Home Blog Page 1019

અમદાવાદ અકસ્માત : નબીરા તથ્ય પટેલે ૧૫ દિવસ પહેલા થારનો અકસ્માત કર્યો હતો, પૈસા આપી…

0
  • શહેરના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને લોકોને અટફેટે લેનારા નબીરા તથ્ય પટેલના એકબાદ એક કાંડ સામે આવી રહ્યા છે. ગુરુવારે મધરાતે બ્રિજ પર જગુઆર કારની ટક્કરમાં ૯ લોકોના મોત થઈ ગયા.

તથ્ય પટેલે ઘટનાના ૧૫ દિવસ પહેલા જ સીંધુ ભવન રોડ પર થાર કાર વડે અકસ્માત સર્જ્યો હતો, જોકે તે સમયે સમાધાન થઈ જતા કાફે માલિક ફરિયાદ નોંધાવી હતી. હવે આ અકસ્માતના સીસીટીવી સામે આવતા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે.

ગત ૩ જુલાઈના રોજ વહેલી સવારે ૬ વાગ્યે એસ.જી હાઈવે ઉપર ગોગા મહારાજ મંદિરથી જમણી બાજુ ટર્નિંગમાં રોડ પર આવેલા મૂવ કાફેની દિવાલમાં થાર જીપ ઘુસી ગઈ હતી. અકસ્માતની ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો હતો. થાર કાર વહેલી સવારે અચાનક દિવાલમાં ઘુસી જાય છે. બાજુમાં જ એક ભાઈ બેઠેલા છે અને તેઓ બચી જાય છે. જો કાર દિવાલની જગ્યાએ તેમના પર ચડી ગઈ હોત તો તેમના જીવને પણ જોખમ ઊભું થયું હોત.

આ ઘટનાની પોલીસને પણ જાણ થઈ હતી. પરંતુ અમુક પોલીસ કર્મચારીની મધ્યસ્થીથી આ અંગે સમાધાન કરાયું હતું અને તથ્ય પટેલે બીજા દિવસે રૂ.૪૦ હજાર ચૂકવી દેતા રેસ્ટોરન્ટના માલિકે ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાના સીસીટીવી સામે આવતા હવે એસ.જી-૧ ટ્રાફિક પોલીસે પણ તથ્ય પટેલ સામે ગુનો નોંધ્યો છે.

ત્યારે સવાલ એ થાય છે કે જો અગાઉના અકસ્માતમાં સમાધાન ન થયું હોત અને પોલીસ ફરિયાદ થઈ હોત તો નબીરાને પ્રયાસ ન કર્યો હોત તો ઈસ્કોન બ્રિજ પર ૯ જેટલા નિર્દોષ લોકોના જીવ કદાચ બચી ગયા હોત. આમ માત્ર ૨૦ દિવસના સમયગાળામાં જ તથ્ય પટેલે પહેલા થાર અને પછી જગુઆર કાર વડે બે-બે અકસ્માતો સર્જ્યા.

આ પણ વાંચો :-

 

જૂનાગઢમાં ભારે વરસાદ વચ્ચે મગરની બિન્દાસ્ત રોડ પર એન્ટ્રી : જુઓ વિડીયો

0
  • ભારે વરસાદને કારણે ભવનાથની વિશાળતામાં અંધારી રાત્રીના સમયે ભયાનક મગર જોવા મળ્યો છે. મગરે રસ્તા પર એવી બિન્દાસ્ત ચાલ ચાલી હતી કે જેને જોતા જ લોકોને ભયભીત કરી દીધા હતા.

વાઘેશ્વરી મંદિર પાસે આ મગર જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ભવનાથ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુશળધાર વરસાદે ઘણા રસ્તાઓ સુમસાન બનાવી દીધા હતા અને ભવનાથના વિસ્તારો દૂર-દૂર સુધી પાણી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં આ સમયે લોકો માટે ટ્રાફિકનો સામનો કરવો મુશ્કેલ બની રહ્યો છે.

આ ભયંકર વાતાવરણ વચ્ચે, એક ઘટના સામે આવી, જ્યાં વિશાળ મગર અંધારી રાત્રિના કાળા રસ્તાઓ પર પહોંચી ગયો હતો. નિષ્ણાંતોના મતે આ વરસાદી ઋતુમાં જંગલો અને તેની આસપાસના વિસ્તારોમાંથી મગરો બહાર આવી ગયા હોવાનું માનવામા આવે છે. જેના કારણે લોકોમાં ભય અને મૂંઝવણનું વાતાવરણ વધી ગયું છે.

વાઘેશ્વરી મંદિર પાસે જોવા મળેલા આ મગરે રસ્તા પર વધતા પાણી દરમિયાન લોકોના દિલમાં ડર જગાવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને પર્યટકો ચિંતાતુર બની ગયા છે અને તેઓ પોતાની સુરક્ષાની પૂરેપૂરી કાળજી લઈ રહ્યા છે. તજજ્ઞોનું માનવું છે કે જ્યારે આવી રીતે ધસમસતા વહેણ હોય છે.

ત્યારે મગરને તેમાં પોતાની જાતને સતત લડતી રાખતા એનર્જીની જરૂર વધારે પડતી હોય છે. પોતાની એનર્જી બચાવવા ઘણી વાર તેઓ બહાર આવી જતા હોય છે અને શક્ય હોય તો તળાવ જેવા શાંત પાણીમાં જવાનું પસંદ કરતા હોય છે.

આ પણ વાંચો :-

જુનાગઢમાં પોલીસે પૂરના પાણીમાં કરેલી આ રેસ્ક્યૂ કામગીરીને સલામ, ચારેતરફ તારાજીના દ્રશ્યો જુઓ આ તસવીરોમાં

0
  • જૂનાગઢમાં આભ ફાટ્યું. જૂનાગઢમાં ચારેય તરફ પાણી પાણી. જૂનાગઢમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા. જૂનાગઢમાં અનેક કાર પાણીમાં તણાઈ જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા.

જૂનાગઢના વંથલી પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું. વાડલા ફાટક પાસે એક મહિલા માતાજીની મૂર્તિ મુકીને આવવા તૈયાર ન હતા. પોલીસે માતાજીની મૂર્તિ સાથે મહિલાનું રેસક્યૂ કરી સલામત સ્થળે લઈ જવાઈ.

જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાયું હોય તેવી સ્થિતિ. ધસમસતા પાણીના પ્રવાહે લોકોને ધ્રુજાવ્યા. ધસમસતા પ્રવાહમાં અનેક કાર-બાઈકો તણાયા. જૂનાગઢમાં મોંઘી ગાડીઓ રમકડાંની જેમ તણાઈ. ધસમસતાં પાણી વચ્ચે જ અનેક લોકો ફસાયા. રસ્તા પરથી ધસમસતી નદીઓ વહી.

જૂનાગઢમાં આવેલા પૂરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ. દુરવેશ નગર ખાતે રહેતા વિનોદભાઈ પૂરમાં તણાયા હતા. પૂરથી બચવા તેઓએ લીધો ગાડીનો લીધા આશરો. ગાડી પણ પાણીના પ્રવાહમાં વેહવા લાગી. સતત બે કલાક સુધી તેઓ પાણીના પ્રવાહ સાથે ઝઝુમતા રહ્યાં. સ્થાનિકોએ વિનોદભાઈનો બચાવ્યો જીવ.

આ પણ વાંચો :-

 

અચાનક પૈસાની જરૂર પડે તો પર્સનલ લોન લેવી કે ગોલ્ડ લોન ? જાણો કયો વિકલ્પ છે શ્રેષ્ઠ 

0
  • પૈસાની જરૂર હોય ત્યારે લોન લેવા સિવાય પાસે કોઈ વિકલ્પ બચતો નથી. આવી સ્થિતિમાં બે પ્રકારની લોન ધ્યાનમાં આવે છે પર્સનલ લોન અને ગોલ્ડ લોન. ચાલો જાણીએ બંનેમાંથી કઈ લોન લેવી જોઈએ.

વડીલો કહેતા હતા કે સોનું માત્ર સોનું નથી. તે તમારી મૂડી છે. તે તમને કોઈપણ ખરાબ પરિસ્થિતિમાં મદદ કરે છે અને તમારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. ઘણી વખત આવા અણધાર્યા સંજોગો ઉભા થાય છે કે આપણને પૈસાની જરૂર હોય છે અને લોન લેવા સિવાય પાસે કોઈ વિકલ્પ બચતો નથી.

