Home Blog Page 102

મમતા બેનર્જીનો મોટો આક્ષેપ: ‘અમે હાર્યા નથી, ભાજપે ચૂંટણી પંચનો ઉપયોગ કર્યો’

0

પશ્ચિમ બંગાળની નિવર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ તથા ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા. મમતાએ કહ્યું કે આ ચૂંટણીમાં ચૂંટણી પંચ લોકતંત્રના અધિકારો છીનવી લેવા અને EVMમાં ગડબડ કરવા મામલે ‘ખલનાયક’ બની ગયો છે. તેમણે સવાલ કર્યો કે મતદાન બાદ પણ EVMમાં 80-90 ટકા ચાર્જ કેવી રીતે રહી શકે? આ કેવી રીતે શક્ય છે? તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પહેલાં જ તેમના પક્ષના લોકોની ધરપકડ શરૂ કરી દેવાઈ હતી, દરોડા પાડવામાં આવ્યા અને IPS તથા IAS અધિકારીઓના મોટા પાયે બદલી કરાઈ.

ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આક્ષેપો
મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે સીધા ચૂંટણી પંચ સાથે મળીને રમત રમી છે. આ ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની ‘સાંઠગાંઠ’ હતી. તેમણે જણાવ્યું કે અમે આખી સરકારી મશીનરી સામે લડ્યા, જેમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનો પણ સીધો હસ્તક્ષેપ હતો. તેમણે આક્ષેપ કર્યો કે SIR મારફતે 90 લાખ નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, જેમાંથી કોર્ટના આદેશ બાદ 32 લાખ નામ ફરીથી જોડાયા. “મારી જિંદગીમાં આટલી ગંદી અને નીચી સ્તરની ચૂંટણી મેં ક્યારેય જોઈ નથી,”

ટીએમસી કાર્યકરો પર હુમલાના આક્ષેપ
મમતાએ કહ્યું કે કોલકાતા થી લઈને જંગલ મહલ સુધી એકસરખું વાતાવરણ છે, જ્યાં ટીએમસી કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે અને તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે ગુંડાઓને આગળ રાખીને હિંસા ફેલાવવામાં આવી રહી છે. મમતાએ જણાવ્યું કે મતગણતરી કેન્દ્ર પર તેમના સાથે ધક્કામુક્કી પણ થઈ. “જો એક મહિલા ઉમેદવાર સાથે આવું થઈ શકે, તો અન્ય ઉમેદવારો સાથે શું થયું હશે?”

‘બંગાળ માટે કાળો અધ્યાય’
મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનનો આભાર માનતા કહ્યું કે હેમંત સોરેન, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. આવનારા સમયમાં વિપક્ષી ગઠબંધન વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પરિણામોની તપાસ માટે 10 સાંસદોની સમિતિ બનાવવામાં આવી છે અને આ પરિણામો બંગાળ માટે ‘કાળો અધ્યાય’ છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પરાજય બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં હારની વિગતવાર સમીક્ષા માટે વિશેષ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ પર ભાજપના પક્ષમાં કામ કરવાનો અને મતદાર યાદીમાં ગડબડ કરવાનો આક્ષેપ કરતા મમતાએ કહ્યું કે આ તેમના જીવનની સૌથી અત્યાચારપૂર્ણ ચૂંટણી હતી. હાર છતાં વિપક્ષી એકતાનો સંદેશ આપતા તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન આપ્યું છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ 6 મેના રોજ કોલકાતા આવી તેમની મુલાકાત લેશે, ત્યારબાદ અન્ય ગઠબંધનના નેતાઓ પણ ક્રમશઃ મળીને આગળની સંયુક્ત રણનીતિ તૈયાર કરશે.

સુરતમાં ACBનો ટ્રેપ: સિટી સર્વે કચેરીનો શિરેસ્તેદાર ₹3,000ની લાંચ લેતા ઝડપાયો

સુરત ગ્રામ્ય ACB ટીમે ઓલપાડ ખાતે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ચેમ્બરની બહાર ટ્રેપ ગોઠવી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઓલપાડ સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા શિરેસ્તેદાર નિલેશ બાલુભાઈ પાંડવને રૂ. 3,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરવા માટે એક અરજી દીઠ રૂ. 1,000ની લાંચ માંગતા હતા અને ત્રણ અરજીઓ માટે કુલ રૂ. 3,000 સ્વીકારતા હતા. ACBએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ નરોડા ACB ટ્રેપ: સબ રજીસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો એ કાર્યવાહી હાથ ધરી છે. રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહીત ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જયારે એક આરોપી હજુ ફરાર હોય તેની ધરપકડ માટે એસીબીની ટીમે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર 4 મે, 2026ના રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે છટકું ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આ કેસના ફરિયાદીએ પોતાના રહેણાક મકાનના દસ્તાવેજની પ્રક્રિયા માટે કચેરીની જરૂૂરી પ્રક્રિયા અનુસરી ત્યારે સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈએ દસ્તાવેજમાં ક્ષતિ બતાવી હતી. બાદમાં કચેરીમાં સીકકા ઓપરેટર તરીકે કાર્યરત જય બળદેવભાઈ આદિવાસીએ ફરીયાદીને વોટ્સએપ કોલ કરી જણાવ્યું હતું કે તેમનું કામ સરળતાથી થઈ જશે અને કલેક્ટર કચેરીમાંથી કલમ 73(અઅ)નું સર્ટિફિકેટ લાવવાની જરૂૂર રહેશે નહીં.

ત્યારબાદ જય આદિવાસી અને સર્ચ ઓપરેટર રાહીલ શૈખે ફરીયાદીને મળી ટોકન અનલોક કરવા માટે પ્રથમ તબક્કામાં રૂૂ.35,000 ઓનલાઇન ક્યુઆર કોડ મારફતે વસૂલ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી સબ રજીસ્ટ્રારના કહેવાથી આરોપી નં-2 અને 3 દ્વારા કુલ રૂૂ. 2.50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર આકાશ અમુતભાઈ દેસાઈ, સિક્કા-ઓપરેટર-સ્ટેમ્પિંગ જય બળદેવભાઈ આદિવાસી અને વ્ચેતીયો નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાની ધરપકડ કરી હતી. જય આદિવાસીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને સબ રજીસ્ટ્રારના વતી રકમ સ્વીકારવાની વ્યવસ્થા કરી. આ દરમ્યાન જય આદિવાસી અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાએ મળીને સ્થળ પર રૂૂ. 2.50 લાખની લાંચ સ્વીકારી હતી.

ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 21ના મોત, 60થી વધુ ઘાયલ

ચીનના હુનાન પ્રાંતના લિયુયાંગ શહેરમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં સોમવાર સાંજે લગભગ 4:40 વાગ્યે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે અને 61થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ વિસ્ફોટ હુઆશેંગ ફટાકડા ઉત્પાદન અને પ્રદર્શન કંપનીની વર્કશોપમાં થયો હતો, જે મોટા પાયે ફટાકડાંના ઉત્પાદન માટે જાણીતી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ અને ઘટનાસ્થળ પરથી ઘન ધુમાડાના ગોટાળા ઊઠતા જોવા મળ્યા.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી તેજ કરવાની સૂચના આપી છે, સાથે જ ગુમ થયેલા લોકોની શોધખોળ અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેની ખાતરી કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે.

સરકારી એજન્સીઓ મુજબ ઘટનાસ્થળે આશરે 500 બચાવકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને રાહત કામગીરી સતત ચાલી રહી છે, જ્યારે નજીકમાં આવેલા બે બારૂદના ગોડાઉનને ધ્યાનમાં રાખીને જોખમી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક અધિકારીઓ વિસ્ફોટના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે અને આ દુર્ઘટનાએ ઔદ્યોગિક સલામતી અને દેખરેખ અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હોર્મુઝમાં ફરી અથડામણ: અમેરિકાએ 7 ઈરાની બોટ તોડી, 6 લોકોના મોત

પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના અઢાર દિવસના યુધ્ધ વિરામ બાદ સ્થિતિ વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન ફરી સામસામે આવી ગયા છે. ઈરાને ગઈકાલે યુએઈના ઓઈલ પોર્ટ ફુજેરા ઉપર હુમલો કર્યા બાદ ખાડીમાં ફરી તંગદિલી વધી છેત. ઈરાની મીડિયાએ સૈન્ય સુત્રોનો હવાલો આપી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક બોટને નિશાન બનાવતા 6 નાગરિકોના મોત થયા છે. જો કે અમેરિકાએ સ્વયં જાહેરાત કરી છે કે સાત ઈરાની બોટનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. અમેરિકાને શંકા હતી કે આ બોટો સમુદ્રમાં વધુ માઈન્સ બિછાવનારી હતી.

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંના એક, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ગંભીર સ્તરે વધી ગયો છે. આ વિસ્તારમાં દક્ષિણ કોરિયાના વેપારી જહાજ પર વિસ્ફોટ થયો હતો, જ્યારે ઈરાને યુએઈના ફુજૈરાહ તેલ ટર્મિનલમાં ડ્રોન હુમલા દ્વારા આગ લગાવી હતી. આ ઘટનાક્રમ ત્યારે જ થયો જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ નૌકાદળનો ઉપયોગ કરીને શિપિંગ ટ્રાફિક માટે આ જળમાર્ગ ખોલવાની યોજના જાહેર કરી હતી.

યુએસ સૈન્યનો દાવો છે કે અમેરિકન ધ્વજ હેઠળ મુસાફરી કરતા બે વેપારી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પસાર થયા છે. જોકે, આ પરિવહન ક્યારે થયું તે ચોક્કસ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તેનાથી વિપરીત, ઈરાને આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે, અને કહ્યું છે કે તાજેતરના કલાકોમાં કોઈ જહાજ આ સામુદ્રધુનીમાંથી પસાર થયું નથી. ટ્રમ્પ દ્વારા હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે નૌકાદળનો ઉપયોગ કરવામાં આવતાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીધા લશ્કરી મુકાબલાનો ભય ઉભરી આવ્યો છે.

આ પૃષ્ઠભૂમિ સામે, દક્ષિણ કોરિયન શિપિંગ કંપનીની માલિકીના જહાજ નામુ પર વિસ્ફોટ થયો – ત્યારબાદ આગ લાગી – જ્યારે તે હોર્મુઝની સામુદ્રધુનીમાં હતું. આ ઘટનામાં પનામા-ધ્વજવાળા કાર્ગો જહાજનો સમાવેશ થાય છે, જ્યાં આગ એન્જિન રૂૂમમાં લાગી હોવાનું કહેવાય છે. સદનસીબે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. અગાઉ, ઈરાને યુએસ યુદ્ધ જહાજ પર ગોળીબાર કરવાનો દાવો કર્યો હતો, જોકે આ ગોળીબારને પાછળથી ચેતવણીના ગોળીબાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગલ્ફમાં વધતા તણાવની અસર તેલ બજાર પર પણ પડી છે, તેલના ભાવમાં 2 થી 5 ટકા સુધીની વધઘટ નોંધાઈ છે. દરમિયાન, શિપિંગ કંપનીઓ આ માર્ગને સલામત માનવા તૈયાર નથી. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક અલગ દાવો રજૂ કર્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યારે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન જહાજો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો વળતો જવાબ અત્યંત ઘાતક આપવામાં આવશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, જો આવી હરકત થશે તો ઈરાની દળોને ’પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે’. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા પાસે અત્યારે અત્યાધુનિક શસ્ત્રો છે અને જરૂૂર પડ્યે તેનો ઉપયોગ કરતા અચકાશે નહીં.

ઈરાન દ્વારા પર્સિયન ગલ્ફમાં કરવામાં આવેલી નાકેબંધીને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ નાકેબંધી તોડવા અને ત્યાં ફસાયેલા સેંકડો વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકાએ ’પ્રોજેક્ટ ફ્રીડમ’ નામનું ખાસ નૌકાદળ ઓપરેશન શરૂૂ કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકન દળોએ આ વિસ્તારમાં ઈરાન તરફથી કરવામાં આવેલા ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે.

વિવેક વિહારમાં અગ્નિકાંડ: 9 મૃતકોને અંતિમ વિદાય, એક જ પરિવારના 5 સભ્યોના મોતથી શોકનો માહોલ

0

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં ચાર માળની ઈમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા તમામ 9 લોકોના રવિવારે જીટીબી હોસ્પિટલની મોર્ચરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ નિગમ બોધ ઘાટ પર હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દોઢ વર્ષના બાળકનો અંતિમ સંસ્કાર અલગ સ્થળે કરવામાં આવ્યો. આ દુર્ઘટનામાં અરવિંદ જૈન સહિત તેમના પરિવારના કુલ 5 સભ્યોના મોત થયા. તેમનો પુત્ર દીપક અને વહુ સોનાલી માનેસર ખાતે તેમના જોડિયા પુત્રોના જન્મદિવસની ઉજવણી માટે ગયા હતા. પરિવારના અન્ય સભ્યો પણ રવિવારે ત્યાં જવાના હતા, પરંતુ તે પહેલાં જ આ દુર્ઘટના બની ગઈ.

આંખોમાંથી રોકાતા નથી આંસુ
અંતિમ સંસ્કાર દરમિયાન દરેકની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા. વિવેક વિહારના સી બ્લોક સ્થિત અગ્રસેન ધર્મશાળામાં દીપક અને સોનાલીએ શોકસભાનું આયોજન કર્યું હતું. તેમજ સૂર્યનગર સ્થિત જૈન સ્થાનમાં નિતિનના પરિવાર તરફથી પણ શોકસભા યોજાઈ હતી. આ દરમિયાન નિતિનનો નાનો પુત્ર પ્રાંશુખ બેભાન થઈ ગયો હતો, જેને ત્યાં હાજર લોકોએ સંભાળ્યો. પરિવારમાં હવે માત્ર તે જ બાકી રહ્યો છે.

28 વર્ષ પહેલા અહીં વસ્યા હતા પરિવારો
સોમવારે આખી ઈમારતમાં સન્નાટો છવાયેલો હતો. કેટલાક પીડિતોના સગા-સંબંધીઓ અને ઓળખીતાઓ આવતાં-જતાં જોવા મળ્યા, પરંતુ કોઈ વાતચીત નહોતી—માત્ર શાંતિ. કેટલાક લોકો પોતાના બચેલા સામાનને ઈમારતમાંથી બહાર કાઢતા જોવા મળ્યા. એક પડોશીએ જણાવ્યું કે મોટાભાગના લોકો અહીં 1998માં વસ્યા હતા અને સૌ એક પરિવારની જેમ સાથે રહેતા હતા.

સરકાર પાસેથી સહાય નહીં જોઈએ
આ અગ્નિકાંડમાં પોતાના સગા ગુમાવનારોએ ફાયર બ્રિગેડની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે અને બચાવ કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે. અરવિંદ જૈનની વહુ સોનાલીએ કહ્યું કે તેમને સરકાર પાસેથી કોઈ આર્થિક સહાયની જરૂર નથી, કારણ કે પૈસાથી પરિવાર પાછો નહીં આવે. તેમણે આરોપ લગાવ્યો કે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચ્યા બાદ અડધો કલાક તૈયારીમાં જ લગાવી દીધો અને તેમના પાઇપ લીક થઈ રહ્યા હતા.

ડિજિટલ લોક હોવાનો ઈનકાર
તેઓએ જણાવ્યું કે જોરદાર પવનને કારણે માત્ર 50 મિનિટમાં જ ભારે નુકસાન થયું અને સેકન્ડ તથા થર્ડ ફ્લોર સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગયા. પહેલી ફાયર બ્રિગેડ ગાડીમાં પાણી માત્ર 5 મિનિટ જ ચાલ્યું. જો સાધનો અને સિસ્ટમ યોગ્ય હોત અને પ્રશાસન સમયસર કાર્ય કરત, તો તેમના પરિવારને બચાવી શકાય તેમ હતું. સોનાલીએ ફ્લેટમાં ડિજિટલ લોક હોવાનો ઈનકાર કર્યો અને જણાવ્યું કે બચાવ દળ પાસે મેટલ કટર જેવી જરૂરી સાધનો પણ નહોતા.

પશ્ચિમ બંગાળમાં ભાજપનો CM કોણ? 9 મેના રોજ શપથવિધિ, સમીક ભટ્ટાચાર્યનો મોટો ખુલાસો

0

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી કોણ બનશે અને શપથવિધિ ક્યારે યોજાશે તે મુદ્દે સૌની નજર છે. આ પ્રશ્નનો જવાબ આપતા ભાજપના રાજ્ય અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રીનો શપથવિધિ સમારોહ 9 મેના રોજ યોજાશે.

શું કહ્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યએ?
ભાજપના પ્રદેશ અધ્યક્ષે પ્રવાસી મજૂરોની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે પોતાનો ખર્ચ કરીને મતદાન કરવા માટે મુસાફરી કરી. તેમણે આવા મતદારોને સલામ કર્યો. તેમણે વધુમાં જણાવ્યું કે ટોરોન્ટો, ડલાસ, સિલિકોન વેલી, કોપેનહેગન, જર્મની અને યુકે જેવા દેશોના વિવિધ ભાગોમાંથી પણ લોકો મતદાન કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપનું લક્ષ્ય માત્ર સરકાર કે મુખ્યમંત્રી બદલવાનું નથી, પરંતુ સમગ્ર રાજકીય વાતાવરણમાં ફેરફાર લાવવાનો છે, જે તેમના અનુસાર સામાજિક રીતે દબાણભર્યું બની ગયું છે. તેઓ સમાજમાં વૈવિધ્યતા અને સંતુલન પાછું લાવવા માંગે છે. ‘ડબલ એન્જિન સરકાર’ની વાત કરતા તેમણે જણાવ્યું કે પાર્ટીનું ઘોષણાપત્ર કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીની પણ ભાગીદારી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ વચનો પૂરા કરવામાં આવશે.

બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો
પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન બાદ 4 મેના રોજ મતગણતરી કરવામાં આવી હતી. તેમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો. આંકડા મુજબ, TMCને માત્ર 80 બેઠકો મળી, જ્યારે અગાઉની ચૂંટણીમાં તેને 215 બેઠકો મળી હતી. બીજી તરફ ભાજપે મજબૂત પ્રદર્શન કરતા 206 બેઠકો પર કબજો જમાવ્યો, જ્યારે અગાઉ તેને માત્ર 77 બેઠકો મળી હતી.

રાજ્યમાં બંપર મતદાન
પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 23 એપ્રિલે 152 બેઠકો પર અને બીજા તબક્કામાં 29 એપ્રિલે 142 બેઠકો પર મતદાન થયું હતું. બંને તબક્કામાં ભારે મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચ મુજબ, પ્રથમ તબક્કામાં 93.19% અને બીજા તબક્કામાં 92.67% મતદાન નોંધાયું હતું. કુલ મળીને રાજ્યમાં 92.93%થી વધુ મતદાન નોંધાયું છે, જે દેશ માટે નવો રેકોર્ડ છે.

કેરળમાં ભાજપે ખોલ્યો ખાતો: ત્રણ બેઠકો પર જીત, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખરનું મોટું નિવેદન

0

કેરળની રાજનીતિમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ હવે રાજ્યમાં માત્ર ‘વોટ-કટવા’ પાર્ટી નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ શક્તિ બની ગઈ છે. પાર્ટીએ ત્રણ બેઠકો પર જીત નોંધાવી છે. ઇતિહાસ રચતાં રાજીવ ચંદ્રશેખરે 4900થી વધુ મતના અંતરથી જીત મેળવી છે. કોલ્લમ જિલ્લાના ચથન્નૂર બેઠક પરથી ભાજપના ઉમેદવાર બી.બી. ગોપાકુમારે 4,398 મતથી જીત મેળવી છે, જ્યારે કઝાકોટ્ટમ બેઠક પરથી વી. મુરલીધરણે 428 મતના ઓછા અંતરથી વિજય મેળવ્યો છે. આ જીત સાથે કેરળમાં ભાજપને પ્રથમ વખત ત્રણ બેઠકો મળી છે.

કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે રાજ્યમાં હવે ભાજપ આગેવાની હેઠળના NDAના ત્રણ ધારાસભ્યો રહેશે. તેમણે આ જીતને કોંગ્રેસ અને CPI(M)ના તે દાવાઓનો જવાબ ગણાવ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ એકપણ બેઠક જીતી શકશે નહીં.

જનતાએ વિરોધીઓને આપ્યો જવાબ – ચંદ્રશેખર
પાર્ટી મુખ્યાલયમાં રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “આજે નેમોમ, ચથન્નૂર અને કઝાકોટ્ટમની જનતાએ કોંગ્રેસ અને CPI(M)ને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. હવે વિધાનસભામાં ભાજપ-NDAના ત્રણ ધારાસભ્યો રહેશે.” તેમણે આ ચૂંટણીને ‘CPI(M) વિરોધી ચૂંટણી’ ગણાવી અને કહ્યું કે લોકો ભ્રષ્ટાચાર અને સબરીમાલા મુદ્દાઓથી કંટાળી ગયા હતા, જેનું પ્રતિબિંબ પરિણામોમાં જોવા મળ્યું છે.

બેઠકોના પરિણામ (આંકડા)

નંબરબેઠક વિજેતા ઉમેદવારકુલ મતોવિજયનો ગાળોપરિસ્થિતિ
ચથાન્નૂર બી.બી. ગોપાકુમાર૫૧,૯૨૩૪,૩૯૮૧૬/૧૬
કાઝકોટ્ટમ વી. મુરલીધરન૪૬,૫૬૪૪૨૮૧૮/૧૮
નેમોમરાજીવ ચંદ્રશેખર૫૭,૧૯૨૪,૯૭૮25/25

આંકડાઓમાં ભાજપની વધતી શક્તિ
ચૂંટણી પંચના આંકડા મુજબ, ચથન્નૂર બેઠક પર ભાજપે મજબૂત જીત મેળવી છે, જ્યારે રાજધાનીની હાઈ-પ્રોફાઈલ નેમોમ બેઠક પર રાજીવ ચંદ્રશેખરે પણ મહત્વપૂર્ણ જીત મેળવી છે. કઝાકોટ્ટમ બેઠક પર પણ ભાજપે જીત મેળવીને પોતાનો પ્રભાવ વધાર્યો છે. ચંદ્રશેખરે કહ્યું કે વિરોધ પક્ષોએ દાવો કર્યો હતો કે ભાજપને એકપણ બેઠક નહીં મળે, પરંતુ જનતાએ તેમના અહંકારને તોડી નાખ્યો છે.

કેરળમાં નેમોમ બેઠક ભાજપ માટે ખાસ મહત્વ ધરાવે છે. 2016માં ઓ રાજગોપાલ અહીંથી જીત મેળવીને પાર્ટીનું ખાતું ખોલ્યું હતું. 2021માં આ બેઠક ગુમાવ્યા બાદ 2026માં રાજીવ ચંદ્રશેખરને મેદાનમાં ઉતારી ભાજપે ફરી પ્રતિષ્ઠાની લડાઈ લડી અને જીત મેળવી. બીજી તરફ, ચથન્નૂર બેઠક પર ભાજપનો આધાર વર્ષોથી મજબૂત બનતો ગયો છે અને આ જીતથી તે વધુ મજબૂત ગઢ બની છે.

કેરળમાં ભાજપે લાંબા સમયથી ‘ત્રીજા વિકલ્પ’ તરીકે પોતાની ઓળખ બનાવી છે, જ્યાં દાયકાઓથી LDF અને UDF વચ્ચે જ સીધી ટક્કર રહી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળેલી સફળતાએ પાર્ટીને નવી શક્તિ આપી છે. હવે ભાજપ માત્ર વોટ-કટવા પાર્ટી નથી રહી, પરંતુ એક મજબૂત રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

VS બાબુનો મોટો ચમત્કાર: DMKના દિગ્ગજ સ્ટાલિનને હરાવનાર નેતા કોણ?

0

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન ટીવીકે ઉમેદવાર સામે હારી ગયા છે. વીએસ બાબુએ ડીએમકેના વડાને ૮,૭૯૫ મતોથી હરાવ્યા છે. અભિનેતા-રાજકારણી વિજયની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક રાજકીય પદાર્પણ કરવા માટે તૈયાર છે. મત ગણતરીના વલણો અનુસાર, ટીવીકે ૧૦૦ થી વધુ બેઠકો પર આગળ છે.

મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તમિલનાડુ વિધાનસભા ચૂંટણી હારી ગયા છે. કોલાથુર મતવિસ્તારમાં ટીવીકે ઉમેદવાર વીએસ બાબુએ તેમને હરાવ્યા હતા. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ અનુસાર, છ રાઉન્ડની મતગણતરી પછી વીએસ બાબુ સીએમ સ્ટાલિનથી આગળ હતા.

તમિલનાડુમાં રાજકીય પક્ષોની સ્થિતિ
ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર, સાંજે 5 વાગ્યા સુધીમાં, ટીવીકે 109 બેઠકો પર આગળ છે અને 15 બેઠકો જીતી છે. ડીએમકે 60 બેઠકો પર આગળ છે અને એડાપ્પાડી કે. પલાનીસ્વામીની આગેવાની હેઠળની એઆઈએડીએમકે 45 બેઠકો પર આગળ છે. શાસક ડીએમકે માટે આ એક મોટો આંચકો છે કારણ કે તેના લગભગ 15 કેબિનેટ મંત્રીઓ પાછળ છે. આમાં મુખ્યમંત્રી અને પાર્ટીના વડા એમકે સ્ટાલિનની હારનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિન શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ચેપૌક-તિરુવલ્લીકેની બેઠક પરથી થોડી લીડ મેળવી છે.

ઉપચૂંટણીઓમાં BJPનો દબદબો: ગુજરાત-નાગાલેન્ડ-ત્રિપુરામાં જીત, કર્ણાટકમાં કોંગ્રેસ અને બારામતીમાં NCP આગળ

0

દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે સાથે કર્ણાટક, નાગાલેન્ડ, ત્રિપુરા, ગુજરાત અને મહારાષ્ટ્રની 7 બેઠકો પર યોજાયેલી ઉપચૂંટણીઓના પરિણામો પણ જાહેર થઈ ગયા છે. ગુજરાતની ઉમરેઠ, નાગાલેન્ડની કોરિડાંગ અને ત્રિપુરાની ધર્મનગર બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ જીત નોંધાવી છે.

કર્ણાટકની બાગલકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઉમેશ મેટીએ જીત મેળવી છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી NCP ઉમેદવાર અને પૂર્વ ઉપમુખમંત્રી અજિત પવારની પત્ની સુનેત્રા પવારે લગભગ 2 લાખ મતથી મોટી જીત મેળવી છે.

નાગાલેન્ડ અને ત્રિપુરામાં BJPની જીત
ચૂંટણી પંચ મુજબ, નાગાલેન્ડની કોરિડાંગ બેઠક પરથી BJPના દાઓચિર આઈ ઇમ્ચેન વિજેતા બન્યા છે. તેમને 7,317 મત મળ્યા, જ્યારે નિર્દલીય ઉમેદવાર તોશીકાબાને 4,194 મત મળ્યા. ત્રિપુરાની ધર્મનગર બેઠક પર BJPના જાહર ચક્રવર્તીએ CPI(M)ના અમિતાભ દત્તાને 18,290 મતથી હરાવ્યા.

કોણ ક્યાંથી જીત્યું?

  • કર્ણાટકની બાગલકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેશ મેટીએ 22,332 મતથી જીત મેળવી
  • મહારાષ્ટ્રની રાહુરી બેઠક પર BJPના અક્ષય શિવાજીરાવ કર્દિલે વિજેતા બન્યા
  • ગુજરાતની ઉમરેઠ બેઠક પર BJPના હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે જીત મેળવી
  • મહારાષ્ટ્રની બારામતી બેઠક પર NCPની સુનેત્રા પવારે ભવ્ય જીત નોંધાવી
  • નાગાલેન્ડની કોરિડાંગ બેઠક પર BJPના દાઓચિર આઈ ઇમ્ચેન વિજેતા બન્યા
  • ત્રિપુરાની ધર્મનગર બેઠક પર BJPના જાહર ચક્રવર્તી જીત્યા
  • કર્ણાટકના દાવણગેરે સાઉથ બેઠક પર કોંગ્રેસના સમર્થ શમનૂર વિજેતા બન્યા

ગુજરાતની ઉમરેઠ બેઠક પર BJPનો વિજય
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા ઉપચૂંટણીમાં BJPના હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણને 30,743 મતથી હરાવ્યા. હર્ષદ પરમારને 85,500 મત મળ્યા. આ બેઠક BJPના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી પડી હતી.

મહારાષ્ટ્રની રાહુરી બેઠક પર BJPની જીત
BJPના અક્ષય શિવાજીરાવ કર્દિલેએ રાહુરી બેઠક પર મોટી જીત મેળવી. તેમણે શરૂઆતથી જ લીડ જાળવી રાખી અને 1,40,093 મત મેળવ્યા, જ્યારે NCP (શરદ પવાર ગઠબંધન)ના ગોવિંદ મोकાટેને 27,506 મત મળ્યા.

કર્ણાટકમાં કોંગ્રેસનો વિજય
બાગલકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેશ મેટીએ 98,919 મત સાથે જીત મેળવી, જ્યારે BJPના વિરન્ના ચરંતિમઠને 76,075 મત મળ્યા. દાવણગેરે સાઉથ બેઠક પર પણ કોંગ્રેસના સમર્થ શમનૂર વિજેતા બન્યા.

બારામતીમાં સુનેત્રા પવારનો દબદબો
મહારાષ્ટ્રની બારામતી બેઠક પર NCP (અજિત પવાર ગઠબંધન)ની સુનેત્રા પવારે 2 લાખથી વધુ મતના અંતરથી ઐતિહાસિક જીત મેળવી. તેમણે 2019માં અજિત પવારના જીતના અંતરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો.