કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર, તસ્વીર છે જાગતો પુરાવો

Share this story
  • શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે જ્યાં તો કોઈની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઈના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. 

વરસાદ તો તમે ખૂબ જોયા હશે પણ અત્યારે જુનાગઢમાં જે રીતે વરસાદના લીધે દ્વશ્યો સામે આવ્યા છે. જેને જોતા એમ લાગી રહ્યું છે કે જાણે કોઈ ડેમ તૂટ્યો હોય કે નદીમાં પૂર આવતાં પાણી શહેરમાં તારાજી સર્જી રહ્યું હોય. ગિરનાર પર્વત પર ૧૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના પાણી જુનાગઢની ગલીઓમાં ફરી વળ્યા છે. જેના લીધે તારાજીના દ્વશ્યો સર્જાયા છે. આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે.

શહેરમાં જ્યાં પણ નજર પડે ત્યાં રમકડાંની માફક કાર અને વ્હીકલ તણાતા જોવા મળી રહ્યા છે. દુકાનો અને ઘરોમાં પાણી ફરતાં સ્થાનિકો રહીશો લાચાર બન્યા છે. કોઈની રોજી રોટી છિનવાઈ ગઈ છે તો છત તણાઈ ગઈ છે.

શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમતો છે કે જ્યાં તો કોઈની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઇના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. આવા તો અનેક દ્વશ્યો છે જેને જોઇને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચર બની ગયો છે.

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ભયાનક વીડિયો તમારા રૂવાડા ઉભા કરી દેશે. ‘દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા’, મહિલાઓની ચીસાચીસ, આધેડ-બાપા તણાયા સહિતના અનેક કિસ્સાઓના વીડિયો સામે આવ્યા છે. ‘દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા’ બૂમો પાડી પણ કોઈ બચાવી ન શક્યું.

તો બીજી તરફ એક દાદા અને દાદી પાણીના ધસમતા પ્રવાહ સામે હિંમત હારી જતાં તણાતા જોવા મળે છે. જોકે હાજર લોકોએ તેમને સમયસૂચકતા સાથે પકડી લેતાં જીવ બચી ગયો હતો.

આફત બનીને ત્રાટકેલા વરસાદના લીધે કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઈંચ વરસાદ નોંધાયો છે તથા હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર  નહીં નીકળવા અપીલ કરી છે.

આ પણ વાંચો :-