Home Blog Page 102

સુરતમાં મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત રેકેટ પર્દાફાશ: ફાર્માસિસ્ટ દ્વારા ઓપરેશન, હોસ્પિટલ સીલ

સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું મોટું નેટવર્ક ફરી સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂકેલો ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ ફરી ‘મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ’ના નામે ગેરકાયદેસર ગર્ભપાત અને પરીક્ષણનો ગોરખધંધો ચલાવી રહ્યો હતો.

આરોગ્ય વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો
ચોક્કસ બાતમીના આધારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે વરાછા પોલીસ સાથે મળી હોસ્પિટલ પર ઓચિંતો દરોડો પાડ્યો. રેડ દરમિયાન ત્રણ સગર્ભા મહિલાઓ ગર્ભપાત માટે હાજર મળી આવતા સમગ્ર મેડિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો.

ક્વોલિફાઇડ ડોક્ટર નહીં છતાં ઓપરેશન કરતો હતો
ચોંકાવનારી બાબત એ છે કે રામગોપાલ ખંડેલવાલ કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી, છતાં તે પોતે જ મહિલાઓના ગર્ભપાતના ઓપરેશન કરતો હતો. આરોગ્ય વિભાગે પ્લાનિંગ કરીને રેડ કરતા તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ભાંડો ફૂટ્યો.

કર્મચારીની કબૂલાતથી ખુલ્યો ભાંડો
હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે રામગોપાલ પોતે જ ગર્ભપાતની પ્રક્રિયા કરતો હતો. આ નિવેદન બાદ સમગ્ર રેકેટ સ્પષ્ટ બની ગયો અને પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી.

ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી, એક ભાગી છૂટી
દરોડા દરમિયાન મળી આવેલી ત્રણ મહિલાઓમાં એક વ્યારાની અને બીજી શિરપુરની હોવાનું સામે આવ્યું. તમામ મહિલાઓ ગેરકાયદેસર ગર્ભપાત માટે આવી હોવાનો સ્વીકાર કર્યો. તબીબી ચકાસણી માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી દરમિયાન એક 24 વર્ષીય મહિલા ભાગી છૂટી, જ્યારે બેને દાખલ કરવામાં આવી.

અગાઉ પણ ચાલતો હતો ગોરખધંધો
રામગોપાલ અગાઉ ‘શિવાય હોસ્પિટલ’ના નામે પણ આવો જ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. વર્ષ 2025માં આરોગ્ય વિભાગે રેડ કરીને તેને અને તેના સાથીઓને ઝડપ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી નવી હોસ્પિટલના નામે એ જ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરી.

પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ
ડો. અનિલ પટેલની ફરિયાદના આધારે વરાછા પોલીસે પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે અને ફરાર રામગોપાલને ઝડપી લેવા પોલીસની ટીમો કામગીરીમાં લાગી છે. સાથે જ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે.

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ: ઇમારત સાથે અથડાતાં પાઇલટ-કો-પાઇલોટ સહિત 3નાં મોત

બ્રાઝિલના શહેર બેલો હોરિઝોન્ટેમાં એક એવી ઘટના બની છે જેણે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાની યાદ અપાવી દીધી છે. અહીં એક નાનું પ્લેન અચાનક એક રહેણાંક ઇમારત સાથે અથડાયું. થોડી જ પળોમાં બધું બદલાઈ ગયું – ધુમાડો, આગ અને ચીસોથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 3 લોકોના જીવ ગયા અને ઘણા ઘાયલ થયા. જો વિમાન થોડું પણ અલગ દિશામાં ગયું હોત, તો નુકસાન વધુ થઈ શક્યું હોત.

શું હતી ઘટના?
સોમવારે બ્રાઝિલના મોટા શહેર બેલો હોરિઝોન્ટેમાં એક નાનું વિમાન એક રહેણાંક ઇમારત સાથે અથડાયું. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયા અને અન્ય બે લોકો ઘાયલ થયા. એએફપીના અહેવાલ મુજબ, મિનાસ જેરાઇસ રાજ્યના ફાયર વિભાગે જણાવ્યું કે પાઇલટ અને કો-પાઇલટનું ઘટનાસ્થળે જ મોત થયું. વિમાનમાં હાજર અન્ય ત્રણ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

સ્થાનિક હોસ્પિટલ ફાઉન્ડેશન અનુસાર ઘાયલોમાંથી એક વ્યક્તિનું બાદમાં મૃત્યુ થયું, જ્યારે બાકીના બે લોકો હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર છે. ફાયરફાઇટર્સે જણાવ્યું કે વિમાન સીધું ઇમારત સાથે અથડાયું, પરંતુ તેમ છતાં ઇમારતની અંદર હાજર કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી અને ઇમારત પડવાનું કોઈ “સ્પષ્ટ જોખમ” હાલ દેખાતું નથી. ટીવી ગ્લોબો ચેનલના હેલિકોપ્ટરે આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો. તેમાં જોવા મળ્યું કે વિમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું હતું, પછી ઊંચી ઇમારતોથી બચવા માટે ડાબી બાજુ વળ્યું અને અંતે ત્રણ માળની ઇમારત સાથે અથડાઈને પાર્કિંગમાં પડી ગયું.

તમિલનાડુમાં ‘વિજય’ યુગની શરૂઆત: TVK નેતૃત્વમાં સરકાર, સ્ટાલિનનું રાજીનામું

0

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી દ્રવિડ મુન્નેત્ર કજગમ (DMK)ના વડા એમ. કે. સ્ટાલિનની કારમી હાર થઈ છે અને રાજ્યમાં અભિનેતા થલપતી વિજયી નીત નવી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)નો ભવ્ય વિજય થયો છે. હાર બાદ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને મંગળવારે (5 મે) રાજીનામું આપી દીધું છે. બીજીતરફ થલપતી વિજયને ટીવીકે ધારાસભ્ય દળના નેતા બનાવાયા છે. આ માટે તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર લેવાયા છે. અત્યાર સુધીમાં 90 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.

TVKએ 234માંથી 107 બેઠકો જીતી
તમિલનાડુની ચૂંટણીમાં વિજયની ટીવીકે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ટીવીકેએ રાજ્યની કુલ 234 બેઠકોમાંથી 107 બેઠકો જીતી લીધી છે. જોકે પાર્ટી હજુ પણ બહુમતીથી 11 બેઠકો દૂર છે. જ્યારે ડીએમકેએ 59 બેઠકો અને AIADMKએ 47 બેઠકો જીતી છે.

વિજયની પાર્ટી ટીવીકેએ ભલે સૌથી વધુ બેઠકો મેળવી હોય, પરંતુ તેમની પાસે સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો નથી. આવી સ્થિતિમાં વિજય પાસે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો અથવા કેટલીક પાર્ટીઓનો બહારથી ટેકો મેળવીને સરકાર બનાવવાનો વિકલ્પ છે. જોકે એ વાત સ્પષ્ટ છે કે, તમિલનાડુમાં ફરી ગઠબંધનની જ સરકાર બનશે. આમ કરવાથી વિજયની જ સ્થિતિ મજબૂત થશે. વિજયે ચૂંટણી પ્રચાર વખતે કહ્યું હતું કે, તેઓ સત્તામાં ભાગીદાર થવા માટે તૈયાર છે.

થલપતિ વિજયે સરકાર બનાવવા માટે નાના પક્ષોનો ટેકો લેવો પડશે. તમિલનાડુમાં VSKએ બે, લેફ્ટે 4 અને કોંગ્રેસે 5 અને IUMLએ બે બેઠકો જીતી છે. જ્યારે ચાર ધારાસભ્યો ધરાવતી PMK વિજયને સાથ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે.

સ્ટાલિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું
તમિલનાડુમાં હાર થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ.કે.સ્ટાલિને(MK Stalin) મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા ચૂંટણીમાં હાર થયા બાદ સ્ટાલિને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને રાજીનામું સોંપ્યું છે

ભારતનું પહેલું સ્માર્ટ ચશ્મું લોન્ચ કરશે આ કંપની, બિન્દી-તિલક વિવાદ બાદ ફરી ચર્ચામાં

0

ચશ્મા અત્યાર સુધી નજર સુધારવાનું સાધન રહ્યું છે, પરંતુ હવે તે તમારી જેબમાં રહેલા ફોનનું કામ પણ કરી શકે છે. બિન્દી-તિલક મુદ્દે તાજેતરમાં વિવાદોમાં રહેલી Lenskart એ પોતાના સ્માર્ટ ગ્લાસેસ ‘B by Lenskart’ની જાહેરાત કરી છે, જે ભારત માં અર્લી એક્સેસ માટે ઉપલબ્ધ છે. જો તમે તેને અજમાવવા માંગતા હો, તો કંપનીની વેબસાઈટ પર જઈને વેઇટિંગ લિસ્ટમાં જોડાઈ શકો છો.

રિપોર્ટ્સ મુજબ, ગૂગલ Gemini AI આસિસ્ટન્ટથી સજ્જ આ સ્માર્ટ ચશ્મા અર્લી એક્સેસ માટે આશરે ₹22,000માં ઉપલબ્ધ રહેશે, જ્યારે તેની મૂળ કિંમત ₹27,000 રાખવામાં આવશે.

ડિઝાઇન અને હાર્ડવેર
‘B by Lenskart’ દેખાવમાં જેટલું સ્ટાઇલિશ છે, અંદરથી એટલું જ શક્તિશાળી છે. આ ચશ્મામાં Snapdragon AR1 Gen 1 ચિપસેટ આપવામાં આવશે, જે તેને ઝડપી કામગીરી માટે સક્ષમ બનાવે છે. તેમાં 32GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે, જેથી જરૂરી ડેટા સરળતાથી સ્ટોર કરી શકાય.

આ સિવાય તેમાં જાપાનીઝ અલ્ટ્રા-થિન બ્લૂ લાઇટ લેન્સ આપવામાં આવ્યા છે, જે -6 થી +6 સુધીની આંખની પાવર માટે યોગ્ય છે. આ બ્લેક અને સિલ્વર કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. રિપોર્ટ મુજબ તેનું વજન માત્ર 45 ગ્રામ છે, જેથી લાંબા સમય સુધી પહેરવામાં કોઈ તકલીફ નહીં થાય. આ ચશ્મું સ્ટાઇલ અને ટેક્નોલોજીનું ઉત્તમ સંયોજન ગણાઈ રહ્યું છે.

કેમેરા અને AIનો મજબૂત મિશ્રણ
આ સ્માર્ટ ચશ્મામાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ Sony સેન્સર આપવામાં આવ્યો છે, જે લૅન્ડસ્કેપમાં 1080p અને પોર્ટ્રેટ મોડમાં 1440p ગુણવત્તામાં વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.

ગૂગલ Gemini AIનું ઇન્ટિગ્રેશન તેને વધુ ખાસ બનાવે છે. તમે તેને અવાજ દ્વારા સરળતાથી નિયંત્રિત કરી શકશો. આ ચશ્મા 40થી વધુ ભાષાઓને સપોર્ટ કરે છે અને તેમાં Look and Tell તથા Live Note Taking જેવા અદ્યતન ફીચર્સ આપવામાં આવ્યા છે.

ટચ કંટ્રોલ્સ અને ડ્યુઅલ ડાયરેક્શનલ સ્પીકર્સ સાથે આ ચશ્મું સંપૂર્ણ સ્માર્ટ ડિવાઇસ બની જાય છે, જેથી નાનાં કામ માટે પણ ફોન કાઢવાની જરૂર નહીં પડે.

બેટરી અને કનેક્ટિવિટી
સ્માર્ટ ચશ્માની બેટરીને લઈને ઘણી વખત ચિંતા રહેતી હોય છે, પરંતુ ‘B by Lenskart’માં બેટરી લાઇફ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એક વખત ચાર્જ કર્યા પછી આ ચશ્મું લગભગ 4 કલાક સુધી સતત કામ કરી શકે છે.

તે સાથે આવતું વાયરલેસ ચાર્જિંગ કેસ કુલ મળીને 48 કલાક સુધીનો બેકઅપ આપે છે. જો તમે ઉતાવળમાં હો, તો તેની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી માત્ર 15 મિનિટમાં 50% સુધી ચાર્જ કરી શકે છે.

મમતા બેનર્જીનો મોટો આક્ષેપ: ‘અમે હાર્યા નથી, ભાજપે ચૂંટણી પંચનો ઉપયોગ કર્યો’

0

પશ્ચિમ બંગાળની નિવર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ તથા ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા. મમતાએ કહ્યું કે આ ચૂંટણીમાં ચૂંટણી પંચ લોકતંત્રના અધિકારો છીનવી લેવા અને EVMમાં ગડબડ કરવા મામલે ‘ખલનાયક’ બની ગયો છે. તેમણે સવાલ કર્યો કે મતદાન બાદ પણ EVMમાં 80-90 ટકા ચાર્જ કેવી રીતે રહી શકે? આ કેવી રીતે શક્ય છે? તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પહેલાં જ તેમના પક્ષના લોકોની ધરપકડ શરૂ કરી દેવાઈ હતી, દરોડા પાડવામાં આવ્યા અને IPS તથા IAS અધિકારીઓના મોટા પાયે બદલી કરાઈ.

ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આક્ષેપો
મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે સીધા ચૂંટણી પંચ સાથે મળીને રમત રમી છે. આ ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની ‘સાંઠગાંઠ’ હતી. તેમણે જણાવ્યું કે અમે આખી સરકારી મશીનરી સામે લડ્યા, જેમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીનો પણ સીધો હસ્તક્ષેપ હતો. તેમણે આક્ષેપ કર્યો કે SIR મારફતે 90 લાખ નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, જેમાંથી કોર્ટના આદેશ બાદ 32 લાખ નામ ફરીથી જોડાયા. “મારી જિંદગીમાં આટલી ગંદી અને નીચી સ્તરની ચૂંટણી મેં ક્યારેય જોઈ નથી,”

ટીએમસી કાર્યકરો પર હુમલાના આક્ષેપ
મમતાએ કહ્યું કે કોલકાતા થી લઈને જંગલ મહલ સુધી એકસરખું વાતાવરણ છે, જ્યાં ટીએમસી કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે અને તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેમણે ભાજપ પર આરોપ મૂક્યો કે ગુંડાઓને આગળ રાખીને હિંસા ફેલાવવામાં આવી રહી છે. મમતાએ જણાવ્યું કે મતગણતરી કેન્દ્ર પર તેમના સાથે ધક્કામુક્કી પણ થઈ. “જો એક મહિલા ઉમેદવાર સાથે આવું થઈ શકે, તો અન્ય ઉમેદવારો સાથે શું થયું હશે?”

‘બંગાળ માટે કાળો અધ્યાય’
મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનનો આભાર માનતા કહ્યું કે હેમંત સોરેન, ઉદ્ધવ ઠાકરે અને અખિલેશ યાદવે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. આવનારા સમયમાં વિપક્ષી ગઠબંધન વધુ મજબૂત બનશે. તેમણે જણાવ્યું કે ચૂંટણી પરિણામોની તપાસ માટે 10 સાંસદોની સમિતિ બનાવવામાં આવી છે અને આ પરિણામો બંગાળ માટે ‘કાળો અધ્યાય’ છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પરાજય બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતામાં હારની વિગતવાર સમીક્ષા માટે વિશેષ ટીમ બનાવવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ પર ભાજપના પક્ષમાં કામ કરવાનો અને મતદાર યાદીમાં ગડબડ કરવાનો આક્ષેપ કરતા મમતાએ કહ્યું કે આ તેમના જીવનની સૌથી અત્યાચારપૂર્ણ ચૂંટણી હતી. હાર છતાં વિપક્ષી એકતાનો સંદેશ આપતા તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને ઉદ્ધવ ઠાકરે સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓએ તેમને ફોન કરીને સમર્થન આપ્યું છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ 6 મેના રોજ કોલકાતા આવી તેમની મુલાકાત લેશે, ત્યારબાદ અન્ય ગઠબંધનના નેતાઓ પણ ક્રમશઃ મળીને આગળની સંયુક્ત રણનીતિ તૈયાર કરશે.

સુરતમાં ACBનો ટ્રેપ: સિટી સર્વે કચેરીનો શિરેસ્તેદાર ₹3,000ની લાંચ લેતા ઝડપાયો

સુરત ગ્રામ્ય ACB ટીમે ઓલપાડ ખાતે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ચેમ્બરની બહાર ટ્રેપ ગોઠવી ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ઓલપાડ સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા શિરેસ્તેદાર નિલેશ બાલુભાઈ પાંડવને રૂ. 3,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરવા માટે એક અરજી દીઠ રૂ. 1,000ની લાંચ માંગતા હતા અને ત્રણ અરજીઓ માટે કુલ રૂ. 3,000 સ્વીકારતા હતા. ACBએ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ નરોડા ACB ટ્રેપ: સબ રજીસ્ટ્રાર સહિત ત્રણ રૂા.2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી અસારવા સબ રજીસ્ટ્રાર નરોડા-6 કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરો એ કાર્યવાહી હાથ ધરી છે. રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર સહીત ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. જયારે એક આરોપી હજુ ફરાર હોય તેની ધરપકડ માટે એસીબીની ટીમે તપાસ શરુ કરી છે.

મળતી માહિતી અનુસાર 4 મે, 2026ના રોજ એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સબ રજીસ્ટ્રાર કચેરી પાસે છટકું ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આ કેસના ફરિયાદીએ પોતાના રહેણાક મકાનના દસ્તાવેજની પ્રક્રિયા માટે કચેરીની જરૂૂરી પ્રક્રિયા અનુસરી ત્યારે સબ રજીસ્ટ્રાર આકાશ અમૃતભાઈ દેસાઈએ દસ્તાવેજમાં ક્ષતિ બતાવી હતી. બાદમાં કચેરીમાં સીકકા ઓપરેટર તરીકે કાર્યરત જય બળદેવભાઈ આદિવાસીએ ફરીયાદીને વોટ્સએપ કોલ કરી જણાવ્યું હતું કે તેમનું કામ સરળતાથી થઈ જશે અને કલેક્ટર કચેરીમાંથી કલમ 73(અઅ)નું સર્ટિફિકેટ લાવવાની જરૂૂર રહેશે નહીં.

ત્યારબાદ જય આદિવાસી અને સર્ચ ઓપરેટર રાહીલ શૈખે ફરીયાદીને મળી ટોકન અનલોક કરવા માટે પ્રથમ તબક્કામાં રૂૂ.35,000 ઓનલાઇન ક્યુઆર કોડ મારફતે વસૂલ્યા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી સબ રજીસ્ટ્રારના કહેવાથી આરોપી નં-2 અને 3 દ્વારા કુલ રૂૂ. 2.50 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન રૂૂ. 2.50 લાખની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર આકાશ અમુતભાઈ દેસાઈ, સિક્કા-ઓપરેટર-સ્ટેમ્પિંગ જય બળદેવભાઈ આદિવાસી અને વ્ચેતીયો નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાની ધરપકડ કરી હતી. જય આદિવાસીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને સબ રજીસ્ટ્રારના વતી રકમ સ્વીકારવાની વ્યવસ્થા કરી. આ દરમ્યાન જય આદિવાસી અને નરેન્દ્ર ઉર્ફે સોનુ રામકરણ બોહરાએ મળીને સ્થળ પર રૂૂ. 2.50 લાખની લાંચ સ્વીકારી હતી.

ચીનમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ: 21ના મોત, 60થી વધુ ઘાયલ

ચીનના હુનાન પ્રાંતના લિયુયાંગ શહેરમાં એક મોટો ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં સોમવાર સાંજે લગભગ 4:40 વાગ્યે ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે અને 61થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ વિસ્ફોટ હુઆશેંગ ફટાકડા ઉત્પાદન અને પ્રદર્શન કંપનીની વર્કશોપમાં થયો હતો, જે મોટા પાયે ફટાકડાંના ઉત્પાદન માટે જાણીતી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ અને ઘટનાસ્થળ પરથી ઘન ધુમાડાના ગોટાળા ઊઠતા જોવા મળ્યા.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી તેજ કરવાની સૂચના આપી છે, સાથે જ ગુમ થયેલા લોકોની શોધખોળ અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેની ખાતરી કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો છે.

સરકારી એજન્સીઓ મુજબ ઘટનાસ્થળે આશરે 500 બચાવકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને રાહત કામગીરી સતત ચાલી રહી છે, જ્યારે નજીકમાં આવેલા બે બારૂદના ગોડાઉનને ધ્યાનમાં રાખીને જોખમી વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક અધિકારીઓ વિસ્ફોટના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યા છે અને આ દુર્ઘટનાએ ઔદ્યોગિક સલામતી અને દેખરેખ અંગે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હોર્મુઝમાં ફરી અથડામણ: અમેરિકાએ 7 ઈરાની બોટ તોડી, 6 લોકોના મોત

પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના અઢાર દિવસના યુધ્ધ વિરામ બાદ સ્થિતિ વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન ફરી સામસામે આવી ગયા છે. ઈરાને ગઈકાલે યુએઈના ઓઈલ પોર્ટ ફુજેરા ઉપર હુમલો કર્યા બાદ ખાડીમાં ફરી તંગદિલી વધી છેત. ઈરાની મીડિયાએ સૈન્ય સુત્રોનો હવાલો આપી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક બોટને નિશાન બનાવતા 6 નાગરિકોના મોત થયા છે. જો કે અમેરિકાએ સ્વયં જાહેરાત કરી છે કે સાત ઈરાની બોટનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. અમેરિકાને શંકા હતી કે આ બોટો સમુદ્રમાં વધુ માઈન્સ બિછાવનારી હતી.

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંના એક, હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ગંભીર સ્તરે વધી ગયો છે. આ વિસ્તારમાં દક્ષિણ કોરિયાના વેપારી જહાજ પર વિસ્ફોટ થયો હતો, જ્યારે ઈરાને યુએઈના ફુજૈરાહ તેલ ટર્મિનલમાં ડ્રોન હુમલા દ્વારા આગ લગાવી હતી. આ ઘટનાક્રમ ત્યારે જ થયો જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ નૌકાદળનો ઉપયોગ કરીને શિપિંગ ટ્રાફિક માટે આ જળમાર્ગ ખોલવાની યોજના જાહેર કરી હતી.

યુએસ સૈન્યનો દાવો છે કે અમેરિકન ધ્વજ હેઠળ મુસાફરી કરતા બે વેપારી જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે પસાર થયા છે. જોકે, આ પરિવહન ક્યારે થયું તે ચોક્કસ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તેનાથી વિપરીત, ઈરાને આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે, અને કહ્યું છે કે તાજેતરના કલાકોમાં કોઈ જહાજ આ સામુદ્રધુનીમાંથી પસાર થયું નથી. ટ્રમ્પ દ્વારા હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે નૌકાદળનો ઉપયોગ કરવામાં આવતાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીધા લશ્કરી મુકાબલાનો ભય ઉભરી આવ્યો છે.

આ પૃષ્ઠભૂમિ સામે, દક્ષિણ કોરિયન શિપિંગ કંપનીની માલિકીના જહાજ નામુ પર વિસ્ફોટ થયો – ત્યારબાદ આગ લાગી – જ્યારે તે હોર્મુઝની સામુદ્રધુનીમાં હતું. આ ઘટનામાં પનામા-ધ્વજવાળા કાર્ગો જહાજનો સમાવેશ થાય છે, જ્યાં આગ એન્જિન રૂૂમમાં લાગી હોવાનું કહેવાય છે. સદનસીબે, કોઈ જાનહાનિના અહેવાલ નથી. અગાઉ, ઈરાને યુએસ યુદ્ધ જહાજ પર ગોળીબાર કરવાનો દાવો કર્યો હતો, જોકે આ ગોળીબારને પાછળથી ચેતવણીના ગોળીબાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગલ્ફમાં વધતા તણાવની અસર તેલ બજાર પર પણ પડી છે, તેલના ભાવમાં 2 થી 5 ટકા સુધીની વધઘટ નોંધાઈ છે. દરમિયાન, શિપિંગ કંપનીઓ આ માર્ગને સલામત માનવા તૈયાર નથી. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે એક અલગ દાવો રજૂ કર્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રી સીમા પર અત્યારે તીવ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકન જહાજો પર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, તો તેનો વળતો જવાબ અત્યંત ઘાતક આપવામાં આવશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, જો આવી હરકત થશે તો ઈરાની દળોને ’પૃથ્વીના નકશા પરથી ભૂંસી નાખવામાં આવશે’. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા પાસે અત્યારે અત્યાધુનિક શસ્ત્રો છે અને જરૂૂર પડ્યે તેનો ઉપયોગ કરતા અચકાશે નહીં.

ઈરાન દ્વારા પર્સિયન ગલ્ફમાં કરવામાં આવેલી નાકેબંધીને કારણે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ નાકેબંધી તોડવા અને ત્યાં ફસાયેલા સેંકડો વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવા માટે અમેરિકાએ ’પ્રોજેક્ટ ફ્રીડમ’ નામનું ખાસ નૌકાદળ ઓપરેશન શરૂૂ કર્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, અમેરિકન દળોએ આ વિસ્તારમાં ઈરાન તરફથી કરવામાં આવેલા ક્રૂઝ મિસાઈલ અને ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે.

વિવેક વિહારમાં અગ્નિકાંડ: 9 મૃતકોને અંતિમ વિદાય, એક જ પરિવારના 5 સભ્યોના મોતથી શોકનો માહોલ

0

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં ચાર માળની ઈમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા તમામ 9 લોકોના રવિવારે જીટીબી હોસ્પિટલની મોર્ચરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ નિગમ બોધ ઘાટ પર હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દોઢ વર્ષના બાળકનો અંતિમ સંસ્કાર અલગ સ્થળે કરવામાં આવ્યો. આ દુર્ઘટનામાં અરવિંદ જૈન સહિત તેમના પરિવારના કુલ 5 સભ્યોના મોત થયા. તેમનો પુત્ર દીપક અને વહુ સોનાલી માનેસર ખાતે તેમના જોડિયા પુત્રોના જન્મદિવસની ઉજવણી માટે ગયા હતા. પરિવારના અન્ય સભ્યો પણ રવિવારે ત્યાં જવાના હતા, પરંતુ તે પહેલાં જ આ દુર્ઘટના બની ગઈ.

આંખોમાંથી રોકાતા નથી આંસુ
અંતિમ સંસ્કાર દરમિયાન દરેકની આંખોમાંથી આંસુઓ રોકાતા નહોતા. વિવેક વિહારના સી બ્લોક સ્થિત અગ્રસેન ધર્મશાળામાં દીપક અને સોનાલીએ શોકસભાનું આયોજન કર્યું હતું. તેમજ સૂર્યનગર સ્થિત જૈન સ્થાનમાં નિતિનના પરિવાર તરફથી પણ શોકસભા યોજાઈ હતી. આ દરમિયાન નિતિનનો નાનો પુત્ર પ્રાંશુખ બેભાન થઈ ગયો હતો, જેને ત્યાં હાજર લોકોએ સંભાળ્યો. પરિવારમાં હવે માત્ર તે જ બાકી રહ્યો છે.

28 વર્ષ પહેલા અહીં વસ્યા હતા પરિવારો
સોમવારે આખી ઈમારતમાં સન્નાટો છવાયેલો હતો. કેટલાક પીડિતોના સગા-સંબંધીઓ અને ઓળખીતાઓ આવતાં-જતાં જોવા મળ્યા, પરંતુ કોઈ વાતચીત નહોતી—માત્ર શાંતિ. કેટલાક લોકો પોતાના બચેલા સામાનને ઈમારતમાંથી બહાર કાઢતા જોવા મળ્યા. એક પડોશીએ જણાવ્યું કે મોટાભાગના લોકો અહીં 1998માં વસ્યા હતા અને સૌ એક પરિવારની જેમ સાથે રહેતા હતા.

સરકાર પાસેથી સહાય નહીં જોઈએ
આ અગ્નિકાંડમાં પોતાના સગા ગુમાવનારોએ ફાયર બ્રિગેડની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે અને બચાવ કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે. અરવિંદ જૈનની વહુ સોનાલીએ કહ્યું કે તેમને સરકાર પાસેથી કોઈ આર્થિક સહાયની જરૂર નથી, કારણ કે પૈસાથી પરિવાર પાછો નહીં આવે. તેમણે આરોપ લગાવ્યો કે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચ્યા બાદ અડધો કલાક તૈયારીમાં જ લગાવી દીધો અને તેમના પાઇપ લીક થઈ રહ્યા હતા.

ડિજિટલ લોક હોવાનો ઈનકાર
તેઓએ જણાવ્યું કે જોરદાર પવનને કારણે માત્ર 50 મિનિટમાં જ ભારે નુકસાન થયું અને સેકન્ડ તથા થર્ડ ફ્લોર સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગયા. પહેલી ફાયર બ્રિગેડ ગાડીમાં પાણી માત્ર 5 મિનિટ જ ચાલ્યું. જો સાધનો અને સિસ્ટમ યોગ્ય હોત અને પ્રશાસન સમયસર કાર્ય કરત, તો તેમના પરિવારને બચાવી શકાય તેમ હતું. સોનાલીએ ફ્લેટમાં ડિજિટલ લોક હોવાનો ઈનકાર કર્યો અને જણાવ્યું કે બચાવ દળ પાસે મેટલ કટર જેવી જરૂરી સાધનો પણ નહોતા.