Home Blog Page 1037

રોકેટ બન્યો IPO : લિસ્ટિંગના બે દિવસમાં ૧૨૫% વધી ગયો, રોકાણકારોના પૈસા

0
  • ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેર સોમવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર ૧૭.૪૪ ટકાની તેજીની સાથે ૫૬.૩૦ રૂપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગયા હતા. આ પહેલા શુક્રવારે કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું.

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેર સોમવારે ઈન્ટ્રા-ડે કારોબારમાં બીએસઈ પર ૧૭.૪૪ ટકાની તેજીની સાથે ૫૬.૩૦ રૂપિયાની નવી ઉંચાઈ પર પહોંચી ગયા હતા. આ પહેલા શુક્રવારે કંપનીના શેરનું બમ્પર લિસ્ટિંગ થયું હતું. શુક્રવારે બીએસઈ પર કંપનીના શેર ૨૫ રૂપિયાની ઈશ્યૂ પ્રાઈઝના મુકાબલે ૩૯.૯૫ રૂપિયા પર ખુલ્યો હતો. બે દિવસના ટ્રેડિંગમાં આજે શેરે પોતાના ઈન્વેસ્ટરોને ૧૨૫.૨ ટકાનું રિટર્ન આપ્યું છે. એટલે કે આઈપીઓમાં દાંવ લગાવનાર ઈન્વેસ્ટરોને બે દિવસમાં મલ્ટીબેગર રિટર્ન મળી ગયું છે.

આજે શરૂઆતી કારોબારમાં આ કંપનીના એનએસઈ અને બીએસઈ પર સંયુક્ત રૂપથી ૮૩.૭ મિલિયન શેરમાં ટ્રેડિંગ થઈ છે. તમને જણાવી દઈએ કે ઉત્કર્ષ સ્મોલ ફઈનાન્સ બેન્કનો આઈપીઓ ૧૨ જુલાઈએ સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો અને સબ્સક્રિપ્શનના છેલ્લા દિવસે ઈશ્યૂને ૧૧૦.૭૭ ગણો સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો. તેના ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (ક્યૂઆઈબી) કેટેગરીને ૧૩૫.૭૧ ગણી નોન-ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સને ૮૮.૭૪ ગણો અને રિટેલ ઈન્વેસ્ટર્સ ભાગને ૭૮.૩૮ ગણો વધુ સબ્સક્રાઈબ કરવામાં આવ્યો હતો.

ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેન્કે ૨૦૧૭માં બેન્કિંગ કામકાજની શરૂઆત કરી હતી. બેન્ક સેવિંગ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, રેકરિંગ અને ફિક્સ્ડ ડિપોઝિટ અને લોકર સહિત ઘણી સેવા આપે છે. ઉત્કર્ષ SFB ગ્રોસ લોન પોર્ટફોલિયો (GLP)ના સંદર્ભમાં ત્રીજું સૌથી ઝડપથી વિકસતું SFB છે. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૩માં તે ૩૧ ટકાના સીએજીઆરથી વધીને રૂ. ૧૪૦૦૦ કરોડ થયું છે. તેની મુખ્ય ઓફર માઈક્રો બેન્કિંગ લોન છે. નાણાકીય વર્ષ ૨૩ સુધીમાં તેની ડિપોઝિટ બેઝ રૂ. ૧૩૭૦૦ કરોડ હતી.

આ પણ વાંચો :-

૨૫ જુલાઈ / મિથુનને લાભ, સિંહ ને નુકસાન , કોને કોને થશે ફાયદો ને કોને થશે ખોટ, જાણો શું કહે છે આજનું રાશિફળ

મેષઃ
માનસિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ ગઇકાલ જેવી જ રહેશે. એમાં કોઇ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી, થાક  લાગવાની સમસ્યા યથાવત રહેશે.ધંધામાં પ્રગતિ જણાય.

વૃષભઃ
આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે. બપોર બાદ આવકમાં ઘટાડો થતો જણાય. તથા બપોર બાદ થોડી ‌તબિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.

મિથુનઃ
નાણાંકીય વ્યવહારોથી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાના સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહન સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઇને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્કઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિણામે આનંદમાં વૃદ્ધિ થાય. મિત્ર વર્તુળમાં વધારો. નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા પ્રવાસનો યોગ બને. આરોગ્ય કથળતું જણાય.

સિંહઃ
દિવસની શરૂઆતમાં આવક માં વૃદ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય. પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોરબાદ કાર્ય સફળતામાં વૃદ્ધિ થતી જણાય. સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યાઃ
આપના માટે ઉત્તમ દિવસ. માનસિક આનંદ બરકરાર રહે. છતાં વિઘ્‍ન સંતોષીઓનો સામનો કરવો પડે. પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પ્યુટરને લગતા ધંધામાં લાભ થતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ-ઉત્સાહનો સંચાર થતો જણાય.

તુલાઃ
આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોરબાદ આવકમાં વધારો. પરિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. નોકરી-ધંધામાં પ્રગતિ.

વૃશ્ચિકઃ
ગઈકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોરપછી અગત્યના રોકાણો ટાળવા. જો કે સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયુ સંબંધી તકલીફ જણાય.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને. આર્થિક રીતે આવક વધતી જણાય. મિત્રો થી લાભ મળતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, કફનો ઉપદ્રવ રહે.

મકરઃ
માનસિક રીતે મજબૂતીનો અનુભવ થશે. નાણાંકીય ક્ષેત્રે સફળતા. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન બને. નસીબ થી આવક વધતી જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભઃ
બપોર સુધી માનસિક પરિતાપ રહે. કાર્યમાં અસફળતા મળતી જણાય. પરંતુ બપોરબાદ પરિસ્થિતિ માં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં., આવક વધતી જણાય. પરિવારમાં વાતાવરણ સુધરે. આરોગ્યમાં સુધારો થતો જણાય.

મીનઃ
બપોર સુધી દિવસ સારો છે આવક માં વધારો. પરિવારમાં શાંતિ, સંતાનોથી પ્રેમ જળવાય. જીવનસાથી સાથે સંબંધો માં મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. તબિયત માં અસ્વસ્થતા અનુભવાય. બપોરપછી અગત્યના નિર્ણયો ટાળવા.

આ પણ વાંચો :-

કાપોદ્રામાં નિર્માણાધિન મકાનની ભૂગર્ભ ટાંકીમાં પડી ગયેલી ગાયનું ચાલું વરસાદે રેસ્ક્યું કરાયું

0
  • સુરતમાં વરસી રહેલા વરસાદમાં પશુઓ પોતાના માટે સલામત જગ્યા શોધતા હોય છે. ત્યારે એક ગાય સુરતના કાપોદ્રા વિસ્તારમાં નિર્માણાધિન મકાનની ભૂગર્ભ ટાંકીમાં ખાબકી હતી.

૧૫ ફૂટ જેટલી ઉંડી ટાંકીમાંથી ગાયને ચાલુ વરસાદે લોકોએ બહાર કાઢવા જહેમત હાથ ધરી હતી. કાપોદ્રામાં પાણીની ટાંકીમાં ગાય પડી જતા ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરાયું હતું. ગાય ૧૫ ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. કાપોદ્રામાં ભક્તિનગર-૨માં એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.

મકાનના આગળના ભાગમાં ભુગર્ભ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકીના ઢાંકણ માટેના ખુલ્લા ભાગ પર હાલ લાકડાના પાટીયા વડે ઢાંકી દેવાયું હતું. આ ઢાંકણ પર ગાય આવી ચડતા પાટીયા તુટી સીધા જ ૧૫ ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.

લોકોએ ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળ ન થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી રસ્સાની મદદથી ગાયને બાંધી નીચેથી સપોર્ટ આપી સહી સલામત રેસ્ક્યું કરી બહાર લાવી હતી.

આ પણ વાંચો :-

 

મુકેશ અંબાણી-નીતા અંબાણીના ડ્રાઈવરને કેટલો પગાર મળે છે ? રકમ જાણીને ચક્કર ખાઈ જશો

0

Ambani Family Driver Salary Details : અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા સ્ટાફનો પગાર લાખોમાં હોય છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે.

મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી અને સમગ્ર અંબાણી પરિવાર તેમની રોયલ અને લક્ઝરી લાઈફ માટે જાણીતા છે. નીતા અંબાણીના કાર કલેક્શન પરથી જાણવા મળે છે કે તેમને મોંઘા વાહનોનો ખૂબ શોખ છે. મીડિયા અહેવાલ અનુસાર અંબાણી પરિવાર પાસે ૫૦૦ વાહનો છે. અંબાણી પરિવારના કાર ચાલકોને સખત તાલીમ લેવી પડે છે.

આ ટ્રેનિંગ પૂરી કર્યા પછી જ તેને અંબાણી પરિવારની કાર ચલાવવાનો મોકો મળે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર વિચારે છે કે જ્યારે અંબાણી પરિવાર દેશનો સૌથી ધનિક પરિવાર છે તો તેમાં કામ કરતા કર્મચારીઓનો પગાર કેટલો હશે. અમે તમને જણાવીએ કે અંબાણી પરિવારના ઘરમાં કામ કરતો સ્ટાફ કેટલી કમાણી કરે છે.

સ્ટાફના બાળકો વિદેશમાં કરે છે અભ્યાસ :

અંબાણી પરિવારના ઘરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર લાખોમાં હોય છે. આ કર્મચારીઓને પગાર ઉપરાંત રહેવા અને ભોજનની પણ વ્યવસ્થા આપવામાં આવે છે. આ સાથે તેમને વીમો અને શિક્ષણ ભથ્થુ પણ આપવામાં આવે છે. મીડિયા અહેવાલ અનુસાર નીતા અંબાણીના ડ્રાઈવરને દર મહિને ૨ લાખ રૂપિયાનો પગાર મળે છે.

આનો સીધો અર્થ એ થયો કે ડ્રાઈવરને વાર્ષિક ૨૪ લાખ રૂપિયા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સ્ટાફના કેટલાક બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે.

પરંતુ અંબાણી પરિવારના સ્ટાફ સાથે જોડાવું એટલું સરળ નથી. તેમના ઘરે કામ કરવા માટે, તમારે કંપની દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરવી પડશે. ડ્રાઈવરની પસંદગી કરતી વખતે એ પણ જોવામાં આવે છે કે સંબંધિત ડ્રાઈવર રસ્તામાં આવતી સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરે છે.

આ પણ વાંચો :-

જૂનાગઢમાં પૂર વચ્ચે મોટી દુર્ઘટના : ત્રણ માળનું મકાન ધરાશાયી, ૪ થી વધુ લોકો દટાયાની આશંકા

0
  • જુનાગઢમાં આકાશી આફત વચ્ચે બીજી મોટી આફત આવી છે. જુનાગઢમાં પૂરના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં કડિયાવાડ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ૦૪ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

જુનાગઢમાં આકાશી આફત વચ્ચે બીજી મોટી આફત આવી છે. જુનાગઢમાં પૂરના પાણી હજી ઓસર્યા નથી, ત્યાં કડિયાવાડ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની છે. દાતાર રોડ પર આવેલી બિલ્ડિંગ તૂટી પડી છે. બિલ્ડિંગના કાટમાળ નીચે ૦૪ થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.

ફાયર વિભાગ દ્વારા કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. હાલ જીસીબીની મદદથી કાટમાળ હટાવવાનું શરૂ કરાયું છે. જો કે હજી સુધી કોઈ પણ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી શકાયા નથી.

આ પણ વાંચો :-

 

આ કંપની ૨૦૨૫ સુધીમાં લોન્ચ કરશે તેની પહેલી Electric Car

0

આ કંપની ૨૦૨૫ સુધીમાં લોન્ચ કરશે તેની પહેલી Electric Car

  • Auto News : જાપાનની લક્ઝરી કાર નિર્માતા કંપની લેક્સસ આવતા વર્ષે ભારતમાં સેકન્ડ હેન્ડ કાર બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.

જાપાનની લક્ઝરી કાર નિર્માતા કંપની લેક્સસ આવતા વર્ષે ભારતમાં યુઝડ કાર (સેકન્ડ હેન્ડ)ના બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીએ ભારતીય બજારમાં છ વર્ષની કામગીરી પૂર્ણ કરી છે. આ જાપાનીઝ કંપની હાલમાં ૨૩ વેચાણ કેન્દ્રો દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની તેના કેટલાક આઉટલેટસમાં ફેરફાર કરવા માંગે છે જેથી તે યુઝડ કાર માર્કેટમાં પ્રવેશી શકે. લેક્સસ તેની સેલ્ફ ચાર્જિંગ હાઈબ્રિડ કાર માટે જાણીતી છે અને તે ૨૦૨૫ સુધીમાં દેશમાં તેનું પ્રથમ ઈલેક્ટ્રિક મોડલ રજૂ કરી શકે છે.

લેક્સસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે લેક્સસ સ્ટ્રક્ચર્ડ પ્રી-ઓનર યુઝડ કાર પ્રોગ્રામ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સોનીએ કહ્યું, ”મને લાગે છે કે બહુ જલ્દી, ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં અમે આ શરૂ કરીશું. તેમણે કહ્યું કે કંપનીએ છ વર્ષ પહેલા દેશમાં વાહનોનું વેચાણ શરૂ કર્યું હતું અને હવે એવા ગ્રાહકો હોઈ શકે છે જેઓ તેમની જૂની કાર વેચીને નવી કાર ખરીદવા માંગતા હોય.” લેક્સસ એ જાપાનની ટોયોટાની લક્ઝરી કાર નિર્માતા કંપની  છે. લેક્સસ ૨૦૩૫ સુધીમાં સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક કાર કંપની બનવા માંગે છે.

તમને જણાવી દઈએ કે ૧૯૮૦-૯૦ના દાયકામાં શેરબજારના અનક્રાઉન કિંગ કહેવાતા હર્ષદ મહેતાના ૪૦૦૦ કરોડના કૌભાંડનો ૧૯૯૨માં પર્દાફાશ થયો હતો. તે સમયે હર્ષદ મહેતા પ્રચલિત હતા. તેની પાસે લેક્સસ બ્રાન્ડની કાર પણ હતી. જેની તે દિવસોમાં ખૂબ ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો :-

₹૧૯ ના સ્ટોકે ૧ લાખના બનાવી દીધા ₹૩.૩૭ કરોડ, કંપની દરેક શેર પર આપશે ₹૧૦૦ ડિવિડેન્ડ

0
  • Multibagger Stock Divident : શેર બજારમાં ઘણા ઈન્વેસ્ટરો લાંબા સમય સુધી ઈન્વેસ્ટમેન્ટ યથાવત રાખે છે. જેના કારણે તેને મોટો ફાયદો મળે છે.

શેર બજારમાં ઘણા ઈન્વેસ્ટરો લાંબા સમય સુધી શેરમાં રોકાણ કરી રાખે છે. આ ખાસ કરીને ત્યારથી થયા કરતું હતું જ્યારે ડીમેટ એકાઉન્ટ નહોતા. મુઠ્ઠીભર શેરધારકોની પાસે હજુ પણ ભૌતિક રૂપથી શેર છે અને તેને હજુ સુધી ડીમેટીકૃત કરવામાં આવ્યા નથી. આ શેરની કિંમતમાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે. આવો એક શેર છે હોકિન્સ કુકર લિમિટેડ (Hawking Cooker Ltd)નો. કંપનીનો શેર વર્તમાનમાં ૬૬૯૦ રૂપિયા પર પહોંચી ગયો છે.

Hawking Cooker Ltd નો શેર આજથી ૦ વર્ષ પહેલા ૧૯.૮૦ રૂપિયા પર હતો. જે આજે વધીને ૬૬૯૦ રૂપિયા થઈ ગયો છે. એટલે કે આ સ્ટોકે પોતાના રોકાણકારોને આ દરમિયાન આશરે ૩૩૬૮૭ ટકાનું રિટર્ન આપ્યું છે. આ પ્રમાણે જુઓ તો કોઈ ઈન્વેસ્ટરે ૨૦ વર્ષ પહેલા કંપનીના સ્ટોકમાં ૧ લાખનું રોકાણ કર્યું હોત તો આજે આ રકમ ૩.૩૭ કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

હોકિન્સ કુકર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. કંપની વાસણ નિર્માણ, વેપાર અને વેચાણના કારોબારમાં સક્રિય છે. છેલ્લા એક વર્ષમાં તેના શેરની કિંમતમાં ૨૩ ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં ૧૪૩ ટકાની તેજી આવી છે.

કંપની બોર્ડે ૨૪ મે ૨૦૨૩ની પોતાની બેઠકમાં ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક ઈક્વિટી શેર પર ૧૦૦ રૂપિયાનું ડિવિડેન્ટ એટલે ૧૦૦૦ ટકા ચુકવણીની ભલામણ કરી હતી. આ લાભ ૯ ઓગસ્ટ ૨૦૨૩ના કંપનીની આગામી એજીએમમાં શેરધારકોના અપ્રૂવલને અધીન છે. તેની ચુકવણી ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

૨૪ જુલાઈ / આવકમાં વધારો, રોજગારીની ઉત્તમ તકો.. આજે કઈ-કઈ રાશિના જાતકોના ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા, જાણો રાશિફળ

મેષઃ

શા‌રી‌રિક અને માન‌સિક તકલીફ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરંતુ સાંજ પછી પ‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાય. નોકરી-ધંધામાં પ્રગ‌તિ, માન સન્માનમાં વદારો થાય. શરદી,ખાંસીનો ઉપદ્રવા રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આ‌‌ર્થિક પાસુ મજબૂત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પ‌રિવારમાં આનંદ રહે. ભાગ્ય બળવાન બને છે. ધા‌ર્મિક યાત્રા પ્રવાસના યોગ બને છે. સાંજ પછી આરોગ્ય સાચવવું.

મિથુનઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. નોકરીમાં બઢતી સંભવે- ધંધાકીયક્ષેત્રે યોગ્ય ‌નિર્ણય લઈ શકાય. સ્થાવર જંગમ ‌મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આરોગ્ય જળવાશે.

કર્કઃ

ઘરમાં શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સુખ શાં‌તિ જળવાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. સ્નાયુનો દુઃખાવો સતાવે. ધંધાકીય ક્ષેત્રે ‌વિશ્વાસઘાત ન થાય એની સાવધાની રાખવી.

‌સિંહઃ ‌

સિદ્ધાંતવાદી વલણ રહે. બેંક બેલેન્સ વધતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. પ‌રિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર જંગમ ‌મિલકત અંગે લીધેલા ‌નિર્ણયો ફળદાયી નીવડે, સંતાન સંબંધી ‌ચિંતા રહે. ‌નિર્ણયો ફળદાયી નીવડે. સંતાન સંબંધી ‌ચિંતા રહે.

કન્યાઃ

મન ચંચળ રહે. ‌વિચારો વધારે આવતા જણાય. આ‌‌ર્થિક મોરચે સફળતા. ભાગ્યનો સાથ મલી રહ્યો છે. સ્ત્રીવર્ગથી લાભ આરોગ્ય સાચવવું. ખેંચ-વાઈના દર્દી માટે ‌વિશેષ કાળજી જરૂરી છે.

તુલાઃ

ખર્ચમાં વધારો અને આવકમાં ઘટાડો થતો અનુભવાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ વધુ કરવો પડે. પ‌રિવારના સભ્યો સાથે શાં‌તિથી કામ લેવું. અગત્યના આ‌‌ર્થિક ‌નિર્ણયો મુલતવી રાખવા. સાંજ પછી પ‌રિ‌સ્થિ‌તિમાં સુધારો થતો જણાય.

વૃ‌શ્ચિકઃ

લક્ષ્મીની કૃપા સમયસર મેળવી શકાશે. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સ્થાવર જંગમ ‌મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. ભાગ્ય સારૂ છે. ‌મિત્રોન લાભ સાંજ પછી તમામ બાબતો અંગે સાવચેતી રાખવી.

ધનઃ

કાર્યક્ષેત્રે સફળતા, યશ પ્ર‌તિષ્ઠા વધે. નવી પ્રોપર્ટી કે વાહનની ખરીદી શક્ય બને. આવક અંગે મધ્યમ ‌દિવસ પ‌ત્નિ સાથે ઉગ્રતા ટાળવી. નોકરી-ધંધામાં પ્રગ‌તિ અનુભવી શકાય. ‌મિત્રોનો સાથ સહકાર મળે સ્વાસ્થય સારં રહેશે.

મકરઃ

ભાગ્ય બળવાન છે. આથી ઓછી મહેનતે વધુ સફળતા મળે. ધા‌ર્મિક યાત્રા પ્રવાસનું આયોજન થાય. સંતાનની સફળતાથી હર્ષ. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદની અનુભ‌તિ થાય. હાડકા, કમરના દુઃખાવાતી સાચવવું.

કુંભઃ

ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. નાણાંની ‌કિંમત સમજવી જરૂરી છે. શેરબજાર તથા પ્રોપર્ટીના કાર્યોમાં લાભ સંતાન સાથે વાદ ‌વિવાદ ટાળવા ‌હિતાવહ શરદી,ખાંસીનો ઉપદ્રવ રહે. નકારાત્મક ‌વિચારો ટાળવા. સાંજ પછી સુધારો જણાય.

મીનઃ

મનોબળ વધાવને કારણે કાર્યમાં સફળતા મળે. નવી શ‌ક્તિનો સંસાર થાય. નાણાંની સરળતા વર્તાય. પ‌ત્નિ સાથે આનંદ, પ્રેમી પાત્રનું ‌મિલન શક્ય બને. કોમ્પ્યુટર ક્ષેત્રે કાર્ય કરતી વ્ય‌ક્તિને ‌વિશેષ સફળતા, આરોગ્ય જળવાશે.

આ પણ વાંચો :-

એક સમયે માત્ર ૨૫૦ રૂપિયા કમાતો હતો, આજે છે બોલિવૂડનો હાઈએસ્ટ પેઈડ એક્ટર !

  • ઘણા સ્ટાર્સ એક ફિલ્મ માટે એટલી તોતિંગ ફી લે છે કે તેના વિશે જાણીને પણ તમે ચોંકી જશો. પરંતુ શું તમે જાણો છો કે એક સમય હતો જ્યારે તેઓને કમાવાના નામે માત્ર નામના પૈસા મળતા હતા. જાણો આવા જ એક અભિનેતા વિશે જેની પહેલી સેલેરી માત્ર ૨૫૦ રૂપિયા હતી.

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની એક ફિલ્મની ફી કરોડો રૂપિયા છે. આ સ્ટાર્સ બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક એવો સ્ટાર છે જેની પ્રથમ સેલેરી માત્ર ૨૫૦ રૂપિયા હતી. શું તમે જાણો છો આ સ્ટાર કોણ છે અને કેવી રીતે આ સ્ટાર બન્યો બોલિવૂડનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર.

No description available.

આટલા કરોડ લે છે ફીસ  :

આ અભિનેતાએ અનેક ફિલ્મોમાં ઉત્તમ અભિનયનો પરિચય આપ્યો છે. કેટલીક એવી ફિલ્મો છે જેણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મોમાં સંજય દત્તની બાયોપિક ‘સંજુ‘ ફિલ્મ પણ સામેલ છે. આ એક્ટર બીજું કોઈ નહીં પણ રણબીર કપૂર છે. થોડા સમય પહેલા રણબીર કપૂરે પોતાના ઈન્ટરવ્યુમાં પોતાની પહેલી સેલેરી અંગે ખુલાસો કર્યો હતો.

રણબીર કપૂરે કહ્યું હતું કે તેનો પહેલો પગાર ૨૫૦ રૂપિયા હતો. તેને આ પૈસા ફિલ્મ ‘પ્રેમગ્રંથ’માં આસિસ્ટ કરવા માટે મળ્યા હતા. આ ફિલ્મમાં ઋષિ કપૂર લીડ રોલમાં હતા. અભિનેતાએ કહ્યું કે તેણે આ પૈસા તેની માતા નીતુ કપૂરને આપ્યા હતા. જેને જોઈને તે રડી પડી હતી.

No description available.

શાહરૂખ અને સલમાન ખાન પછી પેઢીના સફળ કલાકારોની યાદીમાં રણબીર કપૂરનો સમાવેશ થાય છે. રણબીર કપૂર અભિનયમાં ઉત્તમ છે અને તેથી જ તેને ક્યારેય નેપોટિઝમ માટે ટ્રોલ કરવામાં આવ્યો નથી. ફીની વાત કરીએ તો રણબીર કપૂરે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’ માટે લગભગ ૨૫ થી ૩૦ કરોડ રૂપિયા લીધા હતા. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મ હિટ થતાં જ એક્ટરે પોતાની ફી વધારી દીધી છે.

હાલમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘એનિમલ‘ને લઈને ચર્ચામાં છે. પહેલા આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી પરંતુ હવે તે ૧ ડિસેમ્બરે રિલીઝ થશે. રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના આ ફિલ્મમાં લીડ રોલમાં છે.

આ પણ વાંચો :-