Home Blog Page 1062

પીવાના ‘શુદ્ધ’ મિનરલ વોટરના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં !

0
  • તમે પણ ઘણી વખત જોયું હશે કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ સારા ખરાબ પ્રસંગમાં મીનરલ વોટર મંગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે મંગાવેલું મીનરલ વોટર કેટલું સ્વચ્છ છે? તે ક્યાંથી આવે છે અને મીનરલ વોટર કેવી રીતે ભરવામાં આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાક અને પાણી ઘણું જરૂરી છે. આ બંને વસ્તુઓ માનવ જીવનને ટકાવી રાખવા માટે પણ જરૂરી છે. જો કે ખોરાક અને પાણી કુદરત પાસેથી મળેલ માનવીને અમૂલ્ય ભેટ છે. જેની સૌએ કદર કરવી જોઈએ. આમ તો પાણી જે પણ સ્વરૂપમાં મળે તે ઉપયોગી છે. પરંતુ ઘણા લોકો હંમેશાં મીનરલ વોટર પીવાનું વધુ પસંદ કરતા હોય છે.

તમે પણ ઘણી વખત જોયું હશે કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ સારા ખરાબ પ્રસંગમાં મીનરલ વોટર મંગાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે મંગાવેલું મીનરલ વોટર કેટલું સ્વચ્છ છે? તે ક્યાંથી આવે છે અને મીનરલ વોટર કેવી રીતે ભરવામાં આવે છે.

આ તમામ સવાલના જવાબ આજે અમે તમને બતાવેલ વીડિયોમાં જોઈને સમજી જશો. તાજેતરમાં એવા ઘણા લોકો છે કે પૈસા કમાવવાની લાલચમાં સ્વસ્થ સાથે ચેડા કરતા પણ ખચકાતા નથી. અને ઘણી વખત લોકો જેને મીનરલ વોટર સમજતા હોઈ છે તે શુદ્ધ પાણી નહીં પરંતુ કંઈક અલગ જ હોઈ છે.

છેલ્લા ઘણા સમયથી મીનરલ વોટરને લાગતી અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે યુવકો મીનરલ વોટરના જગ પાણીની ટોટીથી ભરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ પાઈપ પોતાના પગ પણ પખારે છે અને પાણીના જગ પણ ભરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં પોતાની સારી નરસી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વીડિયો જોયા પછી લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું મિનરલ વોટરના નામે લોકોને આવું ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

૨૭ જૂન / શેર-સટ્ટા તેમજ વાહન ચલાવવામાં સાચવજો, જાણો કઈ રાશિના જાતકોનો મંગળવાર કેવો રહેશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
શારિરીક અને માનસિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ. માન સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. ‌પરિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે-ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઇ શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ
ઘરમાં શુ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાંતિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

સિંહઃ
સિધ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ મિલકત અંગે લીધેલા નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ચિંતા રહે.

કન્યાઃ
મન ચંચળ રહે. વિચારો વધારે આવતા જણાય. આર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મળી રહ્યો છે. સ્ત્રી વર્ગથી લાભ. આરોગ્ય સાચવવું. ખેંચ-વાના દર્દી માટે વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ
ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. પરિવારના સભ્યો સાથે શાંતિથી કામ લેવું. અગત્યના આર્થિક નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય.

વૃશ્ચિકઃ
લક્ષ્મીજીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. મિત્રોથી લાભ. સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ
કાયક્ષેત્રે સફળતા. યશ-પ્રતિષ્‍ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ દિવસ.પ‌િત્ન સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવી શકાય. મિત્રોનો સાથ સહકાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

મકરઃ
ભાગ્ય બળવાન છે આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભૂતિ થાય. હાડકા, કમરના દુઃખાવાથી સાચવવું.

કુંભઃ
ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની કિંમત સમજવી જરૂરી છે. શેર બજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા હિતાવહ. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક વિચારો-ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ
મનોબળ વધવાને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શક્તિનો સંચાર થાય. નાણાંની સરળતા વર્તાય. પત્નિ સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ સફળતા. આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

બોલિવુડ સિંગર હિમેશ રેશમિયા સાળંગપુરમાં દાદાના શરણે ! જુઓ તસ્વીરો

  • સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા.

હિમેશ રેશમિયાને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યુ હતું. હિમેશ રેશમિયાએ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડાયવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી

0
  • પત્ની હોવા છતાં જીમ ટ્રેનરે પ્રેમિકાને ઘરમાં રાખી. દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ. સલાબતપુરા ખાતે જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડાયવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી. જીમ ટ્રેનરની પત્નીએ મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ગુનો દાખલ.

સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા બાદ લીવ ઇનમાં રહેતા હતા. પરંતુ ગણતરીના દિવસોમાં જ નાની-નાની વાતોમાં ઝઘડા કરી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરીયાદ જીમ ટ્રેનર અને તેની પત્ની વિરૂધ્ધ નોંધાવી હતી .જે ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મન આરોપી જિમ ટ્રેનર ની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાનો રહેણાંક વિસ્તારના એકસ્ટ્રીમ ફીટનેસ જીમમાં તેનો પરિચય કૌશરઅલી શબ્બીરઅલી કુબ્બાવાલા સાથે થયો હતો. જીમ ટ્રેનર કૌશર પરિણીતાને પર્સનલ ટ્રેનીંગ આપતો હતો તે દરમિયાન બંને વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં કૌશરની ઓફિસ અને ઘરે બંને વચ્ચે અનેક વખત એકાંત માણ્યું હતું.

પરિણીતા કૌશર સાથે જીવન વીતવવા ઈચ્છતી હોવાથી જાન્યુઆરી ૨૦૨૨ માં પતિને છુટાછેડા આપી પરિણીતા કૌશરના ઘરે લીવ ઈનમાં રહેતી હતી. બંનેએ રમઝાન પછી લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ થોડા દિવસો બાદ પરિણીતા અને કૌશર વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હતા અને કૌશરે પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી પરિણીતાએ સ્વેચ્છાએ માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. પરંતુ કૌશર અને તેની પત્ની લમીયા ત્યાં જઈ પરિણીતાને મારી નાંખવાની ધમકી આપતા હતા.

જેથી પરિણીતાને અઠવાડિયા અગાઉ કૌશર સામે ધાક-ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ ત્યાર બાદ પણ કૌશરે ધમકી આપવાનું ચાલુ રાખતા છેવટે પરિણીતાને કૌશર અને તેની પત્ની લમીયા વિરૂધ્ધ દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય અને માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપી કૌશર ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

આ પણ વાંચો :-

પ્રેમીને પામવા પત્નીએ બનાવ્યો પતિને ખતમ કરવા બનાવ્યો ખતરનાક પ્લાન, પ્રોટીન શેકમાં….

0
  • પરિવારની સામે પત્નીએ કબૂલ્યુ કે તે છેલ્લા કેટલાક મહિનાથી અન્ય એક યુવકના પ્રેમમાં હતી. તેથી તે પતિને સ્લો પોઈઝન આપતી હતી. કોર્ટે બંનેના છુટાછેડાને મંજૂરી આપી.

કોઈ વિચારી પણ ન શકે તેવું મોત એક પત્ની તેના પતિને રોજ ધીરે ધીરે કરીને આપી રહી હતી. પ્રેમીને પામવા માટે પત્નીએ પતિને મારવાનો ખતરનાક પ્લાન બનાવ્યો હતો. પ્રેમ પ્રકરણમાં નડતર રૂપ આવતા પતિના કાંટો કાઢવા માટે પત્ની તેના પતિના પ્રોટીન શેકમાં ઉંઘની ગોળી આપતી હતી.

આ ઓછું હતું ત્યાં તે એક્સપાયરી થયેલી દવાઓ સહિતના કેટલાય કેમિકલ નાંખીને પતિને આપતી હતી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટના કપકપાવી દે તેવી છે. પતિને બાથરૂમમાં મળેલા એક અજાણ્યા ફોનથી પત્નીની આ કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આખરે કોર્ટે બંનેએ છૂટાછેડા માટે કરેલી અરજી ગ્રાહ્ય રાખી ડિવોર્સ આપ્યા હતા.

આ ઘટના કોઈના પણ કાન સરવા કરી દે તેવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટના છે. જેમાં વર્ષ ૨૦૧૦ માં એક યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ ૨૦૧૧ ના વર્ષમાં તેમના પરિવારમાં પુત્રનુ આગમન થયુ હતું. લગ્નના પહેલા દોઢ વર્ષ તો બધુ સારુ ચાલ્યું. પરંતુ તેના બાદ બંને વચ્ચે તકરાર વધવા લાગી. આ બાદ પતિની તબિયત ધીરે ધીરે ખરાબ થવા લાગી હતી. તેને વારંવાર ઊંઘ આવતી હતી.

આ દરમિયાન પતિ સૂતો હતો. ત્યારે તેની પત્ની ન્હાવા ગઈ હતી. તે સ્નાન કરીને બહાર આવી. તેના બાદ પતિ બાથરૂમમાં ગયો હતો. જ્યાં તેની નજર એક ફોન પર ગઈ હતી. આ ફોન પત્નીનો ન હતો. અજાણ્યો ફોન ચેક કરતા જ પતિના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

પતિએ ફોનમા નંબર ચેક કરતા તેમાં એક અજાણ્યો નંબર હતો. જેના વોટસએપ ચેટમાં લખ્યુ હતું કે આજે ૫ ગોળી આપી છે. હવે થોડા સમયમાં પૂરો થઈ જશે. આ મેસેજ બાદ પતિ ગભરાઈ ગયો હતો. તેણે પરિવારને જાણ કરી હતી. જેના બાદ પત્નીની કરતૂતનો ભાંડો ખૂલ્યો હતો.

પરિવારની સામે પત્નીએ કબૂલ્યુ કે તે છેલ્લા કેટલાક મહિનાથી અન્ય એક યુવકના પ્રેમમાં હતી. તેથી તે પતિને સ્લો પોઈઝન આપતી હતી. તે પતિને રોજ તેના પ્રોટીન શેકમાં ઊંઘની દવા નાંખીને આપતી. તો સાથે જ એક્સપાયરી થયેલી દવા ખવડાવતી. આ ઉપરાંત કેટલાક કેમિકલ પણ તેના ભોજનમાં નાંખી દેતી. જેથી પતિને ધીરે ધીરે મોત આવે.

પત્નીની આ કબૂલાત સાંભળી પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે પતિએ કોર્ટમાં છુટાછેડા માટે અરજી કરી હતી. બંને પક્ષની સંમતિ હોવાથી કોર્ટે છૂટાછેડા માટે મંજૂરી આપી હતી.

આ પણ વાંચો :-

Pashupatinath Temple : વિશ્વ પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનુ ગુમ, તપાસ શરુ

0
  • Pashupatinath Temple : નેપાળના કાઠમાંડૂમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનું ગાયબ થયું છે. આ ઘટનાથી ભારે હોબાળો મચી ગયો છે. આ અંગે તપાસ કરવા માટે રવિવારે બપોરથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે.

નેપાળના કાઠમાંડૂમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ પશુપતિનાથ મંદિરમાંથી ૧૦ કિલો સોનું ગાયબ થયું છે. આ ઘટનાથી ભારે હોબાળો મચી ગયો છે. આ અંગે તપાસ કરવા માટે રવિવારે બપોરથી મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર પશુપતિનાથ મંદિરના ૧૦૦ કિલોના આભૂષણમાંથી ૧૦ કિલો સોનુ ગાયબ થયું છે. આ મામલે મંદિર તરફથી ફરિયાદ કરવામાં આવી છે.

પશુપતિનાથ મંદિરમાં થયેલી ચોરી પછી એન્ટી કરપ્શન બોડીએ મંદિરનું સંચાલન પોતાના હાથમાં લીધું છે અને મંદિર શ્રદ્ધાળુઓ માટે રવિવારથી બંધ કરી દેવામાં આવ્યું છે. સીઆઈએએ ભ્રષ્ટાચાર નિયંત્રણ માટેની નેપાળ સરકારની સર્વોચ્ચ સંસ્થા છે.

પશુપતિ ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણે દાવો કર્યો છે કે તેમણે જલાહારી બનાવવા માટે ૧૦૩ કિલો સોનું ખરીદ્યું હતું પરંતુ તેમાંથી 10 કિલો સોનુ ગાયબ છે. આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

પશુપતિનાથ મંદિર પ્રશાસનનું કહેવું છે કે ૧૦ કિલો સોનું ચોરી થયાની વાત સામે આવી છે. ત્યારબાદ આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. જે વ્યક્તિ આ કામમાં દોષી સાબિત થશે તેને કડકમાં કડક સજા કરવામાં આવશે. જો કે હાલ તો પશુપતિનાથ મંદિર ભક્તો માટે પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ પણ વાંચો :-

યુટ્યુબર્સ માટે ગુડ ન્યુઝ : હવે YouTube પર થશે કમાણી જ કમાણી ! આવી રહ્યું છે જોરદાર ફિચર

0
  • YouTube ટૂંક સમયમાં જ એક નવું AI પાવર્ડ ડબિંગ ટૂલ Aloudનો ઉપયોગ કરશે. તેને ગુગલે ડેવલોપ કર્યું છે. તેની મદદથી યુટ્યુબ ક્રિએટર્સ પોતાના વીડિયોઝને અલગ અલગ લેન્ગવેજમાં ડબ કરી શકશે.

જો તમે યુટ્યુબ (Youtube) પર વીડિયો અપલોડ કરો છો તો એક નવું ફિચર તમારી કમાણી વધારવામાં મદદ કરશે. ઓનલાઈન વીડિયો શેરિંગ પ્લેટફોર્મે જાહેરાત કરી છે કે તે ગુગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વેસ્ટ ડબિંગ ટૂલ અલાઉડનો ઉપયોગ કરશે.

આ ટૂલ દ્વારા તમે અલગ અલગ લેન્ગ્વેજમાં વીડિયો ડબ કરી શકશો. એટલે કે ફર્ત પોતાની ભાષાના લોકો જ નહીં પરંતુ બીજી ભાષાઓના યુઝર્સ પણ તમારો વીડિયો જોશે અને સરળતાથી સમજી શકશે. આ પ્રકારે આ ફિચર તમને યુટ્યુબથી કમાણી વધારવામાં ખૂબ મદદ કરશે.

આ રીતે કામ કરે છે Aloud :

Aloudની વાત કરીએ તો આ વીડિયોને જાતે જ ટ્રાન્સક્રોઈબ કરે છે અને ડબિંગ વર્ઝન તૈયાર કરે છે. તેના ઉપરાંત આ ફિચર ડબિંગ પુરૂ કર્યા પહેલા ટ્રાન્સક્રિપ્શનને રિવ્યૂ અને એડિટ કરવાનું ઓપ્શન પણ આપે છે. અત્યાર સુધી કન્ટેઈન્ટ ક્રિએટર્સ યુટ્યુબ વીડિયોને બીજી લેન્વેજમાં ડબ કરવા માટે થર્ડ પાર્ટી એપ કે પ્લેટફોર્મ પર નિર્ભર હતા. જોકે નવા ફિચરના આવ્યા બાદ તેમનું કામ ખૂબ સરળતાથી થઈ જશે.

આ ભાષાઓમાં કરી શકાશે ડબિંગ : 

ઓડિયો ટ્રેકને બદલવા માટે તમારે ગિયર આઈકન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ ઓડિયો ટ્રેક પર ટેપ કરો અને પસંદગીની લેંગ્વેજ સિલેક્ટ કરો. જે તમે વીડિયોમાં સાંભળવા માંગો છો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અલાઉડ ફિચર કઈ રીતે કામ કરે છે.

હાલ Aloud પર ફક્ત ઈંગ્લિશ, પોર્ટુગીઝ અને સ્પેનિશ લેંગ્વેજને સપોર્ટ કરે છે. ગુગલનો પ્લાન છે કે આવનાર સમયમાં તેમાં હિંદી અને બહાસા ઈંડોનેશિયા જેવી લેગ્વેજને સપોર્ટ પણ આપવામાં આવે.

Aloudમાં મળશે આ ફંક્શન 

યુટ્યુબ ક્રિએટર પ્રોડર્ટ્સના વાઈસ પ્રેસિડેન્ટ અમઝદ હનીફ અનુસાર, યુટ્યુબના હજારો કન્ટેન્ટ ક્રિએટર્સ આ ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. જલ્દી જ આ ફિચર દરેક માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહેવાલ અનુસાર હનીફે આગળ કહ્યું કે જેનરેટિવ AI દ્વારા અલાઉડમાં વોઈસ પ્રીઝર્વેશન, લિપ રી-એનિમેશન અને ઈમોશન ટ્રાન્સફર જેવા ફંક્શન પણ જોડવામાં આવશે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ : આજે ગુજરાતના આ ૩ જિલ્લામાં તૂટી પડશે ધોધમાર વરસાદ

0
  • Gujarat Weather Forecast : આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ.

ચોમાસાનું (Monsoon) સત્તાવાર રીતે આગમન થઈ ચુક્યું છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રવિવારે સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જેમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ થતાં પાલિકાની તંત્રની પોલ ખુલી ગઈ. કારણ કે રાજકોટના દક્ષિણ વિસ્તારમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી. તો ગોંડલમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા.

ઉમવડા રેલ્વે અંડરબ્રિજમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. સાથે જ ભાવનગર શહેરભરમાં ધોધમાર વરસાદ થતાં કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી. આ ઉપરાંત કાળીયાબીડ, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ પર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી પાણીમાં ડૂબતી દેખાઈ.

તો બોટાદ જિલ્લાભરમાં પણ મેઘરાજા ધમાકેદાર વરસ્યા. બોટાદ શહેરનાં ભાવનગર રોડ, તાજપર રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પાણી ભરાઈ ગયા. જ્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમરેલીમાં પણ સવારથી વરસી રહેલા સતત વરસાદના કારણે ખેતરો વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા.

આજે ક્યાં ક્યાં આગાહી :

છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં પોણા ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના ઘોઘા તાલુકામાં ૩ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત આજે દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તો આજે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે છે.

આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી  :

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. તો ૨૭ જૂને ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે વડોદરા, વાપી, સુરત, નવસારી માટે પણ વરસાદની આગાહી અપાઈ છે. તો ૨૮ જૂને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

યેલો એલર્ટ જાહેર  :

ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. ત્યારે કેટલાક જિલ્લાઓને લઈ હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ અને ગીર સોમનાથ માટે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આ ત્રણેય જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો આવતીકાલે વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે કે ભાવનગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં યેલો અલર્ટ છે.

આ પણ વાંચો :-

ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આ બાબતોનું રાખજો ધ્યાન, નહીં તો તમારું એકાઉન્ટ થઈ જશે ખાલી !

0
  • આજકાલ આપણે બધા દૈનિક વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ. ભારત હવે ધીમે ધીમે ડિજિટલ તરફ જઈ રહ્યું છે. આજના સમયમાં ડિજિટલ ફ્રોડના મામલામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેથી તમારે પણ સાવચેત રહેવુ જોઈએ.

ફિઝિકલ પેમેન્ટને બદલે લોકો હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ મોડમાં તમે ગમે ત્યાં સરળતાથી પેમેન્ટ કરી શકો છો. પરંતુ જે રીતે ઓનલાઈન પેમેન્ટ વધી રહ્યું છે તે જ રીતે છેતરપિંડીના કેસ પણ વધી રહ્યા છે. જો તમે પણ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ચાલો જાણીએ ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?

ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું?

ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે તમારે હંમેશા સતર્ક રહેવાની જરૂર છે. તમારે તમારા ડિજિટલ એકાઉન્ટનો પાસવર્ડ હંમેશા યુનિક રાખવો જોઈએ જેથી કોઈ તમારા એકાઉન્ટને સરળતાથી એક્સેસ ન કરી શકે. આ સાથે, તમારે ટુ-ફેક્ટર-ઓથેન્ટિકેશનને પણ સક્રિય રાખવું જોઈએ.

આ સાથે તમારે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતી ક્યારેય કોઈને જણાવવી ન જોઈએ. તમારે હંમેશા તમારા એકાઉન્ટ પર નજર રાખવી જોઈએ, કોઈપણ શંકાસ્પદ પેમેન્ટની તમારે સર્વિસ પ્રોવાઈડરને જાણ કરવી જોઈએ.

આ રીતે ફ્રોડથી બચો :

-તમારે હંમેશા ખાતરી કરવી જોઈએ કે તમારું ડિવાઈસ અને પેમેન્ટ અપ ટુ ડેટ છે.

-તમારે માત્ર વિશ્વસનીય એપ્સનો ઉપયોગ કરવો જોઈએ. તમારે કોઈપણ શંકાસ્પદ એપ્સ ડાઉનલોડ કરવી જોઈએ નહીં. એટલા માટે તમારે માત્ર એવી જ એપ્સ ડાઉનલોડ કરવી જોઈએ જેનો સિક્યોરિટીનો સારો ટ્રેક રેકોર્ડ હોય.

-તમારે હંમેશા કૌભાંડો માટે નજર રાખવી જોઈએ. તમને ખબર જ હશે કે માર્કેટમાં કેવા પ્રકારના કૌભાંડો થઈ રહ્યા છે. જો તમે તમારી જાતને અપડેટ રાખો છો, તો તમે તમારી જાતને ઘણી છેતરપિંડીથી બચાવી શકો છો.

-કોઈપણ ચુકવણી કરતા પહેલા તમારે ચુકવણીની રકમ અને રસીદની વિગતો તપાસવી આવશ્યક છે.

-તમારે સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. સાર્વજનિક Wi-Fi નો ઉપયોગ કરીને ઘણી છેતરપિંડી કરવામાં આવે છે. હેકર્સથી બચવા માટે તમારે હંમેશા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરવો જોઈએ.

– નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આવી છેતરપિંડીઓની જાણ કરતું રહે છે. આજના સમયમાં સોશિયલ એન્જીનીયરીંગ ટેક્નિક દ્વારા વધુ છેતરપિંડી કરવામાં આવે છે.

ડાયરામાં ફેમસ થયેલા કમાભાઈની એક ઝલક જોવા અમદાવાદ એરપોર્ટ પર ભીડ ઉમટી

0
  • લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરાથી ફેમસ થયેલ કમો દુબઈના પ્રવાસે. કીર્તિદાન ગઢવી સાથે કમો દુબઈના પ્રવાસે. કમાને જોવા તથા સેલ્ફી લેવા એરપોર્ટ પર લોકોના ટોળા ઉમટી પડયાં.

કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને ફેમસ થઈ ગયેલા કમાની દરેક વાત જાણવામાં લોકોને રસ હોય છે. આવામાં કીર્તિદાનનો કમો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ કમાભાઈ સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરનો માહોલ જોવા જેવો બની રહ્યો હતો.

No description available.

કમા તરીકે જાણીતા થયેલા કમલેશભાઈ નકુંભ એટલે કમાભાઈ દુબઈના પ્રવાસે છે. કમાભાઈ પણ કીર્તિદાન ગઢવીની સાથે દુબઈના પ્રવાસે છે. ત્યારે કીર્તિદાન અને કમાભાઈને મળવા એરપોર્ટ પર લોકો ઉમટી પડયા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. કીર્તિદાન ગઢવીના ડાયરા બાદ કમાભાઈ લોકપ્રિય થયા છે. લોકગાયક કીર્તિદાન ગઢવીના ડાયરામાં ડાન્સ કરીને કમાભાઈએ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી લીધી છે.

No description available.

અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કીર્તિદાન ગઢવી અને કમાભાઈને જોવા લોકોના ટોળા ઉમટી પડયા હતા. લોકો કમાભાઈ સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-