Home Blog Page 1006

સિનેમા હોલમાં ચાલી રહ્યું હતું ગદર-૨નું સ્ક્રીનિંગ, ત્યારે બદમાશોએ ફેંક્યો..

0
  • બિહારની રાજધાની પટનામાં એક થિએટરમાં સની દેઓલની ફિલ્મ ગદર-૨નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. આ વચ્ચે શંકાસ્પદ બદમાશોએ થિએટરને નિશાન બનાવ્યું અને બોમ્બથી હુમલો કર્યો હતો.

બિહારની રાજધાની પટનાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિંગલ સ્ક્રીન થિએટરની બહાર અસામાજિકતત્વોએ બે દેશી ધમાકાથી ડરનો માહોલ ઉભો કરી દીધો છે. પરંતુ બંને બોમ્બ ઓછા ઘાતક હતા. તેથી કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

મીડિયા અહેવાલ પ્રમાણે સિનેમાઘરમાં સની દેઓલની ફિલ્મ ગદર ૨નું સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બદમાશોએ થિયેટરને જે બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા તેમાંથી માત્ર એક જ વિસ્ફોટ થયો હતો અને બીજા બોમ્બને સ્થળ પર જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. બદમાશોએ માત્ર બોમ્બ ફેંક્યા જ નહીં પરંતુ ત્યાં ભારે હંગામો પણ મચાવ્યો.

પોલીસે બંનેને દબોચી લીધા :

મીડિયા અહેવાલ પ્રમાણે બોમ્બ ફેંકનાર બંને શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. સિનેમાહોલના માલિક સુમન સિન્હાએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે બદમાશો ગદર-૨ ટિકિટોની કાળાબજારી કરવા ઈચ્છતા હતા. આ દરમિયાન ઘણા અસામાજિક તત્વોએ સમસ્યા ઉભી કરી.

સુમન સિન્હાએ કહ્યું કે બદમાશોએ તેમના કર્મચારીઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ વચ્ચે કોઈ ગંભીર ઘટના બની નહીં. ધમાકા વિશે વાત કરતા સુમન સિન્હાએ કહ્યુ કે કેટલાક બદમાશોએ સિનેમાઘરની અંદર બોમ્બ ફેંક્યા. તેના કારણે ધમાકો થયો અને હોલની અંદર હડકંપ મચી ગયો હતો.

બ્લેકમાં ટિકિટ વેચવા ઈચ્છતા હતા બદમાશ :

સુમન સિન્હાએ જણાવ્યું કે બદમાશ બ્લેકમાં ટિકિટ વેચવા ઈચ્છતા હતા પરંતુ તેમની ટીમે તેને ત્યાંથી ભાગી જવાનું કહ્યું. તમને જણાવી દઈએ કે ૨૨ વર્ષ બાદ બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સીક્વલ રિલીઝ થઈ છે. ફિલ્મ દર્શકોને સિનેમાઘર તરફ ખેંચી રહી છે. આ ફિલ્મમાં સની દેઓલ સિવાય અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો :-

વહુનું સેક્સ દુનિયાને પીરસનાર સસરા હોટલમાં કોલગર્લ બોલાવતા અને….

0
  • પોર્નસાઈટના શો માટે હોટેલમાં અત્યાધુનિક સેટીપલંગ અને ખુરશી ખાસ પ્રકારના બનાવાયા હતા. વૈભવી પરિવારના સાસુ સસરા કેવી વિકૃત માનસિકતા ધરાવતા હવે તે હવે ખૂલી રહ્યું છે.

રાજકોટમાં માવતર જ કમાવતર બન્યાનો કિસ્સો બહુચર્ચિત બની ગયો છે. હાલ ગુજરાતમાં આ મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. ત્યારે પુત્રવધુના ન્યૂડ શો લાઈવ કરીને રૂપિયા કમાવનારા સાસુ-સસરાની નવી નવી પોલ ખૂલી રહ્યાં છે.

રાજકોટમાં પુત્રવધૂના વીડિયો અપલોડ કરવામાં કેસમાં હોટેલના મેનેજરે ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સાથે જ પોર્નસાઈટના શો માટે હોટેલમાં અત્યાધુનિક સેટીપલંગ અને ખાસ પ્રકારની ખુરશી બનાવાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમે હોટેલ મેનેજરનું નિવેદન નોંધ્યું છે. જેમાં મેનેજરે કબૂલ્યું કે હોટલમાં વિદેશી કોલગર્લ આવતી હતી. પુત્રવધુની ગંદી ક્લિપ વાયરલ કરનાર સસરાની માલિકીની હોટેલમાં આ ખેલ ચાલતા હતા. ત્યારે આ હોટલના મેનેજરે ગંભીર આક્ષેપો કર્યા છે. મેજિસ્ટ્રેટ સમક્ષ હોટેલ મેનેજરનું નિવેદન નોંધાશે. પોલીસ હોટેલ મેનેજરને સરકારી સાક્ષી બનાવશે.

વૈભવી પરિવારના સાસુ સસરા કેવી વિકૃત માનસિકતા ધરાવતા હવે તે હવે ખૂલી રહ્યું છે. હાલ સાસુ-સસરા અને પુત્રના રિમાન્ડ પૂરા થતા ત્રણેયને જેલહવાલે કરાયા છે. પરંતુ સસરાની હોટલમાં વાસનાના ખેલ ચાલતા હતા. જેના થકી ડોલરમાં આવક આવતી હતી. તેની હોટેલના એક રૂમમાં મસાજ પાર્લર બનાવવામાં આવ્યું હતું.

હોટેલમાં ખાસ પ્રકારના સેટી-પલંગ અને ખુરશી પણ બનાવવામાં આવ્યા હતા. પોલીસે મકાનમાંથી તેમજ હોટેલમાંથી વેબકેમ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. પોલીસે આરોપીઓના ઘરમાંથી સેક્સ ટોયઝ સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી. ૨૧ વર્ષીય પરિણીતાએ સાસુ-સસરા અને પતિનો ખેલ ખુલ્લો પાડ્યો છે. જેના બાદ ભદ્ર પરિવારના સાસુ-સસરા અને પતિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

 બે કાંઠે વહેતી નદીમાં ટ્રક ફસાયો, સોશિયલ મીડિયા પર વિડીયો થઈ રહ્યો છે, જુઓ વિડીયો

0
  • ઉત્તરાખંડમાં ધસમસતી નદીની વચ્ચે એક ટ્રક ફસાયો હોવાની ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પહાડી રાજ્યમાં અવિરત વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને લઈને આ વીડિયો જોઈને દરેકની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં અવિરત વરસાદને કારણે આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ૭૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયો ટ્રક :

જ્યારે આ વીડિયો પૌડી ગઢવાલ જિલ્લાના મોટાધક ગામનો છે. આ વિડિયો ક્લિપમાં અડધાથી વધુ માલ ભરેલો ટ્રક સામેથી આવતા નદીના પાણીમાં ડૂબી ગયો છે.

મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે જ્યારે આ ટ્રક નદી ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક નદીમાં પાણીનું સ્તર વધી ગયું હતું. જેના કારણે ટ્રક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો હતો.

હજુ એક સપ્તાહ સુધી રાહતની આશા નહીં :

જાણકારી પ્રમાણે ગયા મહિને ગામમાં માલન નદી પર બનેલો એક પુલ તૂટી ગયો છે. જેના કારણે કારખાનામાથી આવી રહેલી ટ્રકોને ઔદ્યોગિક ક્ષેત્રમાં જવા માટે નદી પાર કરવા માટે મજબૂર થવું પડ્યું. જો કે હજુ એક સપ્તાહ સુધી રાહતની આશા ઓછી જ છે.

આ પણ વાંચો :-

 

ટીચરે ભણેલા-ગણેલા નેતાને વોટ આપવા કરી અપીલ, Unacademy એ કરી દીધો સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર વિવાદ

0
  • શિક્ષકે કહ્યું કે વિદ્યાર્થીઓએ ભણેલા ઉમેદવારોને મત આપવો જોઈએ, તો સંસ્થાએ તેમને નોકરીમાંથી કાઢી મૂકતા કહ્યું ક્લાસરૂમ એ વ્યક્તિગત અભિપ્રાયો શેર કરવાની જગ્યા નથી.

Unacademyએ એક શિક્ષકને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કરણ સાંગવાન નામના આ શિક્ષકે વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને એક સલાહ મતદાન સંબંધિત એક સલાહ આપી હતી. સાંગવાન સરએ કહ્યું કે વિદ્યાર્થીઓએ ભણેલા ઉમેદવારોને મત આપવો જોઈએ. આ કારણોસર કંપનીએ સાંગવાન સરને નોકરીમાંથી કાઢી મૂક્યા. હવે આ સમગ્ર મામલે વિવાદ ઉભો થયો છે.

કરણ સાંગવાને વર્ગ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. શિક્ષકને કાઢી મૂકતાં એડટેક ફર્મે કહ્યું કે ક્લાસરૂમ એ વ્યક્તિગત અભિપ્રાયો અને મંતવ્યો શેર કરવાની જગ્યા નથી. રોમન સૈનીએ ટવીટ કર્યું, ‘અમે એક એજ્યુકેશન પ્લેટફોર્મ છીએ જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. આ કરવા માટે અમે અમારા બધા શિક્ષકો માટે એક કડક આચાર સંહિતા બનાવી છે.

જે સુનિશ્ચિત કરવાના હેતુથી છે કે અમારા વિદ્યાર્થીઓને નિષ્પક્ષ જ્ઞાન મળે. વર્ગખંડ એ વ્યક્તિગત વિચારો શેર કરવા માટેનું સ્થાન નથી કારણ કે વિચારો શીખનારાઓ પર ખોટી અસર કરી શકે છે. હાલની સ્થિતિ એવી છે કે અમારે કરણ સાંગવાનને હટાવવો પડશે કારણ કે તેણે આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.’

શું છે સમગ્ર વિવાદ ?

કરણ સાંગવાનની એક નાનકડી વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં Unacademy પર ભણાવતા શિક્ષકે વિદ્યાર્થીઓને આગામી સમયમાં શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. વાયરલ વીડિયો અનુસાર, તે કહે છે, “એક વાત યાદ રાખો, આગલી વખતે જ્યારે તમે કોઈને પણ વોટ આપશો, તો તે કોઈ શિક્ષિત વ્યક્તિને આપો.

જેથી તમારે જીવનમાં ફરી આ બધાનો સામનો ન કરવો પડે. શિક્ષિત વ્યક્તિની પસંદગી કરો જે વસ્તુઓને સમજવામાં સક્ષમ હોય. ફક્ત એવી વ્યક્તિને પસંદ ન કરશો જેને ફક્ત બદલતા આવડતું હોય, નામ ચેન્જ કરતાં આવડતું હોય. તમારો નિર્ણય યોગ્ય રીતે લો.”

જણાવી દઈએ કે સાંગવાને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. તેમણે કહ્યું છે કે તે સમગ્ર વિવાદ અંગે 19મી ઓગસ્ટે વિગતવાર ખુલાસો કરશે. તેણે કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે હું વિવાદમાં છું અને તે વિવાદને કારણે મારા ઘણા વિદ્યાર્થીઓ જે ન્યાયિક સેવાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેઓને ઘણા પરિણામોનો સામનો કરવો પડી રહ્યો છે.’

વાયરલ વિડીયો પર શરૂ થઈ રાજનીતિ  :

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું, “શું શિક્ષિત લોકોને વોટ આપવા માટે અપીલ કરવી એ ગુનો છે? જો કોઈ અભણ છે, તો હું વ્યક્તિગત રીતે તેનું સન્માન કરું છું. પરંતુ લોકોના પ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો યુગ છે.

21મી સદી.” નિરક્ષર લોકોના પ્રતિનિધિઓ ક્યારેય આધુનિક ભારતનું નિર્માણ નહીં કરી શકે. આ વીડિયો વાયરલ થયો અને Unacademy X (Twitter) પર ટ્રેન્ડ થવા લાગ્યો.શિક્ષકના સમર્થનમાં ઘણા લોકો લખી રહ્યા છે તો ઘણા લોકોએ તેમની ટીકા પણ કરી છે.

આ પણ વાંચો :-

નસીબદાર નીકળી આ ભાણીઓ, સુરતના મામાએ ભાણીઓ માટે ચાંદનો ટુકડો ખરીદ્યો

0
  • Surat News : સુરતમાં એક શખ્સે જુડવા ભાણીઓના નામે ચંદ્ર પર જમીન ખરીદીને ભેટ કરી. વેંકરીયા પરિવારે દીકરીઓના આગમનની ખુશીઓ આ રીતે ઉજવી.

આમ તો ચાંદ ને લોકો ચંદામામા કહેતા હોય છે પરંતુ સુરતના એક મામાએ પોતાના બે પોતાની બે જુડવા ભાણિયાઓ માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી લીધી છે. જોકે આજ દિન સુધી ચાંદ ઉપર આટલી નાની વયમાં કોઈ જોડીયા બાળકોની જમીન નથી.

સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેંકરીયાએ પોતાની બે જોડીયા ભાણિયો માટે એક એકર જમીન ચંદ્ર પર લીધી છે. તેઓ માટે આ ક્ષણ હંમેશા યાદગાર બની રહે. મામાને હંમેશા જ પોતાની ભાણીઓ વાલી હોય છે. કારણ કે મામા શબ્દમાં એક નહીં બે માં આવે છે. સુરત શહેરના સરથાણા વિસ્તાર ખાતે રહેતા બ્રિજેશભાઈ વેંકરીયા ડિજિટલ માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ સંવેદના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

બ્રિજેશભાઈની બહેન દયાના ઘરે એક નહીં પરંતુ બે લક્ષ્મીઓ અવતરિત થઈ છે. જેથી પરિવારની ખુશી બમણી થઈ ગઈ. આ ખુશીને વધારવા માટે મામા બ્રિજેશભાઈએ બહેન અને પોતાની બે ભાણીઓને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું.

બેન પાસેથી બંને દીકરીઓના ડોક્યુમેન્ટસ લઈ તેઓએ અમેરિકાની લુનાર લેન્ડર્સ નામની કંપનીમાં ચંદ્ર પર જમીન ખરીદવા માટે એપ્લિકેશન કરી હતી. જે માન્ય થતા આજે તેમની બંને ભાણીયો નીતિ અને નિયતિ સૌથી નાની ઉંમરમાં જોડિયા બહેનો ચંદ્રની જમીન પર માલિક બની છે.

અનેક એવી વેબસાઈટ છે જે ચંદ્ર પર જમીન વેચવાનો દાવો કરતી આવી છે. પરંતુ ખરેખર ચંદ્રની માલકી માટે જમીન કોની પાસે લઈ શકાય એ ખૂબ જ મહત્વનો હોય છે. બ્રિજેશે આ માટે ખાસ રિસર્ચ કર્યું હતું અને તેને જાણવા મળ્યું હતું કે અમેરિકાની એક લુનાર લેન્ડર્સ કંપનીના માધ્યમથી ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે. તેને આ માટે ત્રણ મહિના સુધી મેઈલ પર વાતચીત કરી અને ખાતરી મેળવી હતી.

બ્રિજેશે જે જમીન ખરીદી છે તે લુનાર સોસાયટીના વિસ્તારની જમીન ગણાય છે. આમ તો ભારત દેશે ધી આઉટર સ્પેસ ટ્રીટી નામની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. પરંતું કોઈ પણ વ્યક્તિ અંતરીક્ષમાં પોતાનો દાવો કરી શકશે નહીં. સૌથી વધુ દેશોના આ સમજૂતી પર હસ્તાક્ષર છે. જોકે આઉટર સ્પેસનો ઉપયોગ ગમે તે રીતે દેશ પોતાના વૈજ્ઞાનિક વિકાસ માટે કરતા હોય છે.

આ પણ વાંચો :-

 

સીએમ હોય તો આવા હોવા જોઈએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા પરિવારને રેસ્ક્યૂ કરી બચાવ્યો, જુઓ તસ્વીરો

0
  • પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોશિયારપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની બોટ દ્વારા મુલાકાત લઈને પરિસ્થિતીની સમીક્ષા પણ કરી હતી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોશિયારપુર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોની બોટ દ્વારા મુલાકાત લઈને પરિસ્થિતીની સમીક્ષા પણ કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના ઘરની છત પર ફસાયેલા પરિવારને પણ બચાવ્યો હતો.

Imageઆ અંગે સીએમ ભગવંત માને કહ્યું કે સમય મુશ્કેલ છે. પરંતુ અમે દરેકની મદદ કરીશું. તેમજ લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરીશું. પંજાબના હોશિયારપુર, ગુરદાસપુર અને રૂપનગર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે NDRF, આર્મી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે.

Image

અધિકારીઓએ જણાવ્યું કે, ભાકરા અને પોંગ ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યા બાદ આ ત્રણ જિલ્લાના મોટા ભાગ પૂરમાં ડૂબી ગયા છે. ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવાને કારણે બિયાસ અને સતલજ નદીમાં પાણીની સપાટી વધી છે. સતલજ નદી પર ભાખરા ડેમ અને હિમાચલ પ્રદેશમાં બિયાસ નદી પરનો પોંગ ડેમ-ભારે વરસાદ પછી બંનેમાં પાણીનું સ્તર ઊંચું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

ચીની નાગરિક ગુજરાત આવીને ૯ દિવસમાં કરોડનું કૌભાંડ કરીને જતો રહ્યો, હવે પોલીસ તપાસમાં લાગી

0
  • એક નવું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ૧૨૦૦ લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. આ મામલો ઓનલાઈન ફૂટબોલ સટ્ટાબાજી સાથે જોડાયેલો છે.

એક અહેવાલ અનુસાર, એક ચીની વ્યક્તિએ આ એપ દ્વારા ગુજરાત અને ઉત્તર પ્રદેશના ૧૨૦૦ લોકો સાથે છેતરપિંડી કરી છે. આ કૌભાંડ એક-બે કરોડનું નથી પરંતુ ૧૪૦૦ કરોડનું છે.

ચાઈનીઝ વ્યક્તિનું નામ Woo Uyanbe (વુ ઉયાનબે) જણાવવામાં આવી રહ્યું છે, જેણે ગુજરાતના કેટલાક સ્થાનિક લોકો સાથે મળીને સટ્ટાબાજી માટે Dani Data એપ લોન્ચ કરી હતી. આ એપનો ઉપયોગ યુઝર્સને સટ્ટાબાજીમાં વધુ વળતર માટે લાલચ આપવા માટે થતો હતો. Dani Data એપ માત્ર ૯ દિવસ માટે જ ઓનલાઈન રહી. પરંતુ આ દરમિયાન તેણે લોકો પાસેથી રોજના ૨૦૦ કરોડ રૂપિયા લૂંટ્યા છે.

અહેવાલ અનુસાર આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ Woo Uyanbe ચીનના શેનઝેન શહેરનો રહેવાસી છે. તે પાટણ અને બનાસકાંઠાના કેટલાક સ્થાનિક લોકોની મદદથી આ કૌભાંડને અંજામ આપતો હતો. વુ યુઆનબે ૨૦૨૦ અને ૨૦૨૨ વચ્ચે ભારતમાં હતો.

આ મામલાને ઉકેલવા માટે ગુજરાત પોલીસે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. SITએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ મામલો પહેલીવાર જૂન ૨૦૨૨માં સામે આવ્યો હતો. તેનો ઉપયોગ ગુજરાત અને યુપી બંનેમાં લોકો કરતા હતા.

આગરા પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી હતી. જે બાદમાં CID દ્વારા આગળ વધી હતી. આ સ્કીમમાં ગુજરાતના અનેક લોકો ફસાયા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ચીની નાગરિકે તેના સહયોગીઓ સાથે મળીને મે ૨૦૨૨માં આ એપ લોન્ચ કરી હતી.

લોકોને કેવી રીતે ફસાવ્યા ?

આ એપ સટ્ટાબાજી માટે લોકોને આમંત્રિત કરતી હતી અને તેમને જંગી નફો કમાવવાની લાલચ આપતી હતી. જ્યારે આ એપ ઓનલાઈન હતી. ત્યારે કૌભાંડી દરરોજ ૨૦૦ કરોડ રૂપિયા યુઝર્સ પાસેથી લૂંટી રહ્યો હતો. આ લોકો ફૂટબોલ પર સટ્ટો રમતા હતા.

૯ દિવસ પછી એપ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું. તપાસ શરૂ થયા બાદ સીઆઈડીએ આ કેસમાં ૯ લોકોની ધરપકડ કરી છે. આ લોકોએ જણાવ્યું છે કે આરોપી વૂ ઉયાનબે હવાલા દ્વારા પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ માટે તેણે ઘણી શેલ કંપનીઓ પણ બનાવી હતી. જો કે પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી ત્યાં સુધીમાં મુખ્ય આરોપી વૂ ઉયાનબે ચીન પાછો જતો રહ્યો હતો.

ઈન્ટરનેટની દુનિયામાં અનેક પ્રકારના કૌભાંડો સામે આવતા રહે છે. આવી સ્થિતિમાં યુઝર્સે ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. આમાં લોન અને સટ્ટાબાજીની એપ્સ અંગે ખાસ કાળજી લેવી જોઈએ. આવી એપ્સે ઘણા લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે.

આ પણ વાંચો :-

 

 

 

WHATSAPP UPDATE : હવે તમે સરળતાથી HD ક્વોલિટીમાં ફોટા મોકલી શકશો. જાણો કઈ રીતે

0
  • મેસેજિંગ અને વીડિયો કોલિંગ માટે વિશ્વભરમાં WhatsAppનો સૌથી વધુ ઉપયોગ થાય છે. સમગ્ર વિશ્વમાં ૨ અબજથી વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

આ જ કારણ છે કે કંપની તેના ગ્રાહકોની સુવિધા માટે નવા ફીચર્સ અને અપડેટ (Update) લાવતી રહે છે. હવે કંપનીએ વોટ્સએપ (WhatsApp) યુઝર્સને એક મોટું અપડેટ આપ્યું છે. જેની માંગ છેલ્લા ઘણા મહિનાઓથી હતી. જો તમે વોટ્સએપ યુઝર છો. તો હવે તમે સરળતાથી HD ક્વોલિટીમાં ફોટા મોકલી શકો છો.

હવે તમે સરળતાથી ઉચ્ચ રીઝોલ્યુશન ફોટા મોકલી શકશો :

અત્યાર સુધી, જ્યારે તમે WhatsAppમાં હાઈ રિઝોલ્યુશન ફોટા મોકલતા હતા. ત્યારે તેની ગુણવત્તા સારી રહેતી ન હતી અને કદ પણ સંકુચિત થઈ જતું હતું. પરંતુ હવે તમે સરળતાથી ઉચ્ચ રીઝોલ્યુશન ફોટા મોકલી શકશો. વોટ્સએપના આ અપગ્રેડની માહિતી મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) પોતે આપી હતી. ગુરુવારે સાંજે તેણે બધા વપરાશકર્તાઓ માટે HD ફોટો ફીચર રજૂ કર્યું.

માર્ક ઝકરબર્ગે માહિતી આપી હતી :

માર્ક ઝકરબર્ગે ઈન્સ્ટાગ્રામ ચેનલ અને ફેસબુક પોસ્ટ દ્વારા વોટ્સએપના આ નવા ફીચર વિશે યુઝર્સને જાણકારી આપી હતી. માર્કે આ ફીચરને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે HD ફોટો ફીચર કેવી રીતે કામ કરે છે.

આ રીતે HD ફોટા મોકલી શકશે :

વોટ્સએપમાં HD ફોટો મોકલવા માટે તમારે પહેલા વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવું પડશે. એપ્લિકેશન અપડેટ થયા પછી, તમને WhatsApp પર ફોટો શેરિંગ ટેબમાં એક HD બટન દેખાશે. આ એચડી બટન પર ક્લિક કરતાની સાથે જ તમને બે વિકલ્પો મળશે જેમાં સ્ટાન્ડર્ડ સાઈઝ અને એચડી સાઈઝના વિકલ્પો હશે. જો તમે HD ગુણવત્તામાં ફોટો મોકલવા માંગતા હોવ તો તમારે HD વિકલ્પ પસંદ કરવો પડશે.

ડેટા વપરાશ વધુ થશે :

તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જો તમે વોટ્સએપ પર HD ક્વોલિટીમાં ફોટા મોકલો છો. તો તમારો ડેટા વપરાશ વધુ થશે. એચડી ફોટો ફીચર પહેલા વોટ્સએપે તાજેતરમાં જ તેના યુઝર્સ માટે સ્ક્રીન શેરિંગ ફીચર બહાર પાડયું હતું. આમાં યુઝર્સ વીડિયો કોલિંગ દરમિયાન પોતાના ફોનની સ્ક્રીન પણ શેર કરી શકશે.

આ પણ વાંચો :-

પુનમ માડમની આંખોમાં આવ્યા આંસુ, અવાજ થોથવાયો- વિડીયો રિવાબા અંગે શું કહ્યું ?

0
  • ‘રિવાબા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે. મીડિયા સામે જે બન્યું તેમાં વાતના વતેસર થયા. આ એક મીસ અન્ડર સ્ટેન્ડિંગ હતી અને ક્વીક રિએક્શન હતું તેના સિવાય બીજું કશું ન્હોતું, પાર્ટીના વડીલનું માન જળવાય અને, રિવાબા નાના છે તેઓ ગુસ્સો કરી શકે છે’

પુનમ માડમે સમી સાંજ પછી રિવાબા સાથે આજે કાર્યક્રમ દરમિયાન જે કાંઈ થયું તે અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે રિવાબાને જે તે સમયે સોરી કેમ કહ્યું હતું તેનો પણ ખુલાસો કર્યો હતો. તેમના અવાજમાં વસવસો અને આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાતા હતા.

જામનગરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો. એમાં સાંસદ મેડમે પહેલા ટ્રિબ્યૂટ આપવાનું થયું એમાં તેમણે ચપ્પલ પહેરેલા હતા. પછી મારો વારો આવ્યો એટલે મેં પોતે ચપ્પલ ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ આપી. મારા પછી કોર્પોરેશનના લોકોએ પણ આ રીતે કર્યું. અમે સાઈડમાં ઊભા હતા.

ત્યારે સાંસદએ ટિપ્પણ કરી કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચપ્પલ ઉતારતા નથી. પણ અમુક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢે છે. આવા કાર્યક્રમમાં તેમની આ ટિપ્પણી મને માફક ન આવી. એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગ રૂપે મેં જવાબ આપ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, મેયર આ સમગ્ર ઘટનામાં ક્યાંય નહોતા. પરંતુ તેઓ સાંસદની ફેવર લઈને મારી સાથે જોર જોરથી મારા મોઢા પર વાત કરતા હતા. એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જ મારે તેમને ઓકાતમાં રહેવાનું કહેવું પડયું. તેમનું આ મેટરમાં કોઈ વાત નહોતી છતા વચ્ચે પડયા અને બોલ્યા એટલે મારે કહેવું પડયું.

ઘટના અંગે મેયરે શું કહ્યું ?

કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ હાજર થયેલા જામનગરના મેયર બીનાબેન કોઠારીને પત્રકારો દ્વારા ઘટના મામલે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે આ અંગે જણાવ્યું કે, એ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારિક મામલો છે અને એના બાબતમાં હું કોઈ કોમેન્ટ કરતી નથી. ચોક્કસ પણ મેયરે આ અંગે કંઈ બોલવાથી ઈનકાર કરી દીધો છે. પરંતુ રિવાબા જાડેજા અચાનક આટલા ગુસ્સે કેમ થયા તેનું ચોક્કસ કારણ તો તે જ જણાવી શકે છે.

આ પણ વાંચો :-

ઘરની બહાર લોકો રાખે છે લાલ રંગ બોટલો, જાણો શું આ ટોટકા પાછળનું કારણ ?

0
  • કાનપુરમાં ઘણા દિવસોથી આશ્ચર્યજનક ટોટકા કરવામાં આવી રહ્યા છે અને મહિલાઓ તેમના ઘરની બહાર લાલ રંગની બોટલો રાખી રહી છે. તેઓ માને છે કે આમ કરવાથી પ્રાણીઓ તેમના ઘરની બહાર ગંદકી કરશે નહીં.

ભારતમાં દરેક ઘરમાં કંઈક ને કંઈક ટોટકા જોવા મળે છે, પરંતુ કેટલાક નવા ટોટકા લોકોને વધુ પ્રભાવિત કરે છે. આવું જ કંઈક યુપીના કાનપુરમાં જોવા મળ્યું. જ્યાં લોકો પોતાના ઘરની બહાર લાલ રંગની બોટલો રાખી રહ્યા છે. હવે તમે વિચારતા જ હશો કે તમે આવું કેમ કરી રહ્યા છો તો ચાલો તમને જણાવીએ કે ત્યાંની મહિલાઓ આવું કેમ કરી રહી છે અને તેની પાછળનું કારણ શું છે.

હકીકતમાં કાનપુરમાં ઘણા દિવસોથી એક આશ્ચર્યજનક યુક્તિ કરવામાં આવી રહી છે અને મહિલાઓ તેમના ઘરની બહાર લાલ રંગની બોટલો રાખી રહી છે. તેઓ માને છે કે આમ કરવાથી પ્રાણીઓ તેમના ઘરની બહાર ગંદકી કરશે નહીં.

શું છે ઘરની બહાર લાલ રંગની બોટલોનું રહસ્ય ? 

જ્યારે આ અંગે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તથ્યો મુજબ, આ માત્ર સ્થાનિક લોકોની ભ્રમણા છે અને આ ટોટકા ક્યાંથી શરૂ થઈ તે કોઈને ખબર નથી. કહેવામાં આવી રહ્યું છે કે કાનપુરમાં આ મામલો મસ્વાનપુર, કલ્યાણપુર અને રાવતપુર જેવા વિસ્તારોમાં થઈ રહ્યા છે.

અહીં ઘણા ઘરોની બહાર લાલ રંગની બોટલો રાખવામાં આવી છે. લોકો પોતાના ઘરની બહાર ગલીઓમાં આ કામ કરી રહ્યા છે અને તેમને જોઈને લોકો પણ ઘરની બહાર આવું કરવા લાગ્યા છે. આ જોઈને ભણેલા-ગણેલા લોકો પોતાના ઘરોમાં પણ આવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સ્થાનિક લોકોને પણ ખબર નથી કે તે કેવી રીતે થઈ શરૂઆત :

સ્થાનિક લોકોનું કહેવું છે કે મહિલાઓને કોઈએ કહ્યું કે બોટલમાં લાલ રંગનું પાણી રાખવાથી કૂતરા, ગાય અને ભેંસ ઘરની બહાર ગંદકી નહી કરે. ત્યારથી લોકો આવું જ કરવા લાગ્યા. આ હાલમાં કોઈને ખબર નથી કે ટોટકાની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ.

લોકો સતત તેમના ઘરની બહાર જ કરી રહ્યા છે. તે હવે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી છે. જેના પર દરેક પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો :-