Home Blog Page 1014

થાંભલે બાંધ્યો, પછી વાયરની ગૂંચ કરી યુવકને મારવા મચી પડ્યો શખ્સ, જાણો શું ઘટી હતી ઘટના

0
  • ખેડાના નડિયાદમાં ગરબામાં પથ્થરમારાના આક્ષેપ સાથે યુવકને ઢોર માર માર્યોનો સામે આવ્યો છે. મહિન તળપદા નામના વ્યક્તિએ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો છે.

ખેડાના નડિયાદમાં યુવકને ઢોર માર મારતાનો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગરબામાં પથ્થરમારાના આક્ષેપ સાથે યુવક તાલીબાની સજા આપવામાં આવી છે. ગરબા દરમિયાન યુવકે પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવક ઢોર માર્યા છે.

મહિન તળપદા નામના વ્યક્તિએ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો છે. જે વીડિયો વાયરલ થતાં નડિયાદ ટાઉન પોલીસે તપાસ શરૂ કરી છે. આપને જણાવીએ કે વિવિધ લોકો કાયદાના ભાન વિના પોતાના હાથમાં કાયદો લઈ લે છે. જો કે આ ઘટનામાં તથ્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ ખબર પડશે પરંતુ વર્તમાનમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

સામાન્ય બનાવમાં ઘણાં લોકો કાયદાને પોતાના હાથમાં લઈ લીધા હોય છે અને કોઈપણ જાતના ડર વિના તાલીબાની સજા આપતા હોય છે. જો કે આવી ઘટના સમાજ માટે વિરોધાપાસી સાબિત થતી હોય છે. પરંતુ કાયદાને હાથમાં લીધાનો ખેડાના નડિયાદમાંથી ઘટના સામે આવી છે.

આ પણ વાંચો :-

રિલ્સ બનાવવાની ઘેલછામાં યુવતીએ કાર ૧૬૦ની સ્પીડે ચલાવી, વીડિયો પણ કર્યો શેર

0
  • અમદાવાદમાં થયેલા ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના હજુ સુધી લોકો ભૂલ્યા નથી. ત્યારે રીલ્સના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકનારના એક બાદ એક વીડિયો સામે આવે છે.

રીલ્સના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકનારના એક બાદ એક વીડિયો સામે આવે છે. બીજી તરફ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાની હાલતમાં નબીરાઓ વાહન ચલાવતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. જેમાં યુવતીએ રિલ્સ બનાવવાની ઘેલછામાં ગાડી ૧૬૦ની સ્પીડ પર ચલાવતી હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે આ વીડિયો ક્યારનો છે તે સામે આવ્યું નથી.

સુરતમાં જોખમી રીતે હંકારતી હાઈ સ્પીડ ગાડીનો વિડીયો વાયરલ થયો છે. જન્નત મીર નામની યુવતીએ ૧૬૦ની સ્પીડમાં કાર ચલાવતી હોવાનો વીડિયો જન્નત મીર નામની આ યુવતીએ ઈન્સ્ટા આઈડી પર અપલોડ કર્યો હતો. અને ઈન્સ્ટા આઈડી મા પ્રેસ આલ મીડિયા કાઉન્સલીંગ વાઈસ પ્રેસિડેન્ટ વુમન વિન્ગ લખ્યું છે. ૧૬૦ ની સ્પીડમાં ચાલતી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ પાછળ રહી જાય.

નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા એટલી હદ સુધી વધી ગઈ છે કે તેનો એક ઉદાહરણ સુરતની આ યુવતી દ્વારા સામે આવ્યું છે. જેમાં એક યુવતી ૧૬૦ની સ્પીડ પર ગાડી ચલાવતી હોય તેવું જોવા મળે છે. રીલ્સમાં લાઈક મેળવવા લોકોના જીવ જોખમમાં મૂકનારને પોલીસ પાઠ ભણાવશે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો :-

રિવરફ્રન્ટ પર બોટિંગ કરતી મહિલાની બોટ ઉંધી થઈ ગઈ, પછી શું થયું..

0
  • અમદાવાદના રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા શરૂ થયેલા કાયાકિંગમાં મહિલાને કડવો અનુભવ થયો છે.

અમદાવાદના રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા શરૂ થયેલા કાયાકિંગમાં મહિલાને કડવો અનુભવ થયો છે. જ્યાં બોટિંગ દરમિયાન બોટ ઉંઘી થઈ જતા બોટમાં સવાર મહિલા નદીમાં ખાબકી હતી.

આ બનાવ અંગે જાણ થતાં મહિલાને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં સેહલણીઓ આવતા હોય છે. ત્યારે અનેક વખત બોટિંગ કરતી વખતે બોટમાં બેલેન્સ ન રહેવાથી બોટ પલટી જતી હોય છે.

આ પણ વાંચો :-

હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવતા તાજિયામાં બ્લાસ્ટ થયો, ૦૪ લોકોના….

0
  • ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના ઝૂલુસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. અહીં હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી જવાથી કુલ ૧૩ લોકો દાઝી ગયા. જેમાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે.

ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના ઝૂલુસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. અહીં હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી જવાથી કુલ ૧૩ લોકો દાઝી ગયા. જેમાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે ૯ લોકોની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી મુજબ બોકારોના બેરમો વિસ્તારના ખેતકોમાં આ ઘટના સવારે લગભગ ૬ વાગે ઘટી. તમામ મોહરમના તાજિયા લઈને જઈ રહ્યા હતા. ત્યારે તેઓ ૧૧૦૦૦ વોલ્ટના તારની ઝપેટમાં આવી ગયા.

આ ઘટના દરમિયાન ઘટનાસ્થળે રહેલા લોકોએ જણાવ્યું કે તાજિયા ઉઠાવવા દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી ૧૧ હજારની હાઈટેન્શન લાઈન તાજિયામાં આવી ગઈ જેના કારણે તાજિયાના જુલુસમાં રાખેલી બેટરી બ્લાસ્ટ થઈ ગઈ. લોકોએ તત્કાળ ઘાયલોને ડીવીસી બોકારોમાં થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા. લોકોએ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના અને પુરતી વ્યવસ્થા ન હોવા અંગે પણ ખુબ હંગામો કર્યો. જો કે બાદમાં ઘાયલોને પ્રાથમિક ઉપચાર બાદ બોકારો મોકલી દેવાયા છે.

આ પણ વાંચો :-

 એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી… આ રીતે ગદર ૨ની એડવાન્સ ટિકિટ બુક કરાવનારને મળશે ઓફરનો લાભ

  • આગામી ૧૧ ઓગસ્ટે બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલ ગદર ૨ રિલીઝ થવાની છે. દર્શકોમાં આ ફિલ્મ માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દર્શકો ખુશ થઈ જાય તેવી ઓફર પણ નિર્માતાઓ લાવ્યા છે. નિર્માતાઓની આ ઓફરથી ગદર ૨ ને સારું ઓપનિંગ મળશે અને સાથે જ દર્શકોને પણ ફ્રી ટિકિટનો ફાયદો થશે.

બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક ગદર ફિલ્મની સિક્વલ ગદર ૨ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. વર્ષ ૨૦૦૧ માં ગદર રિલીઝ થઈ હતી. જેમાં સની દેઓલ-અમીષા પટેલ તારાસિંહ અને સકીનાના રોલમાં હતા. આ ફિલ્મ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા અને તે દરમિયાન પ્રેમમાં પડેલા એક ટ્રક ડ્રાઈવર અને મુસ્લિમ યુવતી સકીનાની પ્રેમકથા હતી.

આ ફિલ્મ તે વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. હવે આગામી ૧૧ ઓગસ્ટે આ ફિલ્મની સિક્વલ રિલીઝ થવાની છે. દર્શકોમાં આ ફિલ્મ માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં દર્શકો ખુશ થઈ જાય તેવી ઓફર પણ નિર્માતાઓ લાવ્યા છે.

ગદર ૨ની ટીમ દ્વારા ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ સાથે વન પ્લસ વન ટિકિટની ઓફર માટે પાર્ટનરશીપ કરી છે. એટલે કે પેટીએમ દ્વારા ટિકિટ બુક કરાવવા પર દર્શકોને એક ટિકિટ પર એક ટિકિટ ફ્રી મળશે. આ ઓફર દર્શકોને ફાયદો કરાવે તેવી છે.

નિર્માતાઓનું જણાવવું છે કે આ ઓફરના કારણે ફિલ્મના ઓપનિંગમાં મોટી સંખ્યાં લોકો ફિલ્મને માણશે. એટલે કે આ પ્લાનના કારણે ફિલ્મને સારું ઓપનિંગ મળી શકે છે. ફિલ્મ ટ્રેન્ડ એક્સપર્ટ અનુસાર ગદર ૨ પહેલા દિવસે ૧૬ થી ૧૮ કરોડની કમાણી કરી શકે છે.

જો કે ૧૧ ઓગસ્ટે ગદર ૨ની સાથે અક્ષય કુમારની ઓહ માય ગોડ ૨ પણ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે જે ગદર ૨ને ટક્કર આપી શકે છે. જોકે ફિલ્મના નિર્માતાઓ હાલ મૂંઝવણમાં છે કારણ કે સેન્સર બોર્ડે ફિલ્મ માટે 20 કટ અને A સર્ટીફિકેટની વાત કરી છે. કારણ કે ફિલ્મનો વિષય વિવાદાસ્પદ છે. ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનની વાત દર્શાવવામાં આવી હોવાની વાત સામે આવી છે. તેથી જોવાનું રહ્યું કે આ ફિલ્મ ૧૧ ઓગસ્ટે રિલીઝ થશે કે તેમાં કોઈ ફેરફાર થશે.

આ પણ વાંચો :-

સુરતમાં કહેવાતાં કોચિંગ ક્લાસીસ ઉપર GST વિભાગની તવાઈ

0
  • રાજ્યભરમાં GST વિભાગે કોચિંગ ક્લાસિસ ઉપર પાડયાં છે. રાજ્યમાં ધમધમતા કોચિંગ ક્લાસ પર GST વિભાગે તબાહી બોલાવી છે.

જેમાં રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં ૩૧ જગ્યાએ જી.એસ.ટી વિભાગ ત્રાટકયુ છે. રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી ૧૮થી ૨૦ કરોડના બેનામી વ્યવહારો GST વિભાગે ઝડપી પાડયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં હવે શિક્ષણનો વેપાર બની ગયો હોય તેવી સ્થિતિ છે. આ દરમિયાન કોચીગ ક્લાસીસ પર GST વિભાગે કરીવાહી શરૂ કરી છે. ત્યારે રાજ્યના કુલ 15 કોચિંગ ક્લાસીસના 31 સ્થાનો પર GST વિભાગ ત્રાટક્યું છે. જેમાંથી બેનામી હિસાબો પણ સામે આવ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે GST વિભગની કાર્યવાહીથી રાજયભરના કોચિંગ ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

સુરતમાં ૨૪ જગ્યાએ પડયાં દરોડા :

રાજ્યમાં GST વિભાગે રાજ્યમાં કોચિંગ ક્લાસીસ પર કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો હતો. સંચાલકોએ GST કમ્પ્લાયન્સ યોગ્ય રીતે ન કરતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના ૧૫ ક્લાસિસના કુલ ૩૧ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. GST વિભાગે અમદાવાદમાં ૪, સુરતમાં ૨૪, વડોદરામાં ૧ અને રાજકોટમાં ૨ મળી કુલ ૩૧ સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :-

ઓનલાઈન અહીંથી મંગાવો ટામેટાં, અડધા રૂપિયામાં થઈ જશે કામ, જાણી લો ઓર્ડર કરવાની રીત

0
  • Paytm એ લોકોને ઘરે બેઠા સસ્તા ટામેટાં ખરીદવાની સગવડ શરૂ કરી છે. આ માટે Paytm એ ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે.

હાલની સ્થિતિએ ટામેટાના ભાવ લાલચોળ થયા છે. ભડકે બળતા ભાવને લઈને ટામેટા પર સોશિયલ મીડિયામાં અનેક ફની રિલ્સ પણ બની છે. સોશિયલ મીડિયામાં ટામેટા હાલ ટોપ પર ચાલે છે. તેમ કહેવું પણ વધુ પડતું નથી. કેટલીક જગ્યાએ તો ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

સરકાર બાદ હવે Paytm એ લોકોને ઘરે બેઠા સસ્તા ટામેટાં ખરીદવાની સગવડ શરૂ કરી છે. આ માટે Paytm એ ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. ખાસ વાત એ છે કે Paytmની આ સુવિધા હાલમાં માત્ર દિલ્હી-NCRમાં જ ઉપલબ્ધ છે.

ટામેટાના ભાવ વધારાને લઈને અમુક લોકોના ઘરમાથી તો જાણે ટામેટા ગાયબ જ થઈ ગયા છે તો ઓએનડીસીએ આ સપ્તાહથી જ સસ્તા દરે ટામેટાંનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું છે. હવે પેટીએમએ ઓએનડીસી સાથે હાથ મિલાવીને ઓનલાઈન સસ્તા ટામેટાં ખરીદવું વધુ સરળ બની ગયું છે. આ વખતે ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ટામેટાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ભાવ વધ્યા છે. સરકારને હવે ઘણા શહેરોમાં સબસિડીવાળા દરે ટામેટાં વેચવા પડે છે.

Paytm E-Commerce Pvt Ltd (PEPL) એ દિલ્હી-NCRમાં ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવા માટે ONDC અને NCCF સાથે ભાગીદારી કરી છે. સૌથી પહેલા Paytm એપ ઓપન કર્યા બાદ ONDC સર્ચ કરો. બાદમાં હવે ONDC Grocery પર ક્લિક કરતાની સાથે જ Tomato@70 લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો. બાદમાં તમારું સરનામું દાખલ કરો. અને ટામેટાંનું વજન નક્કી કરો. બાદમાં પ્રેમેન્ટ પદ્ધતિ અને તમારો ઓર્ડર આપવામાં આવશે. બીજા દિવસે ટામેટાં મળી જશે.

આ પણ વાંચો :-

ફૂલ સ્પીડે કાર દોડાવી માંડ બચેલા વિદ્યાર્થીની રીલ બનાવી, વીડિયો જોઈ લોહી ઉકળી જશે

0
  • સુરતના અલગ અલગ વિસ્તારમાં નબીરાના જોખમી સ્ટંટ કરતાનો વીડિયો સામે આવ્યો છે. BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે.

અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ પણ રાજ્યમાં અનેક નબીરાઓ બેફામ વાહન ચલાવી રહ્યાં છે. ફૂલ સ્પીડમાં ગાડીઓ ચાલવવાના શોખીનો અકસ્માતના બનાવો પરથી જરા પણ શીખ લેવા તૈયાર ન હોય તે રીતે બેફામ વાહન હંકારી રહ્યાં હોય તેવા અવાર નવાર વીડિયો સામે આવી રહ્યાં છે.

અમદાવાદ અકસ્માત બાદ સુરતના નબીરાના વીડિયો વાયરલ થયો છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં નબીરાના જોખમી સ્ટંટ કરતાનો વીડિયો સામે આવ્યો છે. BRTS રૂટ પર માંડ બચેલા વિદ્યાર્થીની નબીરાએ રીલ બનાવી છે. કારનો દરવાજો ખોલી બેફામ નબીરો કાર ચલાવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આવા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે.

રાજ્યમાં અસામાજિક તત્વોને જરા પણ પોલીસનો ડર ન હોય તેવી રીતે વાહન ચલાવતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યાં છે. લુખ્ખા તત્વો સામે કાર્યવાહીની લોકો માગ પણ કરી રહ્યાં છે. ખાસવાત એ છે કે, થોડા દિવસ અગાઉ કંપારી દે તેવું અકસ્માત સર્જાયા બાદ પણ બેખોફ સ્ટંટ બાજા બન્યા છે.

આ પણ વાંચો :-

આઈફોન લવરનું ખિસ્સું પૂરેપૂરું ઢીલું થશે. ! લોન્ચ પહેલા iPhone 15ની કિમંતો થઈ ગઈ લિક, જાણો કેટલી

0
  • એપલ iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનાં મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે તમામ મોડલ્સની એશિયાની કિંમત લીક થઈ ગઈ છે.

એપલનાં ચાહકો સહિત સમગ્ર દુનિયા આઈફોન 15 સીરીઝનાં લોન્ચિંગની રાહ જોઈ રહી છે. તેની લોન્ચિંગને હજુ એક મહિનાનો સમય બાકી છે પરંતુ એ પહેલાં જ એપલનાં આ આઈફોન 15 સીરીઝની કિંમત લીક થઈ ગઈ છે. એપલ આ સીરીઝમાં  iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max મોડલ્સ લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા અહેવાલ અનુસાર iPhone 15 Pro Max મોડલની કિંમત સૌથી વધારે હોઈ શકે છે.

માહિતી અનુસાર બાર્કેલેજની એનાલિસ્ટ ટીમ લોન્ગે એશિયાની સપ્લાય ચેન કંપનીઓની સાથે વાતચીત કરીને ભવિષ્યવાણી કરી છે કે એપલ આઈફોન 15 Pro મોડલ, હાલનાં 14નાં મોડલની સરખામણીએ વધુ મોંઘો રહેશે. એવું કહેવાઈ રહ્યું છે કે iPhone 15 proની કિંમત Iphone 14 proથી 100 ડોલર વધુ હશે જ્યારે iPhone 15 pro maxની કિંમત Iphone 14 pro maxથી 100-200 ડોલર વધારે હશે.

લીક થયેલી ખબર અનુસાર iPhone 15 અને iPhone 15 plusની કિંમત પહેલાની જેમ 799-899 ડોલર રહેશે. આ સિવાય iPhone 15 proની કિંમત 1099 ડોલર જ્યારે iPhone 15 Pro maxની કિંમત 1299 ડોલર થઈ શકે છે.

આ પણ વાંચો :-

૨૯ જુલાઈ / કન્યાને ધંધામાં લાભ તો મકરની વધશે જાવક, જાણો કઈ રાશિના જાતકોનો શનિવાર રહેશે સારો અને કોનો ખરાબ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. મિલકત અંગેના અગત્યના નિર્ણયો ટાળવા. આર્થિક રોકાણ કરતી વખતે સાવચેતી જરૂરી. વાહન સાચવીને ચલાવવું. પત્નિ સાથે મનમેળ જળવાય.

વૃષભઃ
નાણાંકીય પાસુ મજબુત બનતું જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ રહેશે. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

‌મિથુનઃ
નાણાંનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ બહેન ની ચિંતા રહે. પરિવાર ના સ્ત્રી વર્ગ નું આરોગ્ય કથળતું જણાય. સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. ચામડીના રોગોની કાળજી રાખવી. દગા-ફટકા નો ભોગ ન બનાય એની સાવચેતી જરૂરી.

કર્કૃઃ
દિવસ દરમ્યાન શુભ ફળ નો અનુભવ થાય. નાણાંની છુટ વર્તાય. સંતાન ની પ્રગતિ ના સાક્ષી બની શકો. વિદ્યાર્થી વર્ગને સફળતા. પત્નિ સાથે આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ
થોડી માનસિક ચિંતા રહે. શરદી ખાંસી નો ઉપદ્રવ રહેશે. નાણાંકીય બાબતો અંગે લાભ. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય. નવા વાહન ની ખરીદી શક્ય બને. માતા-પિતા નું આરોગ્ય જળવાય.

કન્યાઃ
કરેલા કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં સુખ-શાંતિ-સંપ જળવાય. નાના યાત્રા પ્રવાસ ના યોગ બને છે. ભાગ્ય બળવાન બનતા ઓછી મહેનતે વધુ લાભ મળે. આરોગ્ય જળ‍વાશે.

તુલાઃ
મોજ શોખમાં ખર્ચ વધે સાથે સાથે આવકનું પ્રમાણ પણ જળવાય. નવા વસ્ત્રો ખરીદવાની ઇચ્છા થાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ
માનસિક આનંદ બરકરાર રહે. હોંશીયારી અને કાબેલીયત થી સફળતા મળે. અધિકાર નો દુરુપયોગ ન કરવો. વાણી ઉપર કાબુ રાખવો. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. કરિયાણા, શાકભાજી, ધાતુના ધંધામાં લાભ.

ધનઃ
માનસિક શાંતિ વધે. નકારાત્મક વિચારો વધે. પાણીથી દૂર રહેવું. શરદી-ખાંસી નો ઉપદ્રવ રહે. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવો. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધા માં લાભ.

કુંભઃ
નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુક ને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ વધતો જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. આવકનું પાસુ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સંતાનો સાથે શાંતિ રાખવી.

મીનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ સફળતા મળે. નાણાંકીય બાબતોમાં સાનુકુળતા જણાય. યાત્રા-પ્રવાસ ના યોગ બને છે. પિતાની ‌તબિયત સાચવવી. માન‌હાનિ ના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું.

આ પણ વાંચો :-