Home Blog Page 1020

નવસારી શહેરને મેઘરાજાએ ધમરોળ્યું, ૬ ઈંચ વરસાદથી ખેરગામમાં જળબંબાકાર સ્થિતિ

0
  • હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે ૬ વાગ્યાથી રાજ્યના ૭૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ૧૧ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં સતત ત્રણ દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યું છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ધોધમાર વરસાદે નવસારી શહેરને જળબંબાકાર સ્થિતિમાં મૂકી દીધું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળામાં પાણી ફરી વળવાના કારણે લોકોની આવનજાવન પર સીધી અસર થઈ છે. તો નેશનલ હાઈવે નંબર ૪૮ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ૨૦ કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે.

ખેરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે એના રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. એને લઇને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયાં છે. નવસારીમાં સ્ટેશનની દાંડી તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. જ્યારે વિઠ્ઠલ મંદિરમાં પાણી ભરાઈ ગયાં છે.

ખેરગામમાં ધોધમાર વરસાદ પડતાં ઔરંગા નદી પર આવેલા અનેક લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. નાધઈ-મરલાને જોડતા ગરગડિયા પુલમાં પાણી ફરી વળ્યાં છે. જ્યારે પાટી અને ખટાણાને જોડતો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

ચીમનપાડા-મરઘમાળને અને બહેજ કુટી ખડક અને ભમ્ભાને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ તરફ સાનકુવા નાક તલાવડી પાંચથી છ ફૂટ ઘરોમાં પાણી ભરાયેલાં છે. જેની નગરપાલિકા કે કલેક્ટર ઓફિસમાં અરજી આપવા છતાં કોઈપણ પ્રકારનો પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :-

 

સીમા હૈદર અને સચિનની તબિયત લથડી, ઘરમાં જ શરૂ કરી સારવાર

0
  • સીમા હૈદર અને સચિન મીનાની તબિયત લથડી છે. બંને ઘરે છે. તેમને ગ્લુકોઝ આપવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સીમાને મળવા માટે એક વકીલ ઘરે પહોંચ્યા છે.

યુપી એટીએસએ સીમા અને સચિન બંનેની પૂછપરછ કરી છે. આ પછી જ્યારે બંને ઘરે પહોંચ્યા ત્યારે બંનેએ ગઈ કાલે પોલીસની હાજરીમાં મીડિયા સાથે વાત કરી.

યુપી એટીએસના સવાલોના જવાબમાં સીમા હૈદરે કહ્યું છે કે તેણે કંઈપણ છુપાવ્યું નથી. બધું સાચું કહેવામાં આવે છે. સીમાએ કહ્યું કે તે માત્ર તેના પ્રેમ માટે વિઝા વિના ભારત આવી છે. તેણે વિઝા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે મળી શક્યો ન હતો. તેથી આ પગલું ભરવું પડ્યું હતું.

નોઈડાના સચિન મીના અને સીમા હૈદરની લવ સ્ટોરી વર્ષ ૨૦૧૯માં શરૂ થઈ હતી. તે સમયે કોરોના ફેલાયો હતો. લોકો ઘરોમાં કેદ હતા. પાકિસ્તાનના કરાચીમાં રહેતી સીમાએ પોતાના મોબાઈલમાં PUBG ગેમ ડાઉનલોડ કરી હતી. સચિન મીના પણ નોઈડામાં આ ગેમ રમતો હતો.

યોગાનુયોગ સીમા અને સચિન બંનેએ એકબીજા સાથે મોબાઈલ પર PUBG રમવાનું શરૂ કર્યું. દરમિયાન બંનેએ નંબર એક્સચેન્જ કર્યા અને વાતચીત શરૂ થઈ. ધીમે-ધીમે બંને પ્રેમમાં પડ્યા અને સાથે રહેવાનું નક્કી કર્યું, પરંતુ બંનેને કદાચ અંદાજ પણ નહીં હોય કે મુલાકાત બાદ તેમની લવસ્ટોરી ભારત અને પાકિસ્તાન બંનેમાં મોટો મુદ્દો બની જશે.

સીમા હૈદર પરિણીત હતી. તેને ચાર બાળકો છે. સીમાએ આ બધી વાત સચિનને ​​કહી હતી. સચિન સીમા અને તેના ચાર બાળકોને દત્તક લેવા સંમત થયા. લગભગ ત્રણ વર્ષ સુધી ચાલેલી વાતચીત બાદ બંને નેપાળ પહોંચ્યા અને ત્યાં હોટલ લઈને સાત દિવસ રોકાયા. સીમા અને સચિન કહે છે કે તેમણે નેપાળમાં હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. આ પછી સીમા હૈદર તેના ચાર બાળકો સાથે વિઝા વગર નોઈડા આવી. સીમા અને સચિનની આવી ઘણી તસવીરો પણ સામે આવી છે. જેમાં બંનેના ગળામાં માળા જોવા મળે છે અને સીમા સચિનના પગને સ્પર્શ કરતી જોવા મળે છે.

આ પણ વાંચો :-

કોણ છે આ સુંદર યુવતી જેને વાળ કટિંગ માટે કરાઈ ૦૨ કરોડની ઓફર

  • એક યુવતી પોતાના સુંદર વાળના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. યુવતીના વાળના કારણે તેને ઢગલાબંધ લગ્નની ઓફર આવી રહી છે અને સાથે જ તેને વાળ કપાવવાના બદલામાં ૨.૬ કરોડ રૂપિયાની ઓફર પણ આવી હતી.

ઈંગ્લેન્ડની જાસ્મીન લાર્સન હાલ ખૂબ જ ચર્ચામાં છે. જાસ્મીન રિલય લાઈફમાં ડિઝની પ્રિંસેસ જેવી દેખાય છે. જાસ્મીનના જણાવ્યા અનુસાર લોકો તેના વાળના દિવાના છે અને તેને સતત લગ્નના પ્રપોઝલ આવી રહ્યા છે. ૨૨ વર્ષની જાસ્મીનને ૨૦૧૭માં પોતાના વાળ વધારવાનું શરૂ કર્યું અને હવે તેના વાળ ૪ ફૂટ ૭ ઈંચ લાંબા છે અને તેના ઘૂંટણ સુધી આવે છે. તેનો દાવો છે કે પુરૂષો તેના વાળના દિવાના છે અને ૧૦૦થી વધારે પુરૂષોએ તેને ઓનલાઈન પ્રપોઝ મોકલ્યા છે.

સાથે જ જાસ્મીને જણાવ્યું તેને પોતાના વાળ કપાવવા માટે ૨૫૦,૦૦૦ યુરો એટલે કે લગભગ ૨.૬ કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી ચુકી છે. પરંતુ જાસ્મીને તેને એમ કહીને ઠુકરાવી દીધી કે, “ના મને દુઃખ છે. હું મારા વાળ નહીં કપાઉ અને કોઈને તે મોકલીશ પણ નહીં. આ મારા વાળ છે અને આ અમૂલ્ય છે.”

બ્રિસ્ટલમાં રહેતી જાસ્મીને સોશિયલ મીડિયા પર પોતાના વાળના ફોટો શેર કરવાનું શરૂ કર્યું તે તેમને આ વાતનો અંદાજો ન હતો કે તેના વાળ આખી દુનિયામાં કોઈ સૌથી અમીર લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. પછી જ્યારે ઈન્સ્ટાગ્રામ પર તેમના ૧૦,૦૦૦ ફોલોઅર્સ થયા તો અમુક બ્રાન્ડ તેમની સાથે કોલાબોરેશન માટે આવ્યા.

જાસ્મીને જણાવ્યું, “જ્યારે મને પહેલી વખત કોલાબોરેશનની ઓફર મળી તો હું તેના વિશે વિચારવા લાગી કારણ કે આ ખૂબ પૈસા આપી રહ્યા હતા. હકીકતે એક વીડિયો રિક્વેસ્ટ હતી અને તેના માટે ૩૦૦૦ યુરો (૩ લાખથી વધારે) આપવાના હતા.

વીડિયોમાં તે ઈચ્છતા હતા કે મારો પાર્ટનર મારા વાળ ચાટે પરંતુ મારો કોઈ પાર્ટનર ન હતો અને હું કોઈને પણ મારા વાળ ચાટવા ન દઈ શકું. બીજો વ્યક્તિ ઈચ્છતો હતો કે હું પોતાના વાળ કાપી નાખૂ અને પછી તેને મોકલુ અને તે તેના બદલામાં મને ૨૫૦,૦૦૦ યુરો (૨.૬ કરોડ) આપવાના હતા.”

અન્ય લોકો ખાસ હેર સ્ટાઈલથી આકર્ષિત થાય છે અને જાસ્મીન પાસે તમે ડોસ કે બન બનાવવાનો વીડિયો શેર કરવાની રિક્વેસ્ટ કરો છો. તેમણે કહ્યું, “એક આદમીએ આ કાર્ટૂન સ્કેચનો વીડિયો બનાવ્યો જેમાં તે ધીરે ધીરે મારા લાંબા વાળ ખાઈ રહ્યો હતો.” આ અજીબ રિક્વેસ્ટથી પૈસા કમાવવા ઉપરાંત એવા પુરૂષોની સંખ્યા ખૂબ વધારે છે જે લગ્ન કરવા માંગે છે.

તેને ઓનલાઈન જે અટેન્શન અને પૈસા મળે છે તે તેની જુની નોકરીથી ખૂબ સારા છે. તેણે જણાવ્યું, “હું એક વૈજ્ઞાનિક પ્રકાશન કંપનીમાં પ્રોડક્શન એડિટરના રૂપમાં કામ કરી રહી હતી. હું કાગળની પ્રૂફિંગ કરી રહી હતી. આ એક ઓફિસ વર્ક હતુ અને મને આ હકીકતે બોરિંગ લાગતું હતું. પરંતુ હવે હું કન્ટેન્ટ ક્રિએશન કરી ખુશ છું.”

આ પણ વાંચો :-

બ્રાન્ડેડ બોટલોમાં સસ્તો દારૂ વેચતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો, એકની ધરપકડ

0
  • ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતના ખૂણે-ખૂણે આડેધડ દારૂ બનાવવામાં આવે છે અને વેચાય છે. આ હકીકત કોઈનાથી છુપાયેલી નથી.

આવો જ એક કિસ્સો ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં પોલીસે એક ફ્લેટમાં દરોડો પાડીને બ્રાન્ડેડ અંગ્રેજી દારૂની બોટલોમાં સસ્તો નકલી દારૂ વેચતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ફેક્ટરી ચલાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે અન્ય વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની મગન નગર સોસાયટીમાં આવેલા મારુતિ કોમ્પ્લેક્સના ફ્લેટમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. આ બાતમીના આધારે કતારગામ પોલીસ સ્ટેશને ફ્લેટમાં દરોડો પાડયો હતો અને દરોડા દરમિયાન પોલીસે અંગ્રેજી શરાબની 85 નકલી બોટલો, ૧૪૫ ખાલી બોટલો અને બોટલો પર વિવિધ બ્રાન્ડેડ કંપનીના સ્પીકરો સહિત ૨૩૮૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ર

રહેણાંક વિસ્તારના એક ફ્લેટમાં સસ્તા દારૂથી ભરેલી નકલી મોંઘી અંગ્રેજી દારૂની બોટલો વેચવા બદલ દિલીપ ઓમ પ્રકાશ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના કબજામાં ઉભો એ જ વ્યક્તિ છે જે પોલીસ અને પીનારાઓની આંખમાં ધૂળ નાખીને બ્રાન્ડેડ કંપનીના નામની બોટલોમાં સસ્તો દારૂ વેચતો હતો. આ વ્યક્તિ પોતાના જ ફ્લેટમાં ઈંગ્લીશ દારૂની બોટલોમાં નકલી સસ્તો દારૂ વેચવાનું કારખાનું ચલાવતો હતો.

જેની સાથે અન્ય એક વ્યક્તિ કામ કરતો હતો. પોલીસે દિલીપ ઓમ પ્રકાશ શર્મા નામના આ વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે તેના સાથી સિરાજ મેમણને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. સુરત પોલીસના ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું કે કતારગામ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટરને આ નકલી ઈંગ્લીશ દારૂની ફેક્ટરી અંગે બાતમીદાર પાસેથી બાતમી મળી હતી. જે બાદ ત્યાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

દેશનું એક એવું મંદિરમાં જ્યાં જુઠ્ઠું બોલનારાઓના ખુલી જાય છે રાજ, અનોખો છે ચમત્કાર

  • ભગવાન શ્રીરામે લખનલાલને દરવાજા પર ઉભા કરી દીધો અને કહ્યું કે, અંદર કોઈને આવવા ન દેવા. પરંતુ જ્યારે દુર્વાસા ઋષિ ભગવાન રામને મળવા આવ્યા તો લક્ષ્મણે તેને રોકી દીધા હતા. ત્યારે નારાજ થઈને દુર્વાસા ઋષિએ અયોધ્યા નગરીને શ્રાપ આપ્યો.

અયોધ્યા (Ayodhya)માં લક્ષ્ણ કિલા એક એવું મંદિર છે, જ્યાં ખોટા વાયદા કરવા પર લાંબા સમય એ અસત્ય ટકી રહેતુ નથી. માન્યતા છે કે આ મંદિરમાં એવી દૈવી શક્તિઓ છે. જે કોઈને કોઈ રૂપમાં ખોટું બોલનારાને તકલીફ પેદા કરે છે.

ભગવાન શ્રીરામ નગરી અયોધ્યામાં સરયુ તટ (Saryu River) પર આવેલું છે લક્ષ્ણ કિલા મંદિર. શ્રીરામના ભાઈ અને તેમના સુખદુખમાં સતત પડખે રહેલા તેમના ભાઈ છે લક્ષ્મણ. માન્યતા છે કે, લક્ષ્મણ કિલા (Lakshman Fort Temple) માં દૈવીય ચમત્કાર જોવા મળે છે. અહીં ભગવાન શ્રીરામ (Lord Rama) ના ભાઈ લક્ષ્મણના મંદિરમાં ભગવાન શ્રીરામની સાથે સાથે લક્ષ્મણ અને માતા સીતા પણ બિરાજમાન છે. કહેવાય છે કે, પ્રિય અનુજ લખનલાલના મંદિરમાં કોઈએ ખોટી કસમ ખાઈ શક્તા નથી. જો કોઈ વ્યક્તિ કોઈ વિવાદથી દૂર ભાગવા ખોટી કસમ ખાય છે તો તેને ખરાબ પરિણામ ભોગવવું પડે છે.

લક્ષ્મણ કિલા મંદિર વિશે લખાયું છે કે, ભગવાન શ્રીરામ લંકા વિજય ઉપરાંત ૧૦૦૦૦ વર્ષો સુધી રાજ્ય કર્યા બાદ પોતાની લીલાને સમાપ્ત કરીને પરત જવાનો વિચાર કરી રહ્યા હતા, ત્યારે એક દિવસે કાળ સાથે પોતાના મહેલમાં વાત કરી રહ્યા હતા. શરત એ હતી કે કાલ અને ભગવાન રામની વચ્ચે વાર્તા દરમિયાન કોઈ પણ વ્યક્તિ અયોધ્યામાં એ રૂમની અંદર નહિ આવે. જો આવશે તો દરવાજા પર જ તેને મોતની સજા આપવામાં આવશે.

ભગવાન શ્રીરામે લખનલાલને દરવાજા પર ઉભા કરી દીધો અને કહ્યું કે, અંદર કોઈને આવવા ન દેવા. પરંતુ જ્યારે દુર્વાસા ઋષિ ભગવાન રામને મળવા આવ્યા તો લક્ષ્મણે તેને રોકી દીધા હતા. ત્યારે નારાજ થઈને દુર્વાસા ઋષિએ અયોધ્યા નગરીને શ્રાપ આપ્યો. આ શ્રાપથી બચાવવા માટે લક્ષ્મણે જ્યારે એ રૂમમાં પ્રવેશ કર્યો તો કાળ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો. શ્રીરામના વચનનું પાલન કરીને લક્ષ્મણે ભગવાન રામના જતા પહેલા જ સરયુમાં પોતાના શરીરનો ત્યાગ કરી દીધો હતો. લક્ષ્મણ કિલા એ જ સ્થાન છે. જ્યાં સહસ્ત્રધારા સરયુજીમાં વહે છે અને અહીં લક્ષ્મણજીએ પોતાના શરીરનો ત્યાગ કરીને શેષ અવતાર લીધો હતો.

આ સ્થાન સિદ્ધ માનવામાં આવે છે. અહીં લોકો પોતાના વિવાદથી મુક્તિ મેળવવા આવે છે. માન્યતા છે કે, અહી સાચી કસમ ખાવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ વિવાદમાં ખોટી કસમ ખાય છે, તો તે અસત્ય લાંબો સમય ટકી શક્તુ નથી અને સત્ય હકીકત સામે આવી જાય છે. સાથે જ તેને દંડ પણ મળે છે. તેથી લક્ષ્મણ કિલ્લામાં કોઈ ખોટુ બોલી શક્તુ નથી.

લક્ષ્મણ કિલામાં સ્વામી યુગલાનંદ શરણ મહારાજને અંગ્રેજોએ શરણ આપી હતી. જેના પર રીવાના દીવાને ભવ્ય મંદિર બનાવ્યું હતું. એક ખાસ વાત એ પણ છે કે અહી ભગવાન રામના બાળ સ્વરૂપ વિરાજમાન છે. અહીં ભગવાન રામના શ્રૃંગાર બાદ તેઓને અરીસામાં બતાવવાનો રિવાજ છે. માન્યતા છે કે જેમ કોઈ પુરુષ શ્રૃંગાર કરે છે. તો તે અરીસો જોઈને ખુશ થાય છે. તે જ રીતે ભગવાન રામને શ્રૃંગાર કરાય છે.

આ પણ વાંચો :-

અમરેલી : સુરવો નદીના ધસમસતા પાણીમાં બાઈક બચાવવવા જતા યુવક તણાયો, જુઓ વિડીયો

0
  • અમરેલીની વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે. નદીના વહેતા પાણીમાં તે બાઈક લઈને જતો હતો ત્યારે આ ઘટના બની હતી. અધવચ્ચે જ બાઈક ખેંચાવા લાગ્યું હતું.

બાઈકને બચાવવા જતા યુવક પણ પાણીમાં ખેંચાઈ ગયો હતો. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. હાલ યુવકની શોધખોળ ચાલુ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

અમરેલીના વડીયાના ખાન ખીજડીયાની નદીમાં એક યુવક તણાઈ ગયો હતો. સુરવો નદીના પાણીના પ્રવાહમાં આ યુવાન ખેંચાયો હતો. સુરવો ડેમનો દરવાજો ખોલતા નદીઓ વહેતી થઈ હતી. યુવક બાઈક સાથે પાણીમાં તણાયાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. સામેથી આવતી ફોર વ્હીલમાંથી વીડિયો કેમેરામાં કેદ થયો છે. પાણીા પ્રવાહમાં યુવકને બચાવવા માટે દોરડું ના હોવાથી યુવક પાણીમાં સતત ખેંચાતો રહ્યો હતો.

આ પણ વાંચો :-

આરોપી તથ્ય પટેલે આલ્કોહોલ લીધું હોવાનું સ્થાનિકોનું અનુમાન, જાણો રિપોર્ટ શું કે છે 

0
  • ઈસ્કોન બ્રિજ અકસ્માત બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલના તેના દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જયારે તેના પિતા પ્રગ્નેશને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

તથ્ય પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે  શરીર દુખતું હોવાનું બહાનું કાઢ્યું હતું. જેથી મેડિકલ ચેકઅપ દરમિયાન વધારે પૂછ પરચો થઈ શકી નથી.

તથ્ય પટેલનું બ્લડ સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આલ્કોહોલ સંબંધિત રિપોર્ટ આવી ગયો છે. તથ્ય પટેલના બ્લડ સેમ્પલમાં આલ્કોહોલની માત્રા નહિવત મળી આવી છે. તેણે ડ્રગ્સ કે અન્ય કોઈ નશાકારક પદાર્થ લીધા હતા કે નહિ તે અંગેનો રિપોર્ટ ૪૮ કલાક બાદ આવશે. આરોપી તથ્ય પટેલ સાથેના 5 મિત્રોના રિપોર્ટમાં આલ્કોહલ આવ્યું નથી.

FSL, RTO એ અકસ્માત કરનાર ગાડી ટેસ્ટ કર્યો છે. હવે કાલે જેગુઆર કંપનીના ટેક્નિકલ ટીમ દ્વારા અકસ્માત કરનાર ગાડી ચેક કરવામાં આવશે. અકસ્માત સમયે ગાડીની સ્પીડ, યાંત્રિક સ્થિતિ અને ગાડીમાં બ્રેકમાં મારી હતી કે નહીં જેને લઈ રિપોર્ટ આપશે.

તથ્ય પટેલની પૂછપરછ અકસ્માતમાં ૯ લોકોના જીવ લીધા છતાં તેના ચહેરા પર કોઈ અફસોસ નથી. બપોરે અને અત્યાર આરામથી ભોજન લીધું. અકસ્માત સમય પહેલા જ તથ્ય પટેલ રાત્રીના ક્યાં ક્યાં ગયો હતો અને કેટલી સ્પીડએ ગાડી ચલાવતો હતો તેનો યોગ્ય જવાબ આપતો નથી.

આ પણ વાંચો :-

સૌરાષ્ટ્રમાં સૌથી મોટી આફત : પૂરમાં તણાતા ૮ ના મોત, આજે ભાવનગર-વલસાડ હાઈએલર્ટ પર

0
  • આખું સૌરાષ્ટ્ર પૂરના પાણીથી વેરવિખેર થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ચારેતરફ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. આ કારણે ટ્રેન અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. સૌરાષ્ટ્ર જતી અનેક રુટની ટ્રેનો થંભાવી દેવાઈ છે. સતત પડી રહેલા વરસાદથી જુનાગઢ, પોરબંદરના ઘેડ પંથક જળબંબાકાર થયા છે.

ગુજરાતમાં અતિભારે વરસાદને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદથી સ્થિતિ વણસી છે. જુનાગઢ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ જિલ્લાઓમાં વરસાદનું તાંડવ જોવા મળ્યું છે. શુક્રવારે ભારે વરસાદથી આવેલા પૂરમાં તણાતા ૮ લોકોના મોત નિપજ્યા છે. આ તમામ લોકોની હાલ પૂરના પાણીમાં શોધખોળ ચાલુ છે.

હવામાન વિભાગના આંકડા અનુસાર, શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં સાંજે ચાર કલાક દરમિયાન ૧૦ ઈંચ અને ધરમપુરમાં ૪ ઈંચ ખાબક્યો હતો. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખંભાળિયામાં સવારે બે કલાક દરમિયાન ૫ ઈંચ સુધી ખાબક્યોહ તો. તો વિસાવદરમાં ૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ કારણે સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર આવ્યુ છે. પૂરના પાણી શહેરો, ગામડાઓમાં ધસી આવ્યા છે. જેને કારણે જાનહાનિ જોવા મળી રહી છે.

આખું સૌરાષ્ટ્ર પૂરના પાણીથી વેરવિખેર થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાયા છે. ચારેતરફ પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. આ કારણે ટ્રેન અને બસ વ્યવહાર પણ ખોરવાયો છે. સૌરાષ્ટ્ર જતી અનેક રુટની ટ્રેનો થંભાવી દેવાઈ છે. સતત પડી રહેલા વરસાદથી જુનાગઢ, પોરબંદરના ઘેડ પંથક જળબંબાકાર થયા છે.

આ પણ વાંચો :-

હવે Maruti Wagon R છોડો, એટલી જ કિંમતમાં ખરીદો આ ૦૭-સીટર કાર !

0
  • જો તમે ઓછા બજેટને કારણે મારુતિ સુઝુકી વેગનઆર ખરીદવા જઈ રહ્યા છો પરંતુ તમારો પરિવાર મોટો છે તો થોડી રાહ જુઓ કારણ કે તમને આ બજેટમાં ૦૭-સીટર કાર મળી શકે છે.

જો તમે ઓછા બજેટને કારણે મારુતિ સુઝુકી વેગનઆર ખરીદવા જઈ રહ્યા છો પરંતુ તમારો પરિવાર મોટો છે તો થોડી રાહ જુઓ કારણ કે આ બજેટમાં તમને ૭-સીટર કાર પણ મળી શકે છે. WagonRની કિંમત રૂ.૫.૫૪ લાખથી શરૂ થાય છે અને રૂ.૭.૩૦ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તમે રેનો ટ્રાઈબર સમાન કિંમતમાં ખરીદી શકો છો. ટ્રાઈબરની કિંમત રૂ.૬.૩૩ લાખથી શરૂ થાય છે અને રૂ. ૮.૯૭ લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. આ ૭ સીટર કાર છે.

ટ્રાઈબર ૮૪ લિટર બૂટ સ્પેસ આપે છે. જેને ત્રીજી હરોળની સીટો ફોલ્ડ કરીને ૬૨૫ લિટર સુધી વધારી શકાય છે. તેમાં પાંચ મોનોટોન અને પાંચ ડયુઅલ ટોન કલર વિકલ્પો ઉપલબ્ધ છે. ટ્રાઈબર 1.0-લિટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. જે 72 PS પાવર અને 96 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેમાં ૫-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો, ટ્રાઈબરને 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તે 6-વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ટર્ન ઈન્ડિકેટર્સ અને સ્ટીયરિંગ માઉન્ટેડ મ્યુઝિક અને ફોન કંટ્રોલ મેળવે છે.

તેમાં બીજી અને ત્રીજી રો માટે એસી વેન્ટ, પુશ બટન સ્ટાર્ટ-સ્ટોપ, સેન્ટર કન્સોલમાં કૂલ્ડ સ્ટોરેજ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સ પણ મળે છે.

આ પણ વાંચો :-

ફેસબુકમાં વીડિયો માટે અલગ ફીચર્સ, હવે એડિટિંગ વધુ સારૂ બનશે, રીલ્સ બનશે અદ્દભૂત

0
  • મેટાએ ફેસબુકમાં વીડિયો ફીચર્સ માટે અનેક અપગ્રેડની જાહેરાત કરી છે. હવે યુઝર્સને રિફાઈન્ડ એડિટિંગ ટૂલ્સ મળશે.

ઉપરાંત હવે યુઝર્સ HDR વીડિયો અપલોડ કરી શકશે અને હવે જૂના વોચ ટેબને બદલે વીડિયો ટેબ દેખાશે. આવો જાણીએ વિગતો.

નવા એડિટિંગ ટૂલ્સ યૂઝર્સ વિડિઓઝમાં મ્યુઝિક, ફિલ્ટર્સ અને અન્ય ઈફેક્ટ ઉમેરી શકશે. આ ઉપરાંત યુઝર્સ હવે વીડિયોને કટ અને ટ્રિમ કરી શકશે અને ટાઇટલ અને કેપ્શન ઉમેરી શકશે.

નવા વીડિયો ટેબ દ્વારા તમે ફેસબુક પર સરળતાથી વીડિયો શોધી અને જોઈ શકશો. કંપની જૂની ઘડિયાળ ટેબને નવી સાથે બદલી શકશે. ટૂંક સમયમાં તે શોર્ટકટ બારમાં પણ દેખાશે.

મેટાના જણાવ્યા અનુસાર તે વીડિયો માટે વન સ્ટોપ તરીકે કામ કરશે. જ્યાં રીલ્સ, લાંબા ફોર્મના વીડિયો અને લાઈવ કન્ટેન્ટ ઉપલબ્ધ હશે. આ વીડિયો ઓપ્શન એન્ડ્રોઈડ એપમાં સૌથી ઉપર અને iOSમાં સૌથી નીચે દેખાશે.

કંપનીએ એ પણ માહિતી આપી છે કે યુઝર્સને ફેસબુક ફીડમાં રીલ્સ એડિટિંગ ટૂલ્સ પણ મળશે. આની મદદથી યુઝર્સ એપમાંથી વીડિયો એડ કરતી વખતે સીધા જ વીડિયોમાં ઓડિયો, ટેક્સ્ટ અને મ્યુઝિક એડ કરી શકશે. મેટાએ ઘણા એડિટિંગ વિકલ્પો પણ ઉમેર્યા છે. લાઈક યુઝર્સ હવે ક્લિપની સ્પીડ વધારી શકશે. ઉપરાંત તમે તેને ઉલટાવી અથવા બદલી શકશો. આ સાથે તમે ઓડિયોને પણ કસ્ટમાઈઝ કરી શકશો.

યુઝર્સ હવે ફોનમાંથી HDR વીડિયો પણ અપલોડ કરી શકશે. તમને જણાવી દઈએ કે મેટા ઘણા સમયથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સને લોક

પ્રિય વીડિયો ફોર્મેટ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. માર્ચમાં ફેસબુકે 60 સેકન્ડની રીલ્સ લિમિટ વધારીને 90 સેકન્ડ કરી હતી.

આ પણ વાંચો :-