Home Blog Page 1036

પારકા પુરુષ સાથે સંબંધ બાંધીને પાછી ફરેલી પત્નીને ખુશ થઈને યુટ્યૂબરે ભેટમાં આપી લેમ્બોર્ગિની

  • અમેરિકામાં રહેતા યુટ્યૂબર એડમ પોતાની લાઈફના દરેક નાના મોટા અપડેટ વિશે દુનિયાને જાણ કરે છે. આ બધા વચ્ચે તેણે એક ગજબ કારનામું કરી નાખ્યું. જેને લઈને લોકો હવે તેમની મજાક ઉડાવી રહ્યા છે. યુટ્યૂબર એડમે તેની પત્ની લીનાને સવા ત્રણ કરોડ રૂપિયાની શાનદાર લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે.

અમેરિકામાં રહેતા યુટ્યૂબર એડમ પોતાની લાઈફના દરેક નાના મોટા અપડેટ વિશે દુનિયાને જાણ કરે છે. આ બધા વચ્ચે તેણે એક ગજબ કારનામું કરી નાખ્યું જેને લઈને લોકો હવે તેમની મજાક ઉડાવી રહ્યા છે. યુટ્યૂબર એડમે તેની પત્ની લીનાને સવા ત્રણ કરોડ રૂપિયાની શાનદાર લેમ્બોર્ગિની કાર ગિફ્ટ કરી છે.

યુટ્યૂબરે જેવો આ ખુલાસો કર્યો કે આ ગિફ્ટ તેની પત્નીને બીજા વ્યક્તિ સાથે સેક્સ સીન ફિલ્માવવા પર આપી છે તો ઓપન વિચારધારા ધરાવતા અમેરિકી સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ.

ગ્રીન લેમ્બોર્ગિની સાથે શેર કર્યો ફોટો :

આ  કપલે પોતાની નવી સવા ત્રણ કરોડની લક્ઝરી કરાનો ફોટો શેર કર્યો છે. એડમ તેની યુટ્યૂબ ચેનલ ઉપરાંત એક પોડકાસ્ટ શો પણ હોસ્ટ કરે છે. તેના પોડકાસ્ટનું નામ ‘No Jumper’ છે. એડમે હાલમાં જ પત્નીને બીજા વ્યક્તિ સાથે સંબંધ બનાવતા જોયા બાદ ખુશ થઈને કરોડોની ભેટ આપી. ગ્રીન કારની બાજુમાં એક બીજાને કિસ કરી રહેલા આ કપલના ફોટા પર અનેક લોકો રિએક્શન આપી રહ્યા છે.

એડમ સોશિયલ મીડિયાના દરેક મંચથી કમાણી કરે છે. આવામાં તેની ફેન ફોલોઈગ પણ કરોડોમાં છે. પરણિત લાઈફમાં કપલને એક બાળક પણ છે. તે હંમેશા પોતાના બાળકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આવામાં જ્યારે એડમે ટિકટોક પર એમ કહીને પોતાનો વીડિયો પોસ્ટ કર્યો કે તેણે પોતાની ક્વીન માટે આ કાર લીધી કારણ કે તેણે કઈ અન્ય વ્યક્તિ સાથે એક દ્રશ્ય કરવા બદલ તેના પર ખુબ ગર્વ હતો. ત્યારબાદ લોકોએ તેને ખુભ સંભળાવી દીધુ.

ઘરે પાછી ફરેલી પત્નીનું રિએક્શન :

ટોરંટ સનમાં પ્રકાશિત અહેવાલ મુજબ આ ઘટના ક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લગભગ ૨ મિનિટના વીડિયોમાં જોઈ શકાય છે કે એડમની પત્ની સરપ્રાઈઝ ગિફ્ટ જોવા માટે જેવી પોતાની આંખો ખોલે છે તો ખુશીથી ઉછળી પડે છે. તેના મોઢામાંથી પહેલો શબ્દ એ નીકળે છે કે શું? આ મારા માટે છે? હે ભગવાન આને હું રાખી લઉ? ત્યારે એડમે કહ્યું કે બિલકુલ મારી ક્વીન બધુ તમારા માટે છે. તારા માટે કઈ પણ.

હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી પતિ પત્ની છે જે આવી વાત પર જશ્ન મનાવીને ખુશ થઈ રહ્યા છે જાણે કોઈ મોટું કામ કરીને પાછી ફરી હોય. તો તમને જણાવી દઈએ કે તેમાં તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. કારણ કે યુટ્યૂબર એડમની પત્ની એક એડલ્ટ સ્ટાર છે. આથી જ્યારે એડમે તેને આમ કરવાનું કહ્યું તો તેણે ના ન પાડી.

આ પણ વાંચો :-

મહિલાઓ સાથે નીચ હરકત કરનારા આરોપીનું ઘર રોષે ભરાયેલા ટોળાએ ફૂંકી માર્યું, જુઓ વિડીયો

0
  • મણિપુરમાં હિંસા બાદ બે મહિલાઓ સાથે સાર્વજનિક દુર્વ્યવહાર કરનારા મુખ્ય આરોપીના ઘરને તેના જ ગામના લોકોએ આગને હવાલે કરી દીધું છે.

મણિપુરના જે વીડિયોના વાયરલ થયા બાદ દેશભરમાં આ ઘટના વિરૂદ્ધ ગુસ્સો હતો. ત્યારે હવે આરોપીના પોતાના જ સમુદાયના લોકો પણ ખુલીને આરોપીઓનો વિરોધ કરી રહ્યા છે. મહિલા સાથે બર્બરતા કરનારા મૈતઈ સમુદાયના લોકો છે અને તેના ઘરને આગ લગાવનારા પણ તે જ મેતઈ સમુદાયના લોકો છે.

ગુરુવારે પોલીસે હુયરુમ હીરોદાસની ધરપકડ કરી હતી :

મણિપુરની મહિલાઓને નગ્ન કરીને તેમની પરેડ કરાવતો અને તેમની સાથે અભદ્રતા કરતો વીડિયો વાયરલ થયા બાદથી સમગ્ર દેશ રોષ ભભૂક્યો હતો. આ મામલે મુખ્ય આરોપી હુયરુમ હીરોદાસની પોલીસે ગુરુવારે થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી.

કુલ ૪ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે :

હીરોદાસ ૩૨ વર્ષનો છે. પોલીસે વાયરલ વીડિયો પરથી તેની ઓળખ કરી હતી. જેમાં તે ગ્રીન ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર હેરદાસ આ કેસમાં મુખ્ય આરોપી છે. આ વાયરલ વીડિયોના આરોપીઓને પકડવા માટે પોલીસની ૧૨ ટીમો બનાવવામાં આવી છે. તેમને પકડવા માટે પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધી કુલ ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ક્રેશ : 0૨ મિનિટમાં રોકાણકારોના લાખ કરોડ સ્વાહા, જુઓ કયા શેરો તૂટયા

0
  • સેન્સેક્સ બજાર ખુલવાના બે મિનિટ બાદ ૭૫૦ પોઈન્ટ તૂટવાની સાથે ૬૬૮૨૨.૧૫ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું હતું. સવારે ૯.૪૫ મિનિટ પર સેન્સેક્સ ૫૯૫.૨૧ પોઈન્ટ પડવાની સાથે ૯૯૯૭૬.૬૯ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે.

આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિયની અંદર જ ૭૫૦ પોઈન્ટ સુધી પડ્યું. ત્યાં જ બીજી તરફ નિફ્ટીમાં પણ ૧૦૦થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો. આ કડાકાના કારણે શેરબજારના રોકાણકારોને ફક્ત ૨ જ મિનિટમાં ૨.૧૪ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં કડાકાનું કારણ વિદેશી બજારોને માનવામાં આવી રહ્યું છે.

ત્યાં જ બીજી તરફ રોકાણકારના નફાવસુલીને પણ એક મોટુ કારણ માનવામાં આવી રહ્યું છે. સેન્સેક્સ ૬૭૦૦૦ પોઈન્ટ પર વ્યાપાર કરી રહ્યું છે. નિષ્ણાંતોનું માનીએ તો આવનાર દિવસોમાં સેન્સેક્સ ૭૦ અને નિફ્ટી ૨૧ હજાર પોઈન્ટ પર બેરિયર તોડી શકાય છે. તેના પહેલા નિફ્ટીનો સૌથી મોટો પડકાર ૨૦ હજાર પોઈન્ટના બેરિયરનો છે.

ત્યાં જ બીજી તરફ નિફ્ટી 50માં પણ મોટો કડાકો આવ્યો છે. આંકડાઓ અનુસાર નિફ્ટી ૧૫૨ પોઈન્ટના ઘટાડાની સાથે ૧૯૮૨૬.૪૦ પોઈન્ટના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યો છે. આજે નિફ્ટી ૧૯૮૮૭.૪૦ પોઈન્ટ પર પણ આવ્યો. જો નિફ્ટી રિકવર થાય છે તો આ લેવલ ૨૦ પોઈન્ટ પર આવી શકે છે.

આઈટી કંપનીમાં મોટો કડાકો :

શેરબજારમાં કડાકાનું સૌથી મોટુ કારણ આઈટી કંપનીઓમાં લોસ માનવામાં આવી રહ્યો છએ. ઈન્ફોસિસના શેરમાં લગભગ ૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટીમાં ટોપ લુઝર બનેલું છે. એચસીએલના શેરમાં લગભગ ૩ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિપ્રોના શેરોમાં લગભગ બે ટકાનો ઘટોડો જોવા મળી ચુક્યો છે. ટીસીએસના શેર ૧.૬૫ ટકાના ઘટાડાની સાથે વ્યાપાર કરી રહ્યા છે. ત્યાં જ બીજી તરફ હિંદુસ્તાન યુનીલીવરના શેરોમાં પણ નફાવસુલી જોવા મળી રહી છે અને ૧.૬૨ ટકાનો ઘટાડો છે.

આ પણ વાંચો :-

 

વિરાટ કોહલીએ બનાવ્યો મહારેકોર્ડ, સચિન પછી આ સિદ્ધિ મેળવનાર….

0
  • ટીમ ઈન્ડિયાના બેટસમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટસમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજો ભારતીય ક્રિકેટર છે.

ટીમ ઈન્ડિયાના બેટસમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટસમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજો ભારતીય ક્રિકેટર છે.

જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસના અંત સુધી વિરાટ કોહલી ૮૭ રન પર અને રવિન્દ્ર જાડેજા ૩૬ રન બનાવીને રમતમાં હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાનો દબદબો બનાવી લીધો છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર ૪ વિકેટે ૨૮૮ રન હતો.

વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ૩૯ રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૨૫,૫૦૦ રન પૂરા કરી લીધા છે. મહાન બેટસમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આ મહાન રેકોર્ડ બનાવનાર ભારતનો બીજો બેટસમેન છે.

સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ પણ ભારતીય બેટસમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૫,૫૦૦ રન પૂરા કરી શક્યો નથી. રાહુલ દ્રવિડ જેવો મહાન બેટસમેન પણ પોતાની આખી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી.

આ પણ વાંચો :-

રીલ બનાવવા માટે બાઈક પર સ્ટંટ કરવો પડયો ભારે, વીડિયો વાયરલ થતાં બેની ધરપકડ

0
  • આજકાલ યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે રીલ બનાવે છે. તેઓ રીલ બનાવવા માટે ઘણા ખતરનાક સ્ટંટ પણ કરે છે. ગુજરાતના સુરત શહેરમાં પણ બે લોકોને બાઈક ચલાવતી વખતે રીલ બનાવવી ભારે પડી ગઈ હતી.

બ્રિજ પર તેનો રીલ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને વાયરલ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે આ આરોપીઓને શોધવાનું શરૂ કર્યું અને શોધખોળ બાદ પોલીસે બે યુવકોની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે જ અમદાવાદમાં ફૂલ સ્પીડમાં આવતી જગુઆર કારે ઈસ્કોન બ્રિજ પર ૨૦ લોકોને ફંગોળી દીધા હતા. જેમાં ૯ વ્યક્તિના મોત થયા છે. પોલીસ હાલ એક્શન મોડમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો સુરતના અઠવાલાઈન્સ ઓવરબ્રિજનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક બાઈક પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ બાઇક પરનું સ્ટિયરિંગ છોડીને પહેલા બાઇક પર બેસે છે અને પછી ચાલતી બાઈક પર તે સ્ટિયરિંગ છોડીને ઊભો રહે છે અને બાઇક આગળ વધવાનું ચાલુ રાખે છે.

આ વીડિયો બનાવ્યા બાદ આ વ્યક્તિએ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વીડિયો વાયરલ થયો હતો. સુરતના ઉમરા પોલીસ સ્ટેશન રીલ બનાવનારા આ લોકોની શોધમાં વ્યસ્ત હતા. જે બાદ સુરત પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસ ફરી એ જ ઓવર બ્રિજ પર પહોંચી હતી જ્યાં આ લોકોએ બાઈક પર સ્ટંટ કરતા વીડિયો બનાવ્યો હતો.

પોલીસે પકડેલા એક વ્યક્તિનું નામ ધીરજ વિક્રમસિંહ ચૌહાણ છે જ્યારે બીજાનું નામ કિશોરભાઈ ધાનકા છે. એક વ્યક્તિ બાઇક ચલાવી રહ્યો હતો જ્યારે અન્ય વ્યક્તિ તેની સામે બીજી બાઇક પર સવારી કરતો તેનો વીડિયો બનાવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે રીલ બનાવવાનું પરિણામ એ આવ્યું છે કે હવે બંને પોલીસની પકડમાં આવી ગયા છે.

આ પણ વાંચો :-

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન સ્થળે તપાસમાં ભાંગરો વાટ્યો

0
  • અમદાવાદમાં બુધવાર રાત્રે થયેલા અકસ્માતમાં ૯ લોકોના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને લઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે તપાસ દરમિયાન ભાંગરો વાટ્યો હતો.

પોલીસે રિકસ્ટ્રક્શન સ્થળે તપાસમાં ભાંગરો વાટ્યો હતો. બનાવ સ્થળની જગ્યાએ અન્ય સ્થળે તપાસ કરી હતી બનાવ જગ્યા પર માર્કિંગ કર્યુ હતું. ડીસીપીએ ઠપકો આપતા ફરી વખત આરોપીઓને ઘટનાસ્થળે રિકસ્ટ્રક્શન પર લાવવામાં આવશે.

પિતા પુત્ર વિરૂદ્ધ પોલીસે 304,504, 506 (2), 114, 338, 337, 279નો કલમો ઉમેરીને ગુનોં દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ વધુ કાર્યવાહી અર્થે પોલીસે પિતા-પુત્ર બન્નેને ઘટનાસ્થળ પર લઈ જઈને અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. આ દરમિયાન પોલીસે પિતા-પુત્રને ઘટનાસ્થળ પર જ ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી હતી.

આ પણ વાંચો :-

 ઉધનામાં દારૂનાં અડ્ડા બંધ કરાવાતા લોકોએ પોલીસ જવાનોને ફૂલડે વધાવ્યાં

0
  • સુરતના ઉધના વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવનારાઓ બેફામ બન્યા હતાં. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં. અવારનવાર ફરિયાદો ઉઠવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનું સામે આવ્યું હતું.

જો કે ઉધના પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતાં જ નવા આવેલા પીઆઈએ સપાટો બોલાવ્યો હતો. દારૂના અડ્ડા બંધ કરાવતાં લોકોએ હાર પહેરાવી ફૂલડે વધાવ્યાં હતાં.

ઉધના પોલીસની સરાહનીય કામગીરી સામે આવી હતી. વર્ષોથી ચાલતા દારૂના અડ્ડાને પોલીસે બંધ કરાવ્યો હતો. ઉધના પો. સ્ટે ના નવા પો.ઈ.એસ એન. દેસાઈ એ ચાર્જ સંભાળતા જ સપાટો બોલાવ્યો હતો. ઉધના લુહાર ફળીયામાં ચાલતો દારૂનો અડ્ડા માટે રહીશોએ અનેક ફરિયાદો કરી હતી. કોઈ પોલીસ અધિકારીએ આ દારૂનો અડ્ડો બંધ કરવા તસ્દી લીધી નહોતી.

દારૂનો અડ્ડો ચલાવતા શખ્સો દ્વારા મહિલા અને યુવક પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. છેવટે નવા પો.ઈ.એસ. એન.દેસાઈએ સપાટો બોલાવ્યો હતો. નવા પો.ઈ.એસ એન દેસાઈની કામગીરીથી મહિલાઓ ખૂબ જ ખુશ થઈ હતી. ખુશ થયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશન આવી પો.ઈ.એસ એન દેસાઈને ફુલહાર કરી ફૂલડે વધાવ્યા હતાં.

આ પણ વાંચો :-

 

WhatsApp લાવ્યું નવું ફીચર, હવે એકસાથે આટલા લોકોને કરી શકશો વિડીયો કોલ

0
  • WhatsAppએક નવું કોલિંગ ફીચર લાવી રહ્યું છે. આ ફીચર તમને એક કોલમાં ૧૫ જેટલા લોકોને એડ કરવાની મંજૂરી આપશે. આની મદદથી તમે તમારા આખા પરિવાર સાથે વીડિયો કોલ કરી શકો છો.

WhatsApp એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું કોલિંગ ફીચર લાવી રહ્યું છે. આ ફીચર તમને એક કોલમાં ૧૫ જેટલા લોકોને એડ કરવાની મંજૂરી આપશે. આની મદદથી તમે તમારા આખા પરિવાર સાથે વીડિયો કોલ કરી શકો છો. આ ફીચર હજુ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. પરંતુ ટૂંક સમયમાં જ બધા માટે ઉપલબ્ધ થશે.

એપ્રિલ ૨૦૨૨માં વોટસએપે ‘ગ્રુપ કોલિંગ‘ નામનું નવું ફીચર બહાર પાડયું હતું. પહેલા યુઝર્સ એક સમયે માત્ર ૭ કોન્ટેક્ટને કોલ કરી શકતા હતા. પરંતુ હવે આ નવા અપડેટ સાથે વોટસએપે આ સંખ્યા વધારીને ૧૫ કરી દીધી છે.

આ નવા ફીચરથી યુઝર કોલ કરવામાં વધુ સમય બચાવશે. આ નવી સુવિધા WhatsApp એન્ડ્રોઈડ બીટા 2.23.15.14 ગૂગલ પ્લે સ્ટોર અપડેટ સાથે લાગુ કરવામાં આવી છે. આ અપડેટ ટૂંક સમયમાં અન્ય વપરાશકર્તાઓ માટે પણ રોલઆઉટ થઈ શકે છે.

વોટસએપે એક નવું એનિમેટેડ અવતાર ફીચર રજૂ કર્યું છે. આ સુવિધા iOS અને Android બંને વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. આ સુવિધા તમને એનિમેટેડ અવતાર બનાવવા દે છે જેનો ઉપયોગ તમે તમારી ચેટ્સમાં કરી શકો છો. તમે તમારા અવતારને કપડાં, વાળ અને તમારી પસંદગીના અન્ય એક્સેસરીઝથી સજાવી શકો છો.

આ સુવિધા તમારી ચેટસને તમારા માટે વધુ મનોરંજક બનાવશે. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે અવતાર શેર કરી શકો છો અને વાત કરી શકો છો.

આ પણ વાંચો :-

 

લાખો લોકો જેની રાહ જોઈ રહ્યાં હતા હવે તે કામ કરી રહી છે Maruti ! 

0
  • ટાટા અને મહિન્દ્રાએ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને ઈલેક્ટ્રિક કાર વેચી રહી છે. એવામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારુતિ સુઝુકી ક્યારે ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આગામી વર્ષના અંત સુધીમાં લોકોની રાહનો અંત આવશે.

ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક કાર પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ મારુતિ સુઝુકીએ હજુ સુધી કોઈ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી નથી. જો કે ટાટા અને મહિન્દ્રાએ ઈલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને ઇલેક્ટ્રિક કાર વેચી રહી છે. એવામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારુતિ સુઝુકી ક્યારે ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આગામી વર્ષના અંત સુધીમાં લોકોની રાહનો અંત આવશે.

જોકે મારુતિ સુઝુકીએ આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં તેની ઈલેક્ટ્રિક કાર- eVX નું કોન્સેપ્ટ વર્ઝન શોકેસ કર્યું હતું અને કહ્યું હતું કે તેને ૨૦૨૪માં લોન્ચ કરવામાં આવશે. હવે તે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. પરંતુ તેને ભારતમાં નહીં પરંતુ દક્ષિણ યુરોપમાં જોવા મળી છે. પ્રોટોટાઈપનું એકંદર સિલુએટ કન્સેપ્ટ વર્ઝન જેવું જ દેખાય છે. જોકે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે.

આ કાર ભારતમાં મારુતિ સુઝુકી માટે ખાસ છે કારણ કે તે તેની સાથે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કરશે. ઈલેક્ટ્રિક એસયુવીમાં ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ટૂંકા ઓવરહેંગ હશે. મીડિયા અહેવાલ અનુસાર તેનું પ્રોડક્શન વર્ઝન લગભગ 4,300 mm લાંબુ, 1,800 mm પહોળું અને 1,600 mm ઊંચું હશે.

મારુતિ સુઝુકીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે eVX SUV (તેના ખ્યાલ સ્વરૂપમાં) 60kWh બેટરી પેકથી સજ્જ હશે. જે લગભગ 550 કિમીની રેન્જ ઓફર કરવામાં સક્ષમ છે. તેના વર્જનમાં પણ સમાન ક્ષમતાની બેટરી મળવાની અપેક્ષા છે. જે લગભગ 500 કિમીની વાસ્તવિક દુનિયાની રેન્જ ઓફર કરી શકે છે.

આ પણ વાંચો :-

 

 

 

આ પ્રકારે બચાવી શકો છો Petrolના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ

0
  • પેટ્રોલ જો ગીચ રસ્તાઓ તમને બેદરકારીથી વાહન ચલાવવાની મંજૂરી આપતા નથી, તો તે તમને બળતણ બચાવવામાં મદદ કરવા માટે ખૂબ આગળ વધી શકે છે. શાર્પ સ્ટાર્ટ, ટ્રાફિકની અંદર અને બહાર ફરવું અને ઓવર સ્પીડિંગ એ કેટલીક રીતો છે.

દેશમાં ઈંધણના ભાવ ખૂબ ઊંચા છે. ઈંધણના ભાવમાં ફેરફાર લોકોને ઘણી અસર કરે છે. ત્યારે લોકોને પેટ્રોલની ખૂબ જરૂર પડે છે. તમારું પોતાનું વાહન હોવું એ પેટ્રોલનો રોજનો ખર્ચ છે. એવામાં લોકોએ પેટ્રોલ પર થતા ખર્ચમાં થોડી બચત પણ કરવી જોઈએ. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે પેટ્રોલનો ખર્ચ કેવી રીતે ઘટાડી શકો છો.

એન્જિન બંધ રાખો :

જ્યારે એન્જિન નિષ્ક્રિય હોય ત્યારે પણ વાહન બળતણ વાપરે છે. એટલા માટે એ સમજાતું નથી નથી કે તમે ક્રોસિંગ, લાલ લાઇટ અને ટ્રાફિક જામ પર એન્જિન બંધ કરો. આ ઉપરાંત કોઈ એન્જિનને ફરી શરૂ કરવામાં લગભગ એટલી જ માત્રામાં ઇંધણ વપરાય છે જેટલું તે વાહનને ૩૦ સેકન્ડ માટે નિષ્ક્રિય રહેવા દે છે. તેથી એન્જિન બંધ કરીને પેટ્રોલ બચાવવું વધુ સારું છે.

વાહનની દેખરેખ કરો :

તમારા વાહનની યોગ્ય જાળવણી ઈંધણ બચાવવામાં મદદ કરી શકે છે. આથી, તમારા વ્હીલ્સને યોગ્ય રીતે જાળવો, એર ફિલ્ટરને સ્વચ્છ રાખો અને ઉચ્ચ ગુણવત્તાની ઉર્જા સંરક્ષણ તેલનો ઉપયોગ કરો. તમારા વાહનની જાળવણી કરીને ઈંધણ બચાવો.

આક્રમક રીતે ગાડી ન ચલાવો :

જો ગીચ રસ્તાઓ તમને બેદરકારીથી વાહન ચલાવવાની મંજૂરી આપતા નથી. તો તે તમને બળતણ બચાવવામાં મદદ કરવા માટે કામ આવે છે. શાર્પ સ્ટાર્ટ, ટ્રાફિકની અંદર અને બહાર ફરવું અને ઓવર સ્પીડિંગ એ કેટલીક રીતો છે જેમાં તમે ઈંધણનો વપરાશ વધારી શકો છો. તેથી બળતણ કાર્યક્ષમ ડ્રાઈવિંગનો અભ્યાસ કરો.

ગતિ પર ધ્યાન આપો :

તમારા વાહનની ઝડપ પર ધ્યાન આપો. જો તમે વાહનની સ્પીડ ૭૦-૯૦ કિમી રાખો તો ઈંધણની પણ બચત થઈ શકે છે. એવામાં વાહનની ગતિ પર નજર રાખો અને તેમાં ફેરફાર કરવાનું ટાળો. વાહનની સ્પીડમાં ફેરફારને કારણે ઈંધણનો વધુ વપરાશ થઈ શકે છે.

આ પણ વાંચો :-