Home Blog Page 1028

૨૦ જુલાઈ / નોકરીમાં બઢતીની તકો, રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ, આ રાશિના જાતકોને ગુરુવાર મળશે ગુડ ન્યૂઝ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવક વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદમાં વૃધ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારું મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારું. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો, સંબંધોમાં લાભ.

કન્યાઃ
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ‌િ‍્ત થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ
ભાગીદારી તથા પત્નિ સુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સારું રહેશે. આંખૃહાડકા નબળા થતા જણાય.

કુંભઃ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે. દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ટ્રેનો પર પડી અસર, જાણો કેટલી ટ્રેનો થઈ રદ્દ

0
  • સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે વરસાદને લઈ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.

ભારે વરસાદને પગલે રાજ્યમાં વાહનવ્યવહાર અને રેલવે તંત્ર પર પણ ભારે અસર પડી છે. પશ્ચિમ રેલવે પર ભારે અસર પડી છે. જેને કારણે ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મીટરગેજ વિભાગમાં ઘણી જગ્યાએ ટ્રેકની નીચેથી માટીનું ધોવાણ અને પાટા ઉપરથી પાણી વહેવા અને વેરાવળ યાર્ડમાં પાણી ભરાવાના કારણે રેલવે બોર્ડની કેટલીક ટ્રેનો તા.૧૯.૦૭.૨૦૨૩ના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. અને કેટલીક ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો :

ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09296 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09508 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)

રાજ્યમાં વરસાદને લઈ આટલા રસ્તાઓ બંધ  ;

રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ ૬૫ રસ્તાઓ બંધ થયા છે. જેમાં પંચાયત હસ્તકના ૫૨ રસ્તાઓ બંધ આ સાથે ચાર સ્ટેટ હાઈવે પણ બંધ થયા છે. રાજ્યના ચાર સ્ટેટ હાઈવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઈવે બંધ થયા છે.

રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ થયા છે. આ સાથે ૬ NDRFની ટીમ મોકલવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં NDRFની ટીમ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો :-

ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના પગથિયે બેસવું છે જરૂરી, જાણો આમ કરવાથી થતાં ફાયદા વિશે

  • તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે.

તમે ઘણી વાર જોયું હશે કે લોકો મંદિરમાં પૂજા કરીને કે દર્શન કર્યા પછી મંદિરની બહાર નીકળીને મંદિરના પગથિયે કે ઓટલા પર બેસે છે. જે લોકોને આમ કરવાનું કારણ ખબર નથી તેઓ માને છે કે લોકો એમ જ બેસતા હશે પરંતુ આમ કરવું ખૂબ જ જરૂરી છે. હિન્દુ ધર્મમાં આમ કરવાનું પણ ખાસ કારણ જણાવાયું છે.

મંદિરમાં દર્શન કરીને બહાર આવીને થોડીવાર બેસવું જરૂરી છે. આ પરંપરા ખાસ કારણથી નીભાવવાની હોય છે. જ્યારે પણ મંદિરમાં દર્શન કરવા જવાનું થાય તો દર્શન કર્યા પછી બહાર આવી પગથિયે બેસી અને આ શ્લોકનો પાઠ કરવો જોઈએ.

મંદિરના પગથિયે બેસી બોલવો આ શ્લોક :

અનાયાસેન મરણમ્, બિના દેન્યેન જીવનમ્
દેહાન્ત તવ સાનિધ્યમ્, દેહિ મે પરમેશ્વરમ્

આ શ્લોકનો અર્થ થાય છે કે મૃત્યુ કોઈપણ મુશ્કેલી વિના થાય, અંતિમ સમયમાં પથારી પકડવી ન પડે. ભગવાન કોઈ પણ જાતની તકલીફ વિના અમને તમારી પાસે બોલાવો, ચાલતાં ચાલતાં અમારો જીવ શરીર છોડે.

બિના દેન્યેન જીવનમ્ એટલે કે ક્યારેય કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અમને ક્યારેય લાચાર ન બનાવો. આપણું જીવન આપણી રીતે જીવીએ. જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે જીવને ભગવાનનું શરણ મળે. મૃત્યુ સમયે ભગવાનના દર્શન થાય. ભગવાનના દર્શન કરી મંદિરના પગથિયે બેસી આ પ્રાર્થના કરવી જોઈએ. આ શ્લોકનો પાઠ કરો ત્યારે મનમાં કોઈ અન્ય પ્રકારના વિચારો ન આવવા જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત ગાર્ડિયનતેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Political Drama Web Series : આ ૫ વેબસીરીઝ શિખવે છે રાજનીતિના દાવપેચ, જોવાની મજા આવશે

  • કહેવાય છે કે રાજકારણ સારા લોકોને યુક્તિઓ શીખવે છે કારણ કે આ કર્મની ભૂમિ છે તેમ ધર્મની પણ ભૂમિ છે. રાજકીય ખળભળાટથી ભરેલી ઘણી વેબ સિરીઝે OTTને હચમચાવી નાખ્યું છે. જે જોયા પછી તમે માત્ર આનંદ જ નહીં પરંતુ તમને એક પાઠ પણ આપશે.

રાણી વિશે ઘણી વાતો થઈ :

જો તમારે ૯૦ના દાયકાની રાજનીતિ જોવી હોય તો SonyLIVની મહારાણી જુઓ. બિહારની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શ્રેણીમાં હુમા કુરેશીએ રાની નામની એક મહિલાનું પાત્ર ભજવ્યું છે જે અભણ છે. પરંતુ જ્યારે તે રાજકારણમાં આવે છે. ત્યારે તે કેવા સંઘર્ષનો સામનો કરે છે તે જોવું જબરદસ્ત છે.

સૈફ અલી ખાનને તાંડવ ખૂબ જ પસંદ હતો :

સૈફ અલી ખાન અને સુનીલ ગ્રોવર સ્ટાર તાંડવ વેબ સિરીઝ મુખ્યત્વે વિદ્યાર્થી રાજકારણ પર આધારિત છે. તેની સાથે મુખ્ય રાજકારણમાં ઉત્તરાધિકારને લઈને પણ સંઘર્ષ છે.

કૌટુંબિક રાજકારણના વળાંકોથી ભરેલી શ્રેણી :

પારિવારિક રાજકારણના વારસદાર અને ચાલી રહેલા ષડયંત્ર પર બનેલી આ વેબ સિરીઝ અદ્ભુત છે. જેની અત્યાર સુધી બે સિઝન આવી ચૂકી છે અને બંને જબરદસ્ત હિટ રહી છે. આ શ્રેણી સાચા અને ખોટા વચ્ચેનો તફાવત અને તે પછી લીધેલા નિર્ણયોના ગુણદોષ શીખવે છે. અતુલ કુલકર્ણી, સચિન પિલગાંવકર અને પ્રિયા બાપટ જેવા કલાકારોથી સજેલી આ શ્રેણી જોવાની તમારા માટે મજા આવશે.

મિર્ઝાપુરની બંને સિઝન લોકોને પસંદ પડી હતી :

મિર્ઝાપુરને ક્રાઈમ પોલિટિકલ ડ્રામા કહેવામાં આવે તો કંઈ ખોટું નહીં હોય. પૂર્વાંચલની શક્તિ જે અલગ રીતે કાર્ય કરે છે અને તેનો અર્થ અલગ છે. જ્યારે લોકોએ તેને સ્ક્રીન પર જોયું તો તેઓ તેના દિવાના બની ગયા. ખાસ કરીને યુવા મિર્ઝાપુર વેબ સિરીઝ સાથે તે એટલી જોડાયેલી હતી કે આજે પણ તેની ત્રીજી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે.

સસ્પેન્સ અને રહસ્યથી ભરેલી શ્રેણી :

કલ્પના કરો કે જો કોઈ યુવા નેતા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો હોય અને તે જ દિવસે તેની હત્યા થઈ જાય ! શ્રેણી ડાર્ક ૭ વ્હાઈટ રાજસ્થાનની પૃષ્ઠભૂમિ પર આધારિત શ્રેણી છે જે સસ્પેન્સ અને રહસ્યથી ભરેલી છે. તમે તેને Alt બાલાજી પર જોઈ શકો છો.

આ પણ વાંચો :-

યુટ્યુબરને ત્યાં આઈટીના દરોડા ! જાણો YouTube થી કેટલી કમાણી થાય છે ?

0
  • ઉત્તરપ્રદેશમાં એક YouTuber પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તેની પાસેથી ૨૪ લાખ રૂપિયા રોકડા જપ્ત થયા છે.

યુટ્યુબર તસ્લીમ ખાન પર આરોપ છે કે તેમણે ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે. તસ્લીમ બે વર્ષથી પોતાના ભાઇની સાથે મળીને એક યુટ્યુબ ચેનલ Trading Hub ૩.૦ ચલાવે છે. આ પ્લેટફોર્મ પર તે શેર માર્કેટ સાથે જોડાયેલા વીડિયોઝ નાખે છે. સવાલ આવે છે કે YouTube થી કેટલી કમાણી થતી હશે.

જે ઈનકમ ટેક્સનો દરોડો પડ્યો છે. તસ્લીમના ભાઈ ફિરોઝે જણાવ્યું કે તેમના YouTube ચેનલ સાથે સારી કમાણી થાય છે. અત્યાર સુધી તેણે YouTube થકી ૧.૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને ૪૦ લાખ રૂપિયાનો ઈનકમ ટેક્સ પણ ભર્યો છે.

YouTube ક્રિએટર્સ તેમના કંટેટ પર આવતી ADSનો રેવન્યુ શેર કરે છે. આ રેવન્યૂ શેર અલગ અલગ ક્રિએટર્સ માટે અલગ અલગ હોઈ શકે છે. YouTube થી મળનારા પૈસા કંટેટ કેટેગરી, રીઝન અને અનેક બીજા પાસાઓ પર નિર્ભર કરે છે. અહેવાલ અનુસાર કંટેટ ક્રિએટર્સ એડ રેવન્યુના 55 ટકા સુધીનો હિસ્સો કમાઈ શકે છે.

જો કે તેના માટે યુઝર્સને YouTube Partner Programનો હિસ્સો હોવો જોઈએ. આ પ્રોગ્રામને ક્વોલિફાઈ કરવા માટે યુઝર્સની ચેનલ પર ૫૦૦ સબ્સ્ક્રાઈબર્સ અને ૩૦૦૦ કલાકનો વોચ ઓવર ટાઈમ હોવો જોએ. YouTube Shorts દ્વારા પણ ક્રિએટર્સની કમાઈ થઈ રહી છે. જો કે તેના રેવન્યું અંગે હજી કોઈ સ્પષ્ટ પોલીસી સામે નથી આવી.

આ પણ વાંચો :-

વરસાદમાં બાળકોને સાચવીને રાખો ! સુરતના જોળવા ગામમાં વીજળી પડતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

0
  • સુરતના જોળવા ગામમાં મકાનની છત પર વીજળી પડતાં એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ છે.

ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે સુરતમાંથી એક દુઃખદ સમચાર આવ્યા છે. સુરતના જોળવા ગામે વીજળી પડતા એક બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વીજળી પડતા બાળકનું મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.

ઘટનાની વિગત એવી છે કે એક બાજુ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે બાજી બાજુ વીજળી પડતા વધુ એકનું મોત નિપજ્યું છે. સુરતના જોળવા ગામમાં આવેલી નક્ષત્ર સોસાયટીના મકાનની છત પર બે બાળકો રમી રહ્યા હતા.

આ દરમિયાન કાળ બનીને વીજળી ત્રાટકી હતી. ઘરની છત પર વીજળી પડતાં એક બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. જે બાદ તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

બાળકના મૃત્યુની ઘટના સહન નહીં કરી શકતા માતા મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો. હાલ સુરતની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત બાળકીની સારવાર ચાલી રહી છે.

આપને જણાવી દઈએ કે ગઈકાલે ઝાલાવાડમાં વરસાદી માહોલ છવાતા સાયલા તાલુકાના ત્રણ ગામોમાં વીજળી ત્રાટકી હતી. જેમાં એક કિશોર અને એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. સાયલાના ધમરાળા ગામના ખેતરમાં વીજળી પડતા ૧૩ વર્ષના કિશોરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે નવાગામ (બાવળીયા) ગામે ખેતરમાં વીજળી પડતા ચેતન રઘુભાઈ ચૌહાણ (ઉં.વ.૩૩)નું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો :-

 

 

 

 

હજુ અતિભારે વરસાદની સંભાવના, આફતને પહોંચી વળવા સરકારની શું છે તૈયારી ?

0
  • સૌરાષ્ટ્રમાં મેધતાંડવની સ્થિતિ. હજુ પણ અતિભારે વરસાદની શક્યતા. સ્થિતિને પહોંચી મળવા સરકારની શું છે તૈયારી? ગાંધીનગરમાં મળી બેઠક.

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

૧૯ થી ૨૧ દરમિયાન અહીં અતિભારે વરસાદની સંભાવના :

રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજ્યમાં થયેલા વરસાદની માહીતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં ૧૯ થી ૨૧ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૪૩ જળાશય હાઈ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૯ જળાશય વોર્નિંગ પર છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૭૧.૩૧ % વાવેતર થયું છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

 

વધુ એક મહિલા પ્રેમી માટે ભારત આવી, આ વખતે પાકિસ્તાન નહીં પોલેન્ડથી

0
  • પોલેન્ડની ૪૫ વર્ષીય મહિલા બાર્બરા પોલાક અને ઝારખંડના હજારીબાગ જિલ્લાના કટકામસાંડી બ્લોકના ખુત્રા ગામના ૨૭ વર્ષીય શાદાબ મલિકની લવસ્ટોરી સામે આવી છે.

આ દિવસોમાં ચાર બાળકોની માતા-સીમા હૈદર પાકિસ્તાનથી પોતાના પ્રેમને શોધવા માટે ભારત આવી રહી છે-નોઈડાના સચિનની વાર્તા હેડલાઇન્સમાં છે. આ દરમિયાન પોલેન્ડની ૪૫ વર્ષીય મહિલા બાર્બરા પોલાક અને ઝારખંડના હજારીબાગ જિલ્લાના કટકામસાંડી બ્લોકના ખુત્રા ગામના ૨૭ વર્ષીય શાદાબ મલિકની લવસ્ટોરી સામે આવી છે.

બાર્બરા પોલેન્ડથી તેના બોયફ્રેન્ડને મળવા તેની પાંચ વર્ષની પુત્રી આનિયા પોલાક સાથે હજારીબાગ પહોંચી છે. બાર્બરા પોલક અને શાદાબ મલિક વચ્ચે વર્ષ ૨૦૨૧માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા પ્રેમ થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. દોસ્તી ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. બાર્બરા ૨૬ જૂન, ૨૦૨૩ના રોજ ભારત પહોંચી અને પછી મુંબઈ થઈને એક અઠવાડિયા પહેલા હજારીબાગ પહોંચી.

હજારીબાગ પહોંચ્યા બાદ પોલિશ મહિલા શાદાબના ગામ ખુત્રા પહોંચી. DSP રાજીવ કુમાર અને પેલાવલ ઓપીના ઈન્ચાર્જ શાદાબ મલિક બે દિવસ પહેલા પોલેન્ડની મહિલાના ખુત્રામાં આવવાની માહિતી મળતાં જ ખુત્રાના ઘરે પહોંચ્યા અને મામલાની તપાસ કરી.

બાર્બરા પાસે ૨૦૨૮ સુધી ભારતના વિઝા છે. તપાસ દરમિયાન હજારીબાગ પોલીસે મહિલાને શહેરની એક હોટલમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ મહિલા ખુત્રા ગામમાં જ શાદાબ મલિકના ઘરે રહે છે. ગામની મહિલાઓ તેને જોવા માટે ઉમટી પડે છે.

તે અગાઉ પણ શાદાબને મળવા ભારત આવી ચૂકી છે. બંનેની મુલાકાત મુંબઈમાં થઈ છે. પહેલીવાર હજારીબાગ આવ્યા છે. આવતા પહેલા મહિલાએ શાદાબના ઘરે તેના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરી હતી. રૂમમાં એસી લગાવ્યું. આવ્યા પછી તે પોતે પોલિશ ફૂડ બનાવે છે અને ખાય છે.

બાર્બરા પોલાક એક પરિણીત મહિલા છે અને તેને એક બાળકી છે. જો કે તેમણે પતિથી છૂટાછેડા લીધા છે. તે પોલેન્ડમાં એક કંપની ધરાવે છે. જેમાં પચાસ ટકા શેરહોલ્ડર છે. મહિલાનો પતિ ન્યુઝીલેન્ડમાં રહે છે. શાદાબના મતે બાર્બરા તેને પોલેન્ડ લઈ જવા માંગે છે. બાર્બરાની છોકરી શાબાદને પપ્પા કહીને બોલાવે છે. શાદાબ અપરિણીત છે.

તેણે મુંબઈમાં બીએ ઓનર્સનો અભ્યાસ કર્યો છે. તે તેના મામા સાથે રહે છે અને અંગ્રેજી બોલે છે. તેના માતા-પિતા ગુજરી ગયા છે. તે કોરોનાના સમયથી ખુત્રા ગામમાં રહે છે. અંગ્રેજી સમજવા અને બોલવાને કારણે ભાષા તેમના પ્રેમમાં અવરોધ ન બની. બાર્બરા કહે છે કે ભારત એક સુંદર સ્થળ છે. પરંતુ ગામના લોકો અમારી સામે વિચિત્ર નજરે જોઈ રહ્યા છે. જે અમને પસંદ નથી. તે કહે છે કે આખરે હું પણ માણસ છું.

આ પણ વાંચો :-

 

વાવમાં મહિલાઓની છેડતી કરનારા યુવકોને ઘાઘરો-ચોલી અને જૂતાનો હાર પહેરાવાયો

0
  • બનાસકાંઠાનાં વાવ તાલુકાના તીર્થગામમાં બે યુવકો ભિક્ષાવૃત્તિ કરવા ગયા હતા. જોકે આ યુવકોએ તે બાદ બદમાશી કરી. મહિલાઓનાં ફોટા પોતાના મોબાઈલમાં પાડવાનું શરૂ કરતાં આ ગામ લોકોની ધ્યાને આવ્યું હતું.

જે બાદ ગામના લોકોએ યુવકોને પકડી તેમના સમાજના લોકોને બોલાવ્યા હતા. યુવકોની આ ગુસ્તાખી જોઈ સમાજના આગેવાનો પણ ગુસ્સે ભરાયા હતા. આ સમાજના આગેવાનોએ ગામ લોકોની માફી માંગી આ બન્નેને દાખલારૂપ સજા આપવાનું નક્કી કર્યું હતું. તે બાદ બંને યુવકોને વાવ લાવી સ્ત્રીઓના કપડાં ઘાઘરો-ચોલી પહેરાવ્યા હતા. જૂતાનો હાર પહેરાવી ૫૦ હજારનો દંડ કરી તેમના પરિવારને એક વર્ષ માટે સમાજમાંથી બહિષ્કાર કરાયો હતો.

આ ઘટનામાં સમાજના આગેવાનોએ કહ્યું, નારી શક્તિનું દરેક મંચ પરથી સન્માન થવું જોઈએ, તે શક્તિ સ્વરૂપ છે. આ ઘટનામાં આગેવાનોએ નારી શક્તિને સાક્ષાત શક્તિ સ્વરૂપ બનાવી પોતાના સમાજના આ યુવકોના કૃતને તેઓએ વખોડી તેમને દાખલા રૂપ સજા પણ આપી હતી. અહીં રાધનપુર વિસ્તારના વિચરતી જાતિ સમુદાયના વાદી પરિવારો વાવ માર્કેટ યાર્ડ નજીક તંબુઓ તાણી રહે છે અને ગામડે ગામડે જઈ ઘરોમાં ફરી ભિક્ષાવૃત્તિ કરી અનાજના દાણા માગી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જોકે સમાજના બે યુવકોની ગુસ્તાખીથી સમગ્ર સમાજ બદનામ ન થાય તે માટે આગેવાનો એ મોરચો સંભાળ્યો હતો. તેમણે જાતે જ ન્યાય સ્થાપિત કરી યુવકોને દંડ પણ આપ્યો હતો. સમાજના આગેવાનોએ ક્યારેય બેન દીકરીઓના ફોટા ન પાડવા તેમજ સમાજ જે પણ સજા આપે તે પાલન કરવા યુવકોને જણાવ્યું હતું. બંને યુવકોને સમાજના મોભીઓ દ્વારા દાખલારૂમ ૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

સૂત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તબાહી મચી, નદીઓ ગાંડીતૂર બની

0
  • ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અનરાધાર વરસાદ. આઠ ઈંચ કરતા વધુ વરસાદથી જળબંબાકાર. સુત્રાપાડા અને વેરાવળમાં ભારે વરસાદથી તારાજી.

ગીર સોમનાથના સૂત્રાપાડામાં ૧૬ ઈંચ તો રાજકોટના ધોરાજીમાં ૧૨ ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ. અનેક વાહનો પાણીમાં ડૂબ્યાં. લોકોના ઘરોમાં ઘૂસ્યું પાણી.

ગુજરાતમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. આ વચ્ચે ગઈકાલે ગુજરાતના ૧૬૩ તાલુકામાં અનારાધાર વરસાદ વરસ્યો છે. જેમાં અનેક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિ ઉદભવી છે. મંગળવારે ચાર તાલુકામાં ૮ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો વીજળી પડવાથી અલગ અલગ સ્થળે ૬ લોકોનાં મોત થયા છે. આ વચ્ચે આજે ગુજરાતના ૩ જિલ્લામાં રેડ અલર્ટ તો અન્ય ૩ જિલ્લામાં ઓરેન્જ અલર્ટની હવામાન વિભાગની આગાહી છે. તો ૯ જિલ્લામાં યલો અલર્ટની આગાહી છે.

પરંતુ મંગળવારે વરસેલા વરસાદને કારણે આખુ ગીર સોમનાથ જળબંબાકાર થયું છે. ગીરસોમનાથના વેરાવળ શહેરમા દેવકા નદીના પૂરનો પ્રવાહ ઘૂસી જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વેરાવળ નજીક દેવકા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.

ગીરસોમનાથની હીરણ નદીએ જિલ્લામા કાળો કેર વર્તાવ્યો છે. પ્રભાસ પાટણના સોનારીયા ગામમાં સર્વનાશ નોતર્યો છે. આખું ગામ અને સીમ વિસ્તાર હીરણ નદીના પૂરમાં ગરકાવ બન્યું છે તો ગામ દરિયો બની ગયો છે. અચાનક રાતે પૂર આવતા ખીલા સાથે બંધાયેલા સંખ્યાબંધ પશુઓના મોતની દહેશત છે. નાના મોટા અંસંખ્ય વાહનો ડૂબી ગયા છે. તો કેટલાય વાહનો પાણીમાં તણાયા છે. સોનારીયા ગામ હતપ્રભ થયા છે. ઊપર આભ નીચે પાણી વચ્ચે માનવજાત નિસહાય બની છે.

ગીર પંથકમાં ભારે વરસાદ કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. વેરાવળના ડાભોર નજીક પસારથી દેવી નદી ગાંડીતૂર બની છે. દેવકા નદીના પાણી ડાભોરની ‌શેરીઓમાં બે કાંઠે વહેતા થયા છે. વેરાવળથી ડાભોર જતો કોઝવે પર દેવકા નદીના પાણીમાં ગરકાવ થયો છે. વેરાવળનું ડાભોર સંપર્ક વિહોણા બન્યું છે. દેવા નદીના પાણી ડાભોર જાપા વિસ્તારમાં ફરી ‌વળતા અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે.

નીચાણવાળા વિસ્તારમાં દેવકા નદીના પાણી ધુસી જતા ‌જનજીવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડાભોર ગામના લોકો આખી રાત જાગીને વિતાવી હતી. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમા પાણી આવી ગયા છે. ઘરવખરી સામાન પાણીમાં પલાળી જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

આ પણ વાંચો :-