વાત હોય કે પછી કોંગ્રેસની બેરુખીની વાત. રસપ્રદ વાત એ જોવા મળી કે તેના પછી તરત મુમતાઝ પટેલની રાહુલ ગાંધી સાથેનો એક ફોટો કોંગ્રેસ કાર્યકર સઈદ પાશાએ ઈન્ટરનેટ મીડિયામાં પોસ્ટ કર્યો.

મુમતાઝ પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પણ પિતાના વારસાને સંભાળવાના સંકેત આપ્યા હતા. તેઓ ભરૂચ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને વિવિધ વર્ગોના લોકો સાથે મુલાકાત કરીને પિતાએ બનાવેલી વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજસેવાના કાર્યમાં લાગ્યા હતા. ભાઈ બહેનની આ ટવીટ બાજીના પગલે હવે રાજકીય વર્તુળોમાં એવા સ્પષ્ટ સંકેત જઈ રહ્યા છે કે ફૈઝલ જ્યાં ભાજપની નીકટ જતા જોવા મળી રહ્યા છે ત્યાં મુમતાઝ કોંગ્રેસમાં રહીને પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરવાના પ્રયત્નોમાં છે.

વર્ષ 1977માં અહમદ પટેલની ઉંમર 26 વર્ષ હતી અને તેઓ ભરૂચથી ચૂંટણી જીતીને સંસદમાં સૌથી નાની ઉંમરના સભ્ય બન્યા હતા. ઓગસ્ટ 2022માં મુમતાઝ પટેલે ટવીટર પર લખ્યું હતું કે તેઓ રાજકારણમાં રસ ધરાવે છે અને ભરૂચથી 2024માં ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. એટલું તો સ્પષ્ટ છે કે દિવંગત નેતા અહમદ પટેલના વારસમાં બે ફાડિયા જોવા મળી રહ્યા છે. પુત્ર જ્યાં ભાજપના પડખે જોવા મળી રહ્યા છે ત્યાં પુત્રી કોંગ્રેસથી ચૂંટણી લડવામાં રસ ધરાવે છે.

આ પણ વાંચો :-