આવી સ્થિતિમાં, ફક્ત બે પ્રકારની લોન જ ધ્યાનમાં આવે છે એક પર્સનલ લોન અને બીજી ગોલ્ડ લોન. આજે અમે તમને જણાવીશું કે પર્સનલ લોન અને ગોલ્ડ લોન વચ્ચે કઈ લોન સારી છે? સૌ પ્રથમ તો એ સમજીએ કે ગોલ્ડ લોન શું છે?

ગોલ્ડ લોન શું છે?

ગોલ્ડ લોન એ એક પ્રકારની લોન છે જેમાં તમારે તમારું સોનું અથવા સોનાના ઘરેણાં ગીરવે રાખવાના હોય છે. સામાન્ય રીતે સોનાની બજાર કિંમત અને સોનાની ગુણવત્તાના આધારે કુલ સોનાની કિંમતના 75% -80% સુધી લોન આપવામાં આવે છે. લોનની રકમ (LTV) રેશિયોના આધારે ગણવામાં આવે છે.

તમે તમારી ગોલ્ડ લોન માસિક હપ્તાઓ દ્વારા ચૂકવી શકો છો. એકવાર લોનની ચુકવણી થઈ જાય પછી શાહુકાર તમારા દ્વારા જમા કરાયેલું સોનું પરત કરે છે. મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કે ગોલ્ડ લોન સિક્યોર્ડ છે કે અનસિક્યોર્ડ લોન?

ગોલ્ડ લોન લેવાના ફાયદા :-

– હોમ લોન અથવા કાર લોન જેવી લોનથી વિપરીત, ગોલ્ડ લોનના અંતિમ ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.

– મોટાભાગની બેંકો અને નાણાકીય સંસ્થાઓ પોસાય તેવા વ્યાજ દરે ગોલ્ડ લોન આપે છે.

– લોનની મંજૂરી અને પ્રક્રિયા ઝડપી અને મુશ્કેલી મુક્ત છે.

– ગોલ્ડ લોન મેળવવા માટે તમારો ક્રેડિટ સ્કોર સારો છે કે ખરાબ તેનાથી કોઈ ફરક પડતો નથી.

ગોલ્ડ લોન લેવાના ગેરફાયદા :-

– ગોલ્ડ લોનની એક મોટી ખામી એ છે કે જો તમે લોન ચૂકવવામાં અસમર્થ છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થાને તેના પૈસા વસૂલવા માટે તમારું સોનું વેચવાનો કાનૂની અધિકાર છે.

– બીજું, જ્યારે તમે ગોલ્ડ લોન લો છો. ત્યારે LTV રેશિયો ધિરાણકારો મુજબ અલગ અલગ હોય છે.

– તમે ગીરવે મૂકેલા સોનાના મૂલ્યના મહત્તમ 80% સુધી મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારા સોનાની બજાર કિંમત 5 લાખ રૂપિયા છે, તો તમને માત્ર 4 લાખ રૂપિયાની જ લોન મળશે.

ગોલ્ડ લોન vs પર્સનલ લોન – કઈ લોન સારી?

પર્સનલ લોન અને ગોલ્ડ લોન વચ્ચેની પસંદગી સંપૂર્ણપણે તમારી જરૂરિયાતો અને નાણાકીય પ્રોફાઇલ પર આધારિત છે. ખરાબ ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે ગોલ્ડ લોન આદર્શ છે. તેમની પાસે સોનું રાખીને પૈસા લેવાનો છેલ્લો વિકલ્પ છે. જો કે, જો તમારી પાસે ગીરવે રાખવા માટે સોનું નથી. તો તમારા માટે પર્સનલ લોન વધુ સારી રહેશે.

ઉપરાંત જો તમને તમારી લોન ચૂકવવા માટે લાંબા સમયની મુદતની જરૂર હોય, તો વ્યક્તિગત લોન એ વધુ સારો વિકલ્પ હશે. જો કે તમને ઓછા સમયમાં તમારી લોન ચૂકવવાનો વિશ્વાસ હોય તો ગોલ્ડ લોન એ વધુ સારો વિકલ્પ છે.

ગોલ્ડ લોન અને પર્સનલ લોન વચ્ચે કેવી રીતે પસંદગી કરવી?

ગોલ્ડ લોન vs પર્સનલ લોન હંમેશા લેનારાઓને મૂંઝવણમાં મૂકે છે. ગોલ્ડ લોન એ સુરક્ષિત લોન છે, તેથી તેમાં વ્યાજ દર ઓછો છે. બીજી તરફ પર્સનલ લોનનો વીમો લેવામાં આવે છે. તેથી ગોલ્ડ લોનની સરખામણીમાં પર્સનલ લોન પરના વ્યાજ દરો વધુ હોય છે. આ સિવાય ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ ઓછા છે, જ્યારે પર્સનલ લોનમાં આ ચાર્જીસ પ્રમાણમાં વધારે છે.

આ પણ વાંચો :-

કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર, તસ્વીર છે જાગતો પુરાવો

0
  • શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમસતો છે કે જ્યાં તો કોઈની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઈના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. 

વરસાદ તો તમે ખૂબ જોયા હશે પણ અત્યારે જુનાગઢમાં જે રીતે વરસાદના લીધે દ્વશ્યો સામે આવ્યા છે. જેને જોતા એમ લાગી રહ્યું છે કે જાણે કોઈ ડેમ તૂટ્યો હોય કે નદીમાં પૂર આવતાં પાણી શહેરમાં તારાજી સર્જી રહ્યું હોય. ગિરનાર પર્વત પર ૧૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના પાણી જુનાગઢની ગલીઓમાં ફરી વળ્યા છે. જેના લીધે તારાજીના દ્વશ્યો સર્જાયા છે. આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું છે.

શહેરમાં જ્યાં પણ નજર પડે ત્યાં રમકડાંની માફક કાર અને વ્હીકલ તણાતા જોવા મળી રહ્યા છે. દુકાનો અને ઘરોમાં પાણી ફરતાં સ્થાનિકો રહીશો લાચાર બન્યા છે. કોઈની રોજી રોટી છિનવાઈ ગઈ છે તો છત તણાઈ ગઈ છે.

શહેરમાં પાણીનો પ્રવાહ એટલો ધસમતો છે કે જ્યાં તો કોઈની દિકરીના પપ્પા તણાતા જોવા મળે છે તો ક્યાંક કોઇના દાદા-દાદી. પાણી જોર સામે માનવનું જોર ટકી શકતું નથી. આવા તો અનેક દ્વશ્યો છે જેને જોઇને લાગી રહ્યું છે કે કુદરત સાથે કાળા માથાનો માનવી લાચર બની ગયો છે.

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક ભયાનક વીડિયો તમારા રૂવાડા ઉભા કરી દેશે. ‘દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા’, મહિલાઓની ચીસાચીસ, આધેડ-બાપા તણાયા સહિતના અનેક કિસ્સાઓના વીડિયો સામે આવ્યા છે. ‘દીદી પપ્પા તણાયા, દીદી પપ્પા તણાયા’ બૂમો પાડી પણ કોઈ બચાવી ન શક્યું.

તો બીજી તરફ એક દાદા અને દાદી પાણીના ધસમતા પ્રવાહ સામે હિંમત હારી જતાં તણાતા જોવા મળે છે. જોકે હાજર લોકોએ તેમને સમયસૂચકતા સાથે પકડી લેતાં જીવ બચી ગયો હતો.

આફત બનીને ત્રાટકેલા વરસાદના લીધે કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા પર આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઈંચ વરસાદ નોંધાયો છે તથા હજુ પણ વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. જેને પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર  નહીં નીકળવા અપીલ કરી છે.

આ પણ વાંચો :-

 

 

૨૩ જુલાઈ / કોઈકને નોકરીમાં પરેશાની તો કોઈકને ધંધામાં સફળતા. આખરે તમામ જાતકો માટે કેવું રહેશે આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
શારીરિક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી, થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ
મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટિક્સના ધંધામાં લાભ.

મિથુનઃ
વાહનસુખમાં વૃદ્ધિ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંદામાં પ્રગતિ. નવી નોકરી ધંધો શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઈગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ
કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારું રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
મિત્રોનો સાથ મળતા આનંદનો અનુભવ થાય. સમસયસર લક્ષ્મીની વ્યવસ્થા થઈ શકે. અધૂરા કાર્યો પૂરા થતા જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારું છે. જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ
નોકરી-ધંધામાં સફળતા-નવી નોકરી મળવાના યોગ છે, ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારું રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ
ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટી વર્તાય. આરોગ્ય સારું રહેશે.

કુંભઃ
નકારાત્મક વિચારો રહે. માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ
આત્મવિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.

આ પણ વાંચો :-

નશામાં ધૂત યુવકોએ ફ્લાઈટમાં ઉર્ફી જાવેદ સાથે કરી છેડતી, કહ્યું ‘હું કોઈ પબ્લિક પ્રોપર્ટી નથી’

  • ઉર્ફી જાવેદ મુંબઈથી ગોવા જઈ રહી હતી તે સમયે તેની સાથે ફ્લાઈટમાં જબરદસ્તી થઈ. યુવકોનું એક ગ્રુપ નશામાં ધુત્ત થઈને તેના નામની બુમો પાડી રહ્યા હતા.

ઉર્ફી જાવેદ પોતાના લુક્સને લઈને સતત ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેની સાથે કંઈક એવું થઈ ગયું જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતે ઉર્ફી મુંબઈથી ગોવા જઈ રહી હતી. તે સમયે યુવકોના એક ગ્રુપે ફ્લાઈટમાં તેની છેડતી કરી છે.

ઉર્ફીએ પોતે આ ઘટનાને લઈને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે તેની સાથે આ બધુ થયું તે સમયે તે યુવકો નશામાં હતા અને ઉર્ફી ઈકોનોમી ક્લાસમાં સફર કરી રહી હતી. ઉર્ફીનું કહેવું છે કે તે પબ્લિક ફિગર છે તેનો મતલબ એ નથી કે તે પલ્બિક પ્રોપર્ટી છે.

ફ્લાઈટમાં ઉર્ફી પર કર્યા કમેન્ટ્સ 

ઉર્ફી જાવેદ ૨૦ જુલાઈએ મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી. તે રજાઓ માટે ગોવા જઈ રહી હતી. તે સમયે તે પાપારાઝીના કેમેરામાં પણ સ્પોર્ટ થઈ હતી. આ સમયે ઉર્ફીએ પોતાના વાળનો કલર પિંક રાખ્યો હતો. ફ્લાઈટમાં જ્યારે ઉર્ફી પહોંચી તો યુવકોના એક ગ્રુપે તેને ઓળખી લીધી અને તેના પર કમેન્ટસ કરવા લાગ્યા. તેમણે ઘણી વખત તેનું નામ લઈને બૂમો પાડી.

ઉર્ફી જાવેદે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં અમુક યુવકો જોવા મળી રહ્યો છે. વીડિયોની સાથે ઉર્ફીએ લખ્યું, “જ્યારે હું કાલે મુંબઈથી ગોવા જઈ રહી હતી તો મને શોષણનો સામનો કરવો પડ્યો. વીડિયોમાં આ યુવકો ગંદી વાતો કરી રહ્યા હતા અને છેડતી કરી રહ્યા હતા. તે મારૂ નામ લઈ રહ્યા હતા. જ્યારે મેં તેમને ટોક્યા તો તેમનામાંથી એકે કહ્યું કે તેમના મિત્રો નશામાં છે. નશોમાં હોવાનું કોઈ બહાનું ન હોઈ શકે કે તમે કોઈ મહિલાની સાથે ખોટુ વર્તન કરો. પબ્લિક ફિગર છું. પબ્લિક પ્રોપર્ટી નથી.”

આ પણ વાંચો :-

ભૂલથી પણ ફોનને ૧૦૦ ટકા ચાર્જ ન કરો ! ચાર્જિંગ ક્યારે બંધ કરવું ?

0
  • સ્માર્ટફોન આજકાલ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પછી તે ફોટો ક્લિક કરવાનો હોય.

ઓનલાઈન મીટિંગમાં હાજરી આપવાનો હોય કે પછી દૂર બેઠેલી વ્યક્તિને પૈસા મોકલવાનો હોય. આવી સ્થિતિમાં તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બેટરી પણ ફોનનો એક મહત્વપૂર્ણ ઘટક છે અને તેને ચાર્જ કરવાની સાચી રીત બહુ ઓછા લોકો જાણે છે. આવી સ્થિતિમાં અમે તમને અહીં તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ફોન એક પોર્ટેબલ ઉપકરણ છે. જેમાં બેટરી હોય છે. ફોન શરૂ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ઘટક બેટરી પોતે છે. જો ફોનના બાકીના ઘટકો સારી સ્થિતિમાં છે. પરંતુ જો બેટરી પોતે સપોર્ટ કરતી નથી તો ફોન બંધ થઈ જશે.

મોટાભાગના લોકોની આ આદત હોય છે કે તેઓ ફોનને ૧૦૦ ટકા સુધી ચાર્જ ન થાય ત્યાં સુધી ફોનને ચાર્જ કરતા રાખે છે અને બેટરી ઓછામાં ઓછી ૧૦ ટકા સુધી ઘટી જાય પછી ચાર્જિંગ દૂર કરે છે. પરંતુ આ એક ખરાબ પ્રથા છે.

નિષ્ણાતોનું માનવું છે કે અગાઉની એસિડ બેટરીની જેમ આગામી ચાર્જિંગ પહેલા ફોનની બેટરી સંપૂર્ણપણે ખતમ થઈ જાય તેની રાહ જોવી યોગ્ય નથી. જ્યારે આમ કરવાથી આધુનિક સમયની લિથિયમ આયન બેટરીને નુકસાન થઈ શકે છે.

બેટરી સૌથી વધુ ત્યારે તણાવ હેઠળ હોય છે જ્યારે તે સંપૂર્ણપણે ડ્રેઈન થઈ જાય છે અથવા સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. તેથી આ પરિસ્થિતિઓને ટાળવી જોઈએ જેથી લિથિયમ-આયન બેટરીનું જીવન વધારી શકાય.

આવી સ્થિતિમાં સાચો રસ્તો એ છે કે ફોનનું ચાર્જિંગ ૮૦ થી ૯૦ ટકા ચાર્જ થવાથી બંધ કરી દેવું જોઈએ. ઉપરાંત જલદી બેટરીની ટકાવારી ૨૦ અથવા ૩૦ સુધી ઘટી જાય છે. તેને ફરીથી ચાર્જિંગ પર મૂકવું જોઈએ.

આ પણ વાંચો :-

કારમાં સવાર મિત્રએ તથ્ય પટેલની પોલ ખોલી : અમે તેને કહ્યું હતું કે ગાડી ધીમી ચલાવ પણ તે…….

0
  • અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. પોલીસ પૂછપરછમાં યુવતી પોપટની જેમ પટપટ બધુ બોલી ગઈ.

અમદાવાદમાં ગુરુવારની મધરાતે ૧૬૦ની સ્પીડે ભાગતી જેગુઆરે અકસ્માત નોતર્યો હતો. કાફેમાં વોફલ્સ ખાઈને મોજમાં નીકળેલા તથ્યએ મધરાતે ૯ લોકોને ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા. જેમાં વૈભવી પરિવારનો નબીરો તથ્ય પટેલ ઝડપાયો હતો. પરંતું ગાડીમાં બેઠેલા તેના મિત્રો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા હતા.

ટોળાએ તથ્ય પટેલને ઢોર માર માર્યો હતો. પરંતુ બાદમાં તમામ પકડાઈ ગયા હતા. આખરે એ રાતે શું બન્યું અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે. પોલીસ પૂછપરછમાં યુવતી પોપટની જેમ પટપટ બધુ બોલી ગઈ. બધા મિત્રો વોફલ્સ ખાવા ગયા હતા.

તથ્ય પટેલ સાથે તેની કારમાં આર્યન પંચાલ, શાન સાગર, ધ્વનિ પંચાલ, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ નામના મિત્રો પણ હતાં. આ તમામ લોકો છેલ્લા એક વર્ષથી મિત્રો હતા. આર્યન અને ધ્વનિ ભાઈ-બહેન છે. સોશિયલ મીડિયા અને કાફેની મુલાકાતો દ્વારા જ તમામ લોકો વચ્ચે મિત્રતા થઈ હતી અને આ પહેલાં પણ અગાઉ એકબીજા સાથે ફરવા જતાં હતાં. ગઈકાલે પણ અગાઉની જેમ જ ૬ લોકો કાફેમાં વોફલ્સ ખાવા ગયાં હતાં.

તથ્ય કાર ચલાવતો હતો અને તેની બાજુમાં એક છોકરી બેઠી હતી. બાકીના બધા મિત્રો પાછળ બેસ્યા હતા. કુલ 6 લોકો કારમાં સવાર હતા. યુવતીએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે રાતે જ્યારે કેફેથી નીકળે ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તથ્ય કાર ધીમી ચલાવ.

પરંતુ તે કઈ સમજવી રહ્યો ન હતો અને કારની સ્પીડ વધતી વધતી ૧૦૦થી આગળ વધી ગઈ. એને ધડાક લઈને કારનો અકસ્માત થયો હતો. કારનો અકસ્માત થયા બાદ લોકો બૂમો પાડી રહ્યા હતા. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈ ગયું હતું. ત્યાર બાદ શું થયું મને કશું ખબર નથી?

આ પણ વાંચો :-

 

 

 

 

વાદળ ફાટ્યા, લેન્ડસ્લાઈડ, પિથૌરાગઢમાં ૧૫૦ મીટર રસ્તો ધોવાઈ ગયો, ઉત્તરાખંડમાં ફરી…

0
  • ઉત્તરાખંડમાં શુક્રવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉછાળા મારી રહી છે. અનેક જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે આવી રહી છે. લેન્ડસ્લાઈડના કારણે અનેક નેશનલ હાઈવેના એક ભાગ સહિત રસ્તાઓ ધોવાઈ ગયા છે.

ઉત્તરાખંડમાં શુક્રવાર મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. નદીઓ ઉછાળા મારી રહી છે. અનેક જગ્યાએ વાદળો ફાટવાની ઘટના સામે આવી રહી છે. લેન્ડસ્લાઈડના કારણે અનેક નેશનલ હાઈવેના એક ભાગ સહિત રસ્તાઓ ધોવાઈ ગયા છે.

પિથૌરાગઢ જિલ્લામાં બંગાપાનીમાં વરસાદના લીધે નાળા ઉભરાયા છે અને જોરદાર પ્રવાહના કારણે દોઢસો મીટર રસ્તો પાણીમાં ધોવાઈ ગયો છે. આ રસ્તો બંગાપાનીથી જારાજીબલીને જોડે છે. ગ્રામીણોએ વાદળો ફાટવાના પગલે ભીષણ વરસાદની આશંકા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરાખંડના સાત જિલ્લાઓ માટે ૨૪ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અનુમાન છે કે હરિદ્વાર, ઉત્તરકાશી, ટિહરી, પૌડી, દેહરાદૂન, પિથૌરાગઢ, બાગેશ્વર, ચંપાવતમાં શનિવાર બપોર સુધી ભારે વરસાદ પડી શકે છે.

ઉત્તરકાશીમાં ભારે વરસાદના કારણે વીજ પૂરવઠો ખોરવાયો છે. બડકોટ પાસે રાજતર ગંગનાની વિસ્તારમાં ભારે વરસાદથી ખુબ નુકસા થવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. માર્ગ બંધ થવાના કારણે હજુ તેનું આકલન થઈ શક્યું નથી. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક લોકો આ જોઈને ભયભીત થઈ રહ્યા છે.

ઉત્તરકાશીમાં ભીષણ વરસાદના પગલે યમુના નદીમાં ખુબ કહેર મચી રહ્યો છે. રાજતારમાં ત્રણ નાળા છલકાયા છે. વરસાદના કારણે ઠેર ઠેર પથ્થર અને કાટમાળ આવવાથી ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી શકતી નથી. અહીંની બડકોટ તહસીલના કસ્તૂરબા ગાંધી રેસિડેન્શિયલ બાલિકા વિદ્યાલયમાં પાણી ભરાયા. SDRFની ટીમ શાળાનું નિરિક્ષણ કરી ચૂકી છે. હાલ કોઈ જાનમાલની હાનિની સૂચના મળી નથી.

હવામાન વિભાગના ડાઈરેક્ટર ડો. વિક્રમ સિંહના જણાવ્યાં મુજબ ૨૩ જુલાઈના રોજ પિથૌરાગઢ, બાગેશ્વર, ઉત્તરકાશી રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ૨૪ જુલાઈના રોજ  દહેરાદૂન, પૌડી ચમોલી, નૈનીતાલ, પિથૌરાગઢ, અને બાગેશ્વર જિલ્લાઓના મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.