જો તમે કૈલાશ માનસરોવરની યાત્રાએ જવાના હોવ તો સરકારે લીધો છે તમારા માટે મહત્વનો નિર્ણય

Share this story

If you are going to visit Kailash Mansarovar

  • કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.

કૈલાસ માન સરોવર યાત્રા માટેની સહાયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે 50 હજાર રૂપિયાનો સહાય અપાશે.

કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપિયા 23 હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. 50 હજાર સહાય અપાશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા :

કૈલાશ માનસરોવર યાત્રાનું રજિસ્ટ્રેશન ભારત સરકારની https://kmy.gov.in વેબસાઈટ પરથી થઈ શકે છે. આ યાત્રા કરવા ઈચ્છતા દરેક પાસે ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે. યાત્રા શરૂ કરતા પહેલા યાત્રીઓએ દિલ્હીમાં ત્રણથી ચાર દિવસ યાત્રાની તૈયારી કરવા માટે અને મેડિકલ ટેસ્ટ માટે ફાળવવા પડે છે.

પરંતુ જો તે ન ફાવે તો યાત્રી જાતે પણ પોતાની રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કરી શકે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશ માટે પમ યાત્રીએ પોતાના હેલ્થ અને ફઈટનેસનું ચેકઅપ કરાવવું પડશે.

આવા યાત્રીઓને નથી અપાતી પરવાનગી :

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન લિપુલેખ રૂટ પરથી 200 કિ.મી જેટલું અને નાથુ લા રૂટ પરથી 35 કિ.મી જેટલું ટ્રેકિંગ છે. વળી ઉપર હવાનું દબાણ ઘટી જાય છે. તેને કારણે યાત્રીઓના શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જવાના કિસ્સા બને છે. આ ઉપરાંત માઉન્ટેન સિકનેસ, શ્વાસને લગતી તકલીફ થઈ શકે છે.

બ્રોન્કિયલ અસ્થમા, હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ હોય તેવા લોકો માટે આ યાત્રામાં ટકી રહેવું મુશ્કેલ છે. આથી જ આવા ઊંચાણવાળા વિસ્તારમાં મોકલતા પહેલા તેમનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. યાત્રા માટે તમારી વય 18 વર્ષથી વધુ અને 70 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.

આ પણ વાંચો :